________________
૨૪
શ્રાવક જીવન : ભાગ ૪ જ છે ! ક્યાંક શારીરિક દુઃખની અધિકતા છે, તો કયાંક માનસિક પીડાઓની પરાકાષ્ઠા છે. પણ છે તો સંસાર કર્મમય જ, અને કર્મમય સંસાર જ દુઃખોનું અસાધારણ કારણ છે.
સંસારની ચાર ગતિઓમાં અને ચોરાસી લાખ યોનિઓમાં જીવાત્માઓ પરિભ્રમણ કરી રહ્યા છે. જન્મ થાય છે, મૃત્યુ થાય છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જીવ જાય છે. મનુષ્ય મરીને પશુના રૂપમાં જન્મે છે, દેવના રૂપમાં, નારકીના રૂપમાં પેદા થાય છે. જન્મ, જીવન અને મૃત્યુની અંતહીન પરંપરા ચાલી રહી છે.
આવા સંસાર પ્રત્યે જ્યારે આસક્તિ, મમત્વ નહીં રહે ત્યારે મનમાં પ્રશ્ન ઊઠશે કેઃ “આ ભવપરંપરાનું મૂળ શું છે? આ સંસારરૂપ ચાર ગતિઓમાં જીવાત્માઓને કોણ ભટકાવે છે ?'
આ પ્રશ્નનો ઉત્તર મળશેઃ રાગ અને દ્વેષ, મિથ્યાત્વ અને અવિરતિ, અશુભ યોગ અને પ્રમાદ. આ તમામ દોષો જીવોને સંસારમાં ભટકાવનારા છે. જીવાત્માને એ બાબતનું જ્ઞાન નથી કે રાગ, દ્વેષ વગેરે કરવાથી આત્માની સાથે કર્મ બંધાય છે, અને કર્મોના ઉદયથી સંસારની ચાર ગતિઓમાં વિવિધ દુઃખ સહન કરવો પડે છે. ગહન અજ્ઞાનતા છવાયેલી છે. જો આ અજ્ઞાનતાનાં વાદળોને ભેદવામાં આવે અને જ્ઞાનની તેજરેખા ઝળહળી ઊઠે તો રાગદ્વેષ, મિથ્યાત્વ, મોહ વગેરેની ભયંકરતા સમજી શકાય, અને ત્યારે જ આ દોષોને નિર્મૂળ કરવાની પ્રબળ ઈચ્છા જાગ્રત થઈ શકે. સંસાર એક ગહન જાળઃ
આપણે એક ભયંકર સંસારજાળમાં ફસાયા છીએ, એ વાત જાણો છો? આપણે એટલે કે હું અને તમે જ નહીં, અનંત અનંત જીવ ફસાયા છે. હું અનંત કર્મમય સંસારની જાળમાં ફસાયો છું - બંધાયો છું.’ એ વિચાર તમને આવે છે ખરો? જો તમારા અંતરંગ દોષ-ક્રોધાદિ શાન્ત થયા હશે, ઇન્દ્રિયોની વિષયાનુકૂળ દોડધામ થોડીક ઓછી થઈ હશે; નિદ્રા, આળસ, વિષયભોગ અને અર્થહીન વાતોથી તમે થોડાક મૂક્ત બન્યા હશો તો “સંસાર એક ભયંકર ગહન જાળ છે,’ - આ વિચાર તમારા મનમાં ઊઠશે. જાળ અદ્રશ્ય છે. આ જાળમાં જેવી રીતે પોતાનો આત્મા દેખાય, એ રીતે અનંત-અનંત જીવાત્માઓ પણ દેખાવા જોઈએ. એ જાળને નષ્ટ કરીને - તોડીફોડીને મુક્ત થવાની પ્રબળ ઇચ્છા જાગવી જોઈએ. જાળ તોડવા માટે જાળને સમજવી જરૂરી છે.
આ જાળ શાની બનેલી છે ? ક્યાંથી એને તોડી શકાય છે? જાળને બરાબર ઓળખી લો. તમને પોતાને જે જ્ઞાન ન હોય તો અન્ય સમજુ અને જાળને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org