________________
-
w
ww.vvvvvv
આજના સમાજનાં જીવતાં મુડદાં!
રાજદ્વારી ભય કેટલાક બહાદૂર વીર રાજદ્વારી ભયને લીધે જીવતાં મુડદાં જેવા બની જાય છે. આ ભય બે પ્રકારનો છે. જેલ અથવા મારને અને સત્તાવાળાઓની ગુપ્ત ખફગી કે મહેરબાનીને.
જલિયાંવાળા બાગમાં પેલા પ્રચંડ શરીરવાળા પંજાબીઓ ડાયરની ગોળીથી મરી ગયા, એમને કોઈ બાયલા નહિ કહી શકે; પરંતુ અમૃતસરની પેલી ગેઝારી ગલીમાં જેઓ ગેરા સિપાઈની ગોળી અને સંગીનના ભયથી ડરીને પેટે ઘસડાયા, જેમણે નાકલીટી ખેંચી, જેઓએ ગોરાને જોઈને ફરજિયાત સલામ ભરી અને બીજાને માન અનિચ્છાએ-મૃત્યુના ભયે–આપવા તૈયાર થયા, તેમને જનતા હમેશાં કાયરતરીકે જ ગણશે. ગાંધીજી જેવા અહિંસાના પૂજારીએ પણ એવા બાયલાઓને પેટ ઘસવા કરતાં મરી જવું હતું, એમ કહેલું તેનો અર્થ એટલો જ છે. આજ રીતે કેટલાક પિલીસના મારના ભયે અને જેલ જવું પડશે તે? એવા ભયે પણ જીવતાં મુડદાંની દશા બતાવે છે.
પરંતુ સામાન્ય માણસો નહિ એવા પ્રમુખ રાજદ્વારીઓ બીજા એક ભયને લીધે એક જાતનું બાયલાપણું બતાવે છે, એ પણ નોંધવા જેવું છે.
એકાદ રાજદ્વારીને ધારાસભામાં સરકારે નીમે છે. “બોલશી બીલ' કે “રાઉલેટ એકટ' અથવા “મીઠા ઉપરના કરે જેવા કેઈક પ્રસંગે તેને એમ લાગે કે, સરકારનું એ કૃત્ય બિલકુલ તિરસ્કારને પાત્ર છે, તેમ છતાં સરકાર ફરીથી મને નમશે નહિ ?” એ ભયે ઉપમૃત્યુ પામેલા કેટલાય રાજધારીઓ સરકારી ચાબુકવાર(હીપ)ની દોરવણુએ દોરવાય છે.
તેજ રીતે એકાદ લોકપક્ષી રાજ્યકારી નેતાને એમ લાગે કે, પ્રજાસમૂહને મેટો ભાગ જે વાત માની રહેલો છે તે પરિણામે નુકસાનકારક છે; તેમ છતાં એ વ્યાજબી અભિપ્રાય જાહેર કરવા જતાં લોકપ્રિયતા ગુમાવી બેસવાના ભયથી તે ગભરાઈ જાય છે, એની જીભ ઉપડતી નથી, હોઠ સીવાઈ જાય છે, હૈયે કંઈ ને હેઠે કંઇ એ દશામાં તે વ્યાખેહ પામે છે, છેલ્લે તેને લોકપ્રિયતા ગુમાવવાનો ડર એટલો બધે દેખાય છે કે, છેવટે તે જૂઠું બોલે છે. એ નેતા બીકણ બને છે, બાયલાપણ ધારણ કરે છે અને જનતાને સીધી સલાહ આપવાનો પોતાનો ધર્મ ભૂલે છે !
ધાર્મિક ભીતા કેઈએક જાહેર પુરુષ છે. તે ધાર્મિક વહેમો ને ઢગ-ધમાલમાં માનતા નથી. વિલાયત જઈને ગોરાઓની હોટેલોમાં તે આહાર-વિહાર કરે છે, ગવર્નર અને વાઇસરૉયની સાથે ભેજને લેતાં તેને કશો વાંધો જણાતો નથી; તેમ છતાં ધર્મઘેલા પુરુષોને નારાજ નહિ કરવાને માટે તે રૂઢિરક્ષકોની જાહેરસભાઓમાં મુખ્ય ભાગ ભજવીને ધર્મનાં ધતીંગાને ટેકો આપવાનું બાયલાપણું બતાવી બેસે છે.
કેઇ એક વિદ્વાન બ્રાહ્મણ છે. તેને એમ લાગે છે કે, જમણમાં પંક્તિભેદ એ તે ખોટા પ્રપંચ છે; માણસ માણસથી કદી અભડાતોજ નથી; તેને એમ લાગે કે, ૮૦ વર્ષના મુદ્દા સાથે બળાત્કારે પરણાવવામાં આવેલી ચૌદ વર્ષની કન્યા જે પરણ્યા પછી બે પખવાડીઆમાં વિધવા બને તેને ફરીથી લગ્ન કરાવવાં એમાં જ સાચો ધર્મ રહેલો છે; તેમ છતાં એમ કરવાથી તેના યજમાનો ગુસ્સે થઈ જશે, તેને માન મળતું અટકી પડશે, એથી એને પેટ ભરવાના સાંસા પડશે–એ એને ભય લાગે છે. એથી તે બાયલાપણું ધારણ કરે છે અને પોતાના આત્માને ઠગીને તે પંક્તિભેદને પુષ્ટિ આપે છે, વિધવાને ફરજિયાત વૈરાગ્ય પળાવવાની હિમાયત કરે છે, તે જીવતે છતાં મરી જાય છે, જીવતું મુડદુ બનીને તે જગતમાં રહે છે.
સામાજિક ભીતા સામાજિક ભરતાથી બાયેલા બનેલાઓ તો આ જમાનામાં અનેક જશે. જીર્ણ ન્યાતના દુશ્મન બનીને તેને તેડી નાખવાનાં લાંબાં પહોળાં ભાષણે ભરડી ભરડી સત્તાવાદી અને મુડીવાદી સુધારકેને ખુશ કરવા, કોઈ એક પ્રીતિભેજનમાં જમવા જાય છે; પરંતુ જમીને આવ્યા પછી ન્યાતની સભા ભરાય છે અને જ્યારે ન્યાતબહારને ડર બતાવે છે ત્યારે પેલો જ્ઞાતિવિરોધી બાયલ બની જાય છે, તે પિતાપણું ગુમાવી બેસે છે, એને પોતાના સિદ્ધાંત માટે એકલા ઉભા રહેવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com