________________
સંપાદકીય
જૈનધર્મના સિદ્ધાંતો, તત્ત્વજ્ઞાન, આચારમીમાંસા આગવી છે. તેની પરિભાષા પણ અન્ય ધર્મોમાં વપરાયેલ પરિભાષાથી તદ્દન ભિન્ન પ્રકારની છે. તેનું તત્ત્વચિંતન આશ્ચર્ય પમાડે તેવું છે. જીવ વિશેના વિચારો જીવના ભેદ-પ્રભેદો, અજીવની વ્યાખ્યા અને તે વિશેનું વિજ્ઞાન આજના વિજ્ઞાનની લગોલગ ઊભેલું જણાય છે. તેથી જ જૈનધર્મની વૈજ્ઞાનિકતા સિદ્ધ થાય છે. જૈનધર્મનું કર્મવિજ્ઞાન તો વિશ્વમાં સહુથી વધુ સૂક્ષ્મ કર્મવિજ્ઞાન છે. આ ઉપરાંત આચારશાસ્ત્રની સુદીર્થ પરંપરા ધરાવનાર પ્રાચીનતમ ધર્મ છે. આવી અનેકવિધ વિશેષતા જૈનધર્મ ધરાવે છે. તેના શાસ્ત્રસંગ્રહ વિશાળ છે. તેમાં સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક હકીકતોનો ભંડાર જોવા મળે છે. અનેક વિદ્વાનોએ આ ધર્મનાં અનેક પાસાંઓનું અધ્યયન કર્યું છે. છેલ્લા સૈકામાં અધ્યયનની સાથે સાથે સંશોધનની પરંપરા પણ વિકસી છે. જેનપરંપરામાં મહદંશે મુનિઓ તથા આચાર્યભગવંતોમાં જ જ્ઞાનપરંપરાનો પ્રવાહ વહેતો જોવા મળે છે. જ્ઞાનરુચિ હોવા ઉપરાંત વિદ્વત્તા શ્રાવકોમાં જવલ્લે જ જોવા મળે છે. કવિ ઋષભદાસ, પંડિત બેચરદાસ, સુખલાલ સંઘવી, હીરાલાલ રસિકદાસ કાપડિયા જેવા વિદ્વાનોની સંખ્યા તો આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ છે. પણ સદ્ભાગ્યે આ પરંપરાને જીવંત રાખનાર એક શ્રાવકે જેનધર્મની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જ્ઞાનમાર્ગની પ્રવૃત્તિ પણ કરી જૈનશાસનને ગૌરવાન્વિત કર્યું તે શ્રી રમણભાઈ શાહ
શ્રી રમણભાઈ અનેક ગુણોના સ્વામી હતા. તેમના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. જે જે તેમના પરિચયમાં આવતા તેઓ હંમેશાં તેમની સાથે અભિન્ન મિત્ર થઈને આજીવન મૈત્રી સંબંધથી જોડાઈ જતા. તેમના આલોચકો પણ તેમના વ્યવહાર અને પારદર્શકતાથી આકર્ષાતા હતાં. આવા ગુણો ધરાવતા રમણભાઈના જીવનના ગુણોનું વર્ણન કરતાં ધનવંતભાઈએ અંજલી આપતા લેખમાં જણાવ્યું છે કે તેઓ
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org