Book Title: Shravaka Jivan Part 4
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 253
________________ પ્રવચન ૯૫ ૨૪૭ • નિર્લોભતા, • નિસ્વાર્થતા, • પરોપકાર વૃત્તિ, ૦ સહનશીલતા, ૦ સ્વાધ્યાય-પરાયણતા. આ દશ વાતો ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આમાંથી એક વાત પણ ઓછી હશે તો સાધુજીવનમાં અશાંતિ, ક્લેશ વગેરે થવાં નિશ્ચિત છે. રાજમાર્ગ તો ભાવશ્રાવકધર્મની આરાધના છે. એ આરાધના કરતાં કરતાં...સહજભાવથી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થઈ જાય... અને ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ જાય એ વધારે યોગ્ય છે. માની લો કે આ વર્તમાન જીવનમાં સાધુ ન બની શકો છતાં પણ ભાવશ્રાવકધર્મનું સુંદર પાલન કરીને આ મનુષ્ય જીવનને સફળ કરી શકો છો. એટલા માટે ત્રીજા અધ્યાયમાં ભાવશ્રાવકધર્મની સુંદર વાતો લખી છે. ઉપસંહાર : ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાય પર આ અંતિમ પ્રવચન છે. મારી કલ્પના ન હતી કે આ અધ્યાય પર ૫ પ્રવચનો થઈ જશે પરંતુ થઈ ગયાં. શ્રાવક જીવનની એક એક વાત વિસ્તારથી, તો કોઈક સ્થળે સંક્ષેપમાં બતાવી છે, સમજાવી છે. તમે વારંવાર આ પ્રવચનો વાંચજો. તમારા જીવનમાં ક્રિયાત્મક અને ભાવાત્મક સારું પરિવર્તન આવશે. વિચારોમાં સુંદર પરિવર્તન આવવાથી જીવન રસમય બનશે. આ પ્રવચનોમાં પ્રમાદથી યા અજ્ઞાનતાથી જિનાજ્ઞા વિરુદ્ધ કશું ય બોલાઈ ગયું હોય તો હું અંતઃકરણપૂર્વક ક્ષમાપ્રાર્થી છું. જય વીતરાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260