SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલે અંશે પહોંચી શકે એ પ્રશ્ન છે. - ગૃહસ્થો વિધિપૂર્વક, જયણાપૂર્વક સામાયિક કરવા બેસે તેમ છતાં કેટલીક વાર જાણતાં-અજાણતાં મન, વચન અને કાયના કેટલાક દોષ થઈ જવાનો સંભવ છે. શાસ્ત્રકારોએ મનના દસ, વચનના દસ અને કાયાના બાર એમ બત્રીસ પ્રકારના દોષ ગણાવ્યા છે, જે જાણવાથી એવા દોષમાંથી બચી શકાય છે. નીચેની ગાથામાં મનના દસ દોષ ગણાવવામાં આવ્યા છે : अविवेक जसो कित्ती लाभत्यो गव्व भय नियाणत्थो ॥ संसय रोस अविणउ अवहुमाण ए दोसा. भणियव्वा ॥ [(૧) અવિવેક, (૨) યશકીર્તિની વાંછા, (૩) લાભવાંછા, જી ગર્વ, (૫) ભય, (૬) નિદાન નિયાણું), (૭) સંશય, (૮) રોષ, ૯) અવિનય અને (૧૦) અબહુમાન - એમ મનના દસ દોષ ગણાવવામાં આવે છે.] (૧) અવિવેક સામાયિકનું પ્રયોજન અને સ્વરૂપ જાણ્યા વગર સામાયિક કરવું અને ચિત્તમાં વિકલ્પો કરવા કે સામાયિકથી લાભ થશે કે નહિ ? એથી કોઈ તર્યું છે કે નહિ? વગેરે. (૨) યશોવાંછા પોતાને યશ મળે, વાહવાહ થાય એવા આશયથી સામાયિક કરવું. ૩) લાભઃ સામાયિક કરીશ તો ધનલાભ થશે, બીજા ભૌતિક લાભ થશે. એવા ભાવથી સામાયિક કરવું. જી ગર્વ: મારા જેવું સામાયિક કોઈ ન કરી શકે એવો ગર્વ રાખવો. ૫) ભય : હું સામાયિક નહિ કરું તો લોકો મારી ટીકા કરશે કે નિંદા કરશે. માટે એવી ચિંતા કે ભયથી સામાયિક કરવું. (૬) નિદાન: નિધન એટલે નિયાણું. ધન, સ્ત્રી, પુત્ર, વેપારમાં અમુક લાભ મેળવવાના ખાસ પ્રયોજનપૂર્વક સંકલ્પ સાથે સામાયિક કરવું. (૭) સંશય: સામાયિક કરવાથી લાભ થાય છે કે નહિ તેની કોને ખબર છે એવો સંશય રાખ્યા કરવો. (૮) રોષદોષઃ રોષથી એટલે કે ક્રોધથી સામાયિક કરવા બેસી જવું. (ક્રોધથી ઉપરાંત અન્ય કષાયો સહિત સામાયિક કરવું તે). (૯) અવિનય દોષઃ વિનયના ભાવ વગર સામાયિક કરવું. (૧) અબહુમાન દોષ સામાયિક પ્રત્યે બહુમાન હોવું જોઈએ. એવા બહુમાન વગર કે એવા ઉત્સાહ-ઉમંગ વગર – પ્રેમાદરના ભાવ વગર કે ભક્તિભાવ વગર સામાયિક કરવું તે. સામાયિક ૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy