SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ક્લેપ્ટોમિનિયા' (Kleptomania) કહે છે. આવી નાની નાની ચોરી પુરુષો કરતાં મહિલાઓ વધારે કરે છે. નાની નાની ચોરી કરવામાં એક પ્રકારનો સૂક્ષ્મ માનસિક આનંદ હોય છે. એ આનંદ શુદ્ધ નહિ પણ અશુદ્ધ, વિકૃત્ત પ્રકારનો હોય છે. વખત જતાં એ એક પ્રકારની ગ્રંથિરૂપે બંધાઈ જાય છે. એથી પોતે જ્યાં સુધી ચોરી ન કરે ત્યાં મુધી ચેન પડતું નથી. આવી ગ્રંથિમાંથી સહેલાઈથી છુટાતું નથી. નાની મનગમતી વસ્તુ સંતાડીને લઈ લેવી એ તેમની કુદરતી ટેવ બની જાય છે. શ્રીમંતોને એવી કોઈ વસ્તુ ખરીદવાનું ન પરવડે એવું નથી, પરંતુ કંઈક ચોરીને મફત મેળવ્યાનો હલકી કોટિનો આનંદ તેમને માટે જુદો જ હોય છે. યુરોપ-અમેરિકાના કેટલાય મોટા મોટા સ્ટોરમાં Shop-Liftingના બનાવો વારંવાર બનતા હોય છે. એમાં પકડાઈ જનાર વ્યક્તિઓ એકંદરે સુખી ઘરની હોય છે. છેતરપિંડીની કલામાં વાણિયા લોકો જૂના વખતથી જાણીતા છે. મીઠું મીઠું બોલવું, વધારે કહીને ઓછું આપવું, તક સાધીને બીજાને શીશામાં ઉતારી દેવો વગેરે પ્રકારની આવડત વણિક લોકોની ઘણી હોય છે. વાણિયાના લોહીમાં જ આ વસ્તુ ઊતરી આવે છે. એથી જ વાણિયાની લુચ્ચા’ તરીકેની છાપ જમાનાજૂની છે. કવિઓએ પણ વણિકનાં શબ્દચિત્રો જૂના વખતમાં દોર્યાં છે. જેમ કે : लौल्येन किंचित्कलया य किंचित् । किंचित् ॥ मापेन किंचित्तुलया च किंचिच्च किंचिच्च प्रत्यक्ष चोरा वणिजा समाहरंति । भवंति ॥ [કેટલુંક લટકાં-મટકાં કરીને, કેટલુંક કલા વડે (એટલે બીજાને ન દેખાય એવી કુશળતાથી), કેટલુંક માપમાં ઘાલમેલ કરીને, કેટલુંક તોલમાં વધઘટ કરીને, એમ વણિક કંઈક કંઈક હરણ કરી લે છે. માટે વણિક પ્રત્યક્ષ ચોર છે એમ જ સમજવું.] આવો જ બીજો એક શ્લોક પણ છે : Jain Education International अधीते यत्किचित्तदपि मुषितं ग्राहकजनं । मृदु बूते यद्वा तदपि विवशीकत्तुमपरं ॥ प्रदत्ते यत्किचित्तदपि समुपादातुमधिकं । प्रपंचोयं वृत्तेरहह गरनं कोऽपि बणिजां ॥ વણિક જે કંઈ કહે તે ગ્રાહકને છેતરવા માટે જ હોય છે. વણિક મીઠું મીઠું બોલે તોપણ ગ્રાહકને વશ કરવા માટે જ હોય છે. વળી ગ્રાહકને જો થોડું કંઈક મફત આપે તે તેનો વધારે ભાવ લેવા માટે જ એમ જાણવું. આમ વણિકના વેપારનો પ્રપંચ ખરેખર ઘણો ઊંડો હોય છે.] ૧૫૪ જૈન આચારદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy