________________
એનો પ્રચાર કરતાં હોય છે. કેટલાક માણસોની મથરાવટી જ એટલી મેલી હોય છે કે દુષ્કૃત્યોથી ભરેલા એના જીવનને લક્ષમાં રાખી પોતાના કે કોઈકનો ગુનો એને માથે ઓઢાડી દેવામાં આવે છે.
પોતાના ઉપર કોઈએ આળ ચડાવ્યું હોય તો અજ્ઞાની જીવ તેની સાથે વેર બાંધે, તેનું અહિત ઇચ્છે અને પ્રતિકારરૂપે એ જ આળ કે એવું બીજું આળ કે એક કરતાં વધુ આળ તેના ઉપર સામાં ચડાવે છે. ક્યારેક પોતાની જ શક્તિ અને લાગવગ વધુ હોય અને વેર લેવાનો આક્રોશ અતિશય ઉગ્ર હોય તો આળ ચડાવનારની હત્યા પણ કરી નાખે છે. આમ એક વ્યક્તિના એક પાપમાંથી બીજી વ્યક્તિનાં બીજાં પાપ બંધાય છે. ક્યારેક આવી ક્રિયા-પ્રતિક્રિયા વધુ સમય પણ ચાલ્યા કરે છે.
પોતાના ઉપર કોઈએ આળ ચડાવ્યાની ખબર પડે ત્યારે કેટલીક નિર્દોષ પણ નિર્બળ મનની વ્યક્તિ એનો આઘાત જીરવી શકતી નથી. તે દિવસરાત ઉદ્વિગ્ન બની. જાય છે. પોતાની થયેલી અપકીર્તિ તેના આંતરમનને કોરી ખાય છે. ભય અને ચિંતા તેને સતત સતાવ્યા કરે છે. અનિદ્રાના વ્યાધિનો તે ભોગ થઈ પડે છે, સંસાર પ્રત્યે તેને હંમેશને માટે નિર્વેદ થઈ જાય છે. જો કોઈક વ્યક્તિ અતિશય સંવેદનશીલ હોય તો તેને કોઈને મોઢું બતાવવાનું ગમતું નથી. લોકો પૂછે તો ?” - એ જાતનો એને ડર રહ્યા કરે છે. અને પરિસ્થિતિ અસહ્ય બનતાં કાં તો તે વ્યક્તિ કોઈ માનસિક રોગનો ભોગ થઈ પડે છે, પાગલ કે ચક્રમ જેવી થઈ જાય છે, અને ક્યારેક તે આપઘાત પણ કરી બેસે છે.
કેટલાંક માણસોમાં નરી જડતા હોય છે. કોઈએ પોતાના ઉપર આળ ચડાવ્યું હોય તો તેની તેમના ઉપર કંઈ અસર થતી નથી. તેઓ નિશ્ચિતપણે હરેફરે છે અને આળની વાતને હસી કાઢે છે. એવી વાતને પોતે પણ જલદી ભૂલી જાય છે. આવું કોઈ ઊંચી સમજણબુદ્ધિમાંથી નથી થતું, પરંતુ એમની પ્રકૃતિ જ એવી સરળ કે જડ હોય છે.
અભ્યાખ્યાન કરનાર ભારે અશુભ કર્મ બાંધે છે. અભ્યાખ્યાનનું પાપ એવું છે કે તે વિષયમાં પોતે જોયું છે કે “સાંભળ્યું છે એવાં વચનો દ્વારા ફરી મૃષાવાદનું અશુભ કર્મ બંધાય છે. આ અશુભ કર્મ એવા પ્રકારનું છે કે તેમાં જાણતાં કે અજાણતાં વધુ પડતો રસ લેવાઈ જાય છે અને ભારે અશુભ કર્મની નિકાચના થઈ જાય છે. એવાં નિકાચિત કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે ભોગવવામાં ઘણી શારીરિકમાનસિક યાતના સહન કરવી પડે છે. અભ્યાખ્યાનને પરિણામે શાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, અશાતાવેદનીય, નીચ ગોત્ર વગેરે પ્રકારનાં ભારે
અભ્યાખ્યાન એક ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org