________________
૨૪
જ વિરક્ત બન્યો હતો.
વાલીએ રાવણને કહ્યું : ‘હે રાવણ, મારે માટે વીતરાગ સર્વજ્ઞ અને ત્રૈલોક્યપૂજિત અરિહંત પરમાત્મા જ નમસ્કરણીય છે. એમના સિવાય કોઈ નમસ્કરણીય નથી, તુ મને તારા ચરણોમાં નમાવવા માટે અહીં આવ્યો હતો; આ તારું મિથ્યાભિમાન હતું અને એ અભિમાનને લીધે જ તારી આ દયનીય સ્થિતિ - પરાજિત અવસ્થા થઈ છે. પરંતુ મને યાદ છે મારા પૂર્વજો ઉપર તારા ઉપકારો છે. મને યાદ છે એટલા માટે હું તને છોડી દઉં છું. તુ નિશ્ચિંત બનીને પૃથ્વી ઉપર રાજ્ય ક૨. જો હું રાજ્યની કામના કરું તો તને આ રાજ્ય ન મળી શકે. જે વનમાં સિંહોનું રાજ્ય હોય છે ત્યાં હાથી નથી રહી શકતા. પરંતુ હું હવે મોક્ષસામ્રાજ્ય પામવા માટે સાધુધર્મનો સ્વીકાર કરીશ. મારો નાનોભાઈ યુવરાજ સુગ્રીવ હવે અહીં રાજા બનશે અને તારી આજ્ઞાનું પાલન કરશે.’
વાલીએ સુગ્રીવનો રાજ્યાભિષેક કરી દીધો અને પોતે ગગનચંદ્ર મુનિ પાસે ગયા અને ચારિત્રધર્મ સ્વીકારી લીધો. વાલીનો આ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હતો. રાવણનો પરાજય વાલીની જ્ઞાનવૃષ્ટિ ખોલવામાં નિમિત્ત બન્યો હતો.
વાલીએ વિચાર્યું હશે ઃ ‘રાવણ જેવો એક હજાર વિદ્યાઓને સિદ્ધ કરનારો અને દેવાધિષ્ઠત ચંદ્રહાસ તલવારને ધારણ કરનારો રાજા....એને એની વિદ્યાઓએ...બાહુ બળે...શસ્ત્રબળે દગો દીધો....તો પછી મને પણ મારું પુણ્યકર્મ કોઈ વાર દગો દઈ શકે. આ સંસાર ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. આ સંસાર જ વિશ્વાસ કરવા યોગ્ય નથી.
જ્ઞાનમૂલક ચિંતનથી જે વૈરાગ્ય પેદા થાય છે, તે વાસ્તવિક હોય છે, અને એ વૈરાગ્યથી પ્રેરિત થઈને જે ચારિત્રધર્મનો સ્વીકાર કરે છે તે તેનું સુંદર પાલન કરી શકે છે.
શ્રાવક જીવન : ભાગ ૪
વર્તમાનકાળમાં ચારિત્રધર્મનો સ્વીકાર કરનારાઓને વ્રતપાલનની બાબતમાં અને ગુણાત્મક યોગ્યતા પ્રાપ્ત કરવાની બાબતમાં સઘન શિક્ષણ તો આપવું જ જોઈએ. દીક્ષાર્થીમાં વિશિષ્ટ યોગ્યતા તો હોવી જ જોઈએ.
વ્રતપાલનની દૃઢતા, ધર્મક્રયાઓમાં રુચિ,
૦ કષાયોની મંદતા,
વિનય, નમ્રતા,
સરળ વ્યવહાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org