SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમ છે, કારણ કે તેમાં આવશ્યકતાનુસાર ગરનું માર્ગદર્શન મળ્યા કરે છે. શ્રાવકોએ સામાયિક વિધિપૂર્વક ગુરુમહારાજની સાક્ષીએ કરવું જોઈએ. એ માટે ઉપાશ્રયમાં કે સ્થાનકમાં જઈ, તેમની સમીપે બેસી, તેમની અનુજ્ઞા લઈ સામાયિક કરવું જોઈએ. પરંતુ ગૃહસ્થને સાંસારિક જવાબદારીઓમાંથી તેવી અનુકૂળતા ન મળે તો સામાયિક ઘરે કરવું જોઈએ, પરંતુ સામાયિક ચૂકવું ન જોઈએ. વળી કોઈ વખત ઉપાશ્રયમાં કે અન્ય સ્થાનમાં જો ગુરુ ભગવંતની ઉપસ્થિતિ ન હોય તો તેમની સ્થાપના પ્રતીકરૂપે કરવી જોઈએ. સ્થાપના તરીકે પ્રતિમા, ચિત્ર, કે અક્ષ, વરાટક (કોડા), કાષ્ઠ, ગ્રંથ વગેરેને રાખી શકાય અને તેમાં ગુરુમહારાજની ઉપસ્થિતિ છે એવી ભાવના ભાવવી જોઈએ. આવા પ્રતીકને સ્થાપના-ગુરુ કહેવામાં આવે છે. ગુરુ મહારાજ તરીકે આદર્શ આચાર્ય ભગવંતોનો છે માટે આ પ્રતીકને સ્થાપનાચાર્ય કહેવામાં આવે છે. ગુરુભગવંતની ભાવના માટે શાસ્ત્રકારોએ સામાયિકની વિધિમાં સ્થાપનાચાર્ય સમક્ષ જમણો હાથ પ્રસારી નવકારમંત્ર બોલી, પછી પંચિંદિય સૂત્ર બોલવાનું કહ્યું છે. એ સૂત્રમાં આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ દર્શાવવામાં આવ્યા છે. આવા ઉત્તમ ગુણો ધરાવતા આચાર્ય ભગવંત મારા ગુરુ ભગવંત છે.” એવા ભાવ સાથે એમની સાક્ષીએ સામાયિક કરવાનું હોય છે. જો સાક્ષાત્ ગુરુ મહારાજ હાજર હોય તો પંચિંદિય સૂત્ર બોલવાની આવશ્યકતા રહેતી નથી. જો સ્થાપનાચાર્યની સગવડ ન થઈ શકતી હોય તો પંચિંદિય સૂત્ર બોલીને, તેવી ભાવના સાથે સામાયિક કરી શકાય. જેન ધર્મે અહિંસા વતનો બોધ આપ્યો છે એટલે પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતોએ જીવરક્ષાની બાબતમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સુધી અહિંસાવ્રતનું જયણાપૂર્વક પાલન કરવાનું હોય છે. ઊઠતાં-બેસતાં, બોલતાં-ચાલતાં સૂક્ષ્મ જીવોની વિરાધના ન થાય તે માટે રજોહરણ અને મુહપત્તી દિવસરાત ચોવીસે કલાક પોતાની પાસે રાખવાં જોઈએ. દિગમ્બર સાધુઓ પાસે રજોહરણને બદલે મોરપીંછ હોય છે. તેઓને વસ્ત્ર માત્રનો ત્યાગ હોવાથી મુહપત્તીની પરંપરા તેઓમાં નથી.) સામાયિક કરનાર ગૃહસ્થ બે ઘડી માટે સાધુપણામાં આવે છે. એટલા માટે જીવદયાના પ્રતીકરૂપ રજોહરણ (ચરવળો) અને મુહપત્તી જીવદયાના પ્રતીક ઉપરાંત સંયમ અને વિનયનાં પણ પ્રતીક છે. મુહપત્તી શબ્દ મુખપટ અથવા મુખપટી ઉપરથી આવ્યો છે. અહીં પટનો અર્થ વસ્ત્ર થાય છે. મુખવત્ર અથવા મુખવસ્ત્રિકા શબ્દ પણ પ્રયોજાયેલા છે. વળી મુહપત્તી હાથમાં રાખવાનું વસ્ત્ર હોવાથી તેને માટે “હસ્તક અથવા ‘હત્વગં' શબ્દ ૬૬ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy