________________
પ્રવચન ૮૦
ક્ષતિ ન થાય એ પ્રકારે હું તપ કરીશ.
શુદ્ધ - પ્રાસુક આહાર ભિક્ષામાં નહીં મળે તો છ મહિના સુધી ભૂખ્યો રહીશ, પરંતુ દોષિત આહાર ગ્રહણ કરીશ નહીં.
આ રીતે તપશ્ચર્યાથી હું અલ્પાહારી બનીશ, ઇન્દ્રિયોને શબ્દાદિ વિષયોથી દૂર રાખીશ, મધુર આહારમાં નિઃસંગ બનીશ, અને ઇન્દ્રિયવિજેતા થઈશ. તપભાવનામાં આ પ્રકારના મનોરથ કરવા જોઈએ.
-
•
62
૨. બીજી છે સત્ત્વભાવના :
આ ભાવનામાં મુનિ પાંચ પ્રતિમાઓનું પાલન કરે છે.
નિદ્રાનો ત્યાગ કરીને જનશૂન્ય, મલિન તથા અંધકારપૂર્ણ ઉપાશ્રયમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહીને - ‘ભય જીતીને હું નિર્ભય બનીશ. ઉપાશ્રયમાં ફરનારાં ઉંદર, બિલાડી વગેરે દ્વારા ઉપસર્ગોમાં ભયભીત નહીં બનું, ત્યાંથી ભાગી નહીં જાઉં.'
ઉપાશ્રયની બહાર રાત્રિના સમયે કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહીશ; ઉંદર, બિલાડી, કૂતરા અને ચોર આદિના ભયથી નિર્ભય બનીશ.
7
જ્યાં ચાર રસ્તા મળતા હોય, ત્યાં જઈને રાત્રિના સમયે ધ્યાનમાં ઊભો રહીશ; પશુ, ચોર વગેરેથી નિર્ભય બનીશ.
ખંડેર, શૂન્ય ઘરમાં જઈને રાત્રિના સમયે ધ્યાનમાં સ્થિર રહીશ, ઉપદ્રવોથી ડરીશ નહીં, નિર્ભય રહીશ.
સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ-ધ્યાનમાં ઊભો રહીશ અને મોટા ભયો ઉ૫૨ વિજય મેળવીશ.
આ રીતે સત્ત્વભાવનાથી અભ્યસ્ત થવાનું છે. દિવસે યા રાતમાં દેવ-દાનવથી પણ ડરવાનું નથી, કારણ કે નિર્ભયતા વગર જિનકલ્પનું પાલન થતું નથી. ૩. ત્રીજી છે સૂત્રભાવના,
કાલ - સમયનું પ્રમાણ જાણવા માટે હું એવો શ્રુતાભ્યાસ કરીશ કે મારા નામ જેવો અભ્યાસ થઈ જાય. સૂત્રાર્થોના પરિશીલન દ્વારા હું અન્ય સંયમાનુષ્ઠાનોના પ્રારંભકાળ તથા સમાપ્તિકાળને જાણી લઈશ. દિવસ અને રાતના સમયને જાણી લઈશ. ક્યારે કર્યો પ્રહર અને કઈ ઘડી ચાલી રહી છે એ જાણી લઈશ. આવશ્યક ક્રિયા, ભિક્ષા, વિહાર આદિનો સમય કોઈ સાધન વગર જાણી લઈશ.
આ સૂત્રભાવનાથી ચિત્તની એકાગ્રતા સિદ્ધ થાય છે, કર્મનિર્જરા થાય છે.....અને અન્ય કેટલાય ગુણો સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org