________________
પ્રવચન ૯૩ *
૨૨૧ સત્ત્વવાળો મહાનુભાવ જ કરી શકે. રાત્રિના સમયે જ્યાં ચાર રસ્તા એકત્ર થતા હોય ત્યાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહેવાનું છે. અથવા ખંડિયેર જેવા મકાનમાં જઈને કાયોત્સર્ગ ધ્યાન કરવાનું છે. ત્યાં પશુપક્ષી અથવા મનુષ્યો તરફથી કોઈ કષ્ટ આવે તો સમતાભાવથી સહન કરવાનું છે. * આ પ્રતિમાની આરાધના પૌષધવ્રતમાં કરવાની હોય છે. સંપૂર્ણ રાત્રિ
કાયોત્સર્ગ ધ્યાન કરવાનું હોય છે. * કાયોત્સર્ગ ધ્યાનમાં એ આરાધકે કષાયવિજેતા, ત્રિલોકપૂજ્ય એવા તીર્થંકર પરમાત્માનું ચિંતન કરવું, એમના ગુણોનું, અતિશયોનું, જીવનનું ચિંતન કરવું. અથવા પોતાના આત્માના દોષોનું ચિંતન કરવું. આત્મનિંદા કરવી. જેમ કે “હું ક્રોધી છું, હું અભિમાની છું, હું કામી, વિકારી છું, હું લોભી છું, ધૂત છું.' વગેરે.
પૌષધ તો પવીતિથિના દિવસોમાં કરવાનો હોય છે. અને એ કાઉસ્સગ-પ્રતિમા પૌષધદ્રતની રાત્રિમાં કરવાની હોય છે. તો પૌષધ સિવાયના દિવસોમાં પાંચ મહિનાઓમાં આ આરાધક કેવી રીતે રહે છે એ પણ જાણી લેવું જોઈએ ને ? પ્રતિમાધારક, - સ્નાન નથી કરતો. -- રાત્રિભોજન નથી કરતો. - દિનમાં બ્રહ્મચારી રહે છે. - રાત્રિમાં પણ પરિમિત અબ્રહ્મનું સેવન કરે છે.
આ રીતે પ્રતિમાઓની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠી છે બ્રહ્મચર્ય-પ્રતિમા ઃ
આ પ્રતિમાની આરાધના છ માસ સુધી કરવાની હોય છે. પૂર્વની પાંચ પ્રતિમાઓનું આરાધન આ પ્રતિમાની સાથે કરવાનું જ છે, વિશેષમાં દિવસ અને રાત્રિમાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. બ્રહ્મચર્યનું પાલન મન-વચનકાયાથી કરવા માટે -
– તે કોઈની સાથે કામકથા નથી કરતો. – શરીરનો શૃંગાર નથી કરતો, સાદગીથી રહે છે. - સ્ત્રીની સાથે પ્રણયકથા નથી કરતો. - ચિત્તને સ્વસ્થ, અવિકારી રાખવા સતત જાગૃત રહે છે. - પ્રતિમાપાલનના વિષયમાં એનું પરિજ્ઞાન પર્યાપ્ત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org