SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ છે એમ માનવું રહ્યું. પરંતુ તેમ છતાં સર્વ જીવરાશિની અપેક્ષાએ મનુષ્યજન્મની દુર્લભતા તો સ્વીકારવી જ પડશે. મનુષ્યજન્મ અત્યંત દુર્લભ છે એ જૈન, હિંદુ કે બૌદ્ધ ધર્મના અનેક ગ્રંથોમાં ભારપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. સર્વ જીવોમાં મનુષ્યની શ્રેષ્ઠતા તો દુનિયાના દરેક ધર્મે જ નહિ, વિજ્ઞાને પણ સ્વીકારી છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે : चतारि परमंगाणि दुल्लहाणीह जंतूणो । माणुसत्तं सुई सद्धा, संयममि य वीरियं ॥ [ચાર પરમ વસ્તુઓ જીવને અત્યંત દુર્લભ છે : (૧) મનુષ્યપણું, (૨) ધર્મશ્રવણ, (૩) ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમમાં વીર્ય અર્થાત્ સંયમ આચરવા માટેની શક્તિ.] વળી, ઉત્તરાધ્યયનસૂત્ર'માં અન્યત્ર કહ્યું છે : માળુરૂં રઘુ સુલુનહં । મનુષ્યજન્મ ખરેખર બહુ દુર્લભ છે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે : दुर्लभो मानुषो देहो देहिनां क्षणभंगुरः । तत्रापि दुर्लभं मन्ये वैकुंठप्रियदर्शनम् ॥ [ મનુષ્યજન્મ મેળવવો એ દુર્લભ છે. વળી મનુષ્યનું શરીર ક્ષણભંગુર છે. એટલે મનુષ્યજન્મ મેળવીને તે દરમિયાન વૈકુંઠમાં પ્રિયજનોનું (ભગવાનના પ્રિય ભક્તોનું દર્શન કરવું એ તો એથી પણ વધુ દુર્લભ છે.] વળી, મનુષ્યજન્મ મળ્યો એટલે પ્રાપ્ત કરવા જેવું બધું પ્રાપ્ત થઈ ગયું એવું નથી. મનુષ્યજન્મમાં મોક્ષગતિની દૃષ્ટિએ પ્રાપ્ત કરવાયોગ્ય બીજી વસ્તુઓ મળવી પણ દુર્લભ છે. ‘સ્થાનાંગસૂત્ર”માં કહ્યું છે : - छठाणाइं सव्वजीवाणं सुलभाई भवंति तं जहा माणुस्सए भवे, आरिए खित्ते जम्मे, सुकुले पच्चायाति, केवली पन्नतस्स, धम्मस्स सर्वणया, सुयस्स वा सदहणया, सद्दहियस्स वा पत्तियस्स वा रोइयस्स वा सम्मं कारणं સિયા || [સર્વ જીવોને માટે છ વસ્તુઓ દુર્લભ છે : (૧) મનુષ્યભવ, (૨) આર્યક્ષેત્ર, (૩) ઉત્તમ કુળમાં જન્મ, (૪) કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ, (પ) શ્રવણ કરેલા એ ધર્મ ઉપર શ્રદ્ધા અને (૬) શ્રદ્ધા કરેલા, પ્રતીતિ કરેલા, રુચિ કરેલા ધર્મ પ્રમાણે આચરણ.] શંકરાચાર્યે પણ કહ્યું છે : Jain Education International - ૪ * જૈન આચારદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy