________________
ता देव दिज्ज बोहिं भवे भवे पास जिणचंद। જયવીયરાય સ્તોત્રમાં પણ કહેવાયું છે :
दुक्खखओ कम्मकखओ समाहिमरणं च बोहिलाभोअ ।
संपज्जउ मह एहं तुह नाह पणाम करणेणं ॥ આમ આ ત્રણે મહત્ત્વનાં સૂત્રોમાં બોહિ-બોધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. એ બતાવે છે કે બોધિપ્રાપ્તિનું મૂલ્ય કેટલું બધું છે. ભાવનાની શ્રેષ્ઠતા દર્શાવતાં કહેવાયું છે :
दारिद्र्यनाशनं दानं, शीलं दुर्गतिनाशनम् ।
अज्ञाननाशिनी प्रज्ञा, भावना भवनाशिनी ॥ [દાનથી દરિદ્રતાનો નાશ થાય છે; શીલથી દુર્ગતિનો નાશ થાય છે, પ્રજ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે, પરંતુ ભાવનાથી તો ભવનો જ નાશ થાય છે.] વળી ભાવનાની ઉત્કૃષ્ટતા દર્શાવતાં કહેવાયું છે:
वित्तेन दीयते दान। शीलं सत्त्वेन पाल्यते।
तपोऽपि तप्यते कष्टात् स्वाधीनोत्तम भावना ॥ [દાન ધનથી અપાય છે, શીલ સત્ત્વથી પળાય છે, તપ કષ્ટથી થાય છે, પરંતુ ઉત્તમ ભાવના તો સ્વાધીન છે.]
આવી ભાવનાઓનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી વર્ગીકરણ કરવામાં આવે છે. બૃહત્કલ્પમાં કહ્યું છે કે ભાવનાઓ બે પ્રકારની છે.
दुविहाओ भावणाओ-संकिलिट्ठा य, असंकिलिट्ठा य। [ભાવનાઓ બે પ્રકારની છે : સંક્લિષ્ટ અર્થાત્ અશુભ અને અસંક્ષિપ્ત અર્થાત્ શુભ.]
કંદર્પ, કિલ્બિલી, આભિયોગિકી, દાનવી અને સંમોહી એ પાંચ પ્રકારની ભાવના તે અશુભ ભાવના છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભ પ્રકારનાં ધ્યાન સાથે સંકળાયેલી ભાવનાઓ અશુભ પ્રકારની ભાવના છે.
મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાને ધર્મધ્યાનની ભાવના. અથવા પરા ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે અને તે શુભ ભાવનાઓ છે.
હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોની પ્રત્યેકની પાંચ પાંચ શુભ ભાવનાઓનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે :
भावनाभिभावितानि पश्चिम प्रश्चमिः ।
महावानि नो कस्य साधयन्त्यव्ययं पदम् ॥ [ક્રમાનુસાર પાંચ પાંચ ભાવનાઓ વડે ભાવિત કરાયેલાં મહાવ્રતો કોને
૨૪૮
જૈન આચારદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org