________________
પ્રવચન ૯૩
૨૨૩ કરે (ક્યાં રાખ્યું છે, ક્યાં સંતાડ્યું છે ઇત્યાદિ) તો તે જાણતો હોય તો બતાવી દે, ન જાણતો હોય તો કહી દે કે “મને ખબર નથી, મને યાદ નથી.' આના સિવાય એને કોઈ ગૃહકાર્ય કરવાનું નથી. અગિયારમી છેશ્રમણ-પ્રતિમા :
અગિયાર મહિનાની આ પ્રતિમા છે. આ પ્રતિમાકાળમાં શ્રાવક સાધુ જેવો બને છે. માથા પરના વાળનું લુચન કરે અથવા મુંડન કરાવી દે. રજોહરણ આદિ સાધુનાં તમામ ઉપકરણો ધારણ કરે. સાધુની જેમ જ સર્વ અનુષ્ઠાનો કરે અને વિહાર કરે. સમિતિ-ગુપ્તિનું યથાર્થ પાલન કરે છે. ભિક્ષા માટે ગૃહસ્થોને ઘેર જઈને હું પ્રતિમાધારી શ્રમણોપાસક છું. મારે ભિક્ષા જોઈએ.’ એમ કહે.
આ સર્વ પ્રતિમાઓના પાલનમાં પાંચ વર્ષ અને છ મહિના લાગે છે. ભગવાન મહાવીરના દશ શ્રાવકોએ આ સર્વ પ્રતિમાઓનું પાલન કર્યું હતું. તમે પણ ભાવના રાખો તો કરી શકો છો. એટલું જ નહીં, પ્રારંભિક ચાર પ્રતિમાઓનું પાલન પણ કરી શકો છો, સરળ છે. પછી જે પ થી ૧૧ સુધીની પ્રતિમાઓ છે એ તમારે માટે સરળ નથી. ઘરમાં પણ રાતભર કાયોત્સર્ગ ન કરી શકો તો પછી ચાર રસ્તે તો શી રીતે કરી શકો?
ભલે પ્રતિમાઓને સ્વીકારો નહીં, પરંતુ ઘરમાં યા ઉપાશ્રયમાં રાત્રિના સમયે કાયોત્સર્ગનો અભ્યાસ કરી શકો છો. એક કલાક... અડધો કલાક પણ કાયોત્સર્ગ કરી શકો છો. એમાં પરમાત્માનું ચિંતન કરવાનું છે.
આપણી વાત ચાલે છે ભાવશ્રાવકધર્મના પાલનથી ચારિત્રધર્મની પ્રાપ્તિની. સભામાંથીઃ અમે લોકો તો એવું સમજીએ છીએ કે ચારિત્રમોહનીય કર્મ તૂટવાથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે.
મહારાજશ્રી ચારિત્રમોહનીય કર્મભાવશ્રમણધર્મના પાલનથી તૂટે છે, એ વાત નથી જાણતા? ‘શું કરીએ, ચારિત્ર તો કેવું છે પણ ચારિત્રમોહનીય કર્મના ઉદયથી ચારિત્ર નથી પામી શકતા’ એવાં રોદણાં બંધ કરો. વાસ્તવમાં ચારિત્રધર્મ પામવાની ઇચ્છા છે તો ભાવશ્રમણધર્મનું પાલન કરવું શરૂ કરી દો.
પરંતુ એક વાત પૂછવા ઈચ્છા રાખું છું કે તમે ચારિત્રધર્મ પામવાની વાત કરો છો, પરંતુ ચારિત્રધર્મ શું છે એ વિષયનું જ્ઞાન છે? માત્ર પાંચ વ્રતોનું પાલન કરવું એ જ ચારિત્રધર્મ નથી. ચારિત્રધર્મની ૭૦ વાતો છે. ૭૦ વાતોનું પાલન કરવાનું હોય છે સાધુને !
સભામાંથીઃ અમે નથી જાણતા. ચારિત્રધર્મ એટલે કે સાધુ બની જવું એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org