________________
૨૨૪
શ્રાવક જીવનઃ ભાગ ૪ જ જાણીએ છીએ. ૭૦ વાતો નથી જાણતા.
મહારાજશ્રી ચારિત્રધર્મનો સ્વીકાર કરીને - સાધુ યા સાધ્વી બન્યા પછી કેવી કેવી આરાધના કરવાની હોય છે એ જાણવું જોઈએ. એનાંથી આરાધકના મનોરથોની દુનિયા વિશાળ – વ્યાપક બનશે. ચરણ સપ્તતિઃ ચારિત્રધર્મની ૭૦ વાતોઃ
સૌથી પ્રથમ તમને ૭૦ વાતોનો વિષયાનુક્રમ બતાવી દઉં છું. તમે સરળતાથી ૭૦ વાતો યાદ કરી શકો છો. ૫ મહાવ્રત.
૯ બ્રહ્મચર્યગુપ્તિ. ૧૦ શ્રમણધર્મ.
૩ જ્ઞાનાદિ. ૧૭ સંયમ.
૧૨ તપશ્ચર્યા ૧૦ વૈયાવચ્ચ.
૪ ક્રોધાદિનિગ્રહ પંચ મહાવ્રત
ચારિત્રધર્મની મૂળભૂત વાત છે મહાવ્રતોનું પાલન. * પહેલું મહાવ્રત છે – સર્વથા પ્રાણાતિપાતવિરમણ વ્રત. એટલે કે પ્રાણિઘાતથી વિરતિ, અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, યોગદુષ્પણિધાન અને ધર્મ અનાદર - આ આઠ પ્રમાદોથી ત્રસ - સ્થાવર જીવોની હિંસાથી વિરમી જવાનું છે. સમ્યગુ જ્ઞાન અને શ્રદ્ધાની સાથે જીવહિંસાથી નિવૃત્તિ લેવાની છે. * બીજું મહાવ્રત છે - સર્વથા મૃષાવાદવિરમણ વ્રત. મૃષાવાદ એટલે કે મૃષા -
અસત્ય ભાષણ, એનો ત્યાગ કરવાનો છે. જે પ્રિય, પથ્ય અને તથ્ય વચન નથી બોલતો તે મૃષાભાષી કહેવાય છે. પ્રિય,પથ્ય અને તથ્ય (સત્ય) વચન બોલવા
જોઈએ. * ત્રીજું મહાવ્રત છે - સર્વથા અદત્તાદાનવિરમણ વ્રત. અદત્તનું આદાન - ગ્રહણ નથી કરવાનું. ચાર પ્રકારે અદત્ત બતાવવામાં આવ્યું છેઃ ૧. સ્વામિઅદા, ૨. જીવ અદત્ત, ૩. તીર્થંકર અદત્ત અને ૪. ગુરુઅદત્ત. જે વસ્તુનો જે માલિક હોય તેની રજાથી વસ્તુ લેવી જોઈએ. કોઈ માતાપિતા પોતાના પુત્રની ઈચ્છા વગર પુત્ર આપીદે કે “આને સાધુ બનાવી દેજો.”તો એ પુત્રને ગ્રહણ ન કરવો જોઈએ. એ રીતે તીર્થંકરની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ જડ - ચેતન પદાર્થ ગ્રહણ ન કરવો જોઈએ..ચોથી વાત છે ગુરુની આજ્ઞાથી જ બધું લેવું-દેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org