________________
પ્રવચન ૯૫
૨૪૩
મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ શ્રાવકધર્મનું પાલન કર્યા વગર ચારિત્રધર્મ પ્રાપ્ત કર્યો હતો.
– આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ પણ શ્રાવકધર્મનું પાલન કર્યાં વગર ચારિત્રધર્મ પ્રાપ્ત કર્યો હતો.
-
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ શ્રાવકધર્મનું પાલન કર્યા વગર જ ચારિત્રધર્મ - સાધુધર્મ પ્રાપ્ત કર્યો હતો.
આવાં અનેક ઉદાહરણો મળે છે. ચારિત્રમોહનીય કર્મ તૂટવાં અનિવાર્ય છે. જે રીતે શ્રાવકધર્મના પાલનથી તૂટે છે એ રીતે વિશિષ્ટ શુદ્ધ અધ્યવસાયથી પણ તૂટે છે. ચારિત્રમોહનીય કર્મ તૂટવાથી જે સંયમધર્મ મળે છે એનું પરિશુદ્ધ પાલન થાય છે.
વર્તમાન પરિસ્થિતિ
સભામાંથી : વર્તમાનકાળમાં પણ વધારે લોકો દીક્ષા લે છે. તેઓ શ્રાવકધર્મનું પાલન કર્યા વગર લે છે. એ શું ઉચિત છે ? યોગ્ય છે ?
મહારાજશ્રી : કેટલાંક વર્ષોથી જે દીક્ષાઓ લેવાઈ રહી છે, તેમાં મને તો લાગે છે કે મોટા ભાગે તેમની યોગ્યતા નથી હોતી. કોઈ સ્ત્રી યા પુરુષ આવીને કહી દે છે. મારી ભાવના દીક્ષા લેવાની છે. મને સંસાર પ્રત્યે રાગ નથી રહ્યો.' એને દીક્ષા આપવામાં આવે છે. ન તો તેના વૈરાગ્યની પરીક્ષા લેવાય છે, ન તો તેમની ગુણાત્મક યોગ્યતા જોવાય છે.
સભામાંથી : એનું કારણ શું ?
મહારાજશ્રી : સાધુને શિષ્ય હોવો જરૂરી બની ગયું અને સાધ્વીને શિષ્યા હોવી જરૂરી બની ગયું, અને જ્યારે એક વસ્તુ હોવી જરૂરી બની ગયું હોય છે ત્યારે ગુણવત્તા - ‘ક્વોલીટી’ નથી જોવાતી.
તમે લોકો બજારમાં શાકભાજી લેવા જાઓ છો ને ? સારી, મનપસંદ નથી મળતી તો જેવી મળે તેવી પણ લઈ આવો છો ને ? એવું જ અહીં પણ ચાલી રહ્યું છે.
મારા એક પરિચિત મુનિરાજ પાસે એક યુવાન દીક્ષા લેવા આવ્યો હતો. જૈન ન હતો, અજૈન હતો. કેટલાક દિવસ તો એ છોકરો મુનિરાજ પાસે રહ્યો હતો. મેં એ છોકરા વિશે જે કંઈ સાંભળ્યું હતું, એનો કાર્યકલાપ જોયો હતો. તેમાં મને એની સાધુ બનવાની યોગ્યતા જોવા મળી ન હતી. એ મુનિરાજને પણ મેં કહ્યું : આ છોકરાને તમે દીક્ષા ન આપો. મેં કારણો બતાવ્યાં. સૌથી મોટું કારણ હતું એની કાષાયિક પ્રવૃત્તિ. તે તીવ્ર ક્રોધી હતો. મુનિરાજે મને કહી દીધું કે 'દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org