________________
૨૨૮
શ્રાવક જીવન : ભાગ ૪ નવમી બ્રહ્મગુપ્તિ છે - શરીરવિભૂષાનો ત્યાગ. સાધુએ પોતાના શરીરને શણગારવું ન જોઈએ. સ્નાન, વિલેપન આદિ ન કરવાં જોઈએ. આમ પણ શરીર
અશુદ્ધિનો ભંડાર છે. એને સજાવવા, સંવારવાનો પ્રયત્ન વૃથા છે. જ્ઞાનદર્શનચારિત્રની આરાધના
બ્રહ્મચર્યનું સુંદર પાલન ત્યારે જ થાય છે જ્યારે સાધુ-શ્રમણ જ્ઞાન-દર્શનચારિત્રની આરાધનામાં લીન રહે. • જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી જે અવબોધ ઉત્પન્ન થાય છે, એને “જ્ઞાન” કહે
છે. આમ તો શ્રુતજ્ઞાન ૪૫ આગમરૂપ છેઃ ૧૧ અંગ, ૧૨ ઉપાંગસૂત્ર, ૧૦ પયત્રાસૂત્ર, છેદસૂત્ર અને ૪ મૂળસૂત્ર - નંદિસૂત્ર અને અનુયોગદ્વારસૂત્ર - આ રીતે ૪૫ આગમસૂત્રો હજુ સુધી વિદ્યમાન છે. જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ - આ સાત તત્ત્વોની શ્રદ્ધા. હોવી એને “દર્શન' કહે છે. • સર્વ પાપપ્રવૃત્તિઓનો જ્ઞાનપૂર્વક ત્યાગ કરવો એ ચારિત્ર છે.
સાધુએ એ રત્નત્રયીની મન-વચન-કાયાથી આરાધના કરવાની હોય છે. બાર પ્રકારનો તપ :
જ્ઞાન, દર્શન ચારિત્રની આરાધનાની સાથે સાધુએ બાહ્ય તપ અને આભ્યન્તર તપ કરવાનો હોય છે. પરમ સુખમય મોક્ષદશા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરનારા મુનિજનોએ પોતાના જીવનમાં તપશ્ચયને સમુચિત સ્થાન આપવું જોઈએ. જીવન તપોમય બનાવવું જોઈએ. તપશ્ચયના મુખ્ય બે ભેદ બતાવવામાં આવ્યા છે - બાહ્ય તપ અને આત્યંતર તપ. જે તપને બીજા લોકો જોઈ શકે છે તે બાહ્ય તપ છે અને જે તમને બીજા લોકો જોઈ શકતા નથી તે આભ્યન્તર તપ કહેવાય છે. – અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા- આ બાહ્ય
તપ છે. - પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય-આ આત્યંતર
તપ છે. ક્રોધ-માન-માયા અને લોભનો નિગ્રહઃ
તપ કરીને, જ્ઞાનાદિની આરાધના કરીને, બ્રહ્મચર્યનું પાલન કરીને સંયમ, શ્રમણધર્મ અને મહાવ્રતોનું પાલન કરીને શું પ્રાપ્ત કરવાનું છે ? આ કષાયોનો નિગ્રહ! ચારે કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. ગમે તે કરો, જે ઠીક લાગે તે ઉપાય કરો, કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. સરળ કામ નથી. આ કષાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org