________________
૧૯૪
શ્રાવક જીવન : ભાગ ૪
શકીએ. હા, તેના પુણ્યનો ઉદય થાય તો તે પાપ કરતો અટકી જાય એ જુદી વાત છે. એટલા માટે કોઈ પણ મનુષ્યને પાપ કરતો જોઈને રોષ ન કરવો. કરુણાથી એને સમજાવવાનો ઉપાય કરવો. ન સમજે તો એના પ્રત્યે ઉદાસીન બની જવું, મધ્યસ્થ બની જવું. આ જ ઉચિત છે. એનાથી મનમાં શાંતિ રહેશે. જીવોની પોતપોતાની કર્મપરિણતિનું ચિંતન કરવાથી મધ્યસ્થભાવ’ ટકી રહેશે.
સભામાંથી : આજકાલ તો અમારા ઘરોમાં જ એવાં પાપ થાય છે....અમે ઇચ્છતા નથી...છતાં પણ થાય છે. ખોટી પ્રવૃત્તિઓ ન કરવાનું કહીએ છીએ છતાં ઘરના માણસો માનતાં નથી, ત્યારે રોષ આવે છે.
મહારાજશ્રી : રોષ કરવાનો નથી. રોષ કરીને પાપકર્મ બાંધવાનું નથી. પાપ એ લોકો કરે અને પાપકર્મ તમે બાંધો - એવું શા માટે કરવું ? તમે વિચારો કે ઘરની પ્રત્યેક વ્યક્તિનાં પોતપોતાનાં કર્મ હોય છે. એમની બુદ્ધિ કર્મ અનુસાર હોય છે. આપણે એમને સારા સંસ્કારો, સારું શિક્ષણ આપીએ છીએ. પાપોથી બચાવવાના ઉપાયો કરીએ છીએ. છતાં ય તેમનાં પાપકર્મ એમને ખોટાં કાર્યોમાં પ્રેરિત કરે છે. એમના પ્રત્યે રોષ કરવાનો નથી. તેમની તો ઉપેક્ષા કરવાની છે. ઉદાસીન રહેવાનું છે. મધ્યસ્થભાવ રાખવાનો છે.
ઉપેક્ષા પ્રત્યે ઉદાસીનતા :
સભામાંથી : પરંતુ જ્યારે છોકરા, છોકરીઓની માતા અમારી ઉપેક્ષા કરે છે, અમને મહત્ત્વહીન માને છે ત્યારે રોષ આવે છે.
મહારાજશ્રી ઃ તેનું કારણ છે આપણું અજ્ઞાન ! કર્મીસદ્ધાંતનું અજ્ઞાન જ તમને ક્રોધિત કરે છે. બીજું કારણ છે તમારું મમત્વ, અને ત્રીજું કારણ છે તમારું અભિમાન.
પ્રથમ કારણ છે કર્મીસદ્ધાંતનું અજ્ઞાન. એક સમયે...ઘરના બધા માણસો તમારી વાત, તમારી આજ્ઞા, તમારો અભિપ્રાય માનતાં હતાં, ઘરમાં તમારું જ મહત્ત્વ હતું... હવે આ સમયે પરિવર્તન આવી ગયું...કેમ ? ઘરના માણસો તો તે જ છે ! તમારી સાથે એમનો વ્યવહાર કેમ બદલાઈ ગયો ? તમે શા માટે ઉપેક્ષિત થઈ ગયા ? તમે કહેશો : ‘તે લોકો બગડી ગયા,’ વગેરે. નહીં, એવું ન વિચારો. તમારે વિચારવાનું કે - મારા પાપકર્મોનો ઉદય થયો છે. જ્યાં સુધી મારા પુણ્યકર્મનો ઉદય હતો ત્યાં સુધી ઘરમાં મારું મહત્ત્વ હતું...ઘરમાં હું પ્રિય હતો. મારી આજ્ઞા ચાલતી હતી. હવે મારા પાપકર્મોનો ઉદય થવાથી તેઓ મારી વાતો માનતાં નથી; એટલા માટે મારે મધ્યસ્થભાવ રાખીને ધર્મઆરાધનામાં તન-મનથી લાગી જવું જોઈએ.’
-
બીજું કારણ છે તમારું મમત્વ. તમે વિચારો છો : ‘આ મારી પત્ની છે, એટલા
Jain Education International
For Private & Personal Use Only
* www.jainelibrary.org