SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) સ્ત્રીની સાથે એકાંતમાં ન રહેવું. જાહેરમાં પણ સ્ત્રી સાથે વધુ પરિચય ન રાખવો. (૨) રાગભરી દૃષ્ટિથી સ્ત્રીનાં મુખ કે અન્ય અવયવો પર નજર ન કરવી. સ્ત્રીમુખદર્શન વર્જવું. (૩) સ્ત્રી સાથે પત્રવ્યવહાર ન રાખવો. સ્ત્રીઓની વાતો પ્રગટપણે કે ગુપ્ત રીતે ન સાંભળવી. (૪) પૂર્વે ભોગવેલા કામભોગોનું સ્મરણ ન કરવું. (૫) કામોત્તેજક, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, ગરિષ્ઠ ભોજન ન કરવું. (૬) સ્ત્રી જ્યાં બેઠી કે સૂતી હોય એવા આસન, શયન પર બે ઘડી ન બેસવું. (૭) કામોત્તેજક વાતો, ગીતો વગેરે ન સાંભળવાં કે તેવાં દૃશ્યો ન જોવાં. (૮) વધુ પડતું ભોજન કરવું નહિ. ઉણોદરી વ્રત કરવું. (શીલની નવ વાડ જરાક જુદી રીતે પણ ગણાવાય છે. એના ક્રમમાં પણ ફરક હોય છે. પરંતુ એનું હાર્દ એક જ છે.) આ પ્રતિમા ધારણ કરનારે છ મહિના બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું હોય છે. જો તે સાતમી અને આગળની પ્રતિમા ધારણ કરવાનું છોડી દે તો પછી બ્રહ્મચર્ય એને માટે ફરજિયાત નથી. બીજી બાજુ પ્રતિમા ન ધારણ કરનાર પરંતુ માવજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારા શ્રાવકો પણ હોય છે. એટલે જ કહ્યું છે : एवं जा छम्मासा एसो ऽ हिगओ इहरहा दिटुं । जावज्जीवं पि इमं वज्जइ एयंमि लोगंमि ॥ [આ પ્રમાણે પ્રતિમાધારી શ્રાવક છ મહિના દિવસરાત બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ પ્રતિમા વગર પણ યાજજીવન બ્રહ્મચર્ય પાળનારા હોય છે.] આવશ્યકચૂર્ણિમા સચિત્ત આહારના ત્યાગની પ્રતિમાને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચાર'માં રાત્રિભોજનત્યાગ ને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે. તો શ્રી બનારસીદાસે નાટક સમાચારમાં દિવામૈથુનત્યાગીને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે. બનારસીદાસ લખે જો દિન બ્રહ્મચર્યવ્રત પાર્લ, તિથિ આર્ય નિશિ દિવસ સંભાલે. ગહી નવ વાડ કરે વ્રત રક્ષા, સો પ, પ્રતિમા શ્રાવક અખ્યા. સાતમી સચિત્ત ત્યાપ્રતિમા સાતમી પ્રતિમા સચિરત્યાગની છે. હા હાર સત્તમ શ્રાવકે આગળની - ૨૬ - જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy