________________
૨૪૪.
શ્રાવક જીવન : ભાગ ૪
લીધા પછી તે સુધરી જશે.” હું મૌન રહ્યો. મુનિરાજને તીવ્ર આવશ્યકતા હતી શિષ્ય બનાવવાની. એને દીક્ષા આપવામાં આવી. દીક્ષા પછી એ નવા સાધુએ એના ગુરુને પરેશાન કરી નાખ્યા. તીવ્ર ક્રોધને કારણે તેણે તેના સહવર્તી સાધુઓને પણ હેરાન કરી નાખ્યા. પ્રાયઃ એક-બે વર્ષમાં ક્રોધમાં જ સાધુવેશ ઉતારીને એ ચાલ્યો ગયો. શિષ્યોની સંખ્યા વધારવાનો મોહ :
જે મુનિરાજને શિષ્ય ન હોય એ શિષ્ય બનાવવા ઇચ્છે તો ઠીક છે, પરંતુ જેની પાસે પ-૧૦ શિષ્યો હોય છે એ પણ ગુણવત્તા જોયા વગર દીક્ષા કેમ આપે છે?
મહારાજશ્રી એનું કારણ તમે લોકો છો. શિષ્યોની સંખ્યા ઉપર આધાર રાખીને તમે લોકો સાધુની – આચાર્યની મહત્તા સમજો છો. વધારે શિષ્યોના ગુરને વધારે મહત્ત્વ – માન - સન્માન આપો છો. જ્યાં સુધી આ મનોદશા રહેશે, ત્યાં સુધી આ વાતમાં પરિવર્તન આવવું શક્ય નથી.
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ગૃહસ્થોએ શ્રાવકધર્મના પાલન માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. એમને મહાવ્રત આપતા પહેલાં અણુવ્રત ગુણવ્રત અને શિક્ષાવ્રત આપવા જોઈએ. અને એમને અભ્યાસ કરાવવો જોઈએ. જેઓ અણુવ્રતનું યથાર્થ પાલન નથી કરી શકતા તે લોકો મહાવ્રતોનું પાલન કેવી રીતે કરી શકશે ? વૈરાગ્યની પરીક્ષા કરવી જોઈએ ?
પ્રશ્નઃ જે માણસ વૈરાગી બનીને ચારિત્ર લેવા આવે છે, એને શ્રાવકધર્મનું પાલન કરવાનો ઉપદેશ આપવો એ ઉચિત છે?
ઉત્તર : ઉચિત-અનુચિતની વાત પાછળથી કરીશું, પહેલાં તો એ વિચારવું આવશ્યક છે કે તેનો વૈરાગ્ય સાચો છે કે નહીં? વૈરાગ્ય ત્રણ પ્રકારના બતાવ્યા
– દુઃખગર્ભિત વૈરાગ્ય, – મોહગર્ભિત વૈરાગ્ય, અને – જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. દુઃખોથી પરેશાન થઈને જે સંસારત્યાગ કરીને સાધુ બનવા ઈચ્છે છે તે ચારિત્રધર્મ માટે અયોગ્ય છે. એને સાધુધર્મના આપવો જોઈએ. જે દુખોથી પરેશાન થઈને સાધુ બને છે તે સાધુ બનીને સુખ જ શોધે છે. તે સાધુજીવનનાં કષ્ટોથી દૂર ભાગે છે. તે રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવમાં ડૂબી જાય છે. સાધુ ગૃહસ્થ ભક્તોના ઘેરથી મનપસંદ ભોજન - આહાર લઈ જાય છે. પ્રિય રસાસ્વાદ કરતા રહે છે. પોતાની રહેણીકરણી ઉચ્ચ બનાવે છે. વૈભવી જીવન જીવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org