SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ સૂત્રની સાત ગાથાઓમાંથી પહેલી ગાથા મંગલાચરણની છે. તેમાં સૂત્રકાર પોતાની તીર્થકરોની સ્તુતિ કરવાની પ્રતિજ્ઞા દર્શાવે છે. પછીની ત્રણ ગાથા ચોવીસ તીર્થંકરોનાં નામસંકીર્તનની ભાવવંદનની ગાથાઓ છે. આ ગાથાઓ મંત્ર ગાથા તરીકે ઓળખાય છે. વંદન, પૂજન તથા પ્રાર્થના-યાચનાની છેલ્લી ત્રણ ગાથાઓ પ્રણિધાનની–અનુપ્રેક્ષાની ગાથાઓ છે. લોગસ્સની પાંચમી ગાથામાં કહ્યું કે મેં આ રીતે પ્રભુ પ્રત્યે અભિમુખ થઈને, એકાગ્ર ચિત્તથી ચોવીસ જિનવરોની સ્તુતિ કરી છે. તેઓ મારા ઉપર પ્રસન્ન થાઓ !” લોગસ્સની છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે લોકોમાં ઉત્તમ પ્રકારો સિદ્ધ થયા છે તેઓનું મેં કીર્તન કર્યું છે. મન, વચન અને કાયાના યોગથી વંદન કર્યું છે. તેઓ મને આરોગ્ય, બોધિલાભ અને સમાધિ આપો.' અહીં આરોગ્ય અને સમાધિ દ્રવ્યથી અને ભાવથી એમ ઉભય પ્રકારે છે અને દ્રવ્ય આરોગ્ય ભાવ આરોગ્ય માટે જ છે અને દ્રવ્ય સમાધિ ભાવ સમાધિ માટે જ છે. સાતમી ગાથામાં સિદ્ધિ પદ આપવા માટે પ્રાર્થના છે. આમ, લોગસ્સ સૂત્રમાં સ્પષ્ટ શબ્દોમાં તીર્થંકર પરમાત્મા પાસે યાચના કરવામાં આવી છે. કોઈ પ્રશ્ન કરે તે તીર્થંકર પરમાત્મા તો રાગદ્વેષથી રહિત છે. આ ચોવીસ તીર્થંકરો હવે તો સિદ્ધસ્વરૂપે છે. તેઓ કશું આપે નહિ અને તેઓ કશું લે પણ નહિ, તો પછી તેમની પાસે માગવાનો અર્થ શો ? તેનો ઉત્તર એ છે કે તીર્થકરો કશું આપતા ન હોવા છતાં તેમના તીર્થંકરત્વમાં એટલું સામર્થ્ય છે કે એમની સાચી ભક્તિ કરનારા એવા અપૂર્વ ભાવોલ્લાસમાં આવી જાય છે અને એનાં કર્મોનો એવી રીતે ક્ષય થાય છે કે ઈષ્ટ ની પ્રાપ્તિ થાય છે. સ્તુતિ કરનાર મોક્ષપદની પ્રાપ્તિ અને તે માટેની સામગ્રી માગી લે છે. એટલે તેમાં કશું અનૌચિત્ય નથી. આવી માગણીથી નિયાણું બંધાય માટે તે ન બાંધવું જોઈએ એ અપેક્ષા પણ બરાબર નથી, કારણ કે મુમુક્ષુ આત્માઓએ તીર્થકરની સ્તુતિ અને પ્રાર્થના આવશ્યક કર્તવ્ય તરીકે વારંવાર કરવી જોઈએ એમ શાસ્ત્રકારોએ પૂરા સ્પષ્ટીકરણ સાથે ફરમાવ્યું છે. લોગસ્સ સૂત્ર આવશ્યક સૂત્રમાં આવે છે. આ સૂત્ર ગણધરરચિત મનાય છે. એમાં એ સૂત્રનું નામ એના કર્તાએ દર્શાવ્યું નથી. એથી પછીના સમયમાં ટીકા, ભાષ્ય, વિવરણ વગેરે પ્રકારના ગ્રંથોમાં લોગસ્સના વિષયને અનુરૂપ એવાં પ્રાકૃતમાં અને સંસ્કૃતમાં પર્યાયવાચક નામો પ્રયોજાયાં છે. લોગસ્સમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ આવતી હોવાથી ચઉવીસત્યય, ચઉવીસત્યવ, સઉવીસઈન્થય અને ચતુર્વિશતિસ્તવ નામો વપરાયાં છે. ચોવીસની સ્તુતિ એટલે કોની સ્તુતિ એવો પ્રશ્ન થાય. એટલે ચકવીસ જિણ–ય અને ચતુર્વિશતિજિનસ્તવ જેવાં નામો પણ વપરાયાં લોગસ્સ સૂત્ર ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy