________________
૨૪૨
શ્રાવક જીવન : ભાગ ૪ અને એ પણ પિતાની આજ્ઞાથી જ! જો શ્રીયક એવું ન કરત તો રાજા આખા પરિવારને નષ્ટ કરી દેત.
સમગ્ર વાત સાંભળીને સ્થૂલભદ્રનું મન વિરક્ત થઈ ગયું. સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. તેમણે શ્રીયકને કહ્યું હું મંત્રીપદ નહીં સ્વીકારું. હું તો સંસારનો ત્યાગ કરીને સાધુ બની જઈશ. સંસાર પ્રત્યે, સંસારનાં સુખો પ્રત્યે હવે મને કોઈ રુચિ રહી નથી. તેમણે ત્યાં જ ઉદ્યાનમાં જ સાધુવેશ ધારણ કરી લીધો. રાજાને ધર્મલાભ” કહીને ગુરુદેવની પાસે ચાલ્યા ગયા. તેમનું ચારિત્રમોહનીય કર્મ તૂટી ગયું હતું. તેમણે શ્રાવકધર્મનું પાલન કર્યા વગર ચારિત્રધર્મની પ્રાપ્તિ કરી હતી. અવંતીસુકુમાલ:
આચાર્યશ્રી આર્યસુહસ્તિ વિહાર કરતા કરતા ઉજ્જયિની નગરીમાં પધાર્યા હતા. તેમણે ત્યાંના શ્રેષ્ઠીપુત્ર, અવંતીસુકુમાલના વિશાલ ભવનમાં સ્થિરતા કરી હતી. અવંતીસુકુમાલ પાસે ૩૨ કરોડ મુદ્રાઓ હતી અને ૩૨ પત્નીઓ હતી. દેવલીકના દેવની જેમ તે સંસારનાં શ્રેષ્ઠ સુખ ભોગવતો હતો. પિતા ન હતા, માતા હતી. માતાનો પુત્ર ઉપર અપાર સ્નેહ હતો. - રાત્રિના સમયે સાધુઓ સ્વાધ્યાય કરતા હતા. એક સાધુ એવા શાસ્ત્રનું અધ્યયન કરતા હતા કે જેમાં દેવલોકના “નલિનીગુભ નામના દેવવિમાનનું વર્ણન હતું - સાધુ એટલા સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કરતા હતા કે પાસેના ઓરડામાં રહેલા અવંતીસુકુમાલ સાંભળી રહ્યા હતા. અર્થ પણ સમજી શકતા હતા. - તેમને લાગ્યું: “આ મુનિરાજ જે દેવલોકનું વર્ણન કરી રહ્યા છે, એ બધું મેં જોયું છે. વારંવાર ઊહાપોહ - વર્ણન કરતાં તેમને તેમનો પૂર્વજન્મ યાદ આવ્યો. એ એ જ દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ થતાં અહીં જન્મ્યા હતા. પૂર્વજન્મની સ્મૃતિ થતાં એ આચાર્યદિવની પાસે ગયા અને કહ્યું: “હું નલિનીગુલ્મ” નામના દેવવિમાનમાંથી આવ્યો છું અને ત્યાં મારે જવું છે, તો હું ત્યાં કેવી રીતે જઈ શકું?”
આચાદવે કહ્યું : “ચારિત્રધર્મનું પાલન કરવાથી તુ પુનઃ દેવલોક પ્રાપ્ત કરી શકે છે.” અવંતીસુકુમાલનું ચારિત્રમોહનીય કર્મ તૂટી ગયું અને ચારિત્રધર્મ પ્રાપ્ત થયો. એ જ રાત્રે તે સાધુ બન્યા અને સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ ધ્યાન કર્યું. સમાધિમૃત્યુ પામીને એ “નલિનીગુલ્મમાં દેવવિમાનમાં દેવ થયા.
શ્રાવકધર્મના પાલન વગર વિશિષ્ટ શુભ અધ્યવસાયથી એમનું ચારિત્રમોહનીય કર્મ તૂટ્યું અને ચારિત્રધર્મ મળ્યો.
આ તમામ ઉદાહરણો તો અતિ પ્રાચીન છે. કેટલાંક એવાં દ્રષ્ટાન્ત બતાવું કે જે નજીકના ભૂતકાળમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org