________________
પ્રેરક અને પ્રબુદ્ધ વ્યક્તિ, સૌના સ્વજન, વાત્સલ્યમૂર્તિ, આરૂઢવિદ્વાનું, શીલભદ્રસારસ્વત, પ્રજ્ઞાના ચૈતન્યપુંજ, નિસ્પૃહી વિદ્વાન, સેવામૂર્તિ, વિરલ વેવાઈ, અપ્રમત્ત યાત્રિક, પિતાતુલ્ય, પ્રાધ્યાપકોના પ્રાધ્યાપક, જ્ઞાનાત્મ પરમાનંદ, પરમમિત્ર, વટવૃક્ષ, જ્ઞાનપારખુ, શ્રુતઉપાસક, શ્રેયાર્થી, શાનદાની, ઉત્કૃષ્ટ કલ્યાણમિત્ર, ગૃહસ્થસંત, કર્મયોગી, પારદર્શક વ્યક્તિ, કરુણામૂર્તિ આદિ અનેક ગુણોના સ્વામી હતા. આ ગુણો તેમના જીવનની વિશેષતાના દ્યોતક છે. તેમજ તેમનામાં રહેલી વિશિષ્ટકોટિની સ્થિતિ જણાવે છે. એક જ વ્યક્તિમાં એક સાથે આવા અને આટલા ગુણોનું અસ્તિત્વ આશ્ચર્ય પમાડે તેવું છે. આ બધા જ ગુણોનો અનુભવ મને પણ જુદ્દા જુદ્ધ પ્રસંગે અવારનવાર થયો છે. આવા અનેક ગુણોને કારણે તથા અન્ય અપ્રગટ ગુણોને કારણે જ તેઓ અજાતશત્રુ સમાન વિરલ વ્યક્તિ હતા.
રમણભાઈ અનેક મહત્ત્વપૂર્ણ જવાબદ્ધ રીભર્યા સ્થાન ઉપર કાર્યરત રહ્યા. પ્રબુદ્ધજીવનના ૨૩ વર્ષ સુધી તંત્રીપદે, પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખપદે ૩૩ વર્ષ સુધી, મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખપદે ૧૪ વર્ષ સુધી આરૂઢ હતા. આ તમામ પદોની જવાબદારી ખૂબ જ કુશળતાપૂર્વક વહન કરી અને તેમણે તમામ સંસ્થાનો સુંદર વહીવટ કરી બધી જ સંસ્થાઓની પ્રતિષ્ઠાને વધુ ઉજ્વળ કરી તેનો વિકાસ કર્યો. સ્વીકારેલાં કામોમાં જરાય આળસ લાવ્યા વગર અપ્રમતપણે કાર્ય કર્યું જતા હતા. ૨૩ વર્ષ સુધી તેમણે પ્રબુદ્ધ જીવનના તંત્રીપદની જવાબદારી વહન કરી તે દરમ્યાન ૨૭૬ જેટલા અંકો પ્રકાશિત થયા. તે તમામ અંકો નિર્ધારિત તારીખ પ્રકાશિત થયા છે. એક પણ અંક મોડો પ્રકાશિત થયો નથી. આ તેમની વહીવટી કુશળતા. કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને લગન દર્શાવે છે. તેઓ ૨૭૬ રન ફટકારનાર અણનમ બેટ્સમેન જેવા વિક્રમ સ્થાપક પ્રમુખ હતા. આ જવાબદારીનું વહન કરવા સાથે તેમણે ક્યારેય લેખનકાર્ય છોડ્યું નથી. દરેક અંકમાં ચિંતનાત્મક લેખ હોય જ. પ્રબુદ્ધજીવન આવે એટલે બીજા લેખ વાંચી શકાય કે ન વાંચી શકાય પણ તેમનો લેખ વાંચ્યા વગર ચાલે જ નહીં. તેઓ સામાન્ય રીતે જૈનદર્શન, સાંપ્રત સમાજ, પ્રવાસદર્શન, મહાપુરુષો અને આચાર્યોનાં જીવન વિશે લખતા હતા. આ બધા જ લેખો તેઓ ખૂબ જ ચિંતન મનન કરી, ગવેષણા કરી, નવી નવી માહિતી પ્રાપ્ત કરી સરળ અને સુબોધ ભાષામાં પ્રસ્તુત કરતા હતા. તેમના લેખોમાં સમાજને ટકોર હોય કે નવી દિશા ચીંધી હોય. બધી જ બાબતો ખૂબ જ સંયમપૂર્વક વાંચનારને જરાય કટુતાપૂર્ણ ન લાગે અને છતાંય ધારી અસર પહોંચાડે તેવી સૌમ્ય ભાષામાં લખતા જેથી સમાજ અને વ્યક્તિ તેમના લેખો દ્વારા માર્ગદર્શન મેળવતાં.
એકવાર મેં તેમને પ્રશ્ન કર્યો હતો કે આટલી બધી જવાબદારીઓ સાથે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org