________________
વિશાળ વર્ગીકરણની દૃષ્ટિએ સામાયિકના મુખ્ય ચાર પ્રકારો બતાવવામાં આવે છે: (૧) શ્રત સામાયિક, (૨) સમ્યક્ત્વ સામાયિક, (૩) દેશવિરતિ સામાયિક અને હજી સર્વવિરતિ સામાયિક.
(૧) શ્રુત સામાયિક : શ્રુતજ્ઞાન અથવા જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા તત્ત્વના અભ્યાસથી આવતી સ્વરૂપ રમણતા.
(૨) સમ્યકત્વ સામાયિક : જેમ જેમ મિથ્યાત્વ એટલે અજ્ઞાન દૂર થતું જાય અને સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત થતું જાય અને તેથી આત્મરમણતા પ્રગટ થતી જાય તેનું નામ સમ્યક્ત્વ સામાયિક.
(૩) દેશવિરતિ સામાયિક : બે ઘડી માટે સાવદ્ય યોગ અથવા પાપપ્રવૃત્તિથી બચવા માટે ગૃહસ્થ એક આસન ઉપર બેસી આત્મરણતા કરે તે સામાયિક.
() સર્વવિરતિ સામાયિક : સાધુ ભગવંતોનું સામાયિક યાવદ્રજીવન હોય છે. તેઓ સ્વેચ્છાએ સર્વવિરતિ ધારણ કરનારા હોય છે. એટલે તેઓએ સાવદ્ય યોગનાં જાવજીવ પચ્ચખાણ લીધાં હોય છે. આથી સતત સમભાવ ધારણ કરવા દ્વારા તેઓએ આત્મસ્વરૂપમાં રમણતા કરવાની હોય છે.
શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ “વિચારરત્નસાર'માં લખે છે :
૧. શ્રુત સામાયિકમાં દીપક સમકિત અને પહેલું ગુણઠાણું હોય. તે અભવ્યને પણ હોય, કારણ તે જિનવચનાનુસાર પ્રરૂપણા કરે. તેથી પરને ધર્મ દીપાવે, ધર્મ પમાડે પણ પોતાને અંધારું હોય.
૨. દર્શન સામાયિક સમ્યગૃષ્ટિ ચોથા ગુણઠાણીને હોય. ૩. દેશવિરતિ સામાયિક પાંચમે ગુણઠાણે વર્તતા શ્રાવકને હોય.
૪. સર્વવિરતિ સામાયિક તે છÈ–સાતમે ગુણઠાણે વર્તતા મુનિમહારાજને હોય. એ સર્વ ગુણઠાણાની પરિણતિરૂપ કષાયનાં ક્ષયોપશમને લીધે હોય છે.'
(કેટલાક આ ચાર પ્રકારમાં સમકિત સામાયિકને પ્રથમ મૂકે છે અને ત્યાર પછી શ્રુત સામાયિકને મૂકે છે. દર્શન, જ્ઞાન, અને ચારિત્ર એ ક્રમાનુસાર તેઓ સામાયિકના ત્રણ પ્રકાર ગણાવી, ત્રીજા પ્રકારના દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પેટપ્રકાર બતાવે છે. અપેક્ષા ભેદથી તેમ બતાવી શકાય છે.)
ગૃહસ્થોનું એક સામાયિક એક મુહૂર્ત બે ઘડી – ૪૮ મિનિટ) માટેનું હોય છે. એટલે એ સામાયિક અલ્પનિશ્ચિત કાળ માટે હોય છે. એટલા માટે સામાયિકને ઈતરકાલિક' થોડા કાળ માટેનું કહેવામાં આવે છે. સાધુ ભગવંતોનું સામાયિક જીવનપર્યતનું હોય છે. એટલે માટે એ સામાયિકને ધાવલ્કથિત' કહેવામાં આવે છે.
પૂર્વેના સમયમાં ગૃહસ્થોના સામાયિકના પણ બે પ્રકાર પાડવામાં આવ્યા
૪૬ રન જૈન આચારદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org