SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચકખાણના આ બે મુખ્ય પ્રકારો ઉપરાંત નીચે પ્રમાણે દસ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે : (૧) અનાગતઃ અનાગત એટલે ભવિષ્ય. ભવિષ્યમાં જે પચ્ચકખાણ કરવાની ભાવના હોય, પરંતુ થઈ શકે તેમ ન હોય, તે પચ્ચકખાણ અનિવાર્ય સંજોગોને કારણે વહેલું કરી લેવું તે અનાગત પચ્ચક્ખાણ કહેવાય છે. જેમ કે પર્યુષણના પર્વમાં એક ઉપવાસ, અઠ્ઠમ કે અઢાઈ કરવાની ભાવના હોય, પરંતુ કોઈ સાજું-માંદું હોય અને તેને કારણે અથવા બીજા કોઈ કારણે પર્યુષણમાં તેવી તપશ્ચર્યા થઈ શકે તેવા સંજોગો ન હોય, માટે તે તપશ્ચર્યા વહેલી કરી લેવાનું પચ્ચકખાણ લેવામાં આવે. આ અનાગત પચ્ચકખાણ છે. (૨) અતિક્રાન્તઃ પર્વના કે એવા બીજા દિવસોએ અમુક તપશ્ચર્યા કરવાની ભાવના હોય, પરંતુ સંજોગવશાત તે વખતે તે ન થઈ શકી, તો એ પર્વના દિવસો વીતી ગયા પછી તેવી તપશ્ચર્યા કરી લેવાનું પચ્ચકખાણ લેવું તે અતિક્રાન્ત પચ્ચકખાણ છે. (૩) કોટિસહિત ઃ એક પચ્ચકખાણનો કાળ પૂરો થવા આવ્યો હોય તે પહેલાં જ તેવું કે તેવા પ્રકારનું બીજું પચ્ચકખાણ ઉમેરી લેવું તે કોટિસહિત પચ્ચકખાણ છે. આ પચ્ચકખાણના બે પેટાપ્રકાર છે: જેમ કે ઉપવાસની સાથે ઉપવાસ, આયંબિલની સાથે આયંબિલનું પચ્ચકખાણ ઉમેરી લેવું તેને (૧) સમકોટિસહિત પચ્ચકખાણ કહે છે અને ઉપવાસની સાથે એકાસણું કે અઠ્ઠમની સાથે છઠ્ઠ વગેરે પ્રકારનું પચ્ચકખાણ ઉમેરી લેવું તેને (૨) વિષમ કોટિસહિત પચ્ચકખાણ કહે છે. (૪) નિયંત્રિત ગમે તેવા વિપરીત સંજોગો હોય, સંકટ કે વિઘ્ન આવે, રોગ કે ઉપસર્ગ થાય તોપણ લીધેલું પચ્ચકખાણ નિશ્ચયપૂર્વક પાર પાડવું જ તે નિયંત્રિત પચ્ચકખાણ છે. આ પ્રકારના પચ્ચક્ખાણનો વર્તમાનકાળમાં વિચ્છેદ થયો છે, કારણ કે એવું પચ્ચકખાણ કરવા માટે શરીરનું જે સંઘયનબળ તથા આયુષ્યબળ જોઈએ તેવું બળ, તથા ભવિષ્યકાળનું જેવું જ્ઞાન હોવું જોઈએ તેવું જ્ઞાન હવેના સમયમાં રહ્યું નથી. (૫) અનાગાર : આગાર એટલે છૂટ અથવા અપવાદ. કોઈ પણ પ્રકારના અપવાદ વગર પચ્ચકખાણ - ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy