SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને પરંપરાએ મોક્ષગતિ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. જૈન ધર્મમાં પ્રાથમિક કક્ષાના બાળજીવોથી માંડીને પરમ સાધકો સુધી સર્વને માટે તરતમતાની અપેક્ષાએ સામાયિકના સ્વરૂપની વિભિન્ન કોટિ દર્શાવવામાં આવી છે. આત્મસ્વરૂપ અથવા આત્મદર્શનના સ્વરૂપથી માંડીને બે ઘડીની દ્રવ્યક્રિયા માટે સામાયિક' શબ્દ શાસ્ત્રકારોએ પ્રયોજ્યો છે. ‘સામાયિક' શબ્દ “સમ' ઉપરથી બનેલો છે. “સમના જુદા જુદા અર્થ થાય છે. “સમ' એટલે આત્મા'; “સમ' એટલે “સરખાપણું; “સમ' એટલે સર્વ જીવો પ્રત્યે મૈત્રી. સંસ્કૃત ‘આય' શબ્દનો અર્થ થાય છે “લોભ', સમ + આય = સમાય = સમનો લાભ “સમાય'ને ઈક પ્રત્યય લાગતાં પ્રથમ વર્ણ “સમાં રહેલો સ્વર (અ) દીર્ઘ (આ) થાય છે. સમ + આય + ઈક = સામાયિક એટલે કે જેમાં “સમનો લાભ થાય છે તે.” (સમય એટલે કાળ. સમય + ઈક = સામયિક, જે અમુક સમયે થાય છે તે. સાપ્તાહિકો, માસિકો વગેરે માટે વપરાતો શબ્દ તે “સામયિક' છે. કેટલાક લોકોને “સામાયિક અને સામયિક' એ બંને શબ્દો જુદા જુદા છે અને બંનેના અર્થ અને ઉચ્ચાર જુદા છે તેની ખબર નથી હોતી.) આમ “સામાયિક શબ્દ જૈન ધર્મમાં વિશિષ્ટ પારિભાષિક અર્થમાં વપરાયો છે અને બહુ પ્રાચીન કાળથી રૂઢ થયેલો છે. વળી સામાયિકના સમાનાર્થી શબ્દો પણ શાસ્ત્રગ્રંથોમાં પ્રયોજાયેલા છે. આવશ્યક નિર્યુક્તિમાં સામાયિક શબ્દના પર્યાય તરીકે “સમતા', “સમ્યકત્વ', “શાંતિ', ‘સુવિહિત’ જેવા શબ્દો આપવામાં આવ્યા છે. એ ઉપરથી સામાયિક' શબ્દ કેટલો વ્યાપક, ઉચ્ચ અને ગહન અર્થમાં વપરાયો છે તે જોઈ શકાય છે. વળી “આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છે કે સામાયિકના “સમ' શબ્દના “સામ' અને “સામ્ય' એવા પર્યાયો પણ થાય છે. જુઓ: सामं समं च सम्मं इग भिइ सामाइअस्स एगट्ठा । महुर परिणाम सामं, समं तुला, सम्म खीरखंड जुइ ॥ [સામ, સમ અને સન્મ એ સામાયિકના અર્થ છે. મધુર પરિણામ તે “સામ'; તુલા (ત્રાજવાં) જેવું પરિણામ તે “સમ’ અને ખીર તથા ખાંડ એકરૂપ બની જાય તેવું પરિણામ તે “સમ્મ']. સામાયિકની નીચે પ્રમાણે જુદી જુદી વ્યાખ્યાઓ શાસ્ત્રકારોએ આપી છે : (9) સમો - અાપોરવાત્તાત્રવર્તી મધ્યસ્થ इण गतौ, अयनं अयो गमनमित्यर्थः । સામાયિક - ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy