SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપડે છે. ‘ભગવતીસૂત્ર’ (શ. ૧, ઉ. ૯)માં નિશ્ચય સામાયિકના તત્ત્વસ્વરૂપ ઉપર પ્રકાશ પાડતો એક સરસ પ્રસંગ આવે છે. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેટલાક સાધુઓ વિચરતા હતા. ભગવાન પાર્શ્વનાથના સમયમાં ચાતુર્યામ સંવ૨ (ચાર મહાવ્રત)નો ધર્મ પળાતો હતો. ભગવાન મહાવીરે દેશકાળ પારખીને ચાર વ્રતમાંથી પંચ મહાવ્રતનો ઉપદેશ આપ્યો તથા રોજેરોજ ઉભયકાળ પ્રતિક્રમણનો પણ ઉપદેશ આપ્યો. ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કાલાસ્યવેષિપુત્ર નામના અણગાર ભગવાન મહાવી૨ સ્વામીના કેટલાક સાધુ ભગવંતોને મળે છે ત્યારે તેઓ પૂછે છે, હે સ્થવિરો, તમે સામાયિકને જાણો છો ? તમે સામાયિકના અર્થને સમજો છો ” સ્થવિરોએ કહ્યું, ‘હે કાલાસ્યવેષિપુત્ર ! અમે સામાયિકને જાણીએ છીએ. અમે સામાયિકનો અર્થ પણ સમજીએ છીએ.’ હે સ્થવિરો ! જો તમે જાણતા હો તો સામાયિક શું છે તે મને કહો !’ હે આર્ય ! અમારો આત્મા એ સામાયિક છે અને એ જ સામાયિકનો અર્થ છે.’ ત્યાર પછી તે સ્થવિરોએ કાલાસ્યવેષિપુત્રને સંયમની સાધના માટે ક્રોધાદિ કષાયોની નિંદાગર્હ કેવી રીતે જરૂરી છે તે સમજાવ્યું. આવી રીતે કેટલાક પદાર્થોની જે સમજણ પોતાને નહોતી તે સ્થવિરો પાસેથી મળતાં કાલાસ્યવેષિપુત્રે પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતનો ધર્મ સ્વીકાર્યો અને સારી રીતે તે ધર્મનું પાલન કરી, ઉપસર્ગાદિ સમભાવે સહન કરી, કર્મક્ષય કરી, કેવળજ્ઞાન પામી, મોક્ષગતિ પામ્યા. આમ, સામાયિક એટલે આત્મા એટલી ઊંચી દશા સુધી સામાયિકનું માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. ‘આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છે : सामाइय भावपरिणइ भावाओ जीव एव सामाइयं । [સામાયિક એ સ્વભાવની પરિણતિ છે. એમ સ્વભાવની દૃષ્ટિએ જોતાં જીવ (આત્મા) એ જ સામાયિક છે.] ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં પણ કહ્યું છે : सामाइयओवउत्तो जीवो सामाइयं सयं चेव । [સામાયિકમાં ઉપયોગયુક્ત જીવ (આત્મ) પોતે જ સ્વયં સામાયિક છે.] સામાયિકના પ્રકારો એના પર્યાયવાચક નામોની દૃષ્ટિએ પણ બતાવવામાં Jain Education International ૪૮ * જૈન આચારદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy