________________
૧૯૦
-
ભાઈ ભાઈથી સહયોગની અપેક્ષા રાખે છે.
બહેન ભાઈ પાસે પ્રેમ ઇચ્છે છે, ઉપહાર ઇચ્છે છે.
દૂરના સગાસંબંધીઓ - મામામામી, કાકાકાકી, વગે૨ે પ્રેમ, આદર અને અવસરોચિત વ્યવહારની અપેક્ષા રાખે છે.
નોકર શેઠ પાસે કદર ઇચ્છે છે,
કૃપા
ઇચ્છે છે.
શેઠ નોકરો પાસે વફાદારી અને સેવાની અપેક્ષા રાખે છે.
મિત્રોમાં પરસ્પર સ્નેહની, સહાયની, વિશ્વાસની અપેક્ષા રહે છે.
મન
જ્યાં સુધી ૫૨સ્પ૨ની અપેક્ષાઓ, વત્તીઓછી રીતે પૂર્ણ થતી રહે છે ત્યાં સુધી સંબંધો ટકી રહે છે. સંબંધોમાં મધુરતા ટકી રહે છે. પરંતુ જ્યારે અપેક્ષાઓ પૂર્ણ નથી થતી, ઇચ્છાઓ પૂર્ણ નથી થતી ત્યારે સંબંધોમાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે, ગ્લાનિથી ભરાઈ જાય છે, અને પ્રયત્ન કરવા છતાં ય સંબંધો સુધરતા નથી. તન, મન અતિવ્યથિત થઈ જાય છે. એ સમયે જો આ મધ્યસ્થ ભાવના’નું તત્ત્વજ્ઞાન મનુષ્યની પાસે હોય છે તો તેનું મન વિશ્રામ પામે છે, સ્વસ્થ બને છે. જો આ મધ્યસ્થ ભાવનાનું તત્ત્વજ્ઞાન નથી હોતું તો મનુષ્યનું મન મૂઢ બની જાય છે; નિરાશાથી થાકી જાય છે; રોષ, ક્રોધ અને કોપથી સળગતું રહે છે. કોઈ પણ ધર્મક્રિયા એને શાન્તિ નથી આપી શકતી.
-
-
—
-
માતાપિતા અને પુત્ર-પુત્રી :
માતાપિતા પોતાનાં સંતાનોથી એટલા માટે પરેશાન હોય છે કે સંતાનો માતાપિતાનું કહેવું માનતા નથી. બાળકો સ્વચ્છંદી, મનસ્વી અને ઉદ્ઘત બની ગયાં છે. બાળકોને સમજાવવા છતાં, ધમકાવવા છતાં પણ માનતાં નથી, ત્યારે માતાપિતા અત્યંત દુઃખી થઈ જાય છે. ભલેને તેઓ કોઈ ધર્મક્રિયાઓ કરતાં હોય, છતાં તેઓ કહે છે ઃ
શ્રાવક જીવન : ભાગ ૪
શું કરીએ ? ભગવાનની પૂજા કરતી વખતે પણ મન બાળકોના વિચારોમાં ગૂંચવાયેલું રહે છે.
શું કરીએ ? સામાયિક કરતી વખતે પણ બાળકોના જ વિચારો આવે છે. શું કરીએ ? તીર્થયાત્રા કરવા જઈએ છીએ પરંતુ ત્યાં ય છોકરાઓના વિચારો આવે છે. ચિંતા થયા જ કરે છે. માળા ફેરવીએ છીએ ત્યારે મન એમનામાં પરોવાય છે, ઉપદેશ સાંભળીએ છીએ તેમાં મન લાગતું નથી.
છોકરાઓ ઉપર ક્રોધ આવી જાય છે, ઝઘડો થાય છે, કોઈ કોઈ વાર મારીએ પણ છીએ, રડીએ ય છીએ...શું કરીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org