________________
આ વાત તરત પ્રતીત નહિ થાય, પરંતુ શ્રદ્ધા અને ભાવયુક્ત સ્વાનુભાવ જેને થયો હશે તેને આ વાતની પ્રતીતિ અવશ્ય થઈ હશે.
પ્રતિક્રમણની મૂળભૂત ભાવનાયુક્ત પરંપરા જેનોના તમામ ફિરકાઓમાં અદ્યાપિ પર્વત જળવાઈ રહી છે, તો પણ તેની ક્રિયાવિધિમાં થોડાક ફેરફારો થયેલા છે, કારણ કે કોઈ પણ સમાચારી સર્વકાલ અને સર્વ સ્થળ વિશે એક સરખી ટકે નહિ.
શ્વેતાંબર અને દિગંબર પરંપરાની ક્રિયાવિધિમાં ફરક છે. શ્વેતાંબરમાં પણ મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથીના પ્રતિક્રમણમાં પણ કેટલાક ફેરફારો થયેલા છે. મૂર્તિપૂજકમાં પણ તપગચ્છ, ખતરગચ્છ, અચલગચ્છ, પાર્જચંદ્રગચ્છની પ્રતિક્રમણની વિધિમાં પણ થોડો થોડો ફેર છે. સમયે સમયે આવા થોડા ફેરફારો તો થતા રહ્યા છે અને થતા રહેવાના. તેમ છતાં પ્રતિક્રમણના મૂળભૂત ઉદ્દેશ અને મહત્ત્વની ક્રિયા વિશે જ્યાં સુધી એકતા છે ત્યાં સુધી પ્રતિક્રમણની પરંપરા ચાલ્યા કરશે.
દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણ કરતાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં વધારે પુરુષાર્થની અપેક્ષા હોવાથી તેમાં કેટલાંક સૂત્રો અને મોટા કાઉસગ્નનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. પાક્ષિકમાં બાર લોગસ્સ, ચાતુર્માસિકમાં ૨૦ લોગસ્સ અને સાંવત્સરિકમાં એક નવકારસહિત ૪૦ લોન્ગસ્સનો કાઉસગ્ન કરવાનું શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયમાં ફરમાવવામાં આવ્યું છે. દિગમ્બર પરંપરામાં શ્વાસોચ્છવાસ પ્રમાણ નવકારમંત્રનો કાઉસગ્ગ કરાય છે. દિગમ્બરોમાં દૈવસિક પ્રતિક્રમણમાં ૧૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણ, રાત્રિકમાં ૫૪ શ્વાસોશ્વાસ પ્રમાણ, પાક્ષિકમાં ૩00, ચાતુમાંસિકમાં ૪૦૦ અને સાંવત્સરિકમાં ૫૦૦ શ્વાસોશ્વાસ પ્રમાણ નવકાર મંત્રનો કાઉસગ્ગ હોય છે. ગચ્છ અને ફિરકાના ભેદે લોગસ્સ કે નવકારની સંખ્યામાં કેટલાક ફેરફારો થયેલા છે.
પ્રતિક્રમણ એ જેનોની ધાર્મિક ક્રિયા છે. પર્યુષણ પર્વ આવે એટલે પ્રતિક્રમણની ક્રિયા કરનારાઓની સંખ્યા વધે. સંવત્સરીને દિવસે સાંજે જૈન લોકો પોતપોતાના સમુદાયમાં એકત્ર થઈ પ્રતિક્રમણ કરી પરસ્પર ક્ષમાયાચના કરે છે, પોતાનાથી જાણતાં કે અજાણતાં થયેલા દોષોને માટે સંઘની સાક્ષીએ ક્ષમા માગે છે અને બીજાના જે કંઈ દોષ પોતાના પ્રતિ થયા હોય તેના માટે ક્ષમા આપે છે. લાખો જૈન લોકોની લગભગ એક જ સમયે થતી આ શુદ્ધીકરણની ક્રિયામાં જબરું બળ રહેલું છે. કેટલાય લોકો બધીય ક્રિયાનો અર્થ ન જાણતાં હોવા છતાં માત્ર દેખાદેખીથી, લજ્જા કે સંકોચથી અથવા ગતાનુગતિક રૂઢ શ્રદ્ધાથી આ ક્રિયા કરતાં હશે તોપણ વિશાળ
પ્રતિક્રમણ - ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org