________________
રાખવા માટે પણ કેટલાક નિયમોની જરૂર છે, તેમ પોતાનાં મન અને આત્માને સ્વસ્થ રાખવા માટે પણ નિયમોની જરૂર છે.
આપણે ત્યાં પ્રાચીન સમયથી “યમ” અને “નિયમ' એવા બે વપરાતા આવ્યા છે. વ્યવહારમાં પરસ્પરની અનુકૂળતા માટે વ્યક્તિ, સમાજ કે રાજ્ય દ્વારા નક્કી થયેલાં નિયંત્રણોને “નિયમ' કહી શકાય. કેટલાંક નિયમો, નિયંત્રણો કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે અને તેનું ઉલ્લંઘન કરનારને શિક્ષા થાય છે.
માણસ સ્વેચ્છાએ પોતાના જીવનને માટે કેટલાંક નિયંત્રણો સ્વીકારી લે તેને યમ' કહેવામાં આવે છે, મનુષ્યનું જીવન જેટલું યમપ્રધાન તેટલા નિયમો ઓછા કરવા પડે. “The best government is that which goverms the least' એ યમપ્રધાન સમાજમાં શક્ય છે, પરંતુ મનુષ્યનું જીવન જેમ વધુ યમરહિત તેમ કુટુંબ, જ્ઞાતિ, સમાજ કે રાજ્યને વધુ નિયમો ઘડવા પડે. જેમ નિયમો અને કાયદાઓ વધારે કરવા પડે તેમ સમાજમાં તેના ઉલ્લંઘનનું અને સરવાળે દંભ, અપ્રામાણિકતા અને કુટિલતાનું પ્રમાણ વધે અને એની ક્રિયાપ્રતિક્રિયા ઉત્તરોત્તર વધતી ચાલે.
ભારતીય સંસ્કૃતિ ઉપભોગ-પ્રધાન નહિ, પરંતુ સંયમપ્રધાન રહી છે. ઈશાવાસ્યકથિત તેના વર્તન મુંગીથા એ એનો મંત્ર છે. ત્યાગ અને સંયમ ઉપર દુનિયાના બધા જ ધર્મોમાં ઓછોવત્તો ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ જોઈએ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં પીરસ્ય સંસ્કૃતિમાં ત્યાગ અને સંયમનો મહિમા વિશેષ છે.
સ્થૂલ ઇન્દ્રિયો દ્વારા ભોગવાતા ભૌતિક સુખમાં જ એકંદરે મોટા ભાગનાં મનુષ્યો રચ્યાંપચ્યાં રહે છે. સારું કમાવું, સારું ખાવું-પીવું, સુંદર વસ્ત્રો પરિધાન કરવાં, સરસ સજાવેલ ઘરમાં રહેવું, ખૂબ હરવું-ફરવું, મહેફ્લિોની મોજ માણવી, સ્વજનો, મિત્રો, સંબંધીઓ સાથે મળીને વ્યવહારના પ્રસંગો ઊજવવા ઇત્યાદિમાં જ જીવનનું પરમ ધ્યેય સમાપ્ત થઈ જતું હોય એવું અનેક લોકોના જીવનમાં જોવા મળે છે. પરંતુ ઇન્દ્રિયાર્થ પદાર્થ દ્વારા મળતું સુખ સ્કૂલ અને ક્ષણિક છે, બલ્ક સુખાભાસ છે, એવી પ્રતીતિ થાય અને ત્યાગ અને સંયમમાં રહેલું સુખ વધુ ચડિયાતું છે એવો જેને ઊંડો અનુભવ થયો હોય તે જ એ પ્રકારના સુખનું સાચું મૂલ્ય સમજી શકે.
સંયમ એટલે સમ્યક યમ. અર્થાત્ રસ અને રુચિપૂર્વક સાચી શ્રદ્ધા સાથે ઉચ્ચતર ધ્યેય માટે સ્વેચ્છાએ સ્વીકારેલું નિયંત્રણ. સંયમ એટલે સમ્યક યમનું પાલન કરવું. અથવા યમનું સમ્યક પ્રકારે પાલન કરવું. જેમના જીવનમાં સ્વેચ્છાએ હર્ષપૂર્વક સંયમનું થોડું પણ પાલન થતું હશે તે અનુભવથી કહી શકાશે કે અસંયમિત જીવન કરતાં સંયમિત જીવન કેટલું બધું ચઢિયાતું છે.
સંયમનો મહિમા ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org