Book Title: Shravaka Jivan Part 4
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 251
________________ પ્રવચન ૯૫ ૨૫ ભક્તગૃહસ્થો એમને મનપસંદ વસ્ત્રાદિ આપે છે. શરીરને જરા પણ કષ્ટ ન થાય એવું જીવન જીવે છે. સુખશીલતા એ એમનું જીવન હોય છે. તેઓ સમ્યગુ દર્શન - જ્ઞાન, ચારિત્રની વાતો કરે છે. એવું જીવતા નથી. એટલા માટે વૈરાગી બનીને આવનારાઓની પરીક્ષા કરવી જોઈએ. જો તેમનો વૈરાગ્ય દુઃખમૂલક જણાય તો તેમને ચારિત્રધર્મ ન આપવો જોઈએ. એ રીતે જો મોહગર્ભિત વૈરાગ્ય હોય તો - સ્વર્ગીય સુખોની સ્પૃહાથી સંસારમાંથી વિરક્ત બન્યો હોય તો તેને પણ ચારિત્રધર્મ ન આપવો જોઈએ. હું સારી રીતે સાધુધર્મનું પાલન કરીશ તો મને દેવલોક મળશે, દેવલોકમાં મને અસંખ્ય વર્ષ પાંચ ઇન્દ્રિયોનાં દિવ્ય વૈષયિક સુખ મળશે - અસંખ્ય વર્ષોના દિવ્ય વૈષયિક સુખ પામવાની ઈચ્છાથી આ માનવીય તુચ્છ વૈષયિક સુખોનો પ-૫૦ વષ માટે ત્યાગ કરવો એ ખોટું નથી.” આવા વિચારો હોય છે મોહગર્ભિત વૈરાગ્યવાળાના! આ વૈરાગ્યથી સાધુ બનનારા બાહ્ય દ્રષ્ટિથી તો સારું સાધુજીવન જીવે છે, એ જાણે છે કે દોષરહિત સાધુજીવન જીવવાથી ઉચ્ચકોટિનો દેવભવ મળે છે.” એ પ્રલોભનથી તેઓ નિર્દોષ સાધુધર્મનું પાલન કરે છે. તેમનું લક્ષ્ય ખોટું હોવાથી એમને સાધુજીવન માટે અયોગ્ય કહેલા છે. - ત્રીજો વૈરાગ્ય છે - જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. સુખી હોય યા દુઃખી હોય, એની જ્ઞાનવૃષ્ટિ ખૂલી જવી જોઈએ. જ્ઞાનવૃષ્ટિથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય છે. તે સાચો વૈરાગ્ય છે. કોઈ વાર માણસને દુખની ઠોકર લાગે છે અને જ્ઞાનવૃષ્ટિ ખૂલી જાય છે. જ્ઞાનવૃષ્ટિથી સંસારની દુઃખમયતાનું પરિજ્ઞાન થાય છે, અને એ વિરક્ત થઈ જાય છે. આ વૈરાગ્ય જ્ઞાનમૂલક કહેવાય છે. - રાવણની સામે યુદ્ધમાં લંકાપતિ રાજા વૈશ્રવણ હારી ગયો હતો. આ હારથી વૈશ્રવણની જ્ઞાનવૃષ્ટિ ખૂલી ગઈ હતી અને યુદ્ધભૂમિ પર જ એ વૈરાગી બની ગયો હતો. જ્યારે એણે સાધુધર્મનો સ્વીકાર કર્યો, ત્યારે રાવણે નતમસ્તક થઈ કહ્યું હતું: ‘તમે સાધુ ન બનો, હું તમને લંકાનું રાજ્ય પાછું આપું છું, તમે નિર્ભયતાથી રાજ્ય કરો.' પરંતુ વૈશ્રવણે ન માન્યું. જ્ઞાનદ્રષ્ટિથી તેણે રાજ્યની નિઃસારતા જાણી લીધી હતી. એના મનમાં રાજ્યસત્તાનું કોઈ આકર્ષણ રહ્યું ન હતું. તે સાધુ બની જ ગયો. હાર થતાં તેની જ્ઞાનવૃષ્ટિ ખૂલી ગઈ હતી. એનો વૈરાગ્ય જ્ઞાનમૂલક હતો. આનાથી વિરુદ્ધ વાનરદ્વીપના રાજા વાલીનું ઉદાહરણ છે. વાલીએ યુદ્ધના મેદાનમાં રાવણને હરાવી દીધો હતો. રાવણને પોતાના બગલમાં દબાવીને વાલીએ જબૂદ્વીપની ત્રણ પ્રદક્ષિણા કરી હતી. રાવણની ચંદ્રહાસ તલવાર તેના હાથમાં લટકતી જ રહી ગઈ હતી. વાલી વિજેતા બન્યો હતો. છતાં પણ યુદ્ધના મેદાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260