________________
૨૦૨
શ્રાવક જીવન : ભાગ ૪
અને મૂતર પીએ છે, તો આપણે શું કરી શકીએ ? જેને જે પીવું હોય તે પીવા દો.
શ્રમણ ભગવાન મહાવીરના જમાનામાં પણ આવા ૩૬૩ પાખંડી લોકો હતા, જેઓ જિનવચનોથી વિપરીત બોલતા હતા. આ સમયે ન તો કોઈ તીર્થંકર છે, ન કોઈ કેવળજ્ઞાની....અવધિજ્ઞાની યા શ્રુતજ્ઞાની છે. અપૂર્ણ જ્ઞાની છે. એટલા માટે શાસ્ત્ર-આગમ અનુસાર વિચારવાનું, બોલવાનું છે.
પરંતુ કેટલાક બુદ્ધિમાનોને પોતાની બુદ્ધિનું અભિમાન હોય છે. અને જો કેટલાક લોકો તેમના અનુયાયી બની જાય છે તો તેઓ શાસ્ત્રોની વાતોની મજાક કરે છે, અથવા શાસ્ત્રીય વાતોનું મનમાન્યું અર્થઘટન કરે છે. કુતર્કો દ્વારા તેઓ પોતાનાં મંતવ્યોને સાચાં સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. શું કરીએ ? આવા લોકો જિનશાસનમાં પણ થયા છે. એવા ‘રોહગુપ્ત’ નામના આચાર્ય થઈ ગયા. એમનું ઐતિહાસિક વૃત્તાંત સંભળાવું છું.
આચાર્ય રોહગુપ્ત ઃ એક નિદ્ભવ ઃ
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૪૪ વર્ષ પછી અંતરંજિકા’ નામની નગરીમાં ‘રોહગુપ્ત’ નામના આચાર્ય થઈ ગયા. એ નગરીમાં એક વાર શ્રીગુપ્ત નામે આચાર્ય પધાર્યા હતા. નગરીની બહાર ‘ભૂતગૃહ' નામનું એક ચૈત્ય હતું. લોકો એવું માનતા હતા કે એ મંદિરમાં ભૂતોનો - વ્યંતરોનો વાસ છે. લોકો એ મંદિરમાં જતા નહીં ડરતા હતા. પરંતુ આચાર્યશ્રી શ્રીગુપ્ત એ મંદિરમાં જ રોકાયા. લોકોએ એમને સાવધાન કર્યા હતા. પરંતુ તેઓ સંયમના આરાધક હતા. અનેક વિદ્યાઓના જાણકાર હતા. નિર્ભય અને સમતાશીલ હતા. તેઓ ભૂતગૃહમાં રહેવા લાગ્યા. તેમને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન પડ્યું, ઉપદ્રવ ન થયો - એટલે ચારેબાજુ આચાર્યશ્રીની પ્રસિદ્ધિ થઈ.
આ આચાર્યને ‘રોહગુપ્ત' નામનો એક શિષ્ય હતો. એક દિવસ રોહગુપ્ત ગુરુવંદન માટે અંતરંજિકા નગરીમાં આવ્યો. નગરીમાં પ્રવેશ કરતાં જ એમણે એક ઘોષણા સાંભળી. એ ઘોષણા પોટ્ટશાલ' નામના પરિવ્રાજકની હતી. પોટ્ટશાલ પોતાના પેટ ઉપર લોઢાનો પાટો બાંધી રાખતો હતો.
કોઈ એ તાપસને પૂછતું તો કહેતો ઃ મારા પેટમાં એટલું જ્ઞાન ભર્યું છે કે પેટ ફાટી જાય, એટલા માટે પેટ ઉપર લોઢાનો પટ્ટો બાંધી રાખું છું. અને જંબુદ્રીપમાં આજ સુધી મને કોઈએ હરાવ્યો નથી. એટલા માટે નિશાની રૂપે આ જંબૂવૃક્ષની ડાળી હાથમાં રાખું છું.'
રોહગુપ્ત પોટ્ટશાલની વાદ-વિવાદની ઘોષણા સાંભળી; આમેય રોહગુપ્ત બુદ્ધિશાળી હતો, વાદકુશળ હતો. વાદમાં એને કોઈ હરાવી શકતું ન હતું. રોહગુપ્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org