SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ જે બીજા અનેક જીવોને ધર્મના કલ્યાણ-પંથે વાળે છે, અને પોતાનું પણ આત્મકલ્યાણ બરાબર કરે છે. તીર્થકરોના જીવો આ પ્રકારના હોય છે. તદુપરાંત કેટલાક સમ્યગુદૃષ્ટિ આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ વગેરે આ પ્રકારના હોય છે. કેટલાક જીવો એવા હોય છે જે પોતાનું કલ્યાણ કરવાને સમર્થ નથી હોતા. મિથ્યાષ્ટિ સામાન્ય જીવો આ પ્રકારના હોય છે. જે જીવો સ્વકલ્યાણ સાધવા સાથે અનેક જીવોને ધર્મના પંથે વાળી શકે તેઓ ધર્મની પ્રભાવના વિશેષપણે કરી શકે છે. જે વ્યક્તિને ધર્મતત્ત્વમાં રુચિ અને શ્રદ્ધા હોય અને તેની સહજ સાચી પ્રતીતિ અનુભવી હોય તે જ વ્યક્તિ પોતાની વિશિષ્ટ શક્તિ વડે બીજાની પાસે ધર્મની વાત વધુ અસરકક રીતે રજૂ કરી શકે. જેને પોતાને જ ધર્મમાં શ્રદ્ધા ન હોય તેવી વ્યક્તિ બીજાની પાસે ધર્મની વાત અસરકારક રીતે મૂકી ન શકે; પોતાની વાચાળ શક્તિથી કદાચ મૂકે તોપણ એની અસર ઝાઝો સમય ટકે નહિ. આમ, ધર્મની પ્રભાવના કરવા માટે ધર્મમાં સાચી સમજણપૂર્વકની ઊંડી શ્રદ્ધાની પ્રથમ આવશ્યકતા છે. સમ્યગ્દષ્ટિએ વ્યક્તિ જ ધર્મની સારી પ્રભાવના કરી શકે. એથી જ પ્રભાવનાને સમ્યગ્દર્શન સાથે ગાઢ સંબંધ છે. એટલા માટે પ્રભાવના એ દર્શનાચારનો વિષય છે. જૈન ધર્મ આચાપ્રધાન ધર્મ છે. દરેકેદરેક વિષયમાં શું શું કરવા યોગ્ય છે અને શું શું ન કરવા જેવું છે તેની વિગતે છણાવટ જેન ધર્મમાં કરવામાં આવી છે. મોક્ષમાર્ગમાં સહાયરૂપ ત્રણ મુખ્ય તત્ત્વ છે : સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્ર. એ ત્રણેને પુષ્ટિ આપવા માટે તપ અને વીર્ય ઉપર પણ એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર એ પંચાચારની નિરતિચાર શુદ્ધિવૃદ્ધિ માટે કેટલાક આચારો દર્શાવવામાં આવ્યા છે. (૧) વિધિપૂર્વક દોષરહિત થઈને જ્ઞાન ગ્રહણ કરવું તે જ્ઞાનાચાર છે. (૨) શંકા વગેરે દોષોનો ત્યાગ કરીને શુદ્ધ સમ્યકત્વની સાચી આરાધના કરવી તે દનાચાર છે. (૩) પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિનું શુદ્ધ પાલન કરવું તે ચારિત્રાચાર છે. આત્મકલ્યાણને માટે બાર પ્રકારનું તપ યથાશક્તિ કરતાં રહીને કર્મની નિર્જરા કરવી તે તપાચાર છે. (૫) ધર્મકરણીમાં શક્ય તેટલી શક્તિ ફુરાવવી તે વિચાર છે. દર્શનાચારના આઠ પ્રકાર શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે બતાવ્યા છે : 'निस्सं किअ निक्कंखिअ निव्वतिगिच्छा अमूढ दिट्ठिअ; ૨૩૮ ક જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy