SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથોમાં તપવિનય જુદો બતાવવામાં આવે છે. વસ્તુત તપવિનયને ચારિત્રવિનયમાં સમાવિષ્ટ કરી શકાય છે, પરંતુ સ્પષ્ટતા ખાતર તપવિનયને જુદો પણ બતાવવામાં આવે છે. એમાં પોતાની શક્તિ અનુસાર તપ કરવું અને ઓછું તપ કરવાની કે તપ ન કરી શકનાર એવા બાલ, ગ્લાન, વૃદ્ધ વગેરેની ટીકાનિંદા ન કરવાનું કહ્યું છે. પોતાનાથી અધિક તપ કરનારની ઈર્ષ્યા ન કરવી કે દ્વેષભાવ ધારણ ન કરવો તથા પોતાના તપ માટે અહંકાર ન કરવો, તપમાં માયા ન કરવી, દંભ ન કરવો, લુચ્ચાઈ ન કરવી, તપ કરીને ક્રોધ ન કરવો વગેરેની ભલામણ કરવામાં આવી છે. વિનયને તપના એક પ્રકાર તરીકે પણ ગણાવવામાં આવ્યો છે. છ પ્રકારનાં બાહ્ય અને છ પ્રકારનાં અત્યંતર તપ એમ મુખ્ય બાર પ્રકારનાં તપ છે. આ બાર પ્રકારનાં તપમાં આઠમું તપ અને છ પ્રકારનાં અત્યંતર તપમાં બીજું તપ તે વિનય છે. શાસ્ત્રકારે કહ્યું છે : पायच्छितं विणओ वेयावच्चं तहेव सज्झावो झाणं उसग्गो वि अ अमितरो तवो होइ। પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ છ પ્રકારનાં અત્યંતર તપ છે. આ છ પ્રકારનાં તપ અનુક્રમે મૂકવામાં આવ્યાં છે. આગળનું તપ ન હોય તો પાછળનું તપ સિદ્ધ ન થાય. જેમકે વિનય ન હોય તો વૈયાવચ્ચ ન આવે. વિનય અને વૈયાવચ્ચ ન હોય તો સ્વાધ્યાય સફળ થાય નહિ. તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો ભાવ ન હોય તો વિનય ન આવે. પોતાનાં પાપ કે ભૂલ માટે પ્રાયશ્ચિત્તનો ભાવ આવે તો જ વિનય આવે. કોઈકને પ્રશ્ન થાય કે ઉપવાસ વગેરે બાહ્ય તપ સમજી શકાય એમ છે, પણ વિનયને અત્યંતર તપ તરીકે કેવી રીતે ઓળખાવી શકાય ? વિનયમાં કોઈ કષ્ટ તો હોતું નથી, તો એને તપ કેમ કહેવાય ? પરંતુ વિનય પણ એક પ્રકારનું ભારે. તપ છે, કારણ કે વિનયમાં અહંકારને મૂકવાનો છે. માન મૂક્યા વગર વિનય આવે નહિ. હું અને મારું – હું અને મને એ આત્માના મોટા શત્રુઓ છે. સાધનાના માર્ગમાં અહંકાર, મમકાર, મતાગ્રહ, હઠાગ્રહ, દૃષ્ટિરાગ વગેરે મોટા અંતરાયો છે. દરેક જીવમાં ઓછેવત્તે અંશે માનકષાય રહેલો છે. હું અને મારે નું વિસ્મરણ અને વિસર્જન કરવાનું છે. એમ કરવું કષ્ટદાયી છે. જીવને પોતાને વારંવાર સ્વભાવ તરફ વાળવાનો ભારે પુરુષાર્થ કરવો પડે છે. એ માનસિક સૂક્ષ્મ પ્રક્રિયા છે. એ કષ્ટદાયક સૂક્ષ્મ પુરુષાર્થ છે, એટલે જ એ તપ છે. એટલા માટે વિનયનો અત્યંતર તપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈને એમ થાય કે માનને જીતવામાં તે શી વાર લાગતી હશે? પણ વિનય ક ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy