________________
પ્રવચન ૮૭
નિર્વિકારી દંપતી : વિજય અને વિજયા
જે રીતે ઉદાર દાનવીર મહાપુરુષોની સ્તુતિ કરવી જોઈએ, એ જ રીતે જે સ્ત્રીપુરુષો સંસારમાં રહેવા છતાં પણ નિર્વિકારી રહ્યા, એ મહાનુભાવોને યાદ કરીને તેમની સ્તવના કરવી જોઈએ. આજે એવાં પતિપત્ની વિજય શેઠ અને વિજયા શેઠાણીને યાદ કરવાનાં છે. હજારો વર્ષ પૂર્વે આ દંપતી કચ્છ પ્રદેશમાં થયાં હતાં.
૧૫
લગ્ન પહેલાં વિજયે મહિનામાં એક પક્ષનું બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું હતું. વિજયાએ બીજા પક્ષનું વ્રત લઈ લીધું હતું. લગ્ન પછી બંનેને ખબર પડી. વિજયાએ ઉદારતાથી વિજયને કહ્યું : મેં જે વ્રત લીધું છે, તેનું પાલન તો મારે કરવું જ રહ્યું, પરંતુ આપના ભોગ-સુખમાં હું અંતરાય કરવા માગતી નથી. આપ બીજાં લગ્ન કરી લો. હું જીવનપર્યંત આપની સેવા કરતી રહીશ.’
વિજય શેઠે કહ્યું : ‘જો તું સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી શકતી હોય તો હું પણ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરીશ, હું બીજાં લગ્ન નહીં કરું. આપણે બંને બ્રહ્મચર્યનું પાલન કરીશું. પરંતુ મારાં માતાપિતાને આની ખબર ન પડવી જોઈએ. એટલા માટે આપણે બંને શયન એક જ શય્યામાં કરીશું...જ્યારે માતાપિતાને આપણા વ્રતની ખબર પડી જશે ત્યારે આપણે બંને સંસારત્યાગ કરીને દીક્ષા લઈ લઈશું. સાધુસાધ્વી બની જઈશું.'
એક જ શય્યામાં શયન કરવા છતાં વિજય અને વિજયા નિર્વિકારી રહ્યાં. મનમાં પણ વિકાર-વાસના ઉત્પન્ન ન થઈ. કેટલાંક વર્ષો પછી ‘વિમલ' નામના કેવળજ્ઞાનીના બતાવ્યા પછી, એક શ્રાવક ભક્તિ કરવા જ્યારે વિજય-વિજયાને શોધતો તેમની પાસે આવ્યો ત્યારે તે જાહેર થઈ ગયું. પ્રતિજ્ઞા અનુસાર વિજયવિજયાએ ચારિત્રધર્મ સ્વીકારી લીધો...અને આત્મકલ્યાણ કરી લીધું. શ્રેષ્ઠ ઔચિત્યપાલક શ્રીરામ :
જે રીતે નિર્વિકારી વિજયશેઠ અને વિજયા શેઠાણીને યાદ કરીને તેમનું ગુણોત્કીર્તન કર્યું તે રીતે ઔચિત્યપાલન કરવામાં શ્રેષ્ઠ વિભૂતિ શ્રીરામને યાદ
કરીએ છીએ.
જ્યારે કૈકેયીએ રાજા દશરથ પાસે ‘વરદાન’ માગ્યું; ભરત માટે રાજ્ય માગી લીધું અને દશરથે ભરતને રાજ્ય આપવાની સ્વીકૃતિ આપી દીધી, ત્યારે ભરતે રાજ્ય લેવાનો ઇન્કાર કરી દીધો હતો. દશરથ અને શ્રીરામના સમજાવ્યા છતાં પણ ભરત રાજ્ય લેવા માટે, રાજ્યસિંહાસન ઉપર બેસવા તૈયાર ન હતો.
મહારાજા દશરથને સંસાર ત્યજીને ચારિત્રધર્મ સ્વીકારવો હતો; ભરતનો રાજ્યાભિષેક કર્યા વગર તેઓ સાધુ બની શકે તેમ ન હતું. ભરતનો એક જ આગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org