________________
કરનારને અને મોક્ષમાર્ગના સાચા સાધકને એમાં ઘણું ઊંડું રહસ્ય રહેલું જણાશે. ભગવાન મહાવીરે જેમનું સામાયિક વ્રત વખાણ્યું છે એવા પુણિયા શ્રાવકની અદત્તાદાન વિરમણ વ્રતની સાધના એટલી ઊંચી કોટિની હતી કે પોતે તો કશું એવું ગ્રહણ ન કર્યું હોય, પણ પોતાના ઘરમાં અજાણતાં કશું આવી ગયું હોય તોપણ સામાયિક દરમિયાન એમના ચિત્તની સ્થિતિમાં વિક્ષેપ પડતો અને પોતાને તરત વહેમ પડતો કે કશુંક અદત્ત ઘરમાં આવી ગયું છે.
ચોરીનું પાપ ઘણું મોટું છે અને વિપાકે ઘણું દુઃખ આપે એવું છે, તોપણ એવું નથી કે એ પાપમાંથી નિવૃત્ત ન થઈ શકાય. એક વખત ચોરી કરી એટલે આખી જિંદગી નકામી થઈ ગઈ એવું નથી. ચોરીની પોતે કરેલી ભૂલ માણસને સમજાઈ જાય અને તેને માટે પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્ત લે તો તે પોતાના જીવનને સુધારી શકે છે. એવા જીવો પોતાના આત્માનું અવશ્ય કલ્યાણ કરી શકે છે, અને તભવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ મેળવી શકે છે. રોહિણેય ચોર, દઢપ્રહારી. પ્રભવ ચોર જે પછીથી જબુસ્વામીની સાથે દીક્ષા લઈ એમની પાટે પ્રભવસ્વામી તરીકે આવે છે) વગેરેનાં ઉદાહરણો સુપ્રસિદ્ધ છે.
સાધુ ભગવંતોએ મહાવ્રતોનું પાલન, મન, વચન, કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ નવ કોટિએ કરવાનું હોય છે. આ ત્રીજા મહાવ્રત માટે શાસ્ત્રમાં પાંચ ભાવના બતાવવામાં આવી છે.
मितोचिताभ्यनुज्ञातग्रहणान्यग्रहोऽन्यथा।
संतोषो भक्ततपाने च तृतीयव्रतभावना ॥ સાધુઓએ અસ્તેય મહાવ્રતનું પાલન કરવાનું છે. એટલે તેઓએ પોતાના આહારની બાબતમાં પણ આ વ્રતનું પાલન બરાબર થાય એ માટે નીચેની પાંચ પ્રકારની ભાવનાનું સચ્ચાઈપૂર્વક સેવન કરવાનું હોય છે :
૧. મિત આહાર – સાધુઓએ પરિમિત આહાર લેવાનો હોય છે. પેટ ભરીને જમવું એ સાધુનું લક્ષણ નથી. એથી પ્રમાદ અને અસંયમ તરફ ચિત્ત ઘડે છે. પરિમિત આહારથી સંયમનું પાલન સારી રીતે થઈ શકે છે અને પ્રમાદ વગેરે પણ રહેતાં નથી. સ્વાધ્યાય, ધ્યાન, ધર્મક્રિયા વગેરેમાં ચિત્ત પ્રસન્નતાપૂર્વક પરોવાયેલું રહે છે. જે સાધુઓ અપરિમિત આહાર કરે છે તેઓ સીધી કે આડકતરી રીતે અસ્તેય મહાવ્રતની ભાવનાનું ખંડન કરે છે.
૨. ઉચિત આહાર - ગૃહસ્થ કરતાં પણ સાધુઓએ પોતાના આહારની બાબતમાં વધુ સૂક્ષ્મ દૃષ્ટિથી ચીવટ રાખવાની હોય છે. ગૃહસ્થો માટે અનંતકાય, અભક્ષ્ય વગેરે આહાર જે ગણાય છે તે સાધુઓ માટે વર્ય છે જ. પરંતુ રસલોલુપતા
અદત્તાદાન - વિરમણ * ૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org