SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સમૂહમાં, ગુરુ અને સંઘની સાક્ષીએ શુદ્ધીકરણ માટે થતી આ ક્રિયાનો પ્રભાવ સમુદાયિક ચેતના ઉપર ઘણો મોટો પડે છે. એના ધાર્મિક કે આધ્યાત્મિક મૂલ્યની સાથે સામાજિક દૃષ્ટિએ પણ એનું મૂલ્ય ઘણું મોટું છે. કેટલાક દલીલ કરે છે કે ખરી જરૂર તો હૃદય-પરિવર્તનની છે અને તે તો માણસ ઘરે બેઠાં એકલો સારી રીતે કરી શકે તેમ છે. એ માટે આ બધી દ્રવ્ય ક્રિયા કરવાની, દેખાડો કરવાની કોઈ આવશ્યકતા નથી. આવી દ્રવ્ય ક્રિયા કરનારાઓની ટીકા, નિંદા, કે હાંસી કરનારો અમુક નિંદક–સમીક્ષક વર્ગ હંમેશાં રહેવાનો, પરંતુ જેમણે એક વાર પણ સમજણપૂર્વક અર્થભાવ સહિત આવી ક્રિયા કરી હશે તેઓ પછીથી એ ક્રિયાના ટીકાકાર રહેતા નથી. શાસ્ત્રકારે કહ્યું છે : अविहिकया वरमक्रयं उस्सुअवयणं वयति सव्वणु। पायच्छित्तं जग्हा अकए गुरुअं कए लहुअं॥ અવિધિએ કરવા કરતાં નહિ કરવું એ શ્રેષ્ઠ છે એવા વચનને સર્વજ્ઞો ઉસૂત્ર વચન કહે છે, કારણ કે નહિ કરનારને ગુરુ મોટું પ્રાયશ્ચિત્ત અને અવિધિએ કરનારને લઘુ (નાનું) પ્રાયશ્ચિત્ત આવે છે. આમ પ્રતિક્રમણ એ જૈન આચારધર્મનો પાયો છે. આત્માની નિર્મળતા માટેનું અમોઘ સાધન છે. ચારિત્રધર્મના પ્રાણ તરીકે તેની ગણના થાય છે. દિવસે કે રાત્રિ દરમિયાન પોતાનાથી કંઈ પણ દોષ ન થયેલો હોય તોપણ વિધિપૂર્વક પ્રતિક્રમણ કરવું એ આવશ્યક કર્તવ્ય મનાયું છે. રોગ હોય તો તેનું નિવારણ કરે અને ન હોય તો તે શરીરને બળ આપે એવા પ્રકારના ઔષધ તરીકે પ્રતિક્રમણને ગણાવાયું છે. ભગવાન મહાવીરના સમયથી ચાલી આવેલી આ પ્રતિક્રમણ વિધિએ અનેક જીવાત્માઓ ઉપર અનંત ઉપકારો કર્યા છે. ભાવ પ્રતિક્રમણ તો બે-ચાર મિનિટમાં પૂરું થઈ શકે છે, પરંતુ દ્રવ્યપ્રતિક્રમણ એ એક પ્રકારની યોગક્રિયાયુક્ત સાધના છે. એના સતત અભ્યાસ વગર ભાવ પ્રતિક્રમણમાં સ્થિર રહેવું ઘણું કઠિન છે. એટલે જ આત્માર્થીઓ માટે ભાવયુક્ત દ્રવ્ય પ્રતિક્રમણ અનિવાર્ય મનાયું છે. ૧૨૦ * જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy