Book Title: Shravaka Jivan Part 4
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/004544/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ marioncm શ્રાવક-જાન लाग - ४ આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી wwwww.jainelibran.org Page #2 -------------------------------------------------------------------------- ________________ युत संपतराज से CORNUTI જાણીતા પ્રવચનકાર અને સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ શ્રાવણ શુકલા ૧૨ વિ. સ. ૧૮ના દિવસે (મહેસાણા-ગુજરાત)માં મણીભાઈ અને હીરાબેનના કુળદીપક રૂપે જન્મેલા મૂળચંદભાઈ જાઈની જેમ ઉઘડતી જવાનીના ઉબરે ૧૮ વરસની ઉમરમાં વિ. સ. ૨૮ના પોષ વદ ૫ ના દિવસે રાણપુર (સૌરાષ્ટ્ર)માં પોતાના પરમ શ્રદ્ધેય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ભાનવિજયજી મહારાજ (વર્તમાનમાં આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી)નું શિષ્યત્વ સ્વીકારે છે. મુનિશ્રી ભદ્રગુમવિજયજીના રુપે દીક્ષાજીવનના આરંભથી જ પોતાના ગુરુદેવોના માર્ગદર્શન તળે એમની અધ્યયન-અધ્યાપનની સુદીર્ધ યાત્રા આરંભાય છે. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત દાર્શનિક, ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે ‘માઈલસ્ટોન' વીતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજે તરફ વળી. ‘મહાપંથનો યાત્રી' નામના પુસ્તકથી ર૦ વરસની ઉમરે આરંભાયેલી એમની લેખનયાત્રા ૧૦ જેટલા પુસ્તકોનું સર્જન કરીને પણ અનવરત-અથક ચાલે છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર-પ્રશમરતિ જેવા ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ ઉપરાંત નાની નાની વાર્તાઓના સાહિત્યની સાથે કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનપર્શી સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન... આમ સાહિત્યસર્જનની યાત્રા રોજબરોજ વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય છે. પ્રેમાળ સ્વભાવ પ્રસન્ન અને મૃદુ-મધુર આંતર-બાહ્ય વ્યક્તિત્વ અને સંઘશાસન માટે બહુજનહિતાય- બહુજનસુખાય એવી - વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્ત્વપૂર્ણ પાસુ છે. વિશેષ કરીને ઉગતી પેઢી અને નાના બાળકોના સંસ્કાર-સર્જનની પ્રક્રિયામાં એમની રુચિ છે— સંતુષ્ટિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન અનુષ્ઠાન અને પરમાત્મ ભક્તિના વિશિષ્ટ આયોજનોના માધ્યમથી એમનું બહુમુખી વ્યક્તિત્વ એટલુંજ ઉદ્દાત્ત અને ઉન્નત બન્યું છે. ગુજરાત / રાજસ્થાન / મહારાષ્ટ્ર / તામિલનાડુ / આન્દ્ર / મધ્યપ્રદેશ પ્રદેશોમાં વિહાયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મપ્રભાવનાના કાર્યો સંપન્ન થયા છે. ‘અરિહંત' (હિન્દી માસિક પત્ર) તથા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ: મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિન્દી - ગુજરાતી – અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહે છે. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે ૪-૫-૮૭ના દિવસે એમના ગુરુદેવે એમને આચાર્યપદ પ્રદાન કર્યું. ત્યારથી એઓ આચાર્ય શ્રી વિજય ભદ્રગુમસૂરીશ્વરજી મહારાજ તરીકે ઓળખાય છે. Education International Page #3 -------------------------------------------------------------------------- ________________ તમારે સાચા અર્થમાં શ્રાવક-શ્રાવિકા બનવું છે? સાચા જૈન' બનવું છે ? તો તમારે આ પ્રવચનમાળાનાં બધાં જ પ્રવચનો શાન્તિથી વાંચવાં પડશે. સરળ, સુબોધ અને સુવાચ્ય ભાષામાં અપાયેલાં આ પ્રવચનો તમને વાંચવાં ગમશે. कल्याण विश्व प्रकाशन श्री. ट्रस्ट અસાજ શ્રાવકજીવન ભાગ : ૪ : પ્રવચનકાર : આચાર્યશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી Page #4 -------------------------------------------------------------------------- ________________ : સંપાદન : મુનિશ્રી ભદ્રબાહુવિજય : અનુવાદ : ડૉ. પ્રહૂલાદ પટેલ, M.A., Ph.D. વડનગર પ્રકાશક : શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા - પિન ઃ ૩૮૪ ૦૦૨ મૂલ્ય ઃ પચાસ રૂપિયા. પ્રત ઃ ૩ હજાર. વિ.સં.૨૦૪૯, (૪ ભાગના રૂ.૨૦૦/-) લેસર-સેટિંગ : મેક ગ્રાફિક, અમદાવાદ : ૩૮૦ ૦૦૬. ' મુદ્રક : મહેશ મુદ્રણાલય, અમદાવાદ : ૩૮૦ ૦૦૪. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક આચાર્યશ્રી હરિભદ્રસૂરિ-વિરચિત ધર્મીબંદુ'ના ત્રીજા અધ્યાય ઉપર પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજીએ આપેલાં પ્રવચનોનો આ ચોથો ભાગ છે. પ્રવચનો મૂળ હિન્દી ભાષામાં અપાયેલાં છે. એનો આ ભાવાનુવાદ છે. ભાવાનુવાદ કર્યો છે - ડૉ. પ્રહ્લાદ પટેલે. (M.A., Ph.D. વડનગર) જેવી રીતે "થમાંં સરળ પવપ્નામિ ના ચાર ભાગમાં ૯૬ પ્રવચનો પ્રકાશિત થયાં હતાં, તેવી રીતે શ્રાવક જીવન' ના પણ ચાર ભાગ પ્રકાશિત કર્યા છે. બધા જ ભાગોનો અનુવાદ ડૉ. પ્રહ્લાદભાઈ પટેલે કર્યો છે. જેવી રીતે “ધન્વં સરળ પવપ્નામિ"ના ચાર ભાગ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં [Way of Life] છપાયા છે ને ખૂબ આદર પામ્યા છે (હિન્દીમાં બીજી આવૃત્તિ છપાય છે.), તેવી રીતે ‘શ્રાવક જીવન’ના ચાર ભાગ પણ ખૂબ જ ઉપાદેય બનશે, એવી અમારી શ્રદ્ધા છે. જે કોઈ સ્ત્રી-પુરુષને શ્રાવક-શ્રાવિકા બનવું છે, સાચા અર્થમાં શ્રાવક-શ્રાવિકા બનવું છે, તેમના માટે આ ‘શ્રાવક જીવન'ના ચારે ભાગ માર્ગદર્શક બનશે. પૂજ્ય આચાર્યદેવે સરળ છતાં રોચક અને પ્રેરક ભાષામાં આ પ્રવચનો આપેલાં છે. અનેક રસમય પ્રાચીન-અર્વાચીન દૃષ્ટાંતોથી, તર્ક-દલીલોથી અને વર્તમાન પરિસ્થિતિઓની પર્યાલોચનાઓથી આ પ્રવચનો રસપૂર્ણ બનેલાં છે. વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના આજીવન ગ્રાહકોને તથા ટ્રસ્ટના સાહિત્યના ચાહકોને અમારી આગ્રહપૂર્ણ વિનંતી છે કે તેઓ આવાં સુંદર પુસ્તકોની, વિશેષ પ્રસંગોમાં પ્રભાવના કરે. મિત્રોને, સ્નેહીજનોને ભેટ આપે અને એ રીતે સત્સાહિત્યનો પ્રચા૨-પ્રસાર કરે. કાગળ, પ્રિન્ટિંગ, બાઈન્ડિંગ-બધું જ ખૂબ મોંઘુ થઈ ગયું છે, તે છતાં ટ્રસ્ટ એની પુસ્તક-પ્રકાશનની સત્પ્રવૃત્તિ સતત કરી રહ્યું છે. એ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતની પરમ કૃપાનું ફળ છે અને ટ્રસ્ટના વિશાળ વાચકવર્ગના સહયોગની ઉપલબ્ધિ છે ! મહેસાણા ૧-૧૧-૯૩ ટ્રસ્ટીગણ વતી જયકુમાર બી. પરીખ Page #6 -------------------------------------------------------------------------- ________________ धर्मबिन्दु-सूत्राणि * तथा प्रशस्तभावक्रिया * भवस्थितिप्रेक्षणम् * तदनु तन्नैर्गुण्यभावना * अपवर्गालोचनम् ॥ ८७ ॥ ॥ ८८ 11 ॥ ८९ ॥ ९० ॥ * तथा श्रामण्यानुरागः ॥ ९१ ॥. * यथोचित्तं गुणवृद्धिः ॥ ९२ ॥ * सत्त्वादिषु मैत्र्यादियोगः ॥ ९३ ॥ श्लोकाः * विशेषतो गृहस्थस्य धर्म उक्तो जिनोत्तमैः । एवं सद्भावनासारः परंचारित्रकारणम् ॥ १ ॥ * पदंपदेन मेघावी यथाऽऽरोहति पर्वतम् । सम्यक् तथैन नियमाद्धीरश्चारित्रपर्वतम् ॥ २ ॥ * स्तोकान् गुणान् समाराध्य बहूनामपि जायते । यस्मादाराधनायोग्य स्तस्मादादावयं मतः ॥ ३ ॥ " Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન. : ૦૨. પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનની દિનચર્યાનું પ્રતિપાદન કર્યું છે. દિનચયમાં યોrખ્યા અને 'નમાવિચિન્તનમ્ બતાવ્યા પછી તેમણે પ્રશસ્ત મક્રિયા ૮૭ના કરવાનું વિધાન કર્યું છે. એનો અર્થ છે - અંતઃકરણને પ્રશસ્ત કરવું. અંતઃકરણને પ્રશસ્ત-શુભ-નિર્મળ કરવાની ક્રિયા કરવાની છે. આ ક્રિયા બાહ્ય ક્રિયા નથી હોતી, આંતરિક હોય છે. માનસિક ક્રિયા છે, ચિંતનાત્મક ક્રિયા છે. આ ચિંતનાત્મક ક્રિયા અવશ્ય કરવી જોઈએ. જો આ ચિંતન-મનન નહીં કરીએ તો જીવનમાં મહાન અનર્થ સર્જાઈ શકે છે. જે માણસો ભાવક્રિયા' નથી કરતા, તેઓ માનસિક અશાંતિ. ક્લેશ અને સંતાપથી દુઃખી થાય છે, પરેશાન થાય છે. માનસિક રોગોનો શિકાર બની જાય છે. એટલા માટે ગ્રંથકાર આચાર્યશ્રી ભાવક્રિયા’ કરવાનો આદેશ આપે છે. તકાકાર આચાર્યશ્રીએ આપણને ચિંતનની દિશા બતાવી છે : क्रोधादिदोषविपाकपर्यालोचनम् । ક્રોધાદિ દોષોના વિપાકનું પાયલોચન કરવાનું છે. એટલે કે ક્રોધ, માન, માયા અને લોભ - આ ચાર મુખ્ય દોષ છે. તેમના કટુ વિપાકોનું, કટુ પરિણામોનું સમગ્રતયા ચિંતન કરવાથી અંતઃકરણ નિર્મળ થતું જાય છે. ક્રોધાદિ દોષ તીવ્ર બનતા નથી. એનાથી ક્લષ, સંતાપ ઉત્પન્ન થતા નથી. ચિત્તમાં સદાય શાન્તિ, સમતા અને પ્રસન્નતા રહે છે. o તમારે ક્રોધનાં ભયંકર પરિણામોનો વિચાર કરવાનો છે. • તમારે માનનાં કરુણ પરિણામોનું ચિંતન કરવાનું છે. તમારે માયાનાં દુઃખદ પરિણામોનું મનન કરવાનું છે. તમારે લોભનાં અતિ ભયંકર પરિણામોની પર્યાલોચના કરવાની છે. મા છે પ્રશસ્ત ભાવક્રિયા! અંતઃકરણ આ પ્રકારના ચિંતન-મનનથી જ નિરાકુળ રહી શકે છે. પ્રસન્નતાનો મધુર અનુભવ કરી શકો છો. સભામાંથી ક્રોધાદિ દોષોના વિપાકનું ચિંતન કઈ રીતે કરવું જોઈએ? આપ એ સમજાવવાની કપા કરો ! Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન : ભાગ ૪ મહારાજશ્રી ઃ આજે હું એ જ ચિંતન-પ્રક્રિયા સમજાવવા ઇચ્છું છું. પરંતુ ધ્યાન રાખવું કે માત્ર એક વાર સાંભળી લેવા માત્રથી તમારું કામ થવાનું નથી. તમારે દરરોજ આ પ્રકારનું ચિંતન કરવું પડશે. ૨ સભામાંથી : અમે ચિંતન કરીશું ! મહારાજશ્રી : અતિ સુંદર ! આ ચિંતનથી તમારું મન અવશ્ય શાન્તિનો અનુભવ ક૨શે. ચિત્ત પ્રસન્નતાથી ભર્યુંભર્યું રહેશે. સૌથી પ્રથમ ક્રોધના વિપાકોનું ચિંતન કરીશું. ક્રોધના ભયાનક વિપાકો : क्रोधात् प्रीतिविनाशः પ્રિય વ્યક્તિઓ સાથેની પ્રીતિ ક્રોધના ભયંકર દાવાનળમાં બળીને રાખ થઈ જાય છે. અન્ય માનવોના પ્રેમના અભાવે તમારું જીવન રસહીન બની જશે. પરંતુ તમારા જીવનમાં પ્રતિનું-પ્રેમનું મૂલ્યાંકન હશે, પ્રીતિને તમે મહામૂલ્યવાન અમૃત સમજતા હશો; ‘જીવનનો આનંદ, જીવનની સફળતાની આધારશિલા પ્રીતિ છે,’ એ વાત તમે કબૂલ કરતા હશો, તો આ નુકસાન તમને મોટું નુકસાન લાગશે. ક્રોધથી મનુષ્ય બીજાંના પ્રેમને ખોઈ બેસે છે. આ છે, ક્રોધનો પ્રથમ વિપાક. આ વિપાક વર્તમાન જીવન ઉપર ખરાબ પ્રભાવ પાડે છે. ક્રોધઃ પરિતાપ૨: ક્રોધનો બીજો વિપાક છે પરિતાપ ! દાહજ્વરની અતિ ભયંકર પીડાનો તમે અનુભવ કર્યો છે ? અથવા દાહજ્વરથી પીડિત કોઈ વ્યક્તિને તમે જોઈ છે ? અસહ્ય પીડા અને ભયંકર પરિતાપથી તરફડતા માણસને જોઈને કોઈ અંતઃસ્પર્શી વિચાર આવ્યો છે કદી ? ક્રોધની વેદના પણ આવી જ ભયંકર અને અસહ્ય હોય છે. ક્રોધી મનુષ્યનું જીવન અશાંતિની આગમાં દાઝી જાય છે. તેના મનની આગને ન તો ચંદનના શીતળ વિલેપનથી શાંત કરી શકાય છે, કે ન તો ચંદ્રનાં શીતળ કિરણોચાંદની એને શાંત કરી શકે છે. એટલું જ નહીં, ક્રોધી સ્વયં અગનગોળા જેવો થઈ જાય છે. ક્રોધી જેના જેના સંપર્કમાં આવશે, જેને જેને સ્પર્શશે, તેને તે બાળશે. એટલા માટે ક્રોધી માણસનો કોઈ મિત્ર હોતો નથી, અને તે પોતે પણ કોઈનો મિત્ર બની શકતો નથી. ક્રોધીનો કોઈ ચાહક હોતો નથી, કે નથી ક્રોધી કોઈને ચાહી શકતો. તેને ચાહે પણ કોણ ? ક્રોધી મનુષ્ય પોતાના પરિવાર માટે સદાય સંતાપકારી રહે છે. મિત્રો માટે પરિતાપકારી થઈ પડે છે. ગામમાં-ગલીઓમાં...સર્વત્ર તે બીજાંને પરેશાન કરતો રહે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૨ सर्वस्योद्वेगकारकः क्रोधः ક્રોધનો ત્રીજો વિપાક છે - ઉદ્વેગ પેદા કરવો. ક્રોધી મનુષ્યની આસપાસ સદાય ઉદ્વેગપૂર્ણ વાતાવરણ છવાયેલું રહે છે. સૌનાં લ્કય અને મન ભારે રહે છે. જ્યાં સુધી ક્રોધી માણસ ઘરમાં હશે ત્યાં સુધી ઘરવાળાંનાં મન ઉદ્વિગ્ન રહેશે. તે જ્યાં સુધી દુકાનમાં, ઑફિસમાં રહેશે ત્યાં સુધી ત્યાંના લોકો અશાન્ત તેમજ ઉદાસીન દેખાશે. ક્રોધી ન તો સ્વયં સુખી રહેશે, ન તો બીજાને સુખ આપી શકશે. એ આપી પણ કેવી રીતે શકે? તેની પોતાની પાસે જ જ્યારે સુખ નથી તો પછી બીજાંને આપી શકે કેવી રીતે ? वैरानुषङ्गजनकः क्रोधः . ક્રોધનો ચોથો વિપાક છે - વેર ઉત્પન્ન થવું. ક્રોધથી વેરનો જન્મ થાય છે. એક વ્યક્તિ પ્રત્યે વારંવાર ક્રોધ યા ગુસ્સો કરવાથી વેરની ગાંઠ બંધાઈ જાય છે. આ વેરની ગાંઠ તો કેન્સરની ગાંઠ કરતાં પણ વધુ ભયાનક છે. કેન્સરની ગાંઠ કદાચ એક વાર પ્રાણ લઈ લે છે, પરંતુ વેરની ગાંઠ તો જન્મોજન્મ ભાવપ્રાણોનો નિશ્ચિત વિનાશ કરે છે. “સમરાદિત્ય કથા’ના અગ્નિશમને તમે લોકો નથી જાણતા ? ગુણસેન રાજા પ્રત્યે અગ્નિશમના ચિત્તમાં ક્રોધનો જન્મ થયો અને વેરની ગાંઠ બંધાઈ ગઈ. એ ગાંઠે નવ નવ જન્મો સુધી દુઃખ આપ્યું ને? વેર બાંધીને શું માણસ સુખી થઈ શકે છે? क्रोधः सुगतिहन्ताः ક્રોધનો પાંચમો વિપાક છે – સન્માર્ગનો નાશ. ક્રોધી મોક્ષ માર્ગે પ્રયાણ કરી શકતો નથી, કારણ કે મોક્ષમાર્ગ તો સમતાધારીનો માર્ગ છે. તીવ્ર ક્રોધથી અભિભૂત વ્યક્તિ ક્ષમાદિ ધર્મોની આરાધના કરવામાં સમર્થ બની શકતી નથી. તે તો હિંસા વગેરે પાપાચારોમાં પ્રવૃત્ત થઈને દુગતિની ઊંડી ખાઈમાં પટકાઈ જાય છે. તમે સુભૂમ ચક્રવર્તીની કથા નથી સાંભળી ? તેને નર્કમાં કોણ લઈ ગયું? આ ક્રોધ જ! એ જ રીતે પરશુરામની અધોગતિ કેમ થઈ હતી ? આ ક્રોધને કારણે જ. વાતવાતમાં ક્રોધ, ગુસ્સો, કષાય કરનાર આત્મા શું મોક્ષપ્રાપ્તિ કરી શકે? અરે ! મોક્ષપ્રાપ્તિ તો દૂર રહી, સંસારનાં ભૌતિક સુખ પણ એને માટે અપ્રાપ્ય બની જાય છે. ક્રોધના આ કટુ વિપાકો જાણીને જીવવા માટે શું ક્રોધનો સહારો લેવો? ક્રોધ આત્માની અધોગતિ કરે છે, આત્માનું ચોતરફથી પતન કરે છે, તો પછી એનો સંગ શા માટે કરવો? જે ધખધખતા અંગારા કરતાં પણ વધારે ભયાનક છે, એવા ક્રોધને સ્પર્શવો પણ શા માટે? Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન : ભાગ ૪ ક્રોધમાં હોશ ખોઈને જો વેરની ગાંઠ બાંધી દીધી તો સમજવું કે સર્વસ્વ લુટાઈ ગયું ! આટલું જાણ્યા-સમજ્યા પછી પણ જો ક્રોધનો ત્યાગ નહીં કરો તો સમજી લેજો કે તમે પૂર્ણ રૂપમાં જિંદગી હારી જશો. બનવાજોગ છે કે તમારી અજ્ઞાનમૂલક માન્યતા તમને ક્રોધ કરવા પ્રેરિત કરે, ક્રોધનાં કેટલાંક સારાં પરિણામ પણ બતાવે. પરંતુ છેવટે તો તેનાં પરિણામ દુઃખદ જ આવે છે. આ રીતે ક્રોધના વિપાકોનું ચિંતન કરવું જોઈએ. કેટલો સમય છે તમારી પાસે, એના હિસાબે ઓછુંવતું ચિંતન કરવાનું છે. હવે માનકષાયના વિપાકોનું ચિંતન બતાવું છું. માનકષાયના વિપાકઃ मानाद् विनयोपघातः માન-અભિમાન કષાયનો પ્રથમ વિપાક છે - વિનયનો નાશ. માની-અભિમાની માણસ ગુરુજનોનો-વડીલોનો વિનય નથી કરતો અને વિનય વગર જીવનમાં ધર્મ આવી શકતો નથી. વિનયમૂો ધમ્મો ધર્મનું મૂળ જ વિનય છે. જેના જીવનમાં વિનય નથી, તેના જીવનમાં ધર્મ નથી હોતો. અભિમાની મનુષ્ય ધાર્મિક નથી બની શકતો. માન-અભિમાનનો બીજો વિપાક છે - જ્ઞાનને કલંકિત કરવું. જ્ઞાની પુરુષ જો અભિમાની હશે તો જ્ઞાનને કલંકિત કરશે. પોતે પણ કલંકિત બને છે, અને જનસમૂહની નજરમાં પોતાની જાતને, પોતાના વ્યક્તિત્વને અને પોતાની પ્રતિભાપૂર્ણ પ્રજ્ઞાનું પતન કરે છે; જ્ઞાનના ગૌરવને પણ હાનિ પહોંચે છે. જ્ઞાનનું જે પરિણામ આવવું જોઈએ, જે ફળ આવવું જોઈએ તે મળતું નથી. આથી જ્ઞાનનું અવમૂલ્યન થાય છે. માન-અભિમાનનો ત્રીજો વિપાક છે - પવિત્ર ધર્મક્રિયાઓની મહત્તાનું પતન કરવું. ધર્મક્રિયાઓ કરનારા કદાચ અભિમાની હોય તો તેમના મનમાં ક્રિયાઓ પ્રત્યે પ્રીતિભાવ ઉત્પન્ન થતો નથી. માન-અભિમાનનો ચોથો વિપાક છે - લોકપ્રિયતાનો અભાવ. અભિમાની માણસ વિનયશીલ તો હોતો જ નથી, અને વિનયહીન માણસ લોકહૃદયમાં આદરપૂર્ણ સ્થાન પામી શકતો નથી. તે માણસ સર્વજનપ્રિય બની શકતો નથી. શું તમે એવું વિચારો છો કે અભિમાની બનીને ય આપણે ધર્મની કલ્યાણમયી આરાધના કરી શકીશું? એવી માન્યતામાં ફસાવાનું નથી, એ તો માયા-મૃગજળ જેવી ગુંચવણ છે; ભ્રમણાની ભુલભુલામણી છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૨ માન-અભિમાનનો પાંચમો વિપાક છે - ધર્મ નહીં, ધન નહીં અને ભોગસુખ નહીં જિંદગીમાં બાકી શું રહ્યું ? નમ્ર, વિનયી અને મધુરભાષી માણસ જ ધર્મ આચરવાની યોગ્યતા ધારણ કરે છે. ધનોપાર્જનમાં પણ પ્રાયઃ સફળતા મળે છે અને ભોગસુખ પણ પ્રાપ્ત થાય છે. એટલા માટે ગ્રંથકાર કહે છે કે વિનીત, વિનમ્ર અને મધુરભાષી બનો. એથી તમે અને તમારું જ્ઞાન અન્યના ર્દયમાં સ્થાન પામી શકશે. અન્ય લોકોના દ્ધયમાં જ્ઞાન અને જ્ઞાની માટે અનોખું સ્થાન મળી જશે. તમારી પવિત્ર ધર્મક્રિયાઓનું ગૌરવ વધશે, અને તમારી નમ્રતા સાચા અર્થમાં તમને ધાર્મિક બનાવી દેશે. માન-કષાયનો વિપાક બતાવીને હવે માયા-કષાયનો વિપાક બતાવું છું. માયાના કટુ વિપાક : शाठ्यात् प्रत्ययहानि : માયા-કપટથી વિશ્વાસનો ભંગ થાય છે - આ માયાનો પ્રથમ વિપાક છે. જો તમે માયા કરતા રહેશો તો કોઈ તમારો વિશ્વાસ નહીં કરે. લોકો તમને શંકાશીલ નજરથી જોશે. તમારો પરિવાર, મિત્રો, સ્નેહી-સ્વજનો.... કોઈ પણ તમારી ઉપર વિશ્વાસ કરવા તૈયાર નહીં થાય. માયા વિશ્વાસઘાત કરાવે છે. સાપ ભલેને શાન્ત રીતે સૂઈ રહ્યો હોય, પણ કોઈ એનો વિશ્વાસ નથી કરતું. જેમ સાપે આખા વિશ્વનો, સમસ્ત માનવજાતનો વિશ્વાસ ખોઈ દીધો છે, એનો કોઈ ભરોસો નથી કરતું, એ જ રીતે માયાવી-કપટી વ્યક્તિ પણ સમાજ માટે અવિશ્વસનીય બની જાય છે. માયા-કપટ કરીને, છેતરપીંડી કરીને મનુષ્ય પોતાના વ્યક્તિત્વને નીચે ઉતારે છે. મનુષ્યની પ્રતિષ્ઠા પર દાગ લાગી જાય છે. ભલે ને તમે બે-ત્રણ વાર જ માયા કરી હશે, છળ કર્યું હશે, અને એ દ્વારા ધન-સંપત્તિ કમાઈ લીધી હશે, તમારો કોઈ સ્વાર્થ સિદ્ધ કરી લીધો હશે, પરંતુ તમારું કરતૂત જગત સામે આવી ગયું તો પછી દુનિયા તમને બેઈમાન માનશે. પછી ભલેને તમે છળ-કપટ છોડી દો, પરંતુ વિકત બની ચૂકેલા તમારા વ્યક્તિત્વને સુધારવું-બદલવું કપરું થઈ પડશે. લોકો વિચારશે - "ભલે આ અત્યારે સરળ દેખાતો હોય, પરંતુ તેની સરળતામાં દંભ છપાયેલો છે. સરળતાનો દેખાવ કરીને, દુનિયાના ભોળા માણસોને વિશ્વાસમાં લઈને તે એક દિવસ સૌને દગો દેશે. એનો કપટી સ્વભાવ સુધરવાનો નથી. એ તો “સો ઉંદરો મારીને બિલાડી પાટે બેઠી'... વગેરે.” આવા અનેક વિચારો તમારા માટે લોકોમાં ફેલાશે. Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન : ભાગ ૪ તમે લોકોની સમાજની અવગણના ન કરી શકો. કદાચ તમે ગુસ્સામાં બોલી નાખો કે “મારે દુનિયા સાથે શું લેવા-દેવા ? મને કોઈની ય પરવા નથી. લોકોને વિશ્વાસ હોય કે ન હોય, મારે શું નિસ્બત ?" પરંતુ સંસાર-વ્યવહારમાં અન્ય લોકોનો વિશ્વાસ સંપાદન કર્યા વગર ચાલતું નથી. હા, અવિશ્વાસની કાલિમાથી કલંકિત જીવન જીવનારા માણસો તમે જોયા હશે. તમે એમના જીવનના ઊંડાણમાં જોશો તો અશાન્તિ, ક્લેશ અને સંતાપ સિવાય બીજું કશું જોવા મળશે નહીં. હા, જો તમને એવું જીવન પસંદ હોય તો ચાલ્યા કરો માયાના રસ્તા ઉપર ! પરંતુ ધ્યાન રાખજો, અશાન્તિની આગમાં સળગતા રહેશો. તમે તમારા પારિવારિક જીવનમાં, પરિવારના સભ્યો સાથે, માયા-કપટની જાળા બિછાવશો અને તેમને તમારી આ માયા-જાળની ખબર પડી જશે તો તમે તમારા જ પરિવારનો વિશ્વાસ ખોઈ બેસશો, પત્ની, પુત્ર, પુત્રી તમામ સ્વજનો તમારા પ્રત્યે શંકાની નજરે જોતા થશે. પરિવારમાં પ્રેમ-સ્નેહની ઓટ આવી જશે. અને તમારો જ પરિવાર તમારા પ્રત્યે નફરત કરશે. માયાનાં આ તમામ પરિણામોનો વિચાર કરવાનો છે. સમાજની સાથે તમે દગાબાજી કરી, વેપાર અને ધાર્મિક સંસ્થાઓના હિસાબ-કિતાબમાં ગોલમાલ કરી અને તમારી દગાબાજીનો પડદો ઊંચકાયો તો તમે સમાજની નજરમાં દગાખોર, મકાર' બની જશો. હજારો લોકોની આંખો તમારા ઉપર નફરત વરસાવશે. હજારો જીવાઓ ગાળો બોલશે. કદાચ તમારે માટે ઘરમાંથી બહાર નીકળવું ભારે થઈ પડશે. માયાવી ગૃહસ્થ હોય કે માયાવી સાધુ હોય, કોઈ પણ હોય, માયાનું આવરણ સૌના મનમાં માત્ર અશાન્તિ જ ઉત્પન્ન કરે છે. અશાંત માણસ ધર્મની મંગલમયી આરાધના સાચા સ્વરૂપમાં નથી કરી શકતો. મનુષ્ય પોતાના પાપોને ઢાંકવા માટે ભલે માયાનો સહારો લે, પરંતુ તેનું પાપાચરણ તેના આત્માને અસ્થિર, ચંચળ અને અશાંત જ બનાવશે, એટલું જ નહીં માયાવીના માથા ઉપર આપત્તિઓ ઝળુંબી રહે છે. તે ક્યારે કઈ આપત્તિમાં ફસાઈ જાય તે કહી શકાય નહીં. આટલી ભયાનક માયાને કોઈ બુદ્ધિશાળી માનવી કેવી રીતે પોતાના જીવનમાં સ્થાન આપી શકે ? કોણ માયાનો સહારો લેશે ? તમે લોકો તો બુદ્ધિશાળી છો ને? પ્રજ્ઞાવંત છો ને ? તો માયા ન કરવી. માયા છોડી દેવી. લોભના કરુણ વિપાકઃ હવે લોભના દારુણ વિપાકો બતાવું છું. એકાગ્રતાથી સાંભળજો. સ્થિર ચિત્તે સાંભળજો. Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૨ सर्वगुणविनाशं लोभात् લોભનો આ અતિભયંક૨ અને પ્રથમ દારુણ વિપાક છે - સર્વ ગુણોનો વિનાશ ! લોભથી માણસના સર્વ ગુણોનો વિનાશ થાય છે. જો તમને સર્વ ગુણોનો વિનાશ માન્ય હોય તો લોભદશા ટકાવી રાખજો ! જો તમે તમારા જીવન-બાગમાં ક્ષમાનાં સુમનોની સુવાસ ઇચ્છતા હો, નમ્રતા અને સરળતાનાં આમ્રવૃક્ષોની શીળી છાયા ઇચ્છતા હો, સંતોષ અને સત્યનાં મધુર ફળોનો આસ્વાદ કરવા ઇચ્છતા હો તો તમારે લોભનો ત્યાગ કરવો જ રહ્યો. : ૭ લોભ તમને અહિંસાની સાધના કરવા દેશે નહીં. લોભ તમને સત્યની છાયામાં બેસવા દેશે નહીં, લોભ તમને સદાચારી નહીં રહેવા દે. લોભ તમને દાન કરતાં રોકશે. લોભ તપશ્ચર્યાના માર્ગમાં મુશ્કેલી ઊભી કરશે. તમારા મનમાં શુભ ભાવનાઓને પ્રવેશવા દેશે નહીં. એક પણ ગુણ નહીં રહેવા દે તમારા જીવનમાં ! વિચાર કરો, ગુણવિહીન જીવન શું તમને શાન્તિ આપશે ? ગુણવિહીન જીવન શું આત્મકલ્યાણનું સાધન બની શકશે ? એટલા માટે કહું છું કે ગુણસમૃદ્ધિનો નાશ કરનાર લોભને દૂર કરો. લોભનો બીજો દારુણ વિપાક છે - સર્વનાશ ! લોભ સર્વવિનાશોનું આશ્રયસ્થાન છે. જેટલાં વિનાશકારી તત્ત્વો છે, જેટલાં હાનિકારક તત્ત્વો છે, તે તમામે તમામ લોભના આશ્રયસ્થાનમાં આરામ પ્રાપ્ત કરી રહ્યાં છે ! બીજે ક્યાંય આ તત્ત્વોને આશ્રય મળતો નથી. લોભના આશ્રયસ્થાનમાં તમને ચોર મળી જશે. પરસ્ત્રીલંપટ મળી જશે. ક્રૂરતા ય ત્યાં જ ભેટી જશે. તમામ દુઃખ-દર્દો તેમજ પીડાઓ પાસે પહોંચવાનો ખૂબ જ સીધો અને સરળ રસ્તો આ લોભ છે ! તમામ દુઃખો તમને લોભના રાજમાર્ગ પર આવી મળશે. લોભ રાજમાર્ગ છે ને ? એટલે એના ઉપર ચાલવા માટે સૌનો હક્ક છે. કોઈના ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. પરસ્ત્રીગમન, ચોરી, જુગાર, શિકાર, શરાબ, વચનવિકાર, કપટલીલા વગેરે તમામ દુર્વ્યસનો લોભના રાજમાર્ગ ઉપર મજાથી ચાલી રહ્યાં છે. આત્મામાં લોભદશા પ્રબળ બનતાં જ મહાવિનાશકારી પાપોનું આગમન ચાલુ થઈ જશે. ભયંકર વ્યસનોના તંબુ તમારી આત્મભૂમિ ઉપર ખોડાઈ જશે. લોભ માત્ર ધનસંપત્તિનો જ નથી હોતો, સુખ માત્રનો લોભ હોય છે. પંચેન્દ્રિયના તમામ વિષયસુખોનો લોભ હોય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના પ્રિય - મનપસંદ સુખોનો લોભ હોય છે. સુખ પ્રાપ્ત કરવાની અને પ્રાપ્ત સુખોના ઉપભોગની તીવ્ર વાસના લોભદશા છે. આ વાસના જ જીવોને વ્યસનોના ગુલામ બનાવી દે છે. આવો લોભી જીવ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન : ભાગ ૪ વ્યસનોનો ગુલામ બનેલો જીવ શું સુખશાન્તિ પામી શકે ? પ્રસન્નતા અથવા પ્રીતિ પામી શકે? ના, જરા પણ નહીં. જે લોભ દશાને પનારે પડ્યોતે ન તો કોઈ સુખ પામી શકે છે કે ન તો કોઈ શાન્તિ-પ્રસન્નતાનો અનુભવ કરી શકે છે. તેનું આખું જીવન દુઃખ, દર્દ અને વેદનાથી ભરાઈ જાય છે. પીડા અને પરિતાપ સિવાય એને કશું મળતું નથી. શું તમે વિપાક સૂત્ર'ના પેલા શ્રેષ્ઠીપુત્ર ઉક્ઝિતકની વાત નથી સાંભળી? વૈષયિક સુખની તીવ્ર લાલસાએ તેને વ્યસનોનો ગુલામ બનાવી દીધો હતો. તે શરાબી બન્યો, જુગારી બન્યો. માંસભક્ષી અને વેશ્યાગામી ય બની ગયો. કામધ્વજા નામની વેયા સાથે ભોગસુખોમાં ડૂબેલો રહ્યો... પરિણામ શું આવ્યું? નગરના રાજાએ કામધ્વજાને પોતાના ઉપભોગ માટે પસંદ કરી લીધી! ઉક્ઝિતકને તેની પાસે ન જવાની કડક સૂચના આપી દેવામાં આવી. પરંતુ વેશ્યાના સુખનો ગુલામ બનેલો તે ઉક્ઝિતક વેશ્યા પાસે ગયા સિવાય કેવી રીતે રહી શકે? ચોરીછૂપીથી તે ગયો જ. રાજાના નોકરોએ તેને પકડી પાડ્યો. રાજાના આદેશથી સૈનિકોએ એને ભયંકર યાતનાઓ આપી અને અંતમાં એને શૂળીએ લટકાવી દીધો. વિચારજો, પચીસ વર્ષનો તે સોહામણો યુવાન, તેને સુખભોગની તીવ્ર લાલસાને કારણે શૂળી પર મોત ભેચ્યું. મરીને તે પહેલા નર્કમાં ગયો. હવે વિચારો કે આવા દારુણ લોભને જીવનમાં સ્થાન આપવું તે શું યોગ્ય છે? આવા લોભને પનારે પડીને શું સુખશાંતિ મળી શકશે? અજ્ઞાની માણસ સુખ મેળવવા લોભનો સહારો લે છે. કેવી મોટી ભૂલ કરે છે? જાણે કે તે જીવવા માટે ઝેરનો પ્યાલો પી રહ્યો છે. પોતાની જતને સુરક્ષિત કરવા માટે સિંહની ગુફાની શોધ કરી રહ્યો છે. આવા લોભીને કોણ મનાવે ? કોણ સમજાવે ? વિનાશક તત્ત્વોને તે પરમ હિતકારી માની બેઠો છે. દગાખોરને તે વિશ્વસનીય માની બેઠો છે. તેને કોણ બચાવે ? તમામ પાપોનું મૂળ છે લોભ. લોભી કયું પાપ નથી કરતો? તે તો દરેક પાપ કરવા તૈયાર છે. તે પાપોને માને છે જ ક્યાં ? તેને તો માત્ર ઇન્દ્રિયનાં વિષયસુખ જ નજરે આવે છે. ધ્યાન રાખજો. સુખ પામવા માટે લોભની નજીક ન જતા. બનવાજોગ છે કે દૂરથી તમને સુખ દેખાય પણ ખરું, પરંતુ તે તો માત્ર ભ્રમણા હશે. સુખની આડાશમાં તમે વિચારી પણ નહીં શકો એવાં ભયાનક દુઃખ છુપાઈને બેઠાં છે. આ રીતે આ ક્રોધ માન, માયા અને લોભ જીવાત્માઓનાં દુઃખના કારણરૂપ છે. નરક વગેરે સંસારના ભયંકર માર્ગોનું નિર્માણ કરનારાં છે. - હવે હું તમને ચારે કષાયોના સમૂહરૂપ વિપાક બતાવીશ. કષાયોના વિપાક સાંભળીને કષાયોથી મુક્ત થજો. Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ઉર ‘પ્રશમરતિ’ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે ઃ एवं क्रोधो मानो माया लोभश्च दुःखहेतुत्वात् । सत्त्वानां भवसंसारदुर्गमार्ग-प्रणेतारः ||૩|| આ રીતે આ ક્રોધ, માન, માયા અને લોભ જીવાત્માના દુઃખના કારણરૂપ હોવાથી નરકાદિ સંસારના ભયંકર માર્ગનું નિર્માણ કરનારાં છે.’ ૯ નકગતિ અને તિર્યંચગતિ - સંસારની ભયાનક ગતિઓ છે. નરકગતિ આપણા માટે પરોક્ષ છે, પરંતુ તિર્યંચગતિ તો પ્રત્યક્ષ છે ને ? પશુ-પક્ષી અને કીડાઓનું જીવન તો આપણી સામે જ છે. તેમની જિંદગીમાં ઘેરાયેલાં દુઃખોનાં વાદળો શું તમે નથી જોતા ? કતલખાનામાં ક્રૂરતાથી કતલ થતાં જનાવરોની કંપારી ઉત્પન્ન કરે તેવી ચીસો તમે નથી સાંભળતા ? શિકારીઓની અગ્નિ ઓકતી બંદૂકોથી વીંધાતાં, તીરથી ઘાયલ થઈ જમીન પર પડેલાં અને દર્દથી તરફડતાં પંખીની વેદનાભરી અવસ્થા શું તમે કદી જોઈ નથી ? કોઈ નદી યા સરોવરને કિનારે બેસીને કોઈ માછીમાર જ્યારે પોતાની જાળમાં ફસાયેલી માછલીઓને પથ્થરની શિલા ૫૨ પટકીને મોતને ઘાટ ઉતારે છે, એ સમયનું હૃદયને કંપાવનારું દ્રશ્ય શું તમે નથી જોયું ? જીવતે જીવતાં માસૂમ વાછરડાંઓને ગરમાગરમ ઊકળતા પાણીમાં ડુબાડીને તેમની ચામડી ઉતારનારાઓનાં કરતૂતો શું તમે નથી સાંભળ્યાં ? તિર્યંચયોનિના સંસારની ભયંકરતાના આ તો બે-ચાર જ નમૂનાઓ છે. બાકી આટલી જ નહીં પરંતુ આનાથી ય વધારે યાતનાઓથી ભર્યોભર્યો તિર્યંચયોનિનો સંસાર છે. અને નરકગતિના દર્દ, પીડા અને પરિતાપથી ભરેલો સંસાર આજે આપણે આપણી નજરે જોઈ શકતા નથી, પરંતુ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ જ્ઞાનદ્રષ્ટિના માધ્યમથી આપણને બતાવ્યો છે. સભામાંથી : નકગતિ પ્રત્યક્ષ નથી દેખાતી.... જો દેખાતી હોત તો અમારાં તમામ પાપ છૂટી જાત ! મહારાજશ્રી ઃ આંખોથી જોવાનો આગ્રહ ન રાખો. આપણે એ ભયંકર વેદનાને જોઈ જ નહીં શકીએ. આપણું માનવહ્દય એ ભયાનક વેદનાઓને સહી જ નહીં શકે. દિલ અને દિમાગ બેહોશ થઈ જશે. આપણે કદાચ જમીન પર પટકાઈ પડીશું. અરે, આપણે તો કતલખાનામાં થતી પશુહિંસાને - કતલને જોવા માટે પણ શક્તિ ધરાવતા નથી, તો પછી આટલા ભાવુક હૃદયવાળા માણસો માટે નરકની કારમી વેદનાઓને, નૃશંસ હત્યાઓને જોવી એ કેટલે અંશે શક્ય છે ? આવી દુઃખમય ન૨કગતિ અને તિર્યંચગતિના સર્જકો આ કષાયો છે. જીવોને સતત આ રસ્તે ચાલવાની પ્રેરણા આપનારા તો આ કષાયો છે. દુર્ગંતમાં સારી રીતે પહોંચાડનારા પણ આ કષાયો જ છે ! * ક્રોધે શું પરશુરામને ક્ષત્રિય-હત્યાનો આદેશ આપ્યો ન હતો ? અને નરકમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધકેલ્યા ન હતા ? * અભિમાને શું રાવણને યુદ્ધના મેદાનમાં મોકલ્યો ન હતો ? અને ખરાબ રીતે પરાજિત કરીને સીધો જ નરકમાં રવાના કર્યો ન હતો ? વક જીવન : ભાગ ૪ * માયાએ રુક્મી રાજાને હૃદયની અશુભ ભાવનાઓને છુપાવી દેવાનો ઉપદેશ આપીને, નરક અને તિર્યંચગતિમાં ભટકાવ્યો ન હતો ? * શું લોભે મમ્મણ શેઠને કૃપણતાના પાઠ ભણાવ્યા ન હતા ? રૌદ્રધ્યાન શીખવીને એને સાતમી નરકમાં પહોંચાડ્યો ન હતો ? ક્રોધના આવેશો, અભિમાની પ્રેરણાઓ, માયાની સલાહો અને લોભની લાલચોમાં ફસાયેલા - ભ્રમિત થયેલા જીવો હિંસા, જૂઠ, ચોરી અને દુષ્ટ આચરણના ભયાનક માર્ગે ચાલી નીકળે છે અને પોતાની જાતને નરક અને તિર્યંચગતિના ભયંકર સંસારમાં ધકેલી દે છે. એટલા માટે કષાયોના વિપાક સારી રીતે સમજવાના છે અને તેનું ગંભીરતાથી ચિંતન કરવાનું છે. કષાયોનાં મૂળ ઃ આ ક્રોધાદિ કષાયોનું જડમૂળ - મુખ્ય મૂળ છે મમકાર અને અહંકાર. માયા અને લોભનું જડમૂળ છે મમકાર અને ક્રોધ તેમજ માનનું જડમૂળ છે અહંકાર. મમત્વ અને અહંકારનું મૂળ આપણી આત્મભૂમિમાં ઊંડાણપૂર્વક ફેલાયેલું છે. શ્રી ઉમાસ્વાતિજીએ ‘અહં અને મમ’ને કષાયોનું મૂળ બતાવ્યું તો ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘અહં-મમ’ને મોહનો મહામંત્ર બતાવ્યો છે. ‘જ્ઞાનસાર’માં કહ્યું છે કે अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्यकृत् ॥ જ્યાં સુધી અહં અને મમનાં જડમૂળિયાં જામેલાં છે ત્યાં સુધી કષાયનાં વૃક્ષો.....ઝેરી વૃક્ષો હર્યુંભર્યાં રહેશે. મમત્વ અને અહંકારની વાસનાઓ જ્યાં સુધી પ્રબળ છે, તીવ્ર છે ત્યાં સુધી કષાયની કાલિમા રહેશે. એટલા માટે મમત્વ અને અહંકારની વાસનાઓને શોધી શોધીને બહાર ફેંકી દેવી પડશે, ત્યારે જ કષાયોનો નાશ થશે. કષાયોનો સમૂહ-ઉચ્છેદ કરવા માટે અહંકાર અને મમકારને ભયંકર હાર આપવી પડશે. કષાય-ક્ષયથી મનની નિર્મળતા ઃ પ્રશસ્ત ભાવક્રિયાનું પ્રયોજન છે મનનીચિત્તની નિર્મળતા. પવિત્ર, નિર્મળ ચિત્ત જ આપણું આન્તરિક ધન છે. એ ધનની સુરક્ષા કરવી જોઈએ. કષાય-ચોર એ ધનની ચોરી ન કરી જાય, એ માટે સાવધાન રહેવું પડશે. કષાયોના દારુણ વિપાકોનું ચિંતન કરતાં કષાયોથી મનને બચાવી લો, એ જ મંગલ કામના. ન આજે બસ, આટલું જ. Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૩ પરમ ઉપકારી, પરમ કૃપાનિધિ, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મીબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ‘શ્રાવક જીવન'ના વિષયમાં સર્વાંગીણ રૂપે માર્ગદર્શન આપ્યું છે. બાહ્ય-વ્યાવહારિક જીવનને ધર્મમય બનાવવા માટે જેવું માર્ગદર્શન આપ્યું છે એવું જ આંતરિક વ્યક્તિત્વને પવિત્ર, પ્રસન્ન અને ઉદાત્ત બનાવવા માટે પણ માર્ગદર્શન આપ્યું છે. અંતઃકરણની શુદ્ધિ માટે ‘યોગાભ્યાસ’ની પ્રેરણા આપી ‘નમસ્કારાદિ ચિંતન’નું માર્ગદર્શન આપ્યું અને પ્રશસ્ત ભાવક્રિયા' કરવાનો ઉપદેશ આપ્યો છે. હવે તેઓ મસ્થિતિપ્રેક્ષળમ્।।૮।।ની વાત કરે છે. સંસારનું વાસ્તવિક અવલોકન કરવાની વાત કરે છે. આવું અવલોકન કરીને અંતઃકરણને, ચિત્તને, હૃદયને નિર્મળ કરવાનું છે. ચિત્તની વાસ્તવિક શાન્તિ આવા ઉપાયો દ્વારા જ મળી શકે છે. સંસારના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન : સંસાર-સ્વરૂપનું અવલોકન કરવાનું છે, એટલે કે સંસારની મુખ્ય છ બાબતોનું અવલોકન ક૨વાનું છે. આ છ બાબતો જેવી બહારથી દેખાય છે એવી અંદરથી નથી. સ્થૂળ દૃષ્ટિથી ભીતરનું સ્વરૂપ દેખાતું નથી. વાસ્તવિક સ્વરૂપ એટલે કે ભીતરી સ્વરૂપ - એનું અવલોકન કરવાનું છે. જ્ઞાનવૃષ્ટિના દિવ્ય કાચ દ્વારા અવલોકન કરી શકાય છે. ગ્રંથકારે આ દિવ્યદૃષ્ટિરૂપી કાચ આપ્યો છે. આપણે તો એનો ઉપયોગ જ કરવાનો છે. જ્યારે તમે આ દિવ્ય કાચથી છ બાબતોને નિહાળશો ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જશો. ‘આ વાતોને આપણે આવી તો જોઈ જ ન હતી.....વિચારી ય ન હતી', એવું બોલી ઊઠશો. સંસારની મુખ્ય છ વાતો : સંસારની મુખ્ય છ વાતોનું અવલોકન કરવાનું છે; આ છ વાતો આ પ્રકારે છે ઃ ૧. જીવન (આયુષ્ય) ૩. યૌવન ૫. સંબંધો અને સર્વપ્રથમ આપણે જીવનનું અવલોકન કરીશું. ૨. શરીર ૪. સંપત્તિ ૬. પાંચ ઇન્દ્રિયોના વિષયો. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જીવન - આયુષ્ય ઃ એક ૩૦ વર્ષના યુવકે મને જણાવ્યું : ‘લગ્ન થયા પછી આઠ વર્ષ બાદ મને પુત્રની પ્રાપ્તિ થઈ. અમારો પતિપત્નીનો આનંદ આકાશને આંબવા લાગ્યો. અમે અમારી જાતને કૃતાર્થ માની લીધી. પુત્ર પ્રત્યે અપાર સ્નેહ ઊભરાવા લાગ્યો. ખૂબ પ્રિય હતો પુત્ર, પરંતુ એક વર્ષનો થઈને પુત્ર અચાનક મૃત્યુની ગોદમાં સમાઈ ગયો. અમે બંને જણાં મૂઢ થઈ ગયાં. સતત કલ્પાંત કરતાં રહ્યાં...' વગેરે બાબતો તેણે મને જણાવી. જીવનનું અવલોકન કરવાની દિવ્યદૃષ્ટિ એ યુવક પાસે ન હતી એટલા માટે જીવનને...પુત્રના જીવનને સાચા સ્વરૂપમાં સમજી શક્યો નહીં. “પુત્રનો જન્મ થયો છે એટલા માટે તે દીર્ઘકાળ સુધી જીવશે....૧૦૦ વર્ષ જીવશે,' એવી કલ્પના કરી લીધી. આ કલ્પનાને આધારે અનેક કલ્પનાઓનો મહેલ બાંધી લીધો ! પરંતુ જીવનનું વાસ્તવિક અવલોકન કર્યું નહીં. णय किंचि वि सासयं अत्थि । શ્રાવક જીવન : ભાગ ૪ કશું ય શાશ્વત નથી. જે ઉત્પન્ન થાય છે, તેનો અવશ્ય વિનાશ થાય છે. જેનો જન્મ થાય છે તેનું ગમે ત્યારે ય મૃત્યુ થઈ શકે છે. આ વાસ્તવિકતાનો વિચાર એ દંપતીએ કર્યો ન હતો. – “નમ્ન મળેળ સમં સંપન્નરૂ।' જન્મ અને મરણ પરસ્પર જોડાયેલાં હોય છે; આ વાસ્તવિકતા છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો. વાસ્તવિકતાનો સ્વીકાર કરનાર મનુષ્ય સદૈવ નિરાકુલ રહે છે. પ્રસન્નચિત્ત રહે છે. - દરેક જીવાત્મા પૂર્વજન્મમાં પોતાનું આયુષ્યકર્મ બાંધીને જ આવે છે. વિશિષ્ટ જ્ઞાની સિવાય કોઈ જાણી શકતું નથી કે ‘આનું કેટલું આયુષ્ય છે ?' સામાન્ય રીતે દરેક મનુષ્ય દીર્ઘ આયુષ્યની જ કલ્પના કરે છે. અરે ! કેટલાક લોકો તો મૃત્યુની કલ્પના જ કરતા નથી. શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણના મૃત્યુ અંગે કદી વિચાર જ કર્યો ન હતો. જ્યારે અચાનક લક્ષ્મણનું મૃત્યુ થયું તો શ્રીરામ માનવા માટે તૈયાર જ ન હતા કે ‘લક્ષ્મણનું મૃત્યુ થયું છે !’ લક્ષ્મણનો મૃતદેહ પોતાના ખોળામાં લઈને બેસી ગયા. પછી ખભે ઊંચકીને અયોધ્યાના રાજમાર્ગ પર ફરવા લાગ્યા. છ મહિના સુધી તેમને લક્ષ્મણના મૃત્યુની વાત સ્વીકારી ન હતી, કારણ કે લક્ષ્મણ ઉપર શ્રીરામને અપાર સ્નેહ હતોઅપાર પ્રેમ હતો. એવો પ્રેમ, એવો રાગ જીવનની વાસ્તવિકતાનું ભાન કરવા દેતો નથી. મનુષ્યનું આયુષ્ય પવન જેવું ચંચળ છે. ગમે ત્યારે જીવન નષ્ટ થઈ શકે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રવચન ૭૩ આ જીવનની સાચી વાસ્તવિકતા છે. એટલા માટે પોતાના અને બીજાનાં જીવન સાથે મોહ ન રાખવો જોઈએ. તીવ્ર રાગ ન રાખવો જોઈએ. જીવનના આયુષ્યની વાસ્તવિકતાનું ભાન સતત રહેશે તો રાગ ટકી શકશે નહીં. મોહ રહેશે નહીં. જેવું રામચંદ્રજીને વાસ્તવિકતાનું ભાન થયું કે તરત જ લક્ષ્મણ પ્રત્યેનો મોહ દૂર થઈ ગયો. એમના ચિત્તમાં વિરક્તિ આવી ગઈ અને તેઓ ગૃહત્યાગ કરીને શ્રમણ બની ગયા. જીવન-આયુષ્ય અસ્થિર છે, વિનાશી છે, કોઈ પણ સમયે નાશ પામવાનું છે. આ વાત સમજી લો. શરીર : જીવાત્માના જીવનમાં મુખ્ય વાત છે શરીર ! શરીરનું મહત્ત્વ સૌએ સ્વીકાર્યું છે. જીવનમાં શરીર મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે, એ વાતમાં કોઈ શંકા નથી. પરંતુ શરીરને કઈ દ્રષ્ટિથી જોવું એ વાત સમજી લેવાની છે. બાહ્ય દ્રષ્ટિથી માણસ શરીરનું રૂપ અને શરીરનો સ્પર્શ - આ બે જ વાતો જુએ છે. શરીરનું રૂપ સારું હોવું જોઈએ; એનો સ્પર્શ સુખદ હોવો જોઈએ. ત્રીજી વાત વિચારવાની છે શરીરના આરોગ્યની. શરીર નીરોગી રહેવું જોઈએ. આ દ્રષ્ટિએ મનુષ્ય સ્નાન કરે છે, શરીરને સુવાસિત કરે છે, માલિશ કરે છે, ઔષધોપચાર કરે છે, વસ્ત્રાલંકારથી શણગારે છે. આ રીતે તે દેહાસક્ત બની જાય છે. આત્મા અને શરીરનો ભેદ ભૂલીને શરીરને જ આત્મા માનવા લાગે છે. આત્મા વિસરાઈ જાય છે. શરીરાસક્તિ-દેહાસક્તિથી મનુષ્ય પાપકર્મો બાંધતો જાય છે. શરીરના વિષયમાં અનેક ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. જ્ઞાની પુરુષોએ શરીરનું આંતરિક અવલોકન કરવાની પ્રેરણા આપી છે. બહારથી સુંદર, આકર્ષક તેમજ નીરોગી દેખાતું શરીર અંદરથી કેવું છે, એ વિચારવા જેવું છે. सयल कुहियाण पिंडं-किमि-कुल-कलियं अउव्व दुग्गंधं । मलमुत्ताण य गेहं देहं जाणे हि असुइमयं ॥ “આ શરીર ઘણી અશુદ્ધ - ગંદી વસ્તુઓથી બનેલું છે. શરીરની અંદર કૃમિ વગેરે અસંખ્ય જીવ ભરેલા પડ્યા છે. તે અત્યંત દુર્ગધમય છે અને મળમૂત્રનું ઘર છે. શરીરને અપવિત્ર માનો.” * મનુષ્ય-શરીર છિદ્રવાળા મદિરા-ઘટ જેવું છે. મદિરાનો ઘડો ધોવાથી પવિત્ર બની શકતો નથી તેવી રીતે મનુષ્ય-શરીર પણ ધોવાથી પવિત્ર બની શકતું નથી. * મનુષ્ય-શરીર લસણ જેવું છે. જેવી રીતે લસણમાં સ્વાભાવિક દુર્ગધ હોય છે, એ જ રીતે શરીર પણ દુર્ગધથી ભરેલું છે. ભલે સ્નાન કરો, વિલોપન કરો, યા અત્તર લગાડીને સુગંધિત કરો. થોડોક સમય તે ભલે સુગંધિત રહે, પરંતુ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૪ થોડીક વાર પછી એમાંથી દુર્ગંધ છૂટે છે. * શરીર સ્વયં તો અપવિત્ર છે જ, શરીરના સંપર્કમાં આવનાર વસ્ત્ર, ભોજન વગેરે પણ ગંદાં થઈ જાય છે. શ્રાવક જીવન : ભાગ ૪ * પુરુષના શરીરમાં નવ છિદ્રો હોય છે, એ છિદ્રોમાંથી અપવિત્રતા વહેતી રહે છે. સ્ત્રીના શરીરમાં બાર છિદ્રો હોય છે, એ છિદ્રોમાંથી અશુદ્ધિ-અપવિત્રતા નીકળતી જ રહે છે. આવા શરીર ઉપર આસક્તિ કેવી રીતે થાય ? શરીરનું આ ભીતરનું અવલોકન છે. આવું અવલોકન કરતા રહેવાથી આપણા શરીર પર અનુરાગ થતો નથી; અને બીજાંના શરીર ઉ૫ર ૫ણ વિરક્તિ ઉત્પન્ન થાય છે. આવો જ્ઞાની પુરુષ આત્મસ્વરૂપમાં લીન રહે છે. ‘કાર્તિકેય-અનુપ્રેક્ષા'માં કહેવામાં આવ્યું છે ઃ 'जो परदेह विरतो जिय देहे णय करेदि अणुरायं । असुइत्ते भावणा तस्स பய अप्प - सस्व-सुरतो ‘શરીરની અશુચિનું ચિંતન કરવાથી મનુષ્ય બીજાનાં શરીર પ્રત્યે વિરક્ત બની જાય છે. પોતાના જ દેહમાં અનુરાગ નથી કરતો અને આત્મસ્વરૂપમાં લીન બને છે.’ આનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી સ્વ-પર શરીર પ્રત્યે અનુરાગ રહેશે ત્યાં સુધી આત્મસ્વરૂપમાં રમણતા થવી અસંભવ છે. દેહાસક્તિ આત્મરમણતામાં બાધક થાય છે. જો આત્મધ્યાનમાં લીન બનવું હોય તો દેહની-શરીરની આસક્તિ છોડવી પડશે. જ્યારે પણ શરીર સાથે જોડાયેલી સ્નાનાદિ ક્રિયા કરો, તે સમયે શરીરની વાસ્તવિક આંતરિક સ્થિતિનું ચિંતન કરવું જોઈએ. એનાથી જાગૃતિ આવશે. શરીર ઉપર અનુરાગ નહીં થાય. શરીરના રૂપ-લાવણ્ય પ્રત્યે આકર્ષણ નહીં થાય. ‘અશુચિ ભાવના’નું ચિંતન-મનન કરતા રહો. એનાથી માનસિક શાન્તિ પ્રાપ્ત થશે. મન નિર્મળ બનતું જશે. યૌવન : સંસારની ત્રીજી વાત છે યૌવન. સામાન્ય મનુષ્ય યૌવનકાળને વૈષયિક સુખોના ઉપભોગનો સમય માને છે. અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ યૌવનકાળમાં જ થઈ શકે છે; એવું માનીને એ બે પુરુષાર્થમાં ડૂબી જાય છે. તત્ત્વજ્ઞાનીઓએ તો યૌવનકાળને ‘અંધકાર' કહ્યો છે. એવો અંધકાર કે જે સો સૂર્યોના પ્રકાશથી પણ અભેદ્ય હોય છે. જો યૌવનમાં અજ્ઞાનનો ઘોર અંધકાર હોય તો તેને ભેદવો - દૂર કરવો ખૂબ મુશ્કેલ કાર્ય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૩ . ° • યૌવન ઈન્દ્રિયોની પ્રબળ ઉત્તેજનાથી આક્રાન્ત હોય છે. • ઉદ્ધતાઈ અને વક્રતાથી યૌવન ઉન્મત્ત બની જાય છે. • યૌવનકાળમાં મનુષ્ય પ્રાયઃ વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો વિચાર કરતો નથી. • યૌવનકાળમાં માણસ માતા-પિતાનો તિરસ્કાર કરી દે છે. ગુરુજનોનો આદર કરતો નથી, પરમાત્મા પ્રત્યે પ્રીતિ-ભક્તિ થતી નથી. આવા યૌવનની આંતરિક વાસ્તવિકતાનું અવલોકન કરવાનું છે. શાન્તિથી, સ્વસ્થ ચિત્તથી અવલોકન કરવાનું છે. પ્રથમ વાત એ વિચારો કે : યૌવન ક્ષણિક છે. યૌવન કાયમ રહેનારી અવસ્થા નથી. બીજી વાત એ છે કે યૌવનમાં કરેલાં કુકર્મો વૃદ્ધાવસ્થામાં દુઃખ આપે છે. પરલોકમાં તો તેનાં માઠાં ફળ ભોગવવાં જ પડે છે. યૌવનકાળમાં પણ મૃત્યુ થઈ શકે છે. ગમે ત્યાં અને ગમે ત્યારે મૃત્યુ થઈ શકે છે. મૃત્યુ સામે યૌવન પણ લાચાર થઈ જાય છે. અતિવૈષયિક સુખભોગોથી યૌવન રોગગ્રસ્ત બની શકે છે. અતિચિંતાઓથી યૌવન નિરાશાઓથી ઘેરાઈ જાય છે. ૦ વિવિધ પ્રકારના રોગો - “હાર્ટટ્રબલ” “ડીપ્રેશન'...જેવા રોગો યૌવનને ગળી જાય આ છે યૌવનનું વાસ્તવિક અવલોકન. આ અવલોકન કરીને યૌવનનો સદુપયોગ કરવાનો નિર્ણય કરવો જોઈએ. યૌવનનો સદુપયોગ : યૌવનનો સદુપયોગ ત્યારે સંભવિત બની શકે કે જ્યારે યૌવનમાં વિવેક હોય. વિવેકસંપન્ન યૌવન જ મનુષ્યનું જીવન છે. સંકલ્પ વગર સદુપયોગ નહીં કરી શકો. કારણ કે યૌવનમાં મન અને ઇન્દ્રિયો ઉન્મત્ત હોય છે. • યૌવનમાં પ્રથમ સત્કાર્ય કરવાનું છે પરોપકારનું, જે દીન, દુઃખી અને અનાથ લોકો છે એમના ઉદ્ધારનું કાર્ય કરવું જોઈએ. આજકાલ તો એવી સંસ્થાઓ પણ છે કે જે પરોપકારનું કાર્ય કરે છે. એવી સંસ્થાઓમાં માનદ્ સેવાઓ અર્પિત કરવી જોઈએ. હૉસ્પિટલોમાં નિર્ધન દરદી હોય છે, ગરીબ દરદીઓ હોય છે તેમની દેખભાળ કરવી અને ઔષધ-અનુપાન વગેરેની વ્યવસ્થા કરવી ખૂબ મહત્ત્વનું કાર્ય છે. યૌવનમાં પોતાના આત્મા માટે તપશ્ચર્યા અને તત્ત્વજ્ઞાનનું અધ્યયન કરવું. જોઈએ. જ્ઞાની પુરુષોનો પરિચય તેમજ પરમાત્મભક્તિ કરવી જોઈએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રિાવક જીવન : ભાગ ૪ • વ્યસની તેમજ સ્વચ્છંદી યુવકો સાથે દોસ્તી ન કરવી, પરિચય ન રાખવો. એક વાત યાદ રાખો : યૌવન ફૂલ જેવું છે, તે જલદી કરમાઈ જશે. ધનસંપત્તિ : ધનસંપત્તિ સંસારની ચોથી મહત્ત્વપૂર્ણ વાત છે. સંસારમાં જે મનુષ્ય પાસે લક્ષ્મી હોય છે, વધારે લક્ષ્મી હોય છે અને સુખી માનવામાં આવે છે. અને તે લક્ષ્મીપતિ પણ પોતાની જાતને “મહાન માને છે. જ્યારે મનુષ્યની પાસે લક્ષ્મી આવે છે ત્યારે તે સમજે છે કે હવે આ લક્ષ્મી મારી પાસે જ રહેશે. પરંતુ આ ભ્રમણા છે. ધનસંપત્તિ અંગે વાસ્તવિક અવલોકન કરવાનું જ્ઞાની પુરુષોએ કહ્યું છેઃ ૦ ચક્રવર્તી અને સમ્રાટ રાજાઓ જેવા પુણ્યશાળી પુરુષોની ય લક્ષ્મી-સંપત્તિ સ્થાયી નથી હોતી, ત્યારે જે સાધારણ માનવોનો પુણ્યોદય જ હોતો નથી; એમની પાસે શું ચંચળ લક્ષ્મી સ્થિર રહી શકે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે મોટા મોટા પુણ્યશાળીઓની વિભૂતિ સ્થિર રહી શકતી નથી, તો પછી સાધારણ લોકોની તો વાત જ શું કરવી? જો તમે એવું વિચારતા હો કે : “અમે ઉત્તમ કુળના છીએ, ઘેર્યવાન છીએ, શાસ્ત્રજ્ઞ-પંડિત છીએ, મોટા શૂરવીર છીએ, સંસારના પૂજ્ય છીએ, મોટા ધમત્મા છીએ, રૂપવાન છીએ, પરોપકારી છીએ, પરાક્રમી છીએ. એટલા માટે લક્ષ્મી-સંપત્તિ અમારી પાસે સદાય ટકી રહેશે. અમારા પાંડિત્યથી, શૂરવીરતાથી, રૂપ અને પરાક્રમથી પ્રભાવિત થઈને લક્ષ્મીને અમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે...' આવું વિચારવું મૂર્ખતા છે. આવા તમામ લોકોને છોડીને લક્ષ્મી ચાલી ગઈ છે. આવાં તો હજારો દ્રષ્ટાંતો ઇતિહાસમાં પડ્યાં છે. વર્તમાન જગતમાં પણ આવાં દ્રષ્ટાંતો જોવા મળે છે, સાંભળવા મળે છે. ૦ લક્ષ્મી જલતરંગ જેવી ચંચળ છે. એક સ્થળે વધારે સમય ટકતી નથી. એટલા માટે જ્યાં સુધી તમારી પાસે લક્ષ્મી હોય ત્યાં સુધી તેનો સદુપયોગ કરી લો. સારાં કાર્યોમાં લક્ષ્મીનો વિનિયોગ કરી લો. બની શકે તેટલાં સુકૃત કરી લો. જો તમે લક્ષ્મી-ધનનું-સંપત્તિનું વાસ્તવિક અવલોકન કર્યું, તમે લક્ષ્મીની ચંચળતા જાણી લીધી. છતાં પણ જો તમે ધનસંચય જ કરતા રહ્યા, નથી ભોગવતા, નથી દાન દેતા, તો તમારું જીવન વ્યર્થ છે. સંપત્તિની, લક્ષ્મીની અંતિમ પરિણતિ વિનાશ છે. લક્ષ્મી એક દિવસ તમને છોડીને ચાલી જશે અથવા તમારે લક્ષ્મીને છોડીને ચાલ્યા જવું પડશે. - શ્રીમંતો ! શું તમે તમારી લક્ષ્મીનું-સંપત્તિનું વાસ્તવિક અવલોકન કરશો? નહીં કરો તો પસ્તાવું પડશે. જો તમે તમારી સંપત્તિનો ઉપભોગ ન કરતા હો, દાન પણ Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૩ ન આપતા હો તો તમારી સંપત્તિ અને પારકાની સંપત્તિમાં શું ભેદ પડશે? જેવી રીતે બીજાની સંપત્તિનો તમે ઉપયોગ નથી કરી શકા, અને દાન પણ નથી આપી શકતા, એ રીતે તમારી સંપત્તિ પણ દાન યા ભાગમાં કામ આવતી નથી. સોના-ચાંદીની પાટો જોઈજોઈને ખુશ થવાનું નથી. કરંસી નોટોના બંડલો જોઈને ખુશ થવાનું નથી, આ આસક્તિ આ જીવનમાં તો દુઃખ આપે છે, આવનારા જન્મોમાં પણ ભયંકર દુઃખ આપશે. ધનની આસક્તિ અતિ ભયાનક છે. મનુષ્ય ધન કમાવા માટે ઘણાં કષ્ટ વેઠે છે. પરદેશ જાય છે. પત્ની-પુત્રાદિ પરિવારથી દૂર રહે છે. દિનરાત પુરુષાર્થ કરે છે. જે તે એ ધનને ભોગવતો નથી યા દાન પણ કરતો નથી... તો તે મહામૂર્ખ છે. અનેક સમારંભ કરીને કમાયેલું ધન...પાછળ મૂકીને મૃત્યુ પામે છે. સાથે તો માત્ર પાપનાં પોટલાં બાંધીને લઈ જાય છે. ધન તો બધું અહીં જ રહી જાય છે. એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે કે ધન-સંપત્તિની આસક્તિ ન કરો. મમત્વ ન રાખો. બની શકે એટલો સદુપયોગ કરો. લક્ષ્મીની ચંચળતા યાદ રાખો, ભૂલો નહીં. સંસારના સંબંધ : સંસારની પાંચમી મહત્ત્વપૂર્ણ વાત છે સંબંધોની. સામાન્ય માણસ સંબંધોમાં સુખ જુએ છે. એટલા માટે તે નવા નવા સંબંધ બાંધતો જાય છે. પોતાની આસપાસ તે સંબંધોની જાળ ગૂંથી લે છે, પછી એ જાળમાં ફસાઈને ઘોર દુઃખનો અનુભવ કરે છે. એટલા માટે “સંબંધો'ના વિષયમાં વાસ્તવિક અવલોકન કરવું આવશ્યક છે. સંબંધોનું અવલોકન જ્ઞાનવૃષ્ટિથી કરો. સંબંધોની ક્યાં સુધી યથાર્થતા છે, સંયોગજન્ય સુખ ક્યાં સુધી વાસ્તવિક છે, એનું ચિંતન કરવાનું છે. કેટલાક મહત્ત્વપૂર્ણ સંબંધો લઈને આપણે વાત કરીએ. સંસારમાં પહેલો મહત્ત્વપૂર્ણ સંબંધ છે પતિ-પત્નીનો. વૈષયિક સુખ પ્રાપ્ત કરવા માટે આ સંબંધ સંસારમાં માન્ય કરવામાં આવ્યો છે. પરસ્પર વિશ્વાસ, પરસ્પર સહાયતા, પરસ્પરનો પ્રેમ, વગેરે વાતો આ સંબંધમાં અપેક્ષિત છે. આમાંથી એક પણ વાત બગડી જાય છે તો સંબંધ બગડી જાય છે. જો પુરુષ પત્નીનો વિશ્વાસઘાત કરે છે, અથવા સ્ત્રી પતિનો વિશ્વાસઘાત કરે છે તો સંબંધ બગડી જાય છે. જો પત્નીને પતિનો પ્રેમ નથી મળતો યા પતિને પત્નીનો પ્રેમ નથી મળતો તો સંબંધ બગડી જાય છે. આવાં તો કેટલાંય નિમિત્તો હોય છે કે જે સંબંધો બગાડે છે. સંબંધ બગડ્યા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રાવક જીવન : ભાગ ૪ પછી અશાંતિ, ક્લેષ અને સંતાપ શરૂ થઈ જાય છે. જૂઠ, ચોરી, હિંસા વગેરે ય શરૂ થઈ જાય છે. જે સંબંધ સુખ પામવા બાંધ્યો હતો તે સંબંધ દુઃખદાયી બની જાય છે, ત્યારે તો સંબંધની વ્યર્થતાનો ખ્યાલ આવવો જોઈએ ને ? જ્યારે પાપકર્મનો ઉદય થાય છે ત્યારે સ્નેહી પણ શત્રુ બની જાય છે. બીજો વિશિષ્ટ સંબંધ છે માતાપિતાની સાથે પુત્ર-પુત્રીનો. જ્યાં સુધી બાળકો નાનાં હોય છે ત્યાં સુધી માતાપિતા માટે પ્રાયઃ સમસ્યા ઊભી થતી નથી, પરંતુ જ્યારે બાળકો કિશોર અવસ્થામાં આવે છે ત્યારે માતાપિતા માટે સમસ્યા પેદા થઈ જાય છે ઃ બંનેના વિચારોમાં, કાર્યપદ્ધતિમાં, વ્યવહારમાં ભિન્નતા આવી જાય છે. એનાથી પરસ્પર ટકરાઈ જાય છે. જ્યારે છોકરા-છોકરીઓ યૌવનમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ વધારે સ્વતંત્ર બની જાય છે. માતાપિતાને પૂછ્યા વગર જ પોતાની મરજી પ્રમાણે કરે છે. માતાપિતાનો મોહ ઊતરી જાય છે. માતાપિતા અંદરઅંદર પોતાનું દુઃખ રડે છે ઃ ‘આનાથી તો વધુ સારું એ કે તેઓ નિઃસંતાન હોત.’ મારો એક પરિચિત પરિવાર હતો. લગ્ન કર્યે ૧૦ વર્ષ થઈ ગયાં હતાં. પરંતુ સંતાન ન હતું. તેઓ ખૂબ ઇચ્છતાં હતાં કે તેમને એક પુત્રની પ્રાપ્તિ થાય. એમણે બની શકે તેટલા ઉપાય કર્યા હતા. તેમને પુત્રની પ્રાપ્તિ થઈ. તેઓ ખુશીથી નાચી ઊઠ્યાં. એક જ પુત્ર હતો, પરિણામે માતાપિતાએ પોતાનો સમગ્ર પ્રેમ એના ઉ૫૨ વરસાવ્યો. છોકરો ૭-૮ વર્ષનો થયો, તેની સ્વતંત્રતા પ્રકટ થવા લાગી. માતાપિતાએ વાતને ગંભીરતાથી ન લીધી. છોકરો ભણતો ન હતો, રમતો હતો અને લડાઈ-ઝઘડા કરતો રહેતો હતો. તે જ્યારે ૧૪-૧૫ વર્ષનો થયો તો બીડી પીવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, ઘરમાંથી ચોરી કરવા લાગ્યો. છતાં ય માતાપિતાએ એને રોકવાના આવશ્યક ઉપાય ન કર્યા. છોકરો યુવાન બન્યો, માતાપિતાની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો, અપશબ્દ બોલવા લાગ્યો. પૈસાનો દુર્વ્યય શરૂ કર્યો. માતાપિતાની ચિંતા વધી ગઈ. અતિ ચિંતામાં પિતાનું મૃત્યુ થઈ ગયું. માતાએ પુત્રનાં લગ્ન કરી નાખ્યાં. છોકરાની પત્ની કંઈક સમજદાર હતી પરંતુ છોકરો તેની પત્નીની વાત ક્યાં માનવાનો હતો ? તેણે વ્યસનોમાં પિતાની તમામ સંપત્તિ ખરચી નાખી. ગામ છોડી દીધું. ગામનું ઘર, દુકાન....બધું જ વેચી માર્યું. તે શહેરમાં ગયો. માતા અતિ દુઃખી થઈને - ૨ડીરડીને મરી ગઈ. આજે એ છોકરો છોકરો નથી રહ્યો, પિતા બની ગયો છે, પરંતુ નિર્ધન સ્થિતિમાં જીવી રહ્યો છે. વર્તમાન સમયમાં માતાપિતા અને સંતાનોની વચમાં વિચારોની ઊંડી ખાઈ પડી ગઈ છે. એક બીજાથી સંતુષ્ટ નથી. સંબંધો તો નામ માત્રના રહ્યા છે. તો પણ સંબંધોનો મોહ તૂટતો નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૩ ૧૯ પારલૌકિક દૃષ્ટિથી જોવામાં આવે તો સંબંધોનું પિરવર્તન નજરે પડે છે. એક ભવની માતા બીજા ભવમાં પુત્રી અથવા પત્ની બની શકે છે, બહેન બની શકે છે. એક ભવનો પુત્ર બીજા ભવમાં પિતા બની શકે છે, ભાઈ બની શકે છે, શત્રુ બની શકે છે. એટલા માટે તો તીર્થંકર ભગવંતોએ કહ્યું છે કે, ‘સંસારમાં સર્વ જીવો સાથે આપણે સર્વ પ્રકારના સંબંધો કર્યાં છે. તમામ સંબંધો પરિવર્તનશીલ છે. કોઈ પણ સંબંધ સ્થાયી...શાશ્વત નથી.’ અને તમામ દુઃખોનું મૂળ પણ સંબંધો છે. સંયોગ છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે 'સંગોનમૂળ નીવે પાટુલપરંપરા સર્વ દુઃખોનું મૂળ સંયોગ છે, સંબંધ છે. જ્યારે અજ્ઞાની જીવ સંબંધોમાંથી સુખ શોધે છે ! આગમાંથી શીતળતા પામવાની આશા રાખે છે ! સંબંધોની પોકળતા જાણી લો, સમજી લો. સંસારનો કોઈ પણ સંબંધ તીવ્રતાથી બાંધવાનો નથી. માત્ર વ્યાવહારિક ભૂમિકા ઉપર જ સંબંધો નભાવવાના છે. સભાનતા રાખો કે તીવ્ર રાગદ્વેષ ન થઈ જાય. પાંચ ઇન્દ્રિયોના વિષય : સંસારની આ છઠ્ઠી મહત્ત્વપૂર્ણ વાત છે વિષયોની. પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયો છે. જીવાત્મા એ વિષયોમાં પ્રિય-અપ્રિયની કલ્પના કરે છે. ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે, અને એ વિષયોને કારણે ક્રોધાદિ કષાયોમાં ફસાતો જાય છે. અજ્ઞાની જીવ વિષયોમાં - ‘આ સારું છે, આ સારું નથી.' એવી કલ્પના કરે છે. આ વાસ્તવિકતા નથી. કોઈ વિષય સારો નથી હોતો, કોઈ ખરાબ નથી હોતો. સારા-ખોટાની કલ્પના મનુષ્યના મનની હોય છે. એટલા માટે તો એક દિવસે જે વસ્તુ સારી લાગે છે, તે બીજે દિવસે સારી લાગતી નથી. જે વસ્તુ આપણને સારી લાગે છે તે બીજાને સારી નથી લાગતી. એટલા માટે જ્ઞાની પુરુષો વિષયોનું અવલોકન કરવાનો ઉપદેશ આપે છે. વિષયો પ્રત્યે રાગદ્વેષ ન કરવા જોઈએ, આ મહત્ત્વપૂર્ણ વાત છે ઃ પ્રિય વિષયો પ્રત્યે રાગ અને અપ્રિય વિષયો પ્રત્યે દ્વેષ ! આ રાગદ્વેષનું ચક્ર નિરંતર ચાલતું રહે છે, આપણો આત્મા પાપકર્મોથી બંધાતો રહે છે. તીર્થંકરોએ વિષયોને વિષ સમાન કહ્યા છે. જીવે જીવવા માટે અનિવાર્ય રૂપે જેટલા વિષય-ભોગ કરવા પડે, એટલા જ કરવાનો ઉપદેશ આપ્યો છે. ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે વિષયભોગ કરવાના નથી. આમેય ઇન્દ્રિયો કદીય તૃપ્ત થતી નથી. ઇન્દ્રિયો સમુદ્ર જેવી છે ! હજારો નદીઓ સમુદ્રને મળે છે, પરંતુ સમુદ્ર કદી તૃપ્ત થયો નથી. એ રીતે ઇન્દ્રિયોને ગમે તેટલા વિષયો આપ્યા કરો, પણ તે તૃપ્ત થવાની નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રાવક જીવન : ભાગ ૪ જ્યારે માણસને મીઠા, મધુર શબ્દો સાંભળવા મળે છે તો કલાકો સુધી એમાં ખોવાઈ જાય છે. શિકારી જેવી રીતે હરણને વીંધી નાખે છે એ રીતે એને કોઈ વધતું નથી. કોઈ એના પર ગોળી ચલાવતું નથી. પરંતુ એ વખતે જે પાપકર્મો બંધાય છે, એ કર્મોની ભયાનકતા એ શિકારી કરતાં ય વધારે ભયાનક હોય છે. જ્યારે કોઈ મનુષ્ય કોઈક મનપસંદ રૂપ-સૌંદર્યના પાશમાં બંધાઈને રૂપને નિહાળે છે ત્યારે પાપકર્મ તેનું સર્વસ્વ લૂટી લેવા તૈયાર થઈ જાય છે. એનો ખ્યાલ પણ એને ક્યાં હોય છે ? સુગંધી ફૂલ, મઘમઘાટ કરતાં ચંપા-ચમેલીનાં અત્તરોસુવાસ વેરતાં ઇન્ટીમેટ’માં લીન બનેલા જીવાત્માઓ! તેમને તે વખતે પોતાના જ શરીરમાં ભરેલી બદબૂ-દુર્ગધનો ખ્યાલ નથી આવતો. એ વખતે બંધાતાં કર્મોની બદબૂ સડેલા સાપની દુર્ગધ કરતાં પણ અનંતગણી વધારે હોય છે, એ વાત તમને કેવી રીતે સમજવું ? જ્યારે માણસ મનપસંદ રસમાં, રસોપભોગમાં લીન બની જાય છે. છ યે રસોથી ભરપૂર ભોજન ઉપર તૂટી પડે છે, એમાં એકરૂપ થઈ જાય છે, એ સમયે માછલીનાં જડબાંને વીંધતા પેલા લોઢાના કાંટા કરતાં પણ ભયંકર કર્મોના તીક્ષ્ણ શૂળ આત્માની આરપાર કેવાં ઊતરી જાય છે, તે તો પ્રત્યક્ષ દ્રષ્ટા જ્ઞાની પુરષો જ બતાવી શકે. મનપસંદ અને મનવાંડ્યા વિષયોની ગોદમાં રંગરાગની હોળી ખેલતા વિષયાન્વોને કોણ સમજાવા જાય કે “ભાઈ, આ ઈન્દ્રિય-પરવશતા તને રૌરવ નર્કની વેદનાઓ વચ્ચે ધકેલી દેશે ! આ ઈન્દ્રિય-પરવશતાના પાશને ત્યજી દે, પોતાની જાતને અનુશાસિત કર. માનવ જીવનને આવું કોડીના મૂલે ન વેચી દે.' સમજાવીએ છતાં સાંભળે છે કોણ ? શબ્દ-રૂપ, રસ-ગંધ, સ્પર્શના વિષયસુખોમાં પાંચેય ઈન્દ્રિયોના માધ્યમથી ડૂબેલા મનુષ્યો કેવા બેહાલ થાય છે, અને સંસારમાં ભટકાઈ પડે છે એની કલ્પના પણ કંપાવી નાખે છે. અપ્રાપ્ત વિષયોને પ્રાપ્ત કરવાની તીવ્ર અભીપ્સા અને પ્રાપ્ત વિષયોના રક્ષણની સતત ચિંતા, ઇન્દ્રિય પરવશ જીવને કેટલી ઘોર પીડા આપે છે, એનો જરાક તો વિચાર કરો? સ્વચ્છંદી મનુષ્યની આ પરવશતા એને ભવસાગરમાં ખૂબ ઊંડો ડૂબાડી દે છે. શબ્દાદિ વિષયો સાથે પ્રીતિ બાંધતાં અને રંગરાગ ખેલતાં તમારા મનને રોકો. સમજાવીને રોકો. નહીંતર ભવિષ્યમાં અસંખ્ય ભવ અંધકારમય અને દુઃખમય બની જશે. આ રીતે ભવસ્થિતિનું અનુપ્રેક્ષણ કર્યું. જીવન (આયુષ્ય) શરીર, યૌવન, સંપત્તિ, સંબંધો તેમજ પાંચ ઈન્દ્રિયોના વિષયો - આ છ બાબતો જ ભવ-સંસારની મુખ્ય વાતો છે. આ છ બાબતોનું અનુપ્રેક્ષણ-અનુચિંતન કરવાનું છે. કેવી રીતે અનુચિંતન કિરવું - એ આજ સમજાવ્યું છે. આજે બસ, આટલું જ. Page #27 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન ૭૪ પરમ ઉપકારી, પરમ કૃપાનિધિ, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના વિષયમાં સર્વાગીણ માર્ગદર્શન આપ્યું છે. યોગાભ્યાસથી શરૂ કરીને તેમણે અંતઃકરણની વિશુદ્ધિ માટે અદ્ભુત પ્રેરણા આપી છે. ચિત્તને અશુભ અને અશુદ્ધ વિચારોથી મુક્ત કરવા યોગસાધના, નમસ્કારાદિ ચિંતન, ક્રોધાદિ દોષોના ઉપાયોનું ચિંતન અને ભવસ્થિતિનું અવલોકન કરવાનું કહ્યું છે. હવે તેઓ કહે છે: તનુ તનuથમાવના પાટણા સંસારની નિર્ગુણતાનું વારંવાર ચિંતન કરતા રહો. પુનઃપુનઃ ચિંતનને ‘ભાવના' કહે છે. સંસારની નિર્ગુણતા-અસારતાનું વારંવાર ચિંતન કરવું જોઈએ. વારંવાર ચિંતન કરવાથી, વિવિધ દૃષ્ટિથી ચિંતન કરવાથી સંસારનાં સુખો પ્રત્યે રાગ-આસક્તિ તૂટતી જશે. સંસાર પ્રત્યે વૈરાગ્ય-ભાવ જાગશે. સંસાર પ્રત્યે વૈરાગ્ય દ્રઢ કરો: બ્દયમાં સંસાર પ્રત્યે એટલે કે સંસારની મુખ્ય ૬ વાતો કાલે બતાવી હતી, એના પ્રત્યે વૈરાગ્ય જાગૃત થવો અને દ્રઢ થવો અતિ આવશ્યક છે. એટલે આપણું હૃય વિરક્ત બનવું જોઈએ. વિરક્ત રહેવું જોઈએ. રહેવાનું છે સંસારમાં અને સંસાર પ્રત્યે આસક્તિ નથી રાખવાની. જે રીતે કમળ પાણીમાં રહે છે, છતાં પણ પાણીથી નિર્લેપ રહે છે એ રીતે. હૃયમાં સંસારની વિરક્તિ ભરીને જીવનારો જીવ કમોંનું બંધન અતિ અલ્પ કરે છે. આ જ સૌથી મોટું પ્રયોજન છે વિરક્તિનું વિરક્ત મનુષ્ય સંસારમાં રહેતો હોવા છતાં અશાન્તિ, સંતાપ અને ઉદ્વેગનો શિકાર બનતો નથી. પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે : द्रढतामुपैति वैराग्यभावना येन येन भावेन । तस्मिन् तस्मिन् कार्यः कायमनोवाग्भिरभ्यासः ॥ પ્રતિદિન એક જ કામ કરવું, વૈરાગ્યની ભાવનાને ‘વાસના” બનાવી દો. મનથી તનથી અને વચનથી આ એક જ કાર્ય કરવા જેવું છે. જ્યારે વૈરાગ્યની ભાવના વાસનાના રૂપમાં પરિવર્તિત થઈ જશે, ત્યારે વૈરાગ્ય આપોઆપ સ્થિર થઈ જશે. જેમ જેમ વૈરાગ્ય વાસનારૂપ બનતો જશે, તેમ તેમ રાàષની વાસના નષ્ટ થતી જશે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રાવક જીવન : ભાગ ૪ રાગદ્વેષની અનાદિકાલીન વાસનાઓ પર મન, વચન અને કાયાથી પ્રહારો કરો. મનથી એવું જ ચિંતન કરો, વચનથી એવું જ બોલો, પાંચ ઇન્દ્રિયોથી એવાં જ કાર્યો કરો કે જેથી રાગ-વાસનાનું વિસર્જન થઈ જાય, અને દ્વેષની સળગતી આગ બુઝાઈ જાય. આ સંકલ્પ કરો, અવિચળ, અડગ નિર્ણય કરો કે “મારે વૈરાગ્યની ભાવનાઓને વૈરાગ્ય વાસનાઓમાં પરિવર્તિત કરવી છે. મારે વૈરાગ્યભાવને સુદ્રઢ બનાવવો છે. જ્યાં સુધી આ સંકલ્પ નહીં થાય ત્યાં સુધી તમે એ દિશામાં મન-વચન-કાયાથી પુરુષાર્થ નહીં કરી શકો. પુરુષાર્થમાં જોશ-દ્રઢતા, શીઘતા નહીં આવી શકે. જો આપણે રાગદશાને ખરાબ સમજતા હોઈએ તો તેનાં ભયંકર પરિણામોની કલ્પના પણ આપણને વિચલિત કરી દે છે. એની વિનાશલીલા આપણે આપણી નજરે જોઈ લીધી છે તો પછી આપણે શા માટે એ ચૂડેલ જેવી રાગદશાની નજીકમાં બેસીએ? શા માટે તેના જ સહારે સુખ મેળવવા દોડીએ? અટકી જાઓ. અનંત અનંત જન્મોથી પીડા આપનારી તેમજ આત્માનું નૂર ચૂસનારી આ રાગદશાને હવે તો ખતમ કરવી પડશે. એને માટે જે કોઈ શસ્ત્ર, જે કોઈ અસ્ત્ર મળે એ લઈને આપણે રાગદશા ઉપર હુમલો કરી દેવો જોઈએ. હવે વિચારવાનો સમય નથી. આક્રમણ કરવાની ક્ષણ આવી પહોંચી છે. જેનાથી આ રાગદશાને ખતમ કરી શકીએ તે હથિયાર ઉપાડો અને પૂર્ણ શક્તિથી રાગદશા સામે મોરચો માંડો. ગભરાઓ નહીં. આપણી અંદર એક અદ્રશ્ય શક્તિ બેઠી છે. એ સદાય આપણી સાથે છે. વૈરાગ્ય ભાવનાને દ્રઢ બનાવવા માટે મનના વિચારોને બદલવા જ પડશે. દરેક પ્રસંગ તેમ જ દરેક ઘટનાનું ચિંતન સંવેગમય તથા નિર્વેદમય વિચારોના માધ્યમથી કરવું પડશે. સંવેગગર્ભિત તેમજ વૈરાગ્યગર્ભિત વિચારોથી વૈરાગ્ય સુદ્રઢ બને છે. એટલા માટે આવા વિચારો કરવાની કોશિશ કરવી પડશે. અર્થાત્ પુનઃપુનઃ સંવેગગર્ભિત અને નિર્વેદગર્ભિત વિચારો કરવા. મોક્ષપ્રતિ પર્વ મવ૩દેવા ' મોક્ષ પ્રત્યે રાગ અને સંસાર પ્રત્યે ઉદ્વેગ! આ બે તત્ત્વોને પોતાના વિચારોનું કેન્દ્રબિંદુ બનાવો. જન્મ, જરા અને મૃત્યુ, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર આ સંસારનું ચિંતન તમારા વૈરાગ્યભાવને વધારે પુષ્ટ કરશે. કોઈ વાર સંસારની ક્ષણભંગુરતાના ચિંતનમાં ડૂબી જાઓ, તો કોઈક વાર ભીષણ દુઃખદાયી સંસારમાં જીવાત્માની અશરણદશાના વિચારોના ઊંડાણમાં ચાલ્યા જાઓ. કોઈ વાર આત્માની એકલતાની સ્થિતિના ચિંતનમાં ચાલ્યા જાઓ તો કોઈ વાર સ્વજન-પરિજન અને વૈભવથી આત્માની અલગતાના વિચારોમાં ખોવાઈ જાઓ. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૪ કોઈ વાર દરેક જન્મમાં બદલાતા જતા જીવાત્માઓના પારસ્પરિક સંબંધોની વિચિત્રતાના ચિંતનમાં ડૂબી જાઓ તો વળી કોઈક વાર આ ગોરા ગોરા તનની ભીતરની કાલિમાના, કાળીકાળી અવસ્થાઓના વિચારોમાં નિમગ્ન થઈ જાઓ. કોઈ કોઈ વાર દુઃખદ હિંસા વગેરે આસ્રવોનો કરુણ અંજામ યાદ આવી જાય તો કોઈ વાર આ આસ્રવોના વેગવંતા પ્રવાહોને રોકવાના ઉપાયો મનમાં ચાલતા રહે, કોઈ વાર કર્મોની નિર્જરાનું વિજ્ઞાન ચિત્તને હલાવી નાખે તો વળી કોઈક સમયે ચૌદ રાજલોકરૂપી વિરાટ વિશ્વની લાંબી સફર કરવા ચાલ્યા જાઓ. કોઈ વાર ધર્મના અદ્ભુત પ્રભાવો પર આપણો આત્મા મુગ્ધ બની જાય, તો કોઈ વાર ‘બોધિ’ની દુર્લભતા દિલને ડોલાવી દે. કોઈ વાર મન સિદ્ધશિલાની યાત્રાએ ચાલ્યું જાય અને સિદ્ધશિલા ૫૨ શુદ્ધ-બુદ્ધ અને મુક્ત બનીને બેઠેલા પરમ આત્માઓનો પરિચય કરવા લાગી જાય. આવું કરતા જાઓ. આવું જ વિચારો, આવું જ બોલો. શરીરથી આવું જ આચરણ કરો. પુરુષાર્થ કરો. આખરે એક ને એક દિન સફળતા આપણા ચરણોમાં ઝુકી પડશે જ. વૈરાગ્યના રંગ, વસંતનો એવો સદાબહાર રંગ આવશે કે જે કદીય ફિક્કો નથી પડતો, કદી ઊડી જતો નથી. આવા રંગે આપણી જાતને રંગવાની છે. સંસાર પ્રત્યે વૈરાગ્ય કેમ હોવો જોઈએ ? : 'संसार निमित्तकं दुःखम् । તમામ દુઃખોનું મૂળ સંસાર છે અને આખો સંસાર કર્મમય છે. સંસારની એવી એક ઇંચ - એક રજ માત્ર જગા નથી કે જ્યાં જીવાત્મા ન હોય, અને જીવ છે તો કર્મ એને ચોટેલાં છે જ. સંસારની ચાર ગતિમાં પરિભ્રમણશીલ સર્વ જીવ કર્મોથી લિપ્ત છે. એટલા માટે જ સંસાર કર્મમય છે. ૨૩ જ આવો સંસાર જ સર્વ દુઃખોનું કારણ છે. શારીરિક તેમજ માનસિક - તમામ દુઃખોનું કારણ સંસાર છે. જીવાત્મા નરકમાં જાય છે એટલા માટે જ તેને પરમાધામી દ્વારા અને ક્ષેત્રજનિત ઘોર પીડાનો અનુભવ થાય છે. આપણે નરકમાં નથી, એટલે આપણને આવી કોઈ વેદનાનો અનુભવ થતો નથી. એ રીતે જે જીવાત્માઓ પશુપક્ષીની તિર્યંચાવસ્થામાં છે તેઓ ત્યાંની પીડા અને વેદનાનો અનુભવ કરે છે. એ પીડા માનવોને ભોગવવી પડતી નથી. આમ તો દેવલોકમાં દેવોને પણ અલ્પ માનસિક દુઃખની સંવેદના તો થાય જ છે. આમ સંસારની ચારે ગતિઓમાંથી કોઈ પણ ગતિમાં જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી શારીરિક અને માનસિક દુઃખો તો રહેવાનાં જ. સંસારમાં દુઃખ સાથે જીવવાનું છે. ચાર ગતિની ગલીઓમાં કદીય સુખ અને શાન્તિ નથી. ક્યાંય દુઃખવિહીન સ્થાન નથી. ગમે ત્યાં જશો, ત્યાં એક નહીં તો બીજું દુઃખ સ્વાગત કરવા તૈયાર Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રાવક જીવન : ભાગ ૪ જ છે ! ક્યાંક શારીરિક દુઃખની અધિકતા છે, તો કયાંક માનસિક પીડાઓની પરાકાષ્ઠા છે. પણ છે તો સંસાર કર્મમય જ, અને કર્મમય સંસાર જ દુઃખોનું અસાધારણ કારણ છે. સંસારની ચાર ગતિઓમાં અને ચોરાસી લાખ યોનિઓમાં જીવાત્માઓ પરિભ્રમણ કરી રહ્યા છે. જન્મ થાય છે, મૃત્યુ થાય છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જીવ જાય છે. મનુષ્ય મરીને પશુના રૂપમાં જન્મે છે, દેવના રૂપમાં, નારકીના રૂપમાં પેદા થાય છે. જન્મ, જીવન અને મૃત્યુની અંતહીન પરંપરા ચાલી રહી છે. આવા સંસાર પ્રત્યે જ્યારે આસક્તિ, મમત્વ નહીં રહે ત્યારે મનમાં પ્રશ્ન ઊઠશે કેઃ “આ ભવપરંપરાનું મૂળ શું છે? આ સંસારરૂપ ચાર ગતિઓમાં જીવાત્માઓને કોણ ભટકાવે છે ?' આ પ્રશ્નનો ઉત્તર મળશેઃ રાગ અને દ્વેષ, મિથ્યાત્વ અને અવિરતિ, અશુભ યોગ અને પ્રમાદ. આ તમામ દોષો જીવોને સંસારમાં ભટકાવનારા છે. જીવાત્માને એ બાબતનું જ્ઞાન નથી કે રાગ, દ્વેષ વગેરે કરવાથી આત્માની સાથે કર્મ બંધાય છે, અને કર્મોના ઉદયથી સંસારની ચાર ગતિઓમાં વિવિધ દુઃખ સહન કરવો પડે છે. ગહન અજ્ઞાનતા છવાયેલી છે. જો આ અજ્ઞાનતાનાં વાદળોને ભેદવામાં આવે અને જ્ઞાનની તેજરેખા ઝળહળી ઊઠે તો રાગદ્વેષ, મિથ્યાત્વ, મોહ વગેરેની ભયંકરતા સમજી શકાય, અને ત્યારે જ આ દોષોને નિર્મૂળ કરવાની પ્રબળ ઈચ્છા જાગ્રત થઈ શકે. સંસાર એક ગહન જાળઃ આપણે એક ભયંકર સંસારજાળમાં ફસાયા છીએ, એ વાત જાણો છો? આપણે એટલે કે હું અને તમે જ નહીં, અનંત અનંત જીવ ફસાયા છે. હું અનંત કર્મમય સંસારની જાળમાં ફસાયો છું - બંધાયો છું.’ એ વિચાર તમને આવે છે ખરો? જો તમારા અંતરંગ દોષ-ક્રોધાદિ શાન્ત થયા હશે, ઇન્દ્રિયોની વિષયાનુકૂળ દોડધામ થોડીક ઓછી થઈ હશે; નિદ્રા, આળસ, વિષયભોગ અને અર્થહીન વાતોથી તમે થોડાક મૂક્ત બન્યા હશો તો “સંસાર એક ભયંકર ગહન જાળ છે,’ - આ વિચાર તમારા મનમાં ઊઠશે. જાળ અદ્રશ્ય છે. આ જાળમાં જેવી રીતે પોતાનો આત્મા દેખાય, એ રીતે અનંત-અનંત જીવાત્માઓ પણ દેખાવા જોઈએ. એ જાળને નષ્ટ કરીને - તોડીફોડીને મુક્ત થવાની પ્રબળ ઇચ્છા જાગવી જોઈએ. જાળ તોડવા માટે જાળને સમજવી જરૂરી છે. આ જાળ શાની બનેલી છે ? ક્યાંથી એને તોડી શકાય છે? જાળને બરાબર ઓળખી લો. તમને પોતાને જે જ્ઞાન ન હોય તો અન્ય સમજુ અને જાળને Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૪ ઓળખનારાઓનો સહયોગ લેવો જોઈએ. તેમનું માર્ગદર્શન લઈને જાળને તોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. કર્મમય સંસારની જાળને, એની રચનાને, વિશેષતાને સમજાવનારા જ્ઞાની પુરુષોનું શરણ લેવું જોઈએ, અને તેમના માર્ગદર્શન અનુસાર સંસાર-જાળને તોડવાનો પુરુષાર્થ કરવો જોઈએ. પરંતુ એક સાવધાની રાખવી. જાળને જાણ્યા પછી નિરાશ થવાનું નથી. ઉદાસ નથી બનવાનું કે : “અરે, કેટલી મજબૂત છે આ જાળ ? આપણે આ જાળને કેવી રીતે તોડી શકીશું? ઠીક, તો પછી આ સંસાર-જાળમાં ફસાયેલા રહીને જ જીવન વ્યતીત કરીશું? અને ફરી પાછું ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, પાથરવું, રહેવાનું, ફરવાનું. આ બધું અહીં પણ મળે તો છે ને ?' આ રીતે જો તમે જાળમાં જીવવાનું સ્વીકારી લીધું, તો પછી તમે જાળ તોડી નહીં શકો. વૈરાગ્યનાં કેટલાંક કારણો : સંસારની અસારતાનું, નિર્ગુણતાનું ચિંતન કરવાનું ગ્રંથકારે કહ્યું છે. કારણ કે આ ચિંતનથી મનુષ્યનું મન વિરક્ત બને છે. વિરક્ત મન તાપ-સંતાપ અને બ્લેષોથી અલિપ્ત રહે છે. અલિપ્ત મન આત્મધ્યાનમાં સહજતાથી લીન બની શકે છે અને આત્માનંદની અનુભૂતિ કરી શકે છે. પ્રશમરતિ' ગ્રંથમાં એવાં આઠ કારણો બતાવ્યાં છે, જેનું ચિંતન કરવાથી સંસારની અસારતા અનુભવાય છે. મન સંસાર પ્રત્યે વિરક્ત-વિરાગી બની જાય देशकुलदेहविज्ञानायुर्बल-भोग-भूति-वैषम्यम् । द्रष्टवा कथमिह विदुषां भव-संसातरे रतिर्भवति ॥ જો તમારી બુદ્ધિ નિર્મળ છે, પુનિત પ્રજ્ઞા છે, તો તમે આ સંસારની અપાર વિષમતાઓને સમજી શકશો. અપાર-અનંત વિષમતાઓથી ખીચોખીચ ભરેલો આ સંસાર! પછી ભલે ને તે દેવોનો સંસાર હોય, મનુષ્યોનો સંસાર હોય-પશુપક્ષી યા નારકીય જીવોનો સંસાર હોય. સંસાર એટલે વિષમતા ! મનુષ્યની પ્રજ્ઞા જ્યાં વિષમતાનું દર્શન કરે છે, ત્યાં મનુષ્ય મન પ્રીતિનો સંબંધ જોડતું નથી. અજ્ઞાનતામાં જે પ્રીતિ થઈ ગઈ તો તે જલદી તૂટી જશે, જરાકે વાર લાગતી નથી. જ્ઞાની પુરુષોએ સંસારની અનેક વિષમતાઓનું સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. જોઈએ માત્ર નિર્મળ બુદ્ધિ ! જો તમારી બુદ્ધિ નિર્મળ હશે તો તમે સંસારની વિષમતાઓનું મર્મસ્પર્શી દર્શન કરી શકશો અને પ્રીતિનો પ્રવાહ દિશા બદલી નાખશે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૬ દેશની વિષમતા : (૧) સર્વપ્રથમ બતાવી છે દેશની વિષમતા. સમગ્ર વિશ્વના તમામ દેશ-પ્રદેશ એક સમાન નથી. એક દેશ ધનધાન્ય અને નદી-સરોવ૨ોથી હર્યોભર્યો હોય છે, સુંદર હોય છે. તો બીજો દેશ દુષ્કાળ, નિર્ધનતા અને પહાડોથી ઘેરાયેલો હોય છે.....દુઃખ પ્રચુર હોય છે. એક દેશમાં પ્રજા શાન્ત, પ્રસન્ન, ઉદાર અને પ્રેમભરી જિંદગીને મજાથી જીવી રહી હોય છે, તો બીજા દેશમાં પ્રજા અશાન્તિ, ક્લેશ, સંકીર્ણતા અને વેરઝેર-વિરોધની ધખધખતી આગમાં શેકાય છે. કેવી વિષમતા છે ધરતીના ભિન્નભિન્ન ભાગોમાં ! શ્રાવક જીવન : ભાગ ૪ રાજસ્થાન જો કાશ્મી૨ને જુએ તો ? ઓરિસાની ગરીબી જો ગુજરાતની નિકતા જુએ તો ? ક્યાં આફ્રિકા અને ક્યાં સ્વિટ્ઝરલેન્ડ ? ક્યાં વિયેટનામ અને ક્યાં જર્મની યા જાપાન ? દેશ દેશ વચ્ચે કેવી વિષમતા હોય છે ? અને જીવાત્માની પસંદગી અનુસાર મનપસંદ દેશમાં જન્મ મળતો નથી. જીવાત્માનાં શુભ-અશુભ કર્મો સારા-ખોટા દેશમાં જન્મ આપે છે. આજે ભલે તમે સારા દેશમાં હો, પરંતુ હંમેશાં સારા દેશમાં જ જન્મ મળતો રહેશે એવો નિયમ નથી. કોઈ વાર તમારો જન્મ કશ્મીરમાં થાય તો કોઈ વાર આફ્રિકાનાં જંગલોમાં પણ થઈ શકે છે. કોઈ વાર તમે ભારતની પવિત્ર ધરતી ઉપર ઉત્પન્ન થાઓ તો કોઈ વાર હિંસા અને ક્રૂરતાભર્યા ઇજિપ્ત...ઈરાન....ઈરાક યા ઇઝરાયેલમાં પેદા થવું પડે ! દેશો વચ્ચે સમાનતા નથી. કુલની વિષમતા : બધા જીવાત્માઓને સમાન - એકસરખા કુળમાં જન્મ મળતો નથી. કોઈ ઉચ્ચ કુળમાં પેદા થાય છે તો કોઈ નીચ સ્તરના કુળમાં જન્મ લે છે. કોઈ ઉચ્ચ-સંભ્રાન્ત કુળમાં ઉત્પન્ન થઈને ખરાબ કાર્યો કરે છે તો કોઈ નીચ ગોત્રમાં જન્મીને પણ ઉત્તમ કાર્યો કરે છે. સંસારની આ અપરિહાર્ય વિષમતા છે. આ વિષમતાને ન તો સામ્યવાદ દૂર કરી શકે છે, કે ન તો સમાજવાદ દૂર કરી શકે છે. જાતિ અને કુળની વિષમતા જોઈને પ્રજ્ઞાવંત પુરુષોને આ સંસાર પ્રત્યે અનુરાગ પેદા થઈ શકતો નથી. દેહની વિષમતા : ત્રીજી વિષમતા છે દેહની, શરીરની. કોઈની કાયા સાાં લક્ષણોવાળી હોય છે તો કોઈની અપલક્ષણોવાળી ! કોઈનું શરીર સુડોળ, સપ્રમાણ અને મનોહારી હોય છે તો કોઈનું બેડોળ અને કઢંગું હોય છે. શું આ વિષમતા બાવળની શૂળ જેવી વીંધનારી નથી? એક માણસ સુંદર, સુડોળ અને મનગમતો લાગે છે, બીજો માણસ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પ્રવચન ૭૪ કરૂપ, બેડોળ અને જોવામાં પસંદ નથી આવતો. મનુષ્ય-મનુષ્ય વચ્ચેની આ વિષમતા શું બુદ્ધિમાન માણસને અકળાવી દેતી નથી? આ વિષમતા જોઈને કોની ઉપર રાગ કરવો અને કોની ઉપર દ્વેષ કરવો? વિષમતા જોઈને વૈરાગ્ય જ ઉત્પન્ન થાય છે. વિજ્ઞાનની વિષમતા : એક બુદ્ધિમાન મનુષ્ય વિશ્વનાં તત્ત્વોનું સૂક્ષ્મ ચિંતન-મનન અને પર્યાલોચન કરીને દુનિયાને નવીનવી ભૌતિક યા આધ્યાત્મિક શોધખોળોથી આશ્ચર્યચકિત કરી દે છે, તો બીજી વ્યક્તિ અજ્ઞાનતાના ગહન અંધકારમાં ભટકતો પોતાની છાયાને પણ નથી ઓળખતો. એક માણસ પોતાની સ્મૃતિ અને ધારણાની અપાર શક્તિથી હજારો ગ્રંથોને યાદ રાખી શકે છે, તો બીજી વ્યક્તિ પોતાનું નામ પણ ભૂલી જાય છે. જીવ-જીવ વચ્ચે આ કેવી અસહનીય અસમાનતા છે ? આયુષ્યની વિષમતા : પાંચમી વિષમતા છે - આયુષ્યની! એક જીવાત્માનું આયુષ્ય દીર્ઘ અને બીજાનું અલ્પાયુષ્ય. એક માણસ સો વર્ષ પૂરાં કરે છે જ્યારે બીજો માણસ માતાના પેટમાં જ મરી જાય છે. એક વૃદ્ધાવસ્થામાં જીવન વિતાવે છે તો બીજો જુવાનીમાં જ મોતનો શિકાર થઈ જાય છે. બુદ્ધિશાળીના દયને ચીરી નાખે તેવી વિષમતા આ સંસારમાં છે. તો પછી આવા સંસાર ઉપર મનથી પ્રેમ કેવી રીતે વરસે ? જીવ-જીવ વચ્ચેની જીવનકાળની અસમાનતાનું ચિંતન ભવવૈરાગ્યનું જનક છે. બળની વિષમતા : આ છે સંસારની છઠ્ઠી વિષમતા. એક મનુષ્ય પાસે અસાધારણ શરીરશક્તિ હોય છે, તો બીજો મનુષ્ય પોતાના શરીરનો બોજ પણ ઉપાડી શકતો નથી. એક માણસ સેંકડો, હજારો શત્રુઓનો સામનો કરી શકે છે, જ્યારે બીજો મનુષ્ય એકાદ શત્રુને ય જીતી શકતો નથી. મનુષ્ય-મનુષ્ય વચ્ચે બળ-તાકાતની અસમાનતા તો છે જ, દેવ અને મનુષ્ય, મનુષ્ય અને જાનવર, જાનવર અને નારક...ચાર ગતિના જીવોના બળમાં પણ ઘણી વિષમતા હોય છે. જીવોની શારીરિક સમાન નથી હોતી. આ અસમાનતા બુદ્ધિમાન પુરુષો માટે વૈરાગ્યનું કારણ બની શકે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ભોગની વિષમતા : સંસારની સાતમી વિષમતા છે - ભોગોની. જેમ કે બે વ્યક્તિઓ પાસે પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખ એક સમાન છે. પરંતુ એ બંને એ સુખોને સમાન રીતે ભોગવી શકતા નથી. એક માણસ એ સુખોને થાક્યા વગર ભોગવતો જ રહે છે, જ્યારે બીજો માણસ એ સુખ ભોગવ્યાં ન ભોગવ્યાં અને થાકી જાય છે. ઇચ્છા હોય અને સામે પસંદગીનું ભોજન છે છતાં યે જમી શકતો નથી. સામે સ્વર્ગનું રૂપ અને યૌવન હોવા છતાં એને નથી તો જોઈ શકતો કે નથી સ્પર્શ કરી શકતો. સુખભોગમાં પણ કેટલી વિષમતા હોય છે ? આ રીતે ભોગસુખની પ્રાપ્તિમાં પણ વિષમતા હોય છે. એક માણસની પાસે વિપુલ ભોગસામગ્રી હોય છે, તો બીજાની પાસે થોડી પણ સુખસામગ્રી નથી હોતી. આ પ્રકારનું વૈશમ્ય દર્શન આત્માના વૈરાગ્યને જાગૃત કરી દે છે. વૈભવની વિષમતા : શ્રાવક જીવન : ભાગ ૪ આઠમી વિષમતા છે - વૈભવ-સંપત્તિની. એક માણસની પાસે હીરામોતી, સોનુંચાંદી અને બાગ-બગીચાઓનો પાર નથી હોતો. બીજા માણસ પાસે ખાવા માટે બે કોળિયા રોટલો પણ નથી હોતો અને સૂવા માટે બે ગજ જમીન પણ નથી હોતી. એક માણસ મખમલી ગાદીઓ પર બેસે છે તો બીજાની પાસે પાથરવા માટે તૂટીફૂટી ગોદડી પણ નથી હોતી. એકની પાસે ભવ્ય મહેલ છે તો બીજાની પાસે ઝૂંપડી ય નથી હોતી. એકની પાસે પહેરવા માટે સુંદર કીમતી વસ્ત્રોના ઢગલા છે જ્યારે બીજાની પાસે પહેરવા માટે - શરીર ઢાંકવા જેટલા વસ્ત્રનો ટુકડોય નથી હોતો. આ છે માણસ માણસ વચ્ચેની વિચિત્ર વિષમતા. વિદ્વાનોને, બુદ્ધિમાનોને આવા સંસાર ઉપર રાગ કેવી રીતે થશે ? અનુરાગ કેવી રીતે ઉત્પન્ન થશે ? પ્રજ્ઞાવંત પુરુષોના દિલમાં તો સંસાર પ્રત્યે તીવ્ર ઉદ્વિગ્નતા ઊભરાય છે. સંસારની આસક્તિનાં બંધન તૂટી જાય છે. ધર્માનુષ્ઠાનોમાં તેમનું અંતઃકરણ લીન બની જાય છે. વિષમતામાં મન સ્થિર રહેતું નથી. જ્યાં કોઈ જ વિષમતા નથી એવા અનન્ત સિદ્ધ ભગવંતોના મોક્ષમાં જ લાગે છે વિદ્વાનોનું અને પ્રાજ્ઞ પુરુષોનું મન ! સંસારમાં દુઃખનાં ત્રણ કારણ સંસારમાં જન્મ-જીવન અને મૃત્યુની અવિરત યાત્રા કરતાં જીવાત્માઓની વાસ્તવિક સ્થિતિનું અવલોકન કરતાં ભગવાન ઉમાસ્વાતિજીએ કહ્યું છે : Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૪ - अपरिगणितगुणदोषः । पञ्चेन्द्रियबलविकलो रागद्वेषोदेयनिबद्धः । । સંસારમાં ભટકતો જીવાત્મા - (૧) ગુણદોષનો વિચાર નથી કરી શકતો. (૨) પાંચ ઇન્દ્રિયોની શક્તિથી ઉન્મત્ત બને છે અને (૩) રાગદ્વેષના ઉદયથી ઘેરાયેલો હોય છે. આ ત્રણ કારણોથી જીવ સ્વયં દુઃખી થાય છે. સાથે સાથે બીજાંને પણ દુઃખી કરે છે. ૨૯ દુનિયામાં કેવા કેવા માણસો સાથે જિંદગી વિતાવવી પડે છે ? અધિકાંશ લોકો ગુણદોષનો વિચાર કરી જ નથી શકતા. શું હિતકર છે, શું અહિતકર એની પરખ જ નથી હોતી. હિતકારીને અહિતકારી સમજીને હિતકારીનો તિરસ્કાર કરે છે અને અહિતકારીનો સ્વીકાર કરી લે છે. ઉપકારીને અનુપકારી સમજીને તેનો ત્યાગ કરી દે છે અને અનુપકારીનો આદર કરે છે. પિરણામ કેટલું કરુણ આવે છે તે જાણો છો ? તેઓ જાતે તો દુઃખી થાય છે અને બીજાંને પણ દુઃખી કરે છે. એ રીતે પાંચે ઇન્દ્રિયોની શક્તિનો વૈષયિક સુખોના ભોગ-ઉપભોગમાં અત્યંત વ્યય કરીને શક્તિહીન બનેલા જીવો કેવા દીન-હીન અને પરવશ બની જાય છે, એ શું દુનિયામાં જોવા નથી મળતું ? એમને કોણ સમજાવે ? ઇન્દ્રિયોની ઉન્મત્તતા જીવાત્માની સમજશક્તિને નષ્ટ કરી દે છે. વિષયરસમાં લીન બનેલી ઇન્દ્રિયો પ્રતિપળ જીવાત્માના ભાવપ્રાણોને રૂંધી નાખે છે. અનેકવિધ વૈષયક સુખોના ઉપભોગમાં સશક્ત ઇન્દ્રિયો આત્માની પવિત્રતાને વેરવિખેર કરી નાખે છે. આવા જીવાત્માઓથી ભરેલા આ સંસાર ઉપર શું મમત્વ રાખવું ? શા માટે અનુરાગ ક૨વો ? ગંભીરતાથી વિચારજો. ત્રીજી વાત છે - રાગદ્વેષે મચાવેલા હાહાકારની. રાગ અને દ્વેષની ભયાનક ચીસોથી આ સંસાર કેટલો બિહામણો લાગે છે ? પ્રત્યેક જીવાત્મા રાગદ્વેષની લોખંડી જંજીરમાં જકડાયેલો છે. એક પળ પણ એવી નથી વીતતી કે જે ક્ષણ રાગથી રંગાયેલી ન હોય અને દ્વેષથી ભડભડતી ન હોય. રાગી સ્વયં દુઃખી થાય છે અને બીજાંને દુઃખી કરે છે. દ્વેષી સ્વયં અશાંત બને છે અને બીજાંને પણ અશાંત કરે છે. સંસારમાં આ બધું સહજ છે. જો સ્વસ્થ મનથી સંસારનું અવલોકન કરવામાં આવે તો આ સત્ય મળી જાય. સત્ય સમજી લેવામાં આવે તો સંસારની આસક્તિ નહીં રહે. પરંતુ અજ્ઞાની જીવાત્મા રાગમાં સુખની કલ્પના કરે છે. એમની આ કલ્પના કાચી માટીના મહેલની જેમ તૂટી પડે છે. તેઓ દુઃખના દાવાનળમાં સળગે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન : ભાગ ૪ સંસારની આ વાસ્તવિકતા છે. વિવેકશૂન્ય, વિચારશૂન્ય અને વૈરાગ્યશૂન્ય જીવાત્મા સ્વયં દુઃખ-ત્રાસ અને વેદનાનો શિકાર બની જાય છે, અને તેમના પરિચયમાં આવનાર જીવો પણ એ રીતે જ દુઃખ-ત્રાસથી ઘેરાઈ જાય છે. પાગલ કૂતરાની જેમ ઉછળતા એ રાગદ્વેષ આત્માને કરડી-કરડીને લોહીલુહાણ કરી નાખે છે. બેહોશ જીવને કદાચ આજે એ વેદનાની અનુભૂતિ ન પણ થાય, પરંતુ જ્યારે ઇન્દ્રિયોનો ઉન્માદ ઊતરી જાય છે, ઇન્દ્રિયો શક્તિહીન બને છે, કંઈક વિવેકદૃષ્ટિ ખૂલે છે ત્યારે એ વેદનાઓ, એ દાહ જીવાત્માને ઘોર વેદના ઉપજાવે છે. ૩૦ સંસારમાં આ ત્રણે વાતોની બોલબાલા છે. સમગ્ર જીવસૃષ્ટિ ઉપર આ ત્રણ વાતો છવાઈ ગઈ છે - અવિવેક, ઉન્મત્તતા અને રાગાન્ધતા. આવા સંસાર પ્રત્યે રાગ થઈ જ કેવી રીતે શકે ? આવા સંસારમાં આસક્તિ જાગે જ કેવી રીતે ? ઉપરથી મીઠો, સુંદર અને સોહામણો લાગતો સંસાર અંદરથી કડવો, કુરૂપ અને ડરામણો છે. અવિવેક એની કટુતા છે, ઉન્મત્તતા એની કુરૂપતા છે અને રાગાન્ધતા એની ડરામણી સુરત છે. જે પ્રજ્ઞાવંત પુરુષને સંસારની આ ડરામણી વાસ્તવિકતાનું જ્ઞાન હશે તેને વૈરાગ્ય સહજતાથી પેદા થશે જ. તેના આત્માના પ્રદેશ-પ્રદેશ પર વૈરાગ્યના રત્નદીપ ઝળહળશે જ. તેના રોમેરોમ વૈરાગ્યનાં ફૂલ ખીલશે જ. વૈરાગ્યરસના કટોરા ભરીભરીને પીવા માટે સંસારની આ ત્રણ વાતોનો ત્યાગ કરવો જ પડશે. વૈરાગ્ય માર્ગ પર વિજય મેળવવાનો છે : ભવ-સંસા૨ની નિર્ગુણતાનું અસારતાનું ચિંતન કરીને વૈરાગ્ય માર્ગ પર વિજય મેળવવાનો છે. આમ તો આ કામ સરળ નથી. તમારે માટે તો સરળ નથી જ. અમારા સાધુ-સાધ્વીઓ માટે પણ સરળ નથી. કારણ કે આ માર્ગમાં ચાર શત્રુઓ મોટા અવરોધક છે ઃ ૧. ઇન્દ્રિયોની પરવશતા, ૨. કષાયોની ઉદ્વિગ્નતા, ૩. ગારવોની રસિકતા અને ૪. પરીષહ સહન કરવાની કાયરતા. વૈરાગ્યભાવ ઉપર વિજય પામવો એટલે કે આત્માના દરેક પ્રદેશમાં વૈરાગ્યભાવને સ્થાપિત કરવો ખૂબ મુશ્કેલ છે. ખૂબ કપરું કામ છે. ઇન્દ્રિયોને જીતવા જઈએ છીએ તો કષાય પ્રબળ થઈ જાય છે, અને કષાયોને કચડીએ છીએ તો ગારવ ગળું પકડે છે. ત્રણ ગારવો સાથે મુકાબલો કરીએ છીએ તો પરીષહ Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૪ ઘેરી લે છે. કેટલી કરુણતા છવાઈ ગઈ છે સાધકના જીવનમાં ? ઇન્દ્રિયોની સ્વચ્છંદતા, કષાયોની પ્રબળતા, ગારવોની લોલુપતા અને પરીષહ સહન કરવાની કાયરતા એટલી તો દૃઢ થઈ છે કે એને કારણે વૈરાગ્યની ભાવના સ્થિર રહેતી જ નથી. પાંચ ઇન્દ્રિયોના અનેક પ્રિય-અપ્રિય વિષયોના સંપર્કમાં આવવું જ પડે છે. એ સમયે રાગદ્વેષમાં ન ખેંચાતાં મનને સ્વસ્થ અને વિરક્ત બનાવવું કેટલું કઠિન કાર્ય છે એ તમે લોકો જાણો છો ? ડગલે પગલે ક્રોધ થઈ જાય છે, અભિમાન પીડા આપે છે, માયા સતાવે છે અને ભોગદશા મજબૂત છે. જાણે કે કષાયોને સહારે જ જીવન જીવી રહ્યા છીએ. આ વિષયમાં આત્મચિંતન કરવું પડશે ત્યારે ખબર પડશે કે આપણી ઉપર કષાયોનું કેવું પ્રભુત્વ છે. આવી સ્થિતિમાં વૈરાગ્યભાવ કેવી રીતે ટકી શકે ? ૨સગા૨વ, ઋદ્ધિગારવ અને શાતાગારવના ગહન કાદવમાં ફસાતા જ જાઓ છો ને ? રસને લીધે કેટલા પ્રબળ રાગદ્વેષ થાય છે ? જાણો છો ને ? ઋદ્ધિ એટલે કે માન-સન્માન ! માન-સન્માન પામવાની કેવી વાસના છે ? આવી મનોદશામાં વૈરાગ્ય જીવંત કેવી રીતે રહેશે ? શાતાગારવ એટલે સુખાકારિતા. કોઈ પણ પ્રતિકૂળતા સહન કરવી નથી, સુખથી જીવવું છે. પછી વૈરાગ્ય-ભાવના વધશે કેવી રીતે ? રાગદ્વેષ જ વધશે ને ? તમારે અને અમારે પરીષહ સહન કરવા છે ખરા ? ૨૨ પરીષહોમાંથી એક પણ પરીષહ સહન કરવો છે ? પરીષહોને તો તમે દુશ્મન માની બેઠા છો ! પછી વૈરાગ્યની અપૂર્વ મસ્તી આવશે ક્યાંથી ? સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ જગાડવા માટે અને જાગેલા વૈરાગ્યભાવને ટકાવી રાખવા માટે આ ચાર કામ કરવાં જ પડશે : ૧. ઇન્દ્રિયોનું દમન ૨. કષાયોનું શમન ૩. ગારવોનો ત્યાગ અને ૪. પરીષહોનો સ્વીકાર. ૩૧ સંસારની અસારતાનું ચિંતન હજુ ય આગળ કરવાનું છે, પરંતુ - આજે બસ, આટલું જ. Page #38 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન ૭૫ ) પરમ ઉપકારી, પરમ કૃપાનિધિ, આચાર્યશ્રી હરિભદ્રજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના વિષયમાં સવગીણ માર્ગદર્શન આપ્યું છે. બાહ્ય તેમજ આંતરિક જીવન કેવું હોવું જોઈએ, દ્રવ્યાત્મક તેમજ ભાવાત્મક ધર્મ-આરાધના કેવી હોવી જોઈએ એ વિષયમાં રોચક વાતો લખી છે. એમાં વિશેષ રૂપે શ્રાવકની આંતરિક માનસિક-આધ્યાત્મિક સ્થિતિની બાબતમાં તેમણે અદ્ભુત વાતો બતાવી છે. શ્રાવક ગૃહસ્થ હોય છે. બાહ્ય વ્યાવહારિક જીવનમાં આરંભ-સમારંભ તેમજ અનેક પાપસ્થાનકોનું આચરણ થાય છે, પરંતુ તેની આંતરિક સ્થિતિ વિશિષ્ટ ગુણોથી કેટલી ભવ્ય હોય છે, આંતરિક વિકાસ કેટલો સારો હોય છે - એ વાતો ગ્રંથકારે ખૂબ જ સ્પષ્ટતાથી બતાવી છે. સંસારની નિઃસારતાનું ચિંતન કરો : રાત્રિના સમયે જ્યારે સંસાર-વ્યવહારનું કોઈ કાર્ય શેષ ન હોય ત્યારે નીરવા શાન્તિની ક્ષણોમાં શ્રાવકે સંસારની ભાવસ્થિતિની અસારતાનું ચિંતન કરવું જોઈએ. તમે લોકો કરો છો ને ? સભામાંથી અમારી માનસિક દુનિયામાં એવા વિચારો આવતા જ નથી ! મહારાજશ્રી એવા વિચારો કરવા જોઈએ. આવું જ્ઞાન ન હતું ત્યાં સુધી એવું ચિંતન ન કરી શક્યા, હવે તો જ્ઞાન મળ્યું છે ને ? હવે એવું ચિંતન કરો. એનો પ્રત્યક્ષ લાભ તો એ થશે કે તમારી તમામ ચિંતાઓ શાન્ત થઈ જશે. આર્તધ્યાનથી બચી જશો. “ધર્મધ્યાન' કરવાનો અવસર મળશે. આંતરિક વિશદ્ધિ થતી જશે. બીજા ફાલતુ વિચારોમાંથી મુક્તિ મળશે. આવા તો અનેક લાભ છે. સંસારની નિઃસારતાનું ચિંતન ભિન્નભિન્ન દ્રષ્ટિબિંદુથી કરવાનું છે. સંસાર સમુદ્ર છે : આજ સંસારનું “સમુદ્રના રૂપમાં ચિંતન કરવાનું છે. અનેક જ્ઞાની પુરુષોએ, અધ્યાત્મમાર્ગના ચિંતકોએ સંસારને સમુદ્રની ઉપમા આપી છે. સંસાર સમુદ્ર છે, સંસાર સાગર છે, સંસાર મહોદધિ છે... આ રીતે અનેક જ્ઞાની પુરુષોએ લખ્યું છે. પરંતુ સંસારને શા માટે સમુદ્રની ઉપમા આપવામાં આવી છે - સંસાર અને સાગરમાં કયા કયા પ્રકારની સમાનતા છે - એ વાત ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ “જ્ઞાનસાર’ Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૫ ૩૩ નામના ગ્રંથમાં બતાવી છે. ખૂબ રોચક શૈલીમાં લખ્યું છે. यस्य गम्भीरमध्यस्याज्ञाानवज्रमयं तलम् । रुद्धा व्यसनशैलोधैः पन्थानो यत्र दुर्गमाः ॥ पातालकलशा यत्र भृतास्तृष्णामहानिलैः । कषायाच्चित्तसंकल्पवेलावृद्धिं वितन्वते ॥ स्मरौर्वाग्निवलत्यन्तर्यत्र स्नेहेन्धनः सदा । यो घोररोगशोकादिमत्स्यकच्छपसंकुलः ॥ ફુદ્ધિમત્સર્વિઘુ – સુવત તૈિઃ | यत्र सांयात्रिको लोकाः पतन्त्युत्पात संकटेः ॥ ज्ञानी तस्माद् भवाम्भोधेर्नित्यो द्विग्नोऽतिदारुणात् । .. तस्य संतरणोपायं सर्वयत्नेन कांक्षति ॥ (મવો –૩ષ્ટ) સંસારને સમુદ્ર કેમ કહેવામાં આવ્યો છે, તેની તેર પ્રકારની સમાનતા અહીં બતાવવામાં આવી છે. પહેલાં તેર સમાનતાઓની યાદી સાંભળી લો, પછી એકએક સમાનતાનું વિવેચન કરીશું. ૧. સંસારસમુદ્રનો મધ્યભાગ અગાધ છે. ૨. સંસારસમુદ્રનું તળિયું અજ્ઞાન-વજનું બનેલું છે. ૩. સંસારસમુદ્રમાં સંકટોના પર્વતો છે. ૪. સંસારસમુદ્રનો માર્ગ વિકટ-વિષમ છે. ૫. સંસારસમુદ્રમાં વિષયાભિલાષાનો પ્રચંડ વાયુ વાય છે. ૬. સંસારસમુદ્રમાં ક્રોધાદિ કષાયોના પાતાળ-કળશો છે. ૭. સંસારસમુદ્રમાં વિકલ્પોની ભરતી આવે છે. ૮. સંસારસમુદ્રમાં રાગયુક્ત ઇંધણથી યુક્ત કંદર્પનો દાવાનળ પ્રજ્વલિત છે. ૯. સંસારસમુદ્રમાં રોગનાં માછલાં અને શોકના કાચબાઓ સ્વચ્છેદ વિહરી રહ્યાં છે. ૧૦. સંસારસમુદ્ર પર દુબુદ્ધિની વીજળી રહી રહીને ચમકે છે. ૧૧. સંસારસમુદ્ર પર માયા-મત્સરનું ભીષણ તોફાન ઘેરાયેલું છે. ૧૨. સંસારસમુદ્રમાં દ્રોહની ભયંકર ગર્જનાઓ થઈ રહી છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૧૩. સંસારસમુદ્રમાં નાવિકો ઉપર સંકટના પહાડો તૂટી પડે છે. આ દૃષ્ટિએ સંસાર દારુણ છે અને વિષમતાઓથી ભરેલો છે. હવે એક એક વાત વિસ્તારથી સમજાવું છું. ચિત્તને એકાગ્ર કરીને સાંભળજો અને સમજો. શ્રાવક જીવન : ભાગ ૪ ‘સાચે જ આ સંસાર એક તોફાની સાગર છે.’ આ વિચારને આપણે આપણા હૃદયમાં ભાવિત કરવાનો છે અને તદનુસાર જીવનનો ભાવી કાર્યક્રમ નિશ્ચિત કરવાનો છે. સાગરમાં રહેલો પ્રવાસી એની પાર જવા વિવિધ પ્રકારના પ્રયત્નો કરે છે, નહીં કે એમાં સહેલગાહ કે દિલ બહેલાવવાના પ્રયત્નો કરે છે. એમાં ય પણ સાગર તોફાની હોય તો તેની પાર ઊતરી જવા તેને હંમેશાં ઉતાવળ હોય છે. એટલા માટે આપણો આ સંકલ્પ દૃઢ...દૃઢતર બનાવવો જોઈએ કે મારે સંસારસમુદ્ર પાર કરવો જ છે.’ ૧. મધ્યભાગઃ સમુદ્રનો મધ્યભાગ, વચ્ચોવચનો ભાગ અગાધ હોય છે. એટલે કે એનું તળિયું શોધવા જતાં ય હાથ લાગતું નથી. સંસારનો મધ્યભાગ એટલે કે મનુષ્યની યુવાન અવસ્થા - યૌવનકાળ. સાચે જ એ અગાધ હોય છે. તેનો છેડો પામવો મુશ્કેલ છે. એની યુવાવસ્થાની અગાધતાને સૂર્યાકરણો પણ ભેદવા અસમર્થ છે. મોટા મોટા તરવૈયા પણ આ સમુદ્રની અતળ ગહનતામાં ખોવાઈ જાય છે. તેમનો પત્તો ય લાગતો નથી. મનુષ્યનો યૌવનકાળ અગાધ છે. ૨. તળ-ભાગઃ સંસારસમુદ્રના તળિયાનો ભાગ કોઈ માટી, પથ્થર યા કાદવનો બનેલો નથી; પરંતુ વજનો બનેલો છે. જીવની અજ્ઞાનતા વજ્ર કરતાં ઓછી નથી. આ સમગ્ર સંસાર અજ્ઞાનતાની ભૂમિ ઉપર ટકેલો છે. એટલે કે સંસારનું મૂળ અજ્ઞાન જ છે. ૩. પર્વતમાળાઓ : સમુદ્રમાં સ્થળે સ્થળે નાનામોટા પર્વતો હોય છે. ક્યાંક સંપૂર્ણ રીતે તો ક્યાંક અડધા પાણીમાં ડૂબેલા રહે છે. નાવિકગણ આ સમુદ્રી પર્વતો અને ચટ્ટાનોથી સાવધાન રહે છે. જ્યારે સંસારસમુદ્રમાં તો આવી પર્વતમાળાઓ સર્વત્ર વિખરાયેલી પડી છે. જાણો છો એ પર્વત કયા કયા છે ? સંકટ, આપત્તિ, વિપત્તિ, આધિ, વ્યાધિ, દુઃખ, અશાંતિ...આ સર્વે સાંસારિક પર્વતો જ છે ! એક-બે નહીં પરંતુ પૂરી પર્વતમાળા છે. અરવલ્લીની પર્વતમાળાઓ તમે જોઈ છે ? સહ્યાદ્રિની પર્વત શ્રૃંખલાઓનાં કદી દર્શન કર્યાં છે ? આ બધા કરતાંય આ પર્વતમાળાઓ અધિકાધિક દુર્ગમ અને વિકરાળ છે. એ સંસાર સાગરમાં ફેલાયેલી છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૫ ક્યાંક ક્યાંક એ પૂરી રીતે પાણીની નીચે છે, જે સીધા સાદા નાવિકના ધ્યાનમાં કદીય આવતી નથી. જો આ પર્વતમાળાઓ સાથે તમારી જીવનનૈયા ટકરાઈ જાય તો તેના ચૂરેચૂરા થવામાં એક ક્ષણનો ય વિલંબ થતો નથી. એટલા માટે જીવનનૈયાને સાવધાનીપૂર્વક ચલાવવાની છે. ૪, માર્ગ : આવા સંસારસમુદ્રમાં શું માર્ગ સરળ હોય છે ? ના, આવા ઉબડખાબડ - દુર્ગમ માર્ગ પર ચાલતાં કેટલી સાવધાની રાખવી પડશે, કેટલી સમજદારી અને સંતુલિત વૃત્તિનું અવલંબન લેવું પડશે ? આપણી રજમાત્ર બેપરવાઈ, ચંચળતા, નિદ્રા, આળસ, અથવા વિનોદ સર્વનાશ કરવામાં વાર નહીં લગાડે. ૩૫ આવા વિકટ માર્ગમાં કોઈ અનુભવી પરિપક્વ માર્ગદર્શકનું શરણું લેવું પડશે. એનું અનુસરણ કરવું પડશે, સુયોગ્ય સુકાનીના નેતૃત્વ પર વિશ્વાસ કરવો જ પડશે. ત્યારે જ આપણે સહીસલામત આપણી મંજિલ સુધી પહોંચી શકીશું. ૫. પ્રચંડ વાયુ : પાંચ ઇન્દ્રિયોના વિષયોની કામનાનો પ્રચંડ વાયુ મહાસાગરમાં પૂરી શક્તિ સાથે તાંડવનૃત્ય કરી રહ્યો છે. કેટલી તૃષ્ણા ? તેની પણ કોઈ હદ હોય છે. ભારે તૃષ્ણાવાળો જીવ જ્યાં-ત્યાં નિરુદ્દેશ્ય ભટકતો રહે છે. વિષયસુખની લાલસાને વશ થઈને જીવ કેવો ઘેરાઈ ગયો છે ? જાણો છો, આ પ્રચંડ વાયુ ક્યાંથી પેદા થાય છે ? પાતાળકળશોથી ! એ જ એનું ઉદ્ગમ સ્થાન છે. ૬. પાતાલકલશ : સંસાર સાગરમાં ચાર પ્રકારના પાતાળ કલશ વિદ્યમાન છે - ક્રોધ, માન, માયા અને લોભ. એમાંથી પ્રચંડ વાયુ ઉત્પન્ન થાય છે અને સાગરમાં તોફાન પેદા કરે છે. ૭. ભરતી-ઓટ : મનના વિભિન્ન વિકલ્પોની ભરતી-ઓટ સંસાર સાગરમાં આવતી રહે છે. કષાયોથી વિષયતૃષ્ણા જાગૃત થાય છે અને વિષયતૃષ્ણામાંથી માનસિક વિકલ્પો પેદા થાય છે. જાણો છો માનસિક વિકલ્પોની ભરતી કેટલી જબરજસ્ત હોય છે ? આખા સાગરમાં તોફાન આવી જાય છે. પાણીના તરંગો કિનારાને તોડતા, ભયાનક દૈત્યનું રૂપ ધારણ કરી લે છે. સામાન્ય રીતે સમુદ્રમાં પૂર્ણિમાની રાત્રે જ ભરતી આવે છે, પરંતુ સંસાર સાગરમાં તો નિરંતર ભરતી આવતી રહે છે. શું તમે કદી ભરતીના સમયે તોફાની સ્વરૂપ ધારણ કરતા સાગરને નજીકથી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રાવક જીવન : ભાગ ૪ જોયો છે? કદાચ નહીં જોયો હોય. પરંતુ હવે માનસિક વિકલ્પોની ભરતીને અવશ્ય જોજો. તેને જોતાં જ તમે ગભરાટથી બેહોશ થઈ જશો. ૮. વડવાનલ ઃ કંદર્પનો દારુણ વડવાનલ સંસારસમુદ્રમાં ભભૂકી રહ્યો છે. કંદર્પના આ દાવાનળમાં સંસાર સાગરનો કયો મુસાફર-પ્રવાસી ફસાયો નથી? આ સંસારમાં કયો માઈનો લાલ એવો છે કે જે આ કંદર્પના દાવાનળની ઉગ્ર જ્વાળાઓથી બચી શક્યો હોય ? એમાં રાગનાં ઈધણ નાખવામાં આવે છે. રાગનાં ઈધણથી દાવાનળ સદાય પ્રજ્વલિત રહે છે. વાસ્તવમાં કંદર્પનો દાવાનળ આશ્ચર્યજનક છે. આ વડવાનલમાં જીવ નિર્ભય બનીને કુદી પડે છે. ભભૂકતા વડવાનલમાંથી તે બહાર નીકળવાનું નામ નથી લેતા, પરંતુ રાગનાં ઈધણ નાખી નાખીને તેને નિરંતર પ્રદીપ્ત રાખે છે. - કંદર્પ એટલે કામવાસના, ભોગસંભોગની તીવ્ર લાલસા. નર નારીના સંભોગની વાસનામાં બળતો રહે છે અને નારી નરના સંભોગમાં બળે છે. જ્યારે નપુંસક નર યા નારી બંનેના સંભોગની વાસનામાં જલે છે. વાસ્તવમાં જોઈએ તો સંસાર સાગરમાં કંદર્પરૂપ વડવાનલ ભયંકર-ભીષણ અને સર્વભક્ષી છે. સામાન્ય રીતે સંસાર સાગરના પ્રવાસીઓ આ વડવાનલમાં ફસાતા નજરે પડે છે. જ્યારે કેટલાક લોકો એના તરફ ઢળતા દેખાય છે. મત્સ્ય અને કચ્છપ : સંસારસમુદ્રમાં મોટા મોટા મગરમચ્છો અને માછલીઓ પણ છે. નાનામોટા સાધ્ય-અસાધ્ય રોગોના મત્સ્ય પણ મુસાફરો માટે આફતરૂપ બને છે. તેમને હેરાનપરેશાન કરે છે. એકાદ મગરમચ્છનું ખાદ્ય બનતો દેખાય છે તો કોઈ આ માછલીઓના ઘેરાવામાં ફસાતો નજરે પડે છે. રોગરૂપી મગરમચ્છથી મુસાફર સદૈવ ભયભીત રહે છે. બરાબર આ જ રીતે શોક - કાચબાઓ પણ આ સંસાર સાગરમાં ઓછા નથી. એ પણ પ્રવાસીઓને ઓછા હેરાન નથી કરતા. ચંચળતા : ચંચળતા એટલે વીજળી. આકાશ તરફ જોશો તો વારંવાર વીજળી ચમકતી નજરે પડશે. તેની ચમક આ આંખોથી જોઈ ન શકાય તેવી આંજી નાખનારી અને વિચિત્ર હોય છે. કોઈ કોઈ વાર તો આપણને સ્પર્શતી વીજળી વેગે ચાલી જાય છે. દુબુદ્ધિ જ વીજળી છે, ચંચળતા છે. હિંસામયી બુદ્ધિ, જૂઠ-ચોરીની બુદ્ધિ, દુરાચાર-વ્યભિચારની બુદ્ધિ, માયા-મોહની બુદ્ધિ અને રાગદ્વેષની બુદ્ધિ ! આ Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭પ વીજળીની ચમકદમકમાં જીવ અંજાઈ જાય છે. તોફાન : મત્સરની આંધી કેટલા જોરશોરથી જીવોને પોતાની ઝપટમાં લઈ લે છે ? ગુણવાન વ્યક્તિ પ્રત્યેના રોષને મત્સર કહે છે. સંસાર સાગરમાં આવાં તોફાનો, આવી આંધીઓ આવતી રહે છે. શું તમે આ મત્સરનું તોફાન કદી જોયું નથી? તમને લોકોને તો મત્સરની આદત પડી ગઈ છે. તેથી તમે એ આંધીની ભયંકરતા. ભીષણતાને સમજી નહીં શકો. પરંતુ ગુણવાન વ્યક્તિ પ્રત્યે તમારા મનમાં શું રોષની ભાવના પેદા નથી થતી? એવા સમયે તમારા મનમાં કેવાં તોફાનો ઊઠે છે? જે આ તોફાનમાં ફસાય છે તેની ગુણસંપત્તિ નષ્ટ થવામાં વાર લાગતી નથી. એ ગુણસંપત્તિથી દૂર-સુદૂર નીકળી જાય છે. ગર્જન-તર્જન : દ્રોહ-વિદ્રોહનું ગર્જન-તર્જન સંસારસમુદ્રમાં નિરંતર સંભળાય છે. પિતા પુત્રનો દ્રોહ કરે છે તો પુત્રપિતાનો દ્રોહ કરે છે. પ્રજા રાજાનો દ્રોહ કરે છે તો રાજા પ્રજાનો દ્રોહ કરે છે. પત્ની પતિનો દ્રોહ કરતી નજરે પડે છે તો પતિ પત્નીનો દ્રોહ કરતો દ્રષ્ટિગોચર થાય છે. કોઈ વાર શિષ્ય ગુરનો દ્રોહ કરતો નજરે ચડે છે તો ગુર શિષ્યનો દ્રોહ કરતો દેખાય છે. જ્યાં જુઓ ત્યાં દ્રોહની આ પરંપરારૂપ ગર્જન - તર્જન અબાધિત રૂપે ચાલ્યા કરે છે. અવિશ્વાસ અને શંકા-કુશંકાના વાતાવરણમાં સંસાર-સમુદ્રના પ્રવાસીનો દમ ઘૂંટાય છે. મુસાફર : સંસાર-સાગરમાં અસંખ્ય જીવ...અનંત જીવ વિદ્યમાન છે. પરંતુ મહાસાગરની છાતી ઉપર લહેરાતી નૌકાઓમાં પ્રવાસ કરનારું એક માત્ર પ્રાણી મનુષ્ય છે. આ મનુષ્ય સંસાર-સાગરનો પ્રવાસ કરતાં ખરાબ પરિસ્થિતિઓના ફંદામાં ફસાઈ જાય છે. એમાંથી મોટા ભાગની નૌકાઓ તો પર્વતમાળાઓ સાથે ટકરાઈને સાગરના અતળ ઊંડાણમાં ખોવાઈ જાય છે. બચી ગયેલા માણસો મુસાફરી આગળ ધપાવે છે અને સાગરના મધ્યભાગમાં પ્રજ્વલિત વડવાનલમાં પડીને મરી જાય છે. કેટલાક તો આકાશમાં ઝબકતી વીજળીના પડવાથી ખતમ થઈ જાય છે. કેટલાક તોફાની વિભીષિકામાં પોતાનું સર્વસ્વ ખોઈ બેસે છે. બાકી રહેલા થોડા મુસાફરો કે જેમને ભવસાગરનું યથાર્થ જ્ઞાન છે અને જેઓ જ્ઞાનસમૃદ્ધ છે અને ધીરગંભીર મહાપુરુષોનું અનુસરણ કરે છે, તેઓ બચી જાય છે. ભવસાગરને પાર કરવામાં સફળતા મેળવે Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન : ભાગ ૪ જ્ઞાની પુરુષોની દૃષ્ટિમાં આ સંસાર-સાગર અનંત વિષમતાઓથી ભરેલો અને અત્યંત દારુણ છે. જે જ્ઞાની છે, વિરક્ત છે, તેઓ સંસારના કોઈ પણ સુખ પ્રત્યે આકર્ષાતા નથી, લલચાતા નથી. તેમનું સદા-સર્વદા એક જ લક્ષ્ય હોય છે ઃ ‘ક્યારે આ ભવસાગરની પાર ઊતરું ?’ તેના તમામ પ્રયત્નો ભવસાગરની પાર ઊતરવા માટે હોય છે, મુક્તિ માટે હોય છે. તેઓ મન-વચન અને કાયાથી ભવસાગરની પાર ઊતરવા પ્રયત્નશીલ હોય છે. ૩૮ હવે તમે લોકો આત્મચિંતન કરો. તમારે વિચાર કરવો જોઈએ કે આ ભવસાગર આપણા માટે રહેવાલાયક છે ? આપણે આ સાગરમાં શું સ્થિર રહેવું જોઈએ ? ક્યાંય પણ કોઈ સુગમ પથ છે ખરો ? ક્યાંય નિર્ભયતા છે ખરી ? અશાંતિ વગરનું, અસીમ સુખ છે ? નથી, તે તો માત્ર મૃગજળ છે. તો પછી આ સંસારમાં સ્થિર થવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે ? જ્યાં સ્વસ્થતા નથી, શાન્તિ નથી, સુખ નથી, નિર્ભયતા નથી, ત્યાં રહેવાની કલ્પનાથી જ હૃદય કંપી ઊઠે છે. જ્યારે દેશનું વિભાજન થયું, અને ભારતપાકિસ્તાન બે રાષ્ટ્ર બન્યાં ત્યારે પાકિસ્તાનમાં હિન્દુ પરિવારોની કેવી સ્થિતિ હતી ? એમનું જીવન કેવું હતું ? ત્યાંથી લાખો હિન્દુ પરિવારો હિજરત કરીને ભારતમાં ચાલ્યા આવ્યા. જીવ હાથમાં લઈને, સુખશાન્તિ અને સંપત્તિ ગુમાવીને ! કારણ કે ત્યાં તેમને નિર્ભયતા અને પોતાની સલામતીનો વિશ્વાસ ન રહ્યો. આ રીતે જ્યારે ભવસાગરમાંથી હિજરત કરવાની ઇચ્છા જાગી જાય, ત્યારે માયા-મમતાનાં બંધન તૂટતાં એક ક્ષણ પણ નહીં લાગે. એટલા માટે અહીં ભવસાગરની ભીષણતાનું યથાર્થ વર્ણન કરવામાં આવ્યું છે. એકલા હો ત્યારે શાન્તિથી આની ઉપર ચિંતન કરો. એકાગ્ર બનીને આની ઉપર પ્રતિદિન વિચાર ક૨ો. જ્યારે તમારો આત્મા ભવસાગરની ભયાનકતા અને વિષમતાથી ભયભીત થઈ જશે, ત્યારે એને પાર કરવાની તીવ્ર લાલસા જાગી ઊઠશે. તમે મન, વચન અને કાયાથી પાર ઊતરવા માટે તૈયાર થઈ જશો. ભવનો ભય લાગવો જોઈએ. સભામાંથી પ્રવચન સાંભળતી વખતે તો ભવનો ભય લાગે છે, પરંતુ એ ભય હંમેશાં રહેતો નથી...મન સ્થિર રહેતું નથી. મહારાજશ્રી : જ્યાં ભય લાગે છે ત્યાં મન સ્થિર બને જ છે. ભવસાગરનો ભય લાગશે, મન સ્થિરતાથી એ ભવસાગરને પાર કરવાના ઉપાયો કરશે જ. કોઈ એક નગરમાં એક પ્રસિદ્ધ અને ધનાઢ્ય નાગરિક હતો. તેની એ દૃઢ માન્યતા હતી કે ‘લાખ પ્રયત્નો કરવા છતાં મન નિયંત્રિત-સ્થિર રહેતું નથી.’ તે સર્વત્ર મનની અસ્થિરતા એટલે ચંચળતાની ઘોષણા કરતો રહેતો હતો. પોતાની Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૫ ૩૯ માન્યતાથી વિપરીત માન્યતા ધરાવનારાઓ સાથે તે વાદ-વિવાદ કરતો રહેતો. તે મુનિવરો સાથે પણ વાદ-વિવાદ કરતો હતો. ન તો કોઈનું સાંભળતો, ન તો સમજવાની કોશિશ કરતો હતો. મનની સ્થિરતાને માનવા માટે તે બિલકુલ તૈયાર ન હતો. નગરમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ. રાજાએ પણ આ વાત સાંભળી. રાજા સ્વયં દર્શનશાસ્ત્રનો જ્ઞાતા હતો. વિદ્વાન હતો. મનને સ્થિર કરવાની વિદ્યા એ જાણતો હતો. તેણે મનોમન એ પ્રસિદ્ધ નાગરિકને બોધપાઠ ભણાવવાનો નિર્ણય કર્યો. એક દિવસે એ નાગરિક રાજાની જાળમાં ફસાઈ ગયો. રાજાએ એને ફાંસીની સજા જાહેર કરી. સાંભળતાં જ એના પગની પાનીનો પરસેવો ચોટી સુધી આવી ગયો. તે આકુળ-વ્યાકુળ થઈ ગયો. ફાંસીના નામમાત્રથી તે કંપી ઊઠ્યો. તે રાજાને કરગરવા લાગ્યો અને ફાંસીની સજા માફ કરવા માટે વિનંતી કરવા લાગ્યો. રાજાએ કહ્યું : ‘અપરાધીને દંડ દેવો એ રાજાનું કર્તવ્ય છે.’ નાગરિકે કહ્યું : ‘પ્રભુ, જે દંડ દે છે તે ક્ષમા પણ આપી શકે છે.' રાજાએ કંઈક વિચાર કરીને કહ્યું : ‘એક શરતે તને માફી આપી શકાય.’ નાગરિકે કહ્યું : “એક નહીં, મને આપની સો શરતો મંજૂર છે, પરંતુ ફાંસી ન આપો.’ રાજાએ કહ્યું : ‘તેલથી પૂરેપૂરું ભરેલું પાત્ર હાથમાં લઈને નગરનાં હાટ-હવેલી અને બજારોની વચ્ચેથી ચાલતા રાજમહેલમાં સકુશળ પહોંચવું પડશે. જો માર્ગમાં તેલનું એક ટીપું પણ પડ્યું, યા તેલનું પાત્ર સહેજ પણ છલકાયું તો મૃત્યુદંડથી તને કોઈ બચાવી શકશે નહીં. બોલ, આ શરત મંજૂર છે ?’ નાગરિકે શરત સ્વીકારી લીધી. રાજસભા પૂરી થતાં તે નાગરિક પોતાને ઘેર ગયો. એની સાથે સાથે કર્મચારી પણ ગયા. આ બાજુ રાજાએ હાટ-હવેલીઓ અને બજારો સજાવવાનો આદેશ આપી દીધો. નિર્ધારત માર્ગ ઉપર સુંદરીઓને તૈયાર કરવામાં આવી, કલાકારોને તેમની કલા રાજમાર્ગો ૫૨ પ્રદર્શિત કરવાની આજ્ઞા આપવામાં આવી, સમગ્ર નગરનું દૃશ્ય જ બદલાઈ ગયું. નિર્ધારત સમયે પેલો નાગિરક તેલથી છલોછલ ભરેલું પાત્ર લઈને પોતાના નિવાસસ્થાનેથી નીકળ્યો. રાજાના કર્મચારીઓ એની સાથે ચાલવા લાગ્યા. તે હાટહવેલીઓ અને બજારમાંથી પસાર થાય છે, પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન તેલના પત્ર સિવાય ક્યાંય જતું નથી. દુકાનોની સજાવટ તેનું ધ્યાન ખેંચતી નથી. નાટક વગે કળાઓ એના મનને લલચાવતી નથી. સુંદરીઓનું દેહલાલિત્ય અને નેત્રકટાક્ષો Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રાવક જીવનઃ ભાગ ૪ તેને જરા પણ વિચલિત કરી શકતાં નથી, તેની દ્રષ્ટિ તો માત્ર પોતાના તેલપાત્ર ઉપર જ છે. આ રીતે તે કુશળતાથી રાજમહેલમાં પહોંચી જાય છે. મહારાજાને વિનીત ભાવથી પ્રણામ કરીને તે નતમસ્તકે ઊભો રહે છે. રાજાએ કહ્યું: ‘તેલનું એક બિંદુ પણ માર્ગમાં પડ્યું નથી ને ? નાગરિકે કહ્યું : “જી ના.” રાજાએ કહ્યું પરંતુ એ કેવી રીતે શક્ય છે? સરાસર અસંભવ વાત છે. મન ચંચળ છે, તે આડું અવળું જોયા સિવાય રહી શકતું નથી. અને આમતેમ જોવાથી તેલપાત્ર છલકાયા સિવાય રહી શકે નહીં.' મહારાજ, હું સત્ય કહું છું. મારું મન તેલપાત્ર સિવાય ક્યાંય ગયું નથી. બીજો કોઈ વિચાર મનમાં આવ્યો જ નથી.' રાજાએ પૂછ્યું: “મન કોઈ એક વસ્તુમાં એકાગ્ર બની શકે છે ?' નાગરિકે કહ્યું કેમ નહીં? આ વાત સો એ સો ટકા સંભવ છે. મારા માથા ઉપર સાક્ષાત મોત ભમી રહ્યું હતું ત્યારે ભલા મન એકાગ્ર કેમ ન બને ?” “તો પછી જે સાધક નિરંતર સંસારભયથી, મૃત્યુભયથી આક્રાન્ત હોય છે, એનું મન આત્મસાધનામાં સ્થિર થઈ શકે કે નહીં? તે નાગરિક મનની સ્થિરતાને માનવા લાગ્યો ! અનન્ત જન્મ-મૃત્યુના ભયથી સાધક પોતાની સાધનામાં નિરંતર એકાગ્રચિત્ત બની શકે છે. તેને નિસાર સંસારનો ભય લાગવો જોઈએ. સંસારસમુદ્રની બીજી ઉપમા ઃ જે રીતે “જ્ઞાનસાર'માં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ સંસારને સમુદ્રની ઉપમા આપીને સંસારની અસારતા બતાવી છે, એ રીતે “અધ્યાત્મસાર ગ્રંથમાં પણ તેમણે સંસારને સમુદ્ર બતાવીને સંસારની ભયાનકતા બતાવી છે. એક જ શ્લોકમાં ('ભવસ્વરૂપાધિકારમાં) તેમણે તમામ વાતો બતાવી દીધી છે. ખૂબ જ સ્ક્રયસ્પર્શી શબ્દોમાં તેમણે ભવસમુદ્રનું વર્ણન કર્યું છે. તમે શ્લોક સાંભળોઃ इतः कामौर्वाग्निवलति परितो दुःसह इतः, पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिता । इतः क्रोधावर्तो विकृतितटिनीसंगमकृतः । समुद्रे संसारे तदिह न भयं कस्य भवति ॥ પહેલાં સંક્ષેપમાં આનો અર્થ બતાવી દઉં છું. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, onal Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭પ ૪૧ કે “આવા સંસારસમુદ્રમાં કોને ભય નથી લાગતો ? જે સંસારસમુદ્રની ચારે કોર કામવાસનાની દુસહ આગ સળગતી હોય, વિષયરૂપ ગિરિશિખર પરથી જે સમુદ્રમાં પથ્થર પડતા હોય, પથ્થર પડવાથી સાગરમાં ક્રોધના આવર્તી પેદા થતા હોય, અને એ આવત વિકૃતિરૂપ નદીમાં ભળી જાય છે. આંતરિક સંસારની વાત ઃ આ વાત બાહ્ય સંસારની નથી. દરેક જીવાત્માની અંદર એક ભયાનક સંસારસાગર રહેલો છે ! જ્ઞાનવૃષ્ટિથી જ આ સંસારને જોઈ શકાય છે. જ્યારે આ સાગરને જોશો ત્યારે જ સાચા અર્થમાં ભય લાગશે. આંતરદર્શન કરવું પડશે. અંદર,...સમુદ્રની ચારે તરફ કામવાસનાની ભીષણ આગ જુઓ. આગ બાળ છે અને કામવાસના પણ જીવને બાળે છે. ચારે ગતિમાં સૌથી વધારે કામવાસના મનુષ્યને હોય છે. દેવોથી વધારે અને પશુપક્ષી કરતાંય વધારે....હૃદયમાં કામવાસનાની આગ સળગતી જ રહે છે, વિશેષ રૂપે યૌવનકાળમાં આ આગ ભયંકર હોય છે. આ સર્વભક્ષી કામવાસનાએ કેટલા યુવાનોને બાળી નાખ્યા, એનાં અનેક દ્રષ્ટાન્તો શાસ્ત્રોમાં તેમજ ઇતિહાસમાં તો વાંચવા મળે જ છે, વર્તમાન કાળમાં પણ અસંખ્ય ઘટનાઓ વાંચવા મળે છે. આ કામાગ્નિમાં બળનારાઓની અને મરનારાઓની ! દરરોજ ભીતરના સાગરની ચારે કોર આગ જુઓ, એની ઉપર આ વાસનાની ભયાનકતાના વિષયમાં ચિંતન કર્યા કરો. બીજું દૃશ્ય અંદર જુઓ : સમુદ્રની મધ્યમાં એક ઊંચો પહાડ છે. એ પહાડનાં શિખરો ઉપરથી તૂટતી પથ્થરશિલાઓ સમુદ્રમાં પડે છે. એ પહાડ – પાંચ ઇન્દ્રિયોના વિષયનો. શબ્દરૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોનો પહાડ છે. કોઈ ને કોઈ વિષયઈચ્છાની શિલા પહાડ ઉપરથી સમુદ્રમાં પડે છે અને સમુદ્રમાં આવતી પેદા થાય છે. ક્રોધનાં આવર્ત પેદા થાય છે. જ્યારે મનુષ્યની વિષયેચ્છા પૂર્ણ થતી નથી ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. જુઓ અંદરના સંસારમાં! જે વ્યક્તિથી તમને જે વિષયની અપેક્ષા હોય એ અપેક્ષા જ્યારે પૂર્ણ નથી થતી ત્યારે તમને તેના પ્રત્યે ક્રોધ...રોષ....રીસપેદા થાય છે ને? આ જ આવ છે વિકલ્પોના આવત, વિકારોના આવત, દૃય ચંચળ, અસ્થિર બની જાય છે. * બીજાં પાસેથી મધુર-પ્રિય શબ્દોની અપેક્ષા હોય છે. ત્યાં કદાચ અપ્રિય અને Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કર્કશ શબ્દ સાંભળવા મળે છે તો ક્રોધ-રોષ આવે છે ને ? * જ્યાં પ્રિય રૂપ જોવાની અપેક્ષા હોય, ત્યાં એ રૂપ જોવા નથી મળતું, કુરૂપ જોવા મળે છે, તો ક્રોધ ઉત્પન્ન થાય છે ને ? * જ્યાં સુગંધ મળવાની અપેક્ષા હોય, ત્યાં દુર્ગન્ધ મળે છે તો ક્રોધ ઉત્પન્ન થાય છે ને ? શ્રાવક જીવન : ભાગ ૪ * જ્યાં મધુર અને પ્રિય રસોની અપેક્ષા હોય, ત્યાં અપ્રિય રસ મળે છે તો ક્રોધની આંધી ઊમટે છે ને ? * જ્યાં મુલાયમ અને પ્રિય સ્પર્શની અપેક્ષા હોય, ત્યાં અપ્રિય અને કર્કશ સ્પર્શ મળે છે તો ક્રોધ ઉત્પન્ન થાય છે ને ? સંસાર-સાગરમાં ક્રોધાદિ વિકારોના આવર્ત પેદા થતા જ રહે છે. શું તમે આવા સંસારમાં નિર્ભય રહી શકો છો ? નિશ્ચિંત રહી શકો છો ? ખબર નથી કે વિષયગિરિ ઉપરથી ક્યારે કયો પથ્થર પડે અને કયો આવર્ત પેદા થાય ? ગ્રંથકારે ભવસ્થિતિની નિર્ગુણતાનું ચિંતન કરવાનું કહ્યું છે. એ ભવસ્થિતિ બહારની નહીં, ભીતરની ભવસ્થિતિ સમજવાની છે, ભીતરમાં જે ભવસાગ૨ ઊછળી રહ્યો છે....ગર્જી રહ્યો છે....તોફાન મચાવી રહ્યો છે. એને જોવાનો છે. જો તમારી પાસે જ્ઞાનવૃષ્ટિ હશે તો તમે સંસારથી ભયભીત બનશો. સંસારની નિઃસારતાને સારી રીતે સમજી જશો. બહા૨થી તમારો સંસાર ધનધાન્યથી, પત્નીપુત્રાદિ પરિવારથી સ્નેહી-સ્વજનમિત્રોથી, આરોગ્યથી...સારો પણ હોઈ શકે. એ બાહ્ય સંસારને તમે સંસારસમુદ્ર’ના રૂપમાં નહીં જોઈ શકો. એ સંસાર તમને અસાર નહીં લાગે; ભીષણ નહીં દેખાય. બાહ્ય સંસાર તો સુખમય પણ લાગી શકે છે. તમારે બાહ્ય સંસાર જોવાનો નથી. ભીતર જે વિવિધ વિકારોનો સંસાર છે, તેને જોવાનો છે. એનાં પરિણામોને જોવાનાં છે. ઇહલૌકિક અને પારલૌકિક પરિણામોને વિચારવાનાં છે. જ્યારે વિચારશો ત્યારે સંસારની નિઃસારતાનાં દર્શન થશે. પછી બાહ્ય સંસારના વૈષયિક સુદો પ્રત્યે સાચો વૈરાગ્ય ઉત્પન્ન થશે. સંસારની આસક્તિ તૂટી જશે. સંસારની નિર્ગુણતાનું મનન-ચિંતન કરતાં તમે અનાસક્ત બનો, એ જ શુભ કામના. આજે બસ, આટલું જ. ★ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ( પ્રવચન ૭૬ પરમ ઉપકારી, પરમ કૃપાનિધિ, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનમાં કરવા યોગ્ય બાહ્ય તેમજ આંતરિક ધર્મઆરાધના બતાવી છે. આંતરિક આરાધનામાં તેમણે ભવસ્થિતિની નિસારતાનું ચિંતન કરવાનું કહ્યું છે. ભવસ્થિતિનું અવલોકન કર્યા પછી તેની અસારતાનું ચિંતન કરવાથી વૈરાગ્યભાવ જાગૃત થાય છે, તેમજ પુષ્ટ થાય છે. અધ્યાત્મસારમાં ભવસ્વરૂપનું ચિંતન : ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ અધ્યાત્મસાર' ગ્રંથની સુંદર રચના કરી છે. એ ગ્રંથમાં ચોથો અધ્યાય છે “ભવસ્વરૂપચિંતા' નામે. આ અધ્યાયનું પરિશીલન તે જ માણસ કરી શકે કે જે બુદ્ધિમાન હોય, અને ચિત્તને સ્થિર કરી શકે, થોડાક સમય માટે પણ કાળમfપ સમાધાય... જે મનને સ્થિર કરી શકે. આ અધ્યાયમાં તેમણે સંસારની વિભિન્ન ઉપમાઓ આપી છે. અને સંસારની સાથે તે બધી ઉપમાઓ કેવી રીતે બંધ બેસે છે, તે સમજાવ્યું છે. પહેલાં એ ઉપમાઓનાં નામ સાંભળી લો. ૧. સંસાર સાગર છે. ૭. સંસાર સ્મશાન છે. ૨. સંસાર અગ્નિ છે. ૮. સંસાર વિષવૃક્ષ છે. ૩. સંસાર કસાઈખાનું છે. | સંસાર વિષમતાઓનું ઘર છે. ૪. સંસાર રાક્ષસ છે. ૧૦. સંસાર ભયાક્રાન્ત ઘર છે. ૫. સંસાર વન છે. ૧૧. સંસાર ઉષ્ણકાળ છે. ૬. સંસાર કારાવાસ છે. | ૧૨. સંસાર મોહની યુદ્ધભૂમિ છે. સંસાર સાગર છે, આ ઉપમા મેં તમને ગઈકાલે બતાવી હતી, માટે આજે બીજી ઉપમાથી પ્રારંભ કરું છું. સંસાર ભયંકર આગ : प्रिया ज्वाला यत्रोद्वमति रतिसंतापतरला, कटाक्षान् धूमौधान् कुवलयदलश्यामलरुचीन् । अथाङ्गान्यंगाराः कृतबहुविकाराश्च विषयाः । दहन्त्यस्मिन् वह्नौ भववपुषि शर्म क्व सुलभम् ।। Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રાવક જીવન : ભાગ ૪ આ ચોથા અધ્યાયના બધા શ્લોકો ‘શિખરિણી’ છંદમાં બદ્ધ છે. જો તમે સંસ્કૃત જાણતા હો અને એ શ્લોકોને ગાઓ તો વૈરાગ્યની મસ્તીમાં ડોલી ઊઠશો ! રસપૂર્ણ રચના છે આ. બીજી ઉપમા સાંભળો. આ સંસા૨-અગ્નિ કેવો પ્રજ્વલિત છે, એની કલ્પના કરો. આ સંસારઅગ્નિમાંથી જે જ્વાળાઓ આકાશમાં જઈ રહી છે એ ભીષણ જ્વાળાઓનું નામ છે પ્રિયા ! ચંચળ સ્ત્રી ! કામવાસનાથી-કામસંતાપથી ચંચળ બનેલી સ્ત્રી સંસારઆગની જ્વાળા છે. * આગમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. કલ્પનાથી જુઓ એ ધુમાડો છે સ્ત્રીના નયનકટાક્ષ ! જે રીતે નીલકમલની શ્યામ કાન્તિ હોય છે, શ્યામ રંગ હોય છે, એ રીતે સ્ત્રીના કટાક્ષોનો રંગ પણ એવો શ્યામ હોય છે. ધુમાડો કાળો હોય છે ને ? એટલા માટે આ ઉપમા આપવામાં આવી છે. * ઠીક, તમને અગ્નિમાં અંગારા પણ જોવા મળે છે ને ? સ્ત્રીનાં પ્રત્યેક અંગઉપાંગો અંગારા છે. અંગારાને સ્પર્શ કરીએ તો ? બળો ને ? એ રીતે સ્ત્રીનાં અંગઉપાંગોને સ્પર્શ કરવાથી વાસનાની બળતરા ઉત્પન્ન થાય છે. * આગમાં રાખ વગેરે જે વિકાર દેખાય છે, તે પાંચ ઇન્દ્રિયોના વિષયો ! આવી સર્વભક્ષી સંસાર આગમાં શું સુખ મળી શકે ? ન મળી શકે. સંસાર કસાઈખાનું છે : સંસારને ત્રીજી ઉપમા આપવામાં આવી છે કસાઈખાનાની ! गले दत्त्वा पाशं तनयवनितास्नेहघटितम्, निपीड्यन्ते यत्र प्रकृतिकृपणाः प्राणिपशवः । नितान्तं दुःखार्ता विषम - विषयैर्घातकभटैःर्भव सूनास्थानं तदहह महासाध्वसकरम् ॥ આ સંસાર એક કતલખાનું છે. જીવ પશુ છે. તેના ગળામાં દોરી બાંધી છે. પુત્ર-પત્ની આદિ સ્વજન-સ્નેહની દોરી બાંધેલી છે. જીવનો સ્વભાવ રંક-દીન થઈ ગયો છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોને કસાઈની ઉપમા આપવામાં આવી છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયો કસાઈ છે. એ વિષયોને કસાઈના રૂપમાં જુઓ ! એમનાથી દૂર રહો. દૂર રહેવાનો અર્થ છે એ વિષયો પ્રત્યે ન કરો રાગ, ન કરો દ્વેષ, જીવન જીવવા માટે અનિવાર્ય હોય એટલા જ વિષયોનો ઉપભોગ કરવાનો છે. એ પણ અનાસક્ત હૃદયથી કરવાનો છે. રાગદ્વેષ કર્યા વગર કરવાનો Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૬ છે. બીજી સાવધાની એ રાખવાની છે કે ગળામાં સ્વજન-સ્નેહની દોરી જો બાંધી હોય તો એ દોરીને તોડવાની છે. જો સ્વજન-સ્નેહ, પરિજન-સ્નેહ, ધનવૈભવ-સ્નેહ, દેહસ્નેહ આદિની દોરી ગળામાં બાંધી હશે તો વિષય-કસાઈ ક્રૂરતાથી વધ કરશે જ. સભામાંથી : એ સ્નેહ તો રહે જ છે..... ::. : મહારાજશ્રી તો કસાઈના હાથે કતલ થવાની જ છે. એમનો ત્રાસ સહન કરવો જ પડશે. જો બચવું હોય એ કસાઈથી, તો રાગનાં બંધનો તોડવાં જ પડશે. સંસાર રાક્ષસ છે ઃ સંસારને ચોથી ઉપમા આપવામાં આવી છે રાક્ષસની. अविद्यायां रात्रौ चरति वहते मूर्ध्नि विषमम्, कषायव्यालौघं क्षिपति विषयास्थीनि च गलें । महादोषान् दन्तान् प्रकटयति वक्रस्मरमुखे । न विश्वासार्होऽयं भवति भवनक्तंचर इति ॥ સંસાર એ ભયાનક રાક્ષસ છે. શું તમે કદી સંસારને ભયાનક રાક્ષસના રૂપમાં જોયો છે ? આ જે બતાવું છું; પછી તમે આંખો બંધ કરીને જોજો. ‘અવિદ્યા’ અજ્ઞાનતાની કાજળકાળી અમાવાસ્યા છે. સંસા૨-રાક્ષસના માથા ઉપર કષાય-સ્વરૂપ ભયંકર નાગ બેઠેલો છે. ગળામાં વિષયરૂપ હાડકાંની માળા લટકી રહી છે. – હિંસાદિ મોટા મોટા દોષ-રૂપ દાંત બહાર નીકળેલા છે અને કામવાસના-રૂપ તેનું વિકરાળ મુખ દેખાય છે. કલ્પના કરો. – ૪૫ - ઘોર અંધારી રાત છે. સામે જ - પાસે જ રાક્ષસ ઊભો છે. ૨૦-૨૫ ફૂટ ઊંચો છે. તેના મસ્તક ઉપર મોટા મોટા નાગ બેઠા છે. ગળામાં હાડકાંની માળા લટકે છે. મોટા મોટા દાંત બહાર નીકળેલા છે. ખુલ્લું વિકરાળ મુખ છે ! આવો રાક્ષસ જોઈને પોષ મહિનાની સખત ઠંડીમાં પણ પરસેવો છૂટી જાય ને ? Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રાવક જીવન : ભાગ ૪ સભામાંથીઃ સ્વપ્ન પણ એવું આવે તો... મોતનો ચિત્કાર નીકળી જાય. મહારાજશ્રી સંસારને આ રૂપમાં જોવાનો છે. એનાથી ભયભીત રહેવાનું છે. આવા સંસાર ઉપર શું વિશ્વાસ કરી શકાય? રાક્ષસ વિશ્વાસપાત્ર હોતો નથી. એમાં ય સંસાર-રાક્ષસ તો કદીય વિશ્વાસપાત્ર નથી હોતો. સંસાર ભયાનક વન છે? સંસારને પાંચમી ઉપમા આપવામાં આવી છે વનની - અટવીની. जना लब्ध्वा धर्मद्रविणलवभिक्षां कथमपि, प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता । विलुट्यन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना, भवाटव्यां नास्यामुचितमहायस्य गमनम् ॥ સંસાર નિર્જન અટવી છે, વન છે. કેટલાક સાહસિક લોકો, જેમણે ગમે તેમ કરીને કંઈક ધર્મ-ધનની કમાણી કરી અને કોઈ સહાયક વગર, કોઈ ભોમિયા વગર તેઓ સંસાર-વનમાં પસાર થવા લાગ્યા. કોઈકે એમને કહ્યું: “સદૂગુરની સાથે ચાલો, તેઓ તમારા માર્ગદર્શક બનશે, સહાયક બનશે.” પરંતુ તે લોકો માન્યા નહીં અને સંસાર-વનમાં આગળ વધવા લાગ્યા. ચાલતાં ચાલતાં રસ્તામાં એક સુંદર કિલ્લો દેખાયો. જોવામાં તે સુંદર હતો પરંતુ ભયાક્રાન્ત હતો. તે કિલ્લો છે સ્ત્રીનું વક્ષસ્થળ....ઉરોજ. તે મુસાફરો એ કિલ્લાની પાસે બેઠા....કિલ્લાનું સૌંદર્ય જોવામાં મગ્ન બન્યા, એટલામાં જ લૂટારા-ભિલ્લ લોકો ત્યાં આવી પહોંચ્યા. બધા જ મુસાફરોને લૂંટી લીધા, નિર્વસ્ત્ર કરી નાખ્યા. આ લૂટારા છે કામવિકાર ! વિષયવાસનાની તીવ્ર ઉત્તેજના, સ્ત્રીના વક્ષસ્થળ પર પુરુષ મોહિત થયો નથી કે કામવિકારોનો હુમલો થયો નથી. સંસાર-વનમાં આ એક જ ભયપૂર્ણ “સ્પોટ' છે, જગા છે, જ્યાં મોટા મોટા શુરવીરો - વીર પરાક્રમી પુરુષો પણ કારમી હાર ખાઈ બેસે છે. સદ્ગુરુ વગર, જીવ મુસાફરોને કોણ સમજાવે કે તમે એ કિલ્લાની પાસેથી પસાર થાઓ ત્યારે એની તરફ તમારે નજર જ નાખવાની નહીં. નહીંતર ડાકુઓ તમને લૂટી લેશે. તમારી તમામ સંપત્તિ ડાકુઓ લૂંટી લેશે.” Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૬ ૪૭ સંસાર કારાવાસ છે : સંસારને છઠ્ઠી ઉપમા આપવામાં આવી છે કારાવાસ - કેદખાનાની. प्रियास्नेहो यस्मिन्निगऽसदृशो यानिकभटोपमःस्वीयो वर्गो धनमभिनवं बन्धनमिव । मदामेध्यापूर्ण व्यसनबिलसंसर्ग-विषमम्, । भवः कारागेहं तदिह न रतिः क्वापि विदुषाम् ॥ સંસાર કેદખાનું-કારાવાસ છે. કારાવાસમાં ખુશી થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. - આ કારાવાસમાં જીવના હાથોમાં-પગોમાં જંજીરો પડી છે, તે જંજીરો છે પ્રિયાગ્નેહની, સ્ત્રી-મમત્વની. - એ કારાવાસનાં પ્રહરી-ચોકીદાર છે સ્વજન લોકો. દરેક પ્રહરે તેઓ બદલાતાં રહે છે. – સંસારના આ કારાવાસમાં જીવોને નવાં નવાં બંધનોથી બાંધવામાં આવે છે. તે બંધનો છે ધન...વૈભવ...દોલત. - સંસારના આ કેદખાનામાં સર્વત્ર ગંદકી પડી છે અને એમાંથી તીવ્ર દુર્ગધ ફેલાઈ રહી છે. આ ગંદકી છે અભિમાનની. – એ કેદખાનામાં સ્થળે સ્થળે દર છે - આપત્તિનાં દર. હવે કહો, આવા કેદખાનામાં બુદ્ધિમાન માણસને આનંદ આવી શકે ? સરકારે તો ત્રણ પ્રકારનાં કેદખાનાં બનાવ્યાં છે. First Class, Second Class અને Third Class. આ સંસાર (જીવની અંદરનો) તો થર્ડ કલાસ જેલો કરતાં ય વધારે ભયાનક છે. સંસારની કારાવાસના રૂપમાં કલ્પના કરજો. તમે અનુભવ કરશો કે “આપણે વાસ્તવમાં કારાવાસમાં છીએ. અને જ્યારે આ અનુભવ થશે, મનની વ્યાકુળતા દૂર થશે...ત્યારે કારાવાસમાંથી બહાર નીકળવાની ઈચ્છા થશે. તમને કારાવાસમાં રહેવું જરા પણ પસંદ નહીં આવે. સંસાર સ્મશાન છે : સંસારને સાતમી ઉપમા આપવામાં આવી છે સ્મશાનની. महाक्रोधो गृधोऽनुपरति शृगाली च चपला स्मरो लूको यत्र प्रकटकटुशब्दः प्रचरति । Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૮ प्रदीप्तः शोकाग्निस्ततमयशोभस्म परितः स्मशानं संसारस्तदभिरमणीयत्वमिह किम् ॥ શ્રાવક જીવન : ભાગ ૪ આ સંસાર સ્મશાન છે. સંસારને સ્મશાનની ઉપમા આપતી વખતે ઉપાધ્યાયશ્રી યશોવિજયજીની કલ્પનામાં એ સમયનાં ભયાનક સ્મશાનો હતાં. આજકાલ તો સ્મશાનો સુધરી ગયાં છે. ભયપ્રદ નથી. પરંતુ સંસાર-સ્મશાન તો એવું ને એવું જ ભયંકર છે, જે અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનું છે. આ સંસાર-સ્મશાનને કોઈ સુધારી શકતું નથી. સંસાર-સ્મશાનમાંથી જે બહાર નીકળવા ઇચ્છે, તે નીકળી શકે છે. ચાલો, હવે સંસાર–સ્મશાનની કલ્પના કરીએ. સ્મશાનના આકાશમાં ગીધ ઊડી રહ્યાં છે. એ ગીધ છે ક્રોધનાં. સ્મશાનમાં ચંચળ શિયાળવાં દેખાય છે, એ શિયાળવાં છે ‘અરતિ’નાં, ચિત્તઉદ્વિગ્નતાનાં. સંસારમાં ઘુવડનો કર્ણકટુ અવાજ સંભળાય છે, એ ઘુવડ છે કામવિકાર. સ્મશાનમાં ઠેરઠેર આગ સળગી રહી છે. આ આગ છે શોકની. સ્મશાનમાં ઠેરઠેર ભસ્મના ઢગલા રાખના ઢગલા પડ્યા છે. એ ભસ્મ છે અપયશની. ચારે તરફ ભસ્મના-અપયશના ઢગલા પડ્યા છે. આ છે સંસાર ! ભયાનક સ્મશાન છે. શું તમને આ સંસાર-સ્મશાનમાં કશું ય ૨મણીય દેખાય છે ? સંસાર વિષવૃક્ષ છે : સંસારને આઠમી ઉપમા આપી છે વિષવૃક્ષની. धनाशा यच्छायाप्यतिविषममूर्च्छाप्रदायिनी विलासो नारीणां गुरुविकृतये यत्सुमरसः । कलास्वादो यस्य प्रसरनरकव्याधिनिवहस्तदास्था नो युक्ता भवविषतरावत्र सुधियाम् ॥ સંસાર એક વિષવૃક્ષ છે. આ વિષવૃક્ષની છાયામાં બેસનારાઓ ખરાબ રીતે મૂતિ થઈ જાય છે. તે છાયા છે ધનાશા. સંપત્તિની અપેક્ષા, તમારા મનમાં ધનાશા પેદા થઈ કે સમજી લેવાનું કે તમે વિષવૃક્ષની છાયામાં બેસી ગયા છો. Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૬ — તાત્પર્ય એ છે કે સંસારમાં પરિગ્રહ સંજ્ઞા અને મૈથુનસંજ્ઞા - આ બે સંજ્ઞાઓ ખૂબ ભયાનક છે. જે જીવાત્મા આ બે સંજ્ઞાઓને વશ થાય છે તે ઘોર ત્રાસ અને વેદના અનુભવે છે. મૃત્યુ પછી જીવને નરક-તિર્યંચગતિમાં જવું પડે છે. સભામાંથી ; સંસારમાં સ્ત્રી અને ધન એ બે તત્ત્વો જ મુખ્ય છે. ૪૯ આ વિષવૃક્ષનો પુષ્પ૨સ જે પીએ છે, તેના મનમાં મોટામોટા વિકારો પેદા થાય છે. એ પુષ્પરસ છે નારીના વિલાસ, સ્ત્રીના ભિન્ન ભિન્ન હાવભાવ. આ વિષવૃક્ષનાં ફળોનો આસ્વાદ જે કરે છે તે તો નરકની ઘોર વ્યાધિઓનો શિકાર બની જાય છે. એ ફળ છે નારી-સંભોગ. આવા વિષવૃક્ષ સમાન સંસાર પ્રત્યે થોડોક પણ વિશ્વાસ ન કરવો જોઈએ. મહારાજશ્રી : એટલા માટે તો સંસારને વિષવૃક્ષની ઉપમા આપીને એ બે તત્ત્વો પ્રત્યે વૈરાગી બનાવવાના છે તમને ! વિરક્ત બનવું જ પડશે, નહીંતર ખૂબ દુઃખી થઈ જશો. સંસાર વિષમતાઓનું ઘર છે ઃ સંસારને નવમી ઉપમા આપી છે વિષમતાભર્યા ઘરની. 4 क्वचित्प्राज्यं राज्यं क्वचन धनलेशोऽप्यसुलभः क्वचिज्जातिस्फातिः क्वचिदपि च नीचत्वकुयशः । क्वचिल्लावण्य श्रीरतिशयवती कवापि न वपुः स्वरूपवैशम्यं रतिकरमिदं . कस्य नु ભદ્રે ! સંસાર વિષમતાભર્યું ઘર છે; કેવી કેવી વિષમતાઓ છે સંસારમાં ! કોઈની પાસે વિશાળ રાજ્ય સમૃદ્ધિ છે, તો કોઈની પાસે એક પૈસો પણ નથી. - --- કોઈ માણસ ઉચ્ચ કુળમાં જન્મ્યો છે, તો કોઈ નીચ કુળથી કલંકિત છે; કોઈ યશસ્વી છે, તો કોઈ અપયશનું પાત્ર છે. ક્યાંક રૂપનો અતિરેક દેખાય છે, તો ક્યાંક અત્યંત કુરૂપ અને જુગુપ્સિત શરીર જોવા મળે છે. આવી વિષમતાઓથી આ સંસાર ભર્યોભર્યો છે. આવી વિષમતાઓ જોઈને શું હૃદયમાં સંસાર પ્રત્યે પ્રેમ થશે ? ખુશી થશે ? વાત તમારી પસંદગીની છે. - ધનસંપત્તિની વિષમતા, - કુળોની વિષમતા, Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૦ - રૂપ-લાવણ્યની વિષમતા, - યશ-અપયશની વિષમતા. સંસારની આ ચાર મુખ્ય વિષમતાઓ બતાવવામાં આવી છે. આ સિવાય પણ બીજી અનેક વિષમતાઓ જોવા મળે છે. આવી વિષમતાઓથી ભરેલા સંસારમાં તમને ખુશી થશે ? હવે વિચારો વિષમતાઓની બાબતમાં. -- સંસાર ભયાક્રાન્ત ઘર છે ઃ આ સંસારને દશમી ઉપમા આપવામાં આવી છે ભયાક્રાન્ત ઘરની. इहोद्यमः कामः खनति परिपंथी गुणमहीमविश्रामः पार्श्वस्थितकुपरिणामस्य कलहः । विलान्यन्तः क्रामन्मदकणमृतां पामरमतं वदामः किं नाम प्रकटभवधामस्थितिसुखम् ॥ સંસાર ભયાક્રાન્ત ઘર છે. સંસાર-ઘ૨માં પ્રથમ ભય છે કામશત્રુનો. કામશત્રુ અતિ ઉદ્ધત છે. આ કામશત્રુ આત્મભૂમિમાંથી ગુણોને ઉખાડી ફેંકી દેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. - શ્રાવક જીવન : ભાગ ૪ સંસાર-ઘ૨ની પાસે જે પાડોશી છે તેમના ક્લેશ-ઝઘડા સદૈવ પરેશાન કરતા રહે છે. આ પાડોશી છે ચિત્તના દુષ્ટ વિચાર ! કુવિકલ્પ, કુપરિણામ. સૌથી વધારે ભય આ ઘરમાં સર્પોનો છે. સંસાર-ઘરમાં મોટાં મોટાં દર છે સર્પોનાં ! આ સર્પોને જાણો છો ? તે આઠ પ્રકારના મદ છે ! તે સર્પ છે. જાતિનો, કુળનો, રૂપનો, બળનો, લાભનો, બુદ્ધિનો, લોકપ્રિયતાનો, શ્રુતજ્ઞાનનો.... આ બધા મદ છે. આમાંથી એક પણ મદ-સર્પ જો ફરડે છે તો જીવાત્મા તરફડી તરફડીને મરી જાય છે, અને પરલોકમાં પણ ઘોર દુઃખ પામે છે. સંસારમાં મુખ્ય ભય છે ઃ - કામશત્રુનો. - દુષ્ટ વિચારોનો. આઠ મદોનો. સંસારમાં રહો છો તો આ વાતોથી સાવધાન રહેવું. આ ત્રણ વાતોના ચક્કરમાં ફસાવું નહીં. જો ચિત્તમાં દુષ્ટ વિચારોને પ્રવેશવા નહીં દો તો બાકીની વાતો તમારું Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૬ કશું બગાડી શકશે નહીં. સંસાર ઉષ્ણકાલ છે : સંસારને અગિયારમી ઉપમા આપવામાં આવી છે ઉષ્ણકાળની. तृषार्ताः खिद्यन्ते विषयविवशा यत्र भविनः, करालक्रोधाच्छमसरसि शोषं गतवति । स्मरस्वेदक्लेदग्लपितगुणभेदस्यनुदिनं भवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ॥ સંસાર ગ્રીષ્મકાળ છે, ઉષ્ણકાળ છે, જેવો તેવો ઉષ્ણકાળ નહીં, દુનિયામાં સૌથી વધારે ઉષ્ણતાવાળો ગ્રીષ્મકાળ છે. – પ્રચંડ તાપથી તમામ સરોવરો સુકાઈ ગયાં છે. એ પ્રચંડ તાપ છે ક્રોધનો, અને એ સરોવરો છે શમ-સમતાનાં. - લોકો પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. પરસેવાને કારણે જીવોનો મેદ ક્ષણેક્ષણે ગળતો રહે છે. આ પરસેવો છે કામરાગનો અને જે મેદ ઓગળે છે એ મેદ છે ગુણોનો. - વિષય પરવશ જીવોની - ભવ્ય આત્માઓની તરસની કોઈ સીમા નથી. બિચારા એ જીવો પાણી વગર તરફડતા રહે છે. એવા સંસારના ઉષ્ણકાળમાં શું ક્યાંય પણ તાપ-પરિતાપને મિટાવનાર કોઈ શરણ મળી શકે છે? સૂર્યના પ્રચંડ તાપથી બચવા માટેના ઉપાયો તો તમે જાણો છો અને શક્ય ઉપાયો કરો પણ છો. પરંતુ ભવસંસારના પ્રચંડ તાપથી બચવાનું કદી વિચાર્યું છે? – શું ક્રોધનો તાપ લાગે છે? - શું કામરાગથી શરીરમાં પરસેવો છૂટ્યો છે ? - ગુણોનો ક્રમશઃ નાશ થઈ રહ્યો છે તે તમે જાણો છો? - શું કદી શમરસની તરસ લાગે છે? તે તરસ બુઝાવવાનો પ્રયત્ન કર્યો? સંસારનો આ ગ્રીષ્મકાળ ઋતુઓના શીતકાળમાં પણ તીવ્ર તાપ આપતો રહે સંસાર મોહની યુદ્ધભૂમિ છે : સંસારને બારમી ઉપમા આપવામાં આવી છે મોહની યુદ્ધભૂમિની. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રાવક જીવનઃ ભાગ ૪ मृगाक्षीदृग्बाणैरिह हि निहतं धर्मकटकं, विलिप्ता हृद्देशा इह च बहुलै रागरूधिरैः । भ्रमन्यूज़ क्रूरा व्यसनशतगृधाश्च तदियं, महामोहक्षोणीरमणभूमिः खलु भवः ।। આ સંસાર મોહરાજની યુદ્ધભૂમિ છે. કેવી યુદ્ધભૂમિ છે એનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. – મૃગનયના સ્ત્રીઓના નેત્રકટાક્ષ બાણ છે. એ બાણોથી ધર્મસેનાને મારી શકાય - મરતા ધર્મસુભટોનાં વક્ષસ્થળ રાગરૂપી રુધિરથી રંગાઈ જાય છે. - સંસારની આ યુદ્ધભૂમિ ઉપર હજારો ગીધ આકાશમાં ઊડી રહ્યાં છે. આ ગીધ છે આપત્તિઓનાં. આવી છે સંસારની યુદ્ધભૂમિ, કલ્પનાની આંખે જોજો સંસારની યુદ્ધભૂમિને. જો તમે વિભિન્ન પ્રકારની ધર્મઆરાધના કરતા હશો, પરંતુ જો તમે કોઈ રૂપવતી સ્ત્રીનાં નેત્રો સાથે નેત્ર મિલાવ્યાં તો સમજી લેવાનું કે તમારી ધર્મઆરાધના ક્ષતવિક્ષત થઈ જશે. - સ્ત્રી પ્રત્યે રાગ થઈ ગયો, પ્રેમ થઈ ગયો, તો સમજી લેવાનું કે તમારું દય લોહીથી લદબદ થઈ ગયું. – આ મોહદશામાં જો ફસાઈ ગયા...તો તમે અનેક આપત્તિઓમાં ફસાઈ જશો. આ સંસારમાં જો આત્મા જાગ્રત - સાવધાન ન રહ્યો તો તેને મોહદશા પછાડી નાખે છે. અસાવધ મનુષ્ય સ્ત્રીના રાગપૂર્ણ ત્રિકટાક્ષો સામે ટકી શકતો નથી. તેનું પતન થઈ જાય છે. એમાં ય જો પરસ્ત્રીના મોહમાં બંધાય છે, તો ઘોર સંકટોમાં ફસાઈ જાય છે. વિભિન્ન દૃષ્ટિથી સંસારની નિસારતા : સંસારની નિસારતાનું ચિંતન કરવાનું છે. આવા પ્રકારના ચિંતનથી મનુષ્યની વૈરાગ્યભાવના દ્રઢ થાય છે. સંસારમાં જીવોની સ્વાથન્ધતા કેવી હોય છે, એ બતાવતાં કહેવામાં આવ્યું છે કે - જ્યાં સુધી પોતાનો સ્વાર્થ સધાય છે ત્યાં સુધી માણસ લોકો સાથે સારો વ્યવહાર રાખે છે; પરંતુ સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે નિષ્ફર બનીને એ લોકોને તૃણવત્ સમજીને છોડી દે છે. એવા સ્વાર્થી લોકો મુખમાં અમૃત રાખે છે અને મનમાં ઝેર Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૬ પ૩ રાખે છે. સંસાર વિશ્વાસઘાતી છે, છે કે નહીં? તમારો કેવો અનુભવ છે? સભામાંથીઃ સાચી વાત છે, છતાં પણ પાગલ મન વિશ્વાસ કરી લે છે. મહારાજશ્રી : કારણ કે તમે ઊંડાણમાં જઈને વિચારતા નથી. ગંભીરતાથી વિચારતા નથી. સંસારના કડવા અનુભવ હોવા છતાં પણ તમે કોઈ બોધપાઠ લેતા નથી. સંસાર વિશ્વાસઘાત કરે છે. કર્મવશ જીવ શું નથી કરતા? એટલા માટે સંસાર પ્રત્યે સ્નેહ ન હોવો જોઈએ. “સંસાર' નો અર્થ સમજો. કષાયપરવશતા અને ઇન્દ્રિયપરવશતા જ સંસાર છે. આ બે પ્રકારની પરવશતા જ જીવને બધાં કાર્યો કરાવે છે. બાહ્ય સંસારમાં જીવ અનેક અકાય કરતો રહે છે. સંસારવ્યવહાર અનેક વિષમતાઓથી ભરેલો છે. - સંસારમાં સામાન્ય મનુષ્યને ધનવાન માણસની ચાપલુસી કરવી પડે છે. – ધનવાનોને સત્તાધીશોની ખુશામદ કરવી પડે છે. - સત્તાધીશોને આ લોકશાહીમાં જનતાની ચાપલુસી કરવી પડે છે. – ગુણવાનોને કોઈ વાર ધનવાનોની ગરજ પડે છે, અને ધનવાનોની આંતરિક સ્થિતિ પ્રાયઃ અશાંતિથી ભરપૂર હોય છે. એક આંતરિક નિર્ભય સંસાર જો તમારે સંસાર વગર ચાલતું ન હોય. તમારે સંસાર જોઈતો જ હોય તો અધ્યાત્મસારમાં આવો એક આંતરિક સંસાર બતાવ્યો છે. તમે એનાથી સંબંધ ડો. प्रिया प्रेक्षा पुत्रो विनय इह पुत्री गुणरतिविवेकारव्यस्तातः परिणतिरनिन्द्या च जननी । विशुद्धस्य स्वस्य स्फुरति हि कुटुम्बं स्फुटमिदम् । भवे तन्नो दृष्टं तदपि बत संयोग सुखधीः ॥ – તમે ‘તત્ત્વચિંતાને પ્રિયા-પત્ની બનાવો. – વિનય' તમારો પુત્ર બનશે. - “ગુણરતિ’ તમારી પુત્રી થશે. - વિવેક' તમારા પિતા થશે. – નિર્મળ પરિણતિ તમારી માતા બનશે. કહો, આ પરિવાર પસંદ આવ્યો ? કેટલો સુંદર પરિવાર છે ? આ આન્તર Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રાવક જીવન : ભાગ ૪ સંસારમાં વિશ્વાસથી રહો. નિશ્ચિત બનીને રહો. બાહ્ય સંસાર પ્રત્યે ઉદ્વેગ...વૈરાગ્ય થશે ત્યારે આંતર સંસાર પ્રિય લાગશે. જ્યાં સુધી બાહ્ય સંસાર પ્રત્યે પ્રેમ છે, સ્નેહ છે, આકર્ષણ છે....ત્યાં સુધી આંતર સંસાર ગમે તેટલો સારો હોવા છતાં પણ પ્રિય નહીં લાગે. સંસારની નિર્ગુણતા, અસારતાનું ચિંતન કરવાનો માર્ગ બતાવ્યો છે. આ રીતે ચિંતન કરતા રહો, એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૭ પરમ કૃપાનિધિ, મહાન કૃતઘર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં “શ્રાવક જીવન’ના વિષયમાં સુંદર માર્ગદર્શન આપ્યું છે. ભાવાત્મક ધર્મની અતિઉપયોગી વાતો લખી છે. “ભવસ્થિતિ અને તબૈજુમાવના - “આ બે વાતો કેટલી માર્મિક બતાવી છે ! જો શ્રાવક-શ્રાવિકા પ્રતિદિન આ ચિંતન કરતાં રહે તો તેમનો જન્મ સફળ થઈ જાય, મનનાં તમામ કંકો ટળી જાય, મનના તમામ સત્તાપો શાન્ત થઈ જાય. તમે લોકો સરળતાથી મનન-ચિંતન કરી શકો એટલા માટે મેં શક્ય તેટલી સરળ ભાષામાં આ વાતો કહી છે. તમે લોકો સમજી ગયા હશો. મુક્તિ-મોક્ષની પરિભાવના : જે રીતે સંસારની નિર્ગુણતા-અસારતા બતાવી તેના પછી હવે મુક્તિની ઉપાદેયતાની પરિભાવના કરવાનું કહે છે. જ્યાં જવાનું છે, એ મોક્ષમાર્ગન, મોક્ષસુખનું ચિંતન કરવું જોઈએ. સંસારની નિર્ગુણતાનું ચિંતન કરવાથી સંસારની આસક્તિ તૂટશે અને મોક્ષની ઉપાદેયતાનું ચિંતન કરવાથી મોક્ષની પ્રીતિ દૃઢ બનશે. જે આપણું અંતિમ લક્ષ્ય છે, જ્યાં આપણે જવાનું છે, ત્યાંનું જ્ઞાન આપણને હોવું જ જોઈએ. જ્ઞાનથી ય આગળ, એ સ્થાનનું તેમજ એ આત્મસ્થિતિનું આપણા મનમાં આકર્ષણ પેદા થવું જોઈએ. એ ત્યારે જ સંભવિત બનશે કે જ્યારે તમે મુક્તિની પરિભાવના કરતા રહેશો. अपवर्गालोचनम् ॥१०॥ અપવર્ગ એટલે મોક્ષ, અપવર્ગ એટલે મુક્તિ, એનું આલોચન કરવાનું છે. એટલે કે સર્વગુણમયી મુક્તિની ઉપાદેયતાનું પરિભાવન કરવાનું છે. કહો, ક્યારે કરશો. આ પરિભાવના? સવારથી સાંજ સુધી.....દિવસમાં ક્યારે કરશો આ ચિંતન? સભામાંથી = દિવસે તો સમય મળતો નથી..... મહારાજશ્રી ઃ સમય મળતો નથી ? જૂઠું ન બોલવું. તમને ઘરના વિચાર, દુકાનના વિચાર...સંસારવ્યવહારના વિચાર....ભવિષ્યના વિચાર....કેટલા બધા વિચારો કરવાનો સમય મળે છે? એક માત્ર મોક્ષનો વિચાર કરવાનો સમય મળતો નથી. મહત્ત્વની વાત તો એ છે કે જે વસ્તુ યા વ્યક્તિ માણસને પ્રિય હોય છે, તેના Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રાવક જીવન : ભાગ ૪ વિચારો આવી જ જાય છે. વિચાર કરવા પડતા નથી. જે વિચારો કરવા પડે છે...એમાં મજા નથી આવતી, અને જે વિચારોમાં મજા નથી આવતી તે વિચારો લાંબા ચાલતા નથી. ઠીક છે, પરંતુ એ કહો કે તમને કદી મોક્ષના વિચાર આવ્યા છે ? અથવા તમે વિચાર કર્યો છે ? સભામાંથી : મોક્ષની વાતો કોઈક વાર સાંભળી છે જરૂર, પરંતુ મોક્ષનો વિચાર નથી આવ્યો. વિચાર કર્યો પણ નથી. મહારાજશ્રી : આજે હું મોક્ષની પિરભાષા બતાવીશ. પિરભાવના સાંભળીને તમને મોક્ષ પ્રિય લાગી ગયો તો મારો પરિશ્રમ સફળ થઈ જશે. વાસ્તવમાં મોક્ષ પ્રિય લાગવો જોઈએ. પ્રિય લાગ્યા પછી ત્યાં જવાની ઇચ્છા જાગશે. ત્યાં જવા માટે જે કંઈ મૂલ્ય ચૂકવવાનું હશે તે મૂલ્ય તમે ચૂકવવા તૈયાર થશો. પ્રિય વસ્તુ મેળવવા માટે મનુષ્ય શું નથી કરતો ? બધું જ કરે છે. સંસાર પ્રત્યે વિરક્તિ થઈ ગઈ અને મોક્ષ પ્રત્યે રતિ થઈ ગઈ તો કામ થઈ ગયું સમજો આ જન્મનું ! મુક્તિનાં અનેક નામ ઃ તેનું સ્વરૂપ : ચૌદ રાજલોકના અગ્રભાગ ઉપર ઇષત્ પ્રાભારા' નામની પૃથ્વી છે. તે સિદ્ધભૂમિ છે. ‘ઠાણાંગસૂત્ર’ તેમજ પન્નવાસૂત્રમાં આ પૃથ્વીનાં અનેક નામો બતાવ્યાં છે. જેવાં કે મુક્તિ, સિદ્ધિ, મુકત્સાલય, સિદ્ધાલય, લોકાગ, લોકાગ્રસ્તુપિકા, વગેરે. ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં આ ‘ઇષત્ પ્રાક્ભારા' પૃથ્વીનું વર્ણન મળે છે. એના આધારે હું તમને બતાવું છું. પ્રથમ વાત ઃ અનુત્તર દેવલોકમાં જે સર્વાર્થીસદ્ધ વિમાન છે. ત્યાંથી આ ‘ઇષત્ પ્રાક્ભારા પૃથ્વી’ ૧૨ યોજન ઊંચાઈ ૫૨ છે. - બીજી વાત : આ પૃથ્વી ઊર્ધ્વમુખ છત્રના આકારની છે. ત્રીજી વાત ઃ આ પૃથ્વી ૪૫ લાખ યોજનના આયામવાળી છે. અર્થાત્ તેનો ‘ડાયામીટ૨’ ૪૫ લાખ યોજનનો છે. ચોથી વાત : આ પૃથ્વીની પરિધિ (Circumference) ૧,૪૨,૩૦,૨૪૯ યોજનની છે. વચ્ચે આઠ યોજન પહોળી છે. પછી ચારે તરફ સર્વ દિશાઓમાં પાતળી થતી જાય છે. અંતિમ છેડે તો માખીની પાંખ કરતાં પણ પાતળી થાય છે. ‘ઔપપાતિકસૂત્રમાં આ ‘ઇષતુ પ્રાક્ભારા’ પૃથ્વીનું વર્ણન આવે છે. એ પણ સાંભળી લો. આ પૃથ્વી શંખચૂર્ણ જેવી વિમલ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૭ ૫૭ - આ પૃથ્વી જે રીતે મૃણાલ, ચંદ્રકિરણ, તુષાર, ગોક્ષીર વગેરે શ્વેત-ધવલ હોય છે એવી શુભ્ર હોય છે. – આ પૃથ્વી આખીય જૈત-સુવર્ણમયી છે. - આ પૃથ્વી નિર્મળ છે, નિષ્કપ છે, દર્શનીય છે, પ્રાસાદિક છે, શુભ્ર છે અને સુખપ્રદ છે. આ ઈષત્ પ્રાભારા પૃથ્વી અત્યારે સિદ્ધશિલા', “મુક્તિ' આદિ નામોથી ઓળખાય છે. – જે આત્મા જન્મ-જરા-મરણ-રોગથી સર્વથા અને સર્વદા મુક્ત થઈ જાય છે તે આત્મા “સિદ્ધશિલા' પર સાકારોપયોગથી સિદ્ધ બને છે. - લેયામુક્ત, યોગમુક્ત, કર્મમુક્ત તેમજ દેહમુક્ત બનેલ આત્મા જન્મ-જરામૃત્યુ અને રોગથી મુક્ત થાય છે. મુક્ત આત્માનો ચારે ગતિઓમાં જન્મ થતો નથી. જન્મ ન હોય તો પછી રોગ તો હોય જ કેવી રીતે? વૃદ્ધત્વનો સવાલ જ નથી, મોતનો ડર નથી ! જન્મ-જરા-મૃત્યુ અને રોગથી મુક્ત આત્મા સંસારમાં રહી શકતો નથી. ઊર્ધ્વગમન કરતો તે આત્મા એક જ સમયમાં સિદ્ધશિલા પર પહોંચી જાય છે. ત્યાં તે “સાકારોપયોગથી સિદ્ધ થાય છે. જ્ઞાનોપયોગને “સાકારોપયોગ કહેવામાં આવે છે. દર્શનોપયોગને “અનાકારોપયોગકહેવાયો છે. સિદ્ધ ભગવંતોના કેવળજ્ઞાન ને સાકારોપયોગ કહ્યો છે. સર્વ લબ્ધિઓની પ્રાપ્તિ સાકારોપયોગમાં માનવામાં આવી છે. સિદ્ધ થવું એ પણ એક પ્રકારની લબ્ધિ જ છે. માટે પ્રથમ સમયમાં મુક્તાત્મા સાકારોપયોગમાં હોય છે. બીજા સમયમાં મુક્તાત્મા “અનાકારોપયોગ” (દર્શનોપયોગ)માં હોય છે. મુક્તાત્માનું સ્વરૂપ : મોક્ષસુખ : પ્રશમરતિ’ નામના ગ્રંથમાં મુક્ત આત્માનું સ્વરૂપ અને સુખ એક શ્લોકમાં બતાવ્યાં છે : सादिकमनन्तमनुपममव्याबाधसुखमुत्तमं प्राप्तः । केवलसम्यक्त्वज्ञानदर्शनात्मा भवति मुक्तः ॥२९०।। જો કે મુક્ત આત્માના સુખનું વર્ણન કરવું સંભવ જ નથી, છતાં પણ “નમો અરિહંતાણં' નો જાપ કરનારો આત્મા પોતાની તોતડાતી બોલીમાં એનું વર્ણન કર્યા સિવાય નથી રહી શકતો. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન : ભાગ ૪ મુક્ત આત્માનાં શ્રેષ્ઠ-ઉત્તમ સુખનાં ત્રણ વિશેષણો આપવામાં આવ્યાં છે ઃ ૧. સાદિ અનંત, ૨. અનુપમ, ૩. અવ્યાબાધ. હવે આ ત્રણે વિશેષણોને સમજાવું છું. પ્રથમ વિશેષણ છે સાદિ અનંત. આદિ એટલે પ્રારંભ. સહ-આદિ એટલે પ્રારંભયુક્ત. મુક્ત આત્માનું સુખ પ્રારંભયુક્ત હોય છે. એના સુખની શરૂઆત હોય છે. એનું સુખ અનાદિ નથી. સર્વ કર્મોનો ક્ષય થાય છે, ત્યારે આત્મામાં સુખની ઉત્પત્તિ થાય છે. એટલા માટે મુક્ત આત્માનું સુખ “સાદિ કહેવાયું છે. આદિ છે પણ અનંત છે! એ સુખનો કદી અંત નથી આવતો. અમર આત્માનું સુખ અનંત બીજું વિશેષણ છે અનુપમ. જેને કોઈ ઉપમા નથી આપી શકાતી તેને “અનુપમ’ કહેવાય છે. દુનિયામાં એવી કોઈ ઉપમા-તુલના નથી કે જે મુક્તાત્માના સુખને આપી શકાય. એક ઉદાહરણથી આ વાત સમજાવું છું. એક રાજા હતો, તે જંગલમાં જઈ ચડ્યો. તેની પાસે ખાવાપીવાનું કશું ન હતું. ખૂબ ભૂખને લીધે તે બેહાલ થઈ રહ્યો હતો. અચાનક એક આદિવાસી ત્યાંથી પસાર થયો. રાજાને ભૂખ્યો તરસ્યો સમજીને તે રાજાને પોતાની ઝૂંપડીએ લઈ ગયો. એની પાસે જે કંઈ લૂખુંસૂકું ભોજન હતું એ ખૂબ પ્રેમથી રાજાને ખવડાવ્યું. પછી તે રાજાને નગર સુધી મૂકવા ગયો. રાજા પણ એ આદિવાસી ઉપર અતિ ખુશ થઈ ગયો હતો. રાજાએ આગ્રહ કરીને આદિવાસીને થોડાક દિવસો પોતાના મહેલમાં રાખ્યો. એને મૂલ્યવાન વસ્ત્ર-અલંકારાદિ આપ્યાં. એક સ્ત્રીની સાથે તેનાં લગ્ન કરાવ્યાં. એ આદિવાસી સુખભોગમાં ડૂબી ગયો. આ બાજુ વરસાદની ઋતુ આવી. આકાશમાં વાદળો ગરજવા લાગ્યાં, મોર નાચવા લાગ્યા. એ જોઈને આદિવાસીને પોતાનું ખેતર, પોતાની ઝુંપડી...પોતાનાં માણસો...બધું યાદ આવી ગયું. તેણે રાજાની રજા લીધી અને જંગલમાં પોતાને ઘેર ચાલ્યો ગયો. જંગલના તેના સાથીદારો, સંબંધીઓ અને મિત્રોએ એને પૂછ્યું: ‘નગર કેવું હોય છે? ત્યાં શું હોય છે?” એ આદિવાસી એને નગરની બાબતમાં કશું સમજાવી શક્યો નહીં, કારણ કે જંગલમાં એવી કોઈ ઉપમા હતી નહીં કે જેથી એ કહી શકે કે નગર આવું હોય છે. એટલા માટે તેણે કહ્યું: “નગર અનુપમ હતું.” એ રીતે આપણે મુક્ત આત્માઓના સુખની બાબતમાં એ જ કહી શકીએ કે મુક્તાત્માઓનું સુખ અનુપમ હોય છે. સંસારમાં એવું કોઈ સુખ નથી કે જેની ઉપમા આપીને બતાવી શકીએ કે “મોક્ષમાં આના જેવું સુખ હોય છે.' Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન છઠ્ઠ ૫૯ ત્રીજું વિશેષણ આપવામાં આવ્યું છે અવ્યાબાધ. મુક્ત આત્માઓનું સુખ અવ્યાબાધ હોય છે. એના સુખમાં કોઈ બાધા હોતી નથી. કોઈ રુકાવટ હોતી નથી. પીડાનું નામોનિશાન હોતું નથી. કોઈ સંઘર્ષ હોતો નથી. જો અમૂર્ત આકાશને આઘાત પહોંચાડી શકાય તો અમૂર્ત-અરૂપી આત્માને બાધા પહોંચાડી શકાય. કોઈ પણ પ્રકારના દુઃખથી રહિત, કોઈ પણ પ્રકારના મિશ્રણ વગરનું સુખ હોય છે સિદ્ધક્ષેત્રમાં રહેલા અનંત-અનંત સિદ્ધઆત્માઓનું. સિદ્ધ-મુક્ત આત્માઓમાં પ્રમુખ ત્રણ ગુણ : આમ તો સિદ્ધ-બુદ્ધ આત્માઓમાં અનંત ગુણ હોય છે. અનંત કર્મોનો નાશ થઈ જતાં આત્માના તમામ-અનંત ગુણો પ્રકટ થાય છે. એક પણ દોષ આત્મામાં રહેતો નથી. આત્માનું મૂળ સ્વરૂપ ગુણમય જ છે. કર્મોને કારણે દોષ પેદા થતા રહે છે. કર્મોનો નાશ થતાં દોષોનો પણ નાશ થાય છે. ગુણ અનંત હોય છે. એ અનંત ગુણોમાં પ્રમુખ ત્રણ ગુણ હોય છે ઃ ૧. ક્ષાયિક સમ્યક્ત્વ, ૨. કેવળજ્ઞાન અને ૩. કેવળદર્શન. ક્ષાયિક સમ્યક્ત્વ આત્મસ્વરૂપ હોય છે. કેવળજ્ઞાન સાકારોપયોગ સ્વરૂપ હોય છે. અને કેવળ દર્શન નિરાકારોપયોગ સ્વરૂપ હોય છે. મુક્ત આત્માઓ અહીં સંસારમાં કેમ નથી રહેતા ? : પ્રશ્ન : એવા ગુણમય આત્માઓ અહીં સંસારમાં શા માટે નથી રહેતા ? લોકાગ્ર ૫૨, સિદ્ધશિલા પર કેમ પહોંચી જાય છે ? ઉત્તર ઃ જે આત્માનાં સ્થૂળ યા સૂક્ષ્મ સર્વ શરીર નષ્ટ થઈ ચૂક્યાં હોય અને આઠે ય કર્મ નષ્ટ થઈ ગયાં હોય, તેવા આત્માઓ અહીં મનુષ્યલોકમાં રહેતા નથી. આ સિદ્ધાન્ત સાંભળીને યા વાંચીને તત્ત્વાનુપ્રેક્ષા કરનારા માણસના દિલમાં જિજ્ઞાસા પેદા થશે કે ‘એ આત્મા અહીં મનુષ્યલોકમાં કેમ નથી રહેતો ? એ અહીં રહેતો અન્ય જીવોના આધ્યાત્મિક વિકાસમાં આલંબનરૂપ થઈ શકે ને ?’ આ જિજ્ઞાસાનું સમાધાન કરતી વખતે ભગવાન ઉમાસ્વાતીજીએ ત્રણ કારણો જણાવ્યાં છે. પહેલું કારણ એ છે કે નિષ્કર્મ અને અશરીરી આત્માને અહીં મનુષ્યલોકમાં રહેવાનું કોઈ પ્રયોજન નથી. આત્મા અશરીરી થઈ જતાં બીજા જીવો માટે (શરીરી) પ્રગટ રૂપે તો તે આલંબનરૂપ બની જ ન શકે. સૂક્ષ્મરૂપમાં આલંબન બની શકે છે પરંતુ એ તો સિદ્ધશિલા ૫૨ રહેલા આત્માઓ પણ બની શકે છે ! બીજું કારણ એ છે કે ઃ જ્યારે આત્મા આઠ કર્મોથી મુક્ત બની જાય છે ત્યારે Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન : ભાગ ૪ તે નીચે (અહીં મધ્યમલોકમાં) નથી રહી શકતો, કારણ કે એમનો સ્વભાવ જ ઊર્ધ્વગમનનો હોય છે. એક દૃષ્ટાંત દ્વારા આ સમજાવું છું; ધ્યાનથી સાંભળો. જેમ કે એક તુંબડી ઉપર માટીના આઠ લેપ લગાડવામાં આવે. માટીના આઠ પડ ચડાવવામાં આવે અને પછી તેમને સૂકવીને સાગરમાં નાખવામાં આવે તો એ તુંબડી સાગરના ઊંડાણમાં ડુબી જશે. પાછળથી જેમ જેમ એ માટીનો લેપ ઊતરતા જશે તેમ તેમ તુંબડી ઉપર આવતી જશે. બધા લેપ દૂર થઈ જતાં તે પાણીની સપાટી ઉપર આવી જશે. એ રીતે આત્મા પરનાં આઠ કર્મોનો લેપ દૂર થઈ જતાં આત્મા ચૌદ રાજલોકની ઉપરની છત ઉપર પહોંચી જાય છે. એટલે કે લોકાગ્ર ઉપર ચાલ્યો જાય છે. મનુષ્યલોક યા દેવલોકમાં નથી રહી શકતો. આત્માની એવી કોઈ ક્રિયા નથી હોતી કે જે ક્રિયાથી મુક્ત આત્માની અહીં મનુષ્યલોકમાં અધિષ્ઠાનની કલ્પના કરી શકાય. ક્રિયા કરવા માટે મન-વચન અને કાયાનો યોગ જોઈએ. મુક્ત આત્માના તો તમામ યોગો નષ્ટ થઈ ગયેલા હોય છે. યોગરહિત આત્માની સ્વાભાવિક ક્રિયા તો કેવળ જ્ઞાનોપયોગ અને કેવળ દર્શનોપયોગ જ હોય છે. આ ક્રિયા માટે સંસારમાં રહેવું જરૂરી નથી. મુક્ત આત્માઓનું અધોગમન કેમ નહીં? પ્રશ્નઃ કમોંથી મુક્ત અને શરીરથી મુક્ત આત્માઓ નીચે અધોલોકમાં કેમ જતા નથી ? ઉત્તર એનાં બે કારણો છે ૧. વજનરહિત દશા (Weightless state) ૨. અશક્ય ભાવ (Impossibility) એક એવો પણ સર્વમાન્ય નિયમ છે કે વજનયુક્ત પદાર્થ સ્વતઃ નીચે જાય છે અને વજનરહિત પદાર્થ સ્વતઃ ઊર્ધ્વગતિ કરે છે. જ્યારે આત્મા શરીરથી મુક્ત થાય છે અને કર્મોથી મુક્ત થાય છે, ત્યારે તે વજનથી પણ મુક્ત થાય છે. વજન હોય છે શરીરનું વજન હોય છે કર્મોનું, દરેક પુદ્ગલ દ્રવ્યમાં વજન હોય છે. શુદ્ધ આત્મદ્રવ્ય વજનરહિત હોય છે. એટલે એની સહજરૂપે ઊર્ધ્વગતિ થાય છે. જે કે ત્રીજા શુક્લધ્યાનમાં એને ધક્કો તો લાગ્યો જ હોય છે, દેહથી મુક્ત થતાં જ તે ઊર્ધ્વગતિ કરે છે. બીજી વાત છે શક્ય-અશક્ય ભાવોની. કેટલાક ભાવ, કેટલીક વાતો અશક્ય હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનો તર્ક યા તો દલીલને અવકાશ નથી. કોઈ તર્ક કરે કે જેવી રીતે પૂર્વપ્રયોગ ઊર્ધ્વગમન માટે હોય છે એ જ રીતે અધોગમન માટે Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૭ ૬૧ કરવામાં આવે તો આત્મા અધોગમન કેમ ન કરે ?” આવા કોઈ તર્કને સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રક્રિયામાં રજમાત્ર સ્થાન નથી. વજનરહિત. મુક્તાત્મા અધોગમન કરશે જ નહીં. સર્વજ્ઞ, સર્વદર્શી તીર્થકરોએ આ વાસ્તવિકતાને જોઈને જ - જાણીને જ દુનિયાની સામે પ્રકટ કરી છે. મુક્તાત્મા લોકાન્ત પર અટકી કેમ જાય છે? પ્રશ્ન : માની લીધું કે મુક્તાત્મા અધોગમન નથી કરતો, ઊર્ધ્વગમન કરે છે. પરંતુ એ લોકાન્ત પર અટકી કેમ જાય છે ? “અલોકમાં કેમ જતો નથી ? ઉત્તરઃ એનું મુખ્ય કારણ એક જ છે. ગતિમાં સહાયક દ્રવ્ય છે ધમસ્તિકાય.” એ ધમસ્તિકાયનું અસ્તિત્વ લોકાન્ત સુધી જ હોય છે. “અલોકમાં ધમસ્તિકાયનું અસ્તિત્વ જ નથી, એટલા માટે આત્મા લોકાન્ત સુધી જ જાય છે. જેવી રીતે પાણી હોય ત્યાં સુધી જ જહાજ જઈ શકે છે, પાણી હોય ત્યાં સુધી જ માછલી તરી શકે છે. પ્રશ્ન : અનન્તશક્તિયુક્ત આત્માને ધમસ્તિકાયની સહાયની જરૂર પડે છે ખરી? ઉત્તર : આ પણ એક નિશ્ચિત ભાવ છે. જડ અને જીવ બંનેની ગતિ અને સ્થિતિમાં સહાયક દ્રવ્ય તો જોઈએ જ. વિશુદ્ધ આત્મામાં પણ એવી શક્તિ નથી. કે તે ધમસ્તિકાયની સહાય વગર ગતિ કરી શકે. છતાં પણ આ શક્તિની કમીને અશક્તિ માની શકાય નહીં. આ વિશ્વની શાશ્વત્ વ્યવસ્થા છે. પ્રશ્નઃ ઠીક છે, મુક્ત આત્મા અધોગમન નથી કરતો, લોકાન્તની બહાર પણ જતો નથી. પરંતુ તીરછી (વાંકી) ગતિ તો કરી શકે છે ને? તીરછું જવામાં મુશ્કેલી શું છે? ઉત્તરઃ ગાડીને (CAR) સીધી દોડાવવા માટે “સ્ટીયરિંગ પકડી જ રાખવાનું હોય છે. પરંતુ ગાડીને ઘુમાવવા માટે - વાળી દેવા માટે (આગળ, પાછળ યા આજુબાજુમાં) સ્ટીયરિંગને ફેરવવું પડે છે. એટલે કે મન અને કાયાની પ્રક્રિયા કરવી પડે છે. એ રીતે આત્માને ચાર દિશાઓમાં જવા માટે મન-વચન અને કાયાના યોગ જોઈએ અને આત્માની ક્રિયા જોઈએ. મુક્ત આત્મામાં આમાંનું કશું હોતું નથી. તિર્યંન્ગમન કરવા માટે ઉપકરણ-સાધન જોઈએ, તે હોતાં જ નથી. એટલા માટે તીરછી ગતિ સંભવિત નથી હોતી. મુક્ત આત્મા ઊર્ધ્વગમન જ કરે છે. ઊર્ધ્વગમનનાં ચાર કારણો : મુક્ત આત્માના ઊર્ધ્વગમનને સિદ્ધ કરવા માટે ચાર કારણો ધ્યાનથી સાંભળોઃ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રથમ કારણ છે પૂર્વપ્રયોગ. બીજું કારણ છે સંગનો અભાવ. ત્રીજું કારણ છે બંધનોનું તૂટવું, અને ચોથું કારણ છે એ પ્રકારનું ગતિપરિમાણ. પૂર્વપ્રયોગ : મુક્ત જીવ ઊર્ધ્વગતિ કરે છે. ઉપર જાય છે. ‘સમુદ્દાત’ની ક્રિયા પૂર્ણ કર્યા પછી ‘યોગ નિરોધ’ ક૨વા માટે આત્મા ત્રીજું ‘શુક્લધ્યાન’ (સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ) કરે છે. અને અંતે પોતાના ચરમ શરીરનો ત્રીજો હિસ્સો ઓછો કરે છે. (શરીરના પોલા હિસ્સાને ભરીને) ‘પૂર્વપ્રયોગ’ના સંસ્કાર આત્મામાં રહેલા જ હોય છે. એ સંસ્કાર એટલે ઊર્ધ્વગમન માટે સાનુકૂળ ક્રિયાશીલતા. - શ્રાવક જીવન : ભાગ ૪ જેવી રીતે કુંભાર પહેલાં દંડાથી ચક્રને ફેરવે છે. પછી ઠંડો કાઢી લે છે, છતાં ય ચક્ર તો ફરતું જ રહે છે. એ રીતે પૂર્વપ્રયોગ પૂરો થઈ જવા છતાં પણ આત્મામાં ઊર્ધ્વગમનના (ગતિના) સંસ્કાર રહેલા જ હોય છે. એ સંસ્કારોને કારણે આત્મા ઊર્ધ્વગમન કરે છે. સંગ-લેપ : બીજું કારણ છે સંગનો અભાવ - એટલે કે નિર્લેપ. લેપ ઊતરી જતાં જેવી રીતે તુંબડું પાણીની નીચેથી ઉપર આવે છે એ જ રીતે નિર્લેપ આત્મા ઊર્ધ્વગતિ કરે છે. બંધન તૂટવાં ઃ જેવી રીતે એરંડાનું ફળ ફૂટતાં જ એનાં બી ઉપર ઊછળે છે એ રીતે જ કર્મનાં બંધન તૂટતાં જ આત્મા ઊર્ધ્વગતિ કરે છે. ગતિ-પરિણામ ઃ ઘી યા તેલનો દીવો સળગાવવામાં આવે છે તો એની દીપશિખા ઉપર જ જાય છે. નીચે નથી આવતી કે તીરછી ય નથી જતી.. ઠીક છે, કોઈ નિમિત્ત પામીને આડીઅવળી જાય એ વાત અલગ છે. પરંતુ નિમિત્ત ન રહેતાં તે ઊર્ધ્વગતિ જ કરે છે. એ રીતે મુક્તાત્મા ઊર્ધ્વગમન જ કરે છે. એને 'ગતિ-પરિણામ' કહે છે. જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય સ્વભાવથી ગતિશીલ છે. પુદ્ગલ દ્રવ્ય સ્વભાવથી અધોગતિશીલ છે અને જીવ. ઊર્ધ્વગતિશીલ છે. સંસારમાં જીવને અધોગતિ કરતો યા તીરછી ગતિ કરતો જોઈ શકાય છે, એ શરીરસંગ અને કર્મનાં બંધનોને કારણે થાય છે. જ્યારે એ સંગ અને બંધન તૂટી જાય છે ત્યારે મુક્ત જીવ પોતાના સ્વભાવ અનુસાર ઊર્ધ્વગતિ જ કરે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૭ મોક્ષમાં સુખના પ્રકાર ઃ પ્રશ્ન : મોક્ષમાં કયા પ્રકારનું સુખ હોય છે ? ઉત્તર ઃ દુનિયામાં ચાર અર્થોમાં ‘સુખ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે ઃ ૧. વિષયોમાં, ૨. વેદનાના અભાવમાં, ૩. પુણ્યકર્મના વિપાકમાં અને ૪. મોક્ષમાં. ૧. આ સંસારમાં મધુર શબ્દ સુખ છે, સુંદર રૂપ સુખ છે, પ્રિય-ઇષ્ટ ભોજન સુખ છે, મૃદુ સ્પર્શ સુખ છે.....ધનસંપત્તિ સુખ છે. આ રીતે વિષયોમાં ‘સુખ’ શબ્દનો વ્યવહાર થાય છે. ૨. જ્યારે કોઈ રોગ દૂર થાય છે ત્યારે, જ્યારે કોઈ આપત્તિ ટળી જાય છે ત્યારે, માથા ઉપરથી કોઈ ભાર ઊતરી જાય છે ત્યારે આદમી બોલે છે - ‘ઠીક છે, ચાલો હવે સુખી થયા.’ ૩. પુણ્યકર્મના વિપાકમાં પણ મનુષ્ય ‘સુખ’ શબ્દનો પ્રયોગ કરે છે. આપણો તો પુણ્યોદય છે એટલા માટે મનપસંદ મજાનો બંગલો મળી ગયો. આપણે તો સુખી છીએ. હવે સુખનો ઉદયકાળ આવ્યો છે.’ - આ રીતે મનુષ્ય બોલે છે. ૪. મોક્ષમાં પરમ સુખ જ હોય છે. નિરૂપમ સુખ હોય છે. મુક્ત આત્માને ન તો શરીર હોય છે, નથી તો મન હોતું, તો પછી એને એક પણ દુઃખ કેવી રીતે હોઈ શકે ? દુઃખના અભાવરૂપ સુખ મુક્ત આત્માઓને હોય છે. ન આ સુખને અનુમાન પ્રમાણથી યા ઉપમાન પ્રમાણથી સિદ્ધ ન કરી શકાય. આ વિશ્વમાં એવું પ્રસિદ્ધ લિંગ નથી કે જેના બળ પર અનુમાનથી મુક્તાત્માના સુખને સિદ્ધ કરી શકાય. એટલા માટે કહ્યું છે કે “મુક્તાત્માને દુઃખનાં કારણભૂત મન તેમજ શરીર નથી; એટલે તેને દુઃખ થતું નથી, સુખ જ થાય છે.' ૬૩ મુક્તાત્માઓના પ્રમુખ આઠ ગુણ : મુક્ત - સિદ્ધ આત્માઓને આઠ કર્મોના ક્ષયથી આઠ ગુણ પ્રકટ થાય છે. ૧. જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી અનન્તજ્ઞાન-કેવળજ્ઞાન પ્રકટ થાય છે. ૨. દર્શનાવરણ કર્મના ક્ષયથી અનંતદર્શન ગુણ પ્રકટ થાય છે. ૩. મોહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્રગુણ પ્રકટ થાય છે. ૪. વેદનીય કર્મના ક્ષયથી અનંત સુખ પ્રકટ થાય છે. ૫. અંતરાય કર્મના ક્ષયથી અનંતવીર્ય પ્રાપ્ત થાય છે. ૬. આયુષ્ય કર્મના ક્ષયથી અક્ષય સ્થિતિ પ્રકટ થાય છે. ૭. નામકર્મના ક્ષયથી અરૂપિતા પ્રકટ થાય છે. ૮. ગોત્રકર્મના ક્ષયથી અનંત અવગાહના પ્રાપ્ત થાય છે. મુક્ત થયા પછી આત્માને કર્મબંધનાં કોઈ કારણ નથી રહેતાં એટલે જન્મ-જરામૃત્યુ આદિ દુઃખ નથી રહેતાં. એટલે મુક્તાત્માને પુનઃ જન્મ લેવો પડતો નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અવર્ણનીય સિદ્ધોનું વર્ણન : વાસ્તવમાં અરૂપી એવા સિદ્ધ ભગવંતોનું વર્ણન કરવું શક્ય જ નથી, છતાં પણ વિશેષ જ્ઞાની પુરુષોએ પોતાની આત્માનુભૂતિથી થોડુંક વર્ણન કર્યું છે. ‘લોકપ્રકાશ–' ગ્રંથમાં કહ્યું છે : सिद्धा बुद्धा गताः पारं परं पारंगता अपि सर्वामनागतामद्धां तिष्ठन्ति सुखलीलया શ્રાવક જીવન : ભાગ ૪ સિદ્ધ, બુદ્ધ અને સંસારસાગરને પાર કરનારા સિદ્ધ-મુક્તાત્માઓ પરંપરાથી સમગ્ર ભવિષ્યકાળમાં પણ સુખ તેમજ આનંદમાં રહેશે. अरूपा अपि प्राप्तरूपप्रकृष्टा, अनंगा स्वयं ये त्वनंग होऽपि । अनन्ताक्षराश्चोज्झिताशेषवर्णाः, स्तुमस्तान् वचोऽगोचरान् सिद्धाजीवान् ॥ ‘લોકપ્રકાશમાં સિદ્ધોના ગુણ ગાતાં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ કહ્યું છે : ‘અરૂપી હોવા છતાં પણ સિદ્ધ ભગવંતો ઉત્કૃષ્ટ રૂપવાળા હોય છે. અશરીરી હોવા છતાં કામદેવનો દ્રોહ કરનારા છે. એ રીતે અનન્તાક્ષર હોવા છતાં સર્વવર્ષોથી રહિત છે. એવા અવર્ણનીય સિદ્ધ ભગવંતોની અમે સ્તુતિ કરીએ છીએ.’ ‘આચારાંગ’સૂત્રમાં સિદ્ધોનું વર્ણન ઃ સ્વયં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધોનું નિષેધાત્મક વર્ણન કર્યું છે. એ વર્તમાન કાળમાં ‘આચારાંગ' સૂત્રમાં મળે છે. તેમણે ગૌતમ સ્વામીને સંબોધિત કરતાં કહ્યું છે કે : ‘હે ગૌતમ સિદ્ધ આત્માઓ દીર્ઘ નથી હોતા હ્રસ્વ નથી હોતા, તેમનો કોઈ આકાર હોતો નથી. તેમનો કોઈ વર્ણ નથી હોતો...એમની કોઈ ગંધ નથી હોતી, એમનો કોઈ રસ નથી હોતો. તેઓ મૃદુ નથી હોતા.. કર્કશ નથી હોતા, ઉષ્ણ નથી હોતા, તેઓ શીત નથી હોતા, સ્નિગ્ધ નથી હોતા, રૂક્ષ નથી હોતા. તેઓ સ્ત્રી નથી હોતા, પુરુષ નથી હોતા, નપુંસક નથી હોતા.’ મોક્ષનો એક અર્થ છે ‘ મહાનન્દ’ એવો મહાનંદ આપણને ક્યારે પ્રાપ્ત થશે....? સદૈવ મુક્તિની પરિભાવના કરતા રહેવાનું છે, કારણ કે એક દૈવસે આપણે ત્યાં જવાનું છે. આજે બસ, આટલું જ. Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૮ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના વિષયમાં સર્વાંગીણ માર્ગદર્શન આપ્યું છે. જે કોઈને પણ વાસ્તવિક શ્રાવક જીવન જીવવું છે, તેના માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. બાહ્ય ક્રિયા-કલાપોની સાથે ગ્રંથકારે શ્રાવક જીવનની દિનચર્યા પણ બતાવી છે. શ્રાવકના ચિંતન-મનનની દિશા પણ બતાવી છે. તમે કેટલાક દિવસોથી ચિંતનમનનની વાતો સાંભળી રહ્યાં છો. અત્યારે આપણી વાત અપવનિનમ્ ॥' ના વિષયમાં ચાલી રહી છે. મોક્ષનું ચિંતન, મુક્તિનું ચિંતન, મુક્ત આત્માઓના વિષયમાં ચિંતન. આપણા બધા માટે આ ચિંતન આવશ્યક છે. જે કોઈને મુક્તિ મેળવવી હોય એ સર્વ જીવો માટે આ ચિંતન અનિવાર્ય છે. જેને મુક્તિ નથી જોઈતી, જેને મોક્ષમાં જવાની ઇચ્છા જ પેદા થઈ નથી, તેમને પણ મુક્તિનું જ્ઞાન તો મેળવવું જ જોઈએ. જેમ કે અમારે અમેરિકા જવાનું નથી, છતાં પણ અમેરિકાનું જ્ઞાન તો અમે પણ મેળવ્યું છે. એ દેશ, ત્યાંની પ્રજા, ત્યાંની જીવનપદ્ધતિ ત્યાંનાં સુખદુઃખ....ત્યાંની રાજનીતિ....ઇત્યાદિ વાતોનું જ્ઞાન તો હોવું જોઈએ. એ રીતે મુક્તિ તમારે નથી જોઈતી, કોઈ સવાલ નથી, મુક્તિનું જ્ઞાન તો મેળવી શકો છો ! હું તમને મુક્તિની-મોક્ષની વાતો એક વાર સંભળાવીશ, પણ તમારે વારંવાર ચિંતન-મનન કરવું પડશે. વારંવાર ચિંતન-મનન કરવાથી મુક્તિની સાચી કલ્પના તમે કરી શકશો. સંભવ છે કે ચિંતન કરતાં કરતાં ત્યાં જવાની ઇચ્છા જાગ્રત થઈ જાય ! સિદ્ધિ તેમજ સિદ્ધોની સાત વિશેષતાઓ : મુક્તિને મોક્ષ કહે છે. એ રીતે ‘સિદ્ધિ’ યા ‘સિદ્ધિગતિ' પણ કહે છે. એ રીતે ત્યાં જે વિશુદ્ધ આત્માઓનું અવસ્થાન છે એ આત્માઓને મુક્ત કહેવાય છે, સિદ્ધ કહેવાય છે, બુદ્ધ કહેવાય છે. આજે હું અહીં ત્યાંની સાત વિશેષતાઓ બતાવવા માગું છું, એ વિશેષતાઓ બંનેની છે - સિદ્ધોની અને સિદ્ધિગતિની. મુક્તિની અને મુક્ત આત્માઓની. કંઈક અપેક્ષાએ સિદ્ધ અને સિદ્ધિગતિમાં અભેદ માનવામાં આવે છે - મુક્ત અને મુક્તિમાં અભેદ માનવામાં આવ્યો છે. એટલા માટે જે વિશેષતા સિદ્ધિગતિની છે તે વિશેષતા સિદ્ધોની પણ છે. 5 Page #72 -------------------------------------------------------------------------- ________________ ၄၄ શ્રાવક જીવન : ભાગ ૪ પહેલી વિશેષતાઃ શિવઃ મોક્ષમાં - સિદ્ધિગતિમાં કોઈ ઉપદ્રવ નથી. “અશિવ’નો અર્થ છે ઉપદ્રવ. શિવ’નો અર્થ છે ઉપદ્રવ વગરનું. ઉપદ્રવોનું ઉદગમ સ્થાન છે કર્મ. મોક્ષમાં આત્માની સાથે કોઈ કર્મનો સંબંધ નથી હોતો. ત્યાં આત્મા નિષ્કર્મ હોય છે. કર્મ નહી તો ઉપદ્રવ નહીં. વિના કારણ, કાર્ય બનતું નથી. આ વિશ્વનો સનાતન નિયમ સંસારમાં આત્મા કર્મબંધનોથી બંધાયેલો જ હોય છે. આઠ આઠ કર્મોથી બંધાયેલો હોય છે. એટલા માટે વિવિધ ઉપદ્રવો પેદા થાય છે. આત્મા અશિવથી ઘેરાયેલો રહે છે. સંસારની કોઈ પણ ગતિ હોય - નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ - મનુષ્યગતિમાં તો ઉપદ્રવો તમે જુઓ જ છો. દેવગતિમાં પણ ઉપદ્રવો હોય છે. દેવોમાં પણ યુદ્ધ થાય છે. ત્યાં પણ રાગદ્વેષ, ઈષ, અસૂયા વગેરે દોષ હોય છે. - જો તમે સંસારના કોઈ પણ નિરુપદ્રવી સ્થાનમાં જવા ઈચ્છો તો એવું સ્થાન છે જ નહીં. એવું સ્થાન છે માત્ર સિદ્ધિગતિ..માત્ર મુક્તિ...મોક્ષ. એટલા માટે સર્વજ્ઞ, વીતરાગ પરમાત્માએ કર્મબંધન તોડવાનો અને મુક્તિ પામવાનો ઉપદેશ આપ્યો છે. સિદ્ધિગતિ જ શિવ છે. સિદ્ધાત્મા જ શિવ છે. શાશ્વત – નિરુપદ્રવ સ્થિતિ છે ત્યાં. આ પહેલી વિશેષતા છે. બીજી વિશેષતા : અચલઃ સિદ્ધિગતિ જેવી અચલ છે એવી રીતે સિદ્ધિગતિમાં ગયેલા જીવો પણ અચલ બની જાય છે. સિદ્ધ આત્માઓ ત્યાંથી કદી પણ ખસતા નથી; ચલાયમાન થતા નથી. સ્વાભાવિક રૂપે ચલાયમાન થતા નથી, તે જ રીતે પ્રાયોગિક રૂપથી પણ વિચલિત નથી થતા. આત્મા કર્મમુક્ત થાય છે તે સહજરૂપે ઊર્ધ્વગમન કરે છે. લોકાન્ત સિદ્ધિગતિમાં પહોંચી જાય છે. ત્યાં સ્થિર થઈ જાય છે. ત્યાં પછી વિચલિત થવાનું કોઈ પ્રયોજન પણ હોતું નથી. ન તો ઉપર જવાનું પ્રયોજન હોય છે, ન તો નીચે જવાનું પ્રયોજન છે. કોઈ ચંચળતા રહેતી નથી. સભામાંથી અમારું તો તને પણ ચંચળ છે અને મન પણ ચંચળ. મહારાજશ્રી ચંચળતાનાં કારણો છે ને! મુખ્ય રૂપે કર્મ જ કારણ છે. જીવને ચંચળ બનાવનારાં કર્મ હોય છે. રાગદ્વેષ અને મોહ કારણ હોય છે. ત્યાં સિદ્ધિગતિમાં ન તો કમ છે, ન રાગદ્વેષ અને મોહ હોય છે. કારણ વગર કાર્ય બનતું જ નથી. Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૮ ૬૭ આત્માની અચલ સ્થિતિની કલ્પના કરો. જરાકે હાલવાનું નહીં, જરાય ડોલવાનું નહીં...જરાય કંપવાનું નહીં. પૂર્ણ સ્થિરતા, અચલ સ્થિતિ, અને એ પણ શાશ્વત કાળ માટે. સિદ્ધશિલા તો અચળ છે જ, કદી ય તે હાલી નથી, ભવિષ્યમાં પણ તે કદી હાલશે નહીં. આવી સ્થિતિ પસંદ પડશે ? વિચારજો. ત્રીજી વિશેષતા : અરોગ : હવે ત્રીજી વિશેષતા બતાવું છું. મુક્ત આત્માઓને કોઈ પણ પ્રકારના રોગ થતા નથી. એટલે કે તેમને નથી વ્યાધિ હોતી, નથી વેદના હોતી. શરીર હોય તો વ્યાધિ થઈ શકે. મુક્ત આત્માઓ અશરીરી હોય છે. તેમનું શરીર જ નથી હોતું... એટલા માટે તેમને વ્યાધિ નથી હોતી. વેદના પણ નથી હોતી. જેને મન હોય તેને વેદના થાય છે. વેદનાનો અનુભવ મનથી થાય છે. મુક્ત આત્માઓને મન હોતું જ નથી. સભામાંથી મુક્તાત્માઓને મન નથી હોતું તો તેઓ વિચાર કેવી રીતે કરે મહારાજશ્રી ઃ પૂર્ણજ્ઞાની આત્માને વિચાર કરવાના હોતા જ નથી. તેઓ તો સમગ્ર વિશ્વના સર્વભાવોને આત્માથી જ પ્રત્યક્ષ જુએ છે. તેમને મનના માધ્યમની જરૂર પડતી નથી. વિચાર, ચિંતન, મનન, વગેરે અપૂર્ણ જીવોને કરવો પડે છે. પૂર્ણ આત્માઓને તો માત્ર જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ જ હોય છે. મુક્ત આત્માઓને ન તો શરીર હોય છે, ન તો મન હોય છે, એટલા માટે તેમને વ્યાધિ નથી હોતી, વેદનાઓ નથી હોતી. કેટલીક ઉત્તમ સ્થિતિ હોય છે મુક્તાત્માઓની ! સંપૂર્ણ નીરોગી અવસ્થા ! કોઈ રોગ નહીં. આ વિશેષતા પસંદ પડીને? રોગ નહીં એટલા માટે દવા નહીં, દવા નહીં એટલા માટે ડૉક્ટર નહીં, હૉસ્પિટલ નહીં ! ચોથી વિશેષતાઃ અનંત : સિદ્ધિગતિનો કદી અંત આવવાનો નથી. સિદ્ધિગતિ કદી નષ્ટ થવાની નથી, એટલા માટે તેને “અનંત’ કહી છે. જે રીતે સિદ્ધિગતિ અનંત છે એ રીતે સિદ્ધમુક્તાત્માઓ પણ અનન્ત હોય છે. તેમનું પણ કદી મૃત્યુ નથી થતું. મૃત્યુ હોય તો અન્ત આવી શકે છે. ત્યાં મૃત્યુ છે જ નહીં, સર્વનાશ છે જ નહીં. એવા મુક્ત આત્માઓ જન્મ-મૃત્યુથી પર જ હોય છે. ત્યાં જન્મ-મૃત્યુના કારણરૂપ કર્મ જ નથી. અને આમે ય આત્મા તો મરતો જ નથી. આત્મા અમર હોય છે. આત્માની અનંતતા અને અમરતા પસંદ છે ને? જો પસંદ હોય તો મુક્ત બનવાનો. સિદ્ધ બનવાનો Page #74 -------------------------------------------------------------------------- ________________ Fe શ્રાવક જીવન : ભાગ ૪ સંકલ્પ કરો, કર્મબંધન તોડવાનો પુરુષાર્થ કરો; આત્માની અનંતતા પ્રાપ્ત કરશો. પાંચમી વિશેષતા : અક્ષય : સિદ્ધિગતિની પાંચમી વિશેષતા છે અક્ષય સ્થિતિની. સિદ્ધ આત્માઓ અને સિદ્ધગતિ એ બંને અક્ષય છે. બંને અવિનાશી છે. ત્યાં કોઈ વિનાશક તત્ત્વ હોય તો વિનાશ કરે ને ? છે જ નહીં ત્યાં કોઈ વિનાશક તત્ત્વ ! એક વાર આત્માની શુદ્ધ અવસ્થા પ્રકટ થઈ ગઈ, પછી એ અવસ્થાનો કદી નાશ થતો નથી. કદી ક્ષય થતો નથી. એટલા માટે તે વિશુદ્ધ અવસ્થા અક્ષય હોય છે. નાશ થવાનો કોઈ ભય નથી. આ વિશેષતા પણ તમને ગમી ગઈ ને ? પસંદ પડીને ? ન ઉત્પત્તિ, નવિનાશ. અનાદિકાળથી ઉત્પત્તિ અને વિનાશનું દુશ્વક ચાલતું જ રહે છે. એનો અંત આવે છે મુક્ત થયા પછી. આત્મા અક્ષય બની જાય છે. છઠ્ઠી વિશેષતા : અવ્યાબાધ ઃ વ્યાબાધ એટલે પીડા, અડચન, રુકાવટ. અવ્યાબાધ એટલે પીડા, અડચન, રુકાવટનો અભાવ. સિદ્ધિગતિમાં કોઈ પણ પ્રકારની પીડા નથી હોતી. અડચન - રુકાવટ નથી હોતી. ત્યાં હવાનાં તોફાનો નથી હોતાં, ધરતીકંપો નથી હોતા, ત્યાં આગ નથી લાગતી...ત્યાં વર્ષા નથી થતી. ત્યાં નથી હોતા નૈસર્ગિક ઉપદ્રવો કે પ્રાયોગિક ઉપદ્રવો. બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમૂર્ત પદાર્થને મૂર્ત પદાર્થના આઘાત-પ્રત્યાઘાત લાગતા જ નથી. સિદ્ધિગતિમાં સર્વ આત્માઓ અમૂર્ત હોય છે. એટલે કોઈ ઉપદ્રવ હોવાનો સંભવ જ નથી. એ રીતે સિદ્ધશિલા ૫૨ ભૂકંપ, આગ, વર્ષા......વગેરે હોતાં જ નથી. હોવાની સંભાવના જ નથી હોતી, આ અવ્યાબાધ સ્થિતિ છે. જ્યાં સુધી આત્મા કર્મબદ્ધ હોય છે, ઉપદ્રવો, રુકાવટો આવતી રહે છે. જીવો ૫૨ એની અસર પણ થાય છે. એટલા માટે સંસારથી મુક્ત થઈને સિદ્ધિગતિમાં જવું છે. જવું છે ને તમારે ? સાતમી વિશેષતા : અપુનરાવૃત્તિ ઃ આવૃત્તિનો અર્થ છે આવર્તન. સંસાર એક મહાસાગર છે, સાગરમાં આવર્ત ઊઠતાં જ હોય છે. સંસાર-સાગરમાં વિવિધ જન્મરૂપ આવર્ત ઊઠતા રહે છે. જીવ એ આવર્તોમાં ફસાય છે. સિદ્ધિગતિમાં ગયેલા જીવ, મુક્ત બનેલા જીવ, ફરીથી સંસારની ગતિરૂપ આવર્તોમાં ફસાતા નથી. એટલે કે મુક્ત આત્માઓ પુનઃ સંસારમાં નથી આવતા. મોક્ષાવસ્થામાંથી આત્મા સંસારાવસ્થામાં નથી આવતા. શાશ્વતકાળ આત્મા ત્યાં Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૯ પ્રવચન ૭૮ જ રહે છે. એ રીતે પૂર્ણ સુખ છોડીને દુખપૂર્ણ સંસારમાં પાછા ફરવાની ઈચ્છા કોણ કરશે? જો કે મોક્ષમાં આત્મામાં ઈચ્છા પેદા થવાનો પ્રશ્ન જ રહેતો નથી. મુક્ત આત્માઓ સંસારમાં આવતા નથી, પરંતુ તેમના પૂર્ણ જ્ઞાનમાં સંસાર પ્રત્યક્ષ દેખાય છે, પરંતુ રાગદ્વેષ નથી હોતા. પૂર્ણ જ્ઞાન-દર્શનની આ અસાધારણ વિશેષતા છે. જાણે છે, જુએ છે, પરંતુ રાગદ્વેષ નથી હોતા. રાગદ્વેષરહિત પૂણનિન્દમાં જ આત્મા ત્યાં સ્થિર રહે છે. આ રીતે મુક્ત આત્માઓની અને મુક્તિની સાત વિશેષતાઓ તમને બતાવી. તે શિવ, અચલ, અરોગી, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિવાળા આત્માઓ હોય છે. સિદ્ધશિલા પર સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવ : એક આશ્ચર્ય ઉત્પન્ન કરનારી વાત બતાવું છું. આપણે સિદ્ધશિલા પર કેટલીય વાર જઈને આવ્યા છીએ ! કેટલાય જીવ...અનંત જીવ ત્યાં જાય છે, અને આવે છે. સર્વે કર્મબદ્ધ જીવો! પરંતુ એ જીવ ત્યાં સૂક્ષ્મ પૃથ્વીકાય વગેરેના જીવ હોય છે. તેમનું ચૈતન્ય આવૃત્ત થાય છે. તે શિવ...અચલ નથી હોતા. અરોગી અનંત નથી હોતા, અક્ષય, અવ્યાબાધ નથી હોતા. તેઓ કમરહિત, શુદ્ધ સ્વરૂપવાળા નથી હોતા. એ જીવો આ દુનિયામાં પાછા આવે છે. આપણો આત્મા પણ આ રીતે સિદ્ધશિલા પર ગયેલો છે. પરંતુ આ રીતે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. એવા સૂક્ષ્મ જીવો ત્યાં કોઈ સુખ પામતા નથી, આનંદ પામતા નથી, સિદ્ધશિલા પર જવાનો શો અર્થ? કર્મયુક્ત, શરીરમુક્ત બનીને જે આત્માઓ સિદ્ધશિલા ઉપર જાય છે તે જ પરમ સુખ અને પરમાનંદ પામે છે. સારા સ્થાનમાં જવા માત્રથી શું? એક પરિવાર પરદેશ જઈને આવ્યો હતો. મારી પાસે વંદન કરવા આવ્યો. મે પૂછ્યું ક્યાં જઈ આવ્યા?” ભાઈએ કહ્યું સ્વિટ્ઝરલૅન્ડ ગયા હતા. ત્યાં બે મહિના રહ્યા હતા. મેં પૂછ્યું ત્યાંનું વાતાવરણ સારું હશે. ખૂબ આનંદ આવ્યો હશે ત્યાં?” એ ભાઈની પત્ની બોલીઃ “શું આનંદ? મને તો ત્યાં જરા પણ આનંદ ન આવ્યો.” કેમ?' એ ભાઈ બોલ્યા: “એને આનંદ કેવી રીતે મળે? આપ એને પૂછો કે એક દિવસ પણ ઝઘડા વગર પસાર કર્યો છે? ગુરુદેવ, એનો ક્રોધ એટલો ભયંકર છે કે....અમને પણ શાન્તિથી રહેવા દેતી નથી.” “તો પછી પરદેશ જવાનો શો અર્થ ?' પૂછ્યું. કશો જ નહીં. બસ, જઈને આવ્યા. બે લાખ રૂપિયા એમ જ ખરચી નાખ્યા.” Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રાવક જીવન : ભાગ ૪ સ્વિટ્ઝરલૅન્ડ જઈને આવ્યા. ત્યાં કોઈ સુખ યા આનંદ ન મળ્યો. શું અર્થ સર્યો ત્યાં જવાનો ? એ રીતે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સિદ્ધશિલા પર જાય છે....પરંતુ એ જીવ નથી પામતા સુખ, નથી પામતા આનંદ ! મૂર્છિત અવસ્થામાં જાય છે......અને મૂર્છિત અવસ્થામાં પાછા ફરે છે. બીજો એક પરિવાર સમ્મેતશિખરજી વગેરે પૂર્વદેશોનાં તીર્થોની યાત્રા કરીને પાછો ફર્યો હતો. મારો પરિચિત પરિવાર હતો. મેં પૂછ્યું : “તમારી તીર્થયાત્રા આનંદથી થઈ હશે ?’ પુરુષે જવાબ આપ્યો : "અમે તો યાત્રામાં પરેશાન થઈ ગયા....’ ‘કેવી રીતે ?’ ‘અરે, જે ટ્રાવેલમાં ગયાં હતાં તેણે યાત્રીઓને પરેશાન કરી નાખ્યા. ખાવાપીવાની કોઈ સુવિધા નહીં,....કાર્યક્રમમાં વારંવાર પરિવર્તન, યાત્રીઓ સાથે રોજના ઝઘડા, મજા ન આવી.’ મેં કહ્યું : ‘તીર્થયાત્રામાં - તીર્થસ્થાનોમાં પરમાત્માની પૂજા-સેવા-ભક્તિમાં તો આનંદ આવ્યો હશે ને ?’ મહિલાએ કહ્યું ઃ ‘ગુરુદેવ, હું સાચું બોલું છું, અમે ક્યાંય પણ પરમાત્માની પૂજા કરી નથી ! માત્ર દર્શન કરતાં હતાં. કોઈ કોઈ વાર સાંજે મંદિરમાં આરતી કરી લેતાં હતાં.” તો દિવસ આખો શું કરતાં હતાં ? ધાર્મિક પુસ્તકનું અધ્યયન કરતાં હતાં ? સામાયિક કરતાં હતાં ?” મહિલાએ એના પતિની સામે જોયું. તે બંને જણાં મૌન થઈ ગયાં. તેમની એક જ વાત હતી - યાત્રામાં તેમને આનંદ ન આવ્યો. તીર્થોમાં જઈને આવ્યાં, તીર્થપતિ પરમાત્માની પૂજા-ભક્તિ ન કરી...જાપધ્યાન ન કર્યાં...બસ, પર્યટન કરીને આવ્યા, અને એ પણ આનંદ વગર. શું અર્થ રહ્યો તીર્થોમાં જવાનો ? સિદ્ધિગતિમાં જવાનો મતલબ તો આ છે કે ત્યાં પૂર્ણાનંદ અને પૂર્ણસુખ પામવાનું છે. એટલા માટે દુઃખ તેમજ અશાન્તિના કારણરૂપ કર્મોનો ક્ષય કરીને ત્યાં જવાનું છે. આ રીતે આત્મા મોક્ષમાં જાય છે ત્યારે પરમ સુખ અને પરમાનંદ પામે છે. તીર્થંકર ભગવંતોએ એટલા માટે કર્મક્ષય કરવાનો આદેશ આપ્યો. કર્મક્ષય કરવાના ઉપાયો બતાવ્યા. કર્મક્ષય થતાં શરીરનો નાશ અને મનનો નાશ સ્વતઃ થઈ જાય છે. કર્મક્ષય થતાં આત્મા આ સંસારમાં નથી રહેતો. તે સિદ્ધિગતિમાં પહોંચી જાય છે. સભામાંથી મારા વાંચવામાં આવ્યું છે કે સિદ્ધ-બુદ્ધ આત્માઓ નથી સંસારમાં Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૮ ૭૧ રહેતા, નથી મોક્ષમાં રહેતા. સિદ્ધબુદ્ધ આત્માને તેઓ ‘મહાન તત્ત્વ” અથવા “મહાન પુરુષ' કહે છે. એ મહાપુરુષો જગતની ઉન્નતિ માટે હોય છે. એ અભવસ્થ - અમોક્ષસ્થ આત્માઓ ચિંતામણિ રત્નો કરતાં ય અધિક ફળ આપનાર હોય છે. મહારાજશ્રી મહાનુભાવ, એવું કોઈ પણ આત્મદ્રવ્ય નથી હોઈ શકતું કે જે સંસારમાં ન હોય અને મોક્ષમાંય ન હોય ! સંસાર એટલે કર્મબદ્ધ અવસ્થા અને મોક્ષ એટલે કમરહિત અવસ્થા. આ બે અવસ્થાઓ સિવાય ત્રીજી કોઈ અવસ્થા છે જ નહીં. ત્રીજી અવસ્થાને સિદ્ધ કરનાર કોઈ પ્રમાણ મળતું નથી. નથી પ્રત્યક્ષ પ્રમાણ, નથી અનુમાન પ્રમાણ, નથી શાસ્ત્રપ્રમાણ. પછી તો જેને જે કલ્પના કરવી હોય તે કરી શકે છે. પ્રમાણ વગરની કલ્પના માન્ય થતી નથી. સભામાંથી એવું પણ વાંચવામાં આવ્યું છે કે ક્રમથી જ સિદ્ધ થાય એવો નિયમ નથી. “અક્રમ સિદ્ધ” પણ છે. જેમાં લોકો ક્રમથી જ ધનવાન બને છે એવું નથી. રક રાજા બની જાય છે, હરિજન સીધો જ રાષ્ટ્રપતિ પણ બની જાય છે. એ રીતે સંસારી જીવ સીધો મુક્ત બની શકે છે. ક્રમિક આત્મવિકાસ જરૂરી નથી. શું આ માન્યતા સાચી છે? મહારાજશ્રી : આ માન્યતા ખોટી છે. મુક્તિ ક્રમથી જ થાય છે. એટલા માટે તો “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રમાં પરંપર ગયાણ' વિશેષણ આપવામાં આવ્યું છે. સિદ્ધોનો આત્મા ૧૪ ગુણસ્થાનકોના ક્રમથી જ સિદ્ધ બને છે. ગુણસ્થાનકોનો ક્રમ જાણો છો? એમનાં ૧૪ નામ બતાવું છું – મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત, સમ્યગુવૃષ્ટિ, દેશવિરતિ, સવવિરતિ પ્રમત્ત, સર્વવિરતિ અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર, સૂક્ષ્મ સંપરાયણ, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગી કેવલી અને અયોગી કેવલી. આત્મા અન્ન મુહૂર્તકાલમાં પહેલાથી ૧૪મા સ્થાનકે પહોંચી શકે છે, અને સિદ્ધ બની શકે છે. જે લોકો ગુણસ્થાનકોના માધ્યમથી થનાર આત્મવિકાસ નથી જાણતા, નથી સમજતા એવા લોકોને ભરત ચક્રવર્તી જેવા અપવાદરૂપ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે “જુઓ, ભરત ચક્રવર્તી ગૃહસ્થ હતા.. અને અરીસા ભવનમાં સીધા જ કેવળજ્ઞાની બની ગયા, ત્યાં કયો ક્રમિક વિકાસ હતો? આ છે અક્રમ વિજ્ઞાન.” સરળ જીવ, અજ્ઞાની લોક આ વાત માની લે છે. ભરત ચક્રવર્તીની અંદર કઈ પ્રક્રિયા થઈ હતી, ભાવપરિવર્તન, ભાવશુદ્ધિ અને ભાવવૃદ્ધિમાં કયો ક્રમ હતો. એ વાત “અક્રમ વિજ્ઞાનની વાત કરનારા નથી જાણતા..! ચૌદ ગુણસ્થાનકોનો ક્રમિક વિકાસ પ્રત્યેક ભવ્ય આત્માનો થાય જ છે, અને મોક્ષ પામે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ગુણસ્થાનકોનું વિભાગીકરણ ઃ મોહનીય કર્મ : ગુણસ્થાનકોનું વિભાગીકરણ મુખ્યરૂપે મોહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષયના માધ્યમથી કરવામાં આવ્યું છે. મોહનીય કર્મની મુખ્ય બે પ્રકૃતિઓ છે - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. શ્રાવક જીવન : ભાગ ૪ – દર્શનમોહનીય કર્મ આત્માના સમ્યગ્દર્શન ગુણને આવૃત્ત કરે છે. એનાથી આત્મામાં તાત્ત્વિક રુચિ પેદા થતી નથી અને સત્યદર્શન નથી થતું. ચારિત્રમોહનીય કર્મ આત્માના ચારિત્રગુણને આવૃત્ત કરે છે. આ કર્મના પ્રભાવથી સમ્યગ્દર્શની આત્મા સ્વ-સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ નથી કરી શકતો. જ્યાં સુધી દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ યા ક્ષય નથી થતો ત્યાં સુધી ચારિત્રમોહનીય કર્મની શક્તિ ઓછી થતી નથી. આ દૃષ્ટિથી ૧ થી ૪ ગુણસ્થાનક દર્શનમોહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય પર આધારિત છે. ૫ થી ૭ ગુણસ્થાનક ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમ ઉપર આધારિત છે. ૮ થી ૧૦ ગુણસ્થાનક ચારિત્રમોહનીય કર્મના ઉપશમ યા ક્ષય ઉપર આધારિત છે. ૧૧મું ગુણસ્થાનક ચારિત્રમોહનીયના માત્ર ઉપશમની અપેક્ષાએ છે. ૧૨ થી ૧૪ ગુણસ્થાનક મોહનીય કર્મ આદિ કર્મોના ક્ષય પર આધારિત છે. આત્માઓને એ ગુણસ્થાનકોના ક્રમથી પસાર થવું જ પડે છે. ત્યારે જ તેઓ સિદ્ધબુદ્ધ અને મુક્ત બની શકે છે. આ ક્રમમાં પસાર થતાં સિદ્ધ બનનારા પરંપરગત’ સિદ્ધ કહેવાય છે. સર્વ સિદ્ધ-બુદ્ધ આત્માઓ શું એક નિશ્ચિત સ્થાનમાં જ રહે છે ? : આપણા દેશમાં આત્મા અને મોક્ષના વિષયમાં ભિન્ન ભિન્ન વિચારધારાઓ પ્રચલિત હતી. એમાં એક વિચારધારા એવી છે ઃ જ્યાં આત્માના ક્લેશ (કર્મ)નો ક્ષય થાય છે, ત્યાં જ વિજ્ઞાનરૂપ આત્મા રહે છે. એ આત્માને હવે કોઈ ક્લેશ-આશય-સંસ્કાર નથી હોતા. એટલે તેને ક્યાંય પણ કોઈ તકલીફ પડતી નથી. એ વિજ્ઞાનસ્વરૂપ આત્માને ક્યાંય જવા-આવવાનું હોતું નથી. તેને ગમનનું કોઈ પ્રયોજન હોતું નથી. આ વિચારધારા ખોટી છે. મેં તમને લોકોને કાલે જ બતાવ્યું હતું કે લોકાન્ત પ૨ ૪૫ લાખ યોજન લાંબી-પહોળી ગોળાકાર સ્ફટિકમય સિદ્ધશિલા છે. એને ઇષત્ Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૮ પ્રાક્ભારા પૃથ્વી પણ કહે છે. સર્વકર્મનો ક્ષય થવાથી આત્મા સહજરૂપથી ઊર્ધ્વગતિ કરીને સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે. ત્યાં જ સ્થિર થઈ જાય છે. ૭૩ પ્રશ્ન ઃ અનાદિકાળથી જીવો મોક્ષમાં જઈ રહ્યા છે. ત્યાં સિદ્ધશિલા ૫૨ સ્થિર થઈ જાય છે.....આજ દિવસ સુધી અનંત આત્માઓ ત્યાં ગયા છે....જગા તો માત્ર ૪૫ લાખ યોજનની જ છે. આટલી નાની જગામાં અનંત આત્માઓ કેવી રીતે રહી શકે ? ઉત્તર ઃ જે રીતે એક દીપકની જ્યોતિમાં બીજા દીપકની જ્યોતિ ભળી જાય છે. ત્યાં વાસ્તવમાં બંને જ્યોતિઓનું અસ્તિત્વ સ્વતંત્ર હોય છે. છતાં પણ સમાનતાને કારણે મહાજ્યોતિ દેખાય છે. એ રીતે એક સિદ્ધ આત્માની જ્યોતિમાં બીજા સિદ્ધ આત્માની જ્યોતિ મળી જાય છે, છતાં પણ બંને સિદ્ધ આત્માઓનું અસ્તિત્વ સ્વતંત્ર હોય છે, અને એ પણ, સર્વ સિદ્ધ આત્માઓ અરુપી હોવાથી એકબીજાને બાધક નથી બનતા. એટલા માટે એક આકાશભાગમાં અનંતસિદ્ધોનો સમાવેશ થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે ઃ जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का । अनोन्नमजाबाहं चिति सुहो सुपत्ता જે લોકાન્તમાં, આકાશભાગમાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષયથી અત્યંત મુક્ત બનેલા અનંત સુખપૂર્ણ સિદ્ધ, એકબીજાને અડચણ પહોંચાડ્યા સિવાય સુખપૂર્વક રહે છે.’ વાત સમજયા ને ? તમારે મોક્ષમાં જવું છે ને ? ત્યાં અનંત આત્માઓની સાથે એકરૂપ થઈને રહેવાનું છે...તો પછી અહીં તમારી જગામાં બીજાંનો સમાવેશ કરવો જોઈએ ને ? જેને મોક્ષ પ્રિય છે, ત્યાનું અવસ્થાન પ્રિય છે, તે મહાનુભાવ અહીં સંસારમાં પણ સર્વ જીવોની સાથે અભેદભાવથી રહેવાનું પસંદ ક૨શે ને ? કંઈક વિચારો. સગા માતાપિતાનો પણ ઘરમાં સમાવેશ ન કરનારા ભગત લોકો, મોક્ષની વાતો કરે છે....એમને શરમ પણ નથી આવતી. ત્યાં સિદ્ધશિલા ૫૨ જે જગાએ તમારું આત્મદ્રવ્ય સ્થિર થશે ત્યાં બીજા આત્માઓ પણ આવશે...ત્યાં જ સ્થિર રહેશે...શું તમે એમને નહીં રહેવા દો ? વિચારો. ત્યાં જઈને ઝઘડો ન કરતાં ! સભામાંથી : જ્યાં સુધી ઝઘડો કરતા રહીશું ત્યાં સુધી ત્યાં જઈ જ નહીં શકીએ. મહારાજશ્રી : જ્યાં સુધી કષાય છે ત્યાં સુધી મુક્તિ થવાની જ નથી. એ વાત નિશ્ચિત છે. છતાં પણ મોક્ષે જવાની વાત કરનારાઓ કષાયોનો ત્યાગ કરતા નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રાવક જીવન : ભાગ ૪ એનું તાત્પર્ય એ છે કે વાસ્તવમાં તેમને મોક્ષમાં જવું જ નથી. માત્ર વાતો કરવી છે ! માત્ર ભક્ત હોવાનો દંભ કરવો છે. બધા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરો: જો સિદ્ધ-બુદ્ધ થવું હોય, સિદ્ધિગતિ પામવી હોય, તો દરરોજ સર્વ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરતા રહો. __ नमो सया सव्वसिद्धाणं ॥ સિદ્ધ-બુદ્ધ બનનાર આત્માઓ ૧૫ પ્રકારના હોય છે, એટલા માટે સંબં શબ્દનો પ્રયોગ કર્યો છે. આજે અહીં હું માત્ર ૧૫ નામ જ બતાવી દઈશ, એ પ્રકારોને સમજાવવાનો સમય નથી. કોઈક વાર સમજાવીશ. ૧. તીર્થસિદ્ધ ૨. અતીર્થ સિદ્ધ ૩. તીર્થંકર સિદ્ધ ૪. અતીર્થંકર સિદ્ધ ૫. સ્વયંબુદ્ધ સિદ્ધ ૬. પ્રત્યેકબદ્ધ સિદ્ધ બુદ્ધબોધિત સિદ્ધ ૮. સ્ત્રીલિંગ સિદ્ધ ૯. પુરૂષલિંગ સિદ્ધ નપુંસકલિંગ સિદ્ધ ૧૧. સ્વલિંગ સિદ્ધ ૧૨. અપલિંગ સિદ્ધ ૧૩. ગૃહિલિંગ સિદ્ધ ૧૪. એક સિદ્ધ ૧૫. અનેક સિદ્ધ સિદ્ધ ભગવંતોનું પ્રતિદિન ધ્યાન પણ કરવું જોઈએ. આત્માની પરમ વિશુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. આત્મસાક્ષીએ નિર્ણય કરો કે “મારે સિદ્ધ-બુદ્ધ બનવું છે. અવિલંબ બનવું છે.' આ સંકલ્પ રોજ કરવો. “અપવર્ગઆલોચનનું આ કર્તવ્ય કેટલું ઉત્તમ બતાવ્યું છે? જે આપણું અંતિમ લક્ષ્ય છે. અંતિમ ધ્યેય છે. તેની સ્મૃતિ પ્રતિદિન થવી જ જોઈએ. અપવર્ગ-મોક્ષનો કેવી રીતે વિચાર કરવો, ચિંતન કરવું એ કંઈક વિસ્તારથી જ બતાવ્યું છે. ચિંતનમાં તમને ઉપયોગી બનશે. આજે બસ, આટલું જ. Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૯ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મીબંદુ’ ગ્રંથમાં ત્રીજા અધ્યાયમાં ‘શ્રાવક જીવન'ના વિષયમાં વિશદ્ માર્ગદર્શન આપ્યું છે. કાયિક અને વાચિક ધર્મઆરાધનાના વિષયમાં તો સમુચિત બોધ આપ્યો જ છે, માનસિક વૈચારિક ભૂમિકા ઉપર પણ અતિ ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે. યોગાભ્યાસ, નમસ્કારાદિ ચિંતન, પ્રશસ્ત ભાવક્રિયા, ભવસ્થિતિનું અવલોકન, ભવસ્થિતિની અસારતાનું ચિંતન, સર્વગુણમય મુક્તિની પરિભાવના... આ તમામ વૈચારિક ભૂમિકા છે શ્રાવક જીવનની ! જો સદૈવ આવા વિચારો કરતા રહે તો તેમનું મન શું વિરક્ત ન બને ? એમના હૃદયમાં વૈરાગ્યનો દીપક શું નહીં ઝળહળે ? અને જ્યારે સંસારવાસ પ્રત્યે વૈરાગ્ય પેદા થશે ત્યારે તેમનું મન સાધુતા-શ્રામણ્ય તરફ ઢળશે જ. તેમના મનમાં સાધુતા પ્રત્યે અનુરાગ પેદા થાય છે. શ્રમળ્યાનુરાગ ગાા શ્રામણ્ય પ્રત્યે અનુરાગ : જ્યારે સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને મુક્તિનું આકર્ષણ ઉદ્ભવે છે, ત્યારે એક વિચાર એના મનમાં ઊઠે છે : “મુક્તિ પામવાનો સાચો રસ્તો, શ્રામણ્યનોસાધુતાનો જ છે. સાધુજીવનમાં જ મુક્તિનો સાચો પુરુષાર્થ થઈ શકે છે. સાધુજીવન જ નિષ્પાપ જીવન છે.’ અને એ સંસારવિરક્ત તેમજ મુક્તિપ્રેમી આત્મા - જીવાત્મા, સાધુજીવનના વિષયમાં વિશિષ્ટ જ્ઞાન પામવાનો પ્રયત્ન કરે છે. એ રીતે વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષોની પાસે જઈને વિનયથી એ જ્ઞાનપ્રાપ્તિ કરે છે, અને સારી રીતે સમજે છે. જેમ જેમ એ સાધુજીવનની આરાધનાનું જ્ઞાન પામતો જાય છે, તેમ તેમ તેના મનમાં સાધુજીવન પ્રત્યે અનુરાગ વધતો જાય છે. એને સાધુજીવન પસંદ આવે છે. સાધુજીવનનાં પાંચ મહાવ્રતો સારાં લાગે છે. ૧. પ્રાણાતિપાત-વિરમણ મહાવ્રત. ૨. મૃષાવાદ-વિરમણ મહાવ્રત. ૩. અદત્તદાન-વિરમણ મહાવ્રત. ૪. મૈથુન-વિરમણ મહાવ્રત. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રાવક જીવન : ભાગ ૪ ૫. પરિગ્રહ-વિરમણ મહાવ્રત. આ પાંચ મહાવ્રતો છે. શ્રાવક ભાવના ભાવે છે કે “ક્યારે એવો ધન્ય અવસર આવશે, કે હું મહાવ્રતોને ધારણ કરીશ....અને એમનું પાલન કરીશ? ક્યારે મારું ચારિત્રમોહનીય કર્મ તૂટે અને હું શ્રમણ બનું?” એક એક મહાવ્રતના પાલનના વિષયમાં એ ભાવના ભાવે છે? પહેલા મહાવ્રતની ભાવનાઓ: – હું શ્રમણ બનીને ઉપયોગપૂર્વક ગમનાગમન કરીશ. ઉપયોગ વિના ગમનાગમન કરવાથી જીવહિંસા થાય છે. – હું ૪૨ દોષો ટાળીને ઉપયોગપૂર્વક ભિક્ષા ગ્રહણ કરીશ. ઉપાશ્રયમાં આવીને પ્રકાશમાં ઊભો રહીને ભિક્ષા જોઈશ. માંડલીના પાંચ દોષ ન લાગે એ રીતે ગોચરી કરીશ. જરા પણ જીવહિંસા ન થાય એવી રીતે ઉપયોગ રાખીને હું ગોચરી કરીશ. - હું આગમોક્ત વિધિથી જ ઉપકરણ-વસ્ત્રાદિ ગ્રહણ કરીશ, અને વગર મમત્વે મારી પાસે રાખીશ. – હું મારા ચંચળ મનનું જ્ઞાનદ્રષ્ટિથી સમાધાન કરતો રહીશ, મનને વિશુદ્ધ બનાવીશ, કાયાથી વિશુદ્ધ સંયમનું પાલન કરવા છતાં દુષ્ટ મન પાપકર્મ બાંધી દે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું બાહ્ય સંયમ જીવન કેવું શ્રેષ્ઠ હતું? છતાં પણ માનસિક હિંસાથી વિરત નહીં રહી શકવાથી એમને સાતમી નરકમાં જવાનાં કર્મ ઉપાર્જિત કરી લીધાં હતાં. એટલા માટે હું માનસિકરૂપે પણ હિંસાના વિચાર નહીં કરું સાવધાન રહીશ. – હું જીભથી પાપયુક્ત વચન નહીં બોલું, સદાય નિષ્પાપ વચન જ બોલીશ, કારણ કે સાવધવચન (પાપવચન) કોઈ વાર હિંસાનું નિમિત્ત બની શકે છે. બીજા મહાવ્રતની ભાવનાઓ: - હું શ્રમણ બનીને જોરશોરથી હસવું બંધ કરીશ; કારણ કે હસવામાં પણ કોઈક વાર અસત્ય બોલાઈ જાય છે. એટલા માટે હસવામાં પણ અસત્ય ન બોલાઈ જય એની સાવધાની રાખીશ. - હું સમજી-વિચારીને બોલીશ. વગર વિચાર્યું બોલવાથી કદાચ જૂઠ પણ બોલાઈ જાય. એથી વેર પણ બંધાઈ જાય. બીજા જીવોના પ્રાણ પણ ચાલ્યા જાય, એટલા Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૭ પ્રવચન ૭૯ માટે હું સમજી – વિચારીને બોલીશ. - પરમાત્માએ કહ્યું છે જે ક્રોધ, લોભ અને ભયનો પરિહાર કરે છે તે મુનિ છે. એવા મુનિઓ મોક્ષની સમીપ રહે છે. મોક્ષમાર્ગ પર ચાલતાં તેઓ મૃષાવાદનો ત્યાગ કરે છે. હું ક્રોધથી મુક્ત થઈને મૃષાવાદનો ત્યાગ કરીશ. લોભથી અભિભૂત ચિત્તવાળો મનુષ્ય અત્યંત અર્થકાંક્ષાથી તેમજ ખોટું વર્ણન કરીને અસત્ય બોલે છે. એટલા માટે સત્યવ્રતી શ્રમણે લોભ ન કરવો જોઈએ. હું લોભનો ત્યાગ કરીશ. - પોતાના પ્રાણ, ધન ઇત્યાદિની રક્ષા-સુરક્ષાની બીકે કોઈ કોઈ વાર માણસ સાચું બોલતો નથી. હું નિર્ભય રહીશ, નિર્ભયતાને આત્મસાત્ કરીશ, જેથી અસત્ય વચનથી બચી શકું. ત્રીજા મહાવ્રતની ભાવનાઓ : ઈન્દ્ર, રાજા, ઘરના માલિક, શય્યાતર, સાધર્મિક વગેરેની રજા લઈને એટલે કે એમના અવગ્રહની યાચના કરીને એમની જગામાં રહીશ, કારણ કે અવગ્રહની યાચના કરવી એ જિનાજ્ઞા છે. હું જિનાજ્ઞાનું પાલન કરીશ. – જગાના માલિકને પૂછીને જ જે કંઈ લેવાનું હશે તે લઈશ, શય્યાતરની આજ્ઞા વગર એક તણખલું ય નહીં લઉં. - જગાના માલિકે જગા આપી હોય છતાં ય વારંવાર એની અનુજ્ઞા માગતા રહેવું જોઈએ. પાણી વગેરે ફેંકવાની જગા, પાદપ્રક્ષાલન કરવાની જગા...વગેરે પૂછીને જ એ જગાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી જગાના માલિકને દુઃખ ન થાય, રોષ ન થાય. હું એવો જ વતવ કરીશ. – આગમોક્ત વિધિ અનુસાર આહાર-પાણી લઈશ, ગુરુને બતાવીશ, આલોચન કરીશ, ગુરુ યા વડીલની અનુજ્ઞા લઈને એકલા યા માંડલી (સમૂહ)માં આહાર પાણી કરીશ. જો આ રીતે ન કરીએ તો “ગુરુ અદત્ત’ નામે દોષ લાગે છે. – જે સ્થાનમાં - જે ગામમાં - નગરમાં, બીજા સાધુ રહ્યા હોય, અને તે ગામમાં યા તે સ્થળે રહેવું પડે તો પહેલેથી ત્યાં રહેલા સાધુઓની આજ્ઞા ગ્રહણ કરીશ, અન્યથા ચોરીનો દોષ લાગે છે. ચોથા મહાવ્રતની ભાવનાઓ: - હું સ્નિગ્ધ અને મધુર આહાર નહીં કરું. અતિ વધારે ભોજન પણ નહીં કરું. તીર્થકરોએ કહ્યું છે કે સ્નિગ્ધ અને મધુર આહાર (વધારે ઘી, દૂધ, દહીં, મિઠાઈ આદિ)થી મનમાં વિકાર પેદા થાય છે. વાસનાઓ ઉદ્દીપ્ત થાય છે, અને Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૮ - શ્રાવક જીવન : ભાગ ૪ બ્રહ્મચર્યનો ભંગ થવાનો ભય રહે છે....શરીરને ય નુકસાન થાય છે. હું સ્નાન નહીં કરું, વિલેપન નહીં કરું. વિવિધ સાજસજ્જા નહીં કરું. ચિત્ત સ્નાનાદિમાં લાગવાથી સ્વાધ્યાયાદિ છૂટી જાય છે એનાથી મનમાં અબ્રહ્મના, મૈથુનના વિચારો પ્રવેશી જાય છે. એટલા માટે હું સ્નાનાદિ કરીશ નહીં. હું રાગ-અનુરાગથી સ્ત્રીને જોઈશ નહીં, સ્પૃહાથી એનાં અંગ-ઉપાંગો જોઈશ નહીં, એ જોવાથી બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય છે - બ્રહ્મચર્યવ્રતને ધક્કો લાગે છે. – હું સ્ત્રીઓનો પરિચય રાખીશ નહીં. જ્યાં સ્ત્રી હશે, એ સ્થાનમાં હું નહીં રહું. જે જગાએ સ્ત્રી બેઠી હશે એ જગાએ બે ઘડી સુધી બેસીશ નહીં. એ સ્ત્રીએ જે આસનાદિનો ઉપયોગ કર્યો હશે તેનો હું ઉપયોગ કરીશ નહીં. હું અપ્રશસ્ત સ્ત્રીકથા નહીં કરું. એટલે કે નિરર્થક સ્ત્રીની શૃંગાર-કથા નહીં કરું. સ્ત્રી-કથા કરવાથી મનમાં કામવિકાર જાગે છે. પાંચમા મહાવ્રતની ભાવનાઓ : હું સારા યા ખરાબ શબ્દોમાં આસક્તિ યા દ્વેષ નહીં કરું. હું સારા યા ખરાબ રૂપમાં આસક્તિ યા દ્વેષ નહીં કરું. હું સારા યા ખરાબ રસમાં રાગ યા દ્વેષ નહીં કરું. હું સારી યા ખરાબ ગંધમાં રાગ યા દ્વેષ નહીં કરું. હું સારા યા ખરાબ સ્પર્શમાં રાગ યા દ્વેષ નહીં કરું. પંડિત પુરુષ જિતેન્દ્રિય હોય છે. સર્વ પાપોથી - બાહ્ય આત્યંતર પરિગ્રહથી મુક્ત હોય છે. શબ્દ, રૂપ આદિમાં રાગદ્વેષ કરવાથી પાંચ મહાવ્રતોની વિરાધના થાય છે. એટલા માટે હું એ વિષયોમાં રાગદ્વેષ નહીં કરું. આ રીતે પાંચ મહાવ્રતોનું દૃઢતાથી પાલન કરીશ. દશવિધ ધર્મ : - જે રીતે મહાવ્રતોનું પાલન કરીશ, એ રીતે જ હું દશ પ્રકારના સાધુધર્મનું પણ પાલન કરીશ. હું ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સંયમ, ત્યાગ, સત્ય, બ્રહ્મચર્ય અને અકિંચનતાનું સાચા સ્વરૂપમાં પાલન કરીશ. કોઈ મને ગાળ દેશે, કોઈ મારું અપમાન ક૨શે, કોઈ મારા ઉપર પ્રહાર કરશે, તો હું સમતાભાવથી સહન કરીશ. હું ગાળ દેનાર પ્રત્યે, અપમાન કરનાર પ્રત્યે અને પ્રહાર કરનાર પ્રત્યે પણ કરુણાદૃષ્ટિથી જોઈશ. તેના તરફ રોષ, ગુસ્સો Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૯ યા નારાજગી નહીં રાખું - સહન કરવાની અને ક્ષમા કરવાની શક્તિને વધારતો રહીશ. ૧૯ હું માન કષાય ઉપર વિજય પ્રાપ્ત કરીશ; મારા મનોભાવોને મૃદુ બનાવીશ; હૃદયને કોમળ, મુલાયમ બનાવીશ. હું સમજું છું કે માન-અભિમાન હૃદયને કઠોર બનાવે છે. કઠોર હૃદયમાં સદ્ગુણોનાં બી અંકુરિત નથી થતાં. એટલા માટે હું નમ્રતાને યથાવત્ રાખવાને માટે પ્રયત્નશીલ રહીશ, નમ્રતાને યથાવત્ રાખવા હું સદૈવ મારા દોષોને જોતો રહીશ, બીજા માણસોના ગુણો જોતો રહીશ. હું જાણું છું કે મારા હૃદયમાં અનંતદોષ ભર્યા પડ્યા છે. હું કઈ વાત ઉપર અભિમાન કરું ? હું સરળ બનતો રહીશ. બાળકો જેવી સરળતા મને પસંદ છે. સ૨ળતાને હું મહાન ધર્મ સમજું છું. બાળક કેટલું સરળ હોય છે ? એ જે કંઈ કરે છે તે માને કહી દે છે. એ જ રીતે હું ગુરુદેવની સમક્ષ બાળક બનીને મારા મન-વચનકાયાના નાનામોટા દોષ કહી દઈશ. કોઈ પણ પાપને મારી અંદર છુપાવી નહીં રાખું, સરળતાથી હું મારા ચિત્તની પ્રસન્નતા ટકાવી રાખીશ. પાપોથી બચતો રહીશ. હું સમજું છું કે લોભ અને તૃષ્ણા આત્માને ગંદો અને અપવિત્ર બનાવી દે છે. એટલા માટે હું લોભ-તૃષ્ણાનો ત્યાગ કરીશ, હું પવિત્ર બનીશ, આંતરિક પવિત્રતા-વિશુદ્ધિ પ્રાપ્ત કરવાનો મારો નિશ્ચય હશે, આંતરિક વિશુદ્ધિ જ મારો શૌચ ધર્મ હશે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરત બનીશ; પાંચ ઇન્દ્રિયોનો નિરોધ કરીશ; ચાર કષાયોને ઉપશાંત કરીશ અને મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકીશ; એ જ મારો સંયમ હશે. હું દૃઢતાપૂર્વક સંયમધર્મનું પાલન કરતો રહીશ. હું કોઈ પણ જીવને મરણાન્તક કષ્ટ નહીં આપું. કોઈ પણ જીવને બંધનમાં નહીં નાખું. જીવો સાથે દયાપૂર્ણ વ્યવહાર કરીશ અને સંયમી સાધુપુરુષોને ભોજન, વસ્ત્ર આદિ આપીશ. સાધુ સાધુનો સાધર્મિક ગણાય છે. હું મારા બધા સાધર્મિક સાધુઓ પ્રત્યે સારો, ઉચિત વ્યવહાર કરીશ. જે સ્વ અને પરને માટે હિતકારી હશે એ જ બોલીશ. કેટલીક એવી વાતો હશે કે જે મારા માટે હિતકારી હશે પરંતુ બીજાં માટે અહિતકારી હશે, એવી વાતો હું નહીં કરું. વિસંવાદી વાતો નહીં કરું, અસત્ય નહીં બોલું. સત્યનિષ્ઠાને હું Page #86 -------------------------------------------------------------------------- ________________ ८० મહાન ધર્મ સમજીશ. કર્મક્ષય માટે હું તપ કરીશ. બાહ્ય તપ દ્વારા આવ્યંતર તપમાં મારો વિકાસ થતો રહે એ મારું લક્ષ્ય રાખીશ. શ્રાવક જીવન : ભાગ ૪ બ્રહ્મસ્વરૂપ આત્મામાં લીનતા પ્રાપ્ત કરવા માટે હું અબ્રહ્મ-મૈથુનથી નિવૃત્ત થઈશ. મનથી પણ મૈથુનનો ત્યાગ કરવાનો મારો પ્રયત્ન રહેશે. એટલે કે મનથી મૈથુનના વિચાર નહીં કરું. હું એવા જ સ્થાનમાં રહીશ કે જ્યાં બ્રહ્મચર્યનું સરળતાથી પાલન થાય. હું ભોજન પણ એવું જ કરીશ કે જે બ્રહ્મચર્યના પાલનમાં સહાયક બને. તપશ્ચર્યા પણ આ જ અભિગમથી કરીશ, કે જેથી બ્રહ્મચર્યનું પાલન સારી રીતે થઈ શકે. માટે પરમ બ્રહ્મની લીનતા પ્રાપ્ત કરવી છે, એટલા માટે હું બ્રહ્મચર્યનું પાલન કરીશ જ. હું સંયમનાં ઉપકરણો સિવાય, કશું ય ગ્રહણ નહીં કરું, ન તો સંગ્રહ કરીશ. મારે અપરિગ્રહી બનીને જીવવું છે, મારે મૂર્છાથી-આસક્તિથી બચવાનું છે. કોઈ પણ પુદ્ગલ-પદાર્થની ઉપર મમતા ન થઈ જાય, એ વાતની હું સાવધાની રાખીશ. ભૂતકાલીન પાપોનો ક્ષય કરવા માટે અને વર્તમાનકાલીન જીવન નિષ્પાપ તેમજ પ્રસન્નતાપૂર્ણ બનાવવા માટે આ દવિધ ધર્મ અદ્ભુત ઉપાય છે. મારી એ ભાવના છે કે હું મન-વચન-કાયાથી આ દવિધ ધર્મની આરાધના કરીને મારી ગુણસમૃદ્ધિને વધારતો રહીશ. ૧૭ પ્રકારના સંયમનું પાલન ઃ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનો હું મનવચન-કાયાથી સંરંભ-સમારંભ યા આરંભ નહીં કરું, કરાવીશ નહીં અને કરવામાં અનુમતિ આપીશ નહીં. પ્રમાદ વગેરે દોષોને કારણે તેમ જ તથાવિધ બુદ્ધિ-આયુષ્ય શ્રદ્ધા, સંવેગ અને બળ વગેરેની હીનતાને કારણે સાધુઓ પ્રત્યે અનુગ્રહની બુદ્ધિથી પુસ્તક વગેરેની પ્રમાર્જના-પ્રતિલેખના કરતો રહીશ. જે ભૂમિ ઉ૫૨ શયન કરવાનું હશે, તે ભૂમિને સૌથી પ્રથમ આંખોથી જોઈશ...દૃષ્ટિ પ્રતિલેખના કરીશ. કોઈ સાધુ સંયમધર્મમાં ઢીલો પડ્યો હશે, તેનું મન ચંચળ બની ગયું હશે તો હું એને પ્રેમથી પ્રેરણા આપીને સંયમધર્મમાં સ્થિર કરીશ. એ રીતે કોઈ શિથિલ Page #87 -------------------------------------------------------------------------- ________________ n પ્રવચન ૭૯ ૮૧ સાધુ હશે, અસંયમની પ્રવૃત્તિ કરતો હશે, સાધુધર્મનું પાલન છોડી દીધું હશે...માત્ર સાધુનો વેશ જ પહેરલો હશે.... એવા સાધુઓની હું ઉપેક્ષા કરીશ. તેમના પ્રત્યે ભાવકરુણાનું જ ચિંતન કરીશ. - જે સ્થાનમાં, મકાનમાં રહેવાનું હશે, એ મકાનની પ્રમાર્જના કરીશ; વસ્ત્ર....પાત્ર આદિનું પ્રમાર્જન કરીશ. પ્રમાર્જન કરીને જ તેમના ઉપયોગ કરીશ. જે ભોજન, પાણી, પાત્ર, વસ્ત્રાદિ, જીવયુક્ત થઈ ગયાં હશે, જે વિશુદ્ધ નહીં હોય... જે ઉપયોગી નહીં હોય, એમને જીવરહિત સ્થાનમાં વિધિપૂર્વક નાખી દઈશ. હું મારા મનનો સંયમ રાખીશ. દ્રોહ, ઈર્ષા, અભિમાન આદિ દોષોથી નિવૃત્ત થઈ જઈશ અને ધર્મધ્યાનમાં નિમગ્ન બનીશ. - હું મારી વાણીનો સંયમ રાખીશ, હિંસાપ્રેરક યા પુરુષ-કઠોર ભાષાનો પ્રયોગ નહીં કરું. પ્રશસ્ત ભાષાનો જ પ્રયોગ કરીશ. હું મારી કાયાનો સંયમ રાખીશ. આવશ્યક કર્મ કરવામાં તેમજ ગમનાગમન કરવામાં ઉપયોગ રાખીશ કે જેથી કોઈ જીવ મરી ન જાય. દસ પ્રકારનું વૈયાવચ્ચ : ૧. હું જે આચાર્યના સાન્નિધ્યમાં રહીશ, તેમની ભાવથી સેવા-શુશ્રુષા કરતો રહીશ. ૨. હું જે ઉપાધ્યાયની પાસે અધ્યયન કરીશ, તેમની ભાવથી સેવા-ભક્તિ કરતો રહીશ. ૩. સાધુસમુદાયમાં જે તપસ્વી સાધુ હશે, જે હંમેશાં તપ કરતા હશે, તેમની પણ હું સેવા-ભક્તિ-વિશ્રામણા કરતો રહીશ. ૪. જે નવા સાધુ બન્યા હશે, ઉંમરમાં જેઓ નાના હશે, તેમની હું સેવા-ભક્તિ કરીશ. તેમને યોગ્ય ભિક્ષા લાવીને આપીશ. ૫. જે સાધુ ગ્લાન, રોગી-બીમાર હશે, તેમની સેવા કરીશ, તેમને દવા-અનુપાન આપીશ, સમતા-સમાધિ આપીશ. ૬. સમુદાયમાં જે સ્થવિર સાધુ હશે - ઉંમરમાં મોટા અને જ્ઞાનમાં ય મોટા, તેમની પણ હું ઉચિત સેવા કરીશ. ૭. અમારી સમાન આચારમર્યાદાવાળા બીજા સાધુ અમારી પાસે આવશે, ત્યારે તેમનું ઉચિત સ્વાગત કરીશ. યોગ્ય ધર્મસાધના દ્વારા તેમની સેવા-ભક્તિ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કરીશ. ૮. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘ છે. અવસર આવતાં ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ કરીશ. શાસ્ત્રીય માર્ગદર્શન અનુસાર સંઘના ચારે અંગોની ઉચિત સેવા કરીશ. શ્રાવક જીવન : ભાગ ૪ ૯. એક આચાર્ય પાસે અધ્યયન કરનારા સાધુઓની ઉચિત સેવા કરીશ, એટલે કે ‘કુલ’ની સેવા કરીશ. ૧૦.‘ગણ’ની સેવા કરીશ. અનેક આચાર્યકુલોના સમૂહને ગણ કહે છે. તીર્થંકર ભગવંતોએ વૈયાવચ્ચ’ને શ્રેષ્ઠ ગુણ બતાવ્યો છે. હું વૈયાવચ્ચ કરવામાં પ્રમાદ નહીં કરું. વૈયાવચ્ચનો ઉત્કૃષ્ટ ગુણ જેનામાં હતો તે નંદિષેણ મુનિ વગેરેને મારો આદર્શ માનીશ, એમનાં પચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરીશ. મને આવું શ્રમણ જીવન ખૂબ સારું લાગે છે. બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન ઃ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા માટે હું નવ ગુપ્તિનું પાલન કરવામાં તત્પર રહીશઃ ૧. સ્ત્રી-પશુ અને નપુંસકથી રહિત વસતિ - સ્થાનમાં હું રહીશ. ૨. સ્ત્રીઓની સાથે એકાન્તમાં વાતો નહીં કરું. અન્ય લોકોની સામે પણ સ્ત્રીસંબંધી વાતો નહીં કરું. ૩. સ્ત્રીની સાથે એક આસન ઉપર નહીં બેસું. જે જગાએ ૫૨-સ્ત્રી બેઠી હશે, એ જગા ઉપર ૪૮ મિનિટ સુધી હું નહીં બેસું. ૪. સ્ત્રીના શરીરના અંગોપાંગ નહીં જોઉં. સ્ત્રીનું ચિંતન નહીં કરું. ૫. પતિ-પત્નીનો વાતિલાપ નહીં સાંભળું. ૬. ગૃહસ્થ જીવનમાં કરેલી કામ-ક્રીડાનું સાધુજીવનમાં સ્મરણ નહીં કરું. ૭. હું અતિસ્નિગ્ધ અને અતિમધુર ભોજન નહીં કરું. ૮. રુક્ષ આહાર પણ અતિમાત્રામાં નહીં કરું. ૯. સ્નાન વિલેપન...સાજસજ્જા, આદિ શરીર-વિભૂષા નહીં કરું. રત્નત્રયીનું પાલન ઃ શ્રી તીર્થંકર ભગવંતોએ કહ્યું છે કે સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર - ત્રણ રત્નો છે. સમ્યદર્શન-જ્ઞાન-ચાગિાળિ મોક્ષમાર્ન । આ મોક્ષમાર્ગ છે, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે અવબોધ આત્મામાં પ્રકટે છે તે Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭૯ ૮૩ સમ્યગૃજ્ઞાન હોય છે. હું સમ્યગ્રજ્ઞાનની આરાધના કરતો રહીશ. ગુરુવિનય કરતો શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતો રહીશ. - વિશુદ્ધ દેવ-ગુરુ-ધર્મતત્ત્વની ઉપર મારી શ્રદ્ધા અતૂટ રહેશે અને જિનોક્ત નવતત્ત્વો પ્રત્યે મારી જ્ઞાનમૂલક શ્રદ્ધા અખંડ રહેશે. - સર્વ પાપપ્રવૃત્તિઓનો મન-વચન-કાયાથી હું ત્યાગ કરીશ. – સર્વવિરતિમય ચારિત્ર ધર્મનું દૃઢતાથી પાલન કરીશ, પ્રાણો કરતાં ય વધારે મહત્ત્વ ચારિત્ર ધર્મનું સમજીશ. બાર પ્રકારનું તપ : તીર્થકર ભગવંતોએ કહ્યું છે કે - “જે કર્મોનો નાશ કરે તે તપ.” કમને તપાવે, બાળે, નાશ કરે એને તપ કહ્યું છે. અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ છે. જ્યાં સુધી આત્મા કર્મોથી બદ્ધ છે ત્યાં સુધી તે સંસારી છે, અને જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી જન્મ-જીવન અને મૃત્યુનાં દુઃખોથી જીવાત્મા છૂટી નહીં શકે. પરમ સુખમય, મોક્ષદશા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવા માટે જેમણે મુનિવ્રત સ્વીકાર્યું છે એવા મુનિજનોએ પોતાના જીવનમાં તપશ્ચયનિ સમુચિત સ્થાન આપવું. એટલે કે જીવનને તપોમય બનાવવું જોઈએ. તપશ્ચયના મુખ્ય બે ભેદ બતાવવામાં આવ્યાં છે ઃ ૧. બાહ્ય તપ અને ૨. આભ્યન્તર તપ. બંને તપના છ-છ પ્રકારો છે. હું શ્રમણ બનીને એ સર્વ પ્રકારની તપશ્ચર્યા કરીશ. ૧. હું ઉપવાસ છઠ્ઠ, અઠ્ઠમ...ઇત્યાદિ તપ કરતો રહીશ. ૨. હું ૩૨ કોળિયાથી વધારે આહાર ગ્રહણ નહીં કરું ૩ર કોળિયામાંથી ઘટાડતો જઈશ. ઘટાડતાં ઘટાડતાં માત્ર ૮ કોળિયાનો જ આહાર ગ્રહણ કરીશ. ૩. ગૃહસ્થને ત્યાંથી હું પરિમિત ભિક્ષા ગ્રહણ કરીશ. ૪. દૂધ, દહીં, ઘી, માખણ, ગોળ અને તેલ - આ તમામ વિકૃતિઓ છે. યથાશક્તિ તેનો પણ હું ત્યાગ કરીશ. પ. હું કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહીશ. તડકામાં ઊભો રહીને આતાપના લઈશ. પુષ્કળ ઠંડીમાં એકાન્તમાં નિર્વસ્ત્ર થઈને ધ્યાનસ્થ બનીશ, જાણીજોઈને કાયાને કષ્ટ આપીશ. ૬. હું ઇન્દ્રિય-સંલીનતા કરીશ. જે રીતે કાચબો પોતાનાં અંગોને છૂપાવીને રાખે છે એ રીતે હું પણ શરીરનું નિરર્થક હલનચલન, ઇન્દ્રિયોનું નિરર્થક ગમનાગમન Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૪ નહીં કરું. કાયાને પ્રયત્નપૂર્વક સ્થિર કરવા પ્રયત્ન કરીશ. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના વિષયમાં જતી ઇન્દ્રિયોને રોકીશ. · જે રીતે ઇન્દ્રિયોની સંલીનતાને તપ કહ્યું છે, એ રીતે મનની સંલીનતાને પણ તપ કહ્યું છે. હું મનને આર્તધ્યાન તેમજ રૌદ્રધ્યાનથી મુક્ત કરવા પ્રયત્ન કરીશ, જાગ્રત રહીશ. જ્યારે જ્યારે મનમાં ક્રોધ, માન, માયા, લોભ ઊઠે તે વખતે મન સંલીન રહી નથી શકતું...ઉદ્વિગ્ન થાય છે, સંતપ્ત રહે છે; એટલા માટે હું કષાયોના ઉદયને જ રોકીશ. હું મારા મનને જ્ઞાનોપાસનામાં, ધ્યાન સાધનામાં અને ચારિત્રની બીજી ક્રિયાઓમાં જોડી રાખીશ. આટલું કરવા છતાં પણ પ્રમાદ યા અસાવધાનીથી કોઈ કોઈ વાર કષાયો મનમાં આવી જશે, તો તેમને ઉપશાંત કરવાનો ઉપાય શોધીશ. શ્રાવક જીવન : ભાગ ૪ જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે મુનિજીવન જીવનારાઓને આ છ પ્રકારના તપનો આદર કરવાનો હોય છે. તપશ્ચર્યાથી જ કર્મોની નિર્જરા થાય છે. કર્મોની નિર્જરા કરીને આત્મશુદ્ધિ કરવાની ચાહના રાખનારા મુનિએ બાહ્ય તપ અવશ્ય કરવું પડે છે. હું અવશ્ય બાહ્ય તપ કરીશ. હું છ પ્રકારનાં આભ્યન્તર તપ પણ કરીશ. - જેનાથી આપણું ચિત્ત શુદ્ધ થાય તેને પ્રાયશ્ચિત્ત કહે છે. હું ગુરુચરણોમાં બેસીને વિનયપૂર્વક મારાં પાપોને પ્રકટ કરીશ, અતિચાર નિવેદન કરીશ અને ગુરુદેવ જે કોઈ પ્રાયશ્ચિત્ત આપશે, તેનો સ્વીકાર કરી લઈશ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરીશ; અને એ પ્રકારે ચિત્તવૃત્તિ નિરોધ રૂપ ધ્યાન કરીશ. હું ધર્મધ્યાન કરીશ. આજ્ઞાવિચયરૂપ ધર્મધ્યાન કરીશ. અપાયવિચયરૂપ ધર્મધ્યાન કરીશ. વિપાકવિચયરૂપ ધર્મધ્યાન કરીશ. સંસ્થાન વિચયરૂપ ધર્મધ્યાન કરીશ. ક્યારે મારો ભાગ્યોદય થશે કે હું ‘શુક્લધ્યાન’ પણ કરી શકીશ ? શોકસંતાપ, દુઃખ, પરિતાપનો સર્વથા નાશ કરનારું શુક્લધ્યાન મારે કરવું છે... કયા જનમમાં એ સંભવ થશે ? હું આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન, બાલક આદિ મુનિજનોની શરીર શુશ્રુષા કરીશ. તેમને માટે ભિક્ષા, પાણી, વસ્ત્ર, પાત્ર વગેરે લાવીશ. અતિપ્રસન્નચિત્ત અને Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૯ ૮૫ વિનમ્ર બનીને મુનિજનોનું વૈયાવચ્ચ કરીશ. સેવા કરતી વખતે - ‘હું બીજાં ઉપ૨ ઉપકાર કરી રહ્યો છું' એવો વિચાર કદીય નહીં કરું. જે વિનય કરવા લાયક હોય, તેમનો વિનય કરીશ. વિનય કરવાથી પાપકર્મો નષ્ટ થાય છે. એટલા માટે વિનયને તપ કહ્યું છે. પૂજ્ય પુરુષો જ્યારે આવશે ત્યારે હું ઊભો થઈ જઈશ. માથે અંજલી રચીશ. તેમને વંદના કરીશ, તેમનાં ચરણપ્રક્ષાલન કરીશ, બેસવા માટે આસન આપીશ... વગેરે અનેક પ્રકારે વિનય કરીશ. સાધુએ સંગ્રહી, પરિગ્રહી બનવાનું નથી. મારી પાસે જે કંઈ વધારે ઉપકરણો હશે, તેનો હું ત્યાગ કરીશ. શાસ્ત્રીય પદ્ધતિથી ત્યાગ કરીશ. જો કદાચ ભૂલથી દોષિત ભિક્ષાપાણી આવી ગયાં હશે, તો તેનો પણ ત્યાગ કરીશ, એ રીતે કોઈ કોઈ વાર મિથ્યાદર્શનો પ્રત્યે અનુરાગ થઈ જશે તો એ અનુરાગનો ત્યાગ કરીશ. હું દરરોજ પાંચ પ્રહર સ્વાધ્યાય કરીશ. ♦ સદ્ગુરુઓના ચરણોમાં વિનયપૂર્વક બેસીને સૂત્ર-અર્થ ગ્રહીશ. ♦ સંદેહ-શંકા દૂર કરવા માટે વિનયપૂર્વક પ્રશ્ન પૂછીશ. ♦ મનમાં આગમતત્ત્વોનું અનુચિંતન કરીશ. બીજાંને ધર્મોપદેશ આપતો રહીશ. આત્યંતર તપમાં જેટલું સહાયક હશે, એટલું જ બાહ્ય તપ કરીશ. ઇન્દ્રિયોની હાનિ ન થાય એ રીતે બાહ્ય તપ કરીશ. -- “હું તપસ્વી કહેવાઈશ, મારી પ્રશંસા થશે....' એ ભાવનાથી હું તપ નહીં કરું. તપનું અભિમાન ન આવી જાય, એની હું સાવધાની રાખીશ. ચાર કષાયોનો ત્યાગ ક્રોધ સર્વ જીવોના ચિત્તમાં પરિતાપ પેદા કરે છે, ઉદ્વેગ પેદા કરે છે. વેરનો અનુબંધ પેદા કરે છે અને મોક્ષમાર્ગ અવરુદ્ધ કરે છે. એટલા માટે હું ક્રોધ નહીં કરું; ક્રોધનો ઉદય નહીં થવા દઉં. શ્રુત, શીલ અને વિનયને દુષિત કરનારાં તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થમાં વિઘ્નકા૨ક એવા માનને મારા મનમાં એક પળ પણ સ્થાન નહીં આપું. માયાવી મનુષ્ય ભલેને માયાનિત કોઈ પણ અપરાધ યા ગુનો ન કરતો હોય, છતાં પોતાના માયાદોષથી કલંકિત હોવાથી એ સાપની જેમ અવિશ્વસનીય Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન ઃ ભાગ ૪ બની જાય છે. એટલા માટે હું કદી પણ માયા નહીં કરું. તમામ નુકસાનોનું આશ્રયસ્થાન અને તમામ દુઃખોનો રાજમાર્ગ છે લોભ. આવા લોભનો શિકાર જે કોઈ જીવ બને છે તે કયું સુખ પ્રાપ્ત કરે છે? સર્વે સુખો, લોભથી દૂર રહે છે. એટલા માટે હું લોભ નહીં કરું. ચરણ સિત્તરી : આ રીતે શ્રાવક-શ્રાવિકા જ્યારે શ્રમણ ધર્મના - સાધુધર્મના અનુરાગી બને છે, ત્યારે ૭૦ પ્રકારના ચારિત્રધર્મની આરાધનાના મનોરથ એમના મનમાં પેદા થાય છે. પ મહાવ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્યગુપ્તિ, ૩ જ્ઞાનાદિ, ૧૨ તપ અને ૪ ક્રોધાદિ કષાયોનો ત્યાગ. આવા મનોરથ કરતો શ્રાવક વિપુલ કનિર્જરા કરે છે. એનો આત્મા વિશુદ્ધિના પથ ઉપર આગળ વધતો રહે છે. તે શ્રેષ્ઠ કોટિનું શ્રમણ જીવન જીવવાની ભાવના રાખે છે. આજે બસ, આટલું જ. Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૦ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ‘શ્રાવક જીવન’ના વિષયમાં સમુચિત માર્ગદર્શન આપ્યું છે. બાહ્ય દિનચર્યાની સાથે સાથે આંતરિક મનઃશુદ્ધિના ઉપાયો પણ બતાવ્યા છે. એ ઉપાયોને તમે લોકો ભૂલી જ ગયા છો; એને કારણે મનની અશુદ્ધિ, વિચારોની મિલનતા વધી ગઈ છે. અને જેની મનોવૃત્તિ અશુદ્ધ હોય છે, એની પ્રવૃત્તિ પણ પ્રાયઃ અશુદ્ધ જ હોય છે. અશુદ્ધ વૃત્તિ-પ્રવૃત્તિથી ક્લેષ, સંતાપ, ઉદ્વેગ, રાગદ્વેષ આદિ અશુભ તત્ત્વો વધતાં જાય છે. નિરંતર પાપકર્મોનું બંધન થતું રહે છે. પરિણામ..... જાણો છો ? ભવિષ્યકાળ અંધકારમય, દુઃખપૂર્ણ બની જશે. આવી દુઃખમય સ્થિતિનું નિર્માણ કરવું ન હોય તો દૃઢતાપૂર્વક મનઃશુદ્ધિના ઉપાયો કરતા રહો : ૧. યોગાભ્યાસ કરતા રહો, ૨. નમસ્કારાદિનું ચિંતન કરતા રહો, ૩. પ્રશસ્ત ભાવક્રિયા કરતા રહો, ૪. ભવસ્થિતિનું અવલોકન કરતા રહો, ૫. ભવસ્થિતિની નિઃસારતાનું ચિંતન કરતા રહો, અને ૬. મોક્ષની ઉપાદેયતાની પરિભાવના કરતા રહો. આટલું મનન-ચિંતન કરતા રહેશો તો અવશ્ય શ્રમણધર્મ પ્રત્યે, ચારિત્રધર્મ પ્રત્યે, અનુરાગી બનશો. ચારિત્રધર્મ તમને પ્રિય લાગશે અને મનુષ્ય મનનો એવો સ્વભાવ હોય છે કે એને જે પસંદ આવે છે તેને ગ્રહણ કરવાની ઇચ્છા પ્રકટ થાય જ છે. જે પ્રિય લાગે છે તેના વિચારો મનમાં આવતા જ રહે છે. શ્રમણધર્મ પ્રિય લાગવાથી ‘હું શ્રમણ બનીને.... આવી આવી આરાધના કરીશ, એ વિચારો મનમાં ઘોળાતા જ રહે છે. આવા કેટલાક વિચારો, કેટલીક ભાવનાઓ કાલે બતાવી હતી. ચરણસિત્તરીની ૭૦ વાતો કાલે બતાવી હતી. આજે પણ કેટલીક ભાવનાઓ બતાવું છું. એનાથી તમને લોકોને ચિંતન-મનન કરવાની પદ્ધતિનો ખ્યાલ આવશે. દસ પ્રકારની સાધુ સામાચારી : શ્રમણોની પરસ્પર વ્યવહારની આચારસંહિતા ‘દવિંધ સામાચારી’ નામે Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન : ભાગ ૪ ૮૮ ઓળખાય છે. ૧. ઇચ્છાકાર સામાચારીઃ મારે મારું કામ બીજા સાધુઓ પાસે કરાવવું હશે તો એ સાધુઓની ઈચ્છા હશે તો જ કરાવીશ. તેમની ઇચ્છા જાણવાનો પ્રયત્ન કરીશ. તેમની ઉપર જબરજસ્તી નહીં કરું. એ રીતે મને બીજાંનાં કામ કરવાની ઈચ્છા થશે તો પણ તેમને પૂછીને જ તેમનાં કાર્યો કરીશ. જો કે નિષ્ઠયોજન તો બીજા પાસે મારાં કામ કરાવીશ જ નહીં. પરંતુ અશક્તિ, બીમારી, અપંગતા આદિ કારણોથી કરાવવાં પડે તો દિક્ષાપર્યાયમાં મારાથી નાના સાધુઓ હશે તેમને પૂછીશ, “શું મારું કામ કરશો? એ રીતે કર્મનિર્જરાના હેતુથી મારે બીજાંનાં કામ કરવાં હશે તો હું પૂછીશઃ આપનું આ કામ હું કરી શકું ?' ૨. બીજી છે મિથ્યાકાર સામાચારી : - સાધુજીવનનાં વ્રત-નિયમોનું પાલન કરવામાં જાગ્રત રહીશ. છતાં પણ કોઈ ભૂલ થઈ જાય તો તેની શુદ્ધિ માટે મિચ્છામિ દુક્કડ' કહીશ. જેમ કે છીંક આવી અને મૂખની આગળ વસ્ત્ર ન રહ્યું, પછી ધ્યાનમાં આવતાં તરત જ “ મિચ્છામિ દુક્કડ કહેવું પડશે, હું કહીશ. પરંતુ જાણીજોઈને જે દોષ-ભૂલ કરે છે, વારંવાર કરે છે, તો એ ભૂલોની શુદ્ધિ મિચ્છામિ દુક્કડથી નથી થતી. ૩. ત્રીજી સામાચારી છે તથાકાર : સદગુરુનાં વચન કોઈ વિકલ્પ વગર ‘તહત્તિ' કહીને સ્વીકાર કરી લઈશ. ‘તહત્તિ' એટલે “મને આપની આજ્ઞા સ્વીકાર્ય છે.” ૪. ચોથી સામાચારી છે આવશ્યકી : આવશ્યકીનો અર્થ છે “આવસ્યહી.” જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે ગુરુઆજ્ઞાથી મકાનની બહાર નીકળતાં જ “આવસ્યહી' બોલીને નીકળીશ. આવશ્યક કાર્ય માટે બહાર જવું એને આવશ્યકી કહે છે. ૫. પાંચમી સામાચારી છે નૈધિકીઃ નૈધિકીને નિસહી' કહે છે. આવશ્યક કાર્ય પૂર્ણ કરીને હું મકાનમાં પ્રવેશ કરીશ ત્યારે નિસ્સીહી' બોલીને પ્રવેશ કરીશ. ૬. છઠ્ઠી સામાચારી છે પૃચ્છા ? કોઈ કામ કરવું હશે તો ગુરુદેવને પૂછીશ કે “ભગવન્શું હું આ કામ કરું? જો તેઓ અનુમતિ આપશે તો જ હું કામ કરીશ.” Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૦ ૮૯ ૭. સાતમી સામાચારી છે પ્રતિપૃચ્છા ઃ પહેલાં કોઈ કામ માટે ગુરુદેવે મના કરી હોય પરંતુ વર્તમાનમાં એ કામ ઉપસ્થિત થતાં ફરીથી ગુરુદેવને પૂછવું કે “ભગવન્! પહેલાં આપે આ કામ કરવા મના કરી હતી પરંતુ હવે એનું પ્રયોજન છે, જો આપની આજ્ઞા હોય તો હું એ કામ કરું? ગુરુદેવ જેમ કહેશે તેમ કરીશ. પ્રતિપૃચ્છાનો બીજો અર્થ એ છે કે કોઈ કામ માટે ગુરુદેવે અનુમતિ આપી દીધી હોય તો પણ એ કાર્ય શરૂ કરતી વખતે પુનઃ ગુરુદેવને પૂછવું જોઈએ. ૮, આઠમી સામાચારી છે છંદણા : હું ભિક્ષા લાવીને મારા સહવર્તી સાધુને પૂછીશ કે હું ગોચરી લઈને આવ્યો છું. જેમને જે જરૂરી હોય તે ઇચ્છા અનુસાર ગ્રહણ કરો.' ૯. નવમી સામાચારી છે નિમંત્રણા : ગોચરી જતી વખતે સહવર્તી સાધુઓને પૂછીશ કે હું આપને માટે શું ગોચરી લાવું ?” જો તેઓ મને અનુમતિ આપશે તો ગોચરી લાવીશ. ૧૦. દશમી સામાચારી છે ઉપસંપદા : વિશિષ્ટ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે એક ગુરુકુળથી બીજા ગુરુકુળમાં જવું પડશે તો વિધિપૂર્વક જઈશ. ઉપસર્ગ અને પરીષહોઃ જે રીતે સાધુજીવનમાં સામાચારીનું પાલન કરવાનું છે, તે જ રીતે ઉપસર્ગો તેમજ પરીષહોને સહન કરવાના છે. ઉપસર્ગ એટલે કષ્ટ, આપત્તિ. એ ઉપગ ત્રણ પ્રકારના હોય છે દેવકૃત, મનષ્યકૃત અને તિર્યચકૃત. દેવ અને મનુષ્ય જે ઉપસર્ગો કરે છે તે બે પ્રકારના હોય છે - અનુકૂળ અને પ્રતિકૂળ. ભોગસંભોગની પ્રાર્થના આદિ અનુકૂળ ઉપસર્ગો છે, મારવું, લૂટવું, તંગ કરવું વગેરે પ્રતિકૂળ ઉપસર્ગો છે. જેને અંતરંગશત્રુ કામ, ક્રોધ, લોભ આદિ પર વિજય પ્રાપ્ત કરવાની સાધના કરવી હોય એને આ ઉપસર્ગો સમતાથી સહન કરવા જોઈએ. હું પણ ઉપસર્ગોને સમતાભાવથી સહન કરીશ. હવે પરીષહોની વાત કરું છું. મોક્ષમાર્ગમાં સ્થિર થવું અને કર્મનિર્જરા માટે સમ્યફ સહન કરવું તેને પરીષહ કહે છે. આ પરીષહો જીવનની સ્વાભાવિક પરિસ્થિતિઓમાંથી ઉત્પન્ન થયેલાં કષ્ટો હોય છે. પરીષહોમાં કોઈ દેવ, મનુષ્ય યા પશુના અનુકૂળ-પ્રતિકૂળ હુમલા નથી હોતા. પરીષહોનું ઉદ્ગમસ્થાન મનુષ્યોનાં પોતાનાં મન જ હોય છે. બાહ્ય નિમિત્તોને Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રાપ્ત કરીને મનમાં ઊઠેલા ક્ષોભ છે. પરીષહ ૨૨ પ્રકારના હોય છે ઃ ૧. હું ભૂખને સમતાપૂર્વક-સમતાભાવથી સહન કરીશ. ૨. હું તરસને પણ સમભાવથી સહન કરીશ. ૩. હું શરદી લાગતાં સહન કરીશ. ૪. હું ગરમીને સમભાવથી સહન કરીશ. પ. હું મચ્છર આદિના ઉપદ્રવો સહન કરીશ. ૬. હું જીર્ણ વસ્ત્ર પહેરીશ. ૭. હું સંયમ-ધર્મમાં અડિંચ નહીં થવા દઉં. ૮. સ્ત્રીદર્શન થતાં હું મનમાં વિકાર ઉત્પન્ન નહીં થવા દઉં. ૯. હું ઉગ્ર વિહાર કરતો રહીશ. ૧૦. હું એકાન્ત સ્થાનમાં રહીશ. ૧૧. ઊંચીનીચી જમીન ઉપર સમતાપૂર્વક રહીશ. ૧૨. કોઈ મારા પ્રત્યે ક્રોધ કરશે, તિરસ્કાર ક૨શે તેને હું સહી લઈશ. ૧૩. કોઈ મારા ઉપર પ્રહાર કરશે તેને સહન કરી લઈશ. ૧૪. હું ભિક્ષા માગવામાં સંકોચ નહીં અનુભવું. ૧૫. ઇચ્છિત વસ્તુ ન મળતાં હું નિરાશ નહીં થાઉં. ૧૬. રોગ ઉત્પન્ન થતાં સમતાપૂર્વક સહન કરીશ. ૧૭. શરીરને ઘાસ વગેરેનો કર્કશ સ્પર્શ થતાં તેને સહન કરી લઈશ. ૧૮. શરીર ઉપર મેલ જામતાં હું ઉદ્વિગ્ન નહીં થાઉં. ૧૯. માન-સન્માન મળતાં સમભાવ રાખીશ. શ્રાવક જીવન : ભાગ ૪ ૨૦. બુદ્ધિનો ગર્વ નહીં કરું. ૨૧. પ્રયત્ન કરવા છતાં પણ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય તો નિરાશ નહીં થાઉં, ૨૨. જિનવચનોમાં શંકા-સંદેહ થવા નહીં દઉં. હું આ પરીષહોમાં વિચલિત નહીં થઈ જાઉં. પરીષહોને સમ્યગ્ ભાવથી સહન કરીશ. એનાથી મોક્ષમાર્ગમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે, અને કર્મોની નિર્જરા થાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૦. પાંચ આચારોનું પાલન ઃ જે રીતે ઉપસર્ગ પરીષહોને સમ્યકરૂપે સહન કરવાની આરાધના કરવાની છે એ રીતે પાંચ આચારોનું ય સાચા સ્વરૂપમાં પાલન કરવાનું છે. મોક્ષમાર્ગની આરાધનાના પ્રમુખ પાંચ માર્ગોને પંચાચાર કહેવામાં આવ્યા છે. ૧. હું પહેલાં જ્ઞાનાચારનું સમ્યફ પાલન કરીશ. – આગમગ્રંથોના અધ્યયન માટે શાસ્ત્રકારોએ કાલનિર્ણય કર્યો છે. એ કાળમાં જ અધ્યયન કરીશ. – જ્ઞાની, જ્ઞાનનાં સાધન અને જ્ઞાનનો વિનય કરતાં હું જ્ઞાનાર્જન કરતો રહીશ. - જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે હું ચિત્તમાં પ્રીતિ રાખીશ. – જે જે સૂત્રોના અધ્યયન હેતુ શાસ્ત્રકારોએ જે તપ કરવાનું વિધાન બતાવ્યું છે, એ તપ કરીને જ શાસ્ત્રનું અધ્યયન કરીશ. એનાથી યથાર્થ રૂપે સૂત્રની ધારણા થઈ જાય છે. અભિમાનવશ યા સ્વયંની શંકાથી શ્રુતગુરુનો યા શ્રુતનો અપલાપ નહીં કરું. – અક્ષર, શબ્દ, વાક્યનો શુદ્ધ ઉચ્ચાર કરીશ. - અક્ષરાદિથી અભિધેય-અર્થનો વિચાર કરીશ. - વ્યંજન-અક્ષરોમાં ફેરફાર કર્યા વગર તથા સમ્યક ઉપયોગ રાખીને અધ્યયન કરીશ. ૨. હું દર્શનાચારનું સમ્યફ પાલન કરીશ. - હું જિનવચનમાં સંદેહ નહીં રાખું. - મિથ્યા દર્શનોની આકાંક્ષા નહીં રાખું. - સાધુ મલિન છે..” એવી જુગુપ્સા નહીં કરું. – તપસ્વી, વિદ્યાવંત, એવા મિથ્યાત્વી બાબા-જોગીના ચમત્કાર જોઈને ચલિત નહીં થાઉં. - સાધર્મિક મનુષ્યોના દાન-શીલાદિ સગુણોની પ્રશંસા કરીને એમના સગુણોની વૃદ્ધિ કરીશ. - ધર્મના વિષયમાં ચંચળ બનેલા મનુષ્યોને હિત-મિત-પથ્ય વચનોથી ધર્મમાં પુનઃ સ્થાપિત કરીશ. – સમાન ધાર્મિકોની ભોજન, વસ્ત્ર આદિ દ્વારા ભક્તિ કરીશ. – ધર્મકથા, વાદવિજય, દુષ્કર તપ... આદિ કરીને જિનશાસનની પ્રભાવના Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવનઃ ભાગ ૪ કરીશ. ૩. હું ચારિત્રાચારનું સમ્યક્ પાલન કરીશ. ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, નિક્ષેપણાસમિતિ અને પારિષ્ઠાપતિકા સમિતિનું હું સમ્યફ પાલન કરીશ. ૪. હું તપાચારનું સમ્યફ પાલન કરીશ. – અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયાક્લેશ અને સંલીનતા - આ છે બાહ્ય તપોનું હું સમ્યફ પાલન કરીશ. - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય અને ધ્યાન - આ જુદા જુદા પ્રકારના આત્યંતર તપથી મારા આત્માને વિશુદ્ધ કરીશ. પ. હું વયાિરનું સમ્યફ પાલન કરીશ. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચારમાં મન-વચન-કાયાનું વીર્ય ફોરવીને, હું સંયમધર્મનો સુંદર પુરુષાર્થ કરીશ. આ રીતે પંચાચારનું નિર્મળરૂપથી પાલન કરવાથી આત્મા મોક્ષમાર્ગ પર પ્રગતિ કરે છે અને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. કરણ સપ્તતિ : – હું “કરણ સપ્તતિનું પણ સમ્યફ પાલન કરીશ. જેનું આચરણ દરરોજ કરવાનું હોય છે તેને ‘ચરણ' કહેવાય છે, જેનું આચરણ પ્રયોજન આવતાં કરવું પડે છે તેને કરણ” કહે છે. જેમ કે પિંડવિશુદ્ધિ.ગોચરી આદિ ગ્રહણ કરતી વખતે જ પિંડવિશુદ્ધિનો ઉપયોગ રાખવો પડે છે, બાકીના સમયમાં નહીં. મોક્ષાર્થી મુનિને માટે કરવાયોગ્ય કર્તવ્યોને કરણ' કહે છે. કરણના પણ ૭૦ પ્રકારો બતાવ્યા છે. આ કરણ સપ્તતિનું પાલન ચરણ સપ્તતિનું પાલન કરવામાં સહાયક થાય છે. હવે હું કિરણ સપ્તતિ'ની વાતો જણાવીશ. - સર્વ પ્રથમ છે પિંડવિશુદ્ધિ. હું ૪૨ દોષરહિત આહાર-પાણી, મકાન, વસ્ત્ર અને પાત્ર ગ્રહણ કરીશ.” હું પાંચ સમિતિનું પાલન કરીશ ? ૧. હું ત્રસ અને સ્થાવર જીવોને અભયદાન દેવાની ભાવનાને દ્ધયમાં રાખીને નીચે જોઈને ચાલીશ. કોઈ પણ જીવની હિંસા ન થાય, કોઈ જીવ પગ નીચે કચડાઈ ન જાય એની સાવધાની રાખતો ચાલીશ. Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૦ ૯૩ ૨. પાપયુક્ત ભાષા નહીં બોલું, સાચું બોલીશ, અપ્રિય ભાષાનો પ્રયોગ કરીશ નહીં. સર્વ જીવો માટે હિતકારી તેમજ અસંદિગ્ધ ભાષાનો પ્રયોગ કરીશ. ૩. હું નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરીશ. સાધુજીવનમાં ઉપયોગી ઉપકરણ, ઉપાશ્રય, પાટ-પાટલાઓ વગેરેની નિર્દોષ ગવેષણા કરીશ. ૪. આસન, વસ્ત્ર, પાત્ર, દંડ ઇત્યાદિ બરાબર જોઈને રાખીશ અને ઉપયોગમાં લઈશ. સૂક્ષ્મ જીવોની વિરાધના ન થાય એ રીતે આસનાદિ લેવાં, મૂકવાં વગેરે ક્રિયાઓ કરીશ. પ. મળ, મૂત્ર, શ્લેષ્મ, અનુપયોગી અન્ન-પાન વગેરેનો ત્યાગ નિર્જીવ ભૂમિ પર....સાવધાનીપૂર્વક કરીશ. બાર ભાવનાઓ : હું શ્રમણ બનીને ૧૨ ભાવનાઓનું મનન-ચિંતન કરીશ. ૧. હું અનિત્ય ભાવનાનું ચિંતન કરીશ. પ્રિયજનોનો સંયોગ, સહવાસ, સુખસંપત્તિ, આરોગ્ય, યૌવન, શરીર અને જીવન - આ બધું જ અનિત્ય છે. ૨. હું અશરણ ભાવનાનું ચિંતન કરીશ. જન્મ, જરા અને મૃત્યુથી ત્રસ્ત વ્યાધિ તેમજ વેદનાથી ભરપૂર આ સંસારમાં જિનવચન સિવાય અન્ય કોઈ શરણભૂત નથી. ૩. હું એકત્વ ભાવનાનું ચિંતન કરીશ. જીવ એકલો જન્મ લે છે અને એકલો જ મરે છે. એકલો જ વેદના-કષ્ટ સહન કરે છે.....તો આત્મહિત પણ એકલાએ જ સાધવું જોઈએ. ૪. હું અન્યત્વ ભાવનાનું ચિંતન કરીશ. ‘હું સ્વજનોથી, પરિજનોથી વૈભવસંપત્તિથી અને મારા આ શરીરથી પણ જુદો છું - અલગ છું. એવી નિશ્ચિત ધારણા બનાવી દઈશ. એથી મારું મન કદીય શોકાકુલ નહીં બને.’ ૫. હું અશુચિ ભાવનાનું ચિંતન કરીશ. શરીરનો રાગ તોડવા માટે હું શરીરની અપવિત્રતા, ગંદકી...ભીતરની રચનાની બાબતમાં વિચાર કરીશ, શરીરની અંદર નરી ગંદકી જ ભરી છે. તો પછી શરીર ઉપર રાગ શું કરવો ? ૬. હું સંસાર ભાવનાનું ચિંતન કરીશ. મા મરીને બેટી, બહેન યા પત્ની પણ થઈ શકે છે. બેટો મરીને બાપ બની શકે છે. દોસ્ત દુશ્મન પણ થઈ શકે છે. સંસારના તમામ સંબંધો વિચિત્ર છે. ૭. હું આશ્રવ ભાવનાનું ચિંતન કરીશ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ તેમજ પ્રમાદ એ આશ્રવ-દ્વાર છે. એમાંથી કર્મોનો પ્રવાહ વહીને આત્મામાં આવે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૪ એ આશ્રવદ્વારોને બંધ કરવાનો હું પ્રયત્ન કરીશ. ન ૮. હું સંવરભાવનાનું ચિંતન કરીશ. ન તો શુભ આશ્રવ જોઈએ ન અશુભ આશ્રવ જોઈએ. સમ્યગ્દર્શન વગેરે દ્વારા આશ્રવોનાં દ્વાર બંધ કરીશ. શ્રાવક જીવન : ભાગ ૪ ૯. બાહ્ય તેમજ આત્યંતર તપ દ્વારા આત્મામાં રહેલાં કર્મોનો હું નાશ કરીશ. આ રીતે હું નિર્જરા ભાવનાનું ચિંતન કરીશ. ૧૦. હું લોક સ્વરૂપ ભાવનાનું ચિંતન કરીશ. ૧૪ રાજલોકનું ચિંતન કરીશ. ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકનું ચિંતન કરીશ. ૧૧. હું ધર્મસ્વાખ્યાત ભાવનાનું ચિંતન કરીશ. ધર્મનો દિવ્ય પ્રકાશ આપનાર તીર્થંક૨ ૫૨માત્માનું ચિંતન કરીશ. ધર્મનો પ્રભાવ, ધર્મનો મહિમા...વગેરેના વિષયમાં ચિંતન-મનન કરીશ. ધર્મના સ્વરૂપનું મનન કરીશ. ૧૨. હું બોધિદુર્લભ ભાવનાનું ચિંતન કરીશ. બોધિ એટલે સમ્યગ્ દર્શન. સમ્યગ્ દર્શનની દુર્લભતાનું ચિંતન કરીશ. હું પ્રતિદિન સમ્યગ્ દર્શનની આ બાર ભાવનાઓનું ચિંતન કરીશ. બાર પ્રતિમા : પ્રતિમા એટલે પ્રતિજ્ઞા યા નિયમ. સાધુજીવનમાં વિશિષ્ટ કોટિના નિયમોનો સ્વીકાર કરીને અપ્રમત્ત જીવન જીવવાનો અભ્યાસ કરવાનો હોય છે. પ્રાચીન સમયમાં ધીર, વીર અને શ્રેષ્ઠ શ્રમણ બાર પ્રકારની પ્રતિમાઓ’નો ક્રમશઃ અભ્યાસ કરતા હતા. હું પણ મારી શક્તિ અનુસાર આ પ્રતિમાઓનો અભ્યાસ કરીશ. ઇન્દ્રિય નિરોધ ઃ હું ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં રાગદ્વેષ નહીં કરું. ઇન્દ્રિયોના પોતપોતાના વિષયની આસક્તિનો હું ત્યાગ કરીશ. વિષયાસક્તિથી જીવાત્મા ક્લેશનો જ અનુભવ કરે છે અને વિનાશને પ્રાપ્ત કરે છે. પ્રતિલેખના : મારાં જે કંઈ ઉપકરણો હશે તેમની હું વિધિપૂર્વક પ્રતિલેખના કરીશ. સવારે કરીશ, પોરિસીનાં સમયે કરીશ, અને સાંજે પણ કરીશ. સવારે ૧૦ ઉપકરણોની પ્રતિલેખના કરીશ. પોરિસીના સમયે પાત્ર વગેરે સાત ઉપકરણોની પ્રતિલેખના કરીશ. સાંજે ૧૪ ઉપકરણોની પ્રતિલેખના કરીશ. Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૦ ત્રણ ગુપ્તિઓ : મન-વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓનો ત્યાગ અને શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તન કરવું તેને “ગુપ્તિ' કહે છે. ગુપ્તિના ત્રણ પ્રકારો છે: મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. – જેનાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય તેવી કલ્પનાઓ નહીં કરું. એવી ધારણાઓ પણ કરીશ નહીં. - શાસ્ત્રાનુસારી, પરલોકહિતકારી એવું ધ્યાન વધતું રહે એ રીતે મનની સંતુલિત - વૃત્તિ ટકાવી રાખીશ. - મુખ, આંખો અને ભૃકુટીના વિકાર નહીં કરું. આંગળીઓ નહીં હલાવું, મુખ ચડાવવું, હૂ હૂં...અવાજ કરવો, કાંકરા ફેંકવા...વગેરે ચેષ્ટાઓનો ત્યાગ કરીશ....મૌન રહીશ. - બોલતી વખતે મુહપાત્તનો ઉપયોગ કરીશ. – આગમાનુસારી પ્રવૃત્તિ સિવાય બાકીની સર્વ પ્રવૃત્તિઓનો ત્યાગ કરીશ. ઉપસર્ગ અને પરીસહના સમયે કાયોત્સર્ગ ધ્યાનથી વિચલિત નહીં થાઉં. - તત્ત્વમાં સંદેહ થતાં જયણાપૂર્વક અને વિનયપૂર્વક ગુરુને પૂછવા જઈશ. ઉપયોગપૂર્વક જમીન તેમજ સંથારાની પ્રતિલેખના કરીશ. આગમની આજ્ઞા અનુસાર જ તમામ ક્રિયાઓ કરીશ. અભિગ્રહ ઃ શ્રમણ ધર્મની ઉત્કૃષ્ટ આરાધનામાં “અભિગ્રહનું વિશિષ્ટ મહત્ત્વ છે. અભિગ્રહ એટલે વિશિષ્ટ પ્રતિજ્ઞા. મુખ્યરૂપે અભિગ્રહ ચાર પ્રકારના હોય છે ઃ ૧. દ્રવ્ય અભિગ્રહ, ૨. ક્ષેત્ર અભિગ્રહ, ૩. કાલ અભિગ્રહ, અને ૪. ભાવ અભિગ્રહ. ૧. જેમ કે : ‘જો અડદના બાકળા (સૂકવેલા અડદના દાણા) સૂપડામાં મળશે - તો જ લઈશ. ૨. જેમ કે : “બેડીઓમાં બંધાયેલી, જેનો એક પગ ઊંબરની બહાર અને એક પગ ઊંબરની અંદર હોય એવી રીતે ભિક્ષા આપનાર સ્ત્રી ભિક્ષા આપશે તો લઈશ.” ૩. કાલ અભિગ્રહમાં - દિવસનો બીજો પ્રહર વીત્યા પછી જ ભિક્ષા લેવા જઈશ. ત્યારે ભિક્ષા મળશે તો લઈશ.” ૪. ભાવ અભિગ્રહ. ભિક્ષા આપનારી સ્ત્રી મુંડિત મસ્તકવાળી હશે, અને રડતાં Page #102 -------------------------------------------------------------------------- ________________ es રડતાં દાન આપશે તો જ ગ્રહણ કરીશ. આ ચારે પ્રકારોમાં સર્વ પ્રકારના અભિગ્રહો સમાવિષ્ટ થાય છે. જિનકલ્પ’ની પૂર્વભૂમિકા ઃ શ્રાવકની જ્યારે આંતરિક વિશુદ્ધ ભાવના વૃદ્ધિ પામે છે ત્યારે તે સાદું જીવન જીવવાની ભાવના ભાવે છે. સાધુજીવનની ઉચ્ચ-ઉચ્ચતર ભૂમિકાઓનું જ્ઞાન પામે છે. એના ચિત્તમાં એવા મનોરથ પેદા થાય છે કે ‘હું સાધુ બનીને ક્રમશઃ વિશુદ્ધ, વિશુદ્ધતર શ્રમણ જીવન - સાધુધર્મનું પાલન કરીશ.’ શ્રાવક જીવન ઃ ભાગ ૪ સાધુજીવન બે પ્રકારનું બતાવવામાં આવ્યું છે - સ્થવિરકલ્પનું અને જિનકલ્પનું. બંને પ્રકારના સાધુજીવનના પાલનથી મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. બંને પ્રકારના સાધુધર્મમાં એક જ અન્તર છે. જિનકલ્પનો સાધુધર્મ માત્ર ઉત્સર્ગ માર્ગનું અવલંબન લે છે, જ્યારે સ્થવિરકલ્પનો સાધુધર્મ ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ - બંનેનું અવલંબન લે છે, અર્થાત્ જિનકલ્પી મુનિ અપવાદમાર્ગનું અનુસરણ નથી કરતા. સ્થવિરકલ્પી મુનિ કરે છે. તાત્પર્ય એ છે કે મોક્ષમાર્ગની આરાધના માટે મુખ્યરૂપે આ બે પ્રકારનાં જ જીવન છે. વર્તમાનકાળમાં જિનકલ્પનું જીવન જીવવું અસંભવ છે; એવું જીવન જીવવા માટે જેવાં શરીરબળ અને મનોબળ જોઈએ, એવાં વર્તમાનકાળમાં હોતાં જ નથી. છતાં પણ જિનકલ્પની પૂર્વભૂમિકાનું પાલન કરવા ઇચ્છો, તો આંશિક રૂપમાં કરી શકો છો. પૂર્વભૂમિકામાં પાંચ પ્રકારની આરાધના અપ્રમત્તભાવે કરવાની હોય છે. ૧. તપોભાવના ૨. સત્ત્વભાવના ૩. સૂત્રભાવના ૪. એકત્વભાવના ૫. બલભાવના શ્રાવક આ આરાધનાના મનોરથ કરી શકે છે. હોવો જોઈએ આ ઉત્કૃષ્ટ સાધુ જીવનનો અનુરાગ. અનુરાગ મનોરથ કરાવશે જ. ૧. પ્રથમ છે તપભાવના : જે તપનો મેં સ્વીકાર કર્યો હશે, તે તપ જ્યાં સુધી સ્વભાવભૂત નહીં થાય ત્યાં સુધી એ તપનો અભ્યાસ કરતો જ રહીશ. જે જે ધર્માનુષ્ઠાનો મારે મુનિ જીવનમાં કરવાનાં હશે, એ ધર્માનુષ્ઠાનોમાં હાનિ Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૦ ક્ષતિ ન થાય એ પ્રકારે હું તપ કરીશ. શુદ્ધ - પ્રાસુક આહાર ભિક્ષામાં નહીં મળે તો છ મહિના સુધી ભૂખ્યો રહીશ, પરંતુ દોષિત આહાર ગ્રહણ કરીશ નહીં. આ રીતે તપશ્ચર્યાથી હું અલ્પાહારી બનીશ, ઇન્દ્રિયોને શબ્દાદિ વિષયોથી દૂર રાખીશ, મધુર આહારમાં નિઃસંગ બનીશ, અને ઇન્દ્રિયવિજેતા થઈશ. તપભાવનામાં આ પ્રકારના મનોરથ કરવા જોઈએ. - • 62 ૨. બીજી છે સત્ત્વભાવના : આ ભાવનામાં મુનિ પાંચ પ્રતિમાઓનું પાલન કરે છે. નિદ્રાનો ત્યાગ કરીને જનશૂન્ય, મલિન તથા અંધકારપૂર્ણ ઉપાશ્રયમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહીને - ‘ભય જીતીને હું નિર્ભય બનીશ. ઉપાશ્રયમાં ફરનારાં ઉંદર, બિલાડી વગેરે દ્વારા ઉપસર્ગોમાં ભયભીત નહીં બનું, ત્યાંથી ભાગી નહીં જાઉં.' ઉપાશ્રયની બહાર રાત્રિના સમયે કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહીશ; ઉંદર, બિલાડી, કૂતરા અને ચોર આદિના ભયથી નિર્ભય બનીશ. 7 જ્યાં ચાર રસ્તા મળતા હોય, ત્યાં જઈને રાત્રિના સમયે ધ્યાનમાં ઊભો રહીશ; પશુ, ચોર વગેરેથી નિર્ભય બનીશ. ખંડેર, શૂન્ય ઘરમાં જઈને રાત્રિના સમયે ધ્યાનમાં સ્થિર રહીશ, ઉપદ્રવોથી ડરીશ નહીં, નિર્ભય રહીશ. સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ-ધ્યાનમાં ઊભો રહીશ અને મોટા ભયો ઉ૫૨ વિજય મેળવીશ. આ રીતે સત્ત્વભાવનાથી અભ્યસ્ત થવાનું છે. દિવસે યા રાતમાં દેવ-દાનવથી પણ ડરવાનું નથી, કારણ કે નિર્ભયતા વગર જિનકલ્પનું પાલન થતું નથી. ૩. ત્રીજી છે સૂત્રભાવના, કાલ - સમયનું પ્રમાણ જાણવા માટે હું એવો શ્રુતાભ્યાસ કરીશ કે મારા નામ જેવો અભ્યાસ થઈ જાય. સૂત્રાર્થોના પરિશીલન દ્વારા હું અન્ય સંયમાનુષ્ઠાનોના પ્રારંભકાળ તથા સમાપ્તિકાળને જાણી લઈશ. દિવસ અને રાતના સમયને જાણી લઈશ. ક્યારે કર્યો પ્રહર અને કઈ ઘડી ચાલી રહી છે એ જાણી લઈશ. આવશ્યક ક્રિયા, ભિક્ષા, વિહાર આદિનો સમય કોઈ સાધન વગર જાણી લઈશ. આ સૂત્રભાવનાથી ચિત્તની એકાગ્રતા સિદ્ધ થાય છે, કર્મનિર્જરા થાય છે.....અને અન્ય કેટલાય ગુણો સિદ્ધ થાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રાવક જીવન : ભાગ ૪ ૪. ચોથી છે એકત્વભાવના : સંસારવાસનું મમત્વ તો મુનિ પહેલાંથી જ છોડી દે છે. પરંતુ સાધુજીવનમાં આચાર્ય આદિનું મમત્વ હોય છે. એટલા માટે “જિનકલ્પ'ની તૈયારી કરનારો મુનિ આચાર્ય વગેરે સાથે સસ્નિગ્ધ અવલોકન, આલાપ-સંતાપ, પરસ્પર ગોચરીપાણીનું આદાનપ્રદાન, સૂત્રાર્થ માટે પ્રતિપૃચ્છા, હાસ્ય, વાતલિાપ વગેરેનો ત્યાગ કરે છે. હું એવો ત્યાગ કરીશ. આહાર, ઉપાધિ અને શરીરનું મમત્વ પણ નહીં રાખું. આ રીતે એકત્વભાવના દ્વારા મુનિ એવો નિર્મોહી બની જાય કે જિનકલ્પ સ્વીકાર કર્યા પછી પોતાની સામે સ્વજનોનો વધ થતો જોઈને ય એના મનમાં ક્ષોભ થતો નથી. પ. પાંચમી છે બલભાવના: મનોબળથી સ્નેહજાનત રાગનો અને ગુણબહુમાનજનિત રાગનો ત્યાગ કરીશ. – ધૃતિબલથી આત્માને સમ્ય ભાવિત કરીશ. – આ રીતે સાત્ત્વિક, ધૈર્યસંપન્ન, ઔસુક્યરહિત અને નિષ્પકંપિત બનીને પરિસહ, ઉપસર્ગને જીતીને હું મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરીશ. ઉપસંહાર : આ રીતે “શ્રામસ્યાનુરાગ' સૂત્રનું વિવેચન કર્યું છે. સાધુતા પ્રાપ્ત થાય કે ન થાય, “ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં જ વાસ્તવિક સાધુધર્મ પ્રાપ્ત થશે. પરંતુ સાધુતાના અનુરાગથી અને સાધુતાના મનોરથોથી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ અવશ્ય થશે. કર્મ જો પ્રગાઢ હશે. નિકાચિત હશે તો આગામી જન્મમાં ક્ષયોપશમ થશે. એટલા માટે મનમાં ફાલતુ વિચારો ન કરવા. આવા પવિત્ર વિચારો કરતા રહો. સાધુતાનો અનુરાગ થશે તો આવા પવિત્ર વિચારો આવશે જ. સાધુતાના અનુરાગી બનો, એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. Page #105 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન ૮૧ પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના વિષયમાં સવગીણ માર્ગદર્શન આપ્યું છે. જ્યારે શ્રાવકના ચિત્તમાં સાધુધર્મ પ્રત્યે, શ્રમણધર્મ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે, ત્યારે ત્રણ તત્ત્વો પ્રત્યે સહજતાથી શ્રદ્ધા થાય જ છે. ૧. મોક્ષમાર્ગરૂપ સાધુધર્મના પ્રકાશક તીર્થંકર પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા ઊપજે છે. ૨. સાધુધર્મનું સાચું સ્વરૂપ બતાવનારા સગુરુ પ્રત્યે શ્રદ્ધા થાય છે. અને ૩. ધર્મતત્ત્વ પ્રત્યે શ્રદ્ધા જન્મે છે. શ્રદ્ધા’ મહત્ત્વપૂર્ણ ગુણ છે, કારણ કે આ ગુણની સાથે બીજા અનેક ગુણ સંલગ્ન થાય છે. આ સર્વ ગુણોને આત્મામાં વૃઢ કરવા પડે છે. અન્યથા આ ગુણો ચાલ્યા પણ જાય છે. - ક્ષાયોપશમિક ભાવના ગુણ પ્રગટ થાય છે અને અંતધ્વનિ પણ થઈ જાય છે. આવવું - જવું એ આ ગુણોનો સ્વભાવ છે. - ક્ષાયિક ભાવના ગુણો એક વાર પ્રગટ થયા પછી કદી જતા નથી. એટલા માટે ગ્રંથકાર આચાર્યશ્રીએ કહ્યું છે કે યથોચિત ગુણવૃદ્ધિ II આ સૂત્રનો અર્થ બરાબર સમજો. જે સમયે જે ગુણની પુષ્ટિ-વૃદ્ધિ કરવી જરૂરી હોય, એ ગુણની પુષ્ટિ કરવી જોઈએ. એક જ લક્ષ્ય : ગુણવૃદ્ધિ : - સાધુ હોય યા શ્રાવક, તેનું એક જ લક્ષ્ય, એક જ ધ્યેય, એક જ આદર્શ રહેવો જોઈએ, અને તે છે ગુણવૃદ્ધિ. પ્રત્યેક શુભ - શુદ્ધ ક્રિયાનું લક્ષ્ય-ધ્યેય-આદર્શ એક માત્ર આત્મગુણોની વૃદ્ધિ જ હોવી જોઈએ... વ્યાપારી-દુકાનની જેમ માત્ર એક જ ધ્યેય પૂર્ણ કરવામાં લાગી જાય છે. અને એ ધ્યેય છે ધનવૃદ્ધિ..! ધન એકત્ર કરવા માટે, સંપત્તિ ભેગી કરવા માટે તે દરેક પ્રકારનો માર્ગ અપનાવે છે. ઉપાયો અને યોજનાઓને કાયન્વિત કરે છે. પછી તો ભલેને તેણે અપનાવેલો માર્ગ અપાર કષ્ટ અને અથાગ પરિશ્રમવાળો કેમ ન હોય ? પરંતુ તે લક્ષ્યપૂર્તિ માટે સદા-સર્વદા સચેત, સજાગ અને તૈયાર રહે છે. જેમ જેમ ધનવૃદ્ધિ થતી રહે છે તેમ તેમ તેના પુરુષાર્થમાં પણ વૃદ્ધિ થતી રહે છે. તેનો પુરુષાર્થ વધતો જાય છે. અને આમ થતાં Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તેના ઉત્સાહનું ઠેકાણું રહેતું નથી. બરાબર આ રીતે જ ધાર્મિક ક્રિયાત્મક સાધના ગુણવૃદ્ધિ માટે ખોલેલી દુકાન જ છે. પ્રત્યેક ધર્મક્રિયાનું લક્ષ્ય-ધ્યેય ગુણોની વૃદ્ધિ જ હોવું જોઈએ. જે જે ક્રિયાઓના માધ્યમથી ગુણોની વૃદ્ધિ થવાની સંભાવના હોય, ભલેને એ ક્રિયાઓ કષ્ટપ્રદ અને પરિશ્રમપૂર્ણ કેમ ન હોય, પણ ગુણવૃદ્ધિના અભિલાષી માણસે એ હસતાં હસતાં કરવી જોઈએ; અને જેમ જેમ ગુણવૃદ્ધિ થતી જશે એમ એના પુરુષાર્થમાં એક પ્રકારની સ્થિરતા આવતી જશે. પરિણામ-સ્વરૂપ ક્રિયાનો આનંદ બ્રહ્માનંદચિદાનંદ સ્વરૂપ બનતો જશે. શ્રાવક જીવન : ભાગ ૪ ગુણસંપત્તિની રક્ષા કરો : અન્તરાત્મામાં પ્રગટેલો શુભ, પવિત્ર...ઉન્નત મોક્ષાનુકૂલ ગુણવૈભવ આપણી શ્રેષ્ઠ સંપત્તિ છે. આ વાત સૌથી પહેલાં માનવી પડશે. ગુણવૈભવનું ૫૨મ ઉચ્ચકોટિનું મૂલ્યાંકન કરશો તો જ એનું સંરક્ષણ કરવું - એને પરમ કર્તવ્ય સમજશો. યાદ રાખો કે ગુણોની સંપદાના માધ્યમથી જ આપણે પરમપદની પ્રાપ્તિ કરી શકીશું. ગુણોની, શુભ ભાવનાઓની પોતાની વિશેષતા હોય છે. જો પ્રત્યેક સમયે સાવધાનીપૂર્વક એનું સંરક્ષણ નહીં કરીએ તો તેને નષ્ટ થતાં વાર નહીં લાગે. મેં તેમને પહેલાં જ જણાવી દીધું કે ક્ષાયોપમિક ભાવના ગુણ ચંચળ હોય છે, એટલા માટે તેમનું સંરક્ષણ કરવું અતિ આવશ્યક છે. હવે સર્વ પ્રથમ ગુણોની સુરક્ષા માટે, ગુણોની દૃઢતા માટે સાત ઉપાયો બતાવું છું. ૧. પહેલો ઉપાય છે વ્રતનું સ્મરણ. જ્યારે આપણા શુભ ભાવો ઉપર અશુભ ભાવોનું આક્રમણ થાય છે ત્યારે આપણે અંગીકૃત વ્રતોનું સતત સ્મરણ કરવું જોઈએ. આ સ્મરણથી આત્મામાં એવી અદ્ભુત શક્તિ જાગ્રત થશે કે જેના બળથી અશુભ ભાવોને સરળતાથી નષ્ટ કરી શકશો. ૨. બીજો ઉપાય છે ગુણવાનોનું સન્માન. ગુણવાન માણસ એટલે શુભ ભાવનાઓનાં શસ્ત્રોથી સજ્જ સૈનિક, તેમના પ્રત્યે અગાધ શ્રદ્ધા, ૫૨મ ભક્તિ અને અપાર પ્રીતિ રાખવાથી સંકટ કાળમાં તેઓ સહાય કરવા દોડી આવે છે, અને આપણા આત્મધનની રક્ષા કરે છે. ૩. ત્રીજો ઉપાય છે પાપ જુગુપ્સા. આપણે જે પાપોનો પરિત્યાગ કરી દીધો હોય, એમના પ્રત્યે કદી કોઈ પણ પ્રકારનું આકર્ષણ પેદા થવું ન જોઈએ. મોહની સુખવાસના જાગ્રત ન થઈ જાય એટલા માટે સદૈવ પાપો પ્રત્યે ઘૃણા કરવી Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૧ ૧૦૧ ૫. જોઈએ. પાપો પ્રત્યે આપણા મનમાં નફરતની આગ સળગતી રહેવી જોઈએ. ૪. ચોથો ઉપાય છે પરિણામની આલોચના. પાપક્રિયાથી આવનારાં પરિણામો અને ધર્મક્રિયાનાં પરિણામ પર વિચાર કરવો જોઈએ. ચિંતન-મનન કરવું જોઈએ. પાપથી દુઃખ અને ધર્મથી સુખ” આ સૂત્ર સદૈવ સ્મૃતિમાં રાખવું જોઈએ. પાંચમો ઉપાય છે તીર્થંકર-ભક્તિ, દેવાધિદેવ તીર્થંકર ભગવાનનું નામસ્મરણ, દર્શન-પૂજન કરતા રહો. તીર્થકર ભગવાનના અનંત ઉપકારોનું સતત સ્મરણ કરતા રહો. તીર્થંકર પરમાત્મા પ્રત્યે અનન્ય પ્રતિભાવ જાગ્રત થવાથી, આપણા ગુણોમાં વૃદ્ધિ થાય છે. શુભ ભાવોમાં અભિવૃદ્ધિ થાય છે. ૬. છઠ્ઠો ઉપાય છે સુસાધુઓની સેવા. મોક્ષમાર્ગનું અનુકૂળ આચરણ કરનારા સાધુપુરષોની સેવાભક્તિ કરવી જોઈએ. તેમને આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ આપવાં જોઈએ. દયમાં તેમના પ્રત્યે પ્રીતિ-ભક્તિ હોવી જોઈએ. ૭. સાતમો ઉપાય છે ઉત્તમ ગુણોની આરાધના. પચ્ચખાણ, ગુરુવંદના પ્રતિક્રમણ, તપ, ત્યાગ, વિનય, વિવેક આદિ વિશિષ્ટ ધર્મક્રિયાઓમાં સદેવ પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. શુભ ક્રિયાઓ કરતા રહો : શુભ ક્રિયા શુભ ભાવોની, સદ્ગણોની વાડ છે. કાંટાળી અને મજબૂત વાડ છે. જો એ વાડમાં બાકોરું પડી ગયું તો અશુભ ભાવનાં પશુ પ્રવેશી જતાં વાર નહીં લાગે. અશુભ ભાવનાં પશુઓ અંદર આવીને શુભ ભાવોનો હર્યોભર્યો પાક નષ્ટ કરી દે છે, એ ગમાર ખેડૂત પણ સારી રીતે સમજે છે, કે વાડ વગર પાકની રક્ષા નથી થઈ શકતી, તમે લોકો તો બુદ્ધિશાળી છો ! સભામાંથી બુદ્ધિશાળી ય નહીં, ગમાર પણ નહીં, અમે તો મૂઢ છીએ. મહારાજશ્રી પોતાની જાતને મૂઢ ન માનો, તમે સમજો છો પરંતુ તમે રસ્તો ભૂલ્યા છો. અણુવ્રત-મહાવ્રતના ભાવ અને સમ્યગુદર્શન, જ્ઞાન-ચારિત્રના ભાવોની સુરક્ષા તથા સંરક્ષણ માટે જ અનંતજ્ઞાની તીર્થકરોએ તપ-સંયમાદિ અનેકવિધ ક્રિયાઓનો ઉપદેશ આપ્યો છે. ક્રિયાઓનો, શુભ ક્રિયાઓનો પરિત્યાગ કરીને શુભ ભાવોની, ગુણોની વૃદ્ધિ અને રક્ષાની વાત કરવી એ તદ્દન મૂર્ખતા છે. એક વાત સ્પષ્ટતાપૂર્વક સમજી લો કે અશુભ ભાવોની જન્મદાત્રી અશુભ ક્રિયાઓ જ હોય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મૌલિક ગુણ સમ્યગ્ દર્શન : ‘ધર્મબંદુ’ ગ્રંથના ટીકાકાર આચાર્યદેવે લખ્યું છે ઃ ‘સમ્યગ્ દર્શનાદિ ગુણોની વૃદ્ધિ કરવી જોઈએ.’ ‘વૃદ્ધિ’નો અર્થ તેમના મતે પુષ્ટીકરણ. પુષ્ટીકરણનો અર્થ બતાવ્યો છે ર્શનપ્રતિમા-વતપ્રતિમા-અભ્યાસ । શ્રાવક જીવન : ભાગ ૪ પહેલાં તમને ‘સમ્યગ્ દર્શન'ની બાબતમાં કેટલીક જાણકારી આપું છું. એની પછી પુષ્ટીકરણના ઉપાય દર્શનપ્રતિમા' અને ‘વ્રતપ્રતિમાનું સ્વરૂપ સમજાવીશ. સમ્યગ્ દર્શનને ‘સમ્યક્ત્વ' પણ કહે છે. એ રીતે ‘સમકિત’ પણ કહે છે. ત્રણે સમાનાર્થી શબ્દો છે. ‘સમ્યક્ત્વ’ શબ્દની પરિભાષા કરતાં કહેવામાં આવ્યું છે કે "સયાનીવઃ તત્ત્વમાવઃ સમ્યત્વમ્ " એનો અર્થ આ થાય છે - જીવનો મોક્ષાનુકૂલ પ્રશસ્ત-સ્વભાવ સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ, જીવનો પ્રશસ્ત ભાવ છે - મોક્ષાનુકૂળ ભાવ છે. આ શુભ પ્રશસ્ત ભાવ આત્મામાંથી ઉત્પન્ન થાય છે; આ ભાવ કોઈને આપી શકાતો નથી. - સમ્યક્ત્વનો ભાવ આત્મામાં પ્રગટ થાય છે. કોઈને સ્વાભાવિક – નૈસર્ગિકરૂપથી પ્રગટ થાય છે તો કોઈને બાહ્ય નિમિત્તથી પ્રગટ થાય છે. કોઈને સહજતાથી મિથ્યાત્વ-મોહનીય કર્મનો ઉપશમ થાય છે, ક્ષયોપશમ થાય છે, ક્ષય થાય છે. કોઈને નિમિત્ત મળતાં મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ ક્ષયોપશમ યા ક્ષય થાય છે. આ ક્રિયાઓ સ્વયં આત્મામાં જ થાય છે, ત્યારે આત્મામાં સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે. સમ્યગ્દર્શનનો પ્રતિભાવ : આત્મામાં જ્યારે સમ્યગ્દર્શનનો ગુણ પ્રગટ થાય છે, ત્યારે સર્વ પ્રથમ ૫૨મ તત્ત્વભૂત જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ - આ નવ તત્ત્વો ઉ૫૨ શ્રદ્ધા થાય છે. આ તત્ત્વોનો તે ભાવપૂર્વક અભ્યાસ કરે છે. આ પ્રથમ પ્રતિભાવ હોય છે. આ પરમાર્થભૂત નવ તત્ત્વોને સમજનારા, પ્રતીતિ કરાવનારા આચાર્ય, ઉપાધ્યાય યા સાધુ પ્રત્યે તેના ચિત્તમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે. પ્રીતિથી પ્રેરિત થઈને તે એ આચાર્ય વગેરેની સેવા કરે છે. પર્યુંપાસના કરે છે, વૈયાવચ્ચ કરે છે. આ બીજો પ્રતિભાવ છે. નવતત્ત્વોનો યથાર્થ બોધ થતાં જો કદાચ પૂર્વાવસ્થામાં કોઈ નિહ્નવ - (જિનોક્ત તત્ત્વોનો મનસ્વી અર્થ કરનાર) વગેરેનો પરિચય થયો તો તે સંપર્કને તોડી નાખે છે. તેને ખબર પડી જાય છે કે નિદ્ભવ આદિના કરેલા તત્ત્વાર્થ ખોટા હતા. એટલા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પ્રવચન ૮૧ માટે એ એમનો ત્યાગ કરી દે છે. આ ત્રીજો પ્રતિભાવ છે. પૂવવસ્થામાં કદાચ કોઈ એકાન્તવાદી બૌદ્ધદર્શન આદિના પરિચયમાં આવ્યો હોય તો તેમનો પણ પરિચય નથી રાખતો. તેને તમામ મિથ્યાદર્શનોની ખોટી માન્યતાઓનો અવબોધ થઈ જાય છે. પછી તો તેમનો સંપર્ક નથી રાખતો. આ ચોથો પ્રતિભાવ છે. હવે તમે લોકો આત્મસાક્ષીએ ચિંતન કરો. જો તમે લોકો પોતાની જાતને સમ્યગુ દ્રષ્ટિ માનતા હો, સમકિતી માનતા હો તો વિચાર કરો, આ ચાર પ્રતિભાવો તમારામાં છે? જીવ આદિ નવતત્ત્વોનું તમે અધ્યયન કર્યું છે? સભામાંથી જીવતત્ત્વનો પણ યથાર્થબોધ નથી.... મહારાજશ્રી તો પછી તમે સમ્ય દ્રષ્ટિ કેવી રીતે બની ગયા? આ નવ તત્ત્વો તીર્થકર ભગવંતનો મુખ્ય ઉપદેશ છે. જિનવચનોને સમજ્યા વગર તીર્થકર ઉપર તમારી શ્રદ્ધા કેવી રીતે બેસી ગઈ ? તમે નવતત્ત્વોનો બોધ કેમ પ્રાપ્ત કર્યો નથી? શું સમાવનારા કોઈ ગુરના મળ્યા? કે પછી સમજવા માટે જે બુદ્ધિ જોઈએ તે બુદ્ધિ નથી? યા તો સમજવા માટે સમય ન મળ્યો? શું વાત છે ? સમય છે, બુદ્ધિ છે... સમજાવનારા સદુગરનો સંયોગ છે. તો પણ તમે નવતત્ત્વોનો બોધ પ્રાપ્ત નથી કરતા તો સમજી લેવાનું કે એ તમારો ઘોર પ્રમાદ છે. સમ્ય દર્શન પ્રાપ્ત કરવાની તમારી યોગ્યતા જ નથી, અને નવતત્ત્વોનો બોધ પ્રાપ્ત કર્યા સિવાય પોતાની જાતને સમકિતવૃષ્ટિ માનવી એ એક ભ્રમણા છે. તમેવ સર્વ નિઃશં ગં નિહિં પડ્યું ” તે જ સાચું અને નિઃશંક છે કે જે જિનેશ્વરોએ કહ્યું છે. આવા પ્રકારની શ્રદ્ધા ક્યારે થાય ? જિનેશ્વરોએ શું કહ્યું છે તે જાણ્યા વગર શ્રદ્ધા ઉત્પન્ન થાય ખરી? આપણે જિનેશ્વરને માનીએ છીએ, આપણે અરિહંતોને માનીએ છીએ - એટલું કહેવા માત્રથી શ્રદ્ધાવાન નથી બની શકાતું. અરિહંતને આપણા પરમેશ્વર માનવાનું કોઈ કારણ છે! કોઈ બીજો માણસ તમને પૂછે . ‘તમે અરિહંતને જ તમારા પરમેશ્વર શા માટે માનો છો ?' તમે શું જવાબ આપશો? જો તમે નવ તત્ત્વોનો બોધ પ્રાપ્ત કર્યો હશે તો કહેશો – ‘વિશ્વનાં તત્ત્વોનો યથાર્થ બોધ અરિહંત પરમાત્માએ કરાવ્યો છે, એટલા માટે અમે અરિહંતને અમારા પરમાત્મા માનીએ છીએ.... વિશ્વનાં તમામ તત્ત્વોનો સમાવેશ આ નવ તત્ત્વોમાં થઈ જાય છે..... પરિપૂર્ણ વિશ્વદર્શન વીતરાગ-સર્વજ્ઞ પરમાત્માએ જ કરાવ્યું છે. આ શ્રદ્ધા વાસ્તવિક શ્રદ્ધા છે. આનાથી પણ આગળ જીવતત્ત્વનું જેમ જેમ સૂક્ષ્મ અધ્યયન કરતા જશો, જીવનું વૈભાવિક અને સ્વાભાવિક સ્વરૂપ જાણતા જશો તેમ તેમ તમારું સમ્યગૂ દર્શન Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રાવક જીવન : ભાગ ૪ નિર્મળ થતું જશે. ‘હું જ્ઞાન દર્શનમય વિશુદ્ધ આત્મા છું.’ એ પ્રકારની પ્રતીતિ થશે, ત્યારે તમારું સમ્યગ્ દર્શન ઉચ્ચતમ કોટિનું થઈ જશે. બીજો પ્રતિભાવ છે આચાર્ય, ઉપાધ્યાય, સાધુપુરુષોની પર્યપાસ્તિ અને યથાશક્તિ એમની સેવા-ભક્તિ. કરો છોને તેમની સેવા-ભક્તિ ? સભામાંથી : કોઈ કોઈ વાર...કરીએ છીએ. મહારાજશ્રી ઃ કેમ કે તેમની પાસે પ્રતિદિન નવ તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવા નહીં જતા હો. જ્ઞાની એવા સદ્ગુરુઓ પાસેથી જ્ઞાનપ્રાપ્તિ કરવી જોઈએ. જ્ઞાનપ્રાપ્તિ કરતાં કરતાં એમના પ્રત્યે હૃદયમાં પ્રીતિભાવ જાગૃત થશે. પ્રીતિ ઉત્પન્ન થતાં ભક્તિ સ્વતઃ થવા લાગશે. પર્યુપાસ્તિ કર્યા વગર નહીં રહો. ‘પર્યુપાસ્તિ’નો અર્થ જાણો છો ? પર્યુપાસ્તિ એટલે સર્વાંગીણ સેવા. માત્ર આહારપાણીની જ સેવા નહીં. મુનિવરોની સંયમ આરાધનામાં જે કંઈ આવશ્યક સામગ્રી જોઈએ એ તમામ સામગ્રી પ્રદાન કરવી - આહાર, વસ્ત્ર, પાત્ર, પુસ્તક, ઔષધિ....જ્ઞાનનાં સાધન વગેરે એમને ભાવપૂર્વક આપવાં. સમ્યગ્ દર્શનનો ગુણ પ્રગટ થતાં ‘ગુરુસેવા’નો ગુણ પણ સ્વતઃ પ્રગટ થાય છે. સમ્યગ્ દર્શનની સાથે જોડાયેલો છે આ ગુણ. સદ્ગુરુની સેવા કર્યા વગર બેચેની થઈ જાય છે એને. સભામાંથી ; અમને લોકોને બેચેની થતી નથી. મહારાજશ્રી ઃ તો સમ્યગ્ દર્શન ગુણ આત્મામાં પ્રગટ થયો છે કે નહીં, એ ચિંતાનો વિષય સમજો. જો સમ્યગ્ દર્શન ગુણની મહત્તા સમજ્યા હશો તો આ વાત છે. સદ્ગુરુનો પ્રીતિપૂર્વક પરિચય આમેય ઉપયોગી તેમજ ઉપકારક હોય છે. આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરેલા સંસારમાં સાચું માર્ગદર્શન કરનારા એ પ્રજ્ઞાવંત સદ્ગુરુ જ હોય છે. જે જે મહાનુભાવો સદ્ગુરુના પરિચયમાં રહીને એમની પર્યુપાસ્તિ કરતા રહે છે તેઓ કેટલા નિર્ભય, નિશ્ચિંત અને સન્માર્ગગામી બની જાય છે તે વાત સમજવી હોય તો તેમની પાસે જઈને પૂછો. તેઓ પોતાની કોઈ વાત સદ્ગુરુથી છુપાવતા નથી, પછી વાત પુણ્યની હોય કે પાપની, સુખની હોય કે દુઃખની; ત્યારે જ સદ્ગુરુનું માર્ગદર્શન મળે છે. પ્રેરણા, પ્રોત્સાહન અને વાત્સલ્ય પ્રાપ્ત થાય છે. શ્રવણ કરવામાં સાવધાન રહો : ત્રીજો પ્રતિભાવ પણ મહત્ત્વનો છે. જેઓ વ્યાપન્નદર્શની હોય તેમનાથી બચીને રહેવું. ભલે જન્મથી અને ધર્મથી જૈન હોય, ભલે એણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય, પરંતુ મનમાની રીતે જે શાસ્ત્રોના અર્થો કરતા હોય, પોતાની મનઃકલ્પનાથી Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૧ ૧૦૫ શાસ્ત્રોની વાતો કરતા હોય, એ લોકો ‘વ્યાપન્નદર્શની’ કહેવાય છે, તેમનાથી બચવું. તેમનો સંપર્ક, પરિચય ન રાખવો. આપણા જિનદર્શનમાં વ્યાપન્નદર્શનીને ‘નિહ્નવ’ કહ્યા છે. એ લોકો જિનવચનોનું યથાર્થ નિરૂપણ નથી કરતા. આગમોને માને છે પરંતુ આગમો પર લખેલાં ભાષ્ય, ચૂર્ણી, ટીકા વગેરેને નથી માનતા. પોતાના કાલ્પનિક અર્થો જ બતાવતા રહે છે. કેટલાંક વર્ષોથી મુંબઈ, અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પર્યુષણા પર્વમાં કેટલાંક મંડળો યા સંસ્થાઓ - ગ્રુપો વ્યાખ્યાનમાળાનું આયોજન કરે છે. એ વ્યાખ્યાનમાળાઓમાં એવા કેટલાક વિદ્વાન્ લોકો આવે છે કે જેઓ શાસ્ત્રોના મનઃકલ્પિત અર્થ કરે છે. અભણ (શાસ્ત્રોના) લોકો સાંભળતા રહે છે. ભાષા સારી હોય છે, શૈલી આકર્ષક હોય છે... વિષય રુચિકર હોય છે. એટલે સાંભળવામાં મજા આવે છે; પરંતુ જિનવચનોથી વિપરીત વાતો શ્રોતાઓના મનમાં પ્રવેશી જાય છે, મિથ્યાત્વ દૃઢ થતું જાય છે, અને સાચા તત્ત્વમાર્ગથી અવળા ચાલે છે. વાસ્તવિકતા તો એ છે કે તમે લોકો નવ તત્ત્વોનું સારી રીતે અધ્યયન કરો. કંઈક ઊંડાણમાં જઈને અધ્યયન કરો. સભામાંથી : અધ્યયન કરવાનો અમને સમય જ ક્યાં છે ? મહારાજશ્રી ઃ સમય તો છે, રુચિ નથી. સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત કરવાની તમન્ના જાગી નથી. ઠીક છે. જ્યારે તમે જ્ઞાની બન્યા નથી, ત્યાં સુધી જેવા તેવા વક્તાઓનાં ભાષણ ન સાંભળ્યા કરો. ખોટી વાતો ચિત્તમાં ન ભરવી. અન્ય ધર્મોની વાતો ક્યારે સાંભળવી જોઈએ ઃ સમ્યગ્ દર્શનનો ચોથો પ્રતિભાવ છે કુદર્શનીનો ત્યાગ. કુદર્શની એટલે જૈનદર્શન સિવાયનાં અન્ય દર્શનો - બૌદ્ધદર્શન, વેદાંતદર્શન, સાંખ્યદર્શન...વગેરે. એ લોકોનો ત્યાં સુધી પરિચય ન કરવો જોઈએ કે જ્યાં સુધી તમે જૈનદર્શનનું સારું અધ્યયન ન કર્યું હોય. જૈનદર્શનનું તલસ્પર્શી અધ્યયન કર્યા પછી તમે તુલનાત્મક અધ્યયન કરવા માટે બૌદ્ધ, વેદાન્ત વગેરે દર્શનોનું અધ્યયન કરી શકો છો. જો કે તમે લોકો તો જૈનદર્શનનું જ અધ્યયન નથી કરતા તો પછી બીજાં દર્શનોના અધ્યયનની તો વાત જ શું કરવી ? છતાં પણ એ બૌદ્ધ, વેદાન્તી વગેરેનો પરિચય પણ ન રાખવો જોઈએ. નહીંતર તમારા મનમાં બૌદ્ધ તેમ જ વેદાન્તનો એકાન્તવાદ ઘૂસી જશે. મન બગડશે. એમના સંપર્કથી તમારા આચારો, વ્યવહાર પણ બગડશે. ખાવુંપીવું ય બગડશે. હું જાણું છું કે વર્તમાનકાળમાં અન્ય દર્શનોનું આક્રમણ નથી. અન્ય ધર્મોનું પણ વિશેષ આકર્ષણ તમને લોકોને નથી. છતાં પણ સાવધાની રાખવા માટે આ વાત બતાવી છે. આજકાલ તો ખ્રિસ્તીઓ અને મુસલમાનોથી વિશેષ સાવધાની રાખવી Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રાવક જીવન : ભાગ ૪ આવશ્યક છે. ઈસાઈ ધર્મનું આક્રમણ માત્ર ભારત પર જ નહીં, દુનિયાના મોટા ભાગના દેશો ઉપર થઈ રહ્યું છે. તમારે તો શિક્ષણના માધ્યમથી ઈસાઈઓના પરિચયમાં રહેવું પડે છે અને હોસ્પિટલના માધ્યમથી તેમનો સંપર્ક થાય છે. ખ્રિસ્તીઓએ ‘કોન્વેન્ટ’ સ્કૂલો દ્વારા આકર્ષણ વધારી દીધું છે. તમારાં બાળકો ત્યાં જાય છે, ચર્ચમાં ય જાય છે. ખ્રિસ્તીધર્મની વાતો તેમના કાને પડે છે. તે બાળકો જૈનધર્મનો અભ્યાસ કરતાં નથી ! જેમની સ્કૂલોમાં બાળકો ભણતાં હશે, તેમની વાતો તેમને સાંભળવી જ પડશે. પરિણામની કલ્પના તમે લોકો કરી શકો છો. સમ્યગ્ દર્શનનાં ત્રણ લિંગ : સમ્યગ્ દર્શન આત્માનો વિશિષ્ટ ગુણ છે. એ ગુણને દૃઢ કરવો જોઈએ, પુષ્ટ કરવો જોઈએ. શ્રાવકનું એક કર્તવ્ય બતાવ્યું છે ગુણવૃદ્ધિ કરવાનું. એમાં સમ્યગ્ દર્શન ગુણને પ્રાથમિકતા આપવી જોઈએ. એ ગુણને પુષ્ટ કરવા માટે ત્રણ ઉપાયો બતાવવામાં આવ્યા છે. તેમને આમ તો ‘લિંગ’ કહેવામાં આવ્યાં છે, એટલે કે ચિલ્ડ્રન કહેવાયા છે. આ ત્રણ લિંગ જીવાત્મામાં દેખાય તો સમજવું કે એનામાં સમ્યગ્ દર્શન છે જ. પ્રથમ વાત છે સર્વજ્ઞભાષિત શાસ્ત્રોની શ્રવણેચ્છા. જેવી તેવી ઇચ્છા નહીં, તીવ્રતમ ઇચ્છા, જેમ કે સંગીતપ્રિય વ્યક્તિને જો મનપસંદ ગીત સાંભળવા મળે તો તે રાતભર સાંભળ્યા કરે છે. બીજાં બધાં કાર્યોને ગૌણ કરી દે છે. ઘર અને દુકાન ભૂલી જાય છે. સંગીત સાંભળવામાં તલ્લીન થઈ જાય છે. એ જ રીતે સમકિતવૃષ્ટિ મનુષ્ય સર્વજ્ઞ-વચનોને સાંભળવામાં તલ્લીન બની જાય છે. એ જ્યાં રહેતો હોય, તેની આસપાસ, જો કોઈ વિદ્વાન્ સદ્ગુરુનો ધર્મોપદેશ ચાલતો હશે તો તે સમયસર ત્યાં પહોંચી જશે. વિનયપૂર્વક બેસશે અને તન્મય બનીને તલ્લીનતાથી સાંભળશે. જિનવચનોને સાંભળતાં સાંભળતાં તે ભાવિવભોર થઈ જશે. હર્ષથી એનું શરીર રોમાંચિત થઈ જશે. શાસ્ત્રોનું શ્રવણ કરતા રહેવાથી એનો સદ્બોધ વધતો જાય છે. જિનવચનોની યથાર્થતા જાણતો તે દૃઢ શ્રદ્ધાવાન બને છે. એનું સમ્યગ્ દર્શન રિપુષ્ટ બનતું જાય છે. શ્રુતધર્મનો રાગ વધતો જાય છે. શ્રુતધર્મ એને ખૂબ જ પ્રિય લાગે છે. હા, જે જે જિનવચનો તે સાંભળે છે, તેમને તે જીવનમાં ન પણ જીવી શકે, એ સંભવ છે. જીવનમાં જીવવાની ભાવના રહે છે, પરંતુ ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થયા વગર એ ચારિત્રધર્મનું પાલન કરી શકતો નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ પ્રવચન ૮૧ ચારિત્રધર્મનો અનુરાગ થાય છે ? જિનવચનોને સાંભળતાં સાંભળતાં તે ચારિત્રધર્મને જાણે છે, સમજે છે, એને ચારિત્રધર્મ પ્રિય પણ લાગે છે. ચારિત્રધર્મ પામવાની એની ઈચ્છા તીવ્ર થાય છે. પરંતુ એક નિશ્ચિત નિયમ છે કે ચારિત્રધર્મની પ્રાપ્તિમાં બાધક ચારિત્રમોહનીય કર્મનો જ્યાં સુધી ક્ષયોપશમ નથી થતો, ત્યાં સુધી ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. સમકિતવૃષ્ટિ જીવ વ્રત-નિયમોની ઉપાદેયતા સારી રીતે સમજે છે, છતાં પણ વ્રત નિયમ લેવાનો પ્રહણ કરવાનો ઉલ્લાસ એના દયમાં પેદા થતો નથી. સભામાંથી વ્રત-નિયમ ઉપાદેય લાગતાં અને પ્રિય લાગતાં તેમનો સ્વીકાર કરવો જ જોઈએ. મહારાજશ્રી ઃ જો એનું ચારિત્રમોહનીય કર્મ ઉદયમાં હશે તો તે ગ્રહણ નહીં કરી શકે. ગમે તેટલું પ્રિય લાગે...પરંતુ કર્મ ગ્રહણ નહીં કરવા દે. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી તેને સમ્યગુ દર્શન ગુણની પ્રાપ્તિ થઈ ગઈ હોય, છતાં તે વ્રતનિયમ ચાહતો હોવા છતાં પણ પ્રહણ નથી કરી શકતો. તો પણ તે ચારિત્રધર્મની પ્રશંસા તો કરતો રહેશે. દેશચારિત્ર અને સર્વચારિત્ર - બંને પ્રકારનાં ચારિત્રની પ્રશંસા કરશે. બંને પ્રકારનાં ચારિત્રની વિસ્તૃત જાણકારી ય પ્રાપ્ત કરશે. ચારિત્રધર્મનો આ અનુરાગ સમ્યગુ દર્શનને તો દ્રઢ કરે જ છે, સાથે સાથે ચારિત્રમોહનીય કર્મને પણ તોડતો જાય છે. એટલા માટે કહું છું કે તમે ચારિત્રધર્મની સદેવ પ્રશંસા કરતા રહો. કોઈકને કોઈક દિવસે અવરોધક કર્મ તૂટશે.. અને ચારિત્રધર્મની પ્રાપ્તિ સરળ થઈ જશે. - ચારિત્રધર્મ ઉપર પ્રેમ તો છે ને? જો પ્રેમ હશે તો સમજવું કે તમને સમ્યગૂ દર્શનની પ્રાપ્તિ થઈ છે. સમકિત વૃષ્ટિ જીવનું આ જ લિંગ છે બીજું - ચારિત્રધર્મનો અનુરાગ. પરમાત્મતત્ત્વ ગુરુતત્ત્વનો અનુરાગ : સમ્યગ્દર્શનનું ત્રીજું લિંગ છે પરમાત્મપ્રેમ અને ગુરુપ્રેમ. પરમાત્મપ્રેમ હોવાથી એ મહાનુભાવ પરમાત્માના દર્શનમાં, સ્મરણમાં અને પૂજનમાં તત્પર રહેશે જ. તેને પરમાત્મદર્શન કરવાની પ્રતિજ્ઞા લેવી પડતી નથી. તે જાતે જ મંદિરમાં જશે, અને ભાવવિભોર થઈ જશે પરમાત્માના દર્શન કરતાં. એને પરમાત્મપૂજનની ય પ્રતિજ્ઞા લેવી પડતી નથી; તે પહેલાં પરમાત્મપૂજન કરશે પછી મુખમાં પાણી લેશે. વર્તમાનકાળમાં પણ આવા સમકિત દ્રષ્ટિ મનુષ્યોને મેં જોયા છે. એમનો પરમાત્મપ્રેમ જોઈને હું ઘણી વાર ભાવવિભોર બની જાઉં છું ! પરમાત્મપ્રેમીને કહેવું પડતું નથી કે તું અષ્ટપ્રકારી પૂજા કરજે. પોતાનાં જ દ્રવ્યોથી પૂજા કરજે.' આ કહેવું પડતું નથી. તે જાતે જ કરે છે. ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરે છે. દ્રવ્યપૂજા કરે છે, ભાવપૂજા Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રાવક જીવન : ભાગ ૪ પણ કરે છે. આ કરતા રહેવાથી તેનો સમ્યગ્ દર્શન ગુણ પુષ્ટ થતો રહે છે. જે રીતે એ પરમાત્મભક્તિ કરે છે એ રીતે જ ધર્મોપદેશક આચાર્યાદિ મુનિવરોની વૈયાવચ્ચ પણ કરે છે. આચાર્ય વગેરેની વિશ્રામણા કરતો રહે છે. અભ્યર્ચના પણ કરતો રહે છે. કારણ કે એના મનમાં ગુરુ પ્રત્યે અનુરાગ જન્મે છે. આ અનુરાગ...પ્રીતિ...ભક્તિ એને ગુરુસેવા કરવા માટે પ્રેરિત કરતી રહે છે. ગુરુસેવા - ગુરુવૈયાવચ્ચ ખૂબ મોટો ગુણ છે. સમ્યગ્ દર્શનની સાથે જોડાયેલો ગુણ છે. ગુરુસેવાથી સમ્યગ્ દર્શન પુષ્ટ થાય છે. જિનવચનોના શ્રવણની તીવ્ર ભાવનાથી - · ચારિત્રધર્મ પામવાની તીવ્ર અભિલાષાથી અને – દેવગુરુની સેવા-ભક્તિ કરવાથી સમ્યગ્ દર્શન-ગુણનું પુષ્ટીકરણ થતું રહે છે. શ્રદ્ધાનાં દશ કેન્દ્રો : સમકિતવૃષ્ટિ મનુષ્યની શ્રદ્ધાનાં ૧૦ કેન્દ્રો હોય છે. આ દશ કેન્દ્રો પ્રત્યે એને પ્રેમ હોય છે. એટલા માટે તે તેમની ભક્તિ કરે છે. પૂજા કરે છે. પ્રશંસા કરે છે. કદીય નિંદા કરતો નથી. આશાતનાઓનો ત્યાગ કરે છે. એ દશ કેન્દ્રોનાં નામ સાંભળી લો : ૧. અરિહંત ૨. સિદ્ધ ૩. આચાર્ય ૪. ઉપાધ્યાય ૬. ચૈત્યપ્રતિમા ૭. આગમ-શ્રુત ૮. ક્ષમાદિ-ધર્મ ૯. પ્રવચન-સંઘ ૫. સાધુસમુહ ૧૦. સમ્યગ્ દર્શન હવે તમે જ કહો કે આ ૧૦ કેન્દ્રભૂત પરમતત્ત્વોની તમે ભક્તિ કરો છો ? પૂજા કરો છો ? ક૨તા હશો, પરંતુ પ્રશંસા કરો છો ? નિંદા તો કદી કરતા નથી ને ? સભામાંથી : કોઈ કોઈ વાર નિંદા કરીએ છીએ.....આશાતના પણ થઈ જતી હશે...... મહારાજશ્રી : તો પછી સમ્યક્ દર્શનના વિષયમાં વિચારવું પડશે. કદાચ આત્મામાં સમ્યગ્ દર્શન ગુણ પ્રગટ નહીં થયો હોય, અથવા એ ગુણ નિર્બળ બની ગયો હશે. એ ગુણને પરિપુષ્ટ કરવાપ્રયત્ન કરો. આ વિષયમાં વિશેષ વાતો આગળ કરીશ. આજે બસ, આટલું જ. Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૨ પરમ ઉપકારી, મહાન કૃપાનિધિ, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મીબંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના વિષયમાં વિશદ માર્ગદર્શન આપતાં કહ્યું છે કે ‘ગુણવૃદ્ધિ કરતા રહો.’ ગુણોને વધારવાની પ્રેરણા આપી છે. આમ તો તમે લોકો ગુણવૃદ્ધિ કરવાનું લક્ષ્ય જ ચૂકી ગયા છો. મારે ગુણોની વૃદ્ધિ ક૨વી છે. ગુણોને પુષ્ટ કરવાના છે.' એવો વિચાર કદી આવ્યો છે ? આ બે દિવસમાં આવ્યો હોય તો શક્ય છે. પૈસા વધારવાના વિચારો આવતા હશે. માન-સન્માન વધારવાના વિચારો આવતા હશે. મકાન-બંગલા-ફ્લેટ વધારવાના વિચારો આવતા હશે. પરંતુ ગુણવૈભવ વધારવાના વિચારો નથી આવતા ને ? કારણ કે ગુણોની મહત્તાનો વિચાર જ કદી આવ્યો નથી. ગુણોના અભાવે જીવન કેટલું વિકૃતિભર્યું બની ગયું છે, એ વિચાર પણ ભાગ્યે જ આવ્યો હશે ! વ્યક્તિત્વને ગુણમય બનાવવાનો સંકલ્પ ક૨વો પડશે. પ્રાપ્ત કરેલા ગુણ ચાલ્યા ન જાય એ માટે સાવધાન રહેવું પડશે, જાગ્રત રહેવું પડશે. - એક વાત સમજી લો કે ગુણ જ સાચું ધન છે. સાચી સંપત્તિ છે. ગમે તેટલી ભૌતિક સંપત્તિ તમારી પાસે હશે, પરંતુ ગુણવૈભવ નહીં હોય તો તમે ગરીબ છો, એ માનવું પડશે. સર્વ ગુણોનો આધાર છે સમ્યગ્ દર્શન ! સમકિત ! એટલા માટે સમ્યગ્ દર્શન ગુણ પર વિવેચન કરી રહ્યો છું. સમ્યગ્ દર્શનનાં પાંચ લક્ષણો : સમ્યગ્ દર્શનનાં પાંચ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. આમ તો આ પાંચ જ ગુણો છે. જે વ્યક્તિના ચિત્તમાં આ ગુણ હોય છે એ મહાનુભાવ સમ્યક્ત્વથી વિભૂષિત હોય છે. ‘ગુણસ્થાનક-ક્રમારોહ' નામના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે પા-પ્રશમ સંવેગ-નિર્વાસ્તિવન્યક્ષઃ । गुणाभवन्तियच्चित्ते सः स्यात् सम्यक्त्वभूषितः ।। ૧. શમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા અને ૫. આસ્તિક્ય - આ પાંચ લક્ષણો છે સમ્યગ્ દર્શનનાં. આમ તો આ લક્ષણો બાહ્ય નથી, આંતિરક છે. મનુષ્ય પોતાના માટે નિર્ણય કરી શકે છે કે “મારામાં સમ્યગ્ દર્શન ગુણ પ્રગટ થયો છે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કે નહીં.’ હવે આ પાંચે લક્ષણો ઉપર વિવેચન કરીશ. આ પાંચ ગુણોને આત્મસાત્ કરી લો, ‘સમ્યગ્ દર્શન' કદી ય જશે નહીં. અતિપુષ્ટ બની જશે. દૃઢ બની જશે. આત્મામાં સમ્યગ્ દર્શન ગુણ પ્રગટ થતાં સર્વ પ્રથમ ‘આસ્તિક્ય’ ગુણ પ્રગટ થાય છે. પછી અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમગુણ પ્રગટ થાય છે. આસ્તિક્સ : પહેલો ગુણ છે આસ્તિક્યનો, એનો વ્યુત્પત્તિ-અર્થ આ પ્રકારે છે : મસ્તીતિ મતિરચેત્યાન્તિનઃ તસ્યમાવઃ આસ્તિયમ્ । ‘છે ='અસ્તિ' એવી જેની બુદ્ધિ હોય છે, એ આસ્તિક કહેવાય છેઃ આસ્તિકના ભાવને ‘આસ્તિક્ય કહેવાય છે તે છે ? જ્યારે જીવ માને કે ઃ શુ આત્મા છે, - આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, - આત્મા ભોક્તા છે, - નિર્વાણ છે, - શ્રાવક જીવન : ભાગ ૪ નિર્વાણનો ઉપાય છે. આ છ વાતોના અસ્તિત્વને માનવું એ આસ્તિક્ય છે. ‘જે રીતે સર્વજ્ઞ-વીતરાગ પરમાત્માએ આ ૬ વાતો બતાવી છે એ રીતે જ હું માનું છું.’ - આ શ્રદ્ધા-આસ્તિક્ય છે; એટલા માટે આ છ વાતોને સારી રીતે સમજી લેવાની છે. ૧. આત્મા છે, કેવી રીતે માનવું કે આત્મા છે ? આત્માનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ કરવામાં આવ્યું છે ? આત્માને સિદ્ધ કરનારાં કયાં કયાં પ્રમાણો છે ? ૨. આત્મા નિત્ય છે ઠીક છે, આત્મા અનિત્ય કેમ નથી ? શું આત્મા નિત્ય જ છે ? યા નિત્યાનિત્ય છે ? કઈ અપેક્ષાએ નિત્ય છે અને કઈ અપેક્ષાએ અનિત્ય છે ? એકાન્તતઃ નિત્ય માનવામાં કયા તર્કો રોકે છે ? એકાન્તતઃ અનિત્ય માનવામાં કયા તર્કો રોકે છે ? ૩. આત્મા કર્તા છે. કયા આત્મામાં કતૃત્વ હોય છે ? શુદ્ધ આત્મામાં યા અશુદ્ઘ આત્મામાં ? કેવો આત્મા કર્મબંધન કરે છે ? કેવી રીતે કરે છે ? શુદ્ધ આત્માનું કર્તૃત્વ કેવા પ્રકારનું હોય છે ? Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૨ ૧૧૧ ૪. આત્મા ભોક્તા છે. આત્મા શું ભોગવે છે ? સ્વોપાર્જિત કર્મોને આત્મા કેવી રીતે ભોગવે છે ? આત્માનું ભોતૃત્વ સિદ્ધ કરનારાં ત્રણ પ્રમાણો કયાં છે? ૫. નિર્વાણ છે. નિર્વાણ ભાવસ્વરૂપ છે યા અભાવસ્વરૂપ ? નિર્વાણના વિષયમાં બૌદ્ધ આદિ દર્શનોની કેવી કલ્પના છે ? જિનેશ્વરોએ નિર્વાણનું, મોક્ષનું કેવું સ્વરૂપ બતાવ્યું છે ? ૬. નિર્વાણના ઉપાયો છે. કેવા ઉપાયો બતાવ્યા છે જિનેશ્વરોએ ? અન્ય બૌદ્ધાદિ દર્શનોએ જે ઉપાયો બતાવ્યા છે અને જિનેશ્વરોએ બતાવ્યા છે તેમાં શું અંતર છે ? જિનેશ્વરોએ બતાવેલા ઉપાયો જ કેમ સત્ય છે ? જ્યારે આત્મામાં આસ્તિક્ય ગુણ પ્રગટ થાય છે ત્યારે આ ૬ વાતો અસ્તિ - છે,’ એવી શ્રદ્ધા બેસી જાય છે. માણસ સાચી શ્રદ્ધાવાળો બની જાય છે. જિનવચનોને યથાર્થ માનવા લાગે છે. અનુકંપા : બીજો ગુણ પ્રગટે છે અનુકંપાનો-દયાનો. દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવાની ભાવના જાગે છે. બીજા જીવોનાં દુઃખ જોઈને તેનું હૃદય દ્રવિત થઈ જાય છે. અને જો શક્તિ હોય તો તે દુઃખ દૂર કરવા પ્રવૃત્તિ કરે છે. દુઃખ દૂર કરવાની પ્રવૃત્તિ એ વગર પક્ષપાતે કરે છે. દયા-અનુકંપામાં પક્ષપાતને સ્થાન જ હોતું નથી. ‘આ મારો મિત્ર છે, દુઃખી છે એટલા માટે હું એનું દુઃખ દૂર કરું....આ મારો પરિજન છે, સ્નેહી છે, પરિચિત છે...એ દુઃખી છે એટલા માટે હું એનું દુઃખ દૂર કરું.” આ વ્યક્તિ દુઃખી છે, પરંતુ મારે શું ? એ ન તો મારો મિત્ર છે, ન સ્નેહી...કે સ્વજન છે. આ મનુષ્ય દુઃખી છે, પરંતુ મારે શું લેવાદેવા ? એ મારો શું સગો થાય છે ? - આ પ્રકારનો પક્ષપાત અનુકંપામાં થઈ શકતો નથી. અનુકંપાનો વિષય હોય છે જીવ માત્ર, સર્વ મનુષ્યો....સર્વ પશુપક્ષી અને સમગ્ર જીવસૃષ્ટિ ! જે દુઃખી હોય એ સર્વે જીવો દયાને પાત્ર છે, પહેલાં જાગવી જોઈએ ભાવદયા. ભાવ-અનુકંપા. બીજા જીવોનાં દુઃખ જોઈને પોતાનું હૃદય દ્રવિત થઈ જવું જોઈએ. દ્રવિત હ્રદયે - ‘હું એનું દુઃખ ક્યારે દૂર કરું ? - કેવી રીતે દૂર કરું ?' એ વિચારવાનું હોય છે. - જો જીવ ભૂખ્યો હોય તો તેને ભોજન આપે છે. જો તે રોગી હોય તો તેનો ઉપચાર કરે છે. જે તે વસ્ત્ર ઇચ્છતો હોય તો તેને વસ્ત્ર આપે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રાવક જીવનઃ ભાગ ૪ દુઃખ દૂર કરવાનાં જે જે સાધનો એની પાસે હોય છે તે દુઃખીને આપીને એને દુઃખમુક્ત કરવાનો પ્રયત્ન કરે છે. દુઃખી જીવોના ગુણ-અવગુણ ન જુઓ. કોઈ વાર એવું બને છે કે દુઃખ મનુષ્યને અવગુણી બનાવી દે છે. અવગુણી જીવ પણ દયાપાત્ર છે. ધિક્કારપાત્ર નથી. નિર્વેદ જ્યારે જીવાત્માની દ્રષ્ટિ સમ્યગૂ બની જાય છે ત્યારે એને આખો સંસાર દુઃખમય દેખાય છે. સંસારની ચારે ગતિઓમાં એ દુઃખદર્શન કરે છે. - જ્યારે તે જ્ઞાની, શાસ્ત્રજ્ઞ પુરુષોના મુખેથી નરકગતિનું વર્ણન સાંભળે છે ત્યારે એનું સ્ક્રય કંપી ઊઠે છે. - તિર્યંચગતિનાં દુઃખોને જ્યારે એ પ્રત્યક્ષ જુએ છે, ત્યારે એનું મન ગ્લાનિથી ભરાઈ જાય છે. - મનુષ્ય ગતિમાં પણ આંતર-બાહ્ય દુખોને જુએ છે, જાણે છે ત્યારે તેનું મન વિરક્તિથી ભરાઈ જાય છે. – દેવલોકનાં માનસિક દુઃખોનું વર્ણન સાંભળે છે શાસ્ત્રોમાંથી, ત્યારે દેવલોક પ્રત્યે પણ તેને ઉદાસીનતા આવી જાય છે. - સર્વ દુઃખોનું કારણ તે જાણે છે. તમામ દુઃખો કર્મને કારણે જ ઉત્પન્ન થાય છે, પરંતુ કર્મજન્ય કઠોર વિપાકોનો પ્રતિકાર કરવાની એની શક્તિ નથી. એટલે જ પાપકર્મોના વિપાક એને સહન કરવા જ પડે છે. એથી સંસાર પ્રત્યે એનું મમત્વ નથી રહેતું. સંસાર પ્રત્યે નિર્વેદ આવી જાય છે. સંસાર તરફ અણગમો ઊપજે છે. આ નિર્વેદમાં જ્ઞાનવૃષ્ટિ હોય છે. એવું નહીં કે સંસારનાં દુઃખોમાં નિર્વેદ આવી જાય અને જ્યારે વૈષયિક સુખો મળી જાય ત્યારે સુખ લાગે ! એ સમ્ય દ્રષ્ટિ જીવ સંસારનાં વૈષયિક સુખોનો વિપાક જાણે છે, પરિણામનો વિચાર કરે છે. એટલા માટે સુખોનું મમત્વ રાખતો નથી. સુખનાં અનેક સાધનો પાસે હોવા છતાં પણ આસક્તિ રહેતી નથી. અનાસક્ત ભાવથી એ ગૃહવાસમાં રહે છે. તમે લોકો પોતાની જાતને સમકિત દ્રષ્ટિ માનો છો ને? સંસારમાં અનાસક્ત ભાવથી રહો છો ને? આત્મનિરીક્ષણ કરજો, ભ્રમણામાં ન રહેતા. સેવેગ : સમકિત દ્રષ્ટિ મનુષ્ય - જીવાત્મા વિશુદ્ધ આત્મસ્વરૂપ પામવાની અભિલાષા રાખે છે. તેના મનમાં મુક્તિના સુખની કલ્પના આવી જાય છે. એ જ્ઞાની પુરુષોના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પ્રવચન ૮૨ સંપર્કમાં રહેવાથી કંઈક અંશે સુખને સમજે છે. એ સમજે છે, પરંતુ મુક્તિસુખ પામવાનો પુરુષાર્થ નથી કરી શકતો. માત્ર ઈચ્છા, માત્ર અભિલાષા રહે છે. તેની અંદરની ઝંખના માત્ર રહે છે. સભામાંથી ઈચ્છા, અભિલાષા મુક્તિસુખની રહે છે, તો પછી સમકિતી જીવ વૈષયિક સુખ-ભોગોમાં આસક્ત કેમ દેખાય છે? મહારાજશ્રી સમકિતી મનુષ્ય અંદરથી મુક્તિસુખ ઇચ્છે છે, બાહ્ય જીવનમાં રંગરાગમાં ડૂબેલો જણાય છે. આ જ એના જીવનમાં સૌથી મોટું દ્વન્દ્ર છે. વૈષયિક સુખોના આવેગમાં તે વહી-તણાઈ જાય છે, પરંતુ જ્યારે આવેગ શાન્ત થાય છે ત્યારે “મેં આ સારું નથી કર્યું...પાપ કર્યું છે.' એવો એના મનમાં પશ્ચાત્તાપ થાય છે. ગ્લાનિ ઊપજે છે. વાસ્તવમાં સમકિત વૃષ્ટિ જીવ બેવડી પ્રકૃતિનું પ્રાણી હોય છે, એક બાજુ તે પોતાની સહજ પ્રવૃત્તિઓ, આવેગ, ઈચ્છાઓ અનુસાર જીવનયાપન કરે છે, જ્યારે બીજી બાજુ તે જાગરુક હોય છે, નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રકૃતિનો હોય છે. તે નિમ્ન પ્રકારની પ્રકૃતિનું પરિશોધન ચાહે છે. આ બંને પ્રકૃતિઓનું ઘર્ષણ એના જીવનમાં થતું રહે છે. આ દ્વન્દ્રને કારણે તેનું જીવન કોઈ વાર ઉચ્ચતર દેખાય છે, તો કોઈ વાર નિતર દેખાય છે. આ દૃષ્ટિએ સમકિત વૃષ્ટિ અંદર દુઃખી અને વ્યાકુળ રહે છે. કોઈ વાર શુભ તત્ત્વની હાર થાય છે તો કોઈ વાર અશુભ તત્ત્વની હાર એના જીવનમાં થઈ જાય છે. શુભ-અશુભ તત્ત્વોની હાર-જીત ચાલતી રહે છે. પ્રશમ : પાંચમું લક્ષણ છે પ્રશમ, શર્મ કહો, પ્રશમ કહો, ઉપશમ કહો, એક જ વાત છે. તાત્પર્ય એટલું જ છે કે સમકિત વૃષ્ટિ જીવનો ક્રોધ ઓછો થવો જોઈએ. એટલો ઓછો થઈ જવો જોઈએ કે અપરાધી જીવ ઉપર પણ ક્રોધ ન આવે, રોષ ન આવે, ક્રોધની વાસના ઉપશાન્ત થઈ જવી જોઈએ. હા, એ સંપૂર્ણ રીતે ક્રોધવિજય નહીં કરી શકે, પણ ક્રોધને બની શકે તેટલો શાન્ત કરશે, વેરની ગાંઠ નહીં બાંધે. આ પ્રકારનો પ્રશમ-ગુણ પ્રગટ થવાનાં બે - કારણો બતાવવામાં આવ્યાં છે. - ક્રોધ-કષાયનાં ભયાનક પરિણામોનું ચિંતન કરવાથી. – પૂર્વજન્મથી જ ઉપશમભાવના સંસ્કાર લઈને આવવાથી. આ બે વાતો કહેનારા મહાન જ્ઞાની સાધુપુરુષ છે. એટલા માટે એક વાત નિશ્ચિત Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રાવક જીવન : ભાગ ૪ હોય છે કે પ્રયત્ન કરવાથી ક્રોધ પર સંયમ કરી શકાય છે. ક્રોધનાં કડવાં પરિણામોનું ચિંતન કરવું એ એક પ્રયત્ન જ છે ને ? પરંતુ આ પ્રયત્ન મન-વચન-કાયાથી કરવો જોઈએ. સંકલ્પપૂર્વક હોવો જોઈએ. મારે ક્રોધ નથી ક૨વો' એ સંકલ્પ હોવો જોઈએ. સમકિત દ્રષ્ટિ જીવાત્માની સાથે કોઈ વ્યક્તિ દુર્વ્યવહાર કરે, એને નુકસાન પહોંચાડે....એની નિંદા કરે...છતાં પણ એની ઉપર ક્રોધ ન કરવો; ક્રોધ ઉત્પન્ન થાય જ નહીં, એવી પ્રકૃતિનું નિર્માણ ક૨વાનું હોય છે સમકિત વૃષ્ટિ જીવને. કેટલાક યોગભ્રષ્ટ આત્માઓ એવા પણ હોય છે કે પૂર્વજન્મોથી એવી પ્રકૃતિ લઈને અહીં જન્મ્યા હોય છે, કે જેમને સહજતાથી ઉપશમભાવ રહે છે. હૃદયમાં ક્રોધ ઊઠતો જ નથી. સમ્યગ્ દર્શન ગુણ આ પાંચ ગુણોથી પુષ્ટ થાય છે, વિશુદ્ધિ પામે છે અને જીવને પૂર્ણતા પ્રત્યે પ્રેરિત કરે છે. દર્શન-પ્રતિમાની આરાધના કરો ઃ ‘ધબિંદુ’ ગ્રંથના ટીકાકાર આચાર્યશ્રીએ સમ્યક્ત્વ ગુણની વૃદ્ધિ, પુષ્ટિ કરવા માટે 'દર્શન-પ્રતિમા'ની આરાધના કરવાનો નિર્દેશ કર્યો છે. ‘દર્શન-પ્રતિમા’ શ્રાવકની જે ૧૧ પ્રતિમાઓ છે એમાં પહેલી જ પ્રતિમા છે દર્શન-પ્રતિમા.’ આ વિષયને સમજાવવા પૂર્વે તેમનાં નામ સાંભળી લો : ૧. દર્શન-પ્રતિમા (સમ્યક્ત્વ) ૨. વ્રત-પ્રતિમા (અણુવ્રત) ૩. સામાયિક-પ્રતિમા (સાવઘત્યાગ, નિરવઘસેવન) ૪. પૌષધ-પ્રતિમા (પર્વાદનોમાં વિશેષ અનુષ્ઠાન) ૫. પ્રતિમા-પ્રતિમા (કાયોત્સર્ગ) ૬. અબ્રહ્મત્યાગ-પ્રતિમા (બ્રહ્મચર્ય પાલન) ૭. સચિત્તવર્જન-પ્રતિમા (સચેતન દ્રવ્યનો ત્યાગ) ૮. આરંભવર્જન-પ્રતિમા (ખેતી વગેરે આરંભોનો ત્યાગ) ૯. પ્રેષ્ટત્યાગ-પ્રતિમા (બીજાંની પાસે આરંભ ન કરાવો) ૧૦. ઉદ્દિદ્ઘત્યાગ-પ્રતિમા (શ્રાવકના નિમિત્તે બનાવેલા ભોજનનો ત્યાગ) ૧૧. શ્રમણભૂત-પ્રતિમા (સાધુની રીતે રહેવું) ‘પ્રતિમા’નો અર્થ થાય છે વિશિષ્ટ કોટિનું ધર્મઆરાધના. દરેક પ્રતિમા ધારણ ક૨વાનો નિશ્ચિત સમય હોય છે. જેમ કે પ્રથમ પ્રતિમાનો એક મહિનો, બીજી Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૨ ૧૧૫ પ્રતિમાના બે મહિના, ત્રીજીના ત્રણ મહિના...અગિયારમીના ૧૧ મહિના. પૂર્વપૂર્વની પ્રતિમાની આરાધના ઉત્તરોત્તર પ્રતિમાઓની આરાધનાની સાથે કરવાની હોય છે. જેમ કે બીજી પ્રતિમાની આરાધના કરતી વખતે પહેલી પ્રતિમાની આરાધના પણ ચાલુ રાખવાની હોય છે. આજે તો મારે પહેલી પ્રતિમા ‘દર્શન-પ્રતિમા’ના વિષયમાં સમજાવવું છે. આ પ્રતિમાની આરાધનાથી સમ્યક્ દર્શન ગુણ દૃઢ થાય છે, પુષ્ટ થાય છે. બાકીની ૧૦ પ્રતિમાઓની આરાધનાથી સમ્યગ્ ચારિત્ર ગુણ પુષ્ટ થાય છે. દર્શન-પ્રતિમા : દર્શન-પ્રતિમાની આરાધનામાં પ્રમુખ ચાર વાતો હોય છે ઃ ૧. પહેલી વાત છે ઃ આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ - આ પાંચ ગુણોની આરાધના. આ પાંચ ગુણોની બાબતમાં તમને સંક્ષેપમાં બતાવી દીધું છે. ૨. બીજી વાત છે ઃ મિથ્યા અભિનિવેશનો ત્યાગ. કોઈ પણ પ્રકારનો દુરાગ્રહ ન રાખવો. જે મિથ્યા છે, અસત્ છે, એવી માન્યતાઓનો ત્યાગ થવો જોઈએ. ૩. ત્રીજી વાત છે : પાંચ અતિચાર (દોષ)નો ત્યાગ કરવાનો છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાવૃષ્ટિ-પ્રશંસા અને મિથ્યાવૃષ્ટિ સંસ્તવ - આ પાંચ અતિચારો છે. આ પાંચ અતિચારોના સ્વરૂપ સંક્ષેપમાં તમને સમજાવું છું. પહેલો અતિચાર છે શંકા : આ દોષ સમ્યગ્ દર્શન ગુણને દોષ લગાડે છે. શ્રદ્ધાને નિર્બળ કરે છે. સર્વશ, વીતરાગ ભગવંતે જેવો સરળ માર્ગ બતાવ્યો છે તેવાં ગહન-ગંભીર નવ તત્ત્વો પણ બતાવ્યાં છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આદિ અરૂપી દ્રવ્યોનું પણ અસ્તિત્વ પ્રતિપાદિત કર્યું છે. મતિમંદ મનુષ્ય આ નવ તત્ત્વોને સારી રીતે નથી સમજી શકતો ત્યારે તેના મનમાં શંકા ઉત્પન્ન થાય છે કે ‘શુ આવાં ધર્માસ્તિકાયાદિ અરૂપી પદાર્થો હોતા હશે ?’ શંકાના બે પ્રકારો હોય છે - આંશિક શંકા અને સર્વશંકા, જેમ કે ‘જીવ તત્ત્વ તો છે, પરંતુ જીવ શરીરવ્યાપી છે યા શરીરના એક ભાગમાં જ જીવ હોય છે ? જીવાત્મા સપ્રદેશી છે કે અપ્રદેશી ?” આ છે આંશિક શંકા. જીવનું અસ્તિત્વ માની લીધું પરંતુ એના સ્વરૂપમાં શંકા કરી એને આંશિક શંકા કહે છે. સર્વશંકા આ પ્રકારની હોય છે : ‘શું ધર્મતત્ત્વ છે કે નથી ?' ધર્મતત્ત્વના અસ્તિત્વમાં જ શંકા ! સર્વાંશમાં શંકા ! આ બંને પ્રકારની શંકા સમ્યગ્ દર્શન ગુણને દૂષિત કરે છે. એટલા માટે જ્ઞાની પુરુષોએ શંકા ન કરવાનો ઉપદેશ આપ્યો છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રાવક જીવન : ભાગ ૪ કેટલાક પદાર્થો એવા હોય છે કે જેમની સિદ્ધિ તર્કથી નથી થઈ શકતી. માત્ર આગમ-પ્રમાણથી માનવા પડે. આવા પદાર્થોમાં ય શંકા ન કરવી. કારણ કે શાસ્ત્રરચના કરનારા નિઃસ્વાર્થી જ્ઞાની પુરુષ હતા. એમને અસત્યનો આશ્રય લેવાનું કોઈ પ્રયોજન ન હતું. શાસ્ત્રોની વાતોમાં શંકા હોવાનાં પાંચ કારણો હોય છે ? ૧. એવા વિશિષ્ટ કોટિના જ્ઞાની આચાર્ય આજ નથી. ૨. શેય પદાર્થોની ગંભીરતા-ગહનતા છે. ૩. જીવોના જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી. ૪. હેતુ અને ઉદાહરણનો જ્યાં અભાવ હોય છે અને ૫. બુદ્ધિ મંદ હોય છે. શાસ્ત્રોની સર્વ વાતો સમજમાં નથી પણ આવતી. આપણી બુદ્ધિ મર્યાદિત હોય છે. બુદ્ધિની મર્યાદા હોય છે. શાસ્ત્રોની વાતો અનંત-અપાર હોય છે. એવું અભિમાન કદી ન કરવું જોઈએ કે હું સર્વ શાસ્ત્રોનાં ધર્મગ્રંથોની વાતો સમજી શકું છું.” શાણો માણસ આવું અભિમાન કદી ય ન કરે. એ સર્વજ્ઞશાસનને કદી જૂઠું નહીં કહે. સર્વજ્ઞશાસનનો અપલાપ નહીં કરે. એ એટલું તો સમજે છે કે પરાનુગ્રહપરાયણ રાગદ્વેષ વિજેતા યુગ શ્રેષ્ઠ એવા જિનેશ્વર કદી અસત્ય પ્રતિપાદિત ન કરી શકે. એક વાત નિશ્ચિત છે કે જિનભાષિત એક પણ તત્ત્વ પ્રત્યે અરુચિ થવાથી આત્માને મિથ્યાત્વ સ્પર્શી જાય જ છે....જિનભાષિત એક પણ પદાર્થમાં શંકા પડવાથી જિનેશ્વરમાં, અરિહંતમાં, તીર્થંકરમાં અવિશ્વાસ વ્યક્ત થઈ જ જાય છે. એ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ જીવને સંસારમાં રખડાવે છે. એટલા માટે જિનભાષિત પદાર્થ જ પ્રમાણભૂત છે.” એવી શ્રદ્ધા ટકાવી રાખવાની છે. તમારી બુદ્ધિની મંદતાનો, દુર્બળતાનો સ્વીકાર કરવો જ પડશે. બીજો અતિચાર છે કાંક્ષા : કાંક્ષા એટલે અભિલાષા. જ્યારે મનુષ્ય બીજા ધર્મોનું અધ્યયન કરે છે, બીજા ધર્મોની વાતો સાંભળે છે, ત્યારે તે વિચારે છેઃ “આ વૈદિક બૌદ્ધ...વગેરે ધર્મોમાં વિષયસુખોનું સેવન કરતાં કરતાં ય સ્વર્ગસુખ પામવાની વાતો જણાવી છે.... મદ્યપાન, માંસભક્ષણ વગેરે કરવામાં દોષ બતાવ્યો નથી. તો એ ધર્મોની સાધના કરવી જોઈએ. જે ધમમાં વધારે તપ, ત્યાગ કરવામાં નથી હોતાં, પાપોનો ત્યાગ કરવાની વાતો નથી કરવામાં આવી એવા ધર્મનું પાલન કરવાની ઈચ્છા થાય છે. તો “કાંક્ષા’ નામનો અતિચાર લાગે છે. સમ્યક્તને દૂષિત કરી નાખે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૨ ૧૧૭ આ રીતે કોઈ એક ધર્મનું આકર્ષણ પેદા થાય તો પણ “કાંક્ષા દોષ લાગે છે. જેમ કે બુદ્ધ ભગવાને ભિક્ષુઓ માટે સરળ અને સુખદાયી ધર્મ બતાવ્યો છે. “મૃદુ શધ્યામાં શયન કરવું. સવારે ઊઠતાં જ પેય લેવું, મધ્યાહન ભોજન લેવું, અપરાહનમાં પેય લેવું અને મધ્યરાત્રિએ દ્રાક્ષ. સાકર લેવાં! આ રીતે કષ્ટ પામ્યા સિવાય મોક્ષ પામવાનો!” આ ધર્મ પસંદ આવ્યો તો ‘કાંક્ષા’ નામનો દોષ અતિચાર લાગી જાય છે. જિનભાષિત વચનોમાં અવિશ્વાસ થઈ જાય છે. જિનભાષિત મોક્ષમાર્ગ કઠોર છે, કષ્ટમય છે, જ્યારે બૌદ્ધ ધર્મ સરળ અને સુખમય છે...સારો છે. આવો વિચાર સમ્યક્તને દૂષિત કરી દે છે. એટલા માટે બીજા ધર્મોનું શ્રવણ-અધ્યયન સાવધાનીથી કરવું. ગુણદોષોનું પર્યાપ્ત પર્યાલોચન કરવાની ક્ષમતા હોય તો જ કરવું. ત્રીજો અતિચાર છે વિચિકિત્સા : ધર્મઆરાધનાના ફળના વિષયમાં સંદેહ થવો એ વિચિકિત્સા છે. ‘હું કઠોર દુષ્કર તપશ્ચર્યા કરું છું પરંતુ પરલોકમાં એનું ફળ મળશે? શું મને સ્વર્ગનાં સુખ મળશે કે નહીં? મેં જ્ઞાની પુરુષો પાસેથી સાંભળ્યું તો છે પરંતુ આ વાત સાચી હશે? પહેલાંના યુગમાં મનુષ્યોનાં ધૃતિબલ, સંઘયણબળ વગેરે ઉચ્ચ કોટિના હતાં એટલા માટે તો તપશ્ચય આદિ ધર્મસાધનાનું ફળ મળતું હતું. આપણાં ધૃતિબલ, સંઘયણબળ નિર્બળ છે, નિમ્નકોટિનાં છે, તો પછી આપણને સાધનાનું ફળ કેવી રીતે મળશે?” આ છે વિચિકિત્સા, એનાથી સમ્યકત્વ દૂષિત થાય છે. વિચિકિત્સાનો બીજો અર્થ પણ શાસ્ત્રમાં બતાવ્યો છે. વિચિકિત્સા એટલે નિંદા, સદાચારોની નિંદા, સાધુઓની નિંદા, જેમ કે “આ સાધુ સ્નાન નથી કરતા એટલે એમનું શરીર કેટલું મલિન અને દુર્ગંધમય છે? તેઓ સ્નાન શા માટે નથી કરતા? પ્રાસુક-અચિત જળથી સ્નાન કરે તો શું દોષ લાગે ? સ્વચ્છ તો રહેવું જ જોઈએ ને? આ વિચિકિત્સા છે. ચોથો અતિચાર છે અન્ય ધર્મોની પ્રશંસા બીજા ધર્મોના આચાર્યોને રાજ્યસન્માન મળતું જોઈને એમના પ્રત્યે આકર્ષિત થઈને વિચારીએ કે : “અહો, આ બૌદ્ધ આચાર્ય...આ વૈદિક આચાર્ય કેવા રાજ્યપૂજય છે! કેવા સવજનમાન્ય છે?' આ પ્રકારની પ્રશંસા કરતા રહીએ તો સમકિત દ્રષ્ટિ જીવ પોતાના સમ્યત્વને દૂષિત કરે છે. જો તમે સમકિત દ્રષ્ટિ છો, તો તમારે સ્થિર ચિત્તે વિચારવું પડશે. બીજા ધર્મોનો બાહ્યાડંબર જોઈને પ્રભાવિત થવાનું નથી. નહીંતર તમારું સમ્યક્ત સંકટમાં પડી જશે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પાંચમો અતિચાર છે અન્ય ધર્મોની સેવા : જો તમે બીજા ધર્મીઓ (અન્ય ધર્મોના) સાથે રહેતા હો, તેમની સાથે વાર્તાલાપ કરતા હો, ધર્મતત્ત્વોની ચર્ચા કરતા હો...અને તમારી બુદ્ધિ મંદ હોય, દુર્બળ હોય તો તમારી જિનોક્ત તત્ત્વોની શ્રદ્ધા હાલી જઈ શકે છે. પહેલી ‘દર્શન-પ્રતિમા' ધારણ કરનારાઓએ આ અતિચારોથી બચવાનું છે. શ્રાવક જીવન : ભાગ ૪ ‘દર્શન-પ્રતિમા’ ધારણ કરનારાઓએ ચોથી વાતનું જે પાલન કરવાનું હોય છે તે છે સમ્યગ્ દર્શનના વિશિષ્ટ આચારોનું પાલન અને રાજાભિયોગ વગેરે ૬ અભિયોગનો ત્યાગ કરવો તે છે. છ અભિયોગ : અભિયોગ એટલે ઇચ્છા ન હોવા છતાં ય જે કરવું પડે તે, અને તે કરવાથી સમ્યક્ત્વનો ભંગ ન થાય; તે ૬ અભિયોગ છે. ૧. પહેલો છે રાજઅભિયોગ. કોઈ વાર રાજાની આજ્ઞાથી, જિનમતથી વિપરીત પ્રવૃત્તિ કરવી પડે તો કરે. ૨. બીજો છે ગણાભિયોગ. કોઈ વાર સ્વજન-પરિજનોના આગ્રહથી જિનમતની વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી પડે તો કરે. ૩. ત્રીજો છે બલાભિયોગ. કોઈ વાર કોઈક બળવાન મનુષ્યના ભયથી ન કરવા જેવી પ્રવૃત્તિ કરવી પડે તો કરે. ૪. ચોથો છે દેવાભિયોગ. કોઈ વાર કોઈ મિથ્યાવૃષ્ટિ દેવ-દાનવના ભયથી ન કરવા જેવી પ્રવૃત્તિ કરવી પડે તો કરે. ૫. પાંચમો છે કાન્તારવૃત્તિ. કોઈ વાર જંગલમાં રખડી પડ્યા, પ્રાણરક્ષા કરવી મુશ્કેલ બની જાય, ત્યારે પ્રાણરક્ષાના હેતુથી અયોગ્ય પ્રવૃત્તિ કરવી પડે તો કરે. ૬. છઠ્ઠો છે ગુરુ આદિનો નિગ્રહ, વિશેષ પરિસ્થિતિમાં ગુરુ આદિ ઉપકારી વર્ગના નિગ્રહથી, જિનમત વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી પડે તો કરે. આ છ પ્રકારના અપવાદો છે. જે સમકિતી જીવો છે તેમને માટે આ છ અપવાદો છે. આમાંથી એક પણ કારણ ઉપસ્થિત થતાં જે કોઈ વંદનાદિ કરવાં પડે તે ભક્તિભાવથી ન કરવાં...ભક્તિભાવ રહિત...માત્ર દ્રવ્યક્રિયાથી જ કરવાં. પરંતુ ‘દર્શન-પ્રતિમા’ ધારણ કરનાર સત્ત્વશીલ પુરુષ આ કારણો ઉપસ્થિત થતાં ય અપવાદમાર્ગનું આલંબન નથી લેતો. જે કોઈ આપત્તિ આવે, તેને સહન કરવામાં તે સમર્થ હોય છે. નિર્ભય હોય છે. આજે બસ, આટલું જ. Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૩ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મીબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના વિષયમાં વિશદ માર્ગદર્શન આપ્યું છે. તેમણે એક એક વાત એટલી ઉપયોગી અને હિતકારી બતાવી છે કે જો મનુષ્ય એ રીતે જીવન બનાવે તો તેની ભવ્ય ઉન્નતિ થઈ જાય. આનંદ અને પ્રસન્નતાથી જીવન ભરાઈ જાય. આપણી વાત ચાલે છે ગુણવૃદ્ધિની ! શ્રાવક ગુણવૃદ્ધિ કરતો રહે, તેનું લક્ષ્ય બનવું જોઈએ ગુણવૃદ્ધિ કરવાનું. એક રહસ્યપૂર્ણ વાત સમજવી કે જેમ જેમ જીવાત્મા ગુણવૃદ્ધિ કરતો જશે, તેમ તેમ તે પરમ આત્મશુદ્ધિની દિશામાં આગળ વધતો જશે. પરમ આત્મશુદ્ધિનો અર્થ છે અનંત ગુણોનું પ્રગટીકરણ. દોષ નષ્ટ થઈ જાય છે અને ગુણોની વૃદ્ધિ થતી જાય છે. ક્રમશઃ સર્વ દોષોનો ક્ષય થઈ જાય છે અને અનંત ગુણ પ્રગટ થઈ જાય છે. આ જ તો મોક્ષ છે ! મુક્તિ છે ! ગ્રંથકાર આચાર્યદેવે ‘ગુણવૃદ્ધિ' કરવાનું કર્તવ્ય જણાવ્યું છે. એમાં સર્વ ગુણોના આધારભૂત ‘સમ્યગ્દર્શન'નો ગુણ બતાવ્યો છે. એ ગુણને પુષ્ટ કરવાની, દૃઢ કરવાની પ્રેરણા આપી છે. પુષ્ટીકરણના ઉપાયો પણ બતાવ્યા છે. ‘દર્શન-પ્રતિમા’ની આરાધનાને શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો છે. કાલે મેં તમને ‘દર્શન-પ્રતિમા’ વિષે જણાવ્યું હતું; આજે હું પાંચ લોકોત્તર ગુણ બતાવવા ઇચ્છું છું. આ ગુણોથી મનુષ્યનું જીવન ઉન્નત તો બને જ છે, દુનિયા માટે પણ આદર્શભૂત બને છે. કેટલાક મહાનુભાવોમાં આ ગુણ સહજ રૂપે દેખાય છે, એ પૂર્વજન્મની આરાધનાનું ફળ હોય છે. લોકોત્તર પાંચ ગુણ : આ જ ગ્રંથકાર આચાર્યદેવ ‘લલિતવિસ્તરા' અને ષોડશક' માં સમ્યક્ત્વને પુષ્ટ કરનારા પાંચ ગુણ બતાવ્યા છે ઃ ૧. ઔદાર્ય, ૨. દાક્ષિણ્ય, ૩. પાપજુગુપ્સા, ૪. નિર્મળ બોધ અને ૫. જનપ્રિયતા. જે રીતે મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમથી ‘સમ્યગ્દર્શન’ ગુણ પ્રગટ થાય છે, એ રીતે કષાયમોહનીય કર્મના ક્ષયોપશમથી ઔદાર્ય આદિ ગુણો પ્રગટ થાય છે. જેમ જેમ ક્ષયોપશમની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ ઔદાર્યાદિ ગુણોનો અમૃતાસ્વાદ વધતો જાય છે. અને અમૃત-ગુણોનું અમૃત વિષયાભિલાષાના ઝેરને મારી નાખે છે. વિષયોની અભિલાષા ઝેર છે. શું તમે માનો છો ? તો પછી ઝેરની અભિલાષા Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રાવક જીવન : ભાગ ૪ ન કરવી જોઈએ ને ? અભિલાષા કરતા રહો છો ! જ્યારે પણ ઝેર લાગે અને ઝેરને ઉતારવાની ઇચ્છા જાગ્રત થાય ત્યારે ગુણોનું અમૃતપાન કરવાની શરૂઆત કરજો. ઔદાર્ય - ઉદારતા ઔદાર્ય લોકોત્તર ગુણ છે. જ્યારે કૃપણતા અને ક્ષુદ્રતાના દોષ દૂર થાય છે ત્યારે આ ગુણ આત્મામાં પ્રગટ થાય છે. દાનાન્તરાયકર્મનો ક્ષયોપશમ પણ અપેક્ષિત હોય છે. દાનાન્તરાયકર્મનો ક્ષયોપશમ થતાં ઉદારતા-ગુણ પ્રગટ થાય છે. સમકિત દૃષ્ટિ મનુષ્ય જે ઉદાર હોય તો તે શાસનની ઉન્નતિનાં અનેક શુભ કાર્યો કરી શકે છે. બુદ્ધિપૂર્વક દાન આપે છે. જ્યાં જે ક્ષેત્રમાં દાન આપવું ઉચિત હોય ત્યાં જ દાન આપે છે. – જ્યાં જિનમંદિર બનાવવું યોગ્ય હશે ત્યાં જિનમંદિર બનાવશે. જ્યાં ઉપાશ્રય, ધર્મશાળાની જરૂર હશે ત્યાં તે ઉપાશ્રય અને ધર્મશાળા બનાવશે. GMA જ્યાં જ્ઞાનભંડારની આવશ્યકતા હશે ત્યાં જ્ઞાનભંડાર બનાવશે. જ્યાં સાધુ-સાધ્વીના વૈયાવચ્ચની જરૂર હશે ત્યાં વૈયાવચ્ચ કરશે. ઔષધઉપચારમાં પોતાના પૈસા ખરચશે. જ્યાં શ્રાવક-શ્રાવિકાને રિદ્રતામાંથી બહાર કાઢવાં જરૂરી હશે, ત્યાં શ્રાવકશ્રાવિકાનો ઉદ્ધાર કરશે. આ બધું મનુષ્યના વિવેક પર નિર્ભર છે. આજકાલ..... કેટલાંક વર્ષોથી આ વિવેક દેખાતો નથી. જેમ કે આપણા સંઘોમાં જ્યાં દેવદ્રવ્યની આવશ્યકતા નથી હોતી ત્યાં તમે લોકો દેવદ્રવ્યમાં લાખો રૂપિયા આપો છો, જ્યારે સાધારણ ખાતામાં જરૂરી રકમ પણ નથી આપતા. એનું પિરણામ એ આવ્યું કે કેટલાંક ગામોમાં સ્વપ્નદ્રવ્યની બોલીના રૂપિયા સાધારણ ખાતામાં લઈ જવાય છે. કેટલાંક ગામોમાં ૫૦ ટકા સાધારણ ખાતામાં લઈ જવાય છે. તો કેટલાંક ગામોમાં વળી ૨૫ ટકા લઈ જવાય છે. વાસ્તવમાં રૂપિયા આપનાર તો તમે લોકો જ છો. સાધારણ ખાતામાં જેટલા રૂપિયા જોઈએ તેટલા તેમાં કરાવી દો તો દેવદ્રવ્યને સાધારણમાં લઈ જવાનું પાપદોષ નહીં લાગે. જ્યાં જ્ઞાનદ્રવ્યની આવશ્યકતા હોય ત્યાં વિવેકી માણસ પહેલાં શાનદ્રવ્યમાં દાન આપશે. જ્યાં સાધુ-સાધ્વીની વૈયાવચ્ચમાં રૂપિયાની જરૂર હોય ત્યાં વૈયાવચ્ચમાં આપવા જોઈએ. કેટલાંક ગામોમાં સાધુ-સાધ્વીઓના વૈયાવચ્ચ માટે પૈસા નથી Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૩ ૧૨૧ હોતા, તો દેવદ્રવ્યમાંથી પૈસા ઉપાડીને સાધુ-સાધ્વીની સેવા કરવામાં આવે છે ! દાનવીર લોકો જો વિવેકી બની જાય તો આ દોષ દૂર થઈ શકે છે. દાનચિ જીવોએ સંઘની પેઢીમાં પૂછવું જોઈએ કે કયા કયા ક્ષેત્રમાં ખોટ છે. જેમાં ખોટ હોય તેમાં દાન આપવું જોઈએ, પછી બોલીઓ બોલવી જોઈએ. સંઘોની પાસે સૌથી વધારે પૈસા દેવદ્રવ્યના હોય છે. ટ્રસ્ટીઓ બેંકમાં પૈસા રાખે છે. બેંક કેવા કેવા લોકોને લોન આપે છે ? એમાંથી કેવા કેવા ધંધા થાય છે, એ તમે લોકો નથી જાણતા ? છતાંય કોઈ ગંભીરતાથી વિચારતું જ નથી. દેવદ્રવ્યની વૃદ્ધિ થતી જાય છે. બીજાં ખાતાં ખોટમાં ચાલે છે. તેમાં દેવદ્રવ્યનો જ ઉપયોગ થાય છે, દોષ લાગે છે. ઉપદેશક મુનિવરોએ પણ એવો ઉપદેશ આપવો જોઈએ કે જે જે ખાતાઓમાં ખોટ હોય તે ખાતાઓને પહેલાં ભરપૂર કરવાં જોઈએ. ફરીથી ખોટ ન આવવી જોઈએ. ઉદાર માણસોને સાચું માર્ગદર્શન મળવું જોઈએ. આ શાસ્ત્રીય માર્ગદર્શન છે કે પહેલાં ખાધમાં ચાલનારાં ખાતાં સમૃદ્ધ કરવાં જોઈએ. પછી બાકીનાં ખાતાઓમાં દાન આપવું જોઈએ. જે જે દાનવીર મહાનુભાવોએ જ્ઞાની-દીર્ઘદર્શી આચાર્ય મુનિવરોનું માર્ગદર્શન લીધું હતું, તેમણે ઉચિત ક્ષેત્રમાં જ દાનનો પ્રવાહ વહાવ્યો હતો. ગુજરાતના રાજા કુમારપાળે આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીનું માર્ગદર્શન લઈને દરેક શુભ ક્ષેત્રમાં દાનનો પ્રવાહ વહાવ્યો હતો. કોઈ ક્ષેત્ર....દરિદ્ર રહ્યું ન હતું. - આમરાજાએ આચાર્યશ્રી બપ્પભટ્ટીસૂરીશ્વરજીનું માર્ગદર્શન લઈને ઉચિત ક્ષેત્રમાં દાન આપ્યું હતું, અને જિનશાસનની અપૂર્વ સેવા કરી હતી. મહામંત્રી વિમલશાહ, મહામંત્રી વસ્તુપાલ-તેજપાલ, ભામાશાહ, જગડુશાહ...વગેરે શ્રેષ્ઠિઓએ પણ જ્ઞાની, દીર્ઘદૃષ્ટા આચાર્યોનું માર્ગદર્શન લઈને યોગ્ય ક્ષેત્રોમાં પર્યાપ્ત માત્રામાં દાન આપ્યું હતું. ઉદારતા મોટો ગુણ છે. એ ઉદારતા યોગ્ય ક્ષેત્રમાં વહેવી જોઈએ. એટલા માટે સર્વ ગુણોની સાથે વિવેક ગુણ તો હોવો જ જોઈએ. વિવેક વગર કોઈ પણ ગુણ શોભા આપતો નથી. વર્તમાન કાળમાં શ્રીમંત લોકોમાં ઉદારતાનો ગુણ વધુ પ્રમાણમાં જોવા મળે છે; પરંતુ જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી હું એ શ્રીમંતોમાં વિવેક જોતો નથી. મોટા ભાગના દાનવીર લોકો પ્રસિદ્ધિ ઝંખે છે. પ્રશંસા ઇચ્છે છે... જ્યાં પ્રસિદ્ધિ અને પ્રશંસા મળનારા હોય ત્યાં તેઓ લાખો, કરોડોનું દાન આપે છે. જ્યાં દાનની જરૂર નથી ત્યાં...દાન આપે છે ! Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉદારતા-ગુણ વ્યાપક જોઈએ ઃ બીજી વાત પણ વિવેકની જ છે. સંઘ-સમાજમાં હજારો, લાખો રૂપિયાનું દાન દેનારાઓ પોતાના ઘરમાં કૃપણ બની જાય છે. સ્નેહી-સ્વજનો, નોકર-ચાકરની સાથે તેઓ જ્યારે કૃપણતાપૂર્ણ, ક્ષુદ્રતાપૂર્ણ વ્યવહાર કરે છે ત્યારે તેમનું દાન પ્રશંસાપાત્ર નથી બનતું. દાનથી એમની શોભા વધતી નથી. એટલા માટે મનુષ્યે સૌ પ્રથમ પોતાના ઘરમાં ઉદાર બનવું જોઈએ. શ્રાવક જીવન : ભાગ ૪ એક મહાનુભાવે સંઘમાં સ્વામિવાત્સલ્ય કર્યું હતું. રૂપિયા પચાસ હજારનું ખર્ચ કર્યું હતું. ઉદારતાથી સંઘને ભોજન આપ્યું હતું. બીજે દિવસે ઘરમાંથી એની પત્નીએ નોકરને પચાસ રૂપિયા આપ્યા તો તરત જ પતિએ પત્નીને પૂછ્યું : ‘નોકરને પચાસ રૂપિયા કેમ આપ્યા ?’ પત્નીએ કહ્યું : ‘તેની પત્ની બીમાર હતી, દવા માટે પૈસા આપ્યા છે.’ “એને પૈસા ન આપવા જોઈએ આ રીતે....બીમારીનું બહાનું કાઢીને આ લોકો પૈસા લઈ જાય છે...તું સરળ છે એટલે તેમની વાતો નથી સમજતી..' મોટું ભાષણ સંભળાવી દીધું. પત્ની વિવેકી હતી. દશ વર્ષથી એ નોકરને જાણતી હતી. મદદ કરવી જરૂરી હતી. એ યોગ્ય દાન હતું, પરંતુ પતિ ઉચિત વાત સમજતો ન હતો, એટલા માટે તે ઘરમાં અપ્રિય બની ગયો હતો. આ રીતે પત્ની, પુત્ર, પુત્રી, માતાપિતા વગેરેની સાથે પણ ઉદારતાપૂર્ણ વ્યવહાર ક૨વો જોઈએ. ભદ્રામાતા શાલિભદ્રની હવેલીમાં શા માટે પ્રિય હતી ? શાલિભદ્રની ૩૨ પત્નીઓ માટે ભદ્રામાતાએ ૧૬ લાખ મુદ્રાઓ આપીને ૧૬ રત્નકંબલો લીધી હતી ને ? પોતાને માટે એક પણ ન રાખતાં ૩૨ પુત્રવધૂઓને આપી દીધી હતી ને ? આવી ઉદારતા જોઈએ. પોતાની શક્તિ અનુસાર ઉદાર બનવું જોઈએ. દાક્ષિણ્ય : બીજો ગુણ બતાવ્યો છે દાક્ષિણ્યનો. દાક્ષિણ્ય એટલે બીજાંની સેવા કરવાનો, બીજાંનાં કાર્યો કરવાનો ઉત્સાહ. આ ઉત્સાહ સદૈવ ટકેલો હોવો જોઈએ. અખંડ હોવો જોઈએ, જેથી બીજાંનાં કાર્ય આવી પડતાં તમે અવિલંબ તેનું કામ કરી શકો. નિઃસ્વાર્થ ભાવનાથી કરશો. જે માણસમાં આ દાક્ષિણ્ય નથી હોતું, જે બે-શર્મ હોય છે. તે બીજાનાં કામ નહીં કરે. વિચારશે કે ‘શું આપણે બેકાર બેઠા છીએ ? આપણે કેટલા લોકોનાં કામ કરતા ફરીશું ? આપણે તો સાફ મના કરી દઈશું.' હા, કોઈ સ્વાર્થ દેખાશે તો તે અડધી રાતે પણ કામ કરવા ઊપડશે. પરોપકારનો દેખાવ ક૨શે. બીજાંને આભારવશ કરી દેશે. પાછળથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી દેશે. Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૩ ૧૨૩ દાક્ષિણ્ય ગુણવાળો મનુષ્ય પોતાનો સ્વાર્થ જોશે જ નહીં; પરોપકારની, સેવાની ભાવનાથી જ માત્ર બીજાંનાં કામ કરશે. આવા દાક્ષિણ્ય ગુણવાળા માણસો દુનિયામાં મહાન થઈ ગયા. સર્વજનપ્રિય બની ગયા. કદી પરોપકાર કરવા મન માનતું ન હોય તો મનને સમજાવીને પણ પરોપકારનું કાર્ય કરતા રહેવું જોઈએ. આ રીતે પરોપકાર કરતા રહેવાથી રસ જાગ્રત થશે. પછી પરોપકારની પ્રવૃત્તિ સ્વાભાવિક બની જશે. આ ગુણને સિદ્ધ કરવા માટે તમારે ગંભીર બનવું પડશે. ધીર અને સ્થિર બનવું પડશે. બીજા લોકોના ગુણદોષ સાંભળવા છતાં - જાણવા છતાં પણ બોલવાનું નથી, ગુણોની ઉપબૃહણા કરવી એ છે ગંભીરતા. જેનો દોષ તમે જાણતા હો તેનું જ કામ કરવાનો પ્રસંગ આવે એ સમયે ‘આ વ્યક્તિ લાયક નથી. યોગ્ય નથી. એટલા માટે હું એનું કામ નહીં કરું’ એવો વિચાર ગંભીર માણસ નહીં કરે. ગંભીરતા નહીં હોય તો તેનું કામ નહીં કરે. ગંભીર મનુષ્ય દરેક ગંભીર વાતનો ઊંડાણથી વિચાર કરશે. બીજા લોકોની રહસ્યપૂર્ણ વાત, મોટો દોષ જાણવા છતાં પણ તે જાહેર નહીં કરે. દાક્ષિણ્ય ગુણને ટકાવવા માટે બીજો ગુણ છે ધીરતા. આપત્તિ આવતાં, પ્રતિકૂળતા આવતાં, કંઈ પણ અપ્રિય બની જતાં ચંચળ ન બનવું, વ્યાકુળ ન બનવું, પરંતુ સમતાથી સહન કરી લેવું ધીરતા છે. અધીર બનવું નહીં. અધીર, ચંચળ શા માટે થવું ? જે થવાનું હતું તે થઈ ગયું. થવાનું હોય છે તે થઈને રહે છે, કોઈ એને મિથ્યા કરી શકતું નથી. એટલા માટે શાન્તિ રાખવી. એમાં ય જે આપણા ઉપકારી લોકો હોય છે, ગુણવાન પુરુષો હોય છે, તેમની તરફથી કદી કોઈ અપ્રિય બને, પ્રતિકૂળ બને તે સમયે તેમના પ્રત્યે રોષ ન કરવો. ધીરજ ધરવાની હોય છે. ત્યારે જ તેમના તરફનો દાક્ષિણ્યભાવ અખંડ રહેશે. નહીંતર દાક્ષિણ્યનો ભાવ નષ્ટ થઈ જશે. દાક્ષિણ્ય ગુણને દૃઢ કરવા માટે ત્રીજો ગુણ છે સ્થિરતા. ગાંભીર્ય અને ધૈર્યની સાથે સાથે સ્વૈર્ય ગુણ પણ જરૂરી છે. આપણા કર્તવ્ય ઉપર સ્થિર રહેવાનું છે. આપણા ગુણોની સ્થિરતા રાખવાની છે. આપણી સત્પ્રવૃત્તિઓમાં ય સ્થિર રહેવાનું છે. જે કાર્ય આપણે પ્રારંભ્યું; આપણા મનને એમાં જોડી દેવું - મનનો ઉપયોગ એમાં જ રાખવાનો છે. આપણે માથે જે જવાબદારી હોય, આપણું સ્થાન-‘સ્ટેટસ’ જે હોય, એને અનુરૂપ વ્યવહા૨ ક૨વો, મર્યાદાનું પાલન કરવું, અને કર્તવ્યો નભાવવાં. બનવાજોગ છે કે આપણી ઇચ્છાથી વિરુદ્ધ બાબત બની ગઈ, તે સમયે તમે Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રાવક જીવન : ભાગ ૪ તમારું સ્વીકૃત કાર્ય ત્યજશો નહીં, કર્તવ્યને છોડી નહીં દો. તમારે કર્તવ્યપાલનમાં અડગ રહેવાનું છે. જેને જે કહેવું હોય તે કહેજે કરવું હોય તે કરે.તમે સ્થિતપ્રજ્ઞ બનીને પોતાના કર્તવ્યોમાં વળગી રહો. આ સ્થિરતા ગુણ છે. તમે સ્થિર ચિત્તવાળા બનો. જે વ્યક્તિની સાથે તમે વાત કરતા હો, તેમાં તમારા મનને સ્થિર કરો. સ્થિરતાથી સાંભળો, વિચારો, સ્થિરતાથી બોલો, સ્થિરતાથી વ્યવહાર કરો. સ્થિરતા નહીં હોય તો શું થશે, તે જાણો છો? કોઈ પરોપકારનું કાર્ય કરતા હશો, અને અચાનક, તમારું વ્યક્તિગત કાર્ય યાદ આવી ગયું તો તમારું મન ચંચળ થઈ જશે. તમે પેલું પરોપકારનું કાર્ય છોડી દેશો, અને પોતાનું કાર્ય કરવા ચાલ્યા જશો. દાક્ષિણ્ય ગુણ ખંડિત થઈ જશે. - દાક્ષિણ્ય ગુણ જીવનમાં અતિ આવશ્યક છે, કારણ કે દાક્ષિણ્યનો સંબંધ સમ્યગ્રદર્શનની સાથે છે. દાક્ષિણ્યને વૃઢ કરવા માટે ત્રણ ગુણ જરૂરી છે ગાંભીર્ય, શૈર્ય અને ચૈય. પાપ-જુગુપ્સા ? પાંચ લોકોત્તર ગુણોમાં ત્રીજો ગુણ છેઃ પાપ-જુગુપ્સા! સમ્યગ્રદર્શનના પાયામાં આ ગુણ આવશ્યક માનવામાં આવ્યો છે, સમ્યગ્દર્શન તત્ત્વરુચિરૂપ છે, ધર્મરુચિરૂપ છે, આ તત્પરુચિ અને ધર્મરુચિ, આત્મામાંથી પાપરુચિ નષ્ટ થશે ત્યારે જ પ્રગટ થશે. પાપરુચિ એટલે પાપો પ્રત્યે પ્રેમ. પાપોનો પ્રેમ ખૂબ જ ગહન હોય છે. પાપ ન કરવા છતાં ય દ્ધયમાં પાપપ્રેમ હોઈ શકે છે, એટલા માટે હૃયમાંથી પાપપ્રેમને દૂર કરવો પડશે. દૂર કરવાનો ઉપાય છે - પાપ-જુગુપ્સા. પાપ-જુગુપ્સા કરવાના કેટલાક ઉપાયો બતાવું છું ૧. સૌથી પહેલાં તો પૂર્વજન્મોમાં યા આ જન્મમાં આપણાથી કોઈ પાપાચરણ, થઈ ગયું હોય, તેનું પ્રાયશ્ચિત્ત કરવું. આપણા પાપી આત્મા પ્રત્યે ધૃણા કરવી. તેનો તિરસ્કાર કરવો. પાપ વાસ્તવમાં ધૃણાસ્પદ છે, અહિતકારી છે, એ આશયથી પાપ-જુગુપ્સા કરવાની છે. ૨. વર્તમાન કાળમાં પાપ-પ્રસંગને પહેલાંથી જાણીને તેનાથી દૂર રહેવાનું ખયાલ આવી જવો જોઈએ કે તત્કાલ આવો પાપ-પ્રસંગ આવવાનો છે, તો દૂર જતા રહો. - કોઈ પાર્ટીમાં ગયા, ત્યાંનું વાતાવરણ જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે હવે અહીં શરાબનું ચક્ર શરૂ થઈ જશે. તમારે બુદ્ધિપૂર્વક ત્યાંથી ખસી જવું Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૩ -- જોઈએ. મિત્રોની સાથે કોઈ હોટલમાં ગયા. ત્યાં તમારી આંખો અને નાક માપી લે કે ‘અહીં અભક્ષ્ય ભોજન મળવાનું છે અને મિત્રો અભક્ષ્ય ભોજન આરોગવાના છે.’ તમારે ગમે તેમ કરીને ત્યાંથી નીકળી જવું જોઈએ. કોઈ મિત્રની સાથે તમે ખોટી જગાએ જઈ ચડ્યા; મિત્રની વાતો અને એ ઘ૨ના વાતાવરણ ઉપરથી તમને ખબર પડી ગઈ કે આ વેશ્યાગૃહ છે,' તો તમારે બુદ્ધિપૂર્વક ત્યાંથી ખસી જવું જોઈએ. ૧૨૫ તમે કોઈ તીર્થયાત્રાએ ગયા, કોઈ ટૂરમાં ગયા. કોઈ હોટલમાં ઊતર્યા, યા ધર્મશાળામાં ઊતર્યાં. ત્યાં કેટલાક મિત્રોએ જુગાર રમવાની શરૂઆત કરી. તમને ખબર પડી ગઈ કે ‘અહીં જુગાર રમાશે અને મને પણ એમાં સામેલ ક૨વા પ્રયાસ થશે. હું ના પાડીશ તો યે મને છોડવામાં નહીં આવે.’તો બુદ્ધિપૂર્વક ત્યાંથી નીકળી જવું જોઈએ. “મારે પાપમાંથી બચવું છે.‘ એ તમારો દૃઢ નિર્ણય હોવો જોઈએ. મનમાંથી પાપોનો પ્રેમ નીકળી જવો જોઈએ. ૩. પાપ-જુગુપ્સાનો ત્રીજો ઉપાય છે - ભવિષ્યકાલીન પાપોની યોજના ન બનાવવી. ‘હું આવાં આવાં પાપો કરીશ.' પાપોનો પ્રેમ હોય છે તો મનુષ્ય પાપાચરણની યોજના નહીં બનાવે, ધર્માચરણની યોજના બનાવશે. પાપાચરણોથી થનારાં કર્મબંધ અને કર્મબંધોના કટું પરિણામોનું ચિંતન કરશો તો પાપોનો ભય લાગશે. પાપો પ્રત્યે ઘૃણા જન્મશે, અને પાપોનો ત્યાગ કરવા તત્પર બનશો. પછી ભવિષ્યમાં પાપોની યોજના નહીં બને. નિર્મળ બોધ : ચોથો લોકોત્તર ગુણ છે - નિર્મળ બોધ. પાપરુચિ નષ્ટ થઈ જતાં હૃદયમાં તત્ત્વરુચિ ઉત્પન્ન થશે. ધર્મરુચિ ઉત્પન્ન થશે. તત્ત્વરુચિ અને ધર્મરુચિ ઉત્પન્ન થતાં તત્ત્વશ્રવણ ક૨વાની ઇચ્છા પેદા થશે. તત્ત્વશ્રવણ ક૨વા માટે તે જ્ઞાની ગુરુઓની શોધ ક૨શે. તેમની પાસે જશે, તેમને વિનંતી ક૨શેઃ ‘ગુરુદેવ, મારે તત્ત્વશ્રવણ કરવું છે. કૃપા કરીને મને એવા ગ્રંથ સંભળાવો કે મારા ક્રોધાદિ કષાયો ઉપશાંત થાય, મારી વૈયિક વાસનાઓ નિર્મૂળ થાય; મારી મિથ્યા કલ્પનાઓ નષ્ટ થાય. મારા દોષ-દુર્ગુણો દૂર થાય અને મારી મોક્ષમાર્ગની યાત્રા નિરંતર ચાલતી રહે.’ જ્યારે ગુરુદેવ તેને જિનવચન સંભળાવે ત્યારે તે એકાગ્રતાથી સાંભળે, ભાવવિભોર થઈને સાંભળે, એક એક અક્ષરને તન્મયતાથી સાંભળતો જાય. જે કંઈ સાંભળે તેને યાદ રાખવાનો પ્રયત્ન કરે. પછી તે ચિંતન-મનન કરે છે. આ રીતે તેને નિર્મળ બોધ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીય જ્ઞાન પામતાં પામતાં તે આત્મજ્ઞાન પ્રાપ્ત Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કરે છે. સંસારમાં રહેતો, ઘર-પરિવારની જવાબદારીઓ નભાવતો સમકિત દૃષ્ટિ મનુષ્ય નિર્મળ બોધ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો રહે છે. અર્થોપાર્જનનો પ્રયત્ન કરતો રહે છે, અને અનેક સાંસારિક વ્યવહારોને નભાવે છે; સાથે સાથે એ નિર્મળ બોધ પણ પામે છે - એક વાત મહત્ત્વપૂર્ણ હોય છે એ વ્યક્તિના જીવનમાં - એ પૈસાની પાછળ દોડતો નથી, પૈસા એનું સાધ્ય નથી હોતું; માત્ર સાધન હોય છે. તેનું લક્ષ્ય હોય છે આત્મગુણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ - એનું અંતિમ ધ્યેય હોય છે આત્માની મુક્તિ; આત્માની પરમ વિશુદ્ધિ. જેમ જેમ નિર્મળ જ્ઞાન પામતો જાય છે તેમ તેમ તેના આંતરબાહ્ય વિચારવ્યવહાર લોકોત્તર બનતા જાય છે. જનપ્રિયત્ન ઃ જ્યારે મનુષ્યનો વ્યવહાર બીજાંની સાથે ઉદારતાપૂર્ણ અને દાક્ષિણ્યસભર બને છે, ત્યારે તે જનપ્રિય બને જ છે. તે લોકોના હૃદયમાં વસી જાય છે. લોકો એની પ્રશંસા કરતા રહે છે. પરિણામસ્વરૂપ લોકો એના આલંબનથી શુદ્ધ ધર્મ પ્રત્યે, ધર્મગુરુઓ પ્રત્યે અને ધર્મસ્થાનો પ્રત્યે આકર્ષિત થાય છે. શુદ્ધ ધર્મની લોકો પ્રશંસા કરે છે. શ્રાવક જીવન : ભાગ ૪ જો મનુષ્ય ઉદાર હશે, પણ હૃદયથી નિષ્ઠુર હશે, સ્વાર્થી અને સ્વચ્છંદી હશે તો તે બીજાંને ધર્મપ્રેમી નહીં બનાવી શકે. લોકોને એના પ્રત્યે પ્રેમ નહીં હોય; લોકો એની પ્રશંસા નહીં કરે. જનપ્રિયતા એક વિશિષ્ટ ગુણ છે. ત્રણ વાતો મનુષ્યના જીવનમાં હોય, તો તે લોકપ્રિય બને જ છે. તેનામાં ઉદારતા હોવી જોઈએ. તે શીલવાન હોવો જોઈએ. તે વિનીત - નમ્ર હોવો જોઈએ. ઉદારતાની વાતો તો પહેલાં જ તમને કરી દીધી છે. બીજી વાત છે શીલની. શીલ એટલે સારો સ્વભાવ, સારું ચારિત્ર. ઉદારતાની સાથે સાથે તમારો સ્વભાવ સારો હોવો જોઈએ. જેને પણ તમે દાન આપો, સહાય કરો, તેનો તિરસ્કાર ન કરો. તેની સાથે પ્રેમથી વાત કરો. તેને નીચો ન દેખાડો. તેના ગૌરવને હાનિ ન પહોંચાડો. આ છે શીલનો પહેલો અર્થ. બીજો અર્થ છે સારું ચારિત્ર, નિર્મળ વૃષ્ટિ, નિષ્પાપ દૃષ્ટિ. દુનિયા આ વાત જુએ છે - ‘એ મહાનુભાવ ચારિત્રશીલ છે, કોઈ પર-સ્ત્રીની સામે આંખ ઊંચી કરીને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પ્રવચન ૮૩ જોતાય નથી. કદી અન્યની સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરતા નથી, સજ્જન પુરુષ છે, સદાચારી પુરુષ છે.” ઘર્મ-આરોગ્યની અવસ્થાઃ આ ઔદાયદિ ૫ ગુણ જે માણસ પ્રાપ્ત કરે છે, તેની એ ધર્મ-આરોગ્યની અવસ્થા હોય છે. ધર્મ-આરોગ્ય પ્રાપ્ત થતાં પાપવિકાર ઉપશાન્ત થઈ જાય છે. મુખ્ય રૂપે ચાર પાપવિકાર ઉપશાંત થાય છે. ૧. અતિ વિષયતૃષ્ણા, ૨. વૃષ્ટિ સંમોહ ૩. ધર્મ-અરુચિ અને ૪. ક્રોધની પ્રબળતા. અતિ વિષયતૃષ્ણા ખૂબ મોટો વિકાર છે. આ વિકાર જ્યારે આત્મામાં જાગૃત થાય છે ત્યારે મનુષ્ય ગમ્ય-અગમ્ય, ભોગ્ય-અભોગ્યનો વિવેક ચૂકી જાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સર્વ વિષયોમાં તે અતૃપ્ત જ રહે છે. બીજો પાપવિકાર છે વૃષ્ટિ સંમોહનો. ધર્મને અધર્મ માનવો, અધર્મને ધર્મ માનવો, એ વૃષ્ટિ સંમોહ છે. જેમ કે યજ્ઞ-યાગમાં હિંસા થાય છે. છતાં એ હિંસાને ઉપાદેય માનવામાં આવે છે. સમ્ય ધર્મોને મિથ્યા માને છે. ત્રીજો પાપવિકાર છે ધર્મ-અરુચિનો. ધર્મ-શ્રવણ કરવું અને પસંદ નથી પડતું. તાત્ત્વિક, પારમાર્થિક પદાર્થોનું એ ચિંતન કરતો નથી. તેને રસવૃત્તિ જ થતી નથી અને તે ધાર્મિક પુરુષોનો સંપર્ક રાખતો નથી. ન તો એને આત્મધર્મની વાતો પસંદ પડતી, ન તો વ્યવહારધર્મની વાતો એને આકર્ષિત કરતી. ચોથો પાપવિકાર છે ક્રોધની પ્રબળતાનો. વાતવાતમાં જે ક્રોધ કરે છે, કશુંક અપ્રિય બને છે, પ્રતિકૂળ બને છે....તો તે ક્રોધથી આગઝરતો થઈ જાય છે. ઔદાયાદિ પાંચ લોકોત્તર ગુણોની પ્રાપ્તિ થતાં આ ચાર પાપવિકારો દૂર થઈ જાય છે. આત્મા ધર્મ-આરોગ્ય પ્રાપ્ત કરી લે છે. સાંખ્યદર્શનમાં સમ્યગદર્શન : સાંખ્યદર્શન આત્માને “પુરુષ' કહે છે અને કર્મને પ્રકૃતિ' કહે છે. પુરુષ અને પ્રકૃતિ સાંખ્યદર્શનનાં મૂળભૂત તત્ત્વો છે. જ્યાં સુધી પુરુષમાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડે છે ત્યાં સુધી પુરુષ-પ્રકૃતિનો અભેદભ્રમ ચાલુ રહે છે. પ્રકૃતિનું સર્જન પુરુષ પોતાનું સર્જન માની લે છે. આ અભેદભ્રમને કારણે પ્રકૃતિનો પુરુષ ઉપર અધિકાર થઈ જાય છે. જ્યારે પુરુષનો અભેદભ્રમ દૂર થઈ જાય છે. હું પ્રકૃતિ નથી, હું પ્રકૃતિથી ભિન્ન પુરુષ છું,' એવો બોધ થાય છે, ત્યારે પ્રકૃતિનો અધિકાર આત્મા ઉપરથી ઊઠી જાય Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રાવક જીવનઃ ભાગ ૪ છે. આ ભેદજ્ઞાનથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ તત્ત્વજ્ઞાન પામવા માટેની પાંચ પ્રકારની ભૂમિકા બતાવવામાં આવી છે - ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિ. આ પાંચ વાતો અભય, ચક્ષુ, માર્ગ, શરણ અને બોધની સાથે સમાનતા રાખે છે. ૧. આપણે જેને “અભય' કહીએ છીએ તે અભય એટલે ચિત્તસ્વાચ્યું. આ ચિત્તસ્વાથ્ય સાંખ્યદર્શનની ધૃતિ છે. ભયઅવસ્થામાં અધેય હતું અભયમાં ઘેર્ય-ધૃતિ આવે છે. ૨. આપણે જેને “ચક્ષુ કહીએ છીએ. ચક્ષુ એટલે ધર્મચિ. તે જ ધર્મરુચિ સાંખ્યદર્શનની શ્રદ્ધા છે. ૩. આપણે જેને માર્ગ કહીએ છીએ, માર્ગ એટલે તત્ત્વજિજ્ઞાસા. એ જ તત્ત્વજિજ્ઞાસા સાંખ્યદર્શનની સુખા' છે. ધર્મમાર્ગનું આકર્ષણ થયા પછી ચિત્તમાં એવો ઉપશમના ભાવનો આલાદ થાય છે કે જે અશાંતિને દૂર કરે છે. એ ઉપશમનો અર્થ છે સુખા.” ૪. આપણે જેને “શરણ' કહીએ છીએ, તે શરણ તત્ત્વજિજ્ઞાસારૂપ છે. એને સાંખ્યદર્શન તત્ત્વ-વિવિદિશા' કહે છે. પ. આપણે જેને “બોધિ' કહીએ છીએ, સાંખ્યદર્શન વિજ્ઞપ્તિ' કહે છે. એટલે કે સમ્યગ્દર્શન. પુરુષ ઉપરથી પ્રકૃતિનો અધિકાર હટી જવાથી ધૃતિ આદિ પાંચ ગુણ સિદ્ધ થાય છે. એનાથી તે સમકિત વૃષ્ટિ બને છે. જેનદર્શનમાં કર્મજ પ્રકૃતિ છે. જ્ઞાનાવરણ આદિ કર્મો પ્રકૃતિ છે. કર્મોનાં કાર્યોને આત્મા પોતાનાં કાર્યો સમજે છે. આ મિથ્યાત્વ છે. જ્યારે આત્મા અને કર્મોનો ભેદ સમજાય છે ત્યારે સમ્યગુદર્શન પ્રગટે છે. ગુણોની વૃદ્ધિનું ધ્યેય રાખો : ગ્રંથકાર આચાર્યદિવ, શ્રાવક-શ્રાવિકાઓને ગુણોની વૃદ્ધિ-પુષ્ટિ કરવાની પ્રેરણા આપે છે. સર્વ ગુણોનો આધારભૂત ગુણ બતાવ્યો છે સમ્યગુદર્શન. એટલા માટે સમ્યગ્દર્શન ગુણના વિષયમાં કંઈક વિસ્તારથી જણાવ્યું છે. આ ગુણની અંતર્ગત બીજા અનેક ગુણ બતાવ્યા છે, આ સર્વે ગુણોની વૃદ્ધિ કરવાની છે. ગુણોની રક્ષા કરવાની છે. ગફલતમાં ન રહેતા. જે ગફલતમાં રહેશો તો આ ક્ષયોપથમિક ભાવના ગુણો જતા રહેતાં વાર નહીં લાગે. સર્વત્ર સદાય જાગૃતિ આવશ્યક છે. તમે “ગુણવૃદ્ધિ કરતા રહો અને ગુણસમૃદ્ધ બનો એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૪ પરમ ઉપકારી, પરમ કૃપાનિધિ, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનનો વિશેષ ધર્મ પ્રતિપાદિત કર્યો છે. બાર વ્રતો અને દૈનિક જીવનચર્યા જણાવ્યા પછી તેમણે ભાવધર્મની મહત્ત્વપૂર્ણ વાત બતાવી છે. ભાવધર્મની ખૂબ સુંદર વાતો ગ્રંથકારે બતાવી છે. હવે ત્રીજા અધ્યાયનું અંતિમ સૂત્ર બતાવવામાં આવે છે. सत्त्वादिषु मैत्र्यादियोग इति ॥ ९३ ॥ | ગ્રંથકારે ધબિંદુ’ ગ્રંથના પ્રારંભમાં જ ધર્મનું લક્ષણ જણાવતાં કહ્યું છે ઃ वचनाद् यदनुष्ठानमविरुद्धाद् यथोचितम् । मैत्र्यादिभाव - संयुक्तं तद् धर्म इति कीर्त्यते ॥ ધર્મક્રયા જિનોક્ત વચન અનુસાર હોય, જે પ્રકારે ક૨વાની હોય એ રીતે કરવામાં આવતી હોય; પરંતુ જો ધર્મીક્રયા કરનારાઓના હ્દયમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવ ન હોય તો એ અનુષ્ઠાન ધર્મ' કહેવાશે નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મ-અનુષ્ઠાન કરનારાઓના મનમાં મૈત્રાદિ ભાવનાઓ અવશ્ય હોવી જોઈએ. આ ભાવનાઓની ઉપેક્ષા કરીને ગમે તેટલું મહાન્ અનુષ્ઠાન ક૨વામાં આવે તો પણ જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં એ ધર્મ કહેવાશે નહીં. આ વાત, આ જિનવચન તમે સારી રીતે સમજો અને એનો આદર કરો. ધર્મક્રયાઓ કરનારાઓના જીવનમાં આ ભાવનાઓથી વિપરીત પ્રવૃત્તિઓ જોઈને હૃદયમાં ભારે દુઃખ થાય છે. ધર્મધ્યાનમાં સહાયક ઃ જે રીતે ભાવનાઓ વગર જિનકથિત અનુષ્ઠાન પણ ‘ધર્મ’ નથી; એ રીતે મૈત્ર્યાદિ ભાવનાઓ વગર ધર્મધ્યાન પણ થઈ શકતું નથી. ધર્મધ્યાનમાં મનનું અનુસંધાન ત્યારે જ સંભવિત બને કે જ્યારે મનુષ્યનું મન મૈત્રી વગેરે ભાવનાઓથી પરિપ્લાવિત હોય. ‘ધર્મધ્યાન' ક૨વાનું માધ્યમ મન છે. સાધન મન છે. મન મૈત્રી વગેરે ભાવનાઓથી પવિત્ર હોવું જોઈએ. આર્તધ્યાનમાંથી મનને નિવૃત્ત કરીને ધર્મધ્યાનમાં લીન કરવા માટે પહેલાં, મનને મૈત્રી વગેરે ભાવનાઓથી શુદ્ધ કરવાનું હોય છે. મહાસતી મદનરેખાનો એ દુઃખદ પ્રસંગ યાદ કરો. જ્યારે મદનરેખાના પતિ યુગબાહુ ઉપર યુગબાહુના મોટા ભાઈ મણિ૨થે તલવારનો ઘા કર્યો હતો ત્યારે Jain ducation International Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રાવક જીવન : ભાગ ૪ યુગબાહુનું ગળું અધું કપાઈ ગયું હતું. લોહીની ધારા વહી રહી હતી, ઘા કરીને મણિરથ નાસી ગયો હતો...એ સમયે પાસે બેઠેલી મદનરેખાએ યુગબાહુને...મરતા પતિને શું કહ્યું હતું? સૌથી પહેલાં શું સમજાવ્યું હતું? ‘તમે મણિરથને તમારો શત્રુ ન માનો, તે તો નિમિત્તમાત્ર છે. શત્રુ તો તમારાં પાપકર્મો જ છે ! પાપકર્મોના ભારથી દબાયેલા મણિરથને શત્ર શા માટે માનવો? તેણે પાપકર્મોથી પ્રેરાઈને આ દુષ્કૃત્ય કર્યું છે, તે તો દયાપાત્ર છે. શત્રુ તો તમારાં પાપકર્મો જ છે.” મરતા પતિને ધર્મધ્યાનમાં લીન કરવો છે, એટલા માટે સૌ પ્રથમ તો પતિના મનને કરુણાભાવથી શુદ્ધ કર્યું. તલવારનો ઘા કરનાર મોટાભાઈ પ્રત્યે વેરભાવના ન રાખવી જોઈએ, વેરભાવનાની હાજરીમાં “ધર્મધ્યાન' ન થઈ શકે. મન ધર્મધ્યાનમાં નિમગ્ન ન બની શકે. એટલા માટે વિચક્ષણ મહાસતીએ પતિનું પારલૌકિક હિત કરવા માટે એના મનમાંથી શત્રુતાને દૂર કરી દીધી. પછી શ્રી - નવકારમંત્ર સંભળાવ્યો. ચાર શરણ અંગીકાર કરાવ્યાં ! ધર્મધ્યાનમાં નિમગ્ન બનેલો યુગબાહુ મરીને સદ્ગતિ પામ્યો. મદનરેખાએ પણ પોતાના મનમાં મૈત્રાદિ ભાવનાઓને કેવી દ્રઢ બનાવી હશે કે પોતાના પ્રિયતમ પતિ ઉપર તલવારનો ઘા કરનાર દુષ્ટ જેઠની ઉપર ક્રોધ - રોષ ન કર્યો, આઝંદ ન કર્યું...પોતાની જાતને સંયમમાં રાખી અને પતિના પારલૌકિક હિતનો જ વિચાર કર્યો. જો એ સમયે મણિરથને શિક્ષા કરવા માટે મદનરેખા તરત પોતાના સૈનિકો, જે ઉદ્યાનની ચારે તરફ ઊભા હતા, તેમની પાસે દોડી જાત તો શું થાત? યુગબાહુ આર્તધ્યાનમાં અથવા રૌદ્રધ્યાનમાં મરી જાત.અને દુર્ગતિમાં ચાલ્યો જાત ! મણિરથને શિક્ષા કરાવીને મદનરેખા શું મેળવત? આમ તો મણિરથનાં પાપકર્મોએ જ એને સખત શિક્ષા આપી દીધી હતી. એને સાપે ડંખ માર્યો હતો અને તે મરીને દુગતિમાં ચાલ્યો ગયો હતો. મહત્ત્વની વાત એ છે કે મનને ધર્મધ્યાનમાં જોડવાનું છે, મનને સ્થિર કરવું હોય તો સર્વ પ્રથમ તેને મૈત્રાદિ ભાવનાઓથી શુદ્ધ કરવું પડશે. મનમાં કોઈ પણ જીવ પ્રત્યે શત્રુતા ન રાખવી જોઈએ. કઠોરતા, ક્રૂરતા ન રાખવી જોઈએ. ઈષ - અસૂયા ન રહેવી જોઈએ. તિરસ્કાર યા ધિક્કાર ન રહેવો જોઈએ. એટલા માટે મદનરેખાએ પોતાના પતિને અત્યંત પ્રેમથી સમજાવીને તલવારથી પ્રહાર કરનાર ભાઈ ઉપર જે રોષ ઉત્પન્ન થયો હતો તે રોષ દૂર કર્યો. તલવારનો પ્રહાર કરનાર પોતાનો ભાઈ નથી, પરંતુ પોતાનાં જ પાપકર્મો છે, ભાઈ તો માત્ર નિમિત્ત છે. તે તો કરુણાપાત્ર - દયાપાત્ર છે, આ વાત પતિના દયમાં ઉતારી દીધી અને પછી ધર્મધ્યાન Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૪ ૧૩૧ કરાવ્યું! ભાવનાઓ વગર ધર્મધ્યાન નહીં ? એક શ્રાવકે પોતાની સમસ્યા જણાવતાં કહ્યું: ‘ગુરુદેવ, ધર્મક્રિયાઓ થાય છે, ૩-૪ કલાક ધર્મક્રિયાઓમાં થઈ જાય છે. પરંતુ ધર્મધ્યાન થતું નથી. મન બે ઘડી ય ધર્મધ્યાનમાં રહેતું નથી !' મેં એ શ્રાવકની માનસિક સ્થિતિ જાણવા માટે કેટલાક સવાલો કર્યા? – “શું તમારા મનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ, શત્રુતા, દુભવિ, રોષ આદિ – શું તમારા મનમાં દીન-દુઃખી, અનાથ જીવો પ્રત્યે કઠોરતા. તિરસ્કાર. દયાહીનતા વગેરે છે ? - શું તમારા મનમાં ગુણવાન અને પુણ્યશાળી મનુષ્યો પ્રત્યે ઈષ, અસૂયા - દોષદ્રષ્ટિ વગેરે છે? - જે સ્નેહી સ્વજન-નોકર આદિ તમારું કહેવું નથી માનતાં, અવિનીત છે, કોઈક પાપાચાર કરે છે, તમારા કહેવા છતાં ય પાપાચાર છોડતાં નથી, તેમના પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર અને પોતાના મનમાં ચિંતા, અશાંતિ વગેરે રહે છે ?" એ શ્રાવકે કહ્યું: ‘આ તમામ વાતો તો દરરોજ ચાલતી જ રહે છે. છોકરા અંગે ખૂબ જ ચિંતા છે, અનેક વ્યસનોમાં એ ફસાયેલો છે. આવારા મિત્રોની સોબતમાં ભટકતો રહે છે.... ગમે તેટલું સમજાવ્યા છતાં એ માનતો જ નથી, ખૂબ મોટી ચિંતા છે પુત્રની !' મેં કહ્યું તો પછી મન ધર્મધ્યાનમાં લાગશે જ નહીં. જ્યાં સુધી તમારું મન ચિંતામુક્ત નહીં થાય ત્યાં સુધી મનની સ્થિરતા ધર્મધ્યાનમાં રહેશે નહીં! ધર્મધ્યાનમાં મનનું અનુસંધાન મૈત્રાદિ ભાવનાથી જ સંભવિત છે. શાંતસુધારસમાં કહેવાયું છે કેઃ सद्धर्मध्यान-संध्यान-हेतवः श्री जिनेश्वरैः । मैत्रीप्रभुतयः प्रोक्ताश्चतस्रो भावनाः पराः ॥ ભાવનાઓ : ધર્મધ્યાનનું રસાયણ : માણસનું શરીર જ્યારે બળહીન બને છે ત્યારે તે રસાયણનું સેવન કરીને તેને બળવાન બનાવે છે. રસાયણ નિર્બળ શરીરને બળવાન બનાવે છે. એ રીતે જો તમારું ધર્મધ્યાન નિર્બળ હોય તો તેને બળવાન બનાવવા માટે આ ભાવનાઓ રસાયણ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રાવક જીવન : ભાગ ૪ છે. તમને લાગે કે મારું ધર્મધ્યાન સારું નથી, મન વારંવાર આર્તધ્યાનમાં ચાલ્યું જાય છે, તો તમે આ એક જ ઉપાય કરો - ભાવનાઓનો સહારો લઈ લો. દિવસમાં એક વાર નહીં, વારંવાર આ મૈત્રાદિ ભાવનાઓનું ચિંતન કરવાનું શરૂ કરી દો. જેમ જેમ ભાવનાઓનું ચિંતન વધતું જશે, તેમ તેમ તમારું ધર્મધ્યાન પુષ્ટ થતું જશે. મહત્ત્વની વાત એ છે કે તમારી ઈચ્છા પ્રબળ હોવી જોઈએ, ધર્મધ્યાનને પુષ્ટ કરવાની. ધર્મધ્યાન થતું નથી તેની ઘોર ચિંતા થવી જોઈએ. શાન્તિથી વિચારો કે – છે મનમાં આવી કોઈ ચિંતા ? સભામાંથી નથી, ધર્મધ્યાનની ચિંતા જ નથી. મહારાજશ્રી તો પછી મૈત્રી વગેરે ભાવનાઓનું મૂલ્ય તમે નહીં સમજી શકો. ધર્મધ્યાન વગર તમે કેટલી ઘોર અશાન્તિમાં જીવી રહ્યા છો તે સમજો છો ? અશાન્તિનું મૂળ કારણ છે ધર્મધ્યાનનો અભાવ. સતત આર્તધ્યાનમાં મન રહેતું હોય તો શાંતિ મળવાની જ નથી. - માત્ર ધર્મક્રિયાઓ કરવાથી શાન્તિ મળશે નહીં, શાન્તિ પામવી હોય તો ધર્મક્રિયાની સાથે સાથે ધર્મધ્યાનમાં મનને સ્થિર કરવું પડશે. મનને ધર્મધ્યાનમાં સ્થિર કરવા માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓનું ચિંતન-મનન કરવું પડશે. ધર્મધ્યાનને પુષ્ટ કરવા માટે ભાવનાઓના રસાયણનું સેવન કરવું પડશે. ભાવનાઓ સામાન્ય રસાયણ નથી, સિદ્ધ રસાયણ છે. ચાર ભાવનાઓની પરિભાષાઃ સિદ્ધ રસાયણ સ્વરૂપ આ ચારે ભાવનાઓની પરિભાષાઓ ગ્રંથકાર આચાર્યદિવે ‘ષોડશક' નામના પોતાના જ ગ્રંથમાં આ પ્રકારે આપી છેઃ परहितचिन्तामैत्री, परदुःखविनाशिनी करुणा । परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा ॥१४२॥ મૈત્રીભાવનાની પરિભાષા કરતાં તેમણે કહ્યું બીજાંના હિતની ચિંતા કરતા રહો, સર્વ જીવોનું હિત થાય એવી ભાવનાઓ સેવતા રહો, એટલે કે કોઈ પણ જીવના અહિતનો વિચાર કદી ય કરવાનો જ નહીં. હિતકર વિચારો જ કરવાના છે. કરુણા ભાવનાની પરિભાષા કરતાં તેમણે જણાવ્યું કે, બીજા જીવોનાં દુઃખ દૂર કરવાની ભાવના સેવતા રહો, સર્વ જીવોનાં દુઃખ દૂર થાઓ. મને એવી શક્તિ મળે. કે હું સર્વ જીવોનાં દુઃખ દૂર કરી શકું. સર્વને સુખી કરી શકું. પ્રમોદ - મુદિતા ભાવનાની પરિભાષા કરતાં ગ્રંથકારે કહ્યું છે કે, બીજા જીવોનું સુખ જોઈને ખુશ થતા રહો. એવું વિચારો કે “આ જીવોએ પૂર્વજન્મમાં સારી Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૪ ૧૩૩ ધર્મઆરાધના કરી હશે. એના ફળસ્વરૂપે એમને આટલું સારું સુખ મળ્યું છે. તેમનું સુખ જોઈને ઈર્ષા કરવાની નથી, ખુશ થવાનું છે. ચોથી ઉપેક્ષા ભાવનાની પરિભાષા આ પ્રમાણે બતાવી છે કે બીજા જીવોના દોષોની ઉપેક્ષા કરો. દોષ દૂર કરવાના ઉપાય ક૨વા છતાં પણ લોકો દોષોનો ત્યાગ ન કરે તો તેમના પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર ન કરતાં તેમની ઉપેક્ષા કરતા રહો; મધ્યસ્થ રહો, તેમના પ્રત્યે ન તો પ્રેમ કરવો, ન દ્વેષ કરવો. તેમને તેમની ‘ભવિતવ્યતા’ પર છોડી દેવા. સર્વ જીવ મારા મિત્રો : આ રીતે ચારે ભાવનાઓની પરિભાષા બતાવીને હવે સૌ પ્રથમ મૈત્રીભાવના'નું વિસ્તારથી વિવેચન કરીશ. સમગ્ર સૃષ્ટિમાં આપણે મૈત્રીનો ફેલાવો કરવાનો છે. - એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી. - ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકમાં.... સર્વત્ર....સર્વે જીવોની સાથે આપણે મૈત્રી સંબંધ બાંધવાનો છે. એ જીવો આપણી સાથે મૈત્રી સંબંધ બાંધે યા ન બાંધે, એનો વિચાર આપણે કરવાનો નથી. આપણે તો ‘સર્વ જીવ મારા મિત્રો છે' - એ જ વિચારવાનું છે. એ ચિંતન કરવાનું છે. સભામાંથી કોઈ માણસને શત્રુ માન્યો હોય અને ‘સર્વ જીવો મારા મિત્રો છે,' એવી ભાવના કરવી એ દંભ નથી ? મહારાજશ્રી : પ્રથમ વાત તો એ છે કે આપણે શા માટે કોઈ પણ જીવને શત્રુ માનીએ ? એવું કેમ ન વિચારીએ કે “જગતમાં મારો કોઈ શત્રુ જ નથી.’ જીવાત્મા શત્રુ હોતો નથી. શત્રુ તો હોય છે જીવનાં પોતાનાં બાંધેલાં પાપકર્મો. કર્મોને શત્રુ માનો, જીવોને નહીં. બાહ્યદૃષ્ટિથી એવું લાગે છે કે “પેલી વ્યક્તિએ મને દુઃખી કર્યો...મારું સુખ પડાવી લીધું....મારી સાથે અન્યાય કર્યો...વગેરે. પરંતુ જ્ઞાનવૃષ્ટિથી આ વિચારવું ખોટું છે. જ્ઞાનવૃષ્ટિથી તો સાચા શત્રુ ‘કર્મ’ જ છે; કોઈ જીવ શત્રુ નથી, ‘શાન્તસુધારસ'માં કહ્યું છે : सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् ! चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः ॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રાવક જીવન : ભાગ ૪ એવું ચિંતન કરતા રહો - આ જગતમાં કોઈ પણ મારો શત્રુ નથી, કોઈ અજ્ઞાની મનુષ્ય ભલે ને તમને શત્રુ માનતો હોય, તમે એને શત્રુ ન માનો. કેટલા દિવસોની આ જિંદગી ?? નાનકડી આ જિંદગી છે, ખબર નથી કે ક્યારે હંસ ઊડી જશે, અને માળો અહીં પડ્યો રહેશે. અનિશ્ચિત જિંદગીમાં શા માટે કોઈની સાથે શત્રુતા કરવી? વેર બાંધવું? યાદ રાખો કે આ જિંદગી સ્વપ્નની જેમ જ સમાપ્ત થઈ જશે, પરંતુ વેરભાવના સમાપ્ત નહીં થાય, બીજી જિંદગીમાં વેરભાવના સાથે ચાલી આવશે, અને વધતી રહેશે. જો વેરભાવનાને નષ્ટ ન કરી અને મૈત્રીભાવના સ્થાપિત ન કરી તો અનેક ભવોમાં વેરભાવના દુઃખદાયક બનતી રહેશે. “સમરાદિત્ય મહાકથા' વાંચો છો ને? નવ નવ ભવ સુધી વેરના ભયંકર વિપાકી ભોગવવા પડ્યા છે. પરલોકની દ્રષ્ટિથી વિચારવું આવશ્યક છે. એ રીતે વર્તમાન જીવનને લક્ષ્યમાં રાખીને વિચારવાનું છે. શત્રુતાની ભાવના માણસને સંતપ્ત કરે છે; અશાન્ત બનાવે છે. બેચેન કરી નાખે છે. એ દૃષ્ટિએ પણ કોઈ જીવ સાથે શત્રુતા ન રાખવી. આ નાનકડી જિંદગી અશાન્તિમાં નથી જીવવાની, સંતાપની આગમાં નાનીશી જિંદગીને બાળીને ખાખ કરવાની નથી. આ નાની શી જિંદગીમાં તો મૈત્રીનું ઉપવન સજાવવાનું છે. જિંદગી સમાપ્ત થયા છતાં પણ મૈત્રીનું ઉપવન હર્યુંભર્યું રહેશે. આત્મસાક્ષીએ નિર્ણય કરી લો કે “આ જિંદગીમાં કોઈની સાથે વેરની ગાંઠ નહીં બાંધું. કોઈ પણ વ્યક્તિ સાથે વેરભાવ - વિરોધ થશે તો જલદીમાં જલદી એ વેરભાવને દૂર કરી દઈશ. ક્ષમાયાચના દ્વારા મૈત્રી સ્થાપિત કરીશ.' એક ભાઈને બાજુમાં રહેનાર વ્યક્તિ સાથે ઝઘડો થઈ ગયો. ઝઘડામાં તો લોકો જોરશોરથી બોલવા લાગ્યા, એ ભાઈને ઝઘડા પછી તરત જ હાર્ટએટેક આવ્યો. ડૉક્ટર આવે તે પહેલાં જ મૃત્યુ થઈ ગયું. એ આત્મા શું લઈને પરલોક ગયો હશે? કઈ ગતિમાં એ આત્મા ગયો હશે? શાન્તિથી વિચારજો. સર્વ જીવો બંધુ છેઃ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી કહે છે : सर्वेऽप्यमी बंधुतयानुभूताः सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ । जीवास्ते बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि ॥ આપણા આત્માએ સમજવાનું છે કે - “આ સંસારની અનંતકાલીન યાત્રામાં સર્વ જીવોની સાથે હજારો વાર ભાઈભાઈના સંબંધો કર્યા છે, એ દ્રષ્ટિએ સર્વે જીવો તારા બંધુઓ છે. કોઈ પણ જીવ તારો શત્રુ નથી.” Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૪ ૧૩પ આ પૂર્ણ પુરુષોની એક તત્ત્વદૃષ્ટિની વાત છે. સંસારના સર્વ (વ્યવહારરાશિના) જીવોની સાથે આપણા આત્માએ સર્વ પ્રકારના સંબંધો બાંધ્યા છે ! - કોઈ જન્મમાં આપણે કોઈના પિતા બન્યા છીએ. કોઈ જન્મમાં માતા તો કોઈ જન્મમાં પુત્ર અથવા પુત્રી બન્યા છીએ. કોઈ જન્મમાં ભાઈ અથવા બહેન બન્યા છાએ, તો વળી કોઈ જન્મમાં મિત્ર બન્યા છીએ, કોઈ જન્મમાં શત્ર પણ બન્યા છીએ. સંસારનો એવો કોઈ સંબંધ નથી કે જે આપણે સર્વ જીવો સાથે બાંધ્યો ન હોય. એક વાર નહીં, હજારો વાર, અનંત વાર. જ્યારે કોઈની સાથે શત્રુતા થઈ જાય તો વિચારવું કે “આ વ્યક્તિ કોઈક વાર, કોઈક જન્મમાં મારો ભાઈ બનેલો છે....અમે પિતાપુત્રી, પતિપત્ની... ભાઈબહેન બનેલાં છીએ. તો હવે આ જન્મમાં શા માટે શત્રતા કરવી? શત્રતા નથી કરવી.” આ વિચારવાનું શીખી લો. ઝઘડો થઈ ગયા પછી જ્યારે ચિત્ત શાન્ત થઈ જાય, ત્યારે વિચારજો અથવા ઝઘડો થયા પહેલાં જ આ પ્રકારનું ચિંતન કરવું : “મારે કોઈની સાથે શત્રુતા બાંધવી નથી. સર્વ જીવો સાથે મૈત્રીનો સંબંધ જ બાંધવો છે. મૈત્રીનું જ ચિંતન કરવાનું છે. બાહ્ય સંબંધ રાખવાનો નથી; ન રાખો, પરંતુ તેની પ્રત્યે આપણી ભાવના તો મૈત્રીપૂર્ણ જ રાખવાની છે. કોઈ બાહ્ય નુકસાન થતું હશે તો થવા દઈશું પરંતુ મૈત્રીભાવના તોડીશું નહીં. સર્વ જીવો મુક્ત બનો : સંસારના સર્વ જીવોને મિત્ર માન્યા બાદ સર્વને માટે હિતની - પરમ હિતની ભાવના રાખવાની છે. હિત બે પ્રકારના હોય છે - ઈહલૌકિક અને પારલૌકિક. ઈહલૌકિક એટલે કે વર્તમાન જીવનનાં હિત અને પારલૌકિક એટલે કે આવનારા જન્મોનાં હિત. આપણે આ પ્રકારે હિતની ભાવના કરવાની છેઃ “સર્વ જીવો વર્તમાન જીવનમાં સુખી થાઓ, અને આગામી જન્મોમાં પણ સુખી થાઓ.” આ છે હિતની ભાવના, વર્તમાન જીવનમાં કોઈ જીવ દુઃખી ન થાઓ, પરલોકમાં પણ દુઃખી ન થાઓ.’ આ મૈત્રીભાવના છે. પ્રત્યેક જીવાત્મા પોતપોતાનાં કર્મોના ઉદયથી સુખી અથવા દુઃખી થાય છે. આ વાસ્તવિકતા છે, પરંતુ આપણી ભાવના તો સુખી થવાની જ હોવી જોઈએ. બીજાના સુખની કામના - ભાવના કરવાથી પુણ્યકર્મનો બંધ થાય છે, કારણ કે આ ભાવના શુભ છે. શુભવિચારોથી પુણ્યકર્મ બંધાય છે. બીજાંને દુઃખી કરવાની ભાવના કરવાથી પાપકર્મ બંધાય છે. કારણ કે આ ભાવના અશુભ છે. અશુભ વિચારોથી પાપકર્મ બંધાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ વક જીવન : ભાગ ૪ બીજી વાત એ છે કે બીજા જીવોની હિતચિંતા કરવાથી આપણું હિત તો થાય જ છે; બીજાંની સુખશાન્તિની ભાવના ભાવવાથી તમને પણ સહજ રૂપે સુખશાન્તિની પ્રાપ્તિ થાય છે. જે રીતે સર્વ જીવોના હિતની ભાવના ભાવવાની છે એ રીતે પરમ હિતની પણ ભાવના ભાવવાની છે. ૧૩૬ · સર્વ જીવ રાગદ્વેષથી મુક્ત થાઓ અને સર્વ જીવો પંચેન્દ્રિય મનુષ્ય બનીને, આત્મજ્ઞાની બનીને, સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થાઓ. આ પરમ હિતની ભાવનાની વાત કરતા પહેલાં એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન તમને પૂછું છું કે તમે સ્વયં રાગદ્વેષથી મુક્ત થવાની ઇચ્છા રાખો છો ? રાગદ્વેષથી મુક્ત થવાની પ્રબળ ઇચ્છા છે તમારી ? બીજો પ્રશ્ન છે, શું તમે જાતે જલદીથી જલદી કર્મોના બંધન તોડીને સિદ્ધ-બુદ્ધમુક્ત બનવા ઇચ્છા રાખો છો ? સભામાંથી : બંને પ્રશ્નોના ઉત્તર શું આપીએ ? રાગદ્વેષ કરતા રહીએ છીએ...ઓછા કરતા જ નથી...અને કર્મ બાંધતા જ રહીએ છીએ. તો પછી કેવી રીતે કહીએ કે અમે મુક્ત બનવા ઇચ્છા રાખીએ છીએ ? મહારાજશ્રી : તમારું કહેવું ઠીક છે. રાગદ્વેષ કરતા રહો છો. પરંતુ રાતમાં સૂતા પહેલાં ‘મારે રાગદ્વેષ કરવા નથી....ક્યારે રાગદ્વેષથી મુક્ત બનીશ ? હે વીતરાગ ભગવાન, મને પણ વીતરાગ બનાવી દો.' એવું કંઈક ચિંતન કરી શકો છો ને ? એવી ભાવના ભાવી શકો છો ને ? રાગદ્વેષ કર્યા પછી પશ્ચાત્તાપ કરતા રહો તો કોઈકને કોઈક દિવસે રાગદ્વેષ છૂટી જશે. એ રીતે ‘હું રાગદ્વેષ અને મોહથી પરાભૂત થઈને કર્મબંધ કરતો રહું છું....આ મારી મોટી ભૂલ છે. હું ઇચ્છું છું કે મારાં કર્મ તૂટે અને મારી મુક્તિ સત્વર થાય.’ જો તમે સ્વયં મુક્તિ ઇચ્છતા હો તો જ બીજા જીવોની મુક્તિની ભાવના કરી શકો. પરંતુ તમે જાણો છો કે જે જીવ પંચેન્દ્રિય સંશી મનુષ્ય હોય છે, તે જ મુક્તિ પામવા માટે પુરુષાર્થ કરી શકે છે અને મુક્તિ પામી શકે છે. જે જીવ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિય હોય છે; તે જીવ ન તો મુક્તિ પામવાનો પુરુષાર્થ કરી શકે છે, ન તો મુક્તિ પામી શકે છે. મુક્તિ પામવાનો પુરુષાર્થ કરવા માટે મનુષ્યને - પાંચ ઇન્દ્રિયો હોવી જોઈએ, - મન જોઈએ અને - - દૃઢ શરીરશક્તિ જોઈએ. Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૪ ૧૩૭ એટલા માટે સર્વ જીવો માટે મુક્તિની ભાવના એ પ્રકારે ભાવવી જોઈએ કે ‘સર્વ જીવ સંશી (મનવાળા) પંચેન્દ્રિય મનુષ્ય બને, અને મુક્તિ પ્રાપ્ત કરે. પૂર્ણ સુખ પ્રાપ્ત કરે. સર્વ જીવ આત્મજ્ઞાની બનો : મનુષ્યને પાંચ ઇન્દ્રિયો મળી હોય, મન અને દ્રઢ શરીરશક્તિ મળ્યાં હોય, પરંતુ જ્યાં સુધી તે ઉદાસીન ભાવમાં નથી આવતા - એટલે કે આત્મજ્ઞાની નથી બનતા ત્યાં સુધી એ મુક્તિ પામી શકતા નથી. ઉદાસીન ભાવ - આત્મજ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે માનવ સુખદુઃખ વિષયક રાગદ્વેષથી મુક્ત થાય છે. સુખદુઃખના વિચારોમાંથી મુક્ત થવાનું છે. માત્ર મારે મુક્તિ જોઈએ છે’ એટલું બોલવાથી યા માનવાથી મુક્તિ નથી મળતી, મુક્તિ પામવી હોય તો ઉદાસીન ભાવમાં લીન થવું પડશે. આ સમજદારી તમારામાં હશે તો સર્વ જીવો માટે "સર્વૈડમ્બુવાસીનાં રસન્તુ" - આ ભાવના, આ કામના કરી શકશો. ‘સર્વ જીવો ઉદાસીન ભાવના રસમાં મજ્જન કરો.... ઉદાસીન ભાવનું રસાસ્વાદન કરો.’ ઉદાસીન ભાવનો રસાસ્વાદ કરવાનો અભ્યાસ કરવો પડશે. આપણે સ્વયં એવો રસાસ્વાદ કર્યા વગર, બીજાં માટે ભાવના કેવી રીતે કરી શકીએ ? ઉદાસીન ભાવનો રસાસ્વાદ કરવા માટે રાગ અને દ્વેષની વાસના ઓછી કરવી પડશે. દૃઢ નિશ્ચય સાથે રાગ....આસક્તિ...મમત્વ ઓછાં કરવાં પડશે. એ રીતે દ્વેષ - ઈર્ષા, રોષ - ક્રોધ વગેરે ઓછાં કરવાં પડશે. નાની-નાની બાબતોમાં રાગદ્વેષ થવાં જ ન જોઈએ. ત્યારે ઉદાસીન ભાવનો રસાસ્વાદ થઈ શકશે. સમગ્ર જીવસૃષ્ટિ માટે કેવી ભાવના ભાવવાનું બતાવ્યું છે ? સર્વ જીવોની ઇન્દ્રિયસાપેક્ષ ઉન્નતિની ભાવના પણ કેવી અદ્ભુત ભાવના છે. ‘સર્વ જીવ સંક્ષીપંચેન્દ્રિય બનીને મુક્તિ પ્રાપ્ત કરે.’ અને સર્વ જીવોની આધ્યાત્મિક ઉન્નતિની પણ કેવી શ્રેષ્ઠ ભાવના બતાવવામાં આવી છે ? આવી ભાવના ભાવતાં ભાવતાં મનુષ્યનું કલ્યાણ થઈ જાય. ધર્મધ્યાનમાં અવશ્ય પ્રવેશ થઈ જાય, મનની અપૂર્વ શુદ્ધિ થઈ જાય. ઉદાસીન ભાવનો રસાસ્વાદ કરવા માટે રાગદ્વેષની વાસનાઓને ઓછી ક૨વી પડશે. દૃઢ નિશ્ચયની સાથે રાગ, આસક્તિ, મમત્વ, ઓછાં કરવાં પડશે. આમ દ્વેષ, ઇર્ષા, રોષ વગેરે પણ ઓછાં કરવાં પડશે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સર્વત્ર સર્વે સુખિનો ભવન્તુઃ મૈત્રીભાવનાને આત્મસાત્ કરવા માટે એક મંત્ર છે : સર્વત્ર સર્વે સુદ્ધિનો ભવન્તુ । આ મંત્રનો વારંવાર જાપ કરતા રહો, મૈત્રીભાવના સિદ્ધ થઈ જશે. સર્વત્ર સર્વે જીવો સુખી થાઓ.’ શ્રાવક જીવન : ભાગ ૪ જેને મિત્ર માન્યો તેને માટે સુખનો જ કામના કરવામાં આવે છે. મિત્ર સુખી થવો જોઈએ ને ? જો તે દુઃખી હોય તો તેનું દુઃખ દૂર થાઓ, જલદી દૂર થાઓ, એવી ભાવના રહે છે ને ? તે શીઘ્રાતિશીઘ્ર સુખી થાઓ એવી ભાવના થાય છે. જ્યારે સૃષ્ટિના તમામ જીવોને મિત્ર માની લીધા, તો સર્વના સુખની કામના થવી સ્વાભાવિક છે. આ મૈત્રીભાવના જ્ઞાનમૂલક છે, એકેન્દ્રિય જીવસૃષ્ટિ સુધી આ મૈત્રીભાવના વ્યાપક છે. પૃથ્વી, પ્રાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ, વગેરેના જીવો પ્રત્યે પણ મૈત્રીભાવના ફેલાયેલી છે. એટલે કે પૃથ્વી, પાણી વગેરેમાં જીવત્ત-ચૈતન્યની કલ્પના કરતા રહેવું. અને આપણા મનમાં, ‘આ જીવો ક્યારે પંચેન્દ્રિય બને, ક્યારે એમને મન મળે, ક્યારે એમને આત્મજ્ઞાન મળે, ક્યારે તેઓ મુક્તિ પામે,' એવું ચિંતન ક૨વાનું છે. આપણે પૃથ્વી, પાણી વગેરેના સંપર્કમાં આવતા રહીએ છીએ. એ સમયે મનમાં આવી શુભ ભાવના કરી શકીએ. એ એકેન્દ્રિય જીવો સાથે પણ આત્મીયતા બની જશે. સર્વત્ર સર્વે સુદ્ધિનો ભવન્તુ । આ ભાવનાની સાથે આજે આ વિષય પૂર્ણ કરું છું. મૈત્રીભાવનાના વિષયમાં વિશેષ વાતો કાલે કરીશ. આજે બસ, આટલું જ. Page #145 -------------------------------------------------------------------------- ________________ (પ્રવચન : ૮૫) પરમ કૃપાનિધિ, મહાન વ્યુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ ધર્મની ક્રિયાત્મક તેમજ ભાવનાત્મક અનેક વાતો જણાવી છે. અધ્યાયના અંતમાં તેમણે આ સૂત્ર લખ્યું છે : * સત્ત્વવિ૬ ઐતિયો શરૂા. • સર્વ જીવો પ્રત્યે મૈત્રી, • ગુણવાનો પ્રત્યે પ્રમોદ, • દુઃખી જીવો પ્રત્યે કરુણા અને • અવિનીતો પ્રત્યે ઉપેક્ષા. આ રીતે જીવસૃષ્ટિ પ્રત્યે શ્રાવકોની મનઃસ્થિતિ હોવી જોઈએ. સમ્યગુ વૃષ્ટિ જીવોનો જીવસૃષ્ટિ પ્રત્યે આ અભિગમ હોવો જોઈએ. સૌપ્રથમ મૈત્રીભાવનાના વિષયમાં વિવેચન કરવામાં આવે છે. ચારે ભાવનાઓમાં સૌથી વધારે વિસ્તાર આ ભાવનાનો છે. મૈત્રી સર્વ જીવો પ્રત્યે હોવી જોઈએ. પ્રમોદ માત્ર ગુણવાનો પ્રત્યે રાખવાનો છે. કરુણા દુઃખી જીવો પ્રત્યે અને ઉપેક્ષા અવિનીત જીવો પ્રત્યે રાખવાની હોય છે. આ દૃષ્ટિથી મૈત્રીનું મહત્ત્વ ઘણું વધારે છે. મૈત્રી હશે તો જ પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના પેદા થઈ શકશે અને સ્થિર રહેશે. મૈત્રી નહીં હોય તો પ્રમોદ વગેરે એક પણ ભાવના નહીં હોય. ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક - ત્રણે લોકના સર્વે જીવો પ્રત્યે મૈત્રીભાવના રાખવાની છે. “સર્વ જીવો મારા મિત્રો છે, એક પણ જીવ મારો શત્રુ નથી' આ પ્રકારનું ચિંતન કરતા રહેવાનું છે. શત્રુતાથી મન કલુષિત થાય છે ? મારો કોઈ શત્રુ નથી,' આ વિચાર, આ ચિંતન કરવું અત્યંત આવશ્યક છે; કારણ કે શત્રુતાની ભાવનાથી મનની સ્થિતિ બગડે છે. મન અસ્વસ્થ બને છે. “આ મારો શત્રુ છે,’ એ વિચારથી મનમાં ઉત્તેજના પેદા થાય છે. કોઈ વાર મન નિરાશ પણ થાય છે. કોઈ એક વ્યક્તિ પ્રત્યે પણ દુભવના, દ્વેષ, શત્રુતા પેદા થાય છે તો મનમાં ઉત્તેજના ફેલાઈ જાય છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે એવી વ્યક્તિને “ઇન્ડયૂસ્ડ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રાવક જીવન : ભાગ ૪ સાઇકોસિસ રોગ થાય છે, અથવા “શેડ પેરાનોઇડ ડિસઓર્ડર' નામનો રોગ થાય છે. શત્રુતા, દુશ્મનીના વિચારો મનમાં શરૂ થઈ જાય છે કે પેરાનોઈડ થિંકિંગ શરૂ થઈ જાય છે. એવું પણ બને છે કે કોઈ વ્યક્તિ આપણા પ્રત્યે શત્રુતા નથી રાખતી, આપણા પ્રત્યે દુભવના નથી રાખતી, છતાં પણ આપણે એને આપણો શત્રુ માની લઈએ છીએ. એના સદ્રવ્યવહારને પણ આપણે શંકાની નજરે જોઈએ છીએ અને દુર્વ્યવહારની કલ્પના બાંધી લઈએ છીએ. એનાથી મન તરત જ રોગી બની જાય છે, અને મનના રોગોને દૂર કરવા ખૂબ મુશ્કેલ કામ છે. એટલા માટે મનમાં કદીય, કોઈ પણ જીવ માટે દુભવ પેદા થવા ન દો. સભામાંથી પરંતુ અમારા ઘરમાં જ કોઈ વ્યક્તિ અમારા પ્રત્યે શત્રુતાપૂર્ણ કાર્ય કરતી જણાય તો ? - મહારાજશ્રી ઃ તો પણ એને દુશમન માનવો નહીં, શત્રુ ન માનવો. એને શત્રુ માનવાથી નુકસાન તમને થશે, એ માણસને નહીં. શત્રુતાની ભાવનાથી તમારા સુકૃત્યોનો નાશ થશે. તમારા સુકૃત્યોનો જે કંઈ સંચય હશે તે બળીને રાખ થઈ જશે, આ ખૂબ મોટું નુકસાન છે. તમારી સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર કરનારા સ્વજન પ્રત્યે પણ તમારે દ્વેષ નથી કરવાનો. તેને દુશ્મન માનવાનો નથી. પવનંજય પ્રત્યે અંજનાની દ્રષ્ટિ તમને રામાયણનો એક પ્રસંગ બતાવું છું; તમારા પ્રશ્નનું સમાધાન મળી જશે. હનુમાનજીના પિતાનું નામ પવનંજય હતું અને માતાનું નામ હતું અંજના. પવનંજય પ્રહલાદપુર રાજ્યનો યુવરાજ હતો, અને એજના મહેન્દ્રપુર નગરના રાજા મહેન્દ્રની રાજકુમારી હતી. અંજના અને પવનંજયની સગાઈ થાય છે. લગ્ન પહેલાં પવનંજય પોતાના મિત્ર પ્રહસિત સાથે અંજનાને જોવા અંજનાને મહેલે જાય છે. ત્યાં પોતાની સખીઓની સાથે અંજનાનો વાર્તા-વિનોદ ચાલી રહ્યો છે, પવનંજય એ વાર્તા-વિનોદની વાતને ખોટી રીતે સમજે છે. અંજનાનો મારા પ્રત્યે પ્રેમ નથી; બીજા રાજકુમાર સાથે પ્રેમ છે,” એવી દૃઢ ધારણા કરી લે છે. અંજના પ્રત્યે દ્વેષ થઈ જાય છે. મિત્ર સાથે પોતાને મહેલે પાછો આવે છે. અંજના સાથે લગ્ન ન કરવાની વાત કરે છે. પરંતુ મિત્રના આગ્રહથી અને સમજાવટથી અંજના સાથે લગ્ન કરી લે છે, પરંતુ લગ્ન પછી અંજનાને મહેલમાં છોડી દે છે. પ્રથમ રાત્રે જ તે અંજનાની પાસે જતો નથી. આ રીતે તેણે બાવીસ વર્ષ સુધી અંજનાનું મુખ ન જોયું, સ્પર્શ કરવાની તો વાત જ ક્યાં રહી? - પવનંજયના મનમાં અંજના પ્રત્યે ન તો પ્રેમ છે, ન તો મૈત્રી છે, ન સ્નેહ છે, Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૫ ૧૪૧ માત્ર દ્વેષભાવ રોષ અને રીસ ! - અંજનાના હૃદયમાં પવનંજય પ્રત્યે મૈત્રીભાવ છે, સ્નેહ છે અને પૂજ્યભાવ છે. નથી તો રોષ, નથી ટ્વેષ, નથી રીસ ! આ કેવી રીતે ? તમારા મનમાં પ્રશ્ન ઊભો થાય છે ને ? ૨૨-૨૨ વર્ષ સુધી જે પતિએ ત્યાગ કર્યો છે, મુખ સુધ્ધાં જોતો નથી. એક શબ્દ પણ બોલ્યો નથી. એ પતિ પ્રત્યે મૈત્રીભાવ કેવી રીતે રહી શકે? પૂજ્યભાવ કેવી રીતે રહી શકે? એનો ઉત્તર છે, સમાધાન છે; શાંતિથી સાંભળો. અંજનાની મૈત્રીભાવનાને અખંડ રાખનારી હતી એની વિશિષ્ટ વિચારધારા, સદ્વિચારોની ભિન્નભિન્ન ધારાઓ જણાવું છું: ૧. પ્રથમ વિચારધારા આ હતી – કારણ વગર કોઈ કાર્ય થતું નથી. પવનંજયનો મારા પ્રત્યે પ્રેમ ન હોવાનું, મારા પ્રત્યે દ્વેષ હોવાનું કોઈ ને કોઈ કારણ હોવું જોઈએ. આ વર્તમાન જીવનમાં મને મારી એવી કોઈ ભૂલ જણાતી નથી, કે જે ભૂલને કારણે એમણે મારો ત્યાગ કર્યો હોય. અવશ્ય, મેં પૂર્વજન્મમાં એવું કોઈ પાપ કર્યું હશે, એ પાપના ઉદયને કારણે મારે એમના વિયોગનું દુઃખ ભોગવવું પડે છે. ૨. એ તો ગુણવાન છે, સજ્જન છે. પરંતુ મારાં જ પાપકર્મોના ઉદયે એમના મનમાં મારે માટે ગેરસમજ પેદા થઈ છે. દોષ મારાં જ પાપકમનો છે. ૩. પાપકર્મોને જો હું સમતાથી સહન કરી લઈશ તો પાપકર્મો જલદી નષ્ટ થઈ જશે. મારે મારા મનમાં વિચારો જ કરવા જોઈએ. ૪. હું મારા વિષયવાસના ઉપર સંયમ રાખી શકું એટલા માટે મારે નીરસ ભોજન લેવું જોઈએ. શૃંગાર ન કરવો જોઈએ. સ્નાન-વિલેપનાદિ ન કરવાં જોઈએ. વધારેમાં વધારે સમય મારે પરમાત્માની ભક્તિમાં પસાર કરવો જોઈએ. પાપકર્મો નષ્ટ થતાં પુણ્યકર્મનો ઉદય આવવાનો જ છે. સુખ માગવાથી, ઈચ્છવાથી નથી મળતું, પુણ્યકર્મના ઉદયથી મળે છે. મારે શૈર્ય ધારણ કરવું રહ્યું. સુખ પામવાના વિચારો કરવાને બદલે કર્મક્ષય કરવાનું ચિંતન કરવું જોઈએ. પવનંજયે મારો ત્યાગ કર્યો નથી. મારાં પાપકર્મોએ તેની પાસે મારો ત્યાગ કરાવ્યો છે. એમાં એનો શો દોષ? તે તો નિર્દોષ છે; શત્રુ તો મારાં પાપકર્મો જ આ હતી અંજનાની જ્ઞાનસભર વિચારધારા. આ વિચારધારાએ અંજનાના મનને સ્વસ્થ, સુંદર અને પવિત્ર રાખ્યું; મનને રોગી ન બનવા દીધું. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ાવક જીવન : ભાગ ૪ ૨૨ વર્ષ પછી પવનંજયનું મન સ્વસ્થ બન્યું, અંજના પ્રત્યે સ્નેહાર્દ્ર બન્યું; અંજનાનું મિલન થયું. પરંતુ દુર્ભાગ્યે અંજનાનો પીછો છોડ્યો નહીં. પવનંજ્યનું સ્થાન એની માતા કેતુમતીએ લીધું. ૨૨ વર્ષ સુધી કેતુમતીના મનમાં અંજના પ્રત્યે સ્નેહ હતો, સહાનુભૂતિ હતી. ૨૨ વર્ષ પછી જ્યારે પવનંજયનું હૃદય-પરિવર્તન થયું તો કેતુમતી શત્રુ બની બેઠી. અંજનાની મૈત્રીભાવનાની પરીક્ષા થઈ રહી હતી. કેતુમતીએ અંજનાને તેના પિતાને ઘેર મોકલી દીધી. અંજનાનો ઘોર તિરસ્કાર કર્યો. છતાં પણ અંજનાની વિશુદ્ધ વિચારધારાએ કેતુમતી પ્રત્યે દ્વેષ, રોષ યા રીસ ઉત્પન્ન થવા ન દીધાં, ‘દોષ કેતુમતીનો નથી; મારાં જ પાપકર્મોનો છે.’ કેતુમતીએ અંજનાનું ચિરત્ર હણ્યું હતું; અંજનાને કલંકિત કરી હતી. અંજના એક માત્ર સખી વસંતતિલકાની સાથે મહેન્દ્રપુર ગઈ. ત્યાં માતાપિતા અને ભાઈ વગેરે સર્વેએ અંજનાનો અનાદર, અપમાન અને તિરસ્કાર કર્યો. મહેલમાં પ્રવેશવા જ ન દીધી. ત્યાં પણ અંજનાએ પોતાનાં કર્મોને જ દોષ આપ્યો. અંજના એક માનવ સ્ત્રી હતી. અંજનાના જીવન-ચરિત્રમાં એવું વાંચવામાં નથી આવતું કે તે કોઈ સાધુ-સાધ્વીના પરિચયમાં હતી. તેણે કોઈ વિશિષ્ટ ધર્મઆરાધના પણ જીવનમાં કદાચ કરી ન હતી, છતાં તેનું મહાસતીત્વ અને મૈત્રીભાવ શ્રેષ્ઠ કોટિનાં હતાં એ નિશ્ચિત છે. આ પ્રભાવ એની જ્ઞાનવૃષ્ટિનો હતો. આત્માની સહજ ઉચ્ચતમ સ્થિતિ હતી. સારો માણસ કોણ ? : ‘શાન્તસુધારસ’માં કહેવામાં આવ્યું છે કે સારો માણસ ક્રોધી પ્રત્યે પણ ક્રોધ કરતો નથી. સારા માણસનું મન ક્લેશરહિત હોય છે. સારો માણસ સમતારસમાં લીન રહે છે. અને તે ગુણોથી પરિપુષ્ટ થાય છે. સારા માણસની આ ચાર વિશેષતાઓ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ ચાર વિશેષતાઓ ઉપર ગંભીરતાથી વિચારવું પડશે. ભલે તમે મહાત્મા...મુનિ...સાધુ ન બની શકો, પરંતુ સારા માણસ તો બની શકો ને ? તમે શ્રાવક છો ને ? જે શ્રાવક હોય છે તે સારો માણસ તો હોય જ છે; સર્વે સારા માણસો શ્રાવક હોય એવું આવશ્યક નથી હોતું. પહેલી વાત છે - સારો માણસ ક્રોધી પ્રત્યે ક્રોધ નથી કરતો. ક્રોધી પ્રત્યે ક્રોધ કરે છે તેને સારો માણસ કહેવામાં આવતો નથી. ક્રોધી પ્રત્યે ક્ષમાભાવ રાખનાર સંત, સાધુ અને મહાત્મા લોકો તો અનેક થઈ ગયા અને વર્તમાનમાં પણ છે; પરંતુ જે ગૃહસ્થ છે, સંસારી છે, એ પણ ક્રોધી પ્રત્યે ક્ષમાભાવ રાખનારા હોય છે. ભૂતકાળમાં થઈ ગયા છે, અને વર્તમાન કાળમાં પણ છે ! ભલે ને પ્રસિદ્ધિમાં ન Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૫ ૧૪૩ હોય, પરંતુ છે ખરા. અમે એવાં સ્ત્રીપુરુષોને જોયાં છે. અમે એમને જાણીએ છીએ. સારા માણસનું મન ક્લેશરહિત હોય છે. એ પોતાના મનને ક્ષમાભાવમાં રાખે છે, તેઓ સ્વસ્થ હોય છે. ઘરમાં, સમાજમાં-સર્વત્ર એ સ્વસ્થ રહી શકે છે. ઘરમાં ક્રોધ કરનારા લોકો હોય છે. સ્વજન પણ ક્રોધી હોય છે. છતાં પણ સારો માણસ ક્રોધ નથી કરતો. એના મનમાં ક્લેશ નથી હોતો. આનું કારણ જાણો છો? સારા માણસનું મન સમતારસમાં લીન રહે છે, એ કારણ છે. જે મનુષ્યનું મન સમતારસમાં લીન રહે છે, તે ક્રોધ કરી જ નથી શકતો, અને એનું મન ક્લેશરહિત રહે છે. ચોથી વાત સૌથી વધારે મહત્ત્વની છે. સારો માણસ ગુણોથી પુષ્ટ થાય છે. જે માણસ શરીરથી પુષ્ટ થાય છે, પરંતુ ગુણોથી પુષ્ટ નથી હોતો, એ મનુષ્યની શરીરપુષ્ટતા સ્વ-પર માટે અહિતકારી હોય છે. જે મનુષ્ય ધનથી પુષ્ટ થાય છે, પરંતુ ગુણોથી પુષ્ટ નથી હોતો, એની ધનપુષ્ટતા સ્વ-પર માટે અહિતકારી હોય છે. • જે મનુષ્ય પ્રસિદ્ધિથી પુષ્ટ થાય છે, પરંતુ ગુણોથી પુષ્ટ નથી થતો, તેની પ્રસિદ્ધિની પુષ્ટતા સ્વ-પાર માટે અહિતકારી હોય છે. જે માણસ બુદ્ધિથી પુષ્ટ થાય છે, પરંતુ ગુણોથી પુષ્ટ નથી થતો, તો તેની બુદ્ધિની પુષ્ટતા સ્વ-પર માટે અહિતકારી હોય છે. પરંતુ જે માણસ ગુણોથી પુષ્ટ હોય છે, તે ભલેને શરીરથી, ધનથી, પ્રસિદ્ધિથી યા બુદ્ધિથી પુષ્ટ ન હોય, છતાં પણ તે સ્વ-પર માટે અહિતકારી નથી બનતો. તે સર્વને માટે હિતકારી બની રહે છે. સારો માણસ ગુણોથી પુષ્ટ હોય છે. એનો અર્થ એ છે કે તેનામાં બે-ચાર જ ગુણ નથી હોતા, વધારે ગુણો હોય છે. વધારે ગુણો હોવાથી જ પુષ્ટ’ કહી શકાય છે. તેમાં ક્ષમા, નમ્રતા, સરળતા અને નિલભતાના ગુણો હોય છે. તેમાં ઉદારતા, ગંભીરતા, સહનશીલતાના ગુણો હોય છે. દયા, સત્ય, અચૌર્ય અને સદાચાર વગેરે ગુણો હોય છે. તેમાં પરમાત્મ-ભક્તિ, ગુરુસેવા અને સાધર્મિક-પ્રેમ વગેરે ગુણો હોય છે. અને ત્યારે જ તે પુષ્ટ કહેવાય છે. ગુણોથી પુષ્ટ થવાની ભાવના રાખો. ભલે શરીરથી પુષ્ટ બનો. પરંતુ ગુણોથી પુષ્ટ બન્યા વગર નહીં. ભલે ધનથી પુષ્ટ બનો, પરંતુ પહેલાં ગુણોથી પુષ્ટ બનો. પ્રસિદ્ધિની પુષ્ટિ ભલે પ્રાપ્ત થાય, પરંતુ ગુણોની પુષ્ટિ પ્રાપ્ત કરવાની જ છે. સારા Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રાવક જીવન : ભાગ ૪ માણસ બનવા માટે ગુણોની પુષ્ટિ થવી અતિઆવશ્યક છે. મહાસતી અંજના ગુણોથી પરિપુષ્ટ હતી, તેથી તે “મહાસતી' કહેવાઈ. શત્રુતાનો નશો શા માટે? મારે સારા માણસ બનવું છે.' - જે લોકોની આવી ઈચ્છા નથી હોતી, આવી કલ્પના પણ નથી હોતી એ લોકો મૈત્રીભાવના' નું મૂલ્ય નથી સમજી શકતા. તેમના મનમાં તો શત્રુતાનો એક પ્રકારનો નશો હોય છે. - જેને બીડી-સિગારેટનો નશો હોય છે, તેને વારંવાર બીડી-સિગારેટ યાદ આવે છેઅને તે વારંવાર બીડી-સિગારેટ પીએ છે. – જેને માવા-પાનપરાગનો નશો હોય છે, તે તેનું વારંવાર સેવન કરે છે. એના વગર એને ચેન પડતું નથી. - જેને શરાબનો નશો હોય છે, જુગાર રમવાનો નશો હોય છે, તે શરાબ વગર રહી શકતો નથી, જુગાર રમ્યા વગર રહી શકતો નથી. નશો એટલે નશો. શત્રુતા, ઝઘડો...વેરવિરોધ, વગેરેનો જે લોકોને નશો હોય છે તે લોકો શત્રુતા કર્યા વગર.... ઝઘડો કર્યા વગર, વેરવિરોધ કર્યા વગર રહી શકતા નથી. તેમને જો પૂછવામાં આવે કે “ભાઈ ! તું શા માટે શત્રુતા બાંધે છે? શા માટે વેરવિરોધ બાંધે છે ? તેનાથી તને શું મળે છે ? કદાચ આ પ્રશ્નોના ઉત્તર તેની પાસે નથી. ઉત્તર આપે છે તો નશામાં આપે છે. બે ભાઈ - એક માતાના બે પુત્રો. પરસ્પર લડતા હતા, કોર્ટમાં કેસ ચાલતો હતો. બંને ભાઈઓના ત્રણ-ત્રણ લાખ ખર્ચાઈ ગયા હતા. મેં બંને ભાઈઓને સમજાવવા પ્રયત્ન કર્યો. મેં બંનેને કહ્યું: ‘તમે અંદર-અંદર સમાધાન કરી લો. ઘર, જમીન...વગેરે કશું ય પણ પરલોકમાં સાથે આવવાનું નથી. ત્રણ-ત્રણ લાખ રૂપિયા તમારા બરબાદ થઈ ગયા....” તો બંને ભાઈઓનો એક જ ઉત્તર હતો: ‘ભલે અમારા તમામ રૂપિયા બરબાદ થઈ જાય....અમે તો લડીશું....' આને કહે છે નશો. નશો મનુષ્યને બરબાદ કરે છે...સર્વનાશ કરે છે. તો પછી શા માટે શત્રુતાનો નશો કરવો? શત્રુતાના નશાથી પાપબંધ : શત્રુતા, વેરભાવ રાખવાનો લાભ તો કશો જ નથી, નુકસાન વધારે છે. વર્તમાન જીવનમાં તો નુકસાન થાય જ છે, પણ પારલૌકિક નુકસાન વધારે થાય છે. જ્યારે તીવ્ર ક્રોધ આવે છે ત્યારે તે વેરભાવનાને દૃઢ કરે છે. તે તીવ્ર પાપકર્મ બાંધે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૫ ૧૪૫ જો માણસ એ સમયે આયુષ્યકર્મ બાંધી લે છે તો દુર્ગીતનું આયુષ્ય બાંધી લે છે. કૌશિક તાપસ મહાક્રોધી હતો. મંદિરની પાસે એનું ખેતર હતું; ખેતરમાં વિવિધ પ્રકારનાં ફળ-ફૂલ પણ પેદા થતાં હતાં. કૌશિક હાથમાં શસ્ત્ર રાખીને ખેતરની રક્ષા કરતો હતો. મારી ૨જા વગર કોઈ પણ મનુષ્ય મારા ખેતરમાં પ્રવેશ કરશે તેનું માથું ફોડી નાખીશ.’ મનુષ્યના મનમાં સ્થાવર-જંગમ સંપત્તિ ઉપર મમત્વ થઈ જાય છે, ત્યારે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન આવી જ જાય છે. એટલા માટે સંપત્તિ ઉપર મમત્વ ન કરવું. મમત્વ થઈ ગયું હોય તો તેને તોડવા પ્રયાસ કરવો. કૌશિક તાપસ તીવ્ર ક્રોધી હતો. એટલા માટે લોકોએ એનું નામ ચંડકૌશિક રાખ્યું હતું. ‘ચંડ’ શબ્દ ક્રોધના અર્થમાં છે. તે લોકોમાં ખૂબ જ અપ્રિય બની ગયો હતો. એક દિવસે એના ખેતરમાં રાજકુમારો પેસી ગયા, ચંડકૌશિકે એમને જોયા. તેઓ ચંડકૌશિકની રજા વગર ઘૂસી ગયા હતા, તો ચંડકૌશિકે જોઈ લીધા. રાજકુમારો ફળ તોડીતોડીને ખાતા હતા. ચંડકૌશિકે બૂમ પાડી. રાજકુમારો તરફ દોડ્યો.. રાજકુમારો પણ દોડ્યા. ચંડકૌશિકના હાથમાં શસ્ત્ર હતું; તેણે ક્રોધમાં આવીને રાજકુમારો ઉપર દૂરથી શસ્ત્ર ફેંક્યું; પરંતુ દુર્ભાગ્યે શસ્ત્ર આકાશમાં ઊછળ્યું...તાપસ દોડી રહ્યો હતો. વચ્ચે ખાડો આવ્યો, તે ખાડામાં પડી ગયો અને શસ્ત્ર તેના જ માથા ઉપર પડ્યું. માથું કપાઈ ગયું...તાપસ મરી ગયો. તીવ્ર ક્રોધમાં એણે સર્પયોનિનું આયુષ્યકર્મ બાંધી લીધું. મરીને તે સાપ બન્યો. આ જ ચંડકૌશિક સાપ કે જેણે ભગવાન મહાવીરના ચરણ પર ડંખ માર્યો હતો. ભગવાનના અંગુઠામાંથી દૂધ જેવા રક્તની ધારા વહી હતી. ચંડકૌશિક સાપનું કોઈ પુણ્યકર્મ ઉદયમાં આવી ગયું હશે કે જેથી તેને ભગવાન મહાવીરનો સંયોગ થયો; ભગવાને તેને પ્રતિબોધ આપ્યો. તેથી તેને પોતાના પૂર્વભવ યાદ આવી ગયા અને તે પ્રતિબુદ્ઘ થયો. અનશન કર્યાં અને મરીને આઠમા દેવલોકમાં ગયો. અન્યથા સર્પ મરીને પ્રાયઃ નરકમાં જ જાય છે. મરીને દુર્ગંતમાં ન જવું હોય તો વેરનો નશો કરવાનું છોડી દો. કોઈ પણ જીવ સાથે શત્રુતા ન બાંધો. સભામાંથી : કોઈ કોઈ વાર શત્રુતા થઈ જાય છે....જાણીએ છીએ કે શત્રુતા ફરવી નથી છતાં પણ.... મહારાજશ્રી ઃ એનો એક જ ઉપાય છે. પ્રતિદિન, શ્રદ્ધાપૂર્વક જિનવચનોનું શ્રવણ કો. સદ્ગુરુના મુખેથી જિનવચનોનું શ્રવણ કરતા રહેવાથી હૃદયમાં મૈત્રીભાવ, સમતાભાવ જળવાઈ રહે છે. જિનવચનોનું શ્રવણ કરતા રહો. 10 Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રાવક જીવન : ભાગ ૪ જે વીતરાગ-સર્વજ્ઞ ભગવંતનાં વચનો હશે, જિનાગમોનાં વચનો હશે. જિનવચનોને અનુરૂપ જે કંઈ ઉપદેશ હશે, તે મનુષ્યને ઉપશાન્ત કરનારાં જ હશે. શત્રુતાની ભાવનાને દૂર કરનારાં જ હશે. દ્વેષ..રોષ..શત્રુતા જગાડનારો ઉપદેશ પાપ-ઉપદેશ હોય છે, એવો ઉપદેશ ન સાંભળવો. કોઈ પણ રીતે, કોઈ પણ જીવ પ્રત્યે આપણા દ્ધયમાં દ્રષ...રોષ...ક્રોધ પેદા કરનાર ઉપદેશ કદીય ન સાંભળવો. ભલેને ઉપદેશ આપનાર સાધુના વેશમાં હોય.સંન્યાસીના વેશમાં હોય. કેટલાંક વર્ષોથી ધર્મના ઉપદેશની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે. જિનવચનોના ઉપદેશને બદલે પોતાના જ વિકૃત વિચારોનો ઉપદેશ આપવા લાગ્યા છે મોટા ભાગના ઉપદેશકો. આવા ઉપદેશકોનો ઉપદેશ સાંભળીને શ્રોતાગણ અંતર્મુખ નથી બનતો, બહિર્મુખ બને છે. શ્રોતાજનો પોતાના દોષ-દુર્ગુણ જોતા નથી. બીજાંના જ દિોષ-દુર્ગુણ જુએ છે. પરિણામસ્વરૂપ એ લોકો પાપકર્મનું જ ઉપાર્જન કરે છે, એટલા માટે તમે લોકો સાવધાન રહેજો. જ્યાં ઉપદેશ સાંભળીને આત્મામાં શાન્તિ, સમતા અને પ્રસન્નતાનો અનુભવ ન થાય ત્યાં જવું જ નહીં, ઉપદેશ સાંભળવી જ નહીં. | ડૉકુટર ગમે તેટલો પ્રસિદ્ધ હોય, પરંતુ તેની દવાથી આપણો રોગ મટતો ન હોય, ઉપરથી વધતો હોય તો તેની દવા શા માટે લેવી? દવા લેવાનું બંધ કરી દો છો ને? એ રીતે ઉપદેશક - ધર્મનો ઉપદેશક ગમે તેટલો પ્રસિદ્ધ હોય, પરંતુ એના ઉપદેશથી આપણા રાગદ્વેષ દૂર ન થતા હોય, શત્રુતા, વેરભાવ... ક્રોધ....રોષ વગેરે દોષ દૂર ન થતા હોય...તો એવો ઉપદેશ ન સાંભળવો જોઈએ. ઉપદેશ સાંભળવાથી જીવો પ્રત્યે શત્રુતાની ભાવના પેદા થતી હોય તો એવો ઉપદેશ ન સાંભળવો જોઈએ. જે ધર્મગ્રંથો છે, યોગગ્રંથો છે, અધ્યાત્મગ્રંથો છે, એ ગ્રંથોનો ઉપદેશ કોઈ પણ પ્રકારની મિલાવટ વગર મળતો હોય તો જ ઉપદેશ સાંભળવો. ધર્મોપદેશ સાંભળવાથી મૈત્રીભાવ વધે છે, ઉપશમભાવ વધે છે. કોઈની સાથે શત્રુતા બંધાઈ ગઈ હોય તો શત્રુતા દૂર થઈ જાય છે, ક્ષમાભાવ ઉત્પન્ન થાય છે. અથવા બીજો ઉપાય છે ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો. શાન્ત સુધારસ, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મકલ્પદ્રુમ યોગશાસ્ત્ર, યોગસાર, યોગબિંદુ યોગદ્ગષ્ટિ, યોગશતક, પંચાશક, પ્રશમરતિ, ઉત્તરાધ્યયનસૂત્ર...વગેરે ધર્મગ્રંથોનું અધ્યયનસ્વાધ્યાય કરવાથી શાન્તિ, સમતા, સમાધિ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. જિનવચનોનો આ વિશિષ્ટ પ્રભાવ છે. એટલા માટે જિનવચનોનું શ્રવણ, સ્વાધ્યાય, ચિંતન કરવાનું કહ્યું છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૫ મૈત્રીભાવનાનું ચિંતન : જેમ જેમ જિનવચનો આત્મસાત્ થતાં જશે, તેમ તેમ તમારા મનમાં સંસારના સર્વે જીવો પ્રત્યે તમારું ચિંતન મૈત્રીમૂલક બનતું જશે. ૧૪૭ જે જીવ બીજા જીવો પ્રત્યે શત્રુતા રાખે છે, તેમની શત્રુતા દૂર થાઓ. તેમના હૃદયમાંથી શત્રુતાની ભાવના નષ્ટ થાઓ. કોઈ પણ જીવની કોઈના પ્રત્યે શત્રુતા ન રહો. સર્વ જીવો પોતાના મનને શાન્ત રાખે, સર્વના હૃદયમાં શમ-ઉપશમ ભાવ ઉલ્લસિત થાઓ. સમતાભાવના ક્ષીર સરોવરમાં સર્વ જીવ-હંસો તરતા રહો. સર્વ જીવો સુખી થાઓ. તન-મનનું એકે ય દુઃખ ન હો, અશાન્તિ ન હો, ક્લેશસંતાપ ન હો. સર્વ જીવોમાં મુક્તિ-મોક્ષ પામવાની ભાવના પેદા થાઓ, કોઈ પણ જીવમાં મોક્ષ પ્રત્યે દ્વેષ ન હો, અભાવ ન હો. સંસારના સર્વ નિર્મળ આત્મભાવવાળા જીવ પરમાત્મભાવને પ્રાપ્ત કરનારા થાઓ. સર્વ બુદ્ધિશાળી - મતિમંત મનુષ્ય શાન્તસુધારસનું અમૃતપાન કરનારા થાઓ. આ રીતે સદૈવ - પ્રતિદિન ચિંતન કરવાનું છે, કરશો ને ? આ પ્રકારના ચિંતનથી તમારું મન સ્વસ્થ રહેશે, પ્રસન્ન રહેશે. તનાવમુક્ત રહેશે. માનસિક રોગોથી તમે બચી જશો, અને મૈત્રીભાવના હૃદયમાં સ્થિર થતાં પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ સહજતાથી હૃદયમાં આવી જશે. એક વાર સમતારસનો આસ્વાદ કરી લો, પછી વારંવાર સમતારસનો આસ્વાદ કરવાની સ્પૃહા થતી રહેશે. ક્રોધ, રોષ, આદિમાં મન ચાલ્યું ય જશે; પણ ફરીથી સમતારસનો આસ્વાદ પામવા પાછું ફરશે. તમે સૌ મૈત્રીભાવનાથી નિર્મળ ચિત્તવાળા બનીને સમતા૨સનો પુનઃપુનઃ આસ્વાદ પ્રાપ્ત કરો, એ જ મંગલ કામના, આજે બસ, આટલું જ. Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૬ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત ‘ધર્મબિંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયના અંતમાં અંતિમ સૂત્ર બતાવે છે : “सत्वादिषु मैत्र्यादियोगः ॥ * સર્વ જીવો પ્રત્યે મૈત્રી, ગુણવાન અને સુખી જીવો પ્રત્યે પ્રમોદ, દુઃખી જીવો પ્રત્યે કરુણા અને અવિનીત જીવો પ્રત્યે ઉપેક્ષા - માધ્યસ્થ. પહેલી મૈત્રીભાવનાનું વિવેચન પૂર્ણ થયું. આજે પ્રમોદભાવના ઉપર વિવેચન કરવાનું છે. પ્રમોદભાવનાની પરિભાષા કરતાં ગ્રંથકારે કહ્યું છે કે : 0:0 "પરમુદ્ધતુષ્ટિનુંવિતા || પ્રમોદ કહો કે મુદિતા કહો, બંને એક જ સમાનાર્થક છે. બીજાંનું સુખ જોઈને ખુશ થવું, અનુમોદના કરવી એ પ્રમોદભાવના છે. ‘શાન્તસુધારસ’માં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ કહ્યું છે ઃ “મવેત્ક્રમોનો મુળપક્ષપાત । બીજા જીવોના ગુણો પ્રત્યે આદર - અનુમોદના, પક્ષપાત એ પ્રમોદભાવના છે. એનો અર્થ આ થાય છે ઃ બીજાંના ગુણ જોઈને ગુણાનુરાગ એટલે ગુણાનુવાદ કરવાનો છે. બીજાંનું સુખ જોઈને પ્રશંસા કરવાની છે. નિંદા, ઈર્ષ્યા કરવાની નથી. નિર્મળ મનથી જીભને પવિત્ર કરવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. હાર્દિક પ્રશંસા કરતા રહો, ગુણશાળીઓની અને પુણ્યશાળીઓની ! તીર્થંકરો પ્રત્યે પ્રમોદભાવના સર્વ પ્રથમ સમગ્ર વિશ્વના પરમ ઉપકારી તીર્થંકર પરમાત્માના ગુણોનું, તેમના ઉત્કૃષ્ટ પુણ્યનું સંકીર્તન કરીશું. ‘એ વીતરાગ પરમાત્મા ધન્ય છે, કે જેમણે ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરીને ફર્મમલને ધોઈ નાખ્યો છે. જેઓ ત્રણે લોકમાં ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, ત્રણે લોકના હિતકારી છે, જેઓ શાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ છે. ઘાતીકર્મોના ક્ષયથી જેમનામાં Page #155 -------------------------------------------------------------------------- ________________ અનન્ત ગુણ પ્રકટ થયા છે. જેઓ દેવ-દેવેન્દ્રો દ્વારા પૂજિત છે.’ નિર્મળ આત્મસ્વભાવના માધ્યમથી ૫૨માત્મા વીતરાગ ભગવંતના અનંત ગુણોનું સંકીર્તન કરીને, પુનઃપુનઃ ગુણગાન કરીને આપણી જિજ્ઞાને પવિત્ર કરવાની છે. પરમાત્મભક્તિના સ્તોત્રોના કવન-પઠનથી જે આંતર આનંદની અનુભૂતિ થાય છે તે અનોખી હોય છે. ૧૪૯ આત્મસાધકો પ્રત્યે પ્રમોદભાવના : જે યોગી પુરુષ પર્વતોના શિખર ઉપર, એકાન્ત વનપ્રદેશમાં, ગુફાઓના ગુપ્તગૂઢ પ્રદેશમાં ધર્મધ્યાનમાં લીન રહે છે તેઓ સમતારસમાં તૃપ્ત હોય છે. અને ઘોર તેમજ ઉગ્ર તપશ્ચર્યા કરે છે. એવા સાધુપુરુષો ધન્ય છે. એમની આ સાધનાની આપણે ભરપૂર અનુમોદના કરીએ છીએ. જે મુનિવરો જ્ઞાનવાન છે, શ્રુતપ્રશાયુક્ત છે, વિશુદ્ધ મોક્ષમાર્ગના જેઓ ઉપદેશકો છે, ઉપશાન્ત ચિત્તવાળા છે, ઇન્દ્રિયવિજેતા છે, અને વિશ્વમાં જિનશાસનની શાન વધારનારા છે, એવા સાધુપુરુષોને પણ ધન્ય છે. આ રીતે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપુરુષોના ગુણોની અનુમોદના-પ્રશંસા, સંકીર્તન ક૨વાથી આપણો આત્મભાવ નિર્મળ થાય છે, આત્મગુણ પ્રકટ થાય છે. ચિત્તમાં પ્રસન્નતા વધે છે. એટલા માટે આચાર્યના ૩૬ ગુણોનું, ઉપાધ્યાયના ૨૫ ગુણોનું અને સાધુના ૨૭ ગુણોનું સંકીર્તન કરતા રહો. સાધ્વી-શ્રાવિકા અને શ્રાવકો પ્રત્યે પ્રમોદભાવના જે સાધ્વીવૃંદ અને શ્રાવિકાગણ નિર્મળ જ્ઞાનયુક્ત શીલની શોભા ધારણ કરે છે, તેઓ અનુમોદનાને પાત્ર છે. પ્રશંસાને પાત્ર છે. જે ગૃહસ્થો દાન આપે છે, શીલવ્રતનું પાલન કરે છે, તપ કરે છે અને શુભ ભાવનાઓ ભાવે છે, તે પણ ધન્ય છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓમાં ગુણદર્શન કરવાનું છે અને ગુણાનુવાદ કરવાનો છે. એ ત્યારે જ સંભવિત થઈ શકશે કે જ્યારે તમે મુક્તાર્જ: બનશો, વિનમ્ર બનશો; અભિમાની મનુષ્ય ગુણાનુવાદ કરી શકતો નથી. ચતુર્વિધ સંઘની અનુમોદના કર્યા પછી જે માર્ગાનુસારી મનુષ્યો છે, ભલેને તેઓ અન્ય ધર્મ-દર્શનોમાં રહેલા હોય, તેમના ગુણોની પણ અનુમોદના કરવી જોઈએ. અન્ય - ધાર્મિક લોકોના ગુણો પ્રત્યે પ્રમોદભાવના : જે લોકો જિનશાસનમાં નથી, અન્ય દર્શનમાં છે; એમનામાં પણ જો સત્ય, Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રાવક જીવન : ભાગ ૪ સંતોષ, વિનય, ઉદારતા આદિ ગુણ હોય, તો એ ગુણોની અનુમોદના કરવાની છે. આ તો મિથ્યાવૃષ્ટિ જીવ છે', એવું માનીને એમની નિંદા કરવાની નથી. એમનામાં પણ જે ગુણો હોય, તે ગુણો જુઓ અને ગુણોની પ્રશંસા કરતા રહો. પ્રમોદભાવનાનું ક્ષેત્ર કેટલું વિશાળ છે ! વ્યાપક છે ! - બીજાંના ગુણોની પ્રશંસા સાંભળીને કાન પવિત્ર કરો. - બીજાંના ગુણોની પ્રશંસા કરીને જીભને પવિત્ર કરો. - બીજાનાં સુખ-વૈભવ જોઈને નેત્રોને પવિત્ર કરો. જીવનની સાર્થકતા આ પ્રકારના શુભ ભાવોમાં રમણતા કરવામાં છે. બીજા જીવોના દોષ સાંભળવાથી, દોષાનુવાદ કરવાથી અને બીજાનાં સુખ-વૈભવ જોઈને ઈર્ષ્યા કરવાથી જીવનની અને ઇન્દ્રિયોની બરબાદી થાય છે. મન પણ બગડે છે, એટલા માટે આ પ્રમોદભાવનાને આત્મસાત્ કરવાની છે. આમેય સમ્યગૂ દ્રષ્ટિ આત્મા ગુણ-પ્રશંસક જ હોવો જોઈએ. ઈન્દ્ર સુલસા શ્રાવિકાની પ્રશંસા કરી હતીઃ શાસ્ત્રોમાં એવું સાંભળવામાં આવે છે કે સર્વ ઇન્દ્રો સમ્યગ દ્રષ્ટિ હોય છે. એક વાર ભગવાન મહાવીરના જમાનામાં, પહેલા દેવલોકમાં સૌધર્મેન્દ્ર દેવસભામાં સુલતા' શ્રાવિકાની પ્રશંસા કરતાં કહ્યું : વર્તમાનમાં ભરતક્ષેત્રમાં સુલસા શ્રેષ્ઠ શ્રાવિકા છે.' ઈન્દ્રના મુખેથી સુલસા શ્રાવિકાની પ્રશંસા સાંભળીને એક દેવ વિસ્મિત થયો. તેણે સુલસાના શ્રાવિકાપણાની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. કદાચ તમે સુલસાનું ચરિત્ર જાણતા હશો. સભામાંથી અમારામાં મોટા ભાગના નથી જાણતા. મહારાજશ્રી એ મહાશ્રાવિકાનું જીવનચરિત્ર સંક્ષેપમાં સંભળાવું છું. રાજગૃહીમાં ‘નાગ’ નામે રથિક રહેતો હતો. તે રાજા પ્રસેનજિતનો પ્રિય નાગરિક હતો. નાગ દાનવીર હતો, દયાવાન હતો. શીલવાન હતો. ધીર અને વીર હતો. નગરમાં નાગ ગુણસંપન્ન અને ન્યાયસંપન્ન શ્રેષ્ઠી કહેવાતો હતો. એની પત્નીનું નામ હતું સુલતા. સુલસા સાક્ષાત્ પુણ્યલક્ષ્મી હતી, પતિવ્રતા હતી, સમ્યક્તધારિણી હતી. એની પાસે અનેક ગુણોનો વૈભવ હતો. પરંતુ લગ્ન પછી કેટલાંક વર્ષો તે નિઃસંતાન હતી. નાગ આ વાતે દુખી હતો. કોઈ કોઈ વાર તો ચિંતાના સાગરમાં ડૂબી જતો. એક દિવસે નાગ આ જ રીતે ચિન્તામગ્ન બેઠો હતો. સુલતાએ પૂછ્યું “નાથ, Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૬ ૧૫૧ આપ કઈ ચિંતામાં વ્યથિત છો? મને પણ ચિંતાનો અડધો ભાગ આપો.” નાગે કહ્યુંઃ દેવી, હું નિઃસંતાન છું, પુત્ર યા પુત્રીની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ મારી ઇચ્છા પૂર્ણ થતી નથી. બસ, આ જ એક ચિંતા છે.' સુલતાએ કહ્યું: “નાથ, આપ બીજાં લગ્ન કરી લો. અનેક કન્યાઓ સાથે લગ્ન કરો. શું એકેય કન્યા સંતાન આપનારી નહીં બને? અવશ્ય સંતાનપ્રાપ્તિ થશે.” નાગે કહ્યું પ્રિયે, આ જન્મમાં, આ જીવનમાં તું જ મારી પત્ની છે, અને રહીશ. હું બીજી પત્ની કરવાનો નથી. હે પ્રિયદર્શના, હું તારી પાસેથી જ પુત્રની કામના કરું છું. એ પુત્ર આપણા માટે પ્રીતિનું ભાજન બની રહેશે. હે પ્રિયે, તું જ મારો પ્રાણ છે, મારું શરીર, મારો મિત્ર, મારું સર્વસ્વ છે. દેવી, કંઈક દેવઅર્ચના..દેવમાન્યતા વગેરે ઉપાયો કરતી રહે.' સુલતાએ કહ્યું: “મારા નાથ, હું બીજા દેવોની પૂજાઅર્ચના શા માટે કરું? હું તો શ્રી અરિહંત પરમાત્માની જ આરાધના કરીશ. એમની આરાધનાથી સર્વ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. અરિહંત જ કલ્પવૃક્ષ છે, કામઘટ અને કામધેનુ સુલતાએ આયંબિલ ઉપાસના વગેરે તપશ્ચય શરૂ કરી. આમ તો તુલસા જન્મથી જ પવિત્ર નારી હતી, તપથી તે વિશેષ રૂપે પવિત્ર થવા લાગી. તે સાચા મોતીનાં આભૂષણો પહેરવા લાગી. વીતરાગ પરમાત્માની પૂજા-સેવા-ભક્તિસ્તવના કરવા લાગી. બ્રહ્મચર્યનું પાલન કરવા લાગી. જો કે નાગની વ્યથાથી તે પણ વ્યથિત થઈ હતી. છતાં પણ પોતાના મનને સમાધિમાં રાખતી હતી. એ સમયે સૌધર્મ દેવલોકનો દેવ સાધુનું રૂપ ધારણ કરીને સુલતાના શ્રાવિકાપણાની પરીક્ષા લેવા માટે સુલતાને ત્યાં આવ્યો. એ સમયે તુલસા પોતાના ગૃહમંદિરમાં દેવપૂજા કરતી હતી. દેવ નિસિહી' બોલતો ગૃહમંદિરમાં પ્રવેશ કરે છે. સુલસાએ સાધુ મુનિરાજને વંદના કરી, ગૃહમંદિરમાંથી બહાર આવીને સુલતાએ વિનયપૂર્વક સાધુને આગમનનું પ્રયોજન પૂછ્યું. સાધુએ કહ્યું: “અમારો એક સાધુ ગ્લાન છે. તેને માટે લક્ષપાક તેલ જોઈએ છે. એક વૈદ્ય કહ્યું કે તારી પાસે લક્ષપાક તેલ છે, એ લેવા માટે હું અહીં આવ્યો છું.' સુલસા હર્ષવિભોર થઈ ગઈ, “મારું લક્ષપાકતેલ ગ્લાન મુનિના કામમાં આવશે, હું ધન્ય બની ગઈ. એણે સાધુને કહ્યું: ‘આપ અહીં બિરાજો, હું તેલ લઈને આવું છું.' સુલસા જ્યાં ઘરમાં તેલનો કુંભ પડ્યો હતો ત્યાં ગઈ. માટીના કુંભમાં તેલ હતું. તેલ લઈને બહારના ખંડમાં આવી - ત્યાં મુનિરાજ ઊભા હતા. પરંતુ દેવે પોતાની અદ્રશ્ય શક્તિથી સુલતાના હાથોમાંથી એ તેલકુંભને નીચે પાડી નાખ્યો. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રાવક જીવન : ભાગ ૪ જમીન પર પડતાં જ કુંભના ટુકડા થઈ ગયા, તેલ ઢળી ગયું - સુલસા ત્યાં ઘડીભર ઊભી રહી, પરંતુ ખિન્ન ન થઈ. તેણે મુનિરાજને કહ્યું ઃ ‘હું બીજો કુંભ લઈને આવું છું. આપ ચિંતા ન કરો.’ સુલસા બીજો કુંભ લઈને આવી, પરંતુ દેવે ફરીથી પોતાની શક્તિથી કુંભને જમીન ઉપર પાડી દીધો. કુંભ ફૂટી ગયો; તેલ જમીન ઉપર ફેલાઈ ગયું. સુલસાને આશ્ચર્ય થયું : ‘આજ કેમ મારા હાથોમાંથી કુંભ જમીન ઉપર પડી જાય છે ?’ તેણે મુનિરાજને કહ્યું : ‘મહાત્મન્ ! આપ ચિંતા ન કરો, હજુ મારી પાસે એક કુંભ બચ્યો છે. એ લાવીને હું આપને આપું છું.' સુલસા ત્રીજો કુંભ લઈને આવે છે. દેવે એને પણ દિવ્યશક્તિ દ્વારા પાડી નાખ્યો...કુંભ ફૂટી ગયો. હવે સુલસાનું મન વ્યથિત થઈ ગયું. તે બોલી : ‘હું કેવી દુર્ભાગી છું કે મુનિરાજની સેવાનો લાભ મને ન મળ્યો....’ મુનિવેશધારી દેવ સુલસાના મનોભાવોને માપી રહ્યો હતો, લાખ લાખ રૂપિયાના મૂલ્યના ત્રણ ત્રણ કુંભ ફૂટી જવા છતાં સુલસાના મનમાં એ દુઃખ ન હતું કે “મારા ત્રણ લાખ રૂપિયાના ત્રણ તેલકુંભ ફૂટી ગયા.’ તેને તો દુઃખ હતું સાધુસેવાનો લાભ ન મળ્યાનું. દેવ સુલસા ઉપર પ્રસન્ન થયો, તેણે પોતાનું દેવરૂપ પ્રકટ કર્યું, અને સુલસાને કહ્યું : ‘હે ભદ્રે, સૌધર્મ દેવલોકની સભામાં ઇન્દ્રે તારી પ્રશંસા કરી હતી, તારા ગુણોની અનુમોદના કરી હતી, એ સાંભળીને હું તારી પરીક્ષા કરવા આવ્યો હતો. તું પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે. હું સંતુષ્ટ થયો છું. હે ભદ્રે, તું મારી પાસે કશુંક માગ, દેવનું દર્શન નિષ્ફળ ન જવું જોઈએ.' સુલસાએ કહ્યું : ‘હે દેવ, જો આપ સંતુષ્ટ થયા હો તો મારે પુત્રપ્રાપ્તિ થવી જોઈએ; કારણ કે હું નિઃસંતાન છું, બીજું કશું મારે ન જોઈએ.’ દેવે એ સમયે સુલસાને ૩૨ ગુટિકાઓ આપી અને કહ્યું : તારે એક એક ગુટિકા ખાવી, તને ૩૨ પુત્રોની પ્રાપ્તિ થશે. અને જ્યારે કોઈ પ્રયોજન હોય ત્યારે મને યાદ કરજે, હું તારી સામે હાજર થઈશ.' આટલું કહીને દેવ અદૃશ્ય થઈ ગયો. પછી સુલસાને ૩૨ પુત્રો થયા. વાર્તા લાંબી છે. મારે તો તમને એટલું જ જણાવવું હતું કે ઇન્દ્ર જેવા ઇન્દ્રે પણ એક ગુણવાન શ્રાવિકાના ગુણની પ્રશંસા કરી હતી. આ ઇન્દ્રની પ્રમોદભાવના હતી. માટે ગુણવાનોની ઈર્ષા ન કરવી. ન આપણે બીજાના ગુણો જ જોવાના છે અને ગુણો પ્રત્યે જ પ્રેમ કરવાનો છે. કોઈના ય પ્રત્યે ઈર્ષા કરવાની નથી. બીજાંનો શ્રેષ્ઠ ભાગ્યોદય જોઈને, કોઈની પ્રશંસા સાંભળીને, યશકીર્તિ સાંભળીને ઈર્ષાથી બળવાનું નથી. ૧૮મી શતાબ્દીના એક પાશ્ચાત્ય તત્ત્વચિંતક 'જિન જેમ્સ રુસો' એ કહ્યું Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૬ ૧૫૩ હતું : “મનુષ્ય ઈર્ષાથી, સ્પર્ધાથી, બીજા માણસને નીચે પાડવા જાય છે, ત્યારે તે અતિક્રૂર અને અન્યાયી બની જાય છે. પોતાની મહત્ત્વાકાંક્ષા સંતુષ્ટ કરવા તે બીજાંનું શોષણ કરે છે. એટલા માટે મહત્ત્વાકાંક્ષી - ઈર્ષાથી ભરેલા મનુષ્યનો શ્વાસ પણ બીજા માણસ માટે ખતરનાક બની જાય છે.’ ઈર્ષ્યા પ્રમોદભાવનાની દુશ્મન છે; જે માણસનું મન ઈર્ષાથી ભરેલું હશે, તે પ્રમોદભાવનાનો આનંદ નહીં પામી શકે. ઈર્ષ્યાનાં કડવાં ફળ તમે સાંભળ્યું હશે કે મહાસતી અંજનાને ૨૨ વર્ષ સુધી પતિવિરહનું દુઃખ સહન કરવું પડ્યું હતું. કોઈ પણ કાર્ય કારણ વગર નથી બનતું. તિવિરહનું દુઃખ, પાપકર્મનું ફળ હતું. અને એ પાપકર્મ અંજનાએ પૂર્વજન્મમાં બાંધ્યું હતું. એ પાપકર્મના મૂળમાં ઈર્ષાનું તત્ત્વ રહેલું હતું. એ પ્રસંગ હું સંક્ષેપમાં બતાવું છું : સસરાને ત્યાંથી બહિષ્કૃત થયેલી અંજના પિતૃગૃહે ગઈ, ત્યાં પણ તે તિરસ્કૃત થઈ હતી. ત્યાંથી તે પોતાની સખી વસંતતિલકાની સાથે જંગલમાં ચાલી ગઈ હતી. ત્યાં એક પહાડની ગુફા જુએ છે; બંને સખીઓ એ ગુફામાં પ્રવેશ કરે છે. ત્યાં તેમણે ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા એક મુનિરાજનાં દર્શન કર્યાં. મુનિરાજના દર્શનથી અંજના આશ્વાસન પામી. તેના શોકસંતપ્ત હૃદયમાં હર્ષ ઉત્પન્ન થયો. બંને સખીઓ વિનયપૂર્વક મુનિરાજની સામે બેસી ગઈ. મુનિરાજે પોતાનું ધ્યાન સમાપ્ત કર્યું અને દક્ષિણ કર ઊંચો કરીને ધર્મલાભ’ના આશીર્વાદ આપ્યા. તે મહામુનિ ‘અમિતગતિ' નામના ચારણમુનિ હતા. એટલે કે તેઓ આકાશગામી - આકાશમાર્ગથી આવાગમન કરવાની લબ્ધિવાળા હતા, અને અવધિજ્ઞાની હતા, વસંતતિલકાએ વંદના કરીને મુનિરાજને અંજનાનો પૂર્વજન્મ પૂછ્યો. અને પતિવિરહનું દુઃખ, વ્યભિચારિણીનું કલંક....વગેરેનું કારણ પૂછ્યું હતું. અંજનાના ગર્ભમાં આવનાર જીવનો ભૂતકાળ તેમજ ભવિષ્યકાળ પૂછ્યો હતો. મુનિરાજે ત્યાં પથ્થરની શિલા ઉપર બેસીને સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. એમાંથી અહીં માત્ર અંજનાના પૂર્વજન્મનો ઉત્તર જણાવું છું. કારણ કે આપણા વિષયનો સંબંધ એની સાથે છે. કનકપુર નામનું નગર હતું; ત્યાંનો રાજા હતો કનકરથ. રાજાને બે રાણીઓ હતી - કનકોદરી અને લક્ષ્મીવતી. લક્ષ્મીવતી સમ્યક્ દૃષ્ટિ શ્રાવિકા હતી. તેણે પોતાના મહેલમાં ગૃહમંદિર બંધાવ્યું હતું. મંદિરમાં પરમાત્માની રત્નમય પ્રતિમા સ્થાપિત કરી હતી. પ્રતિદિન સવારે - મધ્યાહ્ને અને સાંજે - ત્રણે સંધ્યા સમયે તે પ્રભુપૂજન કરતી હતી. પરમાત્માની સામે ગીત નૃત્ય કરતી હતી. નગરના મોટા Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રાવક જીવન : ભાગ ૪ કુટુંબોની અનેક સ્ત્રીઓ લક્ષ્મીવતીના મંદિરમાં આવતી હતી, અને પરમાત્માની પૂજા-ભક્તિ કરતી હતી. લક્ષ્મીવતી રાણી હતી છતાં પણ વિનમ્ર હતી. સર્વ શ્રાવિકાઓ સાથે સદ્યવહાર કરતી હતી. નગરમાં સર્વત્ર લક્ષ્મીવતીની પ્રશંસા થતી હતી. લક્ષ્મીવતીના મહેલમાં પ્રતિદિન પ્રભુભક્તિનો મહોત્સવ જોઈને અને લક્ષ્મીવતીની પ્રશંસા સાંભળીને કનકોદરી રાણી ઈર્ષાથી બળવા માંડી. કનકોદરી લક્ષ્મીવતીનાં યશકીર્તિ અને ધામધૂમ સહન કરી શકતી ન હતી. તેણે વિચાર કર્યો : “આ સર્વ ધામધૂમનું મૂળ છે આ રત્નમય મૂર્તિ. મંદિરમાં મૂર્તિ છે એટલા માટે નગરની સ્ત્રીઓ આ મંદિરમાં આવે છે. અને લક્ષ્મીવતીની સાથે નાચે છે. હું આ મૂર્તિને ત્યાંથી ઉપાડી લઈ....દૂર કરું.....જમીનમાં દાટી દઉં યા પાણીમાં ડુબાડી દઉં...મંદિરમાં મૂર્તિ જ નહીં રહે તો પછી લક્ષ્મીવતીને ત્યાં કોણ આવશે ? ઈર્ષાએ કનકોદરીને અતિક્રૂર બનાવી દીધી, આક્રમક બનાવી દીધી. તે લક્ષ્મીવતીનો ગુણવૈભવ ન જોઈ શકી, ઈષિએ એને ગુણદર્શન ન કરવા દીધાં, પ્રમોદભાવનાને હૃદયમાં પ્રવેશવા ન દીધી. યુક્તિ-પ્રયુક્તિથી એક દિવસે કનોદીએ લક્ષ્મીવતીના મંદિરમાંથી જિનપ્રતિમા ચોરી લીધી અને પ્રતિમાને છુપાવીને તે સંધ્યા સમયે, નગરની બહાર - જ્યાં આખા નગરની ગંદકીનો ઢગલો હતો ત્યાં ગઈ. ત્યાં ખાડો કર્યો, અને જિનપ્રતિમાને ત્યાં ખાડામાં નાખી દીધી. કનકોદરી એ સમજતી હતી કે મને કોઈ જોતું નથી. પરંતુ ત્યાંથી પસાર થતી એક ‘જયશ્રી' નામની સાધ્વીએ કનકોદરીના આ દુષ્ટ કૃત્યને જોઈ લીધું હતું.. સાધ્વીના મનમાં ખૂબ દુઃખ થયું : ‘આ સ્ત્રી ઉચ્ચકુળની સ્ત્રી દેખાય છે, છતાં પણ જિનમૂર્તિને ગંદી જગામાં શા માટે દાટે છે ? મહાપાપ કરે છે. હું એને આ પાપમાંથી બચાવી લઉં.’ સાધ્વીજી કનકોદરી પાસે આવી અને કહ્યું : ‘અરે ભાગ્યશાલિની ! તેં આ શું કર્યું ? જિનપ્રતિમાને આ ગંદી જગામાં દાટીને તેં ઘોર પાપકર્મ બાંધી લીધું....તારે નરકમાં મહાન દુઃખો ભોગવવાં પડશે.’ કનકોદ૨ી સાધ્વીજીને જોઈને અને તેમનાં હિતવચનો સાંભળીને ડરી ગઈ, તેને લાગ્યું કે ઃ મેં મોટી ભૂલ કરી છે,’ તેણે સાધ્વીજીને પૂછ્યું : ‘હે પૂછ્યું, હવે હું શું કરું ?” સાધ્વીજીએ કહ્યું ઃ ‘વત્સે, જિનપ્રતિમાને બહાર કાઢ, ઘેર લઈ જઈને શુદ્ધ કર, ક્ષમાયાચના કરજે અને જ્યાં આ પ્રતિમા હતી ત્યાં સ્થાપિત કરી દેજે.' : Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૬ ૧પપ જેવું સાધ્વીજીએ કહ્યું તેવું જ કનકોદરીએ કર્યું. પછી તે સાધ્વીજીના પરિચયથી સમકિત દ્રષ્ટિ થઈ, અને શ્રાવિકા બની. જિનધર્મનું પાલન કરવા લાગી. પરંતુ જિનમૂર્તિની આશાતનાનું પાપ કર્યું હતું તેનું પ્રાયશ્ચિત્ત કર્યા વગર તેનું મૃત્યુ થઈ ગયું, મરીને તે સૌધર્મ દેવલોકમાં દેવી બની. દેવીનું આયુષ્ય પૂર્ણ થયું. તે રાજા મહેન્દ્રની પુત્રી અંજના બની. કનકોદરીના ભવમાં જે પાપકર્મ બાંધ્યું હતું તેનું ફળ તેણે આ જન્મમાં ભોગવી લીધું. હવે તે અહીં પુત્રને જન્મ આપશે, તેના મામા અહીં આવશે અને તમને બધાને તેમના નગરમાં લઈ જશે. અંજનાનો પુત્ર આ જ ભવમાં કર્મક્ષય કરીને મોક્ષ પામશે.” આટલું કહીને મુનિરાજ આકાશમાર્ગે ચાલ્યા ગયા. ઈષના અનેક પ્રકાર : જે મનુષ્યમાં મૌલિક યોગ્યતા નથી હોતી તે જ્યાં પ્રમોદ થવો જોઈએ ત્યાં ઈષ કરે છે. હું તમને આઠ પ્રશ્નો પૂછું છું. તમે જાતે તમારા મનમાં ઉત્તરો શોધજો. એનાથી તમે સમજી જશો કે તમારામાં ઈષનું તત્ત્વ છે યા પ્રમોદભાવનાનું તત્ત્વ ૦ પ્રથમ પ્રશ્ન ઃ તમારાથી વધારે ધનવાન હોય છે, તેમના પ્રત્યે તમને પ્રેમ થાય છે કે ઈષ? • બીજો પ્રશ્ન તમારાથી વધારે બુદ્ધિમાન હોય છે, તેમના પ્રત્યે તમારા મનમાં પ્રેમ થાય છે કે ઈષ ? - ત્રીજો પ્રશ્ન તમારાથી જેઓ વધારે યશસ્વી છે, તેમના પ્રત્યે તમને પ્રેમ થાય છે કે ઈષ? ૦ ચોથો પ્રશ્ન ઃ તમારા કરતાં વધારે રૂપવાન હોય છે, તેમના પ્રત્યે તમને પ્રેમ થાય છે કે ઈષી ? પાંચમો પ્રશ્નઃ તમારા કરતાં જેઓ વધારે બળવાન હોય છે, તેમના પ્રત્યે તમને પ્રેમ થાય છે કે ઈષ? ૦ છઠ્ઠો પ્રશ્ન તમારા કરતાં જેઓ વધારે જ્ઞાની હોય છે, તેમના પ્રત્યે પ્રેમ થાય છે કે ઈષ ? ૦ સાતમો પ્રશ્નઃ તમારાથી જે વધારે લોકપ્રિય હોય છે, તેમના પ્રત્યે તમને પ્રેમ થાય છે કે ઈષ? ૦ આઠમો પ્રશ્નઃ તમારા કરતાં વધારે ધાર્મિક છે, તેમના પ્રત્યે તમને પ્રેમ થાય Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રાવક જીવન : ભાગ ૪ છે કે ઈર્ષા? – જો પ્રેમ હશે તો તેમની પ્રશંસા કરશો અને સાંભળશો. – જો પ્રેમ હશે તો એના દોષ જોશો નહીં. કદાચ જોશો તો પણ મહત્ત્વ નહીં આપો. બીજાંની સમક્ષ દોષાનુવાદ નહીં કરો. – ઈષ હશે તો તમે એ વ્યક્તિની પ્રશંસા નહીં કરો, પ્રશંસા નહીં સાંભળો. તેની નિંદા કરશો, તેના પ્રત્યે તમારા દયમાં દ્વેષ રહેશે. તેને નીચે પાડવાનો પ્રયત્ન કરશો. ઈષથિી સિંહગુફાવાસી મુનિનું પતન? તમે પર્યુષણાપર્વના દિવસોમાં જો “Wવીરાવલી’નું વ્યાખ્યાન સાંભળ્યું હશે તો સિંહગુફાવાસી મુનિની કથા સાંભળી હશે, ઈષથી એ મહાતપસ્વી મુનિનું કેવું પતન થયું હતું, એ પ્રસંગ તમને સંક્ષેપમાં બતાવું છું. - ગુરુદેવશ્રી સંભૂતિવિજયજીની આજ્ઞા લઈને કેટલાક વિશિષ્ટ સાધક મુનિઓ અલગ અલગ જગાએ ચાતુર્માસ કરવા ગયા હતા. - સ્થૂલભદ્રજી કોશ્યા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવા ગયા હતા. – બીજા મુનિ સિંહગુફાના દ્વાર પર ચાતુમસ કરવા ગયા હતા. - ત્રીજા મુનિ કૂવાના કિનારા ઉપર ચાતુમસ કરવા ગયા હતા. આ રીતે ભિન્ન ભિન્ન સ્થાનોમાં મુનિવરો ચાતુર્માસ કરવા ગયા હતા. જ્યારે તેઓ ચાતુર્માસ પૂર્ણ કરીને ગુરુદેવની પાસે આવ્યા તો સિંહગુફાવાસી મુનિને ગુરુદેવે કહ્યું: “વત્સ, તંદુષ્કર સાધના કરી, ચાર ચાર માસ ઉપવાસ કરીને સિંહની ગુફાના દ્વાર પર નિર્ભય બનીને ધ્યાનસ્થ રહ્યો.” એ રીતે કૂવાના કિનારા ઉપર ચાતુર્માસ કરીને આવેલા મુનિને પણ ગુરુદેવે કહ્યુંઃ 'તેં પણ દુષ્કર સાધના કરી. છેવટે સ્થૂલભદ્રજી આવ્યા, ગુરુદેવે ઊભા થઈને તેને ભેટીને કહ્યું “વત્સ, તે દુષ્કર...દુષ્કર, દુષ્કર સાધના કરી; કાજળની કોટડીમાં રહેવા છતાં પણ તે અંગ ઉપર એક પણ દાગ લાગવા ન દીધો.' ગુરુદેવે સ્થૂલભદ્રની ખૂબ પ્રશંસા કરી. સિંહગુફાવાસી મુનિ પોતાના મનમાં બળવા લાગ્યા. સ્થૂલભદ્રજી પ્રત્યે તેમના મનમાં ઈષભાવ પેદા થયો. તે વિચારવા લાગ્યા. સ્થૂલભદ્ર મહામંત્રીનો પુત્ર છે એટલા માટે ગુરુદેવને એના પ્રત્યે પક્ષપાત હોવો સ્વાભાવિક છે. બીજી વાત, તે કોશાને ત્યાં ષડરસનું ભોજન કરતો હતો. તેણે કોઈ તપ કર્યું ન હતું.....છતાં પણ ગુરુદેવે અમારા કરતાં એની વધારે પ્રશંસા કરી, કઈ મોટી સાધના કરી? કઈ મોટી સિદ્ધિ એણે પ્રાપ્ત કરી? કોશાને ત્યાં તો હું પણ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ પ્રવચન ૮૬ ચાતુમસ કરી શકું છું..આગામી ચાતુમસ હું કોશાને ત્યાં કરીશ.” જ્યારે બીજું ચાતુમસ કરવાનો સમય આવ્યો ત્યારે સિંહગુફાવાસી મુનિએ ગુરુદેવને કહ્યું: “હું કોશાને ત્યાં ચાતુમસિ કરીશ.” ગુરુદેવ સમજી ગયા - “આ સ્થૂલભદ્રની સ્પર્ધા કરવા માગે છે. ગુરુદેવે કહ્યું : “વત્સ, કોશાને ત્યાં ચાતુર્માસ તો શું એક દિવસ પણ રહેવું અને નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવું. એક માત્ર સ્થૂલભદ્ર કરી શકે છે, તારું કામ નથી, મારું પણ કામ નથી, કામદેવના ઘરમાં રહીને કામવિજેતા બનવું અતિદુષ્કર કાર્ય છે.” . ગુરુદેવે સમજાવ્યું પરંતુ તે મુનિ ન સમજ્યા. ગુરુદેવે કહી દીધું “નહીં સુવરવું દેવાનુપ્રિયા | ‘તને સુખ થાય તેમ કર... સિંહગુફાવાસી મુનિ ગયા કોશાને ઘરના દ્વારે ઊભા રહીને “ધર્મલાભનો અવાજ કર્યો. કોશા શ્રાવિકા બની હતી. શ્રાવિકાની સંયમી વેશભૂષામાં તે રહેતી હતી, “ધર્મલાભ’નો અવાજ સાંભળીને તે દ્વાર ઉપર આવી. મુનિરાજને જોયા, મુનિરાજે કોશાને જોઈ. કોશાને પૂછ્યું: “મુનિરાજ, આજ્ઞા કરો. આપની શું સેવા કરું ?” મુનિરાજે કહ્યું: “મારે તારે ત્યાં ચાતુમસ કરવું છે.' કોશા મુનિરાજની વાત સાંભળીને તરત જ સમજી ગઈ, કે આ મુનિ સ્થૂલભદ્રની ઈષથી પ્રેરિત થઈને તેમનું અનુકરણ કરવા આવ્યા છે. આમે ય મને એ રીતે જોઈ રહ્યા છે કે તે કામવિકારથી પરવશ બની ગયા છે. એમને બુદ્ધિપૂર્વક સમજાવવા પડશે. કોશાએ મુખ પર સ્મિત લાવીને કહ્યું: ‘મહારાજ, આ તો વેશ્યાનું ઘર છે. અહીં રહેવા માટે તો રૂપિયા જોઈએ, છે તમારી પાસે રૂપિયા?” “ના મારી પાસે રૂપિયા તો નથી.' તો પછી આપ નેપાળ જાઓ, નેપાળનો રાજા સાધુઓને રત્નકંબલ ભેટ આપે છે, એ લઈને આવો. તો પછી આપ મારે ત્યાં રહી શકશો.” સિંહગુફાવાસી મુનિ કામવશ બની ગયા હતા. કોશાના રૂપમાં મુગ્ધ બની ગયા હતા. કોશાનો સંગ પામવાની તીવ્ર ઈચ્છાથી પ્રેરિત થઈને તેઓ નેપાળ ગયા. પગે ચાલીને -વિહાર કરીને ગયા. રત્નકંબલ લઈને આવ્યા. કોશાના આવાસે પહોંચ્યા. કોશાને કહ્યું: ‘લે, હું રત્નકંબલ લઈને આવ્યો છું. હવે તો મને તારા આવાસમાં રહેવા દઈશ?' કોશાએ કહ્યુંઃ લાવો રત્નકંબલ,’ રત્નકંબલ લઈને કોશાએ બે ટુકડા કરી નાખ્યા Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રાવક જીવન : ભાગ ૪ અને બંને પગ લૂછીને ગટરમાં ફેંકી દીધા. મુનિરાજ ચિત્કારી ઊઠ્યા, “અરે....તે આ શું કર્યું? લાખ રૂપિયાની રત્નકંબલ ગટરમાં નાખી દીધી? કોશાએ કહ્યું: “મુનિરાજ, આપ શું કરી રહ્યા છો? આપના ગુરુદેવે આપેલાં ત્રણ રત્નો - દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગટરમાં નાખી રહ્યા છો ને? ચાતુર્માસમાં આપ નેપાળ જઈ આવ્યા......હવે મારા સંગમાં આપને રંગરાગ ખેલવા છે ? મુનિરાજ, આ નરકમાં જવાનો રસ્તો છે. આપ પાછા જાઓ ગુરુદેવની પાસે. અહીં આપનું કામ નથી, એ તો એક જ સ્થૂલભદ્રજી છે કે જે કામદેવના ઘરમાં રહીને નિર્વિકાર રહ્યા, કામવિજેતા બન્યા.” સિંહગુફાવાસી મુનિ લજ્જિત થઈ ગયા, ભાનમાં આવ્યા, સ્વસ્થ થયા;મનમાંથી ઈષ ચાલી ગઈ. કોશાનો ઉપકાર માનીને તે ચાલ્યા ગયા. ઈષનો ત્યાગ કરો, ત્યાર પછી જ પ્રમોદભાવના દયમાં ઊભરાશે. આજે બસ, આટલું જ. Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૮૭ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધબિંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના બાહ્ય અને આંતરિક આચારવિચારોની વિસ્તૃત સંહિતા પ્રસ્તુત કરી છે. ઃ અધ્યાયનું અંતિમ સૂત્ર છે : "सत्त्वादिषु मैत्र्यादियोगः ।" જીવનસૃષ્ટિ પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા - આ ચાર ભાવનાઓ ચાર પ્રકારના વિચાર જ કરવાનો ઉપદેશ આપ્યો છે. આપણે મૈત્રીભાવના પછી ‘પ્રમોદભાવના’નું વિવેચન કરી રહ્યા છીએ. કાલ તો વિશેષરૂપે પ્રમોદભાવનાની દુશ્મન ‘ઈર્ષા’નાં કટુ ફળ બતાવ્યાં હતાં. ઈર્ષા પ્રમોદભાવનાની અવરોધક છે. ઠીક છે, આપણે પંચપરમેષ્ઠી ભગવંતોના ગુણો અને પુણ્યની તો સ્તવના કરીએ છીએ. એ રીતે ભૂતકાલીન મહાપુરુષોના અને મહાસતીઓના ગુણ અને પુણ્યની પણ અનુમોદના...સ્તવના અને સ્મરણ કરીએ છીએ. પરંતુ જે લોકો આપણી આસપાસ છે........એ લોકોમાં આપણા કરતાં વધારે ગુણો હોય છે. આપણા કરતાં વધારે પુણ્યશાલી અને સુખી હોય છે. તેમની પ્રશંસા, તેમની અનુમોદના કરવી સરળ . નથી, મુશ્કેલ કામ છે અને આપણે મુશ્કેલ કામ જ સરળ બનાવવાનું છે. આંતરિક નિર્ણય કરી લો, આત્મસાક્ષીએ નિર્ણય કરી લો કે મારે મારાથી વધારે ગુણવાન લોકો છે, અધિક સુખી લોકો છે તેમની ઈર્ષા તો કરવી જ નથી. હું તેમના ગુણોની પ્રશંસા જ કરીશ. તેમનું સુખ જોઈને આનંદિત થઈશ. હું અહીં તમને ૧૧ વાતો જણાવું છું. એ વાતોને આધારે તમારે બીજાં પ્રત્યે પ્રમોદભાવ પ્રદર્શિત કરવાનો છે. પાછળથી આ ૧૧ વાતો અંગે ભૂતકાલીન કેટલીક વિભૂતિઓની વિશિષ્ટ ઘટનાઓ પણ બતાવીશ. ૧. પ્રથમ વાત છે ઉત્કૃષ્ટ ભાગ્યની. તમારાથી જેઓ વધારે ભાગ્યશાળી હોય, તેમની તમે પ્રશંસા કરો. ૨. બીજી વાત છે યશ અને કીર્તિની. તમારા કરતાં જેમનો યશ વધારે હોય, વધારે કીર્તિ હોય, તેમની તમે પ્રશંસા કરો. ૩. ત્રીજી વાત છે ભોગ-ઉપભોગની. જેમની પાસે તમારા કરતાં ભોગઉપભોગનાં સાધનો વધારે હોય, તેમને જોઈને તમે આનંદિત થાઓ. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રાવક જીવનઃ ભાગ ૪ ૪. ચોથી વાત છે દાનની ઉદારતાની. તમારા કરતાં જેઓ વધારે દાન આપતા હોય, જેઓ વધારે ઉદાર હોય તેમની તમે પ્રશંસા કરી, અનુમોદના કરો. પ. પાંચમી વાત છે નિર્વિકારીતાની. જે સ્ત્રીપુરુષો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, તેમની પ્રશંસા, અનુમોદના કરો. ૬. છઠ્ઠી વાત છે પરોપકારની. જે લોકો પરોપકાર પરાયણ હોય છે તેમની તમે પ્રશંસા-અનુમોદના કરો. ૭. સાતમી વાત છે ઔચિત્યપાલનની. જે લોકો સ્વાર્થનો ત્યાગ કરીને ઔચિત્યપાલન કરવામાં તત્પર હોય છે, તેમની તમે પ્રશંસા કરો. આઠમી વાત છે સહનશીલતાની. જે લોકો તમારા કરતાં વધારે સહનશીલ છે. તેમની તમે પ્રશંસા કરો, અનુમોદના કરો. ૯. નવી વાત છે શીલ-સદાચારની. જે લોકો શીલવાન છે, સદાચારી છે, તેમની - તમે પ્રશંસા કરો, અનુમોદના કરો. ૧૦. દશમી વાત છે જ્ઞાનની. જે લોકો તમારા કરતાં વધારે જ્ઞાની છે, તેમની તમે પ્રશંસા કરો, અનુમોદના કરો. ૧૧. અગિયારમી વાત છે યોગની. જે મહાપુરુષો યોગી છે, તે યોગી મહાપુરુષોના ગુણોની સ્તવના કરો. હવે તમારે વિચારવાનું કે તમારા પરિવારમાં, સ્નેહી સ્વજનોમાં.... સમાજમાં.. નગરમાં એવાં સ્ત્રીપુરુષો કોણ કોણ છે? શ્રીપાલનું ઉત્કૃષ્ટ ભાગ્યઃ સૌપ્રથમ આપણે ઉત્કૃષ્ટ ભાગ્યવાળા મહાનુભાવને યાદ કરીને તેની અનુમોદના કરીએ. “ઉત્કૃષ્ટ ભાગ્ય’નો અર્થ છે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય. “શ્રીપાલમયણાસુંદરીચરિત્રમાં જે શ્રીપાલનું ચરિત્ર વાંચવા મળે છે તે ઉત્કૃષ્ટ ભાગ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેનો ભાગ્યોદય સૌથી પ્રથમ ઉજ્જયિની નગરીમાં થયો. તેનાં લગ્ન મયણાસુંદરી જેવી ગુણવતી - રૂપવતી - શીલવતી રાજકુમારી સાથે થયાં, જો કે શ્રીપાલ કુષ્ઠરોગી હતો. કુષ્ઠરોગે તેના રૂપ-લાવણ્યને ગ્રસિત કરી દીધાં હતાં. અકસ્માત જ તેનો ભાગ્યોદય થયો. રાજકુમારી સાથે લગ્ન થઈ ગયું. બીજો ભાગ્યોદય હતો મયણાસુંદરી દ્વારા મહાન ગુરુ મુનિચંદ્રસૂરિજીનો સંયોગ મળવો. ગુરુદેવની પરમ કૃપા થઈ.શ્રીપાલનો કુષ્ઠરોગ દૂર કરવાનો ઉપાય મળી ગયો. શ્રી સિદ્ધચક્રજીની આરાધના-ઉપાસના મળી. મયણા અને શ્રીપાળે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ પ્રવચન ૮૭ સિદ્ધચક્રની વિધિપૂર્વક, ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આરાધના કરી. આરાધનાના ફળસ્વરૂપ શ્રીપાલનો કુષ્ઠરોગ મટી ગયો. શ્રીપાલ નીરોગી બની ગયો. શ્રેષ્ઠરૂપ પ્રકટ થયું. શ્રેષ્ઠ સૌંદર્ય પ્રકટ થયું. ત્રીજો ભાગ્યોદય હતો વર્ષો પછી માતાનું મિલન. ઉજ્જયિનીમાં જ માતા કમલપ્રભા મળી ગઈ. પ્રિય સ્વજનોનું મિલન ભાગ્યોદયથી જ થાય છે. શ્રીપાલ જ્યારે વિદેશયાત્રા માટે માતાના આશીર્વાદ તથા મયણાદેવીની શુભ કામનાઓ લઈને નીકળ્યો ત્યારે ચોથો ભાગ્યોદય થયો. જંગલમાં એક વિદ્યાસાધક મળ્યો. શ્રીપાલની સહાયથી તેની વિદ્યા સિદ્ધ થઈ ગઈ. વિદ્યાસાધકે શ્રીપાલ પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરી અને તેને બે દિવ્ય ઔષધીઓ આપીઃ ૧. જલતારિણી અને ૨. શસ્ત્રવારિણી. પાંચમો ભાગ્યોદય પણ તરત જ થયો. એક પહાડની કુંજમાં કેટલાક ધાતુસાધકો સુવર્ણસિદ્ધિનો ઉપાય કરતા હતા. તેમને સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત થતી ન હતી. તેમણે શ્રીપાલને સહાય કરવાની પ્રાર્થના કરી. શ્રીપાલની સામે એ લોકોને સુવર્ણસિદ્ધિ મળી ગઈ. તેમણે શ્રીપાલને સોનું આપ્યું. શ્રીપાલને આ રીતે સોનું મળી ગયું. છઠ્ઠો ભાગ્યોદયભૃગુકચ્છ (ભરુચ)માં થયો. વિદેશયાત્રા માટે ધવલશેઠનો સાથ મળ્યો, અને એક લાખ સુવર્ણમુદ્રાઓ મળી. સાતમો ભાગ્યોદય બબ્બરકુળમાં થયો. બબ્બરકુળના રાજાની પુત્રી મદનસેના સાથે શ્રીપાલનાં લગ્ન થયાં, રાજાએ વિપુલ વૈભવ આપ્યો. એક વિશાળ જહાજ આપ્યું. ધવલશેઠે પણ ૨૫૦ જળયાન આપ્યાં. આઠમો ભાગ્યોદય રત્નદ્વીપ ઉપર થયો. રત્નસાનુ પર્વત ઉપર “રત્નસંચયા નગરી હતી, ત્યાંનો રાજા હતો કનકકેતુ, તેને મદનમંજૂષા નામે પુત્રી હતી. શ્રીપાલનાં એની સાથે લગ્ન થયાં અને રાજાએ એને પુષ્કળ વૈભવ આપ્યો. નવમો ભાગ્યોદય કોંકણદેશમાં થયો. ત્યાંના રાજા વસુપાલે પોતાની રાજકુમારી મદનમંજરીનાં લગ્ન શ્રીપાલ સાથે કર્યાં. દશમો ભાગ્યોદય થયો કંબૂદીપની ઉપર કુંડનપુરમાં. કુંડનપુર જતા પહેલાં સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલેશ્વરદેવે શ્રીપાલને ચાર દિવ્ય શક્તિઓ આપીઃ ૧. જે ઇચ્છે તે રૂપ ધારણ કરી શકે તેવો મણિહાર આપ્યો. ૨. આકાશમાર્ગે ગતિ કરી શકે તેવી શક્તિ આપી. ૩. જે કલામાં પારંગત થવા ઇચ્છે તે કલામાં પારંગત થઈ શકે એવી શક્તિ આપી. ૪. ઝેર ઉતારનારો હાર આપ્યો. હારને પાણીથી ધોઈને એ પાણી સાપના ડંખ પર રેડવાથી ઝેર ઊતરી જાય. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રાવક જીવન : ભાગ ૪ કુંડનપુરમાં રાજા મકરકેતુની પુત્રી ગુણમંજરી સાથે શ્રીપાલનાં લગ્ન થયાં. અગિયારમો ભાગ્યોદય કંચનપુરમાં થયો. ત્યાંના રાજા વજસેનની પુત્રી રૈલોક્યસુંદરીએ સ્વયંવરમાં શ્રીપાલને પસંદ કર્યો. બારમો ભાગ્યોદય થયો “દલપત્તન’ નગરમાં. રાજા ધરાપાલની રાણી ગુણમાલાની પુત્રી શૃંગારસુંદરી સાથે શ્રીપાલનાં લગ્ન થયાં. તેરમો ભાગ્યોદય કોલ્લાગપુરમાં થયો. રાજા પુરંદરની પુત્રી જયસુંદરી સાથે શ્રીપાલનાં લગ્ન થયાં. ચૌદમો ભાગ્યોદય સોપારક નગરમાં થયો. ત્યાંના રાજા મહસેને પોતાની પુત્રી તિલકમંજરી શ્રીપાલને પરણાવી. શ્રીપાલે તિલકમંજરીનું સપવિષ ઉતાર્યું હતું. પંદરમો ભાગ્યોદય ત્યારે થયો કે જ્યારે શ્રીપાલ તેની આઠ પત્નીઓ સાથે, વિશાળ સેના લઈને ઉજ્જયિની પહોંચ્યો. માતા અને મયણાસુંદરીએ ખૂબ પ્રેમથી આઠ પત્નીઓનું સ્વાગત કર્યું. મયણાસુંદરીએ એ આઠે રાજકુમારીઓને પોતાની પ્રિય બહેનોના રૂપમાં સ્વીકારી - આ શ્રીપાલનો શ્રેષ્ઠ ભાગ્યોદય હતો. પાછળથી શ્રીપાલ પોતાનું પિતૃરાજ્ય પણ પ્રાપ્ત કરી લે છે. આમ તે અનેક પ્રકારના ભાગ્યોદય પામે છે. શ્રેષ્ઠ ભોગ-સુખ : નવ-નવ સમર્પિત ભાવવાળી પત્નીઓ સાથે શ્રીપાલ દેવલોકના ઈન્દ્ર સમાન દિવ્ય ભોગ-સુખ ભોગવતો હતો. - તેની શારીરિક શક્તિ અપૂર્વ હતી. – સર્વ પત્નીઓનો એકસરખો પ્રેમ હતો. - પત્નીઓમાં પરસ્પર સ્નેહ અને મૈત્રી હતી. - શ્રીપાલ અને સર્વ પત્નીઓ નિશ્ચિત અને નિરાકુલ હતી. સંસારનાં શ્રેષ્ઠ ભોગ-સુખ માણસ ત્યારે જ ભોગવી શકે કે જ્યારે આ ચાર બાબતો હોય. જો આ ચાર બાબતો ન હોય તો સુખનાં સાધનો પાસે હોવા છતાં મનુષ્ય ભોગ-સુખ ભોગવી શકતો નથી. ૧. શરીર અશક્ત અને રોગી હોય તો મનુષ્ય ભોગ-સુખ પામી શકતો નથી. ૨. પત્નીનો પ્રેમ ન હોય, સમર્પણ ન હોય, તો પણ મનુષ્ય ભોગ-સુખ પ્રાપ્ત કરી શકતો નથી. ૩. પત્નીના ઘરનાં બીજાં માણસો સાથે પ્રેમ-મૈત્રી ન હોય તો મનમેળ ન હોય Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૭ ૧૬૩ તો મનદુઃખ, ફ્લેશ, ઝઘડા ચાલ્યા કરે છે. અને તેથી પણ મનુષ્ય શ્રેષ્ઠ ભોગસુખ પામી શકતો નથી. ૪. પુરુષ અને સ્ત્રીના મનમાં વ્યાકુળતા હોય, વ્યગ્રતા હોય, ચિંતાઓ હોય, તો પણ માણસ ભોગ-સુખ પામતો નથી. શ્રીપાલનું ઉત્કૃષ્ટ ભોગ-સુખ તેના પૂર્વજન્મની ઉત્કૃષ્ટ ધર્મઆરાધનાના ફળસ્વરૂપ હતું. શ્રીપાલની ઉત્કૃષ્ટ યશકીર્તિ : જે રીતે શ્રીપાલનો ભાગ્યોદય ઉત્કૃષ્ટ હતો, એનાથી ભોગ-સુખ ઉત્કૃષ્ટ હતું. તેનો યશ પણ નિષ્કલંક અને ઉત્કૃષ્ટ હતો. ઉજ્જયિનીમાં લગ્ન પછી જ્યારે તે કુષ્ઠરોગથી મુક્ત બન્યો હતો અને શ્રી સિદ્ધચક્રની આરાધના એના જીવનનું અભિન્ન અંગ બની ગઈ હતી, ત્યારથી તેનો યશ ફેલાવા લાગ્યો હતો. વિદેશયાત્રામાં પણ જ્યાં જ્યાં શ્રીપાલ ગયો ત્યાં પણ તેને યશ મળ્યો. કીર્તિ પામ્યો. તેનાં મુખ્ય કારણો આ હતાં : ૧. તે પરાક્રમી હતો, યુદ્ધમાં સર્વત્ર તે વિજયી બનતો. ૨. તેની પાસે કલાઓ હતી, કલાઓમાં તે પારંગત હતો. ૩. તે પરોપકારી હતો. શત્રુ ઉપર પણ તેણે ઉપકાર કર્યા હતા. આ ત્રણ વાતો જેનામાં હોય છે તે યશસ્વી બને છે; તેની કીર્તિ ચારે તરફ ફેલાય છે. શ્રીપાલના ઉત્કૃષ્ટ પરોપકાર ઃ શ્રીપાલે પોતાના ઉપકારી પ્રત્યે તો પ્રત્યુપકાર કર્યો હતો, એટલું જ નહીં; જેમણે શ્રીપાલની સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર કર્યો હતો, દુર્વ્યવહાર કર્યો હતો, તેમની ઉ૫૨ પણ શ્રીપાલે ઉપકાર કર્યા હતા. આજે તો તમને માત્ર બે જ પ્રસંગો બતાવું છું. શ્રી સિદ્ધચક્રની આરાધનાથી જ્યારે શ્રીપાલનો કુષ્ઠરોગ મટી ગયો હતો ત્યારે શ્રીપાલે મયણાસુંદરીને કહ્યું હતું ઃ ‘દેવી, જે સિદ્ધચક્રના સ્નાત્રજળથી મારો કુષ્ઠરોગ મટી ગયો, તે સ્નાત્રજળથી મારી પ્રાણરક્ષા કરનારાઓ મારા ઉપકારી એવા ૭૦૦ કુષ્ઠરોગી જેઓ નગરની બહાર રહે છે, તેમનો કુષ્ઠરોગ ન મટી શકે ? જો તેમનો કુષ્ઠરોગ મટી જાય તો મને અત્યંત આનંદ થશે.’ મયણા શ્રીપાલની વાત સાંભળીને હર્ષથી ગદ્ગદ્ થઈ ગઈ અને બંનેએ પેલા ૭૦૦ કુષ્ઠરોગીઓ ઉપર સ્નાત્રજળ છાંટીને તેમનો કુષ્ઠરોગ પણ મટાડી દીધો. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રાવક જીવન : ભાગ ૪ આ તો પ્રત્યુપકાર હતો, કૃતજ્ઞતા હતી, પરંતુ જે ધવલશેઠની સાથે શ્રીપાલે વિદેશયાત્રા કરી હતી એ ધવલશેઠે શ્રીપાલ સાથે કેટલો શત્રુતાભર્યો વ્યવહાર કર્યો હતો? તેની ઉપર શ્રીપાલે એક વાર નહીં, અનેક વાર ઉપકાર કર્યા હતા. અપકારી ઉપર ઉપકાર કરવો - ઉત્કૃષ્ટ પરોપકાર કહેવાય છે. ધવલશેઠે શ્રીપાલની સંપત્તિ અને પત્નીઓને પડાવી લેવા શ્રીપાલને સમુદ્રમાં ધક્કો મારી દીધો હતો. જો કે સિદ્ધચક્રના પ્રભાવથી શ્રીપાલ બચીને સમુદ્રના કિનારે પહોંચી ગયો હતો. ધવલશેઠ ન તો શ્રીપાલની સંપત્તિ પામી શક્યો, ન તો પત્નીઓને સ્પર્શી શક્યો હતો. પાછળથી શ્રીપાલે જ ધવલશેઠને રાજદંડમાંથી બચાવ્યો હતો. અનેક વાર ધવલશેઠની પ્રાણરક્ષા કરી હતી. આ રીતે અનેક પરોપકારોથી શ્રીપાલે પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. શ્રેષ્ઠ દાનઃ શ્રેષ્ઠ ઉદારતાઃ ચાર વિશેષતાઓના માધ્યમથી શ્રીપાલની પ્રમોદપાત્રતા બતાવ્યા પછી હવે શ્રેષ્ઠ દાન આપનાર ઉદારચરિત્ર બે મહાનુભાવોને આજે યાદ કરીશું. એક છે ભામાશાહ, જે સમયે મેવાડના મહારાણા પ્રતાપ દેશની સ્વતંત્રતા માટે મોગલ બાદશાહની સામે લડતાં લડતાં હારી ગયો હતો અને ભયંકર જંગલમાં તેણે આશ્રય લીધો હતો ત્યારે ભામાશાહ મહારાણાની પાસે ગયા હતા. નિરાશહતાશ બનેલા મહારાણાને પુનઃ યુદ્ધ કરીને મેવાડને સ્વતંત્ર કરવાની પ્રાર્થના કરી. મારી સમગ્ર સંપત્તિ હું આપના ચરણોમાં સમર્પિત કરું છું, આપ સૈન્ય તૈયાર કરો અને શસ્ત્ર અશ્વો વગેરે પ્રાપ્ત કરો.” રાણા પ્રતાપ ઉત્સાહિત થયા અને પ્રેમથી ભામાશાહને ભેટ્યા. પછી હજારો સૈનિકો તૈયાર કર્યો...વિશાળ સેનાની સાથે મોગલ સામ્રાજ્યથી ટકરાયા હતા. ભામાશાહની ઉદારતા, સામાન્ય ન હતી. નિઃસ્વાર્થ ભાવનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું. આ રીતે કચ્છ પ્રદેશના શાહ સોદાગર જગડૂશાહે જ્યારે દેશમાં દુકાળ પડ્યો હતો ત્યારે સંઘરેલા અનેક ધાન્યભંડારોમાંથી અવિરત દાનનો પ્રવાહ વહાવ્યો હતો. દિલ્લીના બાદશાહને પણ જેટલું જોઈએ એટલું અનાજ આપ્યું હતું. દેશની પ્રજા પ્રત્યે ઉત્કૃષ્ટ કરુણાથી પ્રેરાઈને તેમણે દાન આપ્યું હતું. આ ઐતિહાસિક ભવ્ય ઘટના બની ગઈ હતી. એમના જીવનની અનેક ઘટનાઓ પ્રમોદપાત્ર છે. સ્તવન કરવા યોગ્ય છે, અનુમોદના કરવા યોગ્ય છે. આવા મહાનુભાવોનાં જીવનચરિત્રો વાંચવાં જોઈએ, એનાથી પ્રમોદભાવના વૃદ્ધિ પામે છે, અને આવાં ચરિત્રોમાંથી સારી પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૭ નિર્વિકારી દંપતી : વિજય અને વિજયા જે રીતે ઉદાર દાનવીર મહાપુરુષોની સ્તુતિ કરવી જોઈએ, એ જ રીતે જે સ્ત્રીપુરુષો સંસારમાં રહેવા છતાં પણ નિર્વિકારી રહ્યા, એ મહાનુભાવોને યાદ કરીને તેમની સ્તવના કરવી જોઈએ. આજે એવાં પતિપત્ની વિજય શેઠ અને વિજયા શેઠાણીને યાદ કરવાનાં છે. હજારો વર્ષ પૂર્વે આ દંપતી કચ્છ પ્રદેશમાં થયાં હતાં. ૧૫ લગ્ન પહેલાં વિજયે મહિનામાં એક પક્ષનું બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું હતું. વિજયાએ બીજા પક્ષનું વ્રત લઈ લીધું હતું. લગ્ન પછી બંનેને ખબર પડી. વિજયાએ ઉદારતાથી વિજયને કહ્યું : મેં જે વ્રત લીધું છે, તેનું પાલન તો મારે કરવું જ રહ્યું, પરંતુ આપના ભોગ-સુખમાં હું અંતરાય કરવા માગતી નથી. આપ બીજાં લગ્ન કરી લો. હું જીવનપર્યંત આપની સેવા કરતી રહીશ.’ વિજય શેઠે કહ્યું : ‘જો તું સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી શકતી હોય તો હું પણ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરીશ, હું બીજાં લગ્ન નહીં કરું. આપણે બંને બ્રહ્મચર્યનું પાલન કરીશું. પરંતુ મારાં માતાપિતાને આની ખબર ન પડવી જોઈએ. એટલા માટે આપણે બંને શયન એક જ શય્યામાં કરીશું...જ્યારે માતાપિતાને આપણા વ્રતની ખબર પડી જશે ત્યારે આપણે બંને સંસારત્યાગ કરીને દીક્ષા લઈ લઈશું. સાધુસાધ્વી બની જઈશું.' એક જ શય્યામાં શયન કરવા છતાં વિજય અને વિજયા નિર્વિકારી રહ્યાં. મનમાં પણ વિકાર-વાસના ઉત્પન્ન ન થઈ. કેટલાંક વર્ષો પછી ‘વિમલ' નામના કેવળજ્ઞાનીના બતાવ્યા પછી, એક શ્રાવક ભક્તિ કરવા જ્યારે વિજય-વિજયાને શોધતો તેમની પાસે આવ્યો ત્યારે તે જાહેર થઈ ગયું. પ્રતિજ્ઞા અનુસાર વિજયવિજયાએ ચારિત્રધર્મ સ્વીકારી લીધો...અને આત્મકલ્યાણ કરી લીધું. શ્રેષ્ઠ ઔચિત્યપાલક શ્રીરામ : જે રીતે નિર્વિકારી વિજયશેઠ અને વિજયા શેઠાણીને યાદ કરીને તેમનું ગુણોત્કીર્તન કર્યું તે રીતે ઔચિત્યપાલન કરવામાં શ્રેષ્ઠ વિભૂતિ શ્રીરામને યાદ કરીએ છીએ. જ્યારે કૈકેયીએ રાજા દશરથ પાસે ‘વરદાન’ માગ્યું; ભરત માટે રાજ્ય માગી લીધું અને દશરથે ભરતને રાજ્ય આપવાની સ્વીકૃતિ આપી દીધી, ત્યારે ભરતે રાજ્ય લેવાનો ઇન્કાર કરી દીધો હતો. દશરથ અને શ્રીરામના સમજાવ્યા છતાં પણ ભરત રાજ્ય લેવા માટે, રાજ્યસિંહાસન ઉપર બેસવા તૈયાર ન હતો. મહારાજા દશરથને સંસાર ત્યજીને ચારિત્રધર્મ સ્વીકારવો હતો; ભરતનો રાજ્યાભિષેક કર્યા વગર તેઓ સાધુ બની શકે તેમ ન હતું. ભરતનો એક જ આગ્રહ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રાવક જીવન : ભાગ ૪ હતો કે “પિતાજી, હું પણ તમારી સાથે સંસારત્યાગ કરીને ચારિત્રધર્મ અંગીકાર કરીશ.' જટિલ સમસ્યા પેદા થઈ ગઈ હતી. એ સમયે શ્રીરામે પોતાનું ઉચિત કર્તવ્ય વિચાર્યું. જ્યાં સુધી હું અયોધ્યામાં રહીશ ત્યાં સુધી ભરત રાજ્યનો સ્વીકાર નહીં કરે, અને ત્યાં સુધી પિતાજી દીક્ષા નહીં લઈ શકે. તેમનો આત્મા દુઃખી થશે, એટલા માટે હું જ વનમાં ચાલ્યો જાઉં. મારા ન રહેવાથી ભરતને રાજ્ય સંભાળવું જ પડશે.' શ્રીરામે અયોધ્યાનો ત્યાગ કર્યો; એમની પાછળ સીતા ચાલી નીકળ્યાં, લક્ષ્મણજી પણ રામની સાથે ચાલ્યા ગયા. ભરતનો રાજ્યાભિષેક થયો...મહારાજ દશરથે દીક્ષા લઈ લીધી. ઉચિત કર્તવ્યનું પાલન કરવું એ એક શ્રેષ્ઠ કોટિનો ગુણ છે. શ્રીરામ-લક્ષ્મણ અને સીતાને એ ગુણના માધ્યમથી યાદ કરીને તેમના પ્રત્યે પ્રમોદભાવ વ્યક્ત કર્યો. સહનશીલતા અને ચંદનબાલાજી : ઉચિત કર્તવ્યના પાલન જેવો જ એક મહત્ત્વપૂર્ણ ગુણ છે સહનશીલતા. ‘કર્મીનર્જરા’ની દૃષ્ટિથી આ ગુણ શ્રેષ્ઠ છે. જેમાં આ શ્રેષ્ઠ ગુણ હતો એવી સન્નારી મહાસતીને આજ યાદ કરીને તેના પ્રત્યે પ્રમોદભાવ વ્યક્ત કરીએ છીએ. ભગવાન મહાવીર સ્વામીના સમયની આ વાત છે. ચંપાપતિ રાજા દધિવાહનની પુત્રી હતી વસુમતી. રાજા શતાનીકે ચંપામાં લૂંટ ચલાવી, રાજા દધિવાહન ભાગી ગયો. રાણી ધારિણી અને રાજકુમારી વસુમતીનું અપહરણ થયું. અપહરણ કરનાર સુભટે કહ્યું : ‘આ રાણીને હું મારી પત્ની બનાવીશ અને આ છોકરીને કૌશામ્બીના બજારમાં વેચી મારીશ.' આ સાંભળીને રાણી ધારિણીએ આત્મહત્યા કરી લીધી, સુભટે વસુમતીને કૌશામ્બીના બજારમાં વેચી મારી. શ્રેષ્ઠી ધનવાહને કરુણાથી વસુમતીને ખરીદી લીધી. શેઠ તેને પોતાને ઘેર લઈ આવ્યા, પોતાની પત્ની મૂલાને કહ્યું : ‘આને પુત્રીની જેમ રાખવાની છે.’ વસુમતીનાં ચંદન જેવાં શીતળ વચન અને શીલથી પ્રસન્ન થઈને શેઠે વસુમતિનું નામ ‘ચંદના’ રાખ્યું. જ્યારે ચંદના યૌવનમાં આવી તો મૂલા શંકાશીલ બની, ‘કદાચ આ મારી શોક્ય બની જશે.' શેઠ બહારગામ ગયા ત્યારે શેઠાણીએ હજામને બોલાવીને ચંદનાના વાળ કાપી નખાવ્યા. પછી તેના હાથ-પગમાં બેડીઓ નાખી દીધી, તેને ખૂબ મારી અને એક ઓરડામાં પૂરી દીધી. તે ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી ઓરડામાં પુરાયેલી રહી. પછી શેઠના આગમન બાદ તેને તેમણે બહાર કાઢી ખાવા માટે બાકળા આપીને તે બેડી તોડનાર લુહારને બોલાવવા માટે ગયા. આ બાજુ સ્વયં ભગવાન મહાવીર ભિક્ષા લેવા માટે Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૭ ૧૬૭ ચંદનાની પાસે આવ્યા. ચંદનાએ બાકળા આપ્યા. દેવોએ એની બેડીઓ તોડી નાખી. મસ્તક પર સોનેરી વાળ આવી ગયા. ચંદના હર્ષિત થઈ. પાછળથી ચંદના ભગવાન મહાવીરની પ્રથમ શિષ્યા - સાધ્વી બની હતી. એક રાજકુમારીએ કેટલાં કષ્ટો સહન કર્યા હતાં? શ્રેષ્ઠ શીલવાન શ્રાવક સુદર્શન : જે રીતે સહનશીલતા એક શ્રેષ્ઠ ગુણ છે, એ જ રીતે શીલ પણ ત્રણે ભુવનમાં પ્રશંસનીય - શ્રેષ્ઠ ગુણ છે. સર્વ વ્રતોમાં શીલવ્રત શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. શીલવતના નિયમમાં “શેઠ સુદર્શન' ધર્મશાસ્ત્રમાં પ્રસિદ્ધ મહાપુરુષ છે. તેમની ધર્મપત્ની મનોરમા મહાસતીના રૂપમાં પ્રશંસિત છે. શેઠ સુદર્શન જ્યારે નિર્જન ઘરમાં કાયોત્સર્ગ-ધ્યાનમાં હતા ત્યારે રાજાની રાણી અભયાએ તેમનું અપહરણ કરાવ્યું હતું. અને પોતાના મહેલમાં લાવીને તેમની પાસે ભોગની પ્રાર્થના કરી હતી. સુદર્શને રાણીની ભોગ-પ્રાર્થનાનો ઇન્કાર કરી દીધો. રાણીએ શોર મચાવીને સુદર્શનને સૈનિકોને હવાલે કર્યો. તેની ઉપર શીલ લૂંટવાનો આરોપ ઠોકી બેસાડવામાં આવ્યો. રાજાને સુદર્શનની સત્યવાદિતા ઉપર વિશ્વાસ હતો. પરંતુ રાણી ઉપર દયાભાવ લાવીને સુદર્શન મૌન રહ્યો. રાજાએ સુદર્શનને સજા ફટકારી દીધી, સૂળીએ ચડાવી મારી નાખવાની. સુદર્શન તો નિર્ભય અને નિશ્ચલ રહ્યા. શેઠાણી મનોરમાએ સાગારિક અનશન લઈને પરમાત્માની સામે કાયોત્સર્ગ-ધ્યાન શરૂ કરી દીધું. મારા પતિ નિર્દોષ છે. નિર્દોષ સિદ્ધ થઈને ઘેર આવવા જ જોઈએ, તે પછી જ હું ધ્યાન પૂર્ણ કરીશ.” દેવોએ સૂળીનું સિંહાસન બનાવી દીધું. સુદર્શનને સિંહાસન પર આરુઢ કર્યા. ભેદ ખૂલી ગયો. રાજા રાણીને ભારે શિક્ષા કરવા તૈયાર થયો; સુદર્શને રાણીને બચાવી લીધી અને ઘેર ગયા. મનોરમાએ ધ્યાન પૂર્ણ કર્યું અને સુદર્શનનું સ્વાગત કર્યું. ગૃહસ્થ જીવનમાં રહેવા છતાં સુદર્શન અને મનોરમાએ કેટલી ઉત્કૃષ્ટ રીતે શીલવ્રતનું પાલન કર્યું હતું જેટલી પ્રશંસા-સ્તવના કરીએ એટલી ઓછી છે. વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષ : હવે કેટલાક ઉચ્ચ કોટિના જ્ઞાની-ધ્યાન-યોગી મહાપુરુષોનું સ્મરણ કરીને, તેમની સ્તવના કરીને પ્રવચન પૂર્ણ કરીશ. * સૌપ્રથમ ગ્રંથકાર આચાર્યદિવશ્રી હરિભદ્રસૂરિજીને યાદ કરીએ. ૧૪૪૪ ધર્મગ્રંથોની રચના કરીને જિનશાસનમાં પોતાનું નામ તેમણે અમર કર્યું છે. તેમની પ્રથમ વિશેષતા હતી - પ્રતિજ્ઞાપાલનની. પ્રતિજ્ઞાપાલનની દ્રઢતા ઉપર તો તેઓ પુરોહિતમાંથી સાધુ બન્યા. બીજી વિશેષતા હતી ઉપકારીના ઉપકારને Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રાવક જીવન : ભાગ ૪ જીવનપર્યત ન ભૂલવાની. સાધ્વી યાકિની મહત્તરાનો ઉપકાર તેઓ જિંદગીભર ભૂલ્યા ન હતા. પોતાની ધર્મમાતા’ના રૂપમાં તેઓ તેમને સદૈવ યાદ કરતા હતા. અને ત્રીજી વિશેષતા છે તેમના ધર્મગ્રંથોની. ધર્મ, યોગ, અધ્યાત્મ, દર્શન ઈત્યાદિના વિષયમાં તેમના ગ્રંથોને વિશ્વના મૂર્ધન્ય વિદ્વાનોએ માન્ય કય છે. એવા મહાન કૃતઘર, આચાર્યદિવ પ્રત્યે આપણે પ્રમોદભાવ વ્યક્ત કરીએ. - બીજા છે કલિકાલસર્વજ્ઞ આચાર્યદિવશ્રી હેમચંદ્રસૂરિજી. બાલ્યકાળમાં દીક્ષા લઈને તેમણે અપૂર્વ જ્ઞાનોપાસના કરી હતી. જ્ઞાનસાધના, યોગસાધના અને શાસનપ્રભાવના એમના જીવનની આ ત્રણ પ્રમુખ વિશેષતાઓ હતી. - તેમણે પોતાના જીવનકાળમાં ૩ કરોડ ૫૦ લાખ સંસ્કૃત પ્રાકૃત શ્લોકોની રચના કરી હતી. - યોગસાધનાના માધ્યમથી જિનશાસનની ભવ્ય ઉન્નતિ કરી હતી. યોગ દ્વારા તેમણે અનેક ચમત્કારો કર્યા હતા. રાજા કુમારપાળને પ્રતિબોધ આપીને તેને જિનશાસનનો મહાન પ્રભાવક બનાવ્યો હતો. અહિંસાનો ગુજરાત જેવા વિશાળ રાજ્યમાં પ્રસાર કર્યો હતો. કોઈ પણ સાધર્મિકને દુઃખી રહેવા દીધો ન હતો. * ત્રીજા મહાપુરુષ થઈ ગયા ઉપાધ્યાયત્રી યશોવિજયજી, તેઓ પણ નાની ઉંમરે સાધુ બન્યા હતા. કાશીમાં રહીને તેમણે પડ્રદર્શનનો ગહન અભ્યાસ કર્યો હતો. ન્યાયદર્શનમાં તેમણે ૧૦૮ ગ્રંથોની રચના કરી હતી. કાશીના બ્રાહ્મણ વિદ્વાનોએ મળીને યશોવિજયજીને ન્યાયવિશારદ' અને ન્યાયાચાર્યની પદવીઓ આપી હતી. તેમણે ધર્મ, યોગ અને અધ્યાત્મના અનેક ગ્રંથોની રચનાઓ કરી હતી. તેમના જ સમકાલીન હતા મહાન યોગી આનંદઘનજી. તેમની અનુપમ રચના આનંદઘન ચોવીસી' આજે ઉપલબ્ધ છે. એમના રચેલા ગૂઢ, ગંભીર અને ભાવપૂર્ણ અનેક કાવ્યપદો પણ આજે પ્રાપ્ત થાય છે. એવા જ એમના બીજા સમકાલીન હતા ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી. જેમણે શાન્તસુધારસ', “લોકપ્રકાશ' જેવા શ્રેષ્ઠ ગ્રંથોની રચના કરી હતી. આવા વિશિષ્ટ જ્ઞાની, ધ્યાની મહાપુરુષોને સ્મૃતિપથમાં લાવીને એમની સ્તવના કરી, અનુમોદના કરી પરમ આનંદ પ્રાપ્ત કરો. જીવનનું સારતત્ત્વ : શાન્તસુધારસમાં કહેવામાં આવ્યું છે કે : इति परगुणपरिभावनसारं सफलय सततं निजमवतारम् ॥” આ રીતે બીજાના ગુણોનું સ્મરણ-કીર્તન કરીને એમાં જ આનંદિત થવું અને તેમના ગુણોનું ચિંતન કરવું એમાં જીવનની સફળતા છે; એમાં જ શાન્તિની અનુભૂતિ છે. આ રીતે પ્રમોદભાવનાનું વિવેચન પૂર્ણ કરું છું. આજે બસ, આટલું જ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન ૮૮ ) પરમ કૃપાનિધિ, મહાન વ્યુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ગ્રંથ “ધર્મબિંદુના ત્રીજા અધ્યાયના અંતિમ સૂત્રમાં લખ્યું છે કે : “સત્તાવિર્ષ માલિયાઃ " સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવના, ગુણવાનો પ્રત્યે પ્રમોદભાવના, દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવના અને અવિનીતો પ્રત્યે ઉપેક્ષા ભાવનાનું ચિંતન કરવું જોઈએ. મૈત્રીભાવના અને પ્રમોદભાવના ઉપર વિવેચન કર્યા પછી આજે કરુણા ભાવનાના વિષયમાં વિવેચન કરવાનું છે. સૌથી પહેલાં કરુણાની પરિભાષા સમજવાની છે. ગ્રંથકારે કહ્યું છે : પરવિનાશિની વI બીજાનાં દુઃખ દૂર કરવાં, નાશ કરવો તેનું નામ કરુણા. બીજા શબ્દોમાં આ જ વાત શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજીએ “શાન્તસુધારસ'માં કહી છે : થિમહિનાં નિરીષ દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવાની ભાવનાકરુણા છે. સંસારના વિવિધ જીવોનાં વિવિધ દુઃખઃ કરુણા ભાવનાનો વિષય છે દુઃખી જીવ. એટલા માટે પ્રથમ તો સંસારના જીવોનાં દુઃખો સમજી લેવાં જોઈએ. જીવોનાં દુઃખોનો બોધ થયા પછી જ તેમના પ્રત્યે કરુણા ભાવના ભાવવાની છે - “આ જીવોનાં દુઃખ દૂર થાઓ, નષ્ટ થાઓ.’ સંસારમાં જીવોનું પહેલું અને મોટું દુઃખ છે ખાવાપીવાનું. મોટા ભાગના લોકોનેજીવોને ભોજન મળતું નથી. મળે છે તો પર્યાપ્ત માત્રામાં મળતું નથી. - નરકના જીવોને ભોજન મળતું જ નથી. - તિર્યંચગતિના જીવોને પર્યાપ્ત માત્રામાં ભોજન નથી મળતું. મળે છે તો પરાધીન સ્થિતિમાં મળે છે. જેવું જોઈએ તેવું ભોજન તો મળતું નથી. -માનવસૃષ્ટિમાં પણ મોટા ભાગના લોકોને જેટલું અને જેવું જોઈએ તેવું ભોજન નથી મળતું. અત્યારે તમે વર્તમાનપત્રોમાં વાંચો છો કે “ઇથિયોપિયા” વગેરે દેશોમાં કેવો ભૂખમરો છે ! હજારો લોકો ભોજન વગર મરી રહ્યાં છે. ભૂખ્યો જીવ કરુણાપાત્ર છે. ભૂખ્યાને ભોજન આપવું કરુણા છે. તરસ્યાને પાણી આપવું કરુણા છે. ‘તરત’ પણ જીવોનું એક મોટું દુઃખ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન : ભાગ ૪ મનુષ્યનું બીજું દુઃખ છે વસ્ત્રનું. વિશ્વમાં એક-બે કરોડ લોકો તો નિર્વસ્ત્ર હશે. એનાથી વધારે લોકો પાસે શરીર ઢાંકવા માટે પર્યાપ્ત વસ્ત્રો નહીં હોય, જે લોકો પાસે પર્યાપ્ત વસ્ત્ર હોવા છતાં પણ મનપસંદ વસ્ત્રો નથી હોતાં, એ બધા દુઃખી થાય છે. એ સર્વે લોકો કરુણાપાત્ર હોય છે. નિર્વસ્ત્ર અને અલ્પ વસ્ત્રવાળા મનુષ્યોને વસ્ત્રદાન દેવું કરુણા છે. ૧૭૦ છતાં પણ જે લોકો વસ્ત્રોના વિષયમાં વિશેષ ચિંતિત રહે છે એમના માટે માત્ર કરુણા ભાવના જ ભાવવાની છે. મનુષ્યનું ત્રીજું મોટું દુઃખ છે ઘરનું. જેમની પાસે ઘર નથી હોતું, પોતાનું ઘર નથી હોતું, ભાડાનું ઘર નથી હોતું. અને જેઓ આકાશ નીચે રહે છે...વૃક્ષોની નીચે રહે છે, ઘાસની ઝૂંપડીઓમાં રહે છે, તેમના મનમાં મોટી ચિંતા રહે છે - તેઓ ખૂબ દુઃખી હોય છે. એ લોકો કરુણાપાત્ર હોય છે. બેઘર લોકોને ઘર આપવું, આશ્રય આપવો એ કરુણા છે. કેટલાક લોકોની પાસે ઘર હોય છે, પરંતુ જેવું જોઈએ તેવું નથી હોતું, તેવા લોકો દુઃખી હોય છે. તેમને સદાય મકાનની ચિંતા સતાવતી હોય છે. નાના ઘરવાળા મોટા ઘરની ઇચ્છાથી દુઃખી થાય છે. કેટલાક લોકો સુંદર ઘ૨ પામવાની ઇચ્છાથી દુઃખી થાય છે. તો વળી કેટલાક લોકો અનેક ઘર પામવાની ઇચ્છાથી દુઃખી થાય છે. એ સર્વે કરુણા ભાવનાને પાત્ર હોય છે. કરુણા તો એ લોકો ઉપર કરવાની છે કે જેમની પાસે ઘર છે જ નહીં. તમારામાં શક્તિ હોય તો તે લોકોને ઘર આપવાં જોઈએ. મનુષ્યની આ ત્રણ મૂળભૂત જરૂરિયાતો છે - રોટી, કપડાં અને મકાન. જે મનુષ્ય પાસે આ ત્રણ વાતો નથી હોતી તે દુઃખી હોય છે. તે કરુણાપાત્ર છે. --- જેની પાસે આ ત્રણે આવશ્યકતાઓ પૂર્ણરૂપે હોય છે તે સોનું, ચાંદી, રત્ન, મણિ વગેરેના અલંકારોની સ્પૃહા કરે છે અને સ્પૃહાથી વ્યગ્ર રહે છે. એવા લોકો માટે માત્ર દયાનું ચિંતન કરવાનું હોય છે ઃ ‘એ લોકો એવી વ્યર્થ સ્પૃહાથી મુક્ત થાઓ, તેમની વ્યગ્રતા દૂર થાઓ.' : કેટલાક લોકો લગ્ન-સંબંધની બાબતમાં અશાન્ત રહે છે. પહેલાં માતાપિતા સંતાનોના લગ્નસંબંધમાં ચિંતા કરતા હતા, છોકરા માટે યોગ્ય કન્યા શોધતાં હતાં. છોકરી માટે સુયોગ્ય છોકરો શોધતાં હતાં. જ્યારે યોગ્ય સમયે છોકરાછોકરીઓનાં લગ્ન નથી થતાં ત્યારે માતાપિતા અતિવ્યથિત રહે છે. આજ કાલ મોટા ભાગનાં છોકરા-છોકરીઓ પોતે જ લગ્ન કરી લે છે; એવા લોકો પ્રાયઃ લગ્ન પછી દુઃખી થાય છે. કેટલાક લોકો એટલા માટે દુઃખી થાય છે કે તેમની પાસે લગ્ન કરવા માટે પૈસા Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૮ ૧૭૧ નથી હોતા. તેઓ બીજા લોકો પાસેથી દેવું કરી પૈસા લે છે. આવા લોકો પણ દુઃખી થાય છે. લગ્ન પછી પરસ્પર સંબંધો વધી જાય છે. એ સંબંધોને નભાવવાની પણ ચિંતા થાય છે. કંઈક આપવા લેવાનું હોય છે. લેણદેણમાં મનદુઃખ થાય છે. આ પણ સંસારનું મોટું દુઃખ છે. લગ્ન પછી સંતાનપ્રાપ્તિની સ્પૃહા હોય છે. જો સંતાન પ્રાપ્ત ન થાય તો દુખ જે સંતાન જોઈએ - છોકરો યા છોકરી - તે ન મળે તો પણ દુઃખ. જેવી સંતતિ જોઈએ તેવી કાળી, ગોરી નથી મળતી તો દુઃખ, અને તે અંધ, અપંગ, બેડોળ પેદા થાય તો પણ દુઃખ - સંતાનો મોટાં થઈને અવિનયી - ઉદ્ધત પાકે તો પણ દુઃખ - નાની ઉંમરે સંતાનોનું મોત થઈ જાય તો ય દુઃખ. આ પ્રકારના દુઃખી જીવો પ્રત્યે ભાવકરુણા જ જોઈએ. આ લોકો શાન્તિ પામો, સ્વસ્થ રહો' એવી કામના કરવાની છે. જે લોકોને અનુકૂળ ભોગ-સુખ નથી મળતાં, તેઓ પણ દુઃખી હોય છે. કેટલાંક ઉદાહરણો બતાવું છું. - ઘરમાં એવામીઠાઈ હોવા છતાં પણ ‘ડાયાબિટીસ જેવા રોગ થતાં ખાઈ શકાતી નથીએટલા માટે દુઃખી હોય છે. - સુંદર પત્ની હોવા છતાં ટી. બી. જેવો રોગ થતાં સ્ત્રીથી દૂર રહેવું પડે છે, એટલા. માટે દુઃખી હોય છે. - પહેરવા માટે સુંદર વસ્ત્રો હોવા છતાં “એલર્જી જેવા રોગો હોવાને લીધે પહેરી શકાતાં નથી, તેથી દુઃખી હોય છે. - ઘણું ધન હોવા છતાં પણ સરકારના ભયને લીધે માણસ ચિંતાથી ઘેરાયેલો રહે છે. ધનનો ભોગ કરી શકતો નથી. ભય ભોગનો અનુભવ કરવા દેતો નથી, એટલા માટે દુઃખી હોય છે. આવા લોકો મનમાં અતિશય વ્યથિત રહે છે, વ્યગ્ર રહે છે. આવા લોકો માનસિક રીતે દુઃખી હોય છે. એમના પ્રત્યે પણ ભાવકરુણાની ભાવના રાખવાની છે. ભય, રોગ, શત્રુ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ જ્યાં સુધી જીવ સંસારમાં છે, ત્યાં સુધી વિવિધ પ્રકારનાં દુઃખોથી આક્રાન્ત રહે છે. કોઈ વાર વધારે દુઃખ તો કોઈ વાર ઓછું દુઃખ થાય છે. માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેવો પરિવાર હોય, ગમે તેટલું સુંદર શરીર હોય, પરંતુ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રાવક જીવન : ભાગ ૪ ભય, રોગ, શત્રુ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ - આ પાંચ તત્ત્વો એને દુઃખી બનાવી દે છે. દુનિયાના ભિન્ન ભિન્ન પ્રકારના લોકોના મુખે સાંભળીએ છીએ - ૧. પૈસા છે, સારો પરિવાર છે, બધું જ છે. પરંતુ મનમાં એવો ભય પેસી ગયો છે કે રાતભર નિદ્રા નથી આવતી. ‘ડાકુ આવીને મારી નાખશે તો ?...કોઈ ભોજનમાં ઝેર આપી દેશે તો ? વેપારમાં ભાઈ દગો દેશે તો ? કેન્સરનો રોગ થશે તો ?’ આવા અનેક પ્રકારના ભય હોય છે. જે માણસ ભયસંજ્ઞા'થી ગ્રસ્ત હોય છે તે સુખનાં અનેક સાધનોની વચ્ચે પણ દુઃખી થાય છે. આવા લોકો કરુણાપાત્ર હોય છે. ‘આવા લોકોનો ભય દૂર થાઓ, તેઓ નિર્ભય બને. નિરાકુળ બનો...તેઓ સુખી થાઓ....' એવી ભાવના કરતા રહો. ૨. પૈસા છે, સારો પરિવાર છે, બંગલા અને કાર છે, પરંતુ શું કરીએ ? પાંચ વર્ષથી પેટમાં અલ્સરનો રોગ છે. કાને ઓછું સંભળાય છે, વારંવાર તાવ આવે છે...આ છે રોગનું દુઃખ. એમાં પણ ‘કેન્સર’ જેવા અસાધ્ય રોગથી જે માણસ ગ્રસ્ત થઈ જાય છે તે સુખી હોવા છતાં પણ ભોગવી શકતો નથી. તે દુઃખનો જ અનુભવ કરે છે. આવા રોગગ્રસ્ત જીવો માટે પણ કરુણા ભાવના ભાવવાની છે. ‘આ જીવોને આરોગ્યની પ્રાપ્તિ થાઓ, આ જીવો રોગમુક્ત થાઓ......નિરામય થાઓ...’ ૩. કેટલાક લોકો એટલા માટે દુઃખી થાય છે કે તેમને ઘણા શત્રુઓ હોય છે. ઘરમાં પણ શત્રુઓ હોય છે. બહાર પણ શત્રુઓ હોય છે. હા, ઘણી વાર સ્વજનો પણ શત્રુતાપૂર્ણ વ્યવહાર કરે છે. એવો એક પણ સ્વજન ઘરમાં હોય છે તો જીવન દુઃખપૂર્ણ બની જાય છે. મારી પત્ની જ મારી શત્રુ છે. મારો પુત્ર જ મારો શત્રુ બન્યો છે. મારી માતા જ મારી શત્રુ છે. - મારો ભાઈ જ મારો શત્રુ છે. · આવું કહેનારા લોકો મને મળે છે. ‘આવું કેમ બને છે ?' આવો પ્રશ્ન ન પૂછો. મનુષ્યનાં પાપકર્મ તો કારણ છે જ, પરંતુ આવી ફરિયાદ કરનારાઓ પણ પ્રાયઃ કોઈના શત્રુ હોય છે. એટલે કે તેઓ પણ કોઈની સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર કરતા હોય છે. બહાર પણ શત્રુઓ હોય છે તો મનુષ્ય દુઃખી થાય છે. કોઈના સંબંધો બગડી જાય છે તો તે શત્રુ બની જાય છે. પૈસા વગેરેની લેણદેણમાં પણ શત્રુતા થઈ જાય છે. કેટલાક લોકો ઈર્ષાવશ શત્રુ બનતા હોય છે. ગમે તે હોય, પરંતુ શત્રુતા માણસને Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૮ ૧૭૩ સુખથી જીવવા દેતી નથી. એક ભાઈએ મને કહેલું કે તે પોતાની પત્નીને શત્રુ માનતો હતો, તે પોતાના ઓરડામાં એકલો સૂતો હતો. ઓરડો અંદરથી બંધ રાખતો હતો. કોઈ કોઈ વાર તો ઊંઘમાં પણ બૂમ પાડતો હતો. મને મારી નાખ્યો..મારી પત્નીએ મને મારી નાખ્યો. તેણે મને પૂછ્યું કે હું શું કરું?” મેં કહ્યું હતુંઃ “ઘર છોડી દે, સંસાર છોડીને સાધુ બની જા, નિર્ભય બની જઈશ...કોઈ શત્રુ નહીં રહે...” સભામાંથી શું એણે દીક્ષા લીધી? મહારાજશ્રી દીક્ષા લેવી એટલી સરળ નથી. સંસારનાં વિવિધ દુખો ભોગવવાં તમને કબૂલ છે, પરંતુ દીક્ષા લેવી મંજૂર નથી. સાચી વાત છે ને ? એટલા માટે તમારા માટે તો ભાવકરુણાની ભાવના ભાવવાની છે. ૪. સંસારમાં વૃદ્ધાવસ્થાનું પણ એક મોટું દુખ છે. શરીર અને પાંચ ઈન્દ્રિયો કમજોર થઈ જાય છે. આપણું કામ સ્વયં નથી કરી શકતા ત્યારે જીવન પરાધીન બની જાય છે, પરાશ્રિત બની જાય છે. પરાધીનતા ખૂબ મોટું દુઃખ છે. જે સ્વજનોને વર્ષો સુધી સુખ આપ્યું હોય છે, એ સ્વજનો તરફથી ધૃણા, અપમાન, તિરસ્કાર મળે છે ત્યારે કેટલું દુઃખ થાય છે, એ જાણવું હોય તો એવા વૃદ્ધ પુરુષોને એકાન્તમાં પૂછવું. મેં તો પૂછવું છે. આંખોમાંથી આંસુ વહાવીને તેમણે પોતાનાં દુઃખો બતાવ્યાં છે. એક શ્રીમંત વૃદ્ધે કહ્યું હતું: “મેં શૂન્યમાંથી સર્જન કર્યું હતું. નાના ગામમાંથી શહેરમાં આવ્યો હતો. નોકરી કરી હતી. પછી નાનોશો ધંધો કર્યો. ભાગ્યે સહારો આપ્યો. ધંધો વિકસતો ગયો. લાખો રૂપિયા કમાયો. મોટો બંગલો લીધો. લગ્ન કર્યા. પરિવાર વધ્યો, ચાર છોકરા થયા, તેમને ભણાવ્યા, મોટા કર્યા. ઘરમાં બબ્બે કારી લીધી. છોકરાઓનાં લગ્ન કર્યા. બધાંને બધા પ્રકારના સુખનાં સાધનો આપ્યાં. છોકરાઓ ધંધો સંભાળવા લાગ્યા. એક દિવસ હું બીમાર પડ્યો. શરીર અશક્ત થયું, કેટલાક દિવસ હૉસ્પિટલમાં રહ્યો. ઘેર આવ્યો પરંતુ તે પછી હું કદી દુકાને - ઑફિસે જઈ ન શક્યો. એક-બે વર્ષ તો પરિવારે મારી સારી સેવા કરી. મારી પત્નીનું મૃત્યુ થઈ ગયું. હું મનથી ખૂબ નિરાશ થઈ ગયો. ધીરે ધીરે ઘરમાં મારી ઉપેક્ષા થવા લાગી. એક દિવસે મેં જ છોકરાઓને કહ્યું હવે મારે આ ઘરમાં રહેવું નથી. હું કોઈ સારા વૃદ્ધાશ્રમમાં રહીશ. બધાએ સંમતિ આપી દીધી. હું વૃદ્ધાશ્રમમાં આવી ગયો. અહીં મને શાન્તિ છે, પરંતુ શારીરિક પરાધીનતા દુઃખદાયક છે જ. અહીં નોકરોની પરાધીનતા છે.” ational Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રાવક જીવન : ભાગ ૪ વૃદ્ધાવસ્થામાં જ્યારે સ્ત્રી-પુરુષની પોતાનાં જ સ્વજનો દ્વારા ઉપેક્ષા થાય છે. તિરસ્કાર થાય છે, કષ્ટ આપવામાં આવે છે, ત્યારે વૃદ્ધોને ખૂબ દુઃખ થાય છે. આવા લોકો માટે પણ ભાવકરુણા જ કરવાની છે. વૃદ્ધજનોને શાન્તિ-સમાધિ અને સ્વસ્થતા પ્રાપ્ત થાઓ. ૫. સંસારનું પાંચમું દુખ છે મૃત્યુઃ મૃત્યુ આવ્યા પહેલાં માનવીને મૃત્યુનો ભય દુઃખી કરી દે છે. આ સંસારમાં મૃત્યુથી બચાવનાર કોઈ નથી. મૃત્યુ સામે માનવી અશરણ છે. શરણ શોધવા માટે પ્રયત્ન કરે છે, અનેક પ્રકારના પ્રયત્નો કરે છે, પરંતુ તે મૃત્યુથી બચી શકતો નથી. મૃત્યુથી બચવા માટે કોઈ * મંત્રસાધના કરે છે, * વિદ્યાપ્રયોગ કરે છે, * ઔષધ સેવન કરે છે, * રસાયણોનું સેવન કરે છે, છતાં પણ મૃત્યુથી બચી શકાતું નથી. * ભલે દીર્ઘ સમય સુધી પ્રાણાયામ કરીને શ્વાસનિરોધ કરે, * ભલે સમુદ્રને પેલે પાર જઈને રહે, * ભલેને કોઈ પહાડના શિખર ઉપર પહોંચી જાય....... પરંતુ એક દિવસે આ દેહ યમરાજને આધીન થવાનો જ છે. આ સંસારની નિયતિ છે મૃત્યુ. છતાં પણ જીવવાની સ્પૃહા, મૃત્યુથી માનવીને - જીવને ભયભીત કરે છે. સૌથી મોટું દુઃખ છે મૃત્યુ. આ દુઃખથી આક્રાન્ત જીવો માટે ભાવકરુણા' જ જોઈએ. સંસારના સર્વે જીવો મૃત્યુંજયી બનો, અજર અમર પદ પ્રાપ્ત કરો.' ક્રોધ - ઈષ - લડાઈ - યુદ્ધ : દુઃખ માત્ર શારીરિક જ નથી હોતાં, માનસિક દુઃખ વધારે હોય છે. મનથી દુઃખી સૌથી વધારે તો ક્રોધી માણસ થાય છે. ક્રોધી માણસ માને યા ન માને, પરંતુ માનસિક રૂપથી સૌથી વધારે દુઃખી થાય છે. સંસારમાં ક્રોધ થવાનાં નિમિત્ત તો અસંખ્ય હોય છે. નિમિત્ત મળતાં મનુષ્ય ક્રોધ કરતો રહે છે. ક્રોધથી દુઃખી બને છે. સુખનાં અનેક સાધનો પાસે હોવા છતાં પણ ક્રોધી માણસ દુઃખ જ અનુભવે એ રીતે જે લોકોના મનમાં ઈર્ષા થાય છે, બીજાનાં સુખ - વૈભવ - સંપત્તિ - યશ વગેરે જોઈને મનમાં બળતો રહે છે, તેઓ પણ દુઃખી થાય છે. ઈર્ષાગ્રસ્ત માણસ Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૮ ૧૭પ પાસે સુખનાં ગમે તેટલાં સાધનો હોય છતાં તે સુખ-ભોગ કરી શકતો નથી. એ તો બીજાનાં સુખો તરફ જોઈને દુઃખી થતો જાય છે. એ રીતે ક્રોધી, ઈષગ્રિસ્ત લોકોને ઉપદેશ આપીને સુધારવા એ સરળ કામ નથી. એક રીતે તો ક્રોધી માણસ જ્યારે ક્રોધની આગમાં બળતો હોય છે ત્યારે એને ઉપદેશ આપવો જ ન જોઈએ. ક્રોધી માણસ ઉપદેશથી સુધરતો જ નથી. ઈષ જેનો સ્વભાવ છે એ માણસ પણ પ્રાયઃ ઈર્ષા કરવાનું છોડતો નથી. આવા લોકો માટે પણ ભાવકરુણા' જ કરવાની છે. આમ તો આવા લોકો પ્રત્યે નફરત પેદા થાય છે, પરંતુ આપણે નફરત કરવાની નથી, તિરસ્કાર કરવાનો નથી; એ લોકો દયાપાત્ર છે. સંસારમાં સર્વત્ર નાનામોટા ઝઘડાઓ ચાલતા રહે છે. લોકોને ઝઘડતા જોઈને કોઈ વાર મનમાં વિચાર આવે છે કે ઝઘડો શું માનવીનો સ્વભાવ હશે? શું ઝઘડો કર્યા સિવાય માણસ જીવી નહીં શકતો હોય ? - કોઈ ધન-સંપત્તિ માટે ઝઘડો કરે છે, - કોઈ સ્ત્રીને કારણે ઝઘડો કરે છે, – કોઈ જમીન-મકાન માટે ઝઘડો કરે છે, – કોઈ ધર્મના માધ્યમથી ઝઘડે છે. કોઈ કોઈ વાર ઝઘડો ઉગ્ર રૂપ ધારણ કરે છે ત્યારે યુદ્ધ શરૂ થઈ જાય છે. વિશ્વના ઈતિહાસમાં જેટલાં યુદ્ધો વાંચીએ છીએ, એ યુદ્ધોના મૂળમાં આ જ કારણો જણાય છે. યુદ્ધ કરનારાઓ, યુદ્ધગ્રસ્ત માનસવાળા લોકો દુખી હોય છે. નાનામોટા ઝઘડા કરનારા લોકો દુઃખી હોય છે. આવા લોકોને કોણ સુખી કરી શકે? જેઓ સ્વયં ખાડો ખોદે છે, તેઓ સ્વયં એ ખાડામાં પડે છે. તેમને બહાર કાઢવા મુશ્કેલ છે. એ તો વધારે ને વધારે ઊંડા ઊતરતા જાય છે. કોઈ ભાગ્યના ઉદયથી બહાર નીકળી જાય તો જુદી વાત છે. અન્યથા એવા લોકો દુઃખના મહાસાગરમાં ડૂબી જાય છે. આવા જીવો પણ કરુણાપાત્ર છે. એમને માટે ચિંતન કરવું કે આ લોકોને સબુદ્ધિ પ્રાપ્ત થાઓ.....કોઈ કોઈનાથી ઝઘડો ન કરે. કોઈ કોઈની સાથે યુદ્ધ ન કરે, સર્વે જીવો પરસ્પર મૈત્રીસંબંધથી જોડાયેલા રહે..એમની મૈત્રી અખંડ રહો.” જે લોકો ધન-સંપત્તિની સ્પૃહામાં દેશ-વિદેશમાં ફરતા રહે છે. ભટકે છે, તેઓ પણ દુઃખી થાય છે. આ રીતે જોઈએ તો સંપૂર્ણ વિશ્વ ઉદ્વેગ અને આપત્તિથી ઘેરાયેલું છે. શું કરીએ? કોની પાસે જઈને વાત કરીએ? આ જ વાત શાન્તસુધારસ'માં કરવામાં આવી છે : - “વિ : કિં વાપો કૃશતશતૈલુ વિશ્વતિત્ | Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન ભાગ ૪ એટલા માટે એવા જીવો પ્રત્યે ‘કરુણા ભાવના’નું જ ચિંતન કરવાનું છે. નાસ્તિકવાદનું પ્રવર્તન ઃ કેટલાક લોકો પ્રત્યક્ષરૂપમાં દુઃખી દેખાતા નથી, પરંતુ તેમની કેટલીક અજ્ઞાનતાપૂર્ણ માન્યતાઓ અને એ માન્યતાઓનું પ્રસારણ એ લોકોને પારલૌકિક દુઃખોના સમુદ્રમાં ધકેલી દે છે. આ દુનિયામાં જેમ આત્મા, પુણ્ય, પાપ, પરલોક, સ્વર્ગ-નર્ક અને મોક્ષના અસ્તિત્વને માનનારા લોકો છે, એ રીતે જ આ તત્ત્વોનો ઇન્કાર કરનાર લોકો પણ છે. તેઓ કહે છે - ૧૭૬ આત્મા નથી, પુણ્ય-પાપ નથી, સ્વર્ગ-નર્ક નથી, – પુનર્જન્મ નથી, મોક્ષ નથી. - - ‘નાસ્તિ,’ ‘નાસ્તિ’ કરનારાઓ નાસ્તિક કહેવાય છે. એ લોકો આ તત્ત્વોનો નિષેધ કરીને બીજા જીવોને ઉન્માર્ગ ઉપર લઈ જાય છે. ધર્મથી વિમુખ કરે છે. એવા વિદ્વાન્...બુદ્ધિમાન લોકો ભગવાન મહાવીરના સમયમાં પણ હતા, પરંતુ તેમનો મહાન ભાગ્યોદય હતો કે એ વિદ્વાન્ બ્રાહ્મણો ભગવાન મહાવીરના પરિચયમાં આવ્યા અને ભગવાન મહાવીરે તેમની નાસ્તિકતા દૂર કરી. એ ૧૧ બ્રાહ્મણો ભગવાનના શિષ્ય બની ગયા, તેઓ ગણધર બન્યા. એ ૧૧ બ્રાહ્મણો આમ તો કર્મકાંડી હતા, બહારથી તો આસ્તિક જ દેખાતા હતા, પણ ભીતરથી નાસ્તિક હતા. આત્મા, કર્મ, પુણ્ય, પાપ, મોક્ષ આદિ તત્ત્વોની બાબતમાં શંકાશીલ હતા. ભગવાને તેમની આશંકાઓ દૂર કરી હતી. તેઓ પ્રાજ્ઞ હતા, સરળ હતા, એટલા માટે તેઓ સન્માર્ગ પામી શક્યા. પરંતુ જે લોકો પ્રાજ્ઞ નથી હોતા, જડબુદ્ધિના હોય છે અને સરળ નથી હોતા, વક્ર હોય છે, એમને ગમે તેટલું સમજાવવા છતાં સમજતા જ નથી. મને આવા કેટલાય અનુભવો થયા છે. આત્માનું અસ્તિત્વ નથી એમ માનનારા, સ્વર્ગ-નર્ક નથી એમ માનનારા, પુણ્યપાપ ન માનનારા, માણસો મારી પાસે આવ્યા છે. મેં તેમને શાસ્ત્રથી, તર્કથી અને મનોવિજ્ઞાનથી સમજાવ્યા, તેઓ નિરુત્તર થઈ ગયા; પરંતુ જેમનામાં પ્રાજ્ઞતા ન હતી, સરળતા ન હતી, તેઓ ન માન્યા. ‘અમે આપને ઉત્તર નથી આપી શકતા પરંતુ આપની વાત માની પણ નથી શકતા,’ એવું બોલીને ચાલ્યા ગયા. જેઓ પ્રાજ્ઞ અને સરળ હતા, તેઓ માની લેતા હતા. Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૮ ૧૭૭ મિથ્યાભિમાન, માણસને સત્યનો સ્વીકાર કરવા દેતું નથી. આવા લોકો પ્રત્યે પણ ‘ભાવકરુણા' જ રાખવાની છે. જે લોકો નાસ્તિક છે, એમને આસ્તિકતાની પ્રાપ્તિ થાઓ, સન્માર્ગની પ્રાપ્તિ થાઓ અને તેઓ સુખી થાઓ.” એવી કરુણાભાવના ભાવવાની છે. નાસ્તિકતાથી પ્રમાદની પુષ્ટિઃ જે મનુષ્ય આત્માને નથી માનતો, સ્વર્ગ-નર્કને નથી માનતો, પુણ્ય-પાપને નથી માનતો, તે પ્રમાદવશ બનશે જ. તે હિંસા કરશે. જૂઠ બોલશે. ચોરી કરશે. વ્યભિચાર સેવન કરશે. કારણ કે તે હિંસા વગેરેને પાપ જ માનતો નથી. એ આ પણ માનતો નથી કે હિંસા વગેરે કરવાથી પાપકર્મ બંધાય છે અને પાપકર્મથી દુગતિમાં જવું પડે છે. તે ન તો પાપને પાપ માને છે, ન તો પુનર્જન્મને માને છે, સ્વર્ગ-નર્કને પણ માનતો નથી. એટલા માટે તે ક્રોધ-માન-માયા અને લોભ કરતો રહે છે. વિષયકષાયોના પ્રમાદનું ભરપૂર સેવન કરે છે. માંસભક્ષણ કરે છે, મદિરાપાન કરે છે, પરસ્ત્રીગમન કરે છે. આ ઘોર પાપ એને નરકમાં લઈ જાય છે. નિગોદમાં લઈ જાય છે. ત્યાં અસંખ્ય વર્ષો સુધી ઘોર દુઃખ, ત્રાસ સહન કરે છે. એવા અજ્ઞાની પ્રમાદી જીવો પ્રત્યે ભાવકરુણા જ રાખવાની છે. નાસ્તિક માણસ કેવાં કેવા પાપ નિર્ભયતાપૂર્વક કરે છે તે જાણો છો ? “રાજા પ્રદેશી'નું ઐતિહાસિક ઉદાહરણ વાંચજો. મેં એક વાર તમને કહ્યું પણ છે. આ તો એનો ભાગ્યોદય હતો કે આચાર્યશ્રી કેશી ગણધર, એને મળી ગયા અને એમની આત્મતત્ત્વની વાત રાજાને ગમી ગઈ, અન્યથા તે પણ નરકગામી બની જાત. પાપને પાપ ન માનનારા, ધર્મને ધર્મ ન માનનારા લોકો વિવિધ પાપાચરણમાં જ પોતાનું જીવન વિતાવે છે. તેમના આત્મામાં લાગેલાં પ્રગાઢ કર્મ જે તેમને આસ્તિક નથી બનવા દેતાં તો તે દુર્ગતિઓમાં ભટકતા ઘોર દુઃખ અને ત્રાસ ભોગવતા રહે છે. બુદ્ધિના જડ અને વક્રદૃષ્ટિવાળા અજ્ઞાની લોકો જ્ઞાની પુરુષોનો હિતોપદેશ સાંભળતા નથી, અને ધર્મની એક પણ વાત તેમને સ્પર્શ સુદ્ધાં કરતી નથી. તમે જ બતાવો, એવા જીવોનાં દુઃખ, કષ્ટ, આપત્તિ કેવી રીતે દૂર થાય ? જે લોકો હિત-અહિત સમજતા નથી, સારું અને ખોટું સમજતા નથી, પાપ અને પુણ્ય માનતા નથી, એવા લોકો કદીય જ્ઞાની પુરુષોની હિતકારી વાણી સાંભળતા જ નથી. હિતોપદેશ સાંભળવો તેમને પસંદ પડતો નથી. અજ્ઞાન, અહંકાર અને મિથ્યાત્વને કારણે બુદ્ધિમાન અને શાસ્ત્રજ્ઞ પુરુષ પણ 1ર Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રાવક જીવન : ભાગ ૪ હિતોપદેશ સાંભળવા માટે અપાત્ર - અયોગ્ય બની જાય છે. હિતોપદેશ આપનાર ભલેને સર્વજ્ઞ, વીતરાગ ભગવાન મહાવીર હોય, ગોશાલક અને જમાલિ એનાં જ્વલંત ઉદાહરણો છે. આ બંને ભગવાનના શિષ્યો હતા. કેટલોક સમય તો તેઓ ભગવાનની સાથે રહ્યા પણ હતા. આ બંને ઉપર ભગવાનના ઉપકાર પણ હતા. પરંતુ બંનેમાં જ્યારે અજ્ઞાનનો અંધકાર ઊતરી આવ્યો તો બંને અહંકારના હાથી ઉપ૨ સવા૨ થયા અને મિથ્યાત્વ મોહથી ભ્રમિત થઈ ગયા, ત્યારે ભગવાનને છોડીને ચાલ્યા ગયા અને પોતપોતાની મિથ્યા માન્યતાઓનો પ્રચાર કરવા લાગ્યા હતા. વિના કારણે આ બંનેએ ભગવાન જેવા વીતરાગ સર્વજ્ઞ પ્રત્યે શત્રુતા ધારણ કરી હતી. આમ તો એ બે જણા દુનિયાની સામે ધર્મની જ વાતો કરતા હતા, પરંતુ એમના મનમાં ધર્મનો એક અંશ પણ ન હતો. એટલા માટે તે બંને જણા અશાંત હતા, ઉદ્વિગ્ન હતા, ગોશાલકનું મોત પણ ખૂબ કષ્ટમય થયું. તેોલેશ્યા’ તેના શરીરમાં પ્રવેશી ગઈ હતી. એથી ભયંકર વેદના સહન કરીને તે મર્યો હતો. આવા જીવો પ્રત્યે ‘કરુણા' જ રાખવી ઉચિત બતાવવામાં આવી છે. બીજા જીવોનાં દુઃખ દૂર કરવાનું ચિંતન કરનાર મનુષ્ય ભવિષ્યમાં સાચું અને શ્રેષ્ઠ સુખ પામે છે. આ વાત આપણા સર્વને માટે મહત્ત્વની છે. — ન કોઈ પણ જીવ માટે ‘આ દુઃખી થાઓ,’ એવો વિચાર કદી ન કરવાનો સંકલ્પ કરો. ‘સર્વ જીવો સુખી થાઓ' - એવો વિચાર કરવાનો સંકલ્પ કરો. પાપી જીવ પણ પુણ્યશાળી બનો. અજ્ઞાની જીવને જ્ઞાનપ્રાપ્તિ થાઓ. --- - દુર્ગુણી જીવ ગુણવાન થાઓ. આવી કરુણામય ભાવનાથી આત્માને ભાવિત કરનારો મનુષ્ય બે લાભ પ્રાપ્ત કરી શકે છે. આ વર્તમાન જીવનમાં એનું મન સ્વસ્થ રહે છે. પરલોકમાં શ્રેષ્ઠ અને સુંદર સુખ પ્રાપ્ત કરે છે. આ પ્રકારની કરુણા ભાવનાથી પોતાના હૃદયને નવપલ્લવિત રાખવા માટે કરુણાનિધાન પરમાત્માની આરાધના-ઉપાસના કરતા રહો, આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે હૃદયને કરુણાસભર બનાવવા માટેનો. આજે બસ, આટલું જ. ★ Page #185 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન ૮૯ ) પરમ કૃપાનિધિ, મહાન વ્યુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં અંતિમ સૂત્ર સાવિ વિયોઃ ” આપ્યું છે. ભાવશ્રાવકના હૃયમાં સંસારના જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા – આ ચાર ભાવનાઓ હોવી જ જોઈએ. મૈત્રી અને પ્રમોદનું વિવેચન કર્યા પછી “કરુણા' ભાવનાનું વિવેચન ચાલી રહ્યું છે. દુઃખી જીવો પ્રત્યે કરણા' ભાવના બતાવી છે. દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવાની ઈચ્છા થવી અભિલાષા થવી, એ કરણા છે. પરંતુ આ ભાવનામાં એક સાવધાની રાખવાની છે : મોદકુંતઃ અજ્ઞાનમૂત્ર II નિષિદ્ધા / એક બાળકને તાવ આવ્યો છે. એણે ઘરમાં મીઠાઈ જોઈ. તેને મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ. તે માની પાસે મીઠાઈ માગે છે. માતા મીઠાઈ આપતી નથી; બાળક રડે છે. માતા સમજાવે છે: બેટા, તારા શરીરમાં તાવ છે, તારે મીઠાઈ ન ખાવી જોઈએ, મીઠાઈ ખાવાથી તાવ વધે છે. પરંતુ બાળક તો અજ્ઞાની છે. એનામાં એ સમજદારી નથી હોતી. તે મીઠાઈ ખાવાની હઠ કરે છે... એ સમયે જો માતા મોહવશ થઈને મીઠાઈ આપે છે તો તે સાચી કરુણા નથી. મીઠાઈ ખાવાથી બાળકનું અહિત જ થાય. એટલા માટે એને મોહયુક્ત - અજ્ઞાનમૂલા કરુણા કહે છે. એવી કરુણા નિષિદ્ધ છે. આ રીતે - દયાથી પ્રેરિત થઈને કોઈને ઘાતક શસ્ત્રો ન આપવાં જોઈએ. - દયાથી પ્રેરાઈને કોઈને ઝેર વગેરે પદાર્થો ન આપવા જોઈએ. – દયાથી પ્રેરાઈને કોઈને નશીલા પદાર્થો ન આપવા જોઈએ. જે વસ્તુ આપવાથી બીજાનું અહિત થવાની સંભાવના હોય, દુઃખ ઘટવાની નહીં, પરંતુ વધવાની સંભાવના હોય; એવી વસ્તુ ન આપવી જોઈએ. માગનારો ગમે તેટલી દીનતા બતાવતો હોય તો પણ ન આપવી જોઈએ. ખબર પડી જાય કેઃ “આ માણસ શરાબી છે, જુગારી છે, વેશ્યાગામી છે, તો એને કદી પૈસા ન આપવા જોઈએ. એ માણસ ગમે તેટલો દુઃખી હોય તો પણ તેને પૈસા ન આપો. એ ભૂખ્યો હોય તો ભોજન આપો, તરસ્યો હોય તો પાણી આપો, દરદી હોય તો દવા આપો, પરંતુ પૈસા ન આપો. દુઃખી માણસોની પાત્રતા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ યોગ્યતા જોવી જોઈએ. કેટલાક માણસો દેખાય છે દુઃખી, પરંતુ વાસ્તવમાં તેઓ દુઃખી હોતા નથી. પોતાની જાતને દુઃખી બતાવીને કરુણાવંત - દયાવંત લોકો સાથે દગાબાજી કરે છે, ગેરલાભ ઉઠાવે છે. આવું થતાં દયાવાન લોકોની દયાભાવના, કરુણાભાવના કોઈ વાર નષ્ટ થઈ જાય છે. એટલા માટે દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવાની પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરતા રહો. અનુકંપા કરતા રહો : -- અનુકંપાની પ્રવૃત્તિ પણ વિવેકપૂર્વક કરવાની છે. દુઃખીને રોટલી આપવી, વસ્ત્ર આપવું, આશ્રય આપવો......એ અનુકંપા છે. અનુકંપા-દાન આપવામાં લેનારની યોગ્યતા જોવામાં આવતી નથી. એનો ધર્મ નથી જોવાતો. એની ઉંમર પણ નથી. જોવાતી. ભૂખ્યો છે, બસ, ભોજન આપી દો. તરસ્યો છે, બસ, એને પાણી આપો. નાગો છે, એને વસ્ત્ર આપો. દર્દી છે, એને ઔષધ આપો. માત્ર કરુણાથી આપવાનું છે. નિઃસ્વાર્થ ભાવથી આપવાનું છે. પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા સિવાય આપવાનું છે. દયાભાવથી આપવાનું છે. કેટલાંક વર્ષોથી અનુકંપા-દાન દેશમાં તથા વિદેશમાં વધ્યું છે. . શ્રાવક જીવન : ભાગ ૪ ક્યાંક ધરતીકંપ થાય છે, હજારો લોકો બેઘર થઈ જાય છે, એ વાત રેડિયો ઉપર પ્રસારિત થાય છે; ટી.વી. ઉપર તે દુર્ઘટના પ્રત્યક્ષ દેખાડવામાં આવે છે; તો દુનિયાભરમાંથી એ બેઘર બનેલા દુઃખી લોકો માટે ભોજન, વસ્ત્ર, દવા વગેરે જીવનજરૂરિયાતની વસ્તુઓ એકઠી થઈ જાય છે. ચાંક પૂર આવે છે, બંધ તૂટી જાય છે, અતિવર્ષા થાય છે....હજારો લોકો બેઘર, બેહાલ થઈ જાય છે. રેડિયો અને ટી.વી.ના માધ્યમથી, દૈનિક છાપાઓના માધ્યમથી લોકોને ખબર પડી જાય છે ને તરત જ અનુકંપા-દાનનો પ્રવાહ વહેવા માંડે છે. રોડ ઉપર અકસ્માત થઈ જાય છે. લોકો ખરાબ રીતે ઘાયલ થઈ જાય છે. કેટલાક મરી ય જાય છે, તો તેમને તરત જ નજીકમાં આવેલી હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે. અસરગ્રસ્ત લોકોને બચાવવાના ઉપાયો કરવામાં આવે છે. – કેટલાંક ગામોમાં સદાવ્રતો ચાલે છે. દુઃખી, અનાથ, અપંગ ત્યાં જઈને ભોજન કરે છે. પાણી પીએ છે. કેટલાંક ગામોમાં રોજ નહીં તો રજાના દિવસે ગરીબોને ભોજન આપવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ, કેટલાંક યુવકમંડળો, કેટલાંક મહિલામંડળો આવી પ્રવૃત્તિ કરે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ - પ્રવચન ૮૯ દયાળુ, જનરલ હૉસ્પિટલોમાં વધારે પ્રમાણમાં ગરીબ દરદીઓ જાય છે. કરુણાવંત લોકો ત્યાં જાય છે. જનરલ વોર્ડમાં જઈને દરદીઓને ફળ, દૂધ, દવા વગેરેનું વિતરણ કરે છે. TWW - ૧૮૧ કેટલાક લોકો આવી અનુકંપા કરનારી સંસ્થાઓને હજારો, લાખો રૂપિયાનું દાન આપે છે. મુંબઈ, મદ્રાસ, અમદાવાદ જેવા મોટા નગરોમાં અનાથાશ્રમો ચાલે છે. એ આશ્રમોમાં ૨૦૦, ૩૦૦, ૫૦૦ જેટલાં અનાથ, ત્યક્ત, અપંગ નાનાંમોટાં બાળકોને રાખવામાં આવે છે. એમને જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. કેટલાય કરુણાવાન માણસો આવા આશ્રમોને મોટાં મોટાં દાન આપે છે. કેટલાક લોકો પોતાના ઘરમાં જ્યારે લગ્ન જેવા પ્રસંગો આવે છે ત્યારે આવા આશ્રમોનાં બાળકોને ભોજન આપે છે, વસ્ત્રો આપે છે, પુસ્તકો આપે છે. મોટાં શહેરોમાં કેટલાંક રીમાન્ડ હોમ' હોય છે. જે બાળકો નાનામોટા અપરાધ કરતાં પકડાય છે તેમને રીમાન્ડ હોમમાં રાખવામાં આવે છે. ત્યાં તેમને ભોજન, વસ્ત્ર વગેરે આવશ્યક વસ્તુઓ મળે છે. આવી સંસ્થાઓને સરકાર સહાય કરે છે. સમાજના દયાવાન ગૃહસ્થો પણ દાન આપે છે. કેટલાંક સ્થળોએ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ ધરનાં બાળકોનાં છાત્રાલયો ચાલે છે. બાળકોને ત્યાં મફ્ત આવાસ, ભોજન, વસ્ત્ર આપવામાં આવે છે અને શિક્ષણ પણ મફત આપવામાં આવે છે. ઉદાર, દયાળુ ગૃહસ્થો આવી સંસ્થામાં દાન આપે છે. આવી સંસ્થાઓમાં, છાત્રાલયોમાં રહેનારાં બાળકો કેટલીક ખરાબ ટેવોથી બચી જાય છે. વ્યસનોથી બચી જાય છે. કેટલાંક ગામડાઓમાં, શહેરોમાં સામાજિક સ્તર ૫૨ સેવામંડળો, સેવાસંઘો ચાલે છે. તેમની તમામ પ્રવૃત્તિઓ કરુણાપ્રેરિત હોય છે. એ ગરીબ દુઃખી પરિવારોમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ ઓછા મૂલ્યથી વિતરિત કરવામાં આવે છે, બજારમાં જે વસ્તુ પાંચ રૂપિયામાં મળતી હોય, તે તે લોકો, ૨ - ૩ રૂપિયામાં આપે છે. જે નુકસાન આવે છે તે આવા દાનવીરો પાસેથી પૂરું કરવામાં આવે છે. આ વાતો એટલા માટે બતાવી રહ્યો છું કે દુનિયામાં આવી અનુકંપાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એ વાતનું તમને જ્ઞાન હોય તો તમે પણ આવી અનુકંપાની પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપી શકો. કરુણાપ્રેરિત સત્પ્રવૃત્તિ કરવાની તમને દિશા મળી જાય. વ્યસનોથી મુક્તિ ઃ જે રીતે જીવોને દુઃખોથી મુક્ત કરવાની ભાવના કરુણા છે, જીવોને પાપોથી મુક્ત Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રાવક જીવન : ભાગ ૪ કરવાની ભાવના પણ કરુણા છે; એ રીતે વ્યસનગ્રસ્ત માણસોને વ્યસનોમાંથી મુક્ત કરવાં એ કરુણા છે. સર્વ પ્રકારનાં વ્યસનો દુઃખનાં જ કારણરૂપ છે. વ્યસની માણસ દુખી જ થાય છે. જો કે માણસ સુખ પામવાની મિથ્યા કલ્પનાથી અથવા દુઃખને ભૂલવાની ભ્રામક કલ્પનાથી વ્યસન સેવન કરે છે. - નાનાં બાળકો જે વ્યસનો કરે છે, તે સુખ પામવાની કલ્પનાથી કરે છે. - યુવકો પણ મોટે ભાગે સુખ પામવાની કલ્પનાથી જ વ્યસનોમાં ફસાય છે. કેટલાક યુવકો દુઃખોને ભૂલવાની દ્રષ્ટિથી વ્યસન-સેવન કરે છે. પ્રૌઢ અને વૃદ્ધ લોકોને આદત પડી ગઈ હોય છે, વ્યસન-સેવનની. મુખ્ય વ્યસનો આ છે : ૦ તમાકુ બીડી, સિગારેટ ૦ પાનપરાગ • શરાબ મનુષ્ય ભિન્નભિન્ન રૂપે આ વ્યસનોનું સેવન કરે છે. એનાથી પૈસાનો દુર્વ્યય તો થાય જ છે, શરીરને પણ નુકસાન પહોંચે છે. કેન્સર જેવા અસાધ્ય રોગ પણ થાય છે. મન અશાંત અને ઉદ્વિગ્ન રહે છે. આત્મા પાપકર્મોથી બંધાય છે. આવા વ્યસની લોકોને વ્યસનોમાંથી મુક્ત કરવાની ભાવના પણ કરુણા-ભાવના છે. પરંતુ વ્યસનોથી મનુષ્યને મુક્ત કરવો સરળ કામ નથી, ખૂબ મુશ્કેલ કામ છે. છતાં પણ ભાવના તો રહેવી જ જોઈએ. શરાબની વ્યાપકતા : તમાકુ તો ભિન્નભિન્ન સ્વરૂપમાં વ્યાપક છે જ, પણ હવે તો શરાબ પણ વ્યાપક થતો જાય છે. મેં એવા પણ પરિવારો જોયા છે કે જ્યાં લોકો ઉપવાસ, આયંબિલ વગેરે તપ કરે છે, પૂજા-પાઠ કરે છે, માળા ફેરવે છે, તીર્થયાત્રા કરે છે અને શરાબ પણ પીએ છે. નશો કરે છે. ઘરમાં બ્રાંડીની બાટલીઓ હોય છે. હોટલોમાં જઈને પણ પીએ છે. . પ્રારંભ “બીયરથી થાય છે. આગળ વધતાં વિદેશી હિસ્કી’ શરૂ થઈ જાય છે. ૧૬-૧૮ વર્ષની ઉંમરનાં છોકરા-છોકરીઓ પણ નિર્ભય થઈને પીએ છે. નશો કરે છે અને નશામાં વિવેકશૂન્ય થઈને કુત્સિત પાપાચરણ કરે છે. આવા લોકોની ધર્મક્રિયાઓનો કોઈ અર્થ નથી, માત્ર તેમનો દંભ પોષાય છે. એ લોકો શરાબથી થનાર નુકસાનને જાણતા નથી? જાણે છે, છતાં કોઈ ને કોઈ વ્યામોહમાં ફસાઈને તેઓ શરાબ પીએ છે. – કેટલાક લોકો અશાંતિથી બચવા પીએ છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ પ્રવચન ૮૯ - કેટલાક લોકો મિત્રોને ખુશ કરવા પીએ છે. – કેટલાક લોકો પોતાના દેશી - વિદેશી વેપારીઓને ખુશ કરવા પીએ છે, પિવડાવે - કેટલાક પોતાની જાતને “આધુનિક - મોડર્ન બતાવવા માટે પીએ છે અને પિવડાવે છે. - કેટલાક મોટા શ્રીમંતોનું અનુકરણ કરવા પીએ છે. - કેટલાક લોકો શરાબ પીવાથી શરીરમાં શક્તિ આવે છે, એવી ભ્રમણાથી પીએ આ વાત બીજાંની નથી કહેતો, જૈન સમાજની આ વાત છે. જેઓ માત્ર જૈન કહેવાય છે, માત્ર દેખાવના જેન છે, તેમની વાત છે. આવા લોકો જો સાધુ-પુરુષોના સંપર્કમાં આવે અને સાધુ-પુરુષ એમને પ્રેમથી સમજાવીને શરાબનો ત્યાગ કરાવી દે તો જ એમનું વ્યસન છૂટી શકે. અન્યથા તેમને માટે તો કરુણા-ભાવના જ ભાવવાની છે. આ રીતે જે લોકો હિંસા, ચોરી, દુરાચાર, પરિગ્રહ આદિ પાપોમાં ફસાય છે એ લોકોને પાપમુક્ત કરવાનું ચિંતન કરવું, ઉપાય કરવો એ પણ કરુણાભાવના છે. દુઃખ આપનારાઓ પ્રત્યે કરુણા : જે લોકો દુખી છે, જે લોકો દુઃખના માર્ગ ઉપર ચાલી રહ્યા છે, જેઓ પાપી છે, એમના પ્રત્યે જે પ્રકારની કરુણા-ભાવનાનું ચિંતન કરવાનું છે, એવું જ જે લોકો આપણી સાથે દુર્વ્યવહાર કરે છે, આપણને દુઃખ આપે છે, આપણને સતાવે છે, એમના પ્રત્યે પણ કરુણાસભર ચિંતન કરવાનું છે. આ વ્યક્તિ આપણને દુઃખ દે છે માટે આપણે એને દુઃખ આપીશું,' એવો વિચાર કરવાનો નથી. દુઃખથી બચવા માટે તમે જે પ્રતિકાર કરો, તે પ્રતિકારની ક્રિયામાં પણ કરુણા' રહેવી જોઈએ. આ પ્રકારની શ્રેષ્ઠ કરુણા પ્રદર્શિત કરનારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવનના કેટલાક પ્રસંગો અતિ પ્રેરણાદાયી છે. આજે એક પ્રસંગને યાદ કરીને કરુણાવંત ભગવાનની સ્તુતિ કરીશું, પ્રશંસા કરીશું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્યારે સાધનાકાળમાં હતા ત્યારે ઉગ્ર તપશ્ચય કરતા હતા. ઉત્કૃષ્ટ સાધનામાં નિમગ્ન હતા એ સમયની વાત છે. ભગવાન પ્લેચ્છોથી ભરપૂર એવી દૃઢભૂમિમાં પ્રવેશ્યા. પેઢાલ' નામના ગામની બહાર પોલાસ' નામના મંદિરમાં જઈને ઊતર્યા. ભગવાનને અક્રમ' (ત્રણ ઉપવાસ)નો Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રાવક જીવન : ભાગ ૪ તપ હતો. એક શિલાતલ ઉપર ચિત્તને સ્થિર કરીને, નિમેષરહિત દૃષ્ટિને એક રુક્ષ દ્રવ્ય ઉપર સ્થિર કરીને એક રાત્રિની મહાપ્રતિમા’ ધારણ કરીને ઊભા હતા. એ સમયે દેવોની સભામાંથી ઇન્દ્રે કહ્યું ઃ ‘હે સૌધર્મદેવ-લોકવાસી દેવો, ભગવાન મહાવીરનો અદ્ભુત મહિમા સાંભળો. પાંચ સમિતિનું પાલન કરનારા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત ચાર કષાયોને જિતનારા, આસ્રવરહિત અને દ્રવ્ય-ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબદ્ધ એવા મહાપ્રભુ ધ્યાનમાં સ્થિર બન્યા છે. એમને ધ્યાનમાંથી વિચલિત કરવા માટે દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ યા મનુષ્ય... કોઈ પણ શક્તિમાન નથી.' આ રીતે ઇન્દ્રે પરમાત્માનાં ગુણગાન ગાયાં. આ સાંભળીને ઇન્દ્રનો સામાનિક દેવ સંગમ, જે અભવ્ય હતો, પ્રગાઢ મિથ્યાત્વી હતો; તે રોષાયમાન થઈને બોલ્યો ઃ ‘હે સુરેન્દ્ર, દેવોની સામે આ મનુષ્ય સાધુ શું વિસાતમાં ? હું જાતે એને ધ્યાનભ્રષ્ટ કરીશ.' ઇન્દ્રે સંગમના અહંકારની ઉપેક્ષા કરી નાખી. સંગમદેવ, જ્યાં ભગવાન મહાવીર હતા ત્યાં ગયો. પ્રભુને જોઈને તેના મનમાં વધારે રોષ ઉત્પન્ન થયો. તેણે પ્રભુને ધ્યાનમાંથી વિચલિત કરવા માટે વિવિધ કષ્ટો આપવાની શરૂઆત કરી દીધી. તેણે એક રાતમાં ૨૦ મોટા ઉપસર્ગો કર્યા; પરંતુ તે ભગવાનને ધ્યાનમાંથી વિચલિત ન કરી શક્યો. હું એ ઉપસર્ગોનો માત્ર નામનિર્દેશ કરું છું. તેનાથી તમને ખબર પડશે કે ‘ભગવાન મહાવીર’ કેવી રીતે કહેવાયા હતા ! તેમનામાં કેવી અપૂર્વ વીરતા હતી. ? ૧. સૌપ્રથમ સંગમે ભગવાન ઉપર ધૂળ-રજની વૃષ્ટિ કરી. પ્રભુના શરીરનાં તમામ છિદ્રો રજથી ભરી નાખ્યાં. ભગવાન શ્વાસોચ્છ્વાસ લેવા માટે પણ અસમર્થ બની ગયા; તો પણ તેઓ ધ્યાનથી વિચલિત ન બન્યા. ૨. દેવે વજ્રમુખી લાખો કીડીઓ ભગવાનના શરીર ઉપર છોડી દીધી. કીડીઓ ભગવાનના શરીરને વીંધીને એક બાજુથી બીજી બાજુ નીકળવા લાગી. પોતાના તીક્ષ્ણ વજ્રમુખથી કીડીઓ પ્રભુના શરીરને કરડવા લાગી... છતાં પણ પ્રભુ સ્થિર રહ્યા. ૩. પછી દેવે મોટા મોટા લાખો મચ્છર-ડાંસ પ્રભુના શરીર ઉપર છોડ્યા. મચ્છરોએ શ૨ી૨ને ક્ષત-વિક્ષત કરી નાખ્યું. શરીર ઉપરથી શ્વેત રુધિરની ધારાઓ વહેવા લાગી, તો પણ પ્રભુ વિક્ષુબ્ધ ન થયા. ૪. દેવે તીવ્ર ચાંચવાળી હજારો ધીમેલ (એક પ્રકારનાં જંતુ) પ્રભુના શરીર ઉપર છોડી દીધી. તે પ્રભુના શરીરના મુખભાગ ઉપર ચોટી ગઈ અને લોહી પીવા લાગી, તો પણ પ્રભુ અચલ રહ્યા. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ પ્રવચન ૮૯ ૫. દેવે હજારો વીંછી પ્રભુના શરીર ઉપર છોડયા. વીંછી શરીરને ડંખવા લાગ્યા, તો પણ ભગવાન નિરાકુલ રહ્યા. ૬. દેવે હજારો નોળિયા પ્રભુના શરીર ઉપર છૂટા મૂકી દીધા. તેઓ પોતાના તીક્ષ્ણ દાંતોથી પ્રભુના શરીરના માંસના ટુકડા કાપી કાપીને ખાવા લાગ્યા, છતાં પણ પ્રભુ અવિચળ રહ્યા. ૭. દેવે ભયંકર, મોટી મોટી ફેણવાળા હજારો સાપ પ્રભુના શરીર ઉપર છોડી દીધા. તેમણે પ્રભુના શરીરને પગની એડીથી ચોટી સુધી લપેટી લીધું. પોતાની દાઢોથી ભગવાનને કરડવા લાગ્યા. બધું ઝેર બહાર નીકળી ગયું....સાપ દોરડાની જેમ લટકી પડ્યા...પ્રભુ સ્થિર રહ્યા. ૮. દેવે વજ્ર જેવા દાંતવાળા ઉંદરો પ્રભુના શરીર ઉપર છોડ્યા. ઉંદરો તેમના દાંતોથી, નખોથી, મુખથી ભગવાનના શરીરને કાપવા લાગ્યા. તેમની ઉપર ભૂતરવા લાગ્યા, શરીરને તીવ્ર વેદના થવા લાગી, છતાં પણ પ્રભુ નિશ્ચલ રહ્યા. ૯. દેવ વધારે ક્રોધિત બન્યો. તેણે મોટા મોટા દાંતવાળો હાથી ભગવાનના શરીર તરફ છોડ્યો. તેણે તેની સૂંઢથી પ્રભુને આકાશમાં ઉછાળી દીધા, પુનઃ તેણે પોતાની સૂંઢથી પ્રભુને પકડી લીધા. વારંવાર દાંતોથી પ્રભુ ઉપર પ્રહાર કરવા લાગ્યો, તો પણ પ્રભુ ધ્યાનલીન રહ્યા. ૧૦. દેવે અતિક્રૂરતાથી હાથણી ઉત્પન્ન કરી અને પ્રભુ ઉપર છોડી દીધી. હાથણીએ પોતાના દાંતોથી તેમજ મસ્તકથી પ્રભુના શરીરને ક્ષત-વિક્ષત કરીને તેમની ઉપર મૂતરવા લાગી, તો પણ પ્રભુનું ધ્યાન અખંડ રહ્યું. ૧૧. છેવટે દેવે એક ભયાનક પિશાચનું રૂપ ધારણ કર્યું...પ્રભુને ડરાવવા લાગ્યો...ભયભીત ક૨વા લાગ્યો. પરંતુ ભગવાન નિર્ભય રહ્યા, સ્થિર રહ્યા. ૧૨. દેવે ભયંકર વાઘનું રૂપ લીધું. પોતાની વજ્ર જેવી દાઢથી, ત્રિશૂળ જેવા નખોથી પ્રભુના શરીરને ચીરવા લાગ્યો. તો પણ દેવ ભગવાનને વિચલિત ન કરી શક્યો. ૧૩. એ અધમ દેવે રાજા સિદ્ધાર્થનું રૂપ લીધું અને બોલ્યો ઃ ‘હે વત્સ, આવું દુષ્કર વ્રત શા માટે લીધું ? છોડી દે આ વ્રતને, તું અમારી સેવા કર, તારો ભાઈ નંદિવર્ધન મને વૃદ્ધાવસ્થામાં મૂકીને ચાલ્યો ગયો...' તો પણ પ્રભુ ધ્યાનલીન રહ્યા. ૧૪. દેવે ત્રિશલા માતાનું રૂપ લીધું. પુનઃ પુનઃ વિલાપ કરવા લાગી, તો પણ પ્રભુ ધ્યાનમગ્ન જ રહ્યા. ૧૫. દેવ વધારે રોષાયમાન થયો. તેણે એક રસોઈયાનું રૂપ ધારણ કર્યું. પ્રભુના Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રાવક જીવન : ભાગ ૪ ચરણોને ચૂલો બનાવીને તેમાં અગ્નિ પ્રજ્વલિત કર્યો, અને ભાત રાંધવાના પાત્રને તેની ઉપર મૂક્યું. અગ્નિથી પ્રભુના ચરણ બળવા લાગ્યા. પરંતુ એનાથી ચ૨ણ સુવર્ણની જેમ વધારે શોભાયમાન થયાં. પ્રભુ તો નિરાકુલ રહ્યા. ૧૬. દેવે અતિરૌદ્ર ચંડાળનું રૂપ ધારણ કર્યું. તેણે પ્રભુના ગળામાં, કાનોમાં, સાથળ ઉપર, હાથો ઉપર પક્ષીનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ તેમની ચાંચોથી, તેમજ નખોથી પ્રહાર કરીને શરીરમાં અનેક છિદ્રો કરી નાખ્યા, તો પણ તે પ્રભુને ચલાયમાન ન કરી શક્યો. ૧૭. દેવ વધારે ઉગ્ર બન્યો. તેણે પ્રચંડ પવન ઉત્પન્ન કર્યો. પવનથી પ્રભુને આકાશમાં ઉછાળીને ઉછાળીને જમીન ઉપર પટકવા લાગ્યો. છતાં પણ પ્રભુ વિચલિત ન થયા. ૧૮. દેવે હવાનું ભયંકર તોફાન-વંટોળ ઉત્પન્ન કર્યું. જેમ કુંભાર ચક્રને ઘુમાવે તેમ તેણે પ્રભુને ઘુમાવ્યા. તો પણ પ્રભુ ધ્યાનમગ્ન રહ્યા. ૧૯. આટલા બધા ઉપાય નિષ્ફળ જવાથી દેવે વિચાર કર્યો : ‘આ મુનિ વજ્ર જેવા કઠીન મનવાળા છે. આટલા ઉપદ્રવો કરવા છતાં પણ તે જરાકે વિચલિત ન થયા. ઇન્દ્રસભામાં મેં પ્રતિજ્ઞા કરી હતી, એ પ્રતિજ્ઞા પૂર્ણ ન થઈ...હવે હું ઇન્દ્રસભામાં કેવી રીતે જાઉં ? એટલા માટે તો હવે આના પ્રાણ જ લેવા પડશે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી.’ આવું વિચારીને સંગમે ‘કાલચક્ર’ ઉત્પન્ન કર્યું. કાલચક્ર ઉપાડ્યું અને ભગવાનની ઉપર પ્રહાર કર્યો. કાલચક્રના પ્રહારથી પ્રભુ ઢીંચણ સુધી જમીનમાં ઘુસી ગયા. પરંતુ તેમનું મૃત્યુ ન થયું, ત્યારે દેવ ક્ષુબ્ધ થઈ ગયો. એણે વિચાર કર્યો : “આને કોઈ શસ્ત્ર-અસ્ત્ર અસર કરતું નથી, તો હવે એક અનુકૂળ ઉપસર્ગ કરીને તેને વિચલિત કરી દઉં.' ૨૦. તેણે કામદેવના એક અમોઘ શસ્ત્રની રચના કરી, તેણે છ ઋતુઓ પ્રકટ કરી, વસંત ઋતુની શોભા ઉત્પન્ન કરી, સેંકડો દેવાંગનાઓ ઉત્પન્ન કરી. દેવાંગનાઓએ ગીત, વાદ્ય, નૃત્ય, અંગવિકાર અને ચાટુ વચનોના પ્રયોગો કર્યા. તો પણ પ્રભુનું મન નિર્વિકારી રહ્યું. તેઓ તો ધ્યાનમાં નિમગ્ન રહ્યા. રાત પૂર્ણ થઈ; પ્રાતઃકાળમાં દેવે વિચાર કર્યો : ‘હવે હું પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈને સ્વર્ગમાં કેવી રીતે જાઉં ? નહીં જાઉં. હું આ મુનિને વિચલિત કરીને જ સ્વર્ગમાં જઈશ.’ સંગમે ૬ મહિના સુધી પ્રભુને ઉપસર્ગો કર્યા. ભગવાનની ભિક્ષાને પણ દૂષિત કરતો રહ્યો. પ્રભુની આગળપાછળ ભટકતો રહ્યો. તે લજ્જિત થઈ ગયો. Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮૯ ૧૮૭ ભગવાનની સામે હાજર થઈને બોલ્યોઃ “હે સ્વામિનું દેવેન્દ્ર સુધમસિભામાં આપની જેવી પ્રશંસા કરી હતી, તેવા જ આપ છો. ઇન્દ્રનાં વચનો ઉપર વિશ્વાસ ન કરતાં મેં આપની ઉપર અનેક ઉપસર્ગો કર્યા. આપ સત્યપ્રતિજ્ઞ છો, હું ભ્રપ્રતિજ્ઞ છું. મેં આ સારું કામ કર્યું નથી. હે ક્ષમાનિધિ, આપ મારા અપરાધોની ક્ષમા કરો. હું ખિન્ન છું. હવે હું દેવલોકમાં જાઉં છું. આપ હવે નિઃશંક બનીને વિહાર કરો.” જ્યારે સંગમ દેવલોક તરફ જવા લાગ્યો તો ભગવાનની આંખો કરૂણાથી ભરાઈ આવી હતી !!! એ કરુણાપૂર્ણ નેત્રોની કલ્પના કરીને મહાકવિ ઇ પાસે એક સુંદર શ્લોક રચ્યો છે : रक्षन्तु स्खलितोपसर्गगलित-प्रौढप्रतिज्ञाविधौ, याति स्वाश्रयमर्जिताहसि सूरे निःश्वस्य संचारिता । आजानुक्षितिमध्यमग्नवपुषः चक्राभिघातव्यथा - मूर्ध्वान्ते करुणाभराञ्चितपुटा वीरस्य वो दृष्टयः ॥ ભગવાન મહાવીરની એ કરુણાસભર વૃષ્ટિ અમારી રક્ષા કરે.' એવી ભાવના મહાકવિએ વ્યક્ત કરી છે. પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈને જતા સંગમદેવને જોઈને પ્રભુની આંખો કરુણાથી ભરાઈ ગઈ હતી. આ જીવ મારું નિમિત્ત પામીને સંસારમાં ભટકી પડશે. ઘોર દુઃખ પામશે.' આ હતી ઉત્કૃષ્ટ કરુણા-ભાવના. સુવ્રત શ્રેષ્ઠીની ચોરો પ્રત્યેની કરુણા : આ તો તીર્થકર ભગવંતની કરુણા હતી. તેઓ તો નિઃસીમ શક્તિના ધારક હોય છે. તેમનું શરીરબળ અને માનસિક બળ અતુલિત હોય છે. એક રાતમાં તેમણે ૨૦ ઉપસર્ગો સહન કર્યા. એમાંનો એક પણ ઉપસર્ગ આપણે સહન કરવા સમર્થ નથી. અને આવો એક પણ ઉપસર્ગ કોઈ મનુષ્ય આપણી ઉપર કરે તો તેના પ્રત્યે આપણા મનમાં “કરુણા' ભાવના પેદા થવી ય મને તો અશક્ય લાગે છે. પરંતુ છતાંય, દુઃખ આપનારાઓ પ્રત્યે કરુણા-ભાવના રાખવાનું લક્ષ્ય હોવું જરૂરી છે. મૌન એકાદશીના શ્રેષ્ઠ આરાધક સુવ્રત શેઠની કથા તમે જાણતા હશો. તેમણે તેમના ઘરમાં ચોરી કરનારા ચોરો ઉપર કેવી દયા કરી હતી. તે જાણો છો ને ? જ્યારે તેઓ ચોરી કરીને માલની સાથે પકડાઈ ગયા, ત્યારે સુવ્રત શેઠે પૌષધવ્રત પૂર્ણ કરીને એ ચોરોને રાજા તરફથી થનારી સજા માફ કરવા રાજાની પાસે જઈને રાજા પાસે અભયદાન માગ્યું “મારી સંપત્તિને કારણે ચોરોને ચોરી કરવાની ઈચ્છા થઈ... એટલા માટે નિમિત્ત તો હું જ છું. એટલા માટે મારે ચોરોના પ્રાણ બચાવવા જોઈએ.’ તેમણે ચોરોના પ્રાણ બચાવ લીધા, ચોરોએ ચોરી ન કરવાનો સંકલ્પ કર્યો. - પાપ કરનારાઓમાં પણ કેટલાક ગુણવાન અને સરળ હોય છે. એમના ઉપર Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રાવક જીવન : ભાગ ૪ અવસરોચિત કરૂણા કરવાથી કોઈ વાર તેઓ પાપનો ત્યાગ પણ કરે છે. કેટલાક ચોર-ડાકુઓમાં પણ યોગ્યતા હોય છે. સપુરુષોની કરુણા પામીને તેઓ સુધરી જાય છે. કેટલાક દુરાચારી, વ્યભિચારી પણ સાધુસંતોના પરિચયથી - કરુણાપૂર્ણ વ્યવહારથી સુધરી જાય છે. પાપોનો પરિત્યાગ કરી દે છે. પરંતુ આવી કરૂણા એ મહાપુરુષો જ કરી શકે છે, કે જેઓ નિર્મોહી અને અનાસક્ત, જ્ઞાની હોય છે. પોતાના શરીર માટે જેઓ નિર્મોહી હોય છે તેઓ શરીર ઉપર ઉપદ્રવ કરનારાઓ ઉપર પણ કરુણા કરી શકે છે. જેઓ પરપદાર્થો પ્રત્યે અનાસક્ત હોય છે, તેઓ પરપદાર્થો નિમિત્તે રોષ-રાગ યા તિરસ્કાર નહીં કરે. સુવ્રત શેઠની પાસે અગિયાર કરોડ સોનામહોરો હતી, પરંતુ તેઓ અનાસક્ત હતા. સંપત્તિ ઉપર એમને આસક્તિ ન હતી. એટલા માટે સંપત્તિની ચોરી થવા છતાં પણ ચોરો ઉપર તેમને રોષ-ક્રોધ ન આવ્યો. કરુણા” ઉત્પન્ન થઈ હતી. સભામાંથી અમારાં તો આઠ-દશ રૂપિયાનાં સ્લીપર કોઈ લઈ જાય તો એની ઉપર પણ ભયંકર ગુસ્સો આવે છે. મહારાજશ્રી ઃ કારણ કે તમને સ્લીપર ઉપર મમત્વ છે. કોઈ પણ વસ્તુ ઉપર મમત્વ હશે, આસક્તિ હશે અને એ વસ્તુને કોઈ નુકસાન પહોંચાડશે...તો તમને રોષ-ક્રોધ પેદા થશે જ. તમે ભાવકરુણા નહીં કરી શકો. તમારા હૃદયમાં ભાવકરૂણા પેદા જ નહીં થાય. તમારી પાસે બે દ્રવ્યો છે - સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય. સ્વદ્રવ્ય છે આત્મા, પરદ્રવ્ય છે પાંચ ઈન્દ્રિયોના વિષયો. તમે આ બે દ્રવ્યોમાંથી કયા દ્રવ્યને વધારે મૂલ્યવાન સમજો છો ? આ વાત તમે આત્મસાક્ષીએ વિચારો. શું પદ્રવ્ય ઉપર એટલો બધો રાગ છે કે સ્વદ્રવ્યને ભૂલી જવાય? જે સ્વદ્રવ્ય - આત્માને ભૂલી ગયા હશો અને પદ્રવ્યો પર રાગી બન્યા હશો તો તમે કરુણા-ભાવનાથી ચિંતન નહીં કરી શકો. દ્રવ્યકરુણા તો એ લોકો પણ કરી શકે કે જેઓ અનાત્મવાદી હોય છે. જેમને આત્માનું જ્ઞાન નથી હોતું, આત્મપ્રીતિ નથી. એ લોકો પણ રોટી - કપડાં અને મકાન આપવાની દ્રવ્યકરુણા કરી શકે છે. ભાવકરુણા તો આત્મપ્રીતિવાળો માણસ જ કરી શકે છે. તમે બીજાં ઉપર દયા કરો છો તે વાસ્તવમાં પોતાની ઉપર જ દયા કરો છો. ભગવાન મહાવીરે કહ્યું છે : Mવયા અપળો રહ્યો હોઉં | બીજાં ઉપર દયા, કરુણા કરનારો એવું પુણ્યકર્મ બાંધે છે કે આવનારા જન્મોમાં તે સુખશાંતિ પામે છે. કોઈ વાર કોઈક પાપકર્મના ઉદયથી દુઃખ આવશે તો પણ તે એ પુણ્યકર્મના ઉદયથી કોઈનો કરુણાપાત્ર બનશે. દયાપાત્ર બનશે. તેનું દુઃખ હરનાર કોઈક અવશ્ય મળી રહેશે. એટલા માટે દયા-કરુણાની ભાવનાનું સદૈવ ચિંતન કરતા રહો. યથાશક્તિ બીજાનાં દુઃખો દૂર કરવાની પ્રવૃત્તિ પણ કરતા રહો. આજે બસ, આટલું જ. Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૦ પરમ કૃપાનિધિ, મહાન્ શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ઘબિંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં અંતિમ સૂત્ર લખ્યું છે : 'सत्त्वादिषु मैत्र्यादियोगः ॥ જીવો પ્રત્યે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ - આ ચાર ભાવનાઓ રાખવાની છે. સર્વ જીવોની સાથે આપણો સંબંધ, આ ચાર ભાવનાઓના માધ્યમથી રાખવાનો છે. ત્રણ ભાવનાઓનું વિવેચન પૂર્ણ કરીને આજે ચોથી ભાવના માધ્યસ્થ્ય' ઉપર વિવેચન કરવાનું છે. ‘માધ્યસ્થ્ય'નો બીજો અર્થ છે, બીજું નામ છે - ‘ઉપેક્ષા. ' ગ્રંથકારે આ ભાવનાની પિરભાષા કરતાં કહ્યું છે ઃ ‘પોષોપેક્ષળમુપેક્ષા ।' ‘શાન્તસુધારસ’માં આ ભાવનાની પિરભાષા બતાવવામાં આવી છે : 'उपेक्षणं दुष्टधियामुपेक्षा ।' – બીજાંના અપરિહાર્ય દોષોની ઉપેક્ષા કરો. – દુષ્ટબુદ્ધિવાળાઓની ઉપેક્ષા કરો; તેમના પ્રત્યે સમભાવ રાખો. માનસિક વિશ્રામ પામવાની ભાવના વ્યાવહારિક જીવનમાં મનુષ્ય અનેક સંબંધો બાંધે છે. કેટલાક સંબંધો નજીકના હોય છે, તો કેટલાક દૂરના હોય છે. મનુષ્ય સુખની, આનંદની કલ્પનાથી સંબંધ બાંધે છે. પરંતુ એ સંબંધ જ એના મનમાં અશાંતિ, ચિંતા, સંતાપ, વગેરે દોષો પેદા કરે છે. કારણ કે સંબંધમાં મનુષ્ય એ ઇચ્છે છે કે સંબંધિત વ્યક્તિ એનું કહેવું માને, તેની વાતનો સ્વીકાર કરે, તેની ઇચ્છા પૂર્ણ કરે. - પિતા ઇચ્છે છે કે પુત્ર-પુત્રી એનું કહેવું માને. પુત્ર-પુત્રી ઇચ્છા રાખે છે કે પિતા તેમની ઇચ્છાઓ પૂર્ણ કરે. માતા ઇચ્છે છે કે તેનાં સંતાનો તેની વાતો માને. સંતાનો એ ઇચ્છે છે કે માતા એમની સુવિધાઓ પૂર્ણ કરે. પતિ ઇચ્છે છે કે પત્ની તેનું કહ્યું માને. પત્ની ઇચ્છે છે કે પતિ એના વશમાં રહે, એની અપેક્ષાઓ પૂર્ણ કરે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ - ભાઈ ભાઈથી સહયોગની અપેક્ષા રાખે છે. બહેન ભાઈ પાસે પ્રેમ ઇચ્છે છે, ઉપહાર ઇચ્છે છે. દૂરના સગાસંબંધીઓ - મામામામી, કાકાકાકી, વગે૨ે પ્રેમ, આદર અને અવસરોચિત વ્યવહારની અપેક્ષા રાખે છે. નોકર શેઠ પાસે કદર ઇચ્છે છે, કૃપા ઇચ્છે છે. શેઠ નોકરો પાસે વફાદારી અને સેવાની અપેક્ષા રાખે છે. મિત્રોમાં પરસ્પર સ્નેહની, સહાયની, વિશ્વાસની અપેક્ષા રહે છે. મન જ્યાં સુધી ૫૨સ્પ૨ની અપેક્ષાઓ, વત્તીઓછી રીતે પૂર્ણ થતી રહે છે ત્યાં સુધી સંબંધો ટકી રહે છે. સંબંધોમાં મધુરતા ટકી રહે છે. પરંતુ જ્યારે અપેક્ષાઓ પૂર્ણ નથી થતી, ઇચ્છાઓ પૂર્ણ નથી થતી ત્યારે સંબંધોમાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે, ગ્લાનિથી ભરાઈ જાય છે, અને પ્રયત્ન કરવા છતાં ય સંબંધો સુધરતા નથી. તન, મન અતિવ્યથિત થઈ જાય છે. એ સમયે જો આ મધ્યસ્થ ભાવના’નું તત્ત્વજ્ઞાન મનુષ્યની પાસે હોય છે તો તેનું મન વિશ્રામ પામે છે, સ્વસ્થ બને છે. જો આ મધ્યસ્થ ભાવનાનું તત્ત્વજ્ઞાન નથી હોતું તો મનુષ્યનું મન મૂઢ બની જાય છે; નિરાશાથી થાકી જાય છે; રોષ, ક્રોધ અને કોપથી સળગતું રહે છે. કોઈ પણ ધર્મક્રિયા એને શાન્તિ નથી આપી શકતી. - - — - માતાપિતા અને પુત્ર-પુત્રી : માતાપિતા પોતાનાં સંતાનોથી એટલા માટે પરેશાન હોય છે કે સંતાનો માતાપિતાનું કહેવું માનતા નથી. બાળકો સ્વચ્છંદી, મનસ્વી અને ઉદ્ઘત બની ગયાં છે. બાળકોને સમજાવવા છતાં, ધમકાવવા છતાં પણ માનતાં નથી, ત્યારે માતાપિતા અત્યંત દુઃખી થઈ જાય છે. ભલેને તેઓ કોઈ ધર્મક્રિયાઓ કરતાં હોય, છતાં તેઓ કહે છે ઃ શ્રાવક જીવન : ભાગ ૪ શું કરીએ ? ભગવાનની પૂજા કરતી વખતે પણ મન બાળકોના વિચારોમાં ગૂંચવાયેલું રહે છે. શું કરીએ ? સામાયિક કરતી વખતે પણ બાળકોના જ વિચારો આવે છે. શું કરીએ ? તીર્થયાત્રા કરવા જઈએ છીએ પરંતુ ત્યાં ય છોકરાઓના વિચારો આવે છે. ચિંતા થયા જ કરે છે. માળા ફેરવીએ છીએ ત્યારે મન એમનામાં પરોવાય છે, ઉપદેશ સાંભળીએ છીએ તેમાં મન લાગતું નથી. છોકરાઓ ઉપર ક્રોધ આવી જાય છે, ઝઘડો થાય છે, કોઈ કોઈ વાર મારીએ પણ છીએ, રડીએ ય છીએ...શું કરીએ ? Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૦ ૧૯૧ આવાં માતાપિતા જ્યારે અમારી પાસે આવે છે, ત્યારે અમે તેમને કેટલાક મહત્ત્વપૂર્ણ ઉપાયો બતાવીએ છીએ. બાળકો ઉપર મમત્વ ન રાખો, રાગ ન કરો. JA બાળકો પોતપોતાના કર્મ લઈને આવ્યાં છે. દરેક જીવાત્મા પોતપોતાના કર્મ અનુસાર સારાંખોટાં કામ કરે છે. -~ દરેક જીવની બુદ્ધિ પણ કર્મોને અનુરૂપ હોય છે. આવું વિચારીને જ્યારે તેમનાં શુભ કર્મોનો ઉદય થશે ત્યારે સુધરશે,’ તમે એમની ઉપેક્ષા કરો. તેમની સાથે માત્ર દેખાવ પૂરતો જ સંબંધ રાખો. તેમના પ્રત્યે રાગ ન રાખવો, દ્વેષ ન કરવો, નિંદા ન કરવી, પ્રશંસા ન કરવી. “જે નિમિત્તે તેમને સુધરવાનો યોગ મળશે ત્યારે તેઓ સુધરશે.' એવું વિચારીને રાહ જોતા રહો. પતિ-પત્ની : જે ઘરમાં માતાપિતા બાળકોથી પરેશાન થતાં હોય અને સાથે સાથે પતિપત્ની વચ્ચે મનમેળનો અભાવ હોય, તનાવ હોય, અણબનાવ હોય, તો તેમની અશાન્તિની કોઈ સીમા રહેતી નથી. પતિપત્ની વચ્ચે સંબંધો બગડી જાય છે, બન્નેનાં મન ક્લેશ-વ્યથા અને કટુતાથી ભરાઈ જાય છે. આ સંબંધો જ એવા છે કે પરસ્પર અનેક અપેક્ષાઓ હોય છે. બાહ્ય અપેક્ષાઓની સાથે સાથે આંતરિક અપેક્ષાઓ પણ હોય છે. આ સિવાય બંનેમાં ગંભીરતા ન હોય, સહનશીલતા ન હોય, ઉદારતા ન હોય, વિશ્વાસ ન હોય, તો સંબંધોમાં એક પ્રકારની માનસિક ચિંતા રહે છે. પરસ્પર અપેક્ષાઓ હોવી સ્વાભાવિક છે. પરંતુ ગંભીરતા વગેરે ગુણ ન હોય તો જ્યારે એક-બે અપેક્ષાઓ અપૂર્ણ રહેતાં બાહ્ય-આંતરિક ક્લેશ ઉત્પન્ન થઈ જ જાય છે. પત્નીને સમજાવવા છતાં પણ તે અનુચિત કાર્યોનો ત્યાગ ન કરે તો, કહ્યું ન માને તો, તેના પ્રત્યે ઉપેક્ષા ભાવનાનું ચિંતન કરવાનું છે. પતિને વારંવાર સમજાવવા છતાં પણ અયોગ્ય કાર્યકલાપ ન છોડે, સારી અને સાચી વાત ન માનતા હોય તો તેમના પ્રત્યે પણ ‘ઉપેક્ષા’નું ચિંતન કરવાનું છે. એટલે કે તેમના પ્રત્યે હૃદયમાં ન રાગ, ન દ્વેષ રાખવાનો; તો જ મનનું સમાધાન થશે. થાકેલા મનને વિશ્રામ મળશે. આધ્યાત્મિક દૃષ્ટિથી સંસારના તમામ સંબંધોની નિઃસારતા સમજી લેવી જોઈએ. આત્માના એકત્વની ભાવનાથી ભાવિત થવું જોઈએ. પુનઃપુનઃ ‘અન્યત્વ’ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રાવક જીવન : ભાગ ૪ ભાવનાનું ચિંતન કરવું જોઈએ. સ્વજન-પરિજનોથી પોતાની જાતને અલગ સમજવી જોઈએ - સમજવા પ્રયત્ન કરવો જોઈએ. ઠીક છે, ઉચિત રીતે વ્યવહારો નભાવવાના છે, પરંતુ ભીતરમાં અલિપ્ત રહેવાનું છે. દોસ્તીનો સંબંધ : દુનિયામાં જે રીતે પતિપત્ની, ભાઈબહેન, પિતાપુત્ર, વગેરે સંબંધોનું મહત્ત્વ માનવામાં આવ્યું છે. એ રીતે દોસ્તીનો સંબંધ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. કોઈ કોઈ વાર તો આ દોસ્તીનો સંબંધ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમ સારો પરિવાર મળવો એટલે કે સારો સંસ્કારી પરિવાર પામવો, એ પુણ્યકર્મનું ફળ છે; એ રીતે સારા મિત્રો મળવા એ પણ પુણ્યકર્મનું જ ફળ છે. પ્રાપ્તિ પુણ્યકર્મથી થાય છે, પરંતુ એ પ્રાપ્તિને નભાવવી એ ગુણોનું કાર્ય છે. ગુણવાન મનુષ્ય દોસ્તીને નભાવે છે. એક વાત સમજી લેવી કે બધા પુણ્યશાળી ગુણવાન નથી હોતા, એ રીતે બધા ગુણવાન પુણ્યશાળી નથી હોતા. કેટલાક લોકો પુણ્યશાળી હોય છે અને ગુણવાન પણ હોય છે. કેટલાક લોકો પુણ્યશાળી નથી હોતા, ગુણવાન હોય છે. તો કેટલાક પુણ્યશાળી હોય છે, ગુણવાન નથી હોતા. કેટલાક પુણ્યશાળી નથી હોતા અને ગુણવાન પણ નથી હોતા. સારો ગુણવાન મિત્ર મળવો પુણ્યોદય છે, પરંતુ એ સંબંધને ગુણવાન જ નભાવી શકે છે. કોઈ પણ સંબંધમાં ત્રણ ભયસ્થાન ઊભાં થાય છે, ત્યારે સંબંધોમાં તિરાડ પડે છે શંકા, ઈર્ષા, સ્વાર્થ. બંનેમાંથી કોઈ એકના મનમાં આ ત્રણ અથવા ત્રણમાંથી એક પણ વાત પેદા થાય છે ત્યારે સંબંધોની મધુરતા નષ્ટ થઈ જાય છે. એ સમયે જે સમજદાર મિત્ર હશે તે તિરસ્કાર યા શત્રુતા નહીં રાખે પરંતુ ‘ઉપેક્ષા’ કરશે. ન રાગ, ન દ્વેષ, એનાથી મનનું સુખ નષ્ટ થતું નથી. બીમારીમાં ઉપેક્ષા-ભાવના : જ્યારે માણસ બીમાર પડે છે અને પોતાનું કામ સ્વયં કરી શકતો નથી, એવો પુણ્યકર્મનો ઉદય હોતો નથી કે સ્વજનો એની સેવા કરે, પ્રેમથી, કરુણાથી અથવા કર્તવ્ય-ભાવનાથી સેવા કરે, ત્યારે સામાન્ય માણસ ખૂબ જ દુઃખી થઈ જાય છે. સ્વજનો પ્રત્યે એના મનમાં અપ્રીતિ, દ્વેષ, રોષ પેદા થાય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૦ ૧૯૩ પરંતુ એ સમયે બીમાર મનુષ્ય પોતાના મનમાં ‘ઉપેક્ષા’નું ચિંતન કરે તો એને રાગદ્વેષ સતાવતા નથી. એનું ચિંતન આ પ્રકારનું હોવું જોઈએ ઃ * ‘આ મારાં સ્વજનો છે' એવી મારી માન્યતા ખોટી છે. વાસ્તવમાં 'અન્ચોદું સ્વપ્નનાત્ હું સ્વજનો કરતાં જુદો છું, ભિન્ન છું, સ્વજનોથી મારો કોઈ સંબંધ નથી. * જેમને હું સ્વજન માનતો રહ્યો, તેઓ મારી સેવા ન કરે તો તેમનો દોષ નથી. મારું એવું પુણ્યકર્મ નથી. એટલા માટે મારી સેવા કરતાં નથી. * મારે સ્વજનો પ્રત્યે પ્રેમ પણ રાખવાનો નથી અને દ્વેષ પણ રાખવાનો નથી. * મારી સેવા સ્વજનો નથી કરતાં, કોઈ સવાલ નથી, બીજા લોકો તો મારી થોડીઘણી સેવા કરે છે ને ? હૉસ્પિટલના ડૉક્ટર અને નર્સ વગેરે તો મારી સંભાળ રાખે છે ને ? મારે સ્વજનોની સેવાની અપેક્ષા જ ન રાખવી જોઈએ. આ રીતે ‘ઉપેક્ષા’નું ચિંતન કરવાથી બીમાર માણસ તરત જ મનમાં પ્રસન્નતાનો અનુભવ કરે છે. ‘શાન્તસુધારસ’માં કહેવામાં આવ્યું છે કે પ્રીતિ યત્તમાસાઘસઘ।' રાગદ્વેષ શાન્ત થવાથી સહજ ઉદાસીનતા' પ્રકટ થાય છે અને એ જ ‘મધ્યસ્થભાવ’ છે. એ જ ‘ઉપેક્ષાભાવ’ છે. તમે લોકો એ ભાવને અવશ્ય આત્મસાત્ કરો. કર્મોની વિચિત્રતાનું ચિંતન : સંસારમાં પ્રત્યેક જીવાત્મા કર્મોથી બદ્ધ છે. દરેક જીવાત્માનાં પોતાનાં કર્મ હોય છે, અને મનુષ્ય પોતપોતાનાં કર્મોથી પ્રેરિત ભિન્ન ભિન્ન, સારીખોટી, શુભ-અશુભ પ્રવૃત્તિઓ કરે છે. ભલે ને એ માણસ પોતાની સાથે કોઈ પણ સંબંધથી સંબંધિત હોય - માતાપિતા, ભાઈબહેન, પત્ની, પુત્ર, પુત્રી- દરેક જણ પોતપોતાનાં કર્મો અનુસાર પ્રવૃત્તિ કરે છે. કોઈ પ્રવૃત્તિ આપણા માટે પ્રિય હોય છે તો કોઈ અપ્રિય હોય છે. - કોઈ માણસ એક પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ એનાં કર્મોથી પ્રેરિત હોય છે. પરંતુ આપણે કલ્પના કરીએ છીએ કે - આ સારી પ્રવૃત્તિ કરે છે કે આ ખરાબ પ્રવૃત્તિ કરે છે. આ માત્ર આપણી કલ્પના છે. આપણે નિરર્થક પ્રશંસા અથવા રોષ કરીએ છીએ. એક માણસ પાપ કરે છે; એનાં કર્મોના ઉદયથી જ તે પાપ કરે છે. આપણે એને નથી રોકી શકતા. પાપ ન કરવાનો ઉપદેશ આપી શકીએ, પરંતુ રોકી ન 13 Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રાવક જીવન : ભાગ ૪ શકીએ. હા, તેના પુણ્યનો ઉદય થાય તો તે પાપ કરતો અટકી જાય એ જુદી વાત છે. એટલા માટે કોઈ પણ મનુષ્યને પાપ કરતો જોઈને રોષ ન કરવો. કરુણાથી એને સમજાવવાનો ઉપાય કરવો. ન સમજે તો એના પ્રત્યે ઉદાસીન બની જવું, મધ્યસ્થ બની જવું. આ જ ઉચિત છે. એનાથી મનમાં શાંતિ રહેશે. જીવોની પોતપોતાની કર્મપરિણતિનું ચિંતન કરવાથી મધ્યસ્થભાવ’ ટકી રહેશે. સભામાંથી : આજકાલ તો અમારા ઘરોમાં જ એવાં પાપ થાય છે....અમે ઇચ્છતા નથી...છતાં પણ થાય છે. ખોટી પ્રવૃત્તિઓ ન કરવાનું કહીએ છીએ છતાં ઘરના માણસો માનતાં નથી, ત્યારે રોષ આવે છે. મહારાજશ્રી : રોષ કરવાનો નથી. રોષ કરીને પાપકર્મ બાંધવાનું નથી. પાપ એ લોકો કરે અને પાપકર્મ તમે બાંધો - એવું શા માટે કરવું ? તમે વિચારો કે ઘરની પ્રત્યેક વ્યક્તિનાં પોતપોતાનાં કર્મ હોય છે. એમની બુદ્ધિ કર્મ અનુસાર હોય છે. આપણે એમને સારા સંસ્કારો, સારું શિક્ષણ આપીએ છીએ. પાપોથી બચાવવાના ઉપાયો કરીએ છીએ. છતાં ય તેમનાં પાપકર્મ એમને ખોટાં કાર્યોમાં પ્રેરિત કરે છે. એમના પ્રત્યે રોષ કરવાનો નથી. તેમની તો ઉપેક્ષા કરવાની છે. ઉદાસીન રહેવાનું છે. મધ્યસ્થભાવ રાખવાનો છે. ઉપેક્ષા પ્રત્યે ઉદાસીનતા : સભામાંથી : પરંતુ જ્યારે છોકરા, છોકરીઓની માતા અમારી ઉપેક્ષા કરે છે, અમને મહત્ત્વહીન માને છે ત્યારે રોષ આવે છે. મહારાજશ્રી ઃ તેનું કારણ છે આપણું અજ્ઞાન ! કર્મીસદ્ધાંતનું અજ્ઞાન જ તમને ક્રોધિત કરે છે. બીજું કારણ છે તમારું મમત્વ, અને ત્રીજું કારણ છે તમારું અભિમાન. પ્રથમ કારણ છે કર્મીસદ્ધાંતનું અજ્ઞાન. એક સમયે...ઘરના બધા માણસો તમારી વાત, તમારી આજ્ઞા, તમારો અભિપ્રાય માનતાં હતાં, ઘરમાં તમારું જ મહત્ત્વ હતું... હવે આ સમયે પરિવર્તન આવી ગયું...કેમ ? ઘરના માણસો તો તે જ છે ! તમારી સાથે એમનો વ્યવહાર કેમ બદલાઈ ગયો ? તમે શા માટે ઉપેક્ષિત થઈ ગયા ? તમે કહેશો : ‘તે લોકો બગડી ગયા,’ વગેરે. નહીં, એવું ન વિચારો. તમારે વિચારવાનું કે - મારા પાપકર્મોનો ઉદય થયો છે. જ્યાં સુધી મારા પુણ્યકર્મનો ઉદય હતો ત્યાં સુધી ઘરમાં મારું મહત્ત્વ હતું...ઘરમાં હું પ્રિય હતો. મારી આજ્ઞા ચાલતી હતી. હવે મારા પાપકર્મોનો ઉદય થવાથી તેઓ મારી વાતો માનતાં નથી; એટલા માટે મારે મધ્યસ્થભાવ રાખીને ધર્મઆરાધનામાં તન-મનથી લાગી જવું જોઈએ.’ - બીજું કારણ છે તમારું મમત્વ. તમે વિચારો છો : ‘આ મારી પત્ની છે, એટલા * Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૦ ૧૯૫ માટે મારું કહેવું માનવું જોઈએ - આ મારો પુત્ર છે, એટલા માટે તેણે મારી તમામ આજ્ઞાઓ માનવી જોઈએ. આ મારા નાના ભાઈઓ છે, તેમણે મારી આજ્ઞા માનવી જોઈએ. આ રીતે આ મારી પત્ની, આ મારો પુત્ર, આ મારા ભાઈઓ - આ મારા, મારા,’ કરો છો એ જ મમત્વ છે. અને આ મમત્વ જ તમને દુઃખી કરે છે. જ્યારે આ લોકો પત્ની, પુત્ર, ભાઈ વગેરે તમારી ઉપેક્ષા કરે છે ત્યારે તેમના પ્રત્યે મમત્વ શા માટે રાખો છો ? તોડી નાખો એ મમત્વનાં બંધનો. મમત્વ વગર પણ તમે ઘરમાં રહી શકો છો. જ્યારે મમત્વ છૂટી જશે ત્યારે ઉદાસીનભાવ આવી જશે. ત્યાં તમારા પ્રત્યે જે ઉપેક્ષા થાય છે તે તમને દુઃખી નહીં કરી શકે. ત્રીજું કારણ છે તમારું અભિમાન. તમે વિચારો છો કે મારી પત્નીને મેં શું નથી આપ્યું? મારી સ્થિતિ અનુસાર મેં વધારેમાં વધારે સુખ આપ્યું છે. હવે તે ભૂલીને મારી ઉપેક્ષા કરે છે.દુષ્ટા છે..' મારા છોકરાઓને મેં કેટલો પ્રેમ આપ્યો છે? તેમની દરેક ઇચ્છાને પૂર્ણ કરી, તેમને ભણાવ્યા, તેમનાં લગ્ન કર્યા. તેમને વેપારમાં જોડ્યા. હવે તેઓ કમાવા લાગ્યા...મારી ઘોર ઉપેક્ષા કરવા લાગ્યા છે..” આ રીતે તમારા મનમાં જે કર્તુત્વનું અભિમાન રહેલું છે, તે તમને દુઃખી કરે છે. કર્તુત્વનું અભિમાન આમ જોતાં તો તૂત છે. એનાથી પાપકર્મોનું બંધન થાય છે. ભૂલી જાઓ કત્વને. તમે વિચારો કે : "હું કશું નથી કરતો, મેં કશું નથી કર્યું. એ લોકોના પુણ્યકર્મના ઉદયે મારી પાસે કંઈક કરાવ્યું છે. મેં કોઈ ઉપકાર કર્યો નથી.” એવું વિચારીને ઘરના લોકો પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કરવો. તેમના પ્રત્યે ન તો પ્રેમ રાખવાનો છે કે ન તો દ્વેષ રાખવાનો છે. મનમાં પણ રાગદ્વેષ રાખવાનો નથી. અભ્યાસ કરવાથી આવી સ્થિતિ આવી શકે છે. તેની ન તો નિંદા કરવાની છે, ન પ્રશંસા. આ વાતો માનશો? માનશો તો સુખી થશો. ભગવાન મહાવીર અને જમાલિ : શાન્તસુધારસ'માં કહ્યું છે: मिथ्या शंसन्वीरतीर्थेश्वराणां रोर्बु शेके न स्वशिष्यो जमालिः । अन्य को वा रोत्स्यते केन पापात्तस्मादौदासीन्यमेवात्मनीनम् ॥ સ્વયં પરમાત્મા મહાવીર પણ પોતાના શિષ્ય જમાલિને મિથ્યા પ્રતિપાદન કરતાં રોકી શક્યા ન હતા, તો પછી કોણ કોને પાપ કરતાં રોકી શકે ? એટલા માટે ઉદાસીન - મધ્યસ્થભાવ આવી જવો હિતકારી છે.” કદાચ તમે જમાલિ મુનિનો પ્રસંગ જાણતા હશો. આજે હું જમાલિ મુનિનો Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રાવક જીવન : ભાગ ૪ પરિચય આપું છું અને ભગવાનની સાથે જે દુઃખદ ઘટના બની હતી તે પણ બતાવી દઉં છું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતા ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા હતા. દેવોએ સમવસરણની રચના કરી હતી. ભગવાને દેશના આપી. રાજા નંદિવર્ધન પણ વિશાળ સમૃદ્ધિ સાથે ભગવાનને વંદન કરવા આવ્યા. એ સમયે ભગવાનનો જમાઈ અને ભાણેજ જમાલ પણ ભગવાનની દેશના સાંભળવા આવ્યા. ભગવાનની પુત્રી પ્રિયદર્શના પણ દેશના સાંભળવા આવી હતી. ભગવાનનો ઉપદેશ સાંભળીને જમાલિ અને પ્રિયદર્શના બંને વિરક્ત થયાં, પાંચસો ક્ષત્રિયકુમારો વિરક્ત થયા અને હજાર સ્ત્રીઓ વિરક્ત થઈ - આ બધાંએ ભગવાનની પાસે દીક્ષા લીધી. પ્રભુએ ક્ષત્રિયકુંડથી વિહાર કર્યો. માલિ મુનિએ ક્રમશઃ એકાદશ અંગ - શાસ્ત્રોનું અધ્યયન કર્યું. પ્રભુએ તેમને એક હજાર મુનિઓના આચાર્ય બનાવ્યા. જમાલિ મુનિએ ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. એક દિવસે જમાલિએ ભગવાનને વંદના કરીને કહ્યું: “ભગવન, આપની આજ્ઞા હોય તો અમે બીજાં ક્ષેત્રોમાં વિહાર કરીએ.’ જમાલિ મુનિએ વારંવાર કહ્યું છતાં ભગવાને પ્રત્યુત્તર ન આપ્યો. ભગવાન ભવિષ્યમાં થનારો અનર્થ જાણતા હતા. જમાલિએ ભગવાનના મૌનનો અર્થ સંમતિ કરી લીધો, અને એક હજાર મુનિવરોની સાથે તેમણે અન્યત્ર વિહાર કરી દીધો. સાધ્વી પ્રિયદર્શનાએ પણ એક હજાર સાધ્વીઓ સાથે વિહાર કર્યો. સાધુ-સાધ્વીઓ વિહાર કરતાં શ્રાવસ્તી નગરીમાં પહોંચ્યાં. નગર બહાર કોષ્ટક ઉદ્યાન'માં જમાલિએ મુનિ પરિવાર સાથે નિવાસ કર્યો. સાધ્વી પ્રિયદર્શનાએ સાધ્વીપરિવાર સાથે નગરમાં નિવાસ કર્યો. કેટલાક દિવસો પછી જમાલિને પિત્તજ્વરની બીમારી આવી, જ્વરથી તે અતિશય અશક્ત બની ગયા. જમીન ઉપર તેઓ ઊભા પણ રહી શકતા ન હતા. બેચેની ખૂબ વધવા લાગી. એક દિવસે જમાલિએ સાધુઓને કહ્યું: “મારે સૂવું છે, સંસ્તારક તૈયાર કરો.” પિત્તજ્વરથી અતિ પીડિત જમાલિ સાધુઓને વારંવાર પૂછવા લાગ્યાઃ “શું સસ્તારક તૈયાર કર્યો?'સાધુઓએ કહ્યું: “હા, સંસ્તારક તૈયાર થઈ ગયો. જમાલિ સાધુઓની પાસે આવ્યા. જોયું તો હજુ સસ્તારકબિછાવાતો હતો. જમાલિ ક્રોધમાં આવી ગયા. એ સાથે જ મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થઈ ગયો. તેમણે સાધુઓને કહ્યું: “અરે શ્રમણો, જે કાર્ય થતું હોય, તે કાર્ય થઈ ગયું એવું ન કહેવું જોઈએ. જે કાર્ય Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૦ ૧૭ પૂર્ણ થઈ ગયું હોય તેને થઈગયું' એમ બોલવું જોઈએ. હજુતો સંસ્મારક બિછાવાઈ રહ્યો છે અને તમે કહ્યું બિછાવી દીધો.” એ અસત્ય છે, તમારે અસત્ય ન બોલવું જોઈએ. અરિહંત પ્રભુ કહે છે કે જે કાર્ય થતું હોય તે કાર્ય થઈ ગયું એવું બોલવામાં આવે છે - એ વાત સત્ય નથી. પ્રત્યક્ષ વિરોધ દેખાય છે. એટલા માટે હે શ્રમણો, સર્વજ્ઞતાથી પ્રસિદ્ધ એવા અહંન્ત પ્રભુ અસત્ય બોલતા જ નથી, એવું ન સમજવું. તેઓ પણ કોઈ વાર મિથ્યા બોલે છે, મહાન પુરુષોની પણ કોઈ વાર ભૂલ થાય જે સ્થવિર મુનિ હતા. તેમણે જમાલિને વિનયપૂર્વક કહ્યું “અરે મુનિરાજ, આપ આવું વિપરીત કેમ બોલો છો? વીતરાગ સર્વજ્ઞ અહત પ્રભુ કદી મિથ્યા - અસત્ય બોલતા જ નથી. તેમની વાણીમાં કદી પણ પ્રત્યક્ષ' વગેરે દોષોનો એક અંશ પણ નથી હોતો. કેવળજ્ઞાનના આલોકમાં ત્રણે લોકના સર્વ પદાર્થોને જોનાર અને જાણનાર, વીરપ્રભુના કથનને જ અમે પ્રમાણભૂત માનીએ છીએ. આપની બધી યુક્તિઓ મિથ્યા છે. હે જમાલિ મુનિ, આપે જે કહ્યું કે - “મહાન પુરુષોની પણ ભૂલ થાય છે.' આપનું આ વચન મત્ત, પ્રમત્ત અને ઉન્મત્તના વચન જેવું છે. ભગવાને જ કહ્યું છે તેમા ડે જે કાર્ય થઈ રહ્યું હોય એ કાર્ય થઈ ગયું એમ કહેવાય છે - એ પ્રતિપાદન સાચું છે. પ્રભુના નિર્દોષ વચનને દૂષિત કરતાં આપને શરમ નથી આવતી? આ રીતે જિનવચનને દૂષિત કરીને નિકાચિત પાપકર્મ બાંધીને શા માટે ભવસાગરમાં ડૂબો છો? આપ પ્રભુની પાસે જાઓ અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરો. અન્યથા તમારું વ્રત અને તપ...જન્મ અને જીવનનિરર્થક થઈ જશે.' સ્થવિર મુનિવરોએ જમાલિને ખૂબ સમજાવ્યા, તો પણ જમાલિએ પોતાની વાત છોડી નહીં. તે મૌન રહ્યા. મુનિવરો હતા તેમાંથી કેટલાક મુનિવરો પ્રભુની પાસે ચાલ્યા ગયા અને કેટલાક જમાલિ સાથે રહ્યા. જમાલિ ઉન્મત્ત બનીને પોતાના મતનો પ્રચાર કરવા લાગ્યો. ભગવાનનાં ઉપદેશ વચનોનો ઉપહાસ કરવા લાગ્યો, અને હું સર્વજ્ઞ છું એવું કહેતો મુનિવરો સાથે ગામેગામ ફરવા લાગ્યો. એક વાર વીર ભગવંત ચંપાનગરીમાં પૂર્ણભદ્ર' નામના ઉદ્યાનમાં બિરાજમાન હતા. જમાલિ તેમની પાસે ગયો અને બોલ્યો : હે ભગવનું. આપના કેટલાય શિષ્યો કેવળજ્ઞાન પામ્યા વગર જમરી ગયા, પરંતુ હું એવો નથી. હું સર્વજ્ઞ, સર્વદર્શી છું.” ભગવાન તો મૌન રહ્યા, પરંતુ ઇન્દ્રભૂતિ ગૌતમે પ્રશ્ન પૂછ્યોઃ “જો તું સર્વજ્ઞ હોય તો બતાવી દે કે આ જીવ અને આ લોક શાશ્વત છે કે અશાશ્વત છે ?” જમાલ ગૌતમ સ્વામીને ઉત્તર ન આપી શક્યો. તેનું મુખ નીચું નમી ગયું, ત્યારે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રાવક જીવન : ભાગ ૪ ભગવાને ઉત્તર આપ્યો : જમાલિ, આ લોક અને જીવ તાત્ત્વિક દૃષ્ટિએ શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. દ્રવ્ય રૂપે શાશ્વત છે, પયિદૃષ્ટિથી અશાશ્વત છે.’ માલિએ ભગવાનની વાત સાંભળી લીધી પણ કશું બોલ્યો નહીં, તે સમવસરણમાંથી ચાલ્યો ગયો. જનતાને માલુમ પડી ગયું કે, “જમાલિ અજ્ઞાનથી વીરપ્રભુથી વિપરીત થઈને મિથ્યાત્વી બન્યો છે - ન તો તે સર્વજ્ઞ છે ન સર્વદર્શી.’ સાધ્વી પ્રિયદર્શના પણ પોતાની એક હજાર શિષ્યાઓની સાથે જમાલિનો મત માનવા લાગી હતી. પરંતુ જ્યારે શ્રાવસ્તીમાં તે ‘ઢંક’ શ્રાવકને ત્યાં રહી હતી ત્યારે ટૂંક શ્રાવકે તેને પ્રયોગાત્મક રીતે સમજાવી હતી, પ્રભુના વચનોની સત્યતા સિદ્ધ કરી હતી. એનાથી પ્રિયદર્શના સાધ્વી હજાર શિષ્યાઓ સાથે પ્રભુની પાસે ચાલી ગઈ હતી, અને પ્રભુ પાસે પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થઈ હતી. ન જમાલિ સાથે જે મુનિવર્ગ હતો તેને ઢંક શ્રાવકે સત્ય સમજાવીને પ્રભુની પાસે મોકલી દીધો હતો. એક માત્ર જમાલિ સમજ્યો ન હતો. મૃત્યુપર્યંત તે એકલો આ પૃથ્વી ઉપર વિચરતો રહ્યો...અંતમાં પંદર દિવસના અનશન કર્યા અને મરીને છઠ્ઠા દેવલોકમાં દેવ બન્યો. પરંતુ કિક્વિષિક દેવ બન્યો. આ પૃથ્વી ઉપર જેમ મનુષ્યોમાં ભંગી, ચંડાળ હોય છે; એવા દેવલોકમાં કિલ્ટિષિક દેવો હોય છે. જમાલિના મૃત્યના સમાચાર સાંભળીને ગૌતમ સ્વામીને પ્રભુએ પૂછ્યું : ‘હે ભગવન્, મહાતપસ્વી જમાલિ મરીને કઈ ગતિમાં પેદા થયો છે ?' ભગવંતે કહ્યું : ‘ગૌતમ, એ તપોધન જમાલિ લાંતક દેવલોકમાં ૧૩ સાગરોપમનું આયુષ્ય પામનાર કિલ્ટિષિક દેવ બન્યો છે.’ ગૌતમ સ્વામીએ પૂછ્યું : “પ્રભુ, એણે ઉગ્ર તપ કર્યું હતું, છતાં પણ તે કિક્વિષિક દેવ કેમ બન્યો ?” ભગવાને કહ્યું : “જે માણસ ઉત્તમ આચારવાળા ધર્માચાર્ય ઉપાધ્યાય, કુળ, ગણ તથા સંઘનો વિરોધ કરે છે, તે ગમે તેટલી તપશ્ચર્યા કરે તો પણ તે નિમ્નકોટિનો દેવ બને છે. જમાલિ એટલા માટે કિલ્ટિષિક દેવ બન્યો છે. દેવનું આયુષ્ય પૂર્ણ થયા પછી તે પાંચ ભવ તિર્યંચના, પાંચ ભવ નરકના અને પાંચ ભવ મનુષ્યના ક૨શે. પછી તે ‘બોધિ’ પામશે અને નિર્વાણની પ્રાપ્તિ કરશે. એટલા માટે હે ગૌતમ, કદી પણ ધર્મચાર્ય આદિના વિરોધી ન બનવું.’ ભગવાને જમાલિ પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કર્યો હતો. જો કે તેઓ વીતરાગ જ હતા, છતાં પણ તેમણે જમાલિને સત્ય સમજાવવા માટે આગ્રહ કર્યો ન હતો. જો કોઈ વ્યક્તિ આપણી વાત નથી માનતી, આપણા પ્રત્યે શત્રુતાપૂર્ણ વ્યવહાર કરે છે, જે દુર્બુદ્ધિ હોય છે, એના પ્રત્યે ઉપેક્ષા-ભાવ ધારણ કરવાનો છે. આજે બસ, આટલું જ. Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૧ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં અંતિમ સૂત્ર લખ્યું છે : 'સત્ત્વાતિપુ मैत्र्यादियोगः ॥ સંસારના તમામ જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થભાવ હ્રદયમાં ધારણ કરવો જોઈએ. મૈત્રી, પ્રમોદ, કરુણાભાવોનું વિવેચન કરીને હવે મધ્યસ્થ ભાવના વિષયમાં વિવેચન કરી રહ્યો છું. જે લોકોને સૌભાગ્ય' નામકર્મનો ઉદય નથી થયો, જે લોકોને પરાઘાત’ નામકર્મનો ઉદય નથી થયો, જે લોકોને યશકીર્તિ' નામકર્મનો ઉદય ન થયો હોય એ લોકો માટે આ મધ્યસ્થ ભાવના’ અતિ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે. તમે જ્યાં જાઓ છો ત્યાં તમારું સ્વાગત જો ન થતું હોય, - તમારી વાત ઘરના લોકો અથવા બહારના લોકો ન માનતા હોય, - તમને કોઈ પણ કાર્યમાં જો યશ ન મળતો હોય, તો તમારા મનમાં દુઃખ થાય છે ને ? કોઈ કોઈ વાર તમારું મન નિરાશાથી ભરાઈ જાય છે ને ? કોઈ વાર કોઈ વ્યક્તિ માટે ક્રોધ પેદા થાય છે ને ? જો તમે મધ્યસ્થ ભાવનાનો અભ્યાસ કરશો તો તમને દુઃખ નહીં થાય. નિરાશા તમારાથી દૂર રહેશે અને રોષ પેદા નહીં થાય. સર્વદા અને સર્વત્ર તમારા મનમાં આનંદની લહેરો - તરંગો ઊઠશે. પાપકર્મના ઉદયના સમયે મધ્યસ્થ મનુષ્ય સુખથી જીવી શકે છે. મધ્યસ્થ ભાવના ત્રણ લાભ : જેમ જેમ તમારા મનમાં મધ્યસ્થભાવ આવશે તેમ તેમ પરમ કલ્યાણ સાથે તમારો સંબંધ જોડાઈ જશે, આ પ્રથમ લાભ છે. બીજો લાભ છે ઇચ્છિત ફળની પ્રાપ્તિ; અને ત્રીજો લાભ છે - સર્વ શાસ્ત્રોના સારરૂપ તત્ત્વની પ્રાપ્તિ. પ્રથમ લાભ છે પરમ કલ્યાણની સાથે સંબંધ બંધાય છે. એનો અર્થ છે વીતરાગની સાથે તમારી દૃષ્ટિ જોડાય છે. મધ્યસ્થભાવ એટલે કે અલ્પ સમય માટે રાગદ્વેષથી મુક્તિ, એ વીતરાગતાનું ‘સેમ્પલ’ છે ને ! પુનઃ પુનઃ મનને રાગદ્વેષથી મુક્ત કરતા રહેવાથી વીતરાગતા પ્રત્યે મન આગળ વધતું જાય છે. બીજો લાભ છે ઇચ્છિત ફળની પ્રાપ્તિ. આ અતિમહત્ત્વપૂર્ણ વાત છે. મધ્યસ્થ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રાવક જીવન : ભાગ ૪ ભાવનાથી તમે જે ઇચ્છતા હશો તે ઈચ્છા પૂર્ણ થશે. મધ્યસ્થ ભાવનાની સાથે ઈષ્ટફળની પ્રાપ્તિનો શો સંબંધ છે? કદાચ તમે આ બાબતમાં વિચાર નહીં કર્યો હોય, સાચી વાત છે, વાસ્તવિક વાત છે આ. તમારી ઇચ્છા હશે કે ઘરના તમામ માણસો તમારી વાત માને, તમને આદર આપે, તમારા માટે બે સારા શબ્દો બોલે. મધ્યસ્થભાવ ધારણ કરવાથી આ વાત. અવશ્ય બનશે. તમે કોઈની ઉપર રોષ નહીં કરો, ન કોઈની સાથે સંબંધ રાખો. તો જે લોકો તમારી સાથે દુર્વ્યવહાર કરતા હશે, તેમનામાં પરિવર્તન આવી જશે. ધીરેધીરે તેઓ તમારી ઇચ્છાને માન આપશે. પ્રયોગ કરીને અનુભવ કરજો. ત્રીજે લાભ છે સર્વ શાસ્ત્રોના સારની પ્રાપ્તિ. શાસ્ત્રોનો સાર છે - વૈરાગ્ય, વીતરાગતા, મધ્યસ્થભાવનો અર્થ પણ આ જ છે. રાગદ્વેષનો અભાવ. એટલે કે જે લોકો અવિનીત ઉદ્ધત અને પાપી છે, એમના પ્રત્યે વિરક્તિ થવી મધ્યસ્થભાવ છે. બીજા જે લોકો ગુણવાન છે, વિનીત છે, ધાર્મિક છે, તેમના પ્રત્યે તો સ્નેહભાવ રાખવાનો જ છે. આ રીતે મનમાં બે પ્રકારના ભાવ રાખવાના છે - સ્નેહભાવ અને મધ્યસ્થભાવ. પરાણે ધર્મ પણ કરાવવાનો નથીઃ ધર્મક્રિયા કરનારા કેટલાક મહાનુભાવો કહે છે: “જ્યારે ઘરના લોકો ધર્મ કરવાથી ઇન્કાર કરી દે છે ત્યારે મનમાં તેમના પ્રત્યે રોષ આવી જ જાય છે. તેમના ભલા માટે, તેમના કલ્યાણ માટે કહીએ છીએ છતાં પણ નથી માનતા.” આ મહાનુભાવોને સમજાવવા જોઈએ કે જ્યારે મહાનું શક્તિનિધાન, પરમાત્મા પણ કોઈની સાથે પરાણે ધર્મ કરાવતા નથી તો પછી આપણે કેવી રીતે બીજા પાસે જબરાઈથી ધર્મ કરાવીશું? તીર્થંકર યથાર્થ ધર્મનો ઉપદેશ અવશ્ય આપે છે, પરંતુ કોઈની ઉપર દબાણ લાદતા નથી, કે તમારે આ ધમક્રિયા કરવી પડશે.' કોઈ તમારી હિતકારી વાત નથી માનતું, તો તમે એ વાતને છોડી દો. વારંવાર કહેવાથી એ લોકો તમારા પ્રત્યે દુભવ ધારણ કરશે. સમજી લો કે દુનિયામાં મોટા ભાગના લોકોને “આત્મહિતની વાતો પસંદ નથી આવતી. તેમને તો વિષયાનંદ, પુદ્ગલાનંદ જ પસંદ આવે છે. તમે એમને પરાણે આત્માનંદી નહીં બનાવી શકો. કદાચ તમે નહીં જાણતા હો કે ધર્મઆરાધના કરવા માટે - માનસિક, વાચિક અને કાયિક ધર્મઆરાધના કરવા માટે કેટલાંક કર્મોનો ક્ષયોપશમ' થવો જરૂરી છે. મોહનીય કર્મનો, અંતરાય કર્મનો, જ્ઞાનાવરણ કર્મનો અને દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે મનુષ્ય ધર્મ કરી શકે છે, સમજી શકે છે. તમારા કહેવા Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ પ્રવચન ૯૧ માત્રથી કોઈ ધર્મ નહીં કરે. એને માટે દુરાગ્રહી બનવું નહીં પરચિંતાનો ત્યાગ કરો : સભામાંથી આપ જ કહો છો કે પરિવારના લોકોની આત્મચિંતા કરવી જોઈએ. એમનો પરલોક બગડવો ન જોઈએ. મહારાજશ્રી સાચી વાત છે. આત્મચિંતા કરવી જોઈએ, પરંતુ ત્યાં સુધી જ કરવી જોઈએ કે જ્યાં સુધી તમારી માનસિક સ્વસ્થતા જળવાઈ રહે. તમારામાં કષાય ઉત્પન્ન ન થાય. જ્યારે સામેવાળો ઈચ્છતો નથી કે તમે એની આત્મચિંતા કરો, તો તમે એની આત્મચિંતા કરવી છોડી દો. તમે તમારી જ ચિંતા કરતા રહો. તમારા અવિકારી આત્મસ્વરૂપનું ચિંતન કરતા રહો. આમ તો પરચિંતા કરવી વ્યર્થ છે. કેટલીક વાર તો માણસ નિરર્થક પરિચિંતા કરે છે. કશું ય લેવાદેવા ન હોય, ત્યાં પણ તે પરચિંતા કરે છે, અને પોતાના મનને બગાડે છે. બીજાંની ચિંતા કરવી જ્યાં જરાય આવશ્યક નથી એવી ચિંતાઓ કરવાનું છોડી દેવું પડશે. જેને જે કરવું હોય તે કરવા દો. કોઈને કાંટા એકઠા કરવા હોય તો કરવા દો, કોઈને આમ્રફળ એકત્ર કરવાં છે, તો કરવા દો. તેમાં તમારે શું લેવા દેવા ? આત્મસ્વરૂપનું ચિંતન કરો : - બીજાંની બાબતમાં અર્થહીન, ફાલતુ વાતોની ચિંતા ન કરો. – જેઓ તમારી હિતકારી- કલ્યાણકારી વાતો નથી માનતા એમની ચિંતા કરવાનું પણ છોડી દો. આવી સ્થિતિમાં તમારા આત્માનું અવિકારી, સ્વાભાવિક સ્વરૂપ જુઓ. વિશુદ્ધ આત્માના ક્ષાયિક ગુણોનું ચિંતન કરો. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, વીતરાગતા, અક્ષયચારિત્ર વગેરે ગુણોનું ચિંતન કરો! હું અનામી છું, અરૂપી છું અક્ષય સ્થિતિવાળો છું, જન્મમૃત્યુથી પર છું, ન ઉચ્ચ છું, ન નીચ છું આવા પ્રકારનું ચિંતન કરતા રહો. ચિંતન કરતાં કરતાં જ્યોતિ સ્વરૂપ આત્માના ધ્યાનમાં લીન બની જવાનું છે. આવું કરવાથી પરમ આત્મસુખનો અનુભવ થશે. સભામાંથી કેટલાક ધર્મોપદેશકો અને બીજા ભાષણ કરનારાઓ, શાસ્ત્રવિરુદ્ધ વાતો કરે છે. એમના પ્રત્યે શું કરવું જોઈએ? મહારાજશ્રી શક્તિ હોય તો તેમનો વિરોધ કરો, તેમને રોકો, પણ પોતાના મનમાં ક્રોધ-રોષ પેદા ન થવા દે. કેટલાક માણસો દૂધ હોવા છતાં પણ પીતા નથી Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રાવક જીવન : ભાગ ૪ અને મૂતર પીએ છે, તો આપણે શું કરી શકીએ ? જેને જે પીવું હોય તે પીવા દો. શ્રમણ ભગવાન મહાવીરના જમાનામાં પણ આવા ૩૬૩ પાખંડી લોકો હતા, જેઓ જિનવચનોથી વિપરીત બોલતા હતા. આ સમયે ન તો કોઈ તીર્થંકર છે, ન કોઈ કેવળજ્ઞાની....અવધિજ્ઞાની યા શ્રુતજ્ઞાની છે. અપૂર્ણ જ્ઞાની છે. એટલા માટે શાસ્ત્ર-આગમ અનુસાર વિચારવાનું, બોલવાનું છે. પરંતુ કેટલાક બુદ્ધિમાનોને પોતાની બુદ્ધિનું અભિમાન હોય છે. અને જો કેટલાક લોકો તેમના અનુયાયી બની જાય છે તો તેઓ શાસ્ત્રોની વાતોની મજાક કરે છે, અથવા શાસ્ત્રીય વાતોનું મનમાન્યું અર્થઘટન કરે છે. કુતર્કો દ્વારા તેઓ પોતાનાં મંતવ્યોને સાચાં સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. શું કરીએ ? આવા લોકો જિનશાસનમાં પણ થયા છે. એવા ‘રોહગુપ્ત’ નામના આચાર્ય થઈ ગયા. એમનું ઐતિહાસિક વૃત્તાંત સંભળાવું છું. આચાર્ય રોહગુપ્ત ઃ એક નિદ્ભવ ઃ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૪૪ વર્ષ પછી અંતરંજિકા’ નામની નગરીમાં ‘રોહગુપ્ત’ નામના આચાર્ય થઈ ગયા. એ નગરીમાં એક વાર શ્રીગુપ્ત નામે આચાર્ય પધાર્યા હતા. નગરીની બહાર ‘ભૂતગૃહ' નામનું એક ચૈત્ય હતું. લોકો એવું માનતા હતા કે એ મંદિરમાં ભૂતોનો - વ્યંતરોનો વાસ છે. લોકો એ મંદિરમાં જતા નહીં ડરતા હતા. પરંતુ આચાર્યશ્રી શ્રીગુપ્ત એ મંદિરમાં જ રોકાયા. લોકોએ એમને સાવધાન કર્યા હતા. પરંતુ તેઓ સંયમના આરાધક હતા. અનેક વિદ્યાઓના જાણકાર હતા. નિર્ભય અને સમતાશીલ હતા. તેઓ ભૂતગૃહમાં રહેવા લાગ્યા. તેમને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન પડ્યું, ઉપદ્રવ ન થયો - એટલે ચારેબાજુ આચાર્યશ્રીની પ્રસિદ્ધિ થઈ. આ આચાર્યને ‘રોહગુપ્ત' નામનો એક શિષ્ય હતો. એક દિવસ રોહગુપ્ત ગુરુવંદન માટે અંતરંજિકા નગરીમાં આવ્યો. નગરીમાં પ્રવેશ કરતાં જ એમણે એક ઘોષણા સાંભળી. એ ઘોષણા પોટ્ટશાલ' નામના પરિવ્રાજકની હતી. પોટ્ટશાલ પોતાના પેટ ઉપર લોઢાનો પાટો બાંધી રાખતો હતો. કોઈ એ તાપસને પૂછતું તો કહેતો ઃ મારા પેટમાં એટલું જ્ઞાન ભર્યું છે કે પેટ ફાટી જાય, એટલા માટે પેટ ઉપર લોઢાનો પટ્ટો બાંધી રાખું છું. અને જંબુદ્રીપમાં આજ સુધી મને કોઈએ હરાવ્યો નથી. એટલા માટે નિશાની રૂપે આ જંબૂવૃક્ષની ડાળી હાથમાં રાખું છું.' રોહગુપ્ત પોટ્ટશાલની વાદ-વિવાદની ઘોષણા સાંભળી; આમેય રોહગુપ્ત બુદ્ધિશાળી હતો, વાદકુશળ હતો. વાદમાં એને કોઈ હરાવી શકતું ન હતું. રોહગુપ્તે Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૧ ૨૦૩ પોટ્ટશાલને કહ્યું હું તારી સાથે વાદ કરવા તૈયાર છું. સમય નિશ્ચિત કરીને મને સૂચિત કરવું.” રોહગુપ્ત પોતાના ગુરુદેવ આચાર્યશ્રી શ્રીગુપ્તની પાસે ગયા. વિનયથી વંદન કરીને રસ્તામાં જે વાત બની હતી તે જણાવી દીધી. ગુરુએ કહ્યું: “વત્સ, પોર્ટુશાલ પરિવ્રાજકની સાથે વાદ કરવો ઉચિત નથી, તે નિમ્નકક્ષાની મેલી વિદ્યાઓનો ઉપાસક છે. જ્યારે તે વાદમાં હારી જાય છે ત્યારે પ્રતિવાદીને પોતાની વિદ્યાથી સાપ-વીંછી આદિના ઉપસર્ગ કરે છે અને હરાવે છે.” રોહગુખે કહ્યું “ગુરુદેવ, મને આ વાતની ખબર ન હતી. મેં એને યાદ કરવાનું વચન આપ્યું છે. હવે જો હું વચનપાલન ન કરે તો આપણી પ્રતિષ્ઠા તો જશે જ, સાથે સાથે જિનધર્મની પ્રતિષ્ઠા પણ જશે. એટલા માટે હવે સારો ઉપાય બતાવવાની કૃપા કરો.” આચાર્યશ્રી અનેક વિદ્યાઓના જ્ઞાતા હતા, પોટ્ટશાલ જે સાત વિદ્યાઓ દ્વારા ઉપસર્ગ કરતો હતો, તેની પ્રતિવિધાઓ ગુરુદેવ જાણતા હતા. એ સાત વિદ્યાઓ તેમણે રોહગુપ્તને શીખવી દીધી, ગુરુદેવે કહ્યું: “જ્યારે તે પવ્રિાજક સર્પ ઉત્પન્ન કરે ત્યારે તું નોળિયો ઉત્પન્ન કરજે. જ્યારે તે વીંછી ઉત્પન્ન કરે ત્યારે તું મોર ઉત્પન્ન કરજે, એ વીંછીને ભગાડી મૂકશે.' આ પ્રકારે સાતે પ્રતિવિદ્યાઓ શીખવી દીધી. આ ઉપરાંત ગુરુદેવે અભિમંત્રિત કરીને એક રજોહરણ આપ્યું અને કહ્યું: સાત વિધાઓ ઉપરાંત તે જો કોઈ ઉપદ્રવ કરે તો આ રજોહરણ તારા મસ્તકે ફેરવજે, જેથી એ પરિવ્રાજક તને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે.” ગુરુદેવને વંદન કરીને નિશ્ચિત દિવસે રોહગુપ્ત વાદ કરવા રાજસભામાં ગયા. બલશ્રી' નામે રાજાની સામે વાદ શરૂ થયો. પરિવ્રાજકે વિચાર્યું: “રોહગુપ્ત તીણ બુદ્ધિવાળો છે. હું જે પક્ષ સ્થાપિત કરીશ, એ તેનું ખંડન કરી દેશે. એટલા માટે સારો રસ્તો એ છે કે હું જૈનધર્મના સિદ્ધાંતનું જ સ્થાપન કરું. એનાથી રોહગુપ્ત દ્વિધામાં પડી જશે. જો તે મારા પક્ષનું સમર્થન કરશે તો તે હારી જશે અને ખંડન નહીં કરી શકે. આવું વિચારીને પરિવ્રાજકે પોતાનો પક્ષ સ્થાપિત કર્યો. “આ સંસારમાં બે જ રાશિ છેઃ જીવરાશિ અને અજીવરાશિ.” રોહગુપ્ત ક્ષણભર દ્વિધામાં પડી ગયા. પરંતુ તત્કાલ ઊભા થઈને બોલ્યાઃ “સંસારમાં રાશિ બે નથી, ત્રણ છે - જીવરાશિ, અજીવરાશિ અને નો-જીવરાશિ.' – મનુષ્ય, પશુપક્ષી વગેરે જીવરાશિ છે. – ઘટ, ૫ટ, પાષાણ વગેરે અજીવરાશિ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રાવક જીવન : ભાગ ૪ – ગરોડીની તાજી કપાયેલી પૂંછડી નો-જીવરાશિની છે. કારણ કે એ પૂંછડી જીવરાશિમાં નથી અને અજીવરાશિમાં પણ નથી મનાતી. પરિવ્રાજકે વિચાર્યું ન હતું કે રોહગુપ્ત આ રીતે જૈન સિદ્ધાંતની વિરુદ્ધ તર્ક કરશે. પરિવ્રાજક જ્યારે રોહગુપ્તને શાસ્ત્રમાં પરાજિત ન કરી શક્યો ત્યારે તેણે સર્પ વગેરેના ઉપદ્રવો શરૂ કર્યા. રોહગુપ્ત પ્રતિવિદ્યાઓ દ્વારા તેનો પ્રતિકાર કર્યો. પરિવ્રાજકે અંતમાં ગધેડી ઉત્પન્ન કરીને રોહગુપ્ત તરફ છોડી. રોહગુપ્ત ગુરુદેવે આપેલું રજોહરણ પોતાના માથા ઉપર ફેરવ્યું. ગધેડી પાછી ફરી ગઈ અને પરિવ્રાજક ઉપર પડી. પરિવ્રાજકને જમીન ઉપર પાડી દીધો. એના ઉપર મૂતરીને તે ભાગી ગઈ. પરિવ્રાજક હારી ગયો. રાજાએ એને નગરબહાર કાઢી મૂકવાની સજા કરી. રોહગુપ્તનો વિજય થયો. જૈન સંઘ તેને સ્વાગતની સાથે ઉપાશ્રયે લઈ ગયો. ઉપાશ્રયે આવીને ગુરુદેવને વંદના કરીને રાજસભામાં જે વિવાદ થયો હતો તે સંભળાવ્યો. ગુરુદેવે કહ્યું: “પરિવ્રાજક ઉપર વિજય મેળવ્યો, સારું કર્યું, જિનશાસનની શાન વધારી, પરંતુ આપણે “ત્રણ રાશિમાં માનતા નથી; આપણે તો બે જ રાશિ માનીએ છીએ - જીવ અને અજીવ. એટલા માટે કાલે રાજસભામાં હાજર થઈને આ વાતનો સ્વીકાર કરી લેવો – અસત્ય કથનનો દોષ દૂર કરવો જોઈએ.' આ સાંભળીને રોહગુપ્ત મૌન થઈ ગયો. તેના મનમાં વિચાર આવ્યો: “જે રાજસભામાં મેં વિજય મેળવ્યો છે, એ રાજસભામાં જઈને પોતાની ભૂલનો સ્વીકાર કરવામાં મારા માનભંગનો પ્રશ્ન છે. આ હું કરી શકું તેમ નથી.' તેણે ગુરુદેવને કહ્યું હું હવે રાજસભામાં જઈને એવું જાહેર ન કરી શકું કે મેં જે ત્રણ જીવરાશિની સ્થાપના કરી હતી તે ખોટી છે. વાસ્તવમાં જૈનદર્શન બે જ રાશિમાં માને છે.' ગુરુદેવે જ્યારે એને આગ્રહપૂર્વક રાજસભામાં જવા માટે કહ્યું તો રોહગુપ્ત કહી દીધું કે હવે હું ત્રણ રાશિ માનું છું. એટલા માટે રાજસભામાં જવાનો અને ભૂલ સુધારવાનો પ્રશ્ન જ રહેતો નથી.” ગુરુદેવ શ્રીગુપ્તાચાર્યને આશ્ચર્ય થયું. તેમણે વિચાર કર્યો : “રોહગુપ્તમાં મિથ્યાવૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ છે. તેમણે રોહગુપ્તને સત્ય સમજાવવા માટે કેટલાય દિવસો સુધી પ્રયત્નો કર્યા તો પણ રોહગુપ્ત માન્યો નહીં ત્યારે ગુરુદેવે તેને કહ્યું કેઃ “તું રાજસભામાં મારી સાથે વાદ કર અને “નો-જીવ’ સિદ્ધ કર.” રાજસભામાં શિષ્ય અને ગુરુદેવ વચ્ચે વિવાદ ચાલ્યો. છ માસ સુધી વિવાદ ચાલતો રહ્યો. કોઈ નિર્ણય ન થયો. ત્યારે ગુરુદેવે કહ્યું: “આપણે આ દુકાનમાં જ્યાં Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૧ ૨૦૫ દુનિયાની સર્વ વસ્તુઓ મળે છે, ત્યાં જઈને ‘નો-જીવ’ માગીએ. ‘નો-જીવ' મળી જશે તો રોહગુપ્ત વિજયી થશે અને ‘નો-જીવ’ નહીં મળે તો રોહગુપ્ત હારી જશે.’ રાજા, મંત્રી, નગરશ્રેષ્ઠી અને જૈનસંઘના અગ્રણી લોકોની સાથે ગુરુદેવ રોહગુપ્તને લઈને એવી. દુકાનમાં ગયા. ગુરુદેવે દુકાનના માલિકને અલગ અલગ ૧૪૪ પ્રશ્નો પૂછ્યા અને ‘નો-જીવ’ માગ્યું. દુકાનમાં ‘નો-જીવ’ જેવી કોઈ વસ્તુ ન મળી. - ગુરુદેવે રાજસભામાં પણ રોહગુપ્તને પરાજિત કર્યો. સંસારમાં બે જ રાશિ છે - જીવ અને અજીવ, એ સિદ્ધ કરી દીધું. છતાં પણ અભિમાનને કારણે રોહગુપ્તે ગુરુદેવની વાત માનવાનો ઇન્કાર કરી દીધો. ત્યારે ગુરુદેવે એના મસ્તક ઉપર રાખ નાખીને સંઘની બહાર કાઢી મૂક્યો. એના પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કર્યો. રોહગુપ્તે પાછળથી પોતાનો અલગ મત સ્થાપ્યો, તે જ વૈશેષિક’ મત કહેવાયો. જેવી ગતિ એવી મતિઃ આ ઐતિહાસિક ઘટના ખૂબ જ ચિંતનીય છે. ગુરુદેવ શ્રીગુપ્તાચાર્ય મહાજ્ઞાની હતા, મહાન માંત્રિક હતા, શક્તિશાળી હતા; છતાં પણ શિષ્ય પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કરી દીધો. તેઓ જાણતા હતા કે મનુષ્યની જેવી ગતિ થવાની હોય છે એવી એની બુદ્ધિ - મતિ થાય છે. જે મનુષ્યનું જેવું ભવિષ્ય હોય છે એવું જ થાય છે. કોઈનું નિશ્ચિત ભવિષ્ય કોઈ બદલી શકતું નથી. તીર્થંકર પણ બદલી શકતા નથી. રાજા શ્રેણિકને જ્યારે ભગવાન મહાવીરે કહ્યું : ‘શ્રેણિક, તું મરીને નરકમાં જઈશ.’ રાજા શ્રેણિક ભગવાનનો પરમ ભક્ત હતો. તેણે ભગવાનને કહ્યું : પ્રભુ, હું આપનો પરમ ભક્ત છું. મને આપ નરકમાં જવા દેશો ?' ભગવાને કહ્યું : ‘શ્રેણિક, તારું નરકમાં જવું નિશ્ચિત છે, એમાં હું પણ પરિવર્તન ન કરી શકું, દેવેન્દ્ર પણ ન કરી શકે.' શ્રેણિક નકગામી હતો તેથી તેને નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરવાની દુર્બુદ્ધિ આવી હતી ને ! ગર્ભવતી હરણીનો એણે શિકાર કર્યો હતો. ગર્ભસ્થ શિશુ - બચ્ચાનું મૃત્યુ થઈ ગયું. મેં એક સાથે બે શિકાર કર્યા’ એ રીતે આનંદ મનાવ્યો હતો. જેવી ગતિ તેવી મતિ. કેટલાક લોકોને આપણે પાપ કરતાં ન રોકી શકીએ. કારણ કે તેમની ગતિ જ નિમ્ન કોટિની, એ પ્રકારે એમની મતિ પણ નિમ્ન કોટિની હશે. ભલે ને તે મહાસતીનો પુત્ર હોય, સંસ્કારી પરિવારમાં એનો જન્મ થયો હોય....છતાં પણ તેની મતિ તો એની ગતિ અનુસાર જ હશે. આવા જીવો પ્રત્યે મધ્યસ્થભાવ જ ધારણ કરવાનો છે. તેમના પ્રત્યે ન રાગ, ન દ્વેષ કરવાનો છે. એથી તમારા મનમાં શાન્તિ રહેશે, આંતરિક સુખ ઉદ્ભવશે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ભવિતવ્યતાને કોઈ બદલી શકતું નથી : ‘શાન્તસુધા૨સ'માં એક વિશિષ્ટ પ્રભાવ ઉત્પન્ન કરી શકે એવું સૂત્ર છે ઃ શ્રાવક જીવન : ભાગ ૪ 'येन जनेन यथा भवितव्यं तद् भवता दुर्वारं रे..... ।' જે જીવની જેવી ભવિતવ્યતા હોય છે, એ તેવો જ બને છે. એને કોઈ રોકી શકતું નથી ! * સ્થૂલિભદ્રજી મહામંત્રી શકડાલના પુત્ર હતા, છતાં પણ તેઓ બાર વર્ષ કોશા વેશ્યાને ત્યાં રહ્યા હતાને ! એને કોઈ રોકી શક્યું ન હતું...પછી પિતાના મૃત્યુના નિમિત્તે તેમણે સંસારત્યાગ કર્યો અને સાધુ બની ગયા હતા. એમાં ય એમને કોઈ રોકી શક્યું ન હતું. * ડાકુની ભવિતવ્યતા સાધુ બનવાની હોય છે તો તે સાધુ બની જાય છે. કોઈ એને રોકી શકતું નથી. * સાધુની ભવિતવ્યતા ડાકુ બનવાની હોય તો તે ડાકુ બની જાય છે. કોઈ એને રોકી શકતું નથી. જૈનરામાયણમાં શ્રીરામના પૂર્વજોનો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે. એમાં અયોધ્યાનો રાજા ‘સોદાસ' જે મહાસતી સિંધિંકાનો પુત્ર હતો, તે માંસાહારી બની ગયો હતો. મનુષ્યમાંસનો ભક્ષક બની ગયો હતો. રાજ્યભ્રષ્ટ બન્યો...જંગલોમાં ભટકતો ન૨રાક્ષસ બની ગયો હતો. આ શું હતું ? ભવિતવ્યતા ! પછી જ્ઞાની મુનિરાજનો સંપર્ક થવો, સહજતાથી બીજા રાજ્યની પ્રાપ્તિ થવી....વૈરાગ્ય થવો અને સાધુ બનીને દીર્ઘ તપશ્ચર્યા કરવી...અંતમાં મુક્તિ થવી...આ બધું શું હતું ? ભવિતવ્યતા. જે જીવની જેવી ભવિતવ્યતા હોય છે, એ એવો જ થશે. એટલા માટે ચિંતાઓ ન કરો. બીજાની નિંદા-પ્રશંસા પણ ન કરો. જે કંઈ કરે છે તે તેની ‘ભવિતવ્યતા’ જ કરે છે. તમારા કહેવાથી એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. માયાજાળ કાપો, સમતાભાવ ઘટમાં ભરો : દરેક જીવની પોતપોતાની ભવિતવ્યતા છે. તો પછી શા માટે બીજા જીવો પ્રત્યે માયા-મમતા રાખવી ? તોડી નાખો માયાજાળને. માયાજાળ તૂટશે ત્યારે ચિત્તમાં પ્રસન્નતા પેદા કરનારી સમતા આવશે. મમતાની સાથે સમતા નથી રહેતી. મમતા ક્ષણિક સુખ આપે છે. પછી તીવ્ર દુઃખ આપે છે. સમતા સદૈવ સુખ-શાન્તિ અને પ્રસન્નતા અર્પે છે. આ વાતને સારી રીતે સમજી લેવી. આ વાતને સિદ્ધ કરનારાં અનેક ઐતિહાસિક ઉદાહરણો તો છે જ. વર્તમાનમાં પણ તમે લોકો પ્રત્યક્ષ ઉદાહરણ છો. Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૧ ૨૦૭ એક ભાઈને હું જાણું છું. લગ્ન થયા પછી દશ વર્ષ સુધી તેમને પુત્રપ્રાપ્તિ થઈ ન હતી. તે ખૂબ દુઃખી હતા. પુત્ર પામવા માટે એમણે અનેક ઉપાયો કર્યા હતા. દશ વર્ષ પછી પુત્રપ્રાપ્તિ થઈ, તે ખુબ ખુશ થયો. ઉત્સવ મનાવ્યો. પુત્રની ઉપર એમનું વૃઢ મમત્વ બંધાઈ ગયું. જેમ જેમ છોકરો મોટો થતો ગયો, તેમ તેમ તે અવિનીત, ઉદ્ધત બનતો ગયો. જ્યારે છોકરો પંદર વર્ષનો થયો, તો તેનાં કારસ્તાનોથી પિતા દુઃખી દુઃખી થઈ ગયા. તેનો પુત્રમોહ જ તેને દુઃખી કરતો હતો. મમત્વનું સુખ પાંચ-સાત વર્ષ રહ્યું હશે. મમત્વનું દુઃખ તે ૨૦ વર્ષ સુધી ભોગવતો રહ્યો. " હમણાં બે વર્ષ પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું. છોકરાએ એની માતાને દુખ આપ્યું, માતા પાસેથી પૈસા લઈ લીધા, દાગીના લઈ લીધા. અને માતાને એકલી છોડીને ચાલ્યો ગયો. મા હમણાં જ મરી ગઈ. પુત્રનું મમત્વ, પત્નીનું મમત્વ, પતિનું મમત્વ, શિષ્યનું મમત્વ, સર્વ પ્રકારનાં મમત્વ દુઃખી કરનારાં છે. એટલા માટે મમત્વને છોડી દો તોડી નાખો. સમતાને દ્ધયમાં સ્થિર કરો. મોડું ન કરો. આયુષ્ય થોડુંક બાકી છે. ક્યારે મૃત્યુ આવી જાય ખબર નથી. જિંદગી ટૂંકી છે. મૃત્યુની પહેલાં જ મધ્યસ્થભાવને દ્ધયમાં સ્થિર કરવાનો છે. મૃત્યુના સમયે આપણું ચિત્ત ત્યારે જ સ્થિર, નિર્મળ અને પ્રસન્ન રહી શકશે. પરપુગલની, પરપદાર્થની ગુલામી કરવાની નથી. જે પરપદાર્થ છે, જે પરદ્રવ્ય છે તે કદીય સ્વદ્રવ્ય બનવાનાં નથી. એટલા માટે પરદ્રવ્યોના નિમિત્તે દીનતા કરવાની નથી - કદીય કરવાની નથી. પુદ્ગલ-પરવશતા છોડી દેવી જોઈએ. મિથ્યા છે પુગલ-પરવશતા. - પુદ્ગલ-પરવશતાનાં બંધનોને તોડો - તોડવાનાં છે. – પરદ્રવ્યના મમત્વને તોડવાનું છે. તમારા શરીરથી શરૂ કરીને જેટલાં પુદ્ગલ દ્રવ્યો છે, તેમની માનસિક પરવશતા તોડવાની છે, છોડવાની છે. એક માત્ર સાધનના રૂપમાં જ તેનો ઉપયોગ કરવાનો પોતાના આત્માથી પર જેટલા અનંત આત્માઓ છે, જીવ દ્રવ્ય છે, તેમનાથી મમત્વ રાખવાનું નથી, મૈત્રી રાખવાની છે, મમત્વ રહિત મૈત્રીભાવ રાખવાનો છે. એવો મૈત્રીભાવ અખંડ રહે છે. સર્વ જીવોની સાથે એક સમાન મૈત્રી રાખવાની છે. “આ મારો મિત્ર, પેલો મારો શત્રુ એવું કરવાનું નથી. “સંસારમાં એક પણ જીવ મારો શત્રુ નથી.” એ વાતને નિશ્ચિત સમજી લેવાની છે. મમત્વ નહીં હોય તો આ વાત શક્ય બનશે. પુદ્ગલ-પરવશતા નહીં હોય, તો જીવ-મૈત્રી બનશે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રાવક જીવન : ભાગ ૪ ભીતર છે અનુપમ તીર્થ : પુદ્ગલ-પરવશતા છોડીને, પારદ્રવ્યોનું મમત્વ તોડીને, તું તારા ભીતરમાં રહેલા અનુપમ તીર્થ - શુદ્ધ ચૈતન્ય છે એની યાત્રાએ ચાલ્યો જા. હા, આપણી અંદર જ અનુપમ તીર્થ છે..સૌથી શ્રેષ્ઠ તીર્થ છે. અનુપમ તીર્થનું સ્મરણ કરવાનું છે. ધ્યાન કરવાનું છે. આ શુદ્ધ - ચૈતન્યસ્વરૂપ આત્માનું સ્મરણ પુનઃપુનઃ કરતા રહો. બસ, આનંદ જ આનંદ છે ! બહારથી અનેક તીર્થોમાં પરિભ્રમણ કરવાથી જે આનંદ નથી મળતો એ આનંદ આ ભીતરના અનુપમ તીર્થની સ્મૃતિ કરવાથી મળે છે. તમે અનુભવ કરો. આ વાત માત્ર બોલવાની નથી, અનુભવવાની છે. પ્રત્યેક મનુષ્ય આ ભીતરના તીર્થની યાત્રા કરી શકે છે. સ્વસ્થ હોય યા ગ્લાન હોય શ્રીમંત હોય યા નિધન હોય, અપંગ હોય યા સાંગોપાંગ હોય, સાધુ હોય યા સંસારી હોય, દરેક મનુષ્ય આ અનુપમ તીર્થની યાત્રા..દિવસમાં ૯૯ વાર કરી શકે છે. કોઈ વાર કરજો આ તીર્થની ૯૯ યાત્રા ! પાલીતાણા જઈને ૯૯ યાત્રા કરી શકો કે નહીં - તે ચાલશે. પરંતુ ભીતરના આ અનુપમ તીર્થની ૯૯ યાત્રા તો કરવી જ. મધ્યસ્થભાવ દયમાં હશે, તો જ આ યાત્રા થશે. મધ્યસ્થભાવ, પરબ્રહ્મની પ્રાપ્તિનું અસાધારણ કારણ છે. આ મધ્યસ્થભાવ, ઉદાસીનભાવથી કેવળજ્ઞાનની નિકટ પહોંચી શકાય છે. આ રીતે આજે મધ્યસ્થ ભાવનાનું વિવેચન પૂર્ણ કરું છું. એની સાથે ચારે ભાવનાઓનું વિવેચન પૂર્ણ થાય છે. “ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયના અંતિમ સૂત્ર સ્વાતિ મૈચાહિયોનઃ | નું વિવેચન પૂર્ણ થાય છે. આજે બસ, આટલું જ. Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૨ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મીબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયનો ઉપસંહાર કરતાં કહ્યું છે કે ઃ विशेषतो गृहस्थस्य धर्म उक्तो जिनोत्तमैः । एवं सद्भावनासारः परं चारित्रकारणम् ॥ જિનેશ્વર ભગવંતોએ વિશેષરૂપથી જે ગૃહસ્થ ધર્મ બતાવ્યો છે તે પરમ પુરુષાર્થરૂપ મોક્ષ છે. એ મોક્ષપ્રાપ્તિને અનુકૂળ ભાવશ્રાવકધર્મ છે. અને આ જન્મમાં અથવા બીજા જન્મમાં (ભવાન્તરમાં) ચારિત્રધર્મનો અવંધ્ય હેતુ છે.’ કહેવાનું તાત્પર્ય એ છે કે આ ત્રીજા અધ્યાયમાં જે શ્રાવકધર્મ બતાવવામાં આવ્યો છે, તે ચારિત્રધર્મનું અસાધારણ કારણ છે. એટલે કે જે મનુષ્ય આ ભાવશ્રાવકધર્મનું પાલન કરે છે તે અવશ્ય ચારિત્રધર્મની પ્રાપ્તિ કરી શકે છે. આ જન્મમાં કરે છે અથવા બીજા જન્મમાં કરે છે. અને ચારિત્રધર્મનું યથોચિત પાલન કરીને તે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. ભાવશ્રાવકધર્મ : આ ત્રીજા અધ્યાયમાં જે વિશેષ ગૃહસ્થ ધર્મ બતાવવામાં આવ્યો છે તે ભાવશ્રાવકનો ભાવાત્મક ધર્મ છે. જો કે બાર વ્રતોનું પાલન કરવાની જે વાત છે, તે ક્રિયાત્મક ધર્મની વાતો છે. પરંતુ એની પછી જે વાતો કહેવામાં આવી છે તે સર્વ ભાવાત્મક ધર્મની વાતો છે અને ભાવાત્મકધર્મની - ચારિત્રધર્મની પ્રાપ્તિનો અવંધ્ય હેતુ છે. ' ચારિત્રધર્મના પાલનનું લક્ષ્ય ચારિત્રધર્મની પ્રાપ્તિ જ હોવું જોઈએ. આમ તો ચારિત્રધર્મની પ્રાપ્તિ ત્યારે જ થાય છે કે જ્યારે ‘ચારિત્રમોહનીય કર્મ’ તૂટે છે. પ્રાયઃ ભાવશ્રાવકધર્મના પાલનથી ચારિત્રમોહનીય કર્મ અવશ્ય તૂટે છે. એટલા માટે ભાવશ્રાવકધર્મને ચારિત્રધર્મની પ્રાપ્તિનું અવંધ્ય કારણ ગણવામાં આવે છે. ‘આપણું ચારિત્રમોહનીય કર્મ પ્રબળ છે એટલા માટે આપણને ચારિત્રધર્મ - સાધુધર્મની પ્રાપ્તિ થતી નથી.' એવું સમજનારા લોકોએ ચારિત્રમોહનીય કર્મને તોડવા માટે શ્રાવકધર્મનું પાલન કરવું, ભાવશ્રાવકધર્મનું પાલન કરવું, તેથી ‘ચારિત્રમોહનીય કર્મ’ અવશ્ય તૂટશે. આ જન્મમાં ચારિત્રધર્મની - સાધુધર્મની પ્રાપ્તિ થશે. જો આ જન્મમાં પ્રાપ્તિ ન થઈ તો આગામી જન્મમાં અવશ્ય થશે. 14 Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રાવક જીવન : ભાગ ૪ ચારિત્રધર્મનું યથાર્થ પાલન કરીને આત્મા અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરશે. મહાવીર ભગવાનના ૧૦ મહાશ્રાવકો : આ વાતને ભગવાન મહાવીરના ૧૦ શ્રાવકો સિદ્ધ કરે છે. એ દશ શ્રાવકો ભાવશ્રાવકધર્મનું પાલન કરનારા હતા. સંક્ષેપમાં એ મહાશ્રાવકોની વિગતો જણાવું આનંદ શ્રાવક આનંદ શ્રાવકે ઘણા શીલચારિત્ર આદિથી આત્માને ભાવિત કર્યો. ૨૦વર્ષ સુધી શ્રાવકધર્મનું પાલન કર્યું. શ્રાવકધર્મની ૧૧ પ્રતિમાઓની વિશિષ્ટ પ્લાનાત્મક આરાધના કરી. એક મહિનાની સંખનાથી આત્માને નિર્મળ કર્યો, અંતમાં અનશન કરીને; આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધિમૃત્યુ પ્રાપ્ત કર્યું. સૌધર્મદિવલોકમાં દેવ થયા. ત્યાં દેવ-આયુષ્ય પૂર્ણ કરીને આનંદ શ્રાવકનો આત્મા મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં ચારિત્રધર્મનો સ્વીકાર કરીને - પાલન કરીને. સર્વકર્મનો ક્ષય કરીને એ ભવમાં મુક્તિ પામશે. ભગવાનના બીજા મહાશ્રાવક હતા કામદેવ ઃ કામદેવે પણ આનંદ શ્રાવકની જેમ ૨૦ વર્ષ સુધી ભાવશ્રાવકધર્મનું પાલન કર્યું હતું. ૧૧ પ્રતિમાઓની આરાધના કરી હતી. એક મહિનાની સંખના કરી હતી...ઉપવાસ કર્યા હતા. આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધિમૃત્યુ પામ્યા હતા. એ પણ સૌધર્મદિવલોકમાં ઉત્પન્ન થયા અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ચારિત્રધર્મ પામશે અને સર્વકર્મોનો ક્ષય કરીને સિદ્ધિ-મુક્તિ પામશે. ભગવાનના ત્રીજા મહાશ્રાવક હતા “ચુલનીપિતા' : તમને મેં આનંદ - કામદેવનાં ચરિત્રો સંભળાવ્યાં છે. પરંતુ ચુલનીપિતાનું ચારિત્ર નથી સંભળાવ્યું. એટલા માટે તમે સંક્ષેપમાં - ટૂંકમાં તેમનું ચારિત્ર સાંભળો. તેઓ વારાણસી - કાશીનગરીના નિવાસી હતા. એમની પત્નીનું નામ શ્યામા હતું. તે ખૂબ ધનવાન હતા. ર૪ કરોડ સુવર્ણમુદ્રાના તે માલિક હતા. તેમની પાસે આઠ ગોકુળ હતા. એક એક ગોકુળમાં ૧૦-૧૦ હજાર ગાયો હતી. જ્યારે ભગવાન મહાવીર વારાણસી પધાર્યા ત્યારે ચુલનીપિતાએ ભગવાનનો ઉપદેશ સાંભળીને આનંદ શ્રાવકની જેમ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો અને કેટલાંક Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ પ્રવચન ૯૨ વર્ષો પછી ગૃહસ્થ જીવનથી નિવૃત્ત થઈને પૌષધશાળામાં જઈને વિશિષ્ટ ધર્મની આરાધના કરવા લાગ્યા. એક રાત્રિના અંતિમ પ્રહરમાં ચુલની પિતાની સન્મુખ એક દેવ પ્રકટ થયો. હાથમાં નીલકમલ અને તલવાર લઈને બોલ્યો: “જો તું તારાં શીલનો ભંગ નહીં કરે તો તારા મોટા પુત્રને ઘેરથી લાવીને તેનો ઘાત કરીશ. કાપીને તેને કડાઈમાં ઉકાળીશ, એનાથી તારા શરીરને સીંચીશ. અત્યંત પીડા અને દુઃખથી તું મરી જઈશ.” પરંતુ ચુલનીપિતા તો નિર્ભય, નિશ્ચલ રહ્યા. બે-ત્રણ વાર ધમકી આપવા છતાં પણ ચુલની પિતા વિચલિત ન થયા તો દેવે છોકરાને લાવીને ઘાતની માયા રચી. તેના શરીરને કડાયામાં નાખીને ઉકાળ્યું. તેના રક્ત અને માંસથી ચુલનીપિતાના શરીર ઉપર લેપ કર્યો. છતાં ય ચુલની પિતા નિશ્ચલ રહ્યા. દેવે બીજા અને ત્રીજા છોકરાના વધની એવી જ માયાજાળ રચી, તો પણ ચુલનીપિતા અડગ રહ્યા, દેવે કુદ્ધ થઈને કહ્યું : “જો તું તારા વ્રતનો ભંગ નહીં કરે તો તારી માતા ભદ્રાને ઘેરથી લાવીને તારી સામે જ તેના પ્રાણ લઈશ.” ત્રણ વાર દેવે આ પ્રમાણે ડરાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ ચુલનીપિતા તો વૃઢ જ રહ્યા. ત્રીજી વાર જ્યારે દેવે માતૃવધની વાત કરી ત્યારે ચુલનીપિતાએ વિચાર કર્યોઃ “આ અનાર્ય પુરુષ છે. તેણે મારા ત્રણ પુત્રોનો ઘાત કર્યો, હવે મારી માતાનો વધ કરવા ઈચ્છે છે. હું વધ નહીં કરવા દઉં.” ચુલનીપિતા કાયોત્સર્ગ ધ્યાન પૂર્ણ કરીને દેવને પકડવા દોડ્યા, દેવ તો અદ્રશ્ય થઈ ગયો. ચુલનીપિતા એક સ્તંભને પકડીને જોરજોરથી ચિત્કાર કરવા લાગ્યા. એમનો અવાજ સાંભળીને ભદ્રામાતા ત્યાં આવી અને ચિત્કાર કરવાનું કારણ પૂછ્યું. ચુલનીપિતાએ સમગ્ર વૃત્તાંત કહ્યો. તો માતાએ કહ્યું: “વત્સ, આવું કશું બન્યું નથી. ત્રણે પુત્રો સુખરૂપ છે અને હું તારી સામે જ છું. વત્સ, કોઈ દેવે તારી પરીક્ષા કરવા આ માયાજાળ રચી હશે. કષાયના ઉદયથી ચલિત - ચિત્ત થઈને એને મારવાની તારી પ્રવૃત્તિ થઈ. આ ઘાતકી પ્રવૃત્તિથી સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ અને પૌષધદ્રતનો ભંગ થયો. પૌષધદ્રતમાં સાપરાધ અને નિરપરાધ સર્વ જીવોને મારવાનું ત્યજી દેવું પડે છે. એટલા માટે તું આલોચના કર, પ્રતિક્રમણ કર, અને ગુરુસાક્ષીએ નિંદા-ગહ કર, યથોચિત તપશ્ચયરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર.” ચુલનીપિતાએ એમ જ કર્યું. તેમણે ૧૧ પ્રતિમાઓનું પાલન કર્યું. સમાધિમૃત્યુ પામીને સૌધર્મદેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ચારિત્રધર્મ સ્વીકારીને મુક્તિ પામશે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ચોથા શ્રાવક હતા સુરાદેવ - તે પણ વારાણસી નગરીના જ નિવાસી હતા, તેમની પત્નીનું નામ હતું ધન્યા. તે અઢાર કરોડ સુવર્ણમુદ્રાના માલિક હતા. તેમનાં છ ગોકુળ હતાં, એક એક ગોકુળમાં ૧૦-૧૦ હજાર ગાયો હતી. શ્રાવક જીવન : ભાગ ૪ ચુલનીપિતાની જેમ સુરાદેવે ભગવાન મહાવીરનો શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. કેટલાંક વર્ષો પછી સંસારમાંથી નિવૃત્ત થઈને તે પૌષધશાળામાં ધર્મધ્યાનમાં જ રહેવા લાગ્યા. તેમણે પણ દેવે ડરાવવા અને વિચલિત કરવા પ્રયત્નો કર્યા હતા. ચુલનીપિતાની જેમ તે પણ અંતે તો ક્રોધમાં આવીને દેવને પકડવા દોડ્યા હતા, ચિત્કાર કરવા લાગ્યા હતા. તેમનાં પત્નીએ આવીને એમને શાન્ત કર્યા હતા. ચુલનીપિતાની જેમ આલોચના, પ્રતિક્રમણ, નિંદા-ગહ કરીને સમાધિમૃત્યુ પામીને એ સૌધર્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહમાં જન્મ પામીને, ચારિત્રધર્મનું પાલન કરીને, સર્વકર્મોનો ક્ષય કરીને મુક્તિ પામશે. પાંચમા શ્રાવક ચુલ્લશતક ઃ તેઓ આતંભિકા નગરીના નિવાસી હતા. તે પણ અઢાર કરોડ સુવર્ણમુદ્રાના સ્વામી હતા. ગાયોના છ વ્રજ હતાં. એક એક વ્રજમાં ૧૦-૧૦ હજાર ગાયો હતી. તેમની પત્નીનું નામ હતું બહુલા. એ ચુલ્લશતકે ભગવાન મહાવીરનો શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. સુરાદેવની જેમ તેમણે પણ સંસારથી નિવૃત્ત થઈને પૌષધશાળામાં જઈને પૌષધમાં રહેવું શરૂ કર્યું હતું. તેમની ઉપર પણ દેવે ઉપસર્ગ કર્યો હતો. સુરાદેવની જેમ જ આખી ઘટના બની હતી. સમાધિમૃત્યુ પામીને તે પણ સૌધર્મદેવલોકમાં દેવ બન્યા હતા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામશે. ચારિત્રધર્મનું પાલન કરીને તેઓ પણ મુક્તિ પામશે. છઠ્ઠા શ્રાવક હતા કુંડકોલિક : તેઓ કાપિલ્યપુરના નિવાસી હતા, તેમની પત્નીનું નામ હતું પુણ્યા. તેમની પાસે ૧૮ કરોડ સુવર્ણમુદ્રાઓ હતી અને ૬ વ્રજ હતાં. કુંડકોલિકનું સમગ્ર વૃત્તાંત ચુલ્લશતક જેવું જ છે. માત્ર એક બાબત ભિન્ન પ્રકારની છે. દેવનો ઉપસર્ગ અલગ પ્રકારે થયો હતો. એક દિવસ કુંડકોલિક મધ્યાહ્નને સમયે નગરની બહાર અશોકવનમાં ગયા હતા, ત્યાં પોતાની નામમુદ્રા અને ઉત્તરીયવસ્ત્ર એક શિલા ઉપર રાખીને ધર્મધ્યાનમાં લીન બન્યા. એ સમયે ત્યાં એક દેવ પ્રકટ થયો. એણે શિલા ઉપરથી કુંડકોલિકની નામમુદ્રા અને ઉત્તરીયવસ્ત્ર ઉઠાવી લીધાં. પછી દેવે કુંડકોલિકને કહ્યું : ‘હે દેવાનુપ્રિય કુંડકોલિક, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ પ્રવચન ૯૨ મખલિપુત્ર ગોશાલકનું વૃત્તાંત સુંદર છે, કારણ કે તેના ધર્મમતમાં ઉત્થાન, કર્મ બળ, વીર્ય અને પરાક્રમ નથી. બધું જ નિયતિને આશ્રિત છે. શ્રમણ ભગવાન મહાવીરનું ધર્મશાસન સારું નથી, કારણ કે એમાં ઉત્થાન...પરાક્રમ આદિ છે, બધું નિયતિને આશ્રિત નથી.” શ્રમણોપાસક કુંડકોલિકે કહ્યું: “હે દેવ, મંખલિપુત્ર ગોશાલકનો ધર્મમત, ઉત્થાન આદિ ન હોવાથી અને સર્વ ભાવ નિયતિઆશ્રિત હોવાથી સારું છે અને ભગવાન મહાવીરનો ધર્મ-ઉત્થાન આદિ હોવાથી અને બધું નિયતિને આધીન હોવાથી સારો નથી - એ માની લેવામાં આવે તો હે દેવ, તમને આ દિવ્ય ઋદ્ધિ, દેવહુતિ અને દિવ્ય દેવાનુભાવ કેવી રીતે પ્રાપ્ત થયાં? ઉત્થાનાદિ દ્વારા પ્રાપ્ત થયાં? અથવા પરાક્રમહીનતાથી ?” દેવે કહ્યું : હે દેવાનુપ્રિય, મેં આ દેવઋદ્ધિ વગેરે પરાક્રમ આદિના પ્રભાવથી પ્રાપ્ત કર્યા છે.' કુંડકોલિકે કહ્યું: “જો આ દેવઋદ્ધિ વગેરે ઉત્થાન, પુરુષાર્થ આદિના અભાવમાં પ્રાપ્ય છે તો જે જીવોને ઉત્થાન આદિ નથી, અને પરાક્રમ નથી તે બધા દેવ કેમ નથી બનતા ? એટલા માટે તમે જે ભગવાન મહાવીરની ધમદિશના સારી નથી બતાવતા અને ગોપાલકની ધર્મદિશના સારી જણાવો છો - એ વાત મિથ્યા છે.' દેવ કુંડકોલિકને ઉત્તર ન આપી શક્યો. કુંડકોલિકની નામમુદ્રા અને ઉત્તરીયવસ્ત્ર ત્યાં મૂકીને અદ્રશ્ય થઈ ગયો. બીજે દિવસે ભગવાન મહાવીર કાંડિલ્યપુરમાં પધાર્યા. સહસ્ર આમ્રવનમાં સમવસરણ થયું. કુંડમોલિક સપરિવાર ભગવાનને વંદન કરવા ગયા. ધર્મદિશના પછી ભગવાને કુંડકોલિકને દેવના આગમન વિશે પૂછ્યું. કંડકોલિકે આખી ઘટના જણાવી દીધી. ભગવાને ત્યાં ઉપસ્થિત શ્રમણોને સંબોધિત કરતાં કહ્યું : “હે આય, ગૃહસ્થાવાસમાં રહીને પણ આ કુંડકોલિક શ્રમણોપાસક હેતુ, પ્રશ્ન, કારણ, વ્યાકરણ અને ઉત્તર સંબંધમાં અન્ય મતાવલંબીઓને નિરુત્તર કરે છે તો તે આર્યો. દ્વાદશાંગ, ગણિપિટકનું અધ્યયન કરનારા શ્રમણ-નિર્ગથ તો સારી રીતે અન્ય મતવાળાને નિરુત્તર કરી શકે છે.' કુંડકોલિક ચૌદ વર્ષ સુધી ભાવશ્રમણધર્મનું પાલન કરતા રહ્યા. પંદરમા વર્ષની મધ્યમાં તેમણે પોતાના જ્યેષ્ઠ પુત્રને ગૃહભાર સોંપી દીધો. તે પૌષધશાળામાં રહીને ધર્મધ્યાનમાં નિમગ્ન બન્યા. ૧૧ પ્રતિમાની પાલનવિધિ કરી, સમાધિમૃત્યુ પામીને સૌધર્મદિવ લોકમાં દેવ બન્યા, ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામશે, Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ચારિત્રધર્મનું પાલન કરીને મુક્તિ પામશે. સાતમા શ્રાવક હતા સાલપુત્ર : આ મહાશ્રાવક પોલાસપુરના નિવાસી હતા. તેમની પત્નીનું નામ હતું અગ્નિમિત્રા, તે ત્રણ કરોડ મુદ્રાઓના સ્વામી હતા. તેમની પાસે ૧૦ હજાર ગાયોનું એક વ્રજ હતું. શ્રાવક જીવન : ભાગ ૪ તે મહાશ્રાવક સૌથી પ્રથમ મંખલિપુત્ર ગોશાલકના ઉપાસક હતા. એક દિવસ સદ્દાલપુત્ર મધ્યાહ્નકાળમાં અશોકવનમાં ગયા હતા અને ધર્મધ્યાનમાં નિમગ્ન હતા. એ સમયે એમની સામે એક દેવ પ્રકટ થયો. દેવે સદ્દાલપુત્રને કહ્યું ઃ ‘ભવિષ્યમાં અહીં મહામાહણ આવનારા છે. તેઓ જ્ઞાન, દર્શનને ધારણ કરનારા છે.’ તે અતીત, વર્તમાન અને ભવિષ્યને જાણનારા છે. અરિહંત છે, જિન છે, કેવલી છે, સર્વજ્ઞ અને સર્વદર્શી છે. ત્રણે લોક માટે અવલોકનીય, મહિત અને પૂજિત છે. દેવ દાનવ બધાના અર્ચનીય, વંદનીય, સત્કારયોગ્ય અને સન્માનયોગ્ય છે. કલ્યાણકારી છે, મંગલકારી છે. દેવ અને ચૈત્યની જેમ ઉપાસ્ય છે, એવા મહાપુરુષ આવવાના છે. એટલા માટે હે સદ્દાલપુત્ર, તારે એમને વંદન કરવાં, તેમની પર્યુપાસના કરવી, તારે એમને પીઠ, ફલક, શય્યા, વસતિ અને સંસ્તારક માટે આમંત્રિત કરવા.’ આ રીતે ત્રણ વાર કહીને દેવ અદૃશ્ય થઈ ગયો. બીજે દિવસે પ્રાતઃકાળે જ ત્યાં ભગવાન મહાવીર પધાર્યા. સદ્દાલપુત્રને ખબર પડી; તેણે વિચાર્યું : ‘હું એમની પાસે જઈને તેમને વંદન કરું...તેમની પર્યાપાસના કરું.' તેણે સ્નાનાદિ કરીને શુદ્ધ વસ્ત્ર પરિધાન કર્યાં અને પરિવાર સહિત તે સહસ્રામ્રવનમાં ભગવાનની પાસે ગયો. ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપી, વંદના કરી અને પર્યુપાસના કરી; ભગવાનનો ઉપદેશ સાંભળ્યો. ઉપદેશ પછી ભગવાને સદ્દાલપુત્રને કહ્યું : ‘હે મહાનુભાવ, કાલે મધ્યાહ્નમાં તારી પાસે એક દેવ આવ્યો હતો ? દેવે જે કંઈ કહ્યું હતું તે ભગવાને કહી બતાવ્યું. અને કહ્યું : 'હે સાલપુત્ર, એ દેવે આ વાતો મંલિપુત્ર ગોશાલક માટે કહી ન હતી.' આ સાંભળીને સદ્દાલપુત્રે વિચાર કર્યો : ‘આ સર્વજ્ઞ, સર્વદર્શી ભગવાન મહાવીર મારે વંદન, નમસ્કાર કરવા યોગ્ય છે. પીઠ ફલક, આસન આદિને માટે નિમંત્રિત કરવા યોગ્ય છે.’ તેણે ઊભા થઈને ભગવાનને કહ્યું ઃ ‘હે ભદંત, પોલાસપુરનગરની બહાર મારી કુંભારની ૫૦૦ દુકાનો છે. આપ ત્યાં પધારો અને ત્યાં નિવાસ કરો.’ ભગવાને એની પ્રાર્થના સ્વીકારી અને ત્યાં સ્થિરતા કરી. એક દિવસે સદ્દાલપુત્ર હવાથી કંઈક સૂકાયેલાં માટીનાં વાસણોને સૂકવવા માટે તડકામાં મૂકતો હતો; એ સમયે ભગવાને એને પૂછ્યું : ‘હે સદ્દાલપુત્ર, આ માટીનાં Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯ર ૨૧૫ પાત્રો ક્યાંથી આવ્યાં અને કેવી રીતે ઉત્પન્ન થયાં ?” સદ્દાલપુત્રે જવાબ આપ્યો “આ પહેલાં માટી હતી. એને પાણીમાં પલાળી, પછી તેમાં છાણ ભેળવવામાં આવ્યું, ચાકડે ચડાવી અને તેના પછી પાત્ર બન્યું.' ભગવાને પૂછ્યું: “આ માટીનાં પાત્રો ઉત્થાનથી. એટલે કે પુરુષાર્થથી ઉત્પન્ન થાય છે, યા પુરુષાર્થ વગર ?” સદાલપુત્રે કહ્યું: 'ભગવન્, આ પાત્રો વિના પુરુષાર્થ બને છે, જે કંઈ છે તે નિયતિ ભગવાને કહ્યું હે સદાલપુત્ર, જો કોઈ પુરુષ તારાં આ માટીનાં પાત્રોને ચોરી જાય, અથવા જ્યાં-ત્યાં ફેંકી દે, અગર તો ફોડી નાખે...અથવા તારી પત્ની અગ્નિમિત્રાની ઉપર કોઈ બળાત્કાર કરે, તો શું તું એને દંડ દઈશ કે નહીં?' હે ભગવન્, હું એ પુરુષ ઉપર આક્રોશ કરીશ, તેને હણી નાખીશ, ટીપી નાખીશ, મારીશ, મારી નાખીશ.” “મહાનુભાવ, જો સર્વ નિયતિ છે તો પછી આવું તાડન વગેરે કરવું ખોટું છે, મિથ્યા છે. નિયતભાવ થાય જ છે તો પછી થવા દો, તાડન વગેરે શા માટે કરવું?” સદાલપુત્રે ગોઘલકનો નિયતિવાદ છોડી દીધો અને ભગવાન મહાવીરનો શ્રમણોપાસક બની ગયો. ૧૪ વર્ષ સુધી તેણે વિવિધ પ્રકારનાં વ્રત, શીલ આદિનું પાલન કર્યું. પંદરમા વર્ષે નિવૃત્ત થઈને પૌષધશાળામાં ધર્મધ્યાનમાં નિમગ્ન બની ગયો. એક રાત્રે તેના સત્ત્વની પરીક્ષા કરવા માટે દેવ આવ્યો. “ચુલની પિતા શ્રાવકની જેમ દેવ ઉપસર્ગ કરતો રહ્યો. અંતમાં સદાલપુત્ર આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધિમૃત્યુ પામે છે. દેવલોકમાં દેવ થાય છે, દેવાયુષ્ય પૂર્ણ કરતાં તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે, અને સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પામશે. ઉચ્ચ કોટિના શ્રાવકધર્મનું પાલન ચારિત્રધર્મનો હેતુ બને છે. આઠમા મહાશ્રાવક મહાશતક : મહાશતક રાગૃહના વતની હતા. તેમને રેવતી વગેરે ૧૩ પત્નીઓ હતી; તેમની પાસે ૨૪ કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. ભગવાન મહાવીરની પાસે મહાશતકે આનંદ શ્રાવકની માફક શ્રાવકધર્મ સ્વીકાર્યો. તેની પત્ની રેવતીએ ઈષથી પ્રેરાઈને ૧૨ સપત્નીઓને શસ્ત્રપ્રયોગથી તેમજ ઝેર આપીને મારી નંખાવી અને તેમની સંપત્તિ ઉપર અધિકાર જમાવી દીધો. રેવતીએ માંસાહાર અને મદિરાપાન પણ શરૂ કર્યો. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રાવક જીવન : ભાગ ૪ મહાશતકને શીલવ્રતની સાથે આત્માને ભાવિત કરતાં ૧૪ વર્ષ વ્યતીત થઈ ગયાં; પછી ગૃહકાર્યમાંથી નિવૃત્ત થઈને પૌષધશાળામાં રહેવા લાગ્યા, ધર્મધ્યાનમાં લીન રહેવા લાગ્યા. એક દિવસે રેવતી મદિરાપાન કરીને, મત્ત થઈને નશામાં ડગમગાતી, કેશ વિખેરીને, ઉત્તરીયવસ્ત્રને દૂર કરતી શૃંગાર કરીને પૌષધશાળામાં પહોંચી. મોહોન્માદ - ઉત્પાદક અને શૃંગારિક હાવભાવ પ્રદર્શિત કરતી તે મહાશાલને કહેવા લાગીઃ “ધર્મની ઇચ્છાવાળા, સ્વર્ગની ઇચ્છાવાળા, મોક્ષની ઇચ્છાવાળા, ધર્મની આકાંક્ષાવાળા, ધર્મની પિપાસાવાળા હે મહાશતક, તારા ધર્મ, પુષ્ય, સ્વર્ગ અને મોક્ષ - શું ફળ છે ? તું મારી સાથે ભોગવવા યોગ્ય ભોગ નથી ભોગવતો?” મહાશતકે રેવતીની વાત પર ધ્યાન ન આપ્યું અને ધર્મધ્યાનમાં લીન રહ્યા. રેવતી પાછી ઘરમાં ચાલી ગઈ. મહાશતકે ૧૧.પ્રતિમાઓની આરાધના પૂર્ણ કરી. ઘોર તપશ્ચયથી મહાશતક કૃશ - દુર્બળ થઈ ગયા. તેમણે મારશાન્તિક સંલેખના કરી, અનશન કર્યું, અને સમાધિમૃત્યુની આકાંક્ષા કરવા લાગ્યા. શુભ અધ્યવસાયથી તેમને અવધિજ્ઞાન થઈ ગયું. રેવતી પુનઃ ઉન્મત્ત થઈને પૌષધશાળામાં આવી, અને પૂર્વવત્ બોલવા લાગી. ત્રણ ત્રણ વાર તે જ ભોગ-પ્રાર્થના કરવા લાગી, ત્યારે મહાશતકે કહ્યું: “રેવતી, તું સાત દિવસમાં વિપૂચિકા - કોગળિયામાં આર્તધ્યાન કરતી, અત્યંત દુઃખી થઈને અસમાધિમાં મરીશ; મરીને પહેલી નરકમાં જઈશ.” રેવતી એ રીતે જ મરી અને નરકમાં ગઈ. એ સમયે ભગવાન મહાવીર રાજગૃહમાં પધાર્યા હતા. એમણે ગૌતમ સ્વામીને મહાશાલક - રેવતીનું વૃત્તાંત સંભળાવીને કહ્યું : “હે ગૌતમ, તુ મહાશતક પાસે જા, અને કહે કે તે રેવતીને જે કટુ વચનો કહ્યાં તે ઉચિત નથી. એટલા માટે તારે આલોચના કરીને યથોચિત પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.’ ગૌતમ સ્વામી મહાશતક પાસે ગયા. ભગવાનનો સંદેશો સંભળાવ્યો. મહાશતકે વાત સ્વીકારી લીધી. મહાશતકે ૨૦ વર્ષ સુધી શ્રાવકધર્મનું પાલન કર્યું. સમાધિમૃત્યુ પામીને તે સૌધર્મદિવલોકમાં દેવ બન્યા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં ચારિત્રધર્મ અંગીકાર કરીને મુક્તિ પામશે.” નવમાં શ્રાવક હતા નંદિનીપિતા: નંદિનીપિતા શ્રાવસ્તી નગરીના નિવાસી હતા. તેમની પાસે બાર કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. ચાર વ્રજ હતા. તેમની પત્નીનું નામ હતું “અશ્વિની.' Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૨ ૨૧૭ નંદિનીપિતાએ ૧૪ વર્ષ સુધી શ્રાવકધર્મનું પાલન કર્યું. પંદરમા વર્ષે ગૃહકાર્યમાંથી નિવૃત્ત થઈને, પૌષધશાળામાં જઈને ધર્મધ્યાનમાં લીન રહેવા લાગ્યા. આ રીતે ૨૦ વર્ષ સુધી શ્રાવકધર્મનું પાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ શ્રેત્રમાં જન્મ પામશે, ત્યાં ચારિત્રધર્મની આરાધના કરીને મોક્ષ પામશે. દશમા મહાશ્રાવક હતા સાલિદીપિતા: તેઓ શ્રાવસ્તી નગરીના નિવાસી હતા. તેમની પાસે ૧૨ કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. ચાર વ્રજ હતા. તેમની પત્નીનું નામ હતું ફાલ્ગની. સાલિદીપિતાએ ભગવાન મહાવીરનો શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. શ્રાવકોની ૧૧ પ્રતિમાઓનું પાલન કર્યું હતું. સમાધિમૃત્યુ પામીને દેવલોકમાં દેવ થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ચારિત્રધર્મનો સ્વીકાર કરીને સર્વ કર્મોનો ક્ષય કરીને તે મોક્ષમાં જશે. આ દશે શ્રાવકોની શ્રાવકધર્મની આરાધના લગભગ સમાન હતી. સર્વ શ્રાવકોએ દર્શન, વ્રત, સામાયિક, પૌષધ કાયોત્સર્ગ, પ્રતિમા, બ્રહ્મચર્યપાલન, સચિત્ત આહારનો ત્યાગ, આરંભવર્જન અને ૧૧ પ્રતિમાઓનું પાલન કર્યું. ૨૦ વર્ષ સુધી શ્રાવકોપાસક ધર્મનું પાલન કર્યું, એક માસનું અનશન કર્યું. સૌધર્મદિવલોકમાં તેમની ચાર પલ્યોપમ વર્ષની આયુ-સ્થિતિ છે અને પછી બધા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામીને ચારિત્રધર્મ સ્વીકાર કરીને મોક્ષમાં જશે. ભાવશ્રાવકધર્મથી અવશ્ય - ચારિત્રપ્રાપ્તિ ગ્રંથકારે શ્રાવકધર્મનો મહિમા બતાવતાં કહ્યું છે. શ્રાવકધર્મના યથાર્થ પાલનથી ચારિત્રધર્મની પ્રાપ્તિ અવશ્ય થાય છેપરં વારિત્ર પામ્ આ ભવમાં અથવા ભવાન્તરમાં ભગવાન મહાવીરના ૧૦મહાશ્રાવકોએ ભાવશ્રાવકધર્મનું પાલન કર્યું હતું, તો તે દરેકને મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્રધર્મની પ્રાપ્તિ થવાની છે અને બધા મોક્ષે જવાના છે. - જો તમે મુક્તિના અભિલાષી હો, સંસાર-સાગરને પાર કરવાની ઇચ્છા રાખતા હો, તો ભાવશ્રાવકધર્મનું સારું પાલન કરો. આ જન્મમાં ચારિત્રધર્મ સ્વીકારવાનું સૌભાગ્ય મળી જાય તો સારું, અન્યથા બીજા જન્મમાં તો અવશ્ય ચારિત્રધર્મની પ્રાપ્તિ થશે. માની લો કે ત્રણ ભવમાં મુક્તિ ન થઈ તો વધારેમાં વધારે આઠ ભાવમાં તો મુક્તિ થશે જ. સભામાંથી મુક્તિ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ મુક્તિ પામવાની કોઈ તમન્ન યમાં જાગી નથી. મહારાજશ્રી દુઃખોમાંથી મુક્તિ ઈચ્છો છો, સંસારમાંથી મુક્તિ નથી ઇચ્છતા, Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વક જીવન : ભાગ ૪ ભૂલતા નહીં કે જ્યાં સુધી સંસારમાં રહેશો ત્યાં સુધી દુઃખોમાંથી મુક્તિ નહીં મળે. સંસાર દુઃખરૂપ જ છે. એટલા માટે મારે દુઃખરૂપ સંસારમાંથી મુક્તિ પામવી જ છે,’ એ નિર્ણય તો કરવો જ પડશે. ગૃહસ્થ ધર્મમાં રહેતાં ગૃહસ્થ જીવનના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું યથાશક્તિ પાલન કરવું જોઈએ. એ પાલન ત્યારે જ થઈ શકશે કે જ્યારે તમારા હૃદયમાં મૂળભૂત ગુણ ‘ભવવૈરાગ્ય’ હશે. ભાવશ્રાવકધર્મનું યથાર્થ પાલન ‘ભવવૈરાગ્ય’ હશે તો જ બનશે. એટલા માટે તો ‘જયવીયરાય' સૂત્રમાં સર્વ પ્રથમ પરમાત્મા પાસે ભવનિર્વેદ, ભવવૈરાગ્ય માગીએ છીએ. માનુસારિતા પણ ભવવૈરાગ્ય ઉપર નિર્ભર છે. સમ્યગ્દર્શનની પહેલાં મિથ્યાત્વની ભૂમિકા ઉપર પણ ભવવૈરાગ્ય થવો જરૂરી છે. તો જ યોગ અને અધ્યાત્મનો આરંભ થઈ શકે છે. યોગની પહેલી મિત્રા દૃષ્ટિમાં મોલ્વેશ્વ સનઃ। બતાવ્યો છે. સહજ રૂપથી ભવોદ્વેગ - ભવવૈરાગ્ય પેદા થાય છે. આમ તો પહેલી ચાર દૃષ્ટિ મિથ્યાત્વની અવસ્થામાં જ પ્રગટે છે. પરંતુ એ અવસ્થામાં પણ જીવોનો આધ્યાત્મિક વિકાસ થતો રહે છે. એ આધ્યાત્મિક વિકાસનો આધાર હોય છે ભવવૈરાગ્ય. જેમ જેમ વૈરાગ્યભાવના વૃદ્ધિ પામતી જશે, તેમ તેમ આત્મા ચારિત્રધર્મની નિકટ પહોંચતો જશે. સહજભાવથી આત્મામાં ચારિત્ર-ગુણનો આવિર્ભાવ થતો જશે. ચારિત્રવંત આત્માઓ પ્રત્યે સ્નેહ-સદ્ભાવ પેદા થશે. ચારિત્રધર્મની વાતો પ્રિય લાગશે. ગૃહસ્થ ધર્મની, શ્રાવકધર્મની ક્રિયાત્મક અને ભાવાત્મક કેટલી બધી વાતો ગ્રંથકારે બતાવી છે ? એવું જીવન જીવવું મુશ્કેલ પણ નથી. વર્તમાન કાળમાં પણ જો તમે પાકો નિર્ણય કરી લો તો સહજતાથી શ્રાવક જીવન પણ જીવી શકો છો. એવું આદર્શ શ્રાવક જીવન જીવીને ચારિત્રધર્મ પ્રતિ અગ્રેસર બનો એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. Page #225 -------------------------------------------------------------------------- ________________ ( પ્રવચન ૯૩) પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયનો ઉપસંહાર કરતાં કહ્યું છે કે : विशेषतो गृहस्थस्य धर्म उक्तो जिनोत्तमैः ।। एवं सद्भावनातसारः परं चारित्रकारणम् ॥ જિનેશ્વર ભગવંતોએ જે ભાવશ્રાવકધર્મ બતાવ્યો છે, તે શ્રાવકધર્મ ચારિત્રધર્મનું અવંધ્ય કારણ બતાવ્યું છે. એટલે કે જે મહાનુભાવ ભાવશ્રાવકધર્મની યથાથી આરાધના કરતો હોય છે એના ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય જ છે, અને તે ચારિત્રધર્મને પામે જ છે. કોઈ આત્મા આ જન્મમાં ચારિત્રધર્મ પામે છે, તો કોઈ જીવ ભવાન્તરમાં ચારિત્રની પ્રાપ્તિ કરે છે. કાલે તમને શ્રમણ ભગવાન મહાવીરના ૧૦ શ્રાવકોનું જીવન બતાવ્યું હતું. એ મહાનુભાવોએ ભાવશ્રાવકધર્મની સુંદર આરાધના કરી હતી, તો ત્રીજા ભવમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્રધર્મ પામશે અને મુક્તિમાં જશે. સભામાંથી : આપે કાલે બતાવ્યું હતું કે ભગવાનના દશ શ્રાવકોએ ૧૧ પ્રતિમાઓની આરાધના કરી હતી, તે પ્રતિમા’ શું છે અને એની આરાધના કેવી રીતે થાય છે? મહારાજશ્રી આમ તો વર્તમાનકાળમાં પ્રતિમાઓની આરાધના શ્રાવકો નથી કરતાં, છતાં પણ અશક્ય નથી. આજે હું તમને ૧૧ શ્રાવક-પ્રતિમાઓ વિશે જણાવીશ. તમે લોકો જાણશો તો એવી આરાધના કરવાની તમન્ના - ભાવના તો પેદા થશે જ. પ્રથમ છે દર્શન-પ્રતિમા ઃ દર્શન એટલે સમ્યક્ત, સમ્યગુ દર્શન. પહેલી પ્રતિમામાં સમ્યક્તની વૃઢતા ટકાવી રાખવાની છે. સમ્યક્તના પાંચ ગુણ - પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. આ ગુણોને આત્મસાત્ કરતાં સમ્યક્તને ર્દયમાં ધારણ કરવાનું છે. સમ્યક્તને દૂષિત કરનારા પાંચ દોષ છે. એ દોષોથી બચીને રહેવાનું છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાવૃષ્ટિ-પ્રશંસા અને મિથ્યાવૃષ્ટિ-સંસ્તવ. આ પાંચ દોષો છે. એ દોષોથી બચવાનું છે. એવી રીતે મિથ્યા અભિનિવેશથી પણ બચવાનું છે. આમ તો શ્રાવક સમ્યગૂ દ્રષ્ટિ જ હોય છે, પરંતુ એક મહિનાની આ પ્રથમ Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક જીવન : ભાગ ૪ પ્રતિમાની આરાધનામાં ‘રાજાભિયોગ’ વગેરે જે ૬ અપવાદો બતાવવામાં આવ્યા છે, એ અપવાદોનો અહીં ઉપયોગ કરવાનો નથી. ઇચ્છા ન હોવા છતાં પ્રવૃત્તિ કરવી પડે, એને ‘અભિયોગ’ કહે છે. રાજા ઉપદ્રવ કરે, સ્વજન વગેરે ઉપદ્રવ કરે, કોઈ બળાત્કાર કરે, કોઈ દેવ ઉપદ્રવ કરે, કોઈ જંગલમાં આપત્તિ આવે અથવા ગુરુ વગેરેનો આગ્રહ થાય.... કંઈ પણ થઈ જાય, તો પણ વિચલિત થવાનું નથી. તમારે સમ્યક્ત્વમાં, શ્રદ્ધામાં સ્થિર રહેવાનું છે. ૨૨૦ વિશેષ રૂપે આ પ્રથમ પ્રતિમામાં સમ્યક્ત્વના ૬૭ પ્રકારના આચારોનું પાલન કરવાનું હોય છે. લોભ, લાલચ યા ભયથી વિચલિત થવાનું નથી. સમ્યક્ત્વની દૃઢતા કેવી હોય છે, એ જાણવા માટે અર્હત્રક શ્રાવકનું, શ્રેણિક મહારાજાનું તેમજ કૃષ્ણ મહારાજા આદિનાં જીવનચરિત્રો વાંચવાં જોઈએ. એ લોકોની તો દેવો પરીક્ષા કરતા હતા. તેઓ દેવોની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. આજકાલ દેવ આવતા નથી. આપણે નિઃસત્ત્વ છીએ, નિઃસત્ત્વ જીવોની દેવો પરીક્ષા લેતા નથી. બીજી છે વ્રત-પ્રતિમા ઃ આ પ્રતિમાનું પાલન બે માસ સુધી કરવાનું છે. પાંચ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતોનું નિરતિચાર પાલન કરવાનું હોય છે. સમ્યક્ત્વ સહિત બાર વ્રતોનું સમ્યક્ પાલન કરવાથી આત્મભાવો વિશેષ નિર્મળ થાય છે. ૧૨ વ્રતો અને એમના અતિચારો તમને પહેલાં સમજાવ્યા છે. ત્રીજી છે સામાયિક-પ્રતિમા : આ પ્રતિમાનો આરાધનાકાળ ત્રણ મહિનાનો છે. પાપપ્રવૃત્તિના ત્યાગરૂપ અને નિષ્પાપ પ્રવૃત્તિના આસેવનરૂપ ‘સામાયિક હોય છે. પ્રતિદિન સવા૨-સાંજ સામાયિક કરવાનું હોય છે. સમ્યક્ત્વ તેમજ વ્રતપાલનની સાથે સામાયિકની આરાધના કરતો શ્રાવક સમભાવ-સમતાને આત્મસાત્ કરવા પ્રયત્ન કરે છે. ચોથી છે પૌષધ-પ્રતિમા ઃ આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમાવાસ્યા આદિ પર્વ તિથિઓમાં પૌષધવ્રત કરવાનું હોય છે. પૌષધમાં ઉપવાસ કરવાનો હોય છે. શરીરની શોભા, શૃંગાર આદિનો ત્યાગ ક૨વાનો હોય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે અને સંસારની તમામ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો હોય છે. પાંચમી છે કાયોત્સર્ગ-પ્રતિમા : જે આરાધક ૧ થી ૪ પ્રતિમાઓનું પાલન કરતો હોય, તે જ આરાધક પાંચ માસ સુધી આ પ્રતિમાનું આરાધન કરી શકે છે. આ પ્રતિમાનું આરાધન અવિચલ Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૩ * ૨૨૧ સત્ત્વવાળો મહાનુભાવ જ કરી શકે. રાત્રિના સમયે જ્યાં ચાર રસ્તા એકત્ર થતા હોય ત્યાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહેવાનું છે. અથવા ખંડિયેર જેવા મકાનમાં જઈને કાયોત્સર્ગ ધ્યાન કરવાનું છે. ત્યાં પશુપક્ષી અથવા મનુષ્યો તરફથી કોઈ કષ્ટ આવે તો સમતાભાવથી સહન કરવાનું છે. * આ પ્રતિમાની આરાધના પૌષધવ્રતમાં કરવાની હોય છે. સંપૂર્ણ રાત્રિ કાયોત્સર્ગ ધ્યાન કરવાનું હોય છે. * કાયોત્સર્ગ ધ્યાનમાં એ આરાધકે કષાયવિજેતા, ત્રિલોકપૂજ્ય એવા તીર્થંકર પરમાત્માનું ચિંતન કરવું, એમના ગુણોનું, અતિશયોનું, જીવનનું ચિંતન કરવું. અથવા પોતાના આત્માના દોષોનું ચિંતન કરવું. આત્મનિંદા કરવી. જેમ કે “હું ક્રોધી છું, હું અભિમાની છું, હું કામી, વિકારી છું, હું લોભી છું, ધૂત છું.' વગેરે. પૌષધ તો પવીતિથિના દિવસોમાં કરવાનો હોય છે. અને એ કાઉસ્સગ-પ્રતિમા પૌષધદ્રતની રાત્રિમાં કરવાની હોય છે. તો પૌષધ સિવાયના દિવસોમાં પાંચ મહિનાઓમાં આ આરાધક કેવી રીતે રહે છે એ પણ જાણી લેવું જોઈએ ને ? પ્રતિમાધારક, - સ્નાન નથી કરતો. -- રાત્રિભોજન નથી કરતો. - દિનમાં બ્રહ્મચારી રહે છે. - રાત્રિમાં પણ પરિમિત અબ્રહ્મનું સેવન કરે છે. આ રીતે પ્રતિમાઓની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠી છે બ્રહ્મચર્ય-પ્રતિમા ઃ આ પ્રતિમાની આરાધના છ માસ સુધી કરવાની હોય છે. પૂર્વની પાંચ પ્રતિમાઓનું આરાધન આ પ્રતિમાની સાથે કરવાનું જ છે, વિશેષમાં દિવસ અને રાત્રિમાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. બ્રહ્મચર્યનું પાલન મન-વચનકાયાથી કરવા માટે - – તે કોઈની સાથે કામકથા નથી કરતો. – શરીરનો શૃંગાર નથી કરતો, સાદગીથી રહે છે. - સ્ત્રીની સાથે પ્રણયકથા નથી કરતો. - ચિત્તને સ્વસ્થ, અવિકારી રાખવા સતત જાગૃત રહે છે. - પ્રતિમાપાલનના વિષયમાં એનું પરિજ્ઞાન પર્યાપ્ત હોય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રાવક જીવનઃ ભાગ ૪ - માનસિક અલન ન થાય એટલા માટે તે ઘરમાં રહેતો હોવા છતાં સતત જાગ્રત રહે છે. સાતમી છે સચિત્તપરિહાર-પ્રતિમા ઃ આ પ્રતિમાની આરાધના સાત મહિનાઓ સુધી કરવાની હોય છે. પૂર્વની છ પ્રતિમાઓનું પાલન કરતાં આ પ્રતિમા કાલમાં કોઈ પણ સચેતન (સચિત્ત) પદાર્થ ખાવાનો નથી. જેમ સચિત્ત પદાર્થ ખાવાનો નથી તેમ સચિત્ત જળ પીવાનું નથી. આઠમી છે આરંભત્યાગ-પ્રતિમા ઃ જે પ્રવૃત્તિમાં ખૂબ જ વધારે પ્રમાણમાં હિંસા થતી હોય એને “આરંભ' કહે છે. પ્રાચીન કાળમાં શ્રાવકો પણ ખેતી કરતા હતા. એટલે આ પ્રતિમા “આરંભત્યાગની બતાવી છે. આઠ મહિના સુધી પ્રતિમા-આરાધક ખેતી નથી કરતો, આરંભ નથી કરતો. પરંતુ એની આજીવિકા જ ખેતી પર આધારિત હોય તો બીજાંની પાસે ખેતી કરાવશે, સ્વયં નહીં કરે. દૃયમાં ભાવજીવદયા ટકાવી રાખશે. પ્રશ્નઃ પોતે આરંભ નથી કરતો, ઠીક છે, પરંતુ બીજાંની પાસે આરંભ કરાવે છે તો જીવહિંસા થાય જ છે. ઉત્તરઃ સાચી વાત છે. પરંતુ પહેલાં તો તે સ્વયં આરંભ કરતો હતો અને બીજાં પાસે કરાવતો હતો. બંને પ્રકારે હિંસા થાય જ છે. આ પ્રતિમાના પાલન કાળમાં સ્વયં અપરંભ નથી કરતો એટલી જીવહિંસા તો નહીં થાય. નવમી છે પ્રેગ્યવર્જન-પ્રતિમા નવ મહિનાની આ પ્રતિમા છે. આઠમી પ્રતિમામાં શ્રાવક સ્વયં આરંભ કરતો ન હતો, બીજાં પાસે કરાવતો હતો. આ પ્રતિમામાં તે બીજાં પાસે પણ આરંભ - ખેતી વગેરે નથી કરાવતો. હવે આરાધકનું પરિગ્રહમાં અલ્પ મમત્વ જ રહેલું હોય છે, એટલા માટે તે બીજા પાસે પણ પાપવ્યાપાર - હિંસા - નથી કરાવતો. દશમી છે ઉદ્દિષ્ટ વર્જન-પ્રતિમા પ્રતિમાધારી શ્રાવક માટે જ બનાવેલું ભોજન એ નથી કરતો. ૧૦મહિના સુધી આ પ્રતિમાનું પાલન પૂર્વની નવ પ્રતિમાઓની સાથે જ કરવાનું છે. આ પ્રતિમાનું પાલન કરનારો શ્રાવક મુંડિત-મસ્તક રહે છે. અથવા મસ્તક ઉપર વાળની ચોટી રાખે છે. આમ તો પ્રતિસાધારક શ્રાવક સંસારની પ્રવૃત્તિઓથી મુક્ત રહે છે. છતાં પણ એના ભાઈ-પુત્ર વગેરે સ્વજન એને સોના-ચાંદી ઇત્યાદિ સંપત્તિના વિષયમાં પૃચ્છા Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૩ ૨૨૩ કરે (ક્યાં રાખ્યું છે, ક્યાં સંતાડ્યું છે ઇત્યાદિ) તો તે જાણતો હોય તો બતાવી દે, ન જાણતો હોય તો કહી દે કે “મને ખબર નથી, મને યાદ નથી.' આના સિવાય એને કોઈ ગૃહકાર્ય કરવાનું નથી. અગિયારમી છેશ્રમણ-પ્રતિમા : અગિયાર મહિનાની આ પ્રતિમા છે. આ પ્રતિમાકાળમાં શ્રાવક સાધુ જેવો બને છે. માથા પરના વાળનું લુચન કરે અથવા મુંડન કરાવી દે. રજોહરણ આદિ સાધુનાં તમામ ઉપકરણો ધારણ કરે. સાધુની જેમ જ સર્વ અનુષ્ઠાનો કરે અને વિહાર કરે. સમિતિ-ગુપ્તિનું યથાર્થ પાલન કરે છે. ભિક્ષા માટે ગૃહસ્થોને ઘેર જઈને હું પ્રતિમાધારી શ્રમણોપાસક છું. મારે ભિક્ષા જોઈએ.’ એમ કહે. આ સર્વ પ્રતિમાઓના પાલનમાં પાંચ વર્ષ અને છ મહિના લાગે છે. ભગવાન મહાવીરના દશ શ્રાવકોએ આ સર્વ પ્રતિમાઓનું પાલન કર્યું હતું. તમે પણ ભાવના રાખો તો કરી શકો છો. એટલું જ નહીં, પ્રારંભિક ચાર પ્રતિમાઓનું પાલન પણ કરી શકો છો, સરળ છે. પછી જે પ થી ૧૧ સુધીની પ્રતિમાઓ છે એ તમારે માટે સરળ નથી. ઘરમાં પણ રાતભર કાયોત્સર્ગ ન કરી શકો તો પછી ચાર રસ્તે તો શી રીતે કરી શકો? ભલે પ્રતિમાઓને સ્વીકારો નહીં, પરંતુ ઘરમાં યા ઉપાશ્રયમાં રાત્રિના સમયે કાયોત્સર્ગનો અભ્યાસ કરી શકો છો. એક કલાક... અડધો કલાક પણ કાયોત્સર્ગ કરી શકો છો. એમાં પરમાત્માનું ચિંતન કરવાનું છે. આપણી વાત ચાલે છે ભાવશ્રાવકધર્મના પાલનથી ચારિત્રધર્મની પ્રાપ્તિની. સભામાંથીઃ અમે લોકો તો એવું સમજીએ છીએ કે ચારિત્રમોહનીય કર્મ તૂટવાથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. મહારાજશ્રી ચારિત્રમોહનીય કર્મભાવશ્રમણધર્મના પાલનથી તૂટે છે, એ વાત નથી જાણતા? ‘શું કરીએ, ચારિત્ર તો કેવું છે પણ ચારિત્રમોહનીય કર્મના ઉદયથી ચારિત્ર નથી પામી શકતા’ એવાં રોદણાં બંધ કરો. વાસ્તવમાં ચારિત્રધર્મ પામવાની ઇચ્છા છે તો ભાવશ્રમણધર્મનું પાલન કરવું શરૂ કરી દો. પરંતુ એક વાત પૂછવા ઈચ્છા રાખું છું કે તમે ચારિત્રધર્મ પામવાની વાત કરો છો, પરંતુ ચારિત્રધર્મ શું છે એ વિષયનું જ્ઞાન છે? માત્ર પાંચ વ્રતોનું પાલન કરવું એ જ ચારિત્રધર્મ નથી. ચારિત્રધર્મની ૭૦ વાતો છે. ૭૦ વાતોનું પાલન કરવાનું હોય છે સાધુને ! સભામાંથીઃ અમે નથી જાણતા. ચારિત્રધર્મ એટલે કે સાધુ બની જવું એટલું Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રાવક જીવનઃ ભાગ ૪ જ જાણીએ છીએ. ૭૦ વાતો નથી જાણતા. મહારાજશ્રી ચારિત્રધર્મનો સ્વીકાર કરીને - સાધુ યા સાધ્વી બન્યા પછી કેવી કેવી આરાધના કરવાની હોય છે એ જાણવું જોઈએ. એનાંથી આરાધકના મનોરથોની દુનિયા વિશાળ – વ્યાપક બનશે. ચરણ સપ્તતિઃ ચારિત્રધર્મની ૭૦ વાતોઃ સૌથી પ્રથમ તમને ૭૦ વાતોનો વિષયાનુક્રમ બતાવી દઉં છું. તમે સરળતાથી ૭૦ વાતો યાદ કરી શકો છો. ૫ મહાવ્રત. ૯ બ્રહ્મચર્યગુપ્તિ. ૧૦ શ્રમણધર્મ. ૩ જ્ઞાનાદિ. ૧૭ સંયમ. ૧૨ તપશ્ચર્યા ૧૦ વૈયાવચ્ચ. ૪ ક્રોધાદિનિગ્રહ પંચ મહાવ્રત ચારિત્રધર્મની મૂળભૂત વાત છે મહાવ્રતોનું પાલન. * પહેલું મહાવ્રત છે – સર્વથા પ્રાણાતિપાતવિરમણ વ્રત. એટલે કે પ્રાણિઘાતથી વિરતિ, અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, યોગદુષ્પણિધાન અને ધર્મ અનાદર - આ આઠ પ્રમાદોથી ત્રસ - સ્થાવર જીવોની હિંસાથી વિરમી જવાનું છે. સમ્યગુ જ્ઞાન અને શ્રદ્ધાની સાથે જીવહિંસાથી નિવૃત્તિ લેવાની છે. * બીજું મહાવ્રત છે - સર્વથા મૃષાવાદવિરમણ વ્રત. મૃષાવાદ એટલે કે મૃષા - અસત્ય ભાષણ, એનો ત્યાગ કરવાનો છે. જે પ્રિય, પથ્ય અને તથ્ય વચન નથી બોલતો તે મૃષાભાષી કહેવાય છે. પ્રિય,પથ્ય અને તથ્ય (સત્ય) વચન બોલવા જોઈએ. * ત્રીજું મહાવ્રત છે - સર્વથા અદત્તાદાનવિરમણ વ્રત. અદત્તનું આદાન - ગ્રહણ નથી કરવાનું. ચાર પ્રકારે અદત્ત બતાવવામાં આવ્યું છેઃ ૧. સ્વામિઅદા, ૨. જીવ અદત્ત, ૩. તીર્થંકર અદત્ત અને ૪. ગુરુઅદત્ત. જે વસ્તુનો જે માલિક હોય તેની રજાથી વસ્તુ લેવી જોઈએ. કોઈ માતાપિતા પોતાના પુત્રની ઈચ્છા વગર પુત્ર આપીદે કે “આને સાધુ બનાવી દેજો.”તો એ પુત્રને ગ્રહણ ન કરવો જોઈએ. એ રીતે તીર્થંકરની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ જડ - ચેતન પદાર્થ ગ્રહણ ન કરવો જોઈએ..ચોથી વાત છે ગુરુની આજ્ઞાથી જ બધું લેવું-દેવું જોઈએ. Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૩ ૨૨પ * ચોથું મહાવ્રત છે - સર્વથા મૈથુનવિરમણ વ્રત. સ્ત્રીપુરુષની મૈથુનક્રિયાનો મન, વચન અને કાયાથી ત્યાગ કરવાનો છે. * પાંચમું મહાવ્રત છે - સર્વથા પરિગ્રહવિરમણ વ્રત. નવ પ્રકારનો પરિગ્રહ બતાવવામાં આવ્યો છે. એમાંથી વિરતિ કરી લેવાની છે. દ્રવ્ય ત્યાગની સાથે મૂચ્છ - મમત્વનો પણ ત્યાગ કરવાનો છે. મૂચ્છથી પ્રશમસુખનો નાશ થાય દશ પ્રકારનો શ્રમણધર્મ : * પ્રથમ શ્રમણધર્મ છે - ક્ષમા. શક્તિ હોય યા અશક્તિ, સાધુએ સહન કરવાની ભાવના ટકાવી રાખવાની હોય છે. * બીજો શ્રમણધર્મ છે - નમ્રતા. સાધુના મનમાં કોઈ પણ પ્રકારનો ગર્વ - અભિમાન ન હોવું જોઈએ. * ત્રીજો શ્રમણધર્મ છે – સરળતા. સાધુના મનમાં માયા-કપટ ન હોવાં જોઈએ. સર્વ પ્રવૃત્તિઓ સરળતાથી કરવી જોઈએ. * ચોથો શ્રમણધર્મ છે - મુક્તિનિલભતા. સાધુના મનમાં કોઈ પણ પ્રકારની - બાહ્ય આભ્યન્તર વસ્તુની તૃષ્ણા ન હોવી જોઈએ. * પાંચમો શ્રમણધર્મ છે - તપશ્ચયનો. સાધુના જીવનમાં બાર પ્રકારની બાહ્ય - આભ્યન્તર તપશ્ચય યથાશક્તિ કરવી જોઈએ. * છઠ્ઠો શ્રમણધર્મ છે - સંયમ. સાધુ નવાં કમનું બંધન રોકે છે, આસવ નિરોધ કરે છે. * સાતમો શ્રમણધર્મ છે – સત્ય. સાધુ મૃષાવાદી નથી હોતો. * આઠમો શ્રમણધર્મ છે - શૌચ. સાધુ પોતાના શ્રમણ જીવનમાં દોષ ન લાગે. અતિચાર ન લાગે. એ રીતે જીવે છે. એ જ શૌચ છે. * નવમો શ્રમણધર્મ છે - અકિંચન્ય. સાધુ પોતાના શરીર પ્રત્યે અને પોતાનાં ધર્મોપકરણોમાં મમત્વ રાખતો નથી. * દશમો શ્રમણધર્મ છે - બ્રહ્મચર્ય. સાધુ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓનું પાલન કરતાં સંયમમાં સ્થિર રહે છે. આ રીતે દશ શ્રમણધર્મોનું પાલન કરવું જોઈએ. ૧૭ પ્રકારનો સંયમ : - સાધુએ પ્રાણાતિપાત આદિ પાંચ આગ્નવોનો ત્યાગ કરવાનો છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સાધુએ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો છે. સાધુએ ચાર કષાયો પર વિજય મેળવવાનો છે. અને સાધુએ મન-વચન-કાયાથી અશુભ પ્રવૃત્તિ કરવાની નથી. આ રીતે ૧૭ પ્રકારનો સંયમ પાળવાના છે. ૧૦ પ્રકારની વૈયાવચ્ચ ઃ ― - વૈયાવચ્ચ એટલે સેવા. સાધુએ કઈ કઈ અવસરોચિત સેવા કરવી જોઈએ એ બતાવવામાં આવ્યું છે. જે આચાર્યની નિશ્રામાં રહેતો હોય તે આચાર્યની સેવા કરવી. જે ઉપાધ્યાયની પાસે અધ્યયન કરતો હોય તેમની સેવા કરવી. સમુદાયમાં જે તપસ્વી મુનિ હોય, એમની સેવા કરવી જોઈએ. જે નવ દીક્ષિત મુનિ હોય, એની સેવા કરવી જોઈએ. જે ગ્લાન-બીમાર સાધુ હોય, એની સેવા કરવી જોઈએ. જે વૃદ્ધ મુનિ હોય, તેમની સેવા કરવી જોઈએ. = શ્રાવક જીવન : ભાગ ૪ સમાન આચાર પાળનારા મુનિ-સાધુઓની સેવા કરવી જોઈએ. ♦ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની અવસરોચિત અને શાસ્ત્રાજ્ઞાનુસાર સેવા કરવી જોઈએ. ♦ સાધુઓનું જે કુળ હોય તેની સેવા કરવી જોઈએ. કુળોનો સમૂહ ‘ગણ’ કહેવાય છે. એ ગણની પણ અવસરોચિત સેવા-ભક્તિ કરવાં જોઈએ. ધર્મ સાધનો દ્વારા, પ્રમોદભાવથી, ભક્તિભાવથી સાધુ સેવા-શુશ્રુષા કરતો રહે છે. બ્રહ્મચર્યની ૯ ગુપ્તિ ઃ સાધુજીવનનો પ્રાણ છે બ્રહ્મચર્ય. આ બ્રહ્મચર્યનું વિશુદ્ધ પાલન કરવા માટે નવ પ્રકારની સાવધાનીઓનું પાલન કરવું આવશ્યક છે. પહેલી ગુપ્તિ છે વસતિની. સાધુએ એવા સ્થાનમાં રહેવું જોઈએ કે જ્યાં સ્ત્રી અને નપુંસક રહેતાં ન હોય. ન જ્યાં નર અને માદા પશુ ન રહેતાં હોય. જ્યાં મનોવિકાર ઉત્પન્ન કરે તેવાં ચિત્રો ન હોવાં જોઈએ. શિલ્પ ન હોવાં જોઈએ. માનસિક બ્રહ્મચર્યને પણ ક્ષતિ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ પ્રવચન ૯૩ પહોંચવી ન જોઈએ, એવાં સ્થાનોમાં રહેવું જોઈએ. બીજી ગુપ્તિ છે - ત્રીકથાના ત્યાગની. આ સાધુ માટે છે. સાધ્વી માટે પુરુષ કથા ત્યાગ હોવો જોઈએ. એ રીતે વસતિના વિષયમાં સાધ્વી માટે સાધુની મર્યાદાથી વિપરીત સમજી લેવાનું છે. સાધુએ એકાન્તમાં સ્ત્રીઓ સાથે વાર્તાલાપ ન કરવો જોઈએ. એ રીતે કોઈની ય સાથે સ્ત્રીવિષયક શૃંગારિક વાતો ન કરવી જોઈએ. રાગસભર સ્ત્રીકથા મુનિના મનમાં વિકાર પેદા કરે છે. છે ત્રીજી બ્રહ્મગુપ્તિ છે - આસનની. મહિલા સાથે એક આસન ઉપર બેસવું ન જોઈએ. જે જગા ઉપર, જે આસન ઉપર સ્ત્રી બેઠી હોય. એ આસન ઉપર, એ જગા ઉપર ૪૮ મિનિટ સુધી બેસવું ન જોઈએ. તદુપમુવતીની ચિત્તવિવરત – સ્ત્રી જે આસન ઉપર બેઠી હોય, એ આસન ઉપર બેસવાથી પુરુષના ચિત્તમાં વિકાર પેદા થાય છે. ચોથી બ્રહ્મગુપ્તિ છે - સ્ત્રીશરીર અનાવલોકન. સ્ત્રીના શરીરનાં અંગ-ઉપાંગોને અપૂર્વ વિસ્મયથી અને ચકિત લોચનથી ન જોવાં જોઈએ. સ્ત્રીના સુંદર શરીરનું ચિંતન પણ ન કરવું જોઈએ. અવલોકનથી, ચિંતનથી મોહ જાગૃત થવાની સંભાવના રહે છે. પાંચમી બ્રહ્મગુપ્તિ છે - દંપતીવાત અશ્રવણ. બ્રહ્મચારીએ સ્ત્રી-પુરુષનો વાર્તાલાપ ન સાંભળવો જોઈએ. દિવાલની બીજી બાજુથી પ્રેમાલાપ સંભળાતો હોય તો ન સાંભળવો જોઈએ. ૦ છઠ્ઠી બ્રહ્મગુપ્તિ છે - પૂર્વક્રીડા અસ્મરણ. સાધુ જો પૂવવસ્થામાં ભોગી હોય તો તેણે એ સ્ત્રીસંભોગ યાદ ન કરવો જોઈએ. સ્ત્રીની સાથે કરેલી કોઈ ક્રીડા યાદ ન કરવી જોઈએ. યાદ કરવાથી કામાગ્નિ પ્રજ્વલિત થાય છે. સાતમી બ્રહ્મગુપ્તિ છે - સ્નિગ્ધાદિભોજન-ત્યાગ. સાધુએ-બ્રહ્મચારીએ અતિસ્નિગ્ધ (અતિ ઘી-દૂધ) અને મધુરાદિ રસવાળાં ભોજન ન કરવાં જોઈએ. સ્નિગ્ધ, મધુર, અમ્લ આદિ રસવાળાં ભોજનથી વીર્યશક્તિ પુષ્ટ થાય છે. વીર્યની વૃદ્ધિથી વેદોદય (વાસનાની જાગૃતિ) થાય છે. અબ્રહ્મનું સેવન થઈ શકે આઠમી બ્રહ્મગુપ્તિ છે - અતિ આહારત્યાગ. સાધુએ, બ્રહ્મચારીએ અતિ આહાર ન કરવો જોઈએ. રુક્ષ આહાર પણ - આયંબિલનો આહાર પણ વધારે ન કરવો જોઈએ. અતિ આહારથી શરીરમાં પીડા થાય છે અને બ્રહ્મચર્યને ક્ષતિ પહોંચે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રાવક જીવન : ભાગ ૪ નવમી બ્રહ્મગુપ્તિ છે - શરીરવિભૂષાનો ત્યાગ. સાધુએ પોતાના શરીરને શણગારવું ન જોઈએ. સ્નાન, વિલેપન આદિ ન કરવાં જોઈએ. આમ પણ શરીર અશુદ્ધિનો ભંડાર છે. એને સજાવવા, સંવારવાનો પ્રયત્ન વૃથા છે. જ્ઞાનદર્શનચારિત્રની આરાધના બ્રહ્મચર્યનું સુંદર પાલન ત્યારે જ થાય છે જ્યારે સાધુ-શ્રમણ જ્ઞાન-દર્શનચારિત્રની આરાધનામાં લીન રહે. • જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી જે અવબોધ ઉત્પન્ન થાય છે, એને “જ્ઞાન” કહે છે. આમ તો શ્રુતજ્ઞાન ૪૫ આગમરૂપ છેઃ ૧૧ અંગ, ૧૨ ઉપાંગસૂત્ર, ૧૦ પયત્રાસૂત્ર, છેદસૂત્ર અને ૪ મૂળસૂત્ર - નંદિસૂત્ર અને અનુયોગદ્વારસૂત્ર - આ રીતે ૪૫ આગમસૂત્રો હજુ સુધી વિદ્યમાન છે. જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ - આ સાત તત્ત્વોની શ્રદ્ધા. હોવી એને “દર્શન' કહે છે. • સર્વ પાપપ્રવૃત્તિઓનો જ્ઞાનપૂર્વક ત્યાગ કરવો એ ચારિત્ર છે. સાધુએ એ રત્નત્રયીની મન-વચન-કાયાથી આરાધના કરવાની હોય છે. બાર પ્રકારનો તપ : જ્ઞાન, દર્શન ચારિત્રની આરાધનાની સાથે સાધુએ બાહ્ય તપ અને આભ્યન્તર તપ કરવાનો હોય છે. પરમ સુખમય મોક્ષદશા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરનારા મુનિજનોએ પોતાના જીવનમાં તપશ્ચયને સમુચિત સ્થાન આપવું જોઈએ. જીવન તપોમય બનાવવું જોઈએ. તપશ્ચયના મુખ્ય બે ભેદ બતાવવામાં આવ્યા છે - બાહ્ય તપ અને આત્યંતર તપ. જે તપને બીજા લોકો જોઈ શકે છે તે બાહ્ય તપ છે અને જે તમને બીજા લોકો જોઈ શકતા નથી તે આભ્યન્તર તપ કહેવાય છે. – અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા- આ બાહ્ય તપ છે. - પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય-આ આત્યંતર તપ છે. ક્રોધ-માન-માયા અને લોભનો નિગ્રહઃ તપ કરીને, જ્ઞાનાદિની આરાધના કરીને, બ્રહ્મચર્યનું પાલન કરીને સંયમ, શ્રમણધર્મ અને મહાવ્રતોનું પાલન કરીને શું પ્રાપ્ત કરવાનું છે ? આ કષાયોનો નિગ્રહ! ચારે કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. ગમે તે કરો, જે ઠીક લાગે તે ઉપાય કરો, કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. સરળ કામ નથી. આ કષાયો Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૩ ૨૨૯ અતિ દુર્જય છે. આ કષાયોથી પરિભૂત જીવાત્મા જે આપત્તિઓથી આક્રાન્ત થાય છે, એ આપત્તિઓના નામ પણ કોણ બતાવી શકે છે ? અસંખ્ય આપત્તિઓથી દુઃખી થઈ જાય છે. - – ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે. માનથી વિનયગુણ નષ્ટ થઈ જાય છે. માયાથી વિશ્વાસહાનિ થાય છે અને લોભથી સર્વ ગુણોનો નાશ થાય છે. એટલા માટે એક એક કષાયનાં દુઃખદ પરિણામોનું ચિંતન કરતા રહો. - ક્રોધ બધા જીવોને પરિતાપ પહોંચાડે છે. સર્વ જીવોને ઉદ્વિગ્ન કરનારો છે. વેરનો અનુબંધ કરનાર છે, તેમજ સદ્ગતિ-મોક્ષના માર્ગમાં રુકાવટ કરનારો છે. માન-અભિમાન, શ્રુત, શીલ તથા વિનયને દૂષિત ક૨ના૨ છે. ધર્મ, અર્થ અને કામપુરુષાર્થમાં વિઘ્ન કરનારા છે. માયાવી મનુષ્ય ભલેને કોઈ અપરાધ ન કરતો હોય, છતાં પણ સર્પની જેમ અવિશ્વસનીય છે. લોભ સર્વ અપાયોનું આશ્રય સ્થાન છે, સર્વ દુઃખોનો એક જ રાજમાર્ગ છે. લોભી કદી સુખી બની શકતો નથી. ચારિત્રધર્મની ૭૦ વાતો આ પ્રકારે સંક્ષેપમાં બતાવી છે. તમે ચિંતન-મનન કરો અને ચારિત્રધર્મની અભિલાષા રાખો. આજે બસ, આટલું જ. Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૪ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયના ઉપસંહારમાં કહ્યું છે ઃ पदपदेन मेधावी यथाऽऽरोहति पर्वतम् । सम्यक् तथैव नियमाद् धीरः चारित्रपर्वतम् ॥ જે રીતે બુદ્ધિમાન મનુષ્ય એક એક ડગલું ભરતાં પર્વત ઉપર ચડી જાય છે; તેમ એક એક સોપાન પર કદમ રાખતો મનુષ્ય શત્રુંજય પર્વત ઉપર પહોંચી જાય છે. હાથ-પગ આદિ શરીર-અવયવો તૂટતા નથી એવી સાવધાનીથી ચડે છે. એવી રીતે ધીરપુરુષ, શ્રમણોપાસક - ધર્મની નિરતિચાર - નિષ્કલંક આરાધના કરતો ચારિત્રધર્મના મહાશૈલ ઉપર પહોંચી જાય છે. શ્રાવકધર્મની આરાધના - શ્રાવકોચિત ગુણોનું પાલન, એ ચારિત્રપર્વતનું એક એક સોપાન ચડવા બરાબર છે. ચારિત્રપર્વત ઉપર ચડનાર પુરુષ ધીર હોવો જોઈએ. ટીકાકાર આચાર્યશ્રીએ ધીર’ શબ્દની પરિભાષા અતિ સુંદર કરી છે ઃ "निष्कलंकानुपालित श्रमणोपासकसमाचारः ।। ધીર એને કહે છે કે જે શ્રાવકધર્મની નિરતિચાર આરાધના કરે છે. વ્રતનિયમોને કોઈ દોષ લાગવા દેતો નથી. આવો ધીર શ્રાવક ચારિત્રપર્વત ઉપર પહોંચી જાય છે. આ વિષયમાં આનંદ, કામદેવ વગેરે ધીર મહાશ્રાવકોનાં દૃષ્ટાંત તમને બતાવ્યાં છે. જે શ્રાવક ધીર નથી હોતો તે ચારિત્રના પહાડ ઉપર ચઢતાં-ચઢતાં ડગમગી જાય છે. નંદ મણિકાર ઃ આવું જ એક દૃષ્ટાંત નંદ મણિકા૨નું શાસ્ત્રમાં મળે છે. એ શ્રાવકધર્મનું સાચા સ્વરૂપમાં પાલન કરી શક્યો ન હતો. કારણ હતું અધીરતા. એ નંદ મણિકારનું વૃત્તાંત સંભળાવું છું. એક નાનકડી ભૂલ માણસને દુર્ગીતમાં ભટકાવી દે છે. ભગવાન મહાવીર રાજગૃહી નગરમાં ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન હતા. ત્યાં એક દિવસે સૌધર્મદેવલોકનો એક દેવ ભગવાન પાસે આવ્યો. તે ‘દુર્દુર’ નામનો તેજસ્વી દેવ હતો. દેવનું અપૂર્વ તેજ જોઈને ગૌતમ સ્વામીએ ભગવાનને કહ્યું : ‘હે ભદંત, આ દેવનું આવું અદ્ભુત તેજ કેમ ?’ ભગવાને કહ્યું : ‘હે ગૌતમ, આ નગરમાં પહેલાં એક મોટી સંપત્તિવાળો ‘નંદ’ Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૪ ૨૩૧ : નામનો શિકાર - ઝવેરી રહેતો હતો. ભગવાન મહાવીર સ્વયં પોતાના મુખથી નંદ મણિકારની વાર્તા સંભળાવે છે. તેમણે કહ્યું : “એ સમયે હું આ નગરમાં આવ્યો હતો. મારો ધર્મોપદેશ સાંભળીને તેણે શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો - અમારા ત્યાંથી ગયા પછી નંદ અસંયમી લોકોના સહવાસને કારણે તે ધીરેધીરે પોતાના સંયમમાં શિથિલ થયો. એક વાર તેણે નિર્જલ અઠ્ઠમ તપ કર્યું અને પૌષધશાળામાં જઈને રહ્યો. બીજા દિવસે એને તીવ્ર તરસ લાગી. તે અત્યંત વ્યાકુળ થઈ ગયો. જો કે તેણે તપોભંગ ન કર્યો; પરંતુ એના મનમાં વિચાર આવ્યો - ‘લોકોને પીવા માટે, નહાવા માટે જેઓ વાવો, પુષ્કરિણી, તળાવ વગેરે બનાવે છે તેઓ ધન્ય છે. હું પણ પુષ્કરિણી બનાવીશ, જેથી લોકો પાણી પીને સંતોષ પામશે.’ અઠ્ઠમ તપ પૂર્ણ થયું; પારણાં કર્યાં અને રાજાની પાસે જઈને વૈભારગિરિના પરિસરમાં પુષ્કરિણી - વાવડી બનાવવાની રજા લઈ આવ્યો; અને વિના વિલંબે વૈભારગિરિની પાસે અનેક જાતનાં ફૂલોથી સુશોભિત, સમચોરસ મોટી વાવડી બંધાવી. તે પછી તેની પૂર્વ દિશામાં અનેક સ્તંભોથી સુશોભિત એક મનોહર ચિત્રસભા બનાવી; અનેક પ્રકારનાં કાષ્ટકર્મ, ચિત્ર, લેખ, ગ્રંથિ વગેરેથી ચિત્રસભા સુશોભિત કરી. એમાં વિવિધ પ્રકારના ગાયકો, નટ વગેરે રાખવામાં આવ્યા હતા. અહીં આવનારા લોકો નાટક વગેરેથી આનંદ લેતાં હતાં. એની દક્ષિણ દિશામાં નંદે પાકશાળા બનાવી હતી. એમાં વિવિધ પ્રકારની ભોજનસામગ્રી તૈયાર થતી હતી. ત્યાંથી શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ લોકોને ભોજન મળતું હતું. પશ્ચિમના વનખંડમાં નંદે વિપુલ હવા અને પ્રકાશયુક્ત એક વિશાળ ઔષધાલય બનાવ્યું હતું. તેમાં વિવિધ વૈદ્યો ત્યાં આવનાર રોગીઓનું રોગ નિદાન કરીને ચિકિત્સા કરતા હતા. ઉત્તર દિશામાં તેણે એક વિશાળ આલંકારિક સભા બનાવી હતી. આલંકારિક સભા એટલે નાપિત કર્મશાળા - ‘હેર કટિંગ સલુન' એનો પણ ઘણા લોકો લાભ લેતા હતા. અનેક લોકો ત્યાં આવતા, સરોવરમાં પાણી પીતા, સ્નાન કરતા, ભોજન કરતા · નાટક જોતા....લોકોને મજા આવી જતી. રાજગૃહમાં સર્વત્ર નંદ મણિકારની પ્રશંસા થવા લાગી. કેટલાક સમય પછી નંદના શરીરમાં એકીસાથે સોળ રોગ ઉત્પન્ન થઈ ગયા. શ્વાસ, કાસ, જ્વર, દાહ, શૂળ, ભગંદર, અર્શ, અજીર્ણ, નેત્રપીડા, મસ્તકપીડા, Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર શ્રાવક જીવન: ભાગ ૪ અરુચિ, કાનપીડા, ચળ, જલોદર અને કુષ્ઠ. આ રોગોથી નંદ અતિ પરેશાન થઈ ગયો. એની ચિકિત્સા કરવા ઘોષણા કરવામાં આવી. કેટલાક મોટામોટા વૈદ્યોએ એની ચિકિત્સા કરી - અનેક પ્રકારનાં ઔષધોથી રોગો મટાડવા પ્રયત્નો કર્યાપરંતુ નંદ ન બચ્યો. આર્તધ્યાનમાં એનું મૃત્યુ થઈ ગયું. નંદનું મન સદૈવ એની પુષ્કરિણીવાવડીમાં રહેતું હતું. એટલા માટે મરીને તે તેની વાવડીમાં દેડકો બન્યો.” આ વાત ભગવાન મહાવીર સ્વયં સંભળાવે છે. ગૌતમ સ્વામી વગેરે સાંભળી રહ્યા છે. અને એ તેજસ્વી દેવ પણ ત્યાં બેસીને સાંભળતો હતો. ભગવાને યથાર્થ વાત બતાવી છે. - મનુષ્યનું મન વારંવાર જ્યાં જાય છે તેવું જ પ્રાયઃ આયુષ્યકર્મ બાંધી લે છે. તમારું મન વારંવાર ક્યાં જાય છે તે વિચારજો. જે તે પાપી વિચારોમાં જતું હોય તો સાવધાન બનવાનું છે. - પહેલાંના જમાનામાં લોકો ઘરમાં - જમીનમાં સોનું-ચાંદી દાટી દેતા હતા. જેનું મન વારંવાર ત્યાં જાય છે તે મરીને તે ભંડાર-નિધાનની પાસે સપનો જન્મ પામે છે અથવા ઉંદર બને છે. - જેનું મન પાળેલાં ગાય, ભેંસ, ઘોડા યા કૂતરામાં વારંવાર જાય છે, એનું આયુષ્યકર્મ તિર્યંચયોનિનું બંધાઈ જાય છે. સંભવ છે કે તેનો જન્મ ગાય, ભેંસના રૂપમાં થઈ જાય છે. એટલા માટે સંસારની વાતોમાં રસ રાખવાનો નથી. નંદ મણિકારને પોતાની વાવડીથી સ્નેહ બંધાયો હતો...એટલા માટે તે મરીને એ જ વાવડીમાં દેડકો બન્યો. એક રૂપસેન નામનો શ્રેષ્ઠીપુત્ર, રાજકુમારીના પ્રેમમાં પડ્યો. તેના દિલદિમાગમાં રાજકુમારી છવાઈ ગઈ હતી. એ રાજકુમારીની પાસે જવા નીકળ્યો અને માર્ગમાં તેનું મૃત્યુ થઈ ગયું. મરીને તે રાજકુમારીના પેટમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો હતો! રાજકુમારી કુંવારી હતી. એટલા માટે તેણે ગર્ભપાત કરાવી દીધો. પછીથી એના અનેક ભવ પશુયોનિમાં થયા હતા. ભગવાને કહ્યું “નંદ વાવડીમાં દેડકારૂપે હતો. લોકો વાવડી ઉપર આવતા અને નંદ મણિકારની પ્રશંસા કરતા. વારંવાર પોતાના પૂર્વજન્મનું નામ સાંભળીને એ દેડકાને પોતાનો પૂર્વભવ યાદ આવી ગયો. પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ તેના મનમાં ઘોર પશ્ચાત્તાપ થવા લાગ્યો. પોતે શા માટે દેડકો બન્યો એનું કારણ તે સમજી ગયો. “મેં શ્રાવકધર્મ પાળવામાં અધીરતા કરી હતી. હું શિથિલ બની ગયો હતો. એટલા માટે આ જળચર જીવનો અવતાર મળ્યો.” એણે પોતાના મનમાં સંયમપાલન કરવાનો સંકલ્પ કર્યો અને પોતાની હિંસક પ્રવૃત્તિ બંધ કરી દીધી. પાણીના નાના Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૪ ૨૩૩ નાના જીવોનું ભક્ષણ કરતો હતો તે બંધ કરી દીધું. એક દિવસે વાવડીમાં સ્નાન કરવા આવેલા લોકોના મોઢેથી રાજગૃહીમાં મારા આગમનની વાત તેણે સાંભળી. તે મારા દર્શન માટે લાલાયિત થઈ ગયો. ધીરે ધીરે વાવડીની બહાર નીકળ્યો અને મારી પાસે આવવા લાગ્યો. એ સમયે રાજા શ્રેણિક પણ સપરિવાર મારા દર્શને આવી રહ્યો હતો, એની સાથે ઘોડેસવાર સૈનિકો હતા. એક ઘોડાના પગ નીચે એ દેડકો દબાઈ ગયો અને મરી ગયો. પરંતુ મરતી વખતે તે તેની ભાષામાં બોલ્યો : “શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર હો.' મરીને એ દેડકો સૌધર્મદિવમાં દુર' નામનો તેજસ્વી દેવ બન્યો, કે જે અહીં બેઠો છે. દેવ ઊભો થયો. ભગવાનને વંદના કરીને આકાશમાર્ગેથી ચાલ્યો ગયો. નંદ મણિકારની ભૂલનું વિશ્લેષણ : સભામાંથી નંદે વાવડી બનાવી હતી તે શું એની ભૂલ હતી ? મહારાજશ્રી એની પહેલી ભૂલ તો નિર્જલ અઠ્ઠમ તપ કર્યું ત્યારની હતી. એને જે તીવ્ર તરસ લાગી હતી, એને સમતાભાવથી સહન કરવી જોઈતી હતી. એ સમયે પાણીની તીવ્ર ઇચ્છા જાગી એમાંથી વાવડી બનાવવાની કલ્પના જાગી હતી. ઠીક છે, વાવડી બનાવી દીધી, પણ વાવડીની સાથે તેને આત્મીયતા થઈ ગઈ હતી. એ ખૂબ મોટી ભૂલ કરી હતી. એ રીતે તેણે ભગવાન પાસેથી શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો, બાર વ્રત ધારણ કર્યો હતાં. એ દ્રષ્ટિએ પણ તેણે આરંભ - સમારંભ ન કરવાં જોઈએ. તેણે વાવડી બનાવી. ઉપવન બનાવ્યું, પાકશાળા બનાવી...વગેરે કેટલો મોટો આરંભ-સમારંભ કર્યો હતો? તેણે પોતાના વ્રતોને દૂષિત કયાં હતાં. વ્રતપાલનમાં તે શિથિલ બની ગયો હતો. ભગવાને જે એક વાત કરી, તે ખૂબ મહત્ત્વની છે. નંદ મણિકાર અસંયમી, અજ્ઞાની એવા લોકોના પરિચયમાં આવ્યો હતો. એ લોકોએ નંદની ખૂબ પ્રશંસા કરી હશે. ‘તમે વાવડી બનાવી, ભોજનશાળા બનાવીવિશ્રામગૃહ વગેરે બનાવીને ખૂબ સારું કામ કર્યું છે. લોકોની પ્રશંસા સાંભળતાં સાંભળતાં તેના મનમાં વાવડીનું મહત્વ બંધાઈ ગયું. એ મમત્વે જ એને દેડકો બનાવીને એ વાવડીમાં નાખી દીધો. 'તને વાવડી ખૂબ પસંદ છે ને? તું એ જ વાવડીમાં રહે છે. કર્મોની આ જ વિચિત્રતા છે. એટલા માટે સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું નિર્મમ થઈને જીવો અને નિર્મમ થઈને મરો. હૃયમાં મમત્વ, આસક્તિને પ્રવેશ જ ન આપો. નિર્મમ બનવાની કળા પ્રાપ્ત કરો. નહીંતર જીવ દુર્ગતિમાં ભટકી પડશે.' Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કોઈ સુકૃતે નંદને બચાવી લીધો : એક દેડકાને જાતિસ્મરણ જ્ઞાન થવું. પૂર્વજન્મની સ્મૃતિ થઈ જવી, શું પુણ્યના ઉદય વગર એ શક્ય છે ? પૂર્વજન્મનું પોતાનું નામ વારંવાર સાંભળીને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. શ્રાવક જીવન : ભાગ ૪ વાત પણ સાચી છે. ચંડકૌશિક સાપને એનો પૂર્વજન્મ યાદ કરાવવા માટે ભગવાન મહાવીરે એને પૂર્વજન્મનું નામ લઈને સંબોધ્યો હતોને ? "મુન્ન મુખ્ત અંડોલિયા " ચંડકૌશિક સાપનું પૂર્વજન્મનું નામ હતું. પૂર્વજન્મમાં તે ચંડકૌશિક નામનો તાપસ હતો. સભામાંથી : પૂર્વજન્મનું નામ સાંભળીને પૂર્વજન્મની સ્મૃતિ કેવી રીતે થતી હશે ? શું નામમાં જાદુ હોય છે ? મહારાજશ્રી : મનુષ્યને પોતાનું નામ ખૂબ જ પ્રિય હોય છે. નામ અને રૂપ એ બે વાતો મનુષ્યને વધારે પ્રિય લાગે છે. નામ સાથે વધારે મમત્વ હોવાથી - આકર્ષણ હોવાથી આત્મામાં નામનો પ્રભાવ ગહન પડે છે. એ સંસ્કાર આત્મા સાથે બીજા જન્મમાં પણ જાય છે. ત્યાં કદાચ બીજાના મુખેથી પોતાનું નામ વારંવાર સાંભળી જાય છે તો પૂર્વજન્મ સ્મૃતિમાં આવી જાય છે. જે મનુષ્યની વધારે પ્રશંસા થાય છે એને પ્રાયઃ પોતાના નામ સાથે વધારે મમત્વ બંધાઈ જાય છે. પ્રશંસાની સાથે નામ જોડાય જ છે. ‘નંદ મણિકાર ઉદાર હતો....નંદ મણિકાર ધાર્મિક હતો....દયાવાન હતો...' પ્રશંસા નામની થાય છે. એટલા માટે નામ પ્રિય બની જાય છે. બીજા જન્મમાં પોતાનું નામ સાંભળ્યું અને પૂર્વજન્મની સ્મૃતિ બની જાય છે. બીજા જન્મમાં પોતાનું નામ સાંભળ્યું અને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. હા એક વાત છે. સ્મૃતિ મનવાળા જીવને થાય છે. જે જીવને મન નથી હોતું, એને સ્મૃતિ નહીં થાય. દેડકાને મન હોય છે ! બીજી વાત છે પૂર્વજન્મની સ્મૃતિ થવી મોટી વાત નથી. પૂર્વજન્મ યાદ આવ્યા પછી હું મનુષ્ય હતો, મરીને દેડકાનો જન્મ કેમ પામ્યો એવો વિચાર આવવો અને પોતાની ભૂલનો ખ્યાલ આવવો એ મોટી વાત છે. ભૂલ સમજીને એ ભૂલને સુધારવાનો શક્ય તેટલો પ્રયત્ન કરવો મોટી વાત છે. દેડકાએ આ બધું કર્યું. અને જ્યારે ભગવાન મહાવીરનું નામ સાંભળ્યું, તો તે હવિભોર થઈ ગયો, કારણ કે પૂર્વજન્મમાં ભગવાન સાથે પ્રીતિ થઈ હતી. ભગવાન પ્રત્યે શ્રદ્ધા થઈ હતી અને ભગવાન પાસેથી જ શ્રાવકધર્મ મેળવ્યો હતો. ભગવાન પ્રત્યે જે પ્રીતિ, ભક્તિ અને શ્રદ્ધા હતી એના સંસ્કાર તો એના આત્મામાં પડ્યા જ હતા. ભગવાનનું નામ સાંભળતાં જ એ સંસ્કારો જાગૃત થઈ ગયા અને ભગવાનના દર્શન માટે તે વાવમાંથી Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૪ ૨૩૫ નીકળીને ચાલી નીકળ્યો. વાવડીનું મમત્વ તૂટી ગયું, મનમાંથી વાવડી નીકળી ગઈ હતી, મનમાં ભગવાન મહાવીર આવી ગયા હતા. દિલદિમાગ પર ભગવાન મહાવીર છવાઈ ગયા હતા. એટલા માટે ઘોડાના પગ નીચે કચડાઈ જવા છતાં પણ એના મુખમાંથી “શ્રમણ. ભગવાન મહાવીરને મારા નમસ્કાર હો એ શબ્દો નીકળ્યા હતા. એની ભાષામાં એ બોલ્યો હતો. પતનમાંથી તેનું ઉત્થાન થઈ ગયું. પરમાત્મા પ્રત્યે પ્રીતિ-ભક્તિ અને શ્રદ્ધા થઈ ગઈ. બસ, આત્માનું ઉત્થાન થવાનું જ. આત્માની ઊર્ધ્વગતિ જ થવાની. દેડકો એક ક્ષણમાં દેવ બની ગયો. વૈમાનિક દેવ બની ગયો. વ્યંતર, વાણવ્યંતર, ભવનપતિ, જ્યોતિષ્ક દેવો કરતાં પણ ઉચ્ચ સ્થિતિનો દેવ બની ગયો. જડ પદાર્થોથી પાંચ ઇન્દ્રિયોના વિષયમાં મમત્વ છોડવું જ પડશે, ત્યારે જ શ્રાવકધર્મનું નિષ્કલંક પાલન થશે. સુવ્રત શ્રેષ્ઠીની અપૂર્વ ધીરતાઃ ભાવશ્રાવકધર્મનું પાલન કરવા માટે શ્રાવક ધીર હોવો જોઈએ, વીર હોવો જોઈએ. સ્વીકૃત શ્રાવકધર્મનું પાલન કરવામાં પ્રાણોનો ત્યાગ કરવો પડે તો પણ કરી દે એવો હોવો જોઈએ. પોતાનું સર્વસ્વ ગુમાવવું પડે તો પણ વિચલિત ન થાય તેવો હોવો જોઈએ. શાસ્ત્રોમાં સુવ્રત શ્રેષ્ઠીનું ડ્રષ્ટાંત આવે છે. તે શ્રાવક હતો. શ્રાવકધર્મનો સમુચિત પાલક હતો. તેની પાસે ૧૧ કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. તેને ૧૧ પત્નીઓ હતી. તે રાજમાન્ય નગરશ્રેષ્ઠી હતો. તે પર્વદિવસે પૌષધિવ્રત કરતો હતો. પ્રત્યેક માસની શુક્લ એકાદશીના દિવસે મૌન ધારણ કરતો હતો. દિન-રાત પૌષધવ્રતમાં રહેતો હતો અને ધર્મધ્યાનમાં લીન રહેતો હતો. એની સાથે એની અગિયાર પત્નીઓ પણ મૌન અને ઉપવાસ કરતી હતી અને પૌષધવ્રતમાં રહેતી હતી. હવે સુવતની ધીરતાની વાત જણાવું છું. એક દિવસ જ્યારે સુવ્રત મૌન અને ઉપવાસની સાથે હવેલીમાં પોતાની પૌષધશાળામાં હતો, ધર્મચિંતનમાં નિમગ્ન હતો, એ સમયે રાત્રે કેટલાક ચોર હવેલીમાં પ્રવેશ્યા. જે ઓરડામાં કરોડો સુવર્ણમુદ્રાઓ પડી હતી એ ઓરડામાં જઈને ચોરોએ સુવર્ણમુદ્રાઓની ગાંસડીઓ બાંધી, એ ગાંસડીઓ માથે મૂકીને ચોર જવા લાગ્યા, એ સમયે સુવ્રતે વિચાર કર્યો : “આ સંપત્તિને મેં કદી મારી માની નથી. જે મારું નથી, તેને લોકો લઈ જાય છે....લઈ જવા દો. હું મારું ધર્મધ્યાન શા માટે છોડું? જે કદાચ આ અસ્થિર, ચંચળ અને વિનાશી સંપત્તિની રક્ષા કરવા જાઉં તો સ્થિર, શાશ્વત્ અને અવિનાશી Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રાવક જીવન : ભાગ ૪ વ્રત - ધર્મ ખંડિત થશે. મારે મૌનવ્રતનો ભંગ કરવો નથી, મારે પૌષધવ્રતને દૂષિત કરવું નથી.” હવે નંદની અને સુવ્રતની તુલના કરીએ. નંદને નિર્જળ અઠ્ઠમતપમાં તીવ્ર તરસ લાગી હતી, એથી એ પાણીના વિચારો કરવા લાગ્યો હતો. પાણીનું મહત્ત્વવિચારવા લાગ્યો હતો. પરિણામ સ્વરૂપે વાવડી બનાવવાનો સંકલ્પ કર્યો. આરંભ - સમારંભથી મારો શ્રાવકધર્મ દૂષિત થશે એવો વિચાર એ ન કરી શક્યો. જ્યારે સુવ્રતે પોતાના મૌન અને પૌષધવ્રતને નિષ્કલંક રાખ્યાં હતાં. પોતાની સંપત્તિના વિષયમાં તેણે જ્ઞાનવૃષ્ટિથી વિચાર્યું. સંપત્તિને અસ્થિર, ચંચળ અને વિનાશી માનીને સંપત્તિ બચાવવા ચોરોને રોકવા જરા પણ પ્રયત્ન ન કર્યો. એટલું જ નહીં, એણે સંપત્તિની સુરક્ષાનો પ્રબંધ કરવાનું ય ન વિચાર્યું કે હવે હું સંપત્તિ આ રીતે ઓરડામાં નહીં રાખું. જમીનમાં દાટી દઈશ, ઓરડાનાં કમાડ લોખંડના બનાવીશ, હવેલીના દ્વારે સશક્ત રક્ષક રાખીશ.કોઈ ચોર-ડાકુ આવે તો મારી નાખવાની રક્ષકને સૂચના આપીશ...' આવો એક પણ વિકલ્પ સુવતના મનમાં ન આવ્યો. તેણે તો પોતાના સ્વીકૃત ધર્મની રક્ષાનો વિચાર કર્યો. નંદમણિકારે પોતાના વ્રતનો વિચાર ન કર્યો. પાણીનો વિચાર કર્યો. કારણ કે તે તરસથી અતિ વ્યાકુળ થઈ ગયો હતો. સંભવતઃ તેણે તે પછી કદી નિર્જલ ઉપવાસ નહીં કર્યો હોય, એના મનમાં બસ, પાણી જ પાણી ફેલાઈ ગયું હતું. એટલા માટે તેણે પોતાના વ્રતને દૂષિત કર્યું હતું. સુવ્રતમાં ધીરતા હતી. સમતાભાવથી કષ્ટને દુઃખને સહન કરવાની વીરતા હતી. જો એના મનમાં પોતાની સંપત્તિનું મમત્વ હોત, આસક્તિ હોત તો સંભવ છે કે તે ધીર અને વીર ન રહી શકત, “હાય, હાય, આ ચોરો મારી કરોડોની સુવર્ણમુદ્રાઓ ચોરીને લઈ જાય છે.....હું એમને નહીં જવા દઉં.પૌષધમાં જ તે બૂમો પાડવા લાગ્યો હોત, ચોરોને રોકવા પ્રયત્ન કરત, ભારત અથવા મરી જાત. ધીર-વીર ઉપર દૈવી કૃપા સુવ્રતના મનમાં જરાક પણ ચંચળતા આવી નહીં. તે પોતાના ધર્મધ્યાનમાં લીન રહ્યો. પરિણામ શું આવ્યું તે તમે જાણો છો? ક્ષેત્રદેવતાએ ચોરોને હવેલીની બહાર ચોંટાડી દીધા! બધા જ ચોર જમીન સાથે ચોંટી ગયા. માથા ઉપર સુવર્ણમુદ્રાઓની ગાંસડીઓ હતી! પ્રાતઃકાળે સુવતે પૌષધવ્રત, મૌનવ્રત પૂર્ણ કર્યા અને પૌષધશાળાની બહાર આવ્યો. હવેલીના દ્વારે ચોરોને જોયા....તેના મનમાં ચોરો પ્રત્યે રોષ-ક્રોધ ન આવ્યો, પરંતુ દયા આવી. કોટવાલ-નગરરક્ષકો આ ચોરોને ચોરીના મુદ્દામાલ સાથે પકડી Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૪ ૨૩૭ લેશે તો..મારી નાખશે.” આમ વિચારતો જ હતો અને નગરરક્ષક ત્યાં આવ્યા. ચોરોને પકડી લીધા. સુવર્ણમુદ્રાઓને હવેલીમાં રાખીને નગરરક્ષકો ચોરોને લઈ ગયા. એ સમયે સુવતે શું વિચાર્યું હતું, તે જાણો છો? “મારી આ સંપત્તિને કારણે આ લોકોને ચોરી કરવાની ઈચ્છા થઈ..ચોરી કરી, પકડાઈ ગયા. હવે તેઓ માય જશે. મારે એમને મૃત્યુદંડમાંથી બચાવવા જોઈએ. સર્વ અનર્થોનું મૂળ આ સંપત્તિ છે.” સુવ્રતના વિચારો પસંદ આવ્યા? ધીર અને વીર પુરુષોના વિચારો ખૂબ ઉન્નત હોય છે, ભવ્ય હોય છે, ઉદ્દાત્ત હોય છે. તમારા મનમાં થતું હશે - “ચોરો પ્રત્યે દયા? ના, ના. આવા દુષ્ટોને તો સજા થવી જ જોઈએ.” સાચી વાત છે ને ? ચોર પકડાઈ જાય તો તમારા મનમાં ચોરો પ્રત્યે ક્રોધ આવશે ને? કારણ કે જડ પદાર્થો પ્રત્યે તમે નિસ્પૃહ-અનાસક્ત બન્યા નથી. ધીરતા અને વીરતા નિઃસ્પૃહતામાંથી-અનાસક્તિમાંથી ઉત્પન્ન થાય છે. અપરાધીને પણ ક્ષમા આવા ધીર-વીર પુરુષો જ આપી શકે છે. ચાર વાતો પ્રત્યે નિસ્પૃહ - અનાસકત બનવાનું છે : - સ્વજનો પ્રત્યે, - પરિજનો પ્રત્યે, – વૈભવ-સંપત્તિ પ્રત્યે અને - શરીર પ્રત્યે. સુવ્રત શ્રેષ્ઠીએ ચોરોને અભયદાન અપાવ્યું. પછી ૧૧ પત્નીઓ સાથે તેણે ચારિત્રના મહાશૈલ ઉપર આરોહણ પણ કર્યું. ભાવશ્રાવકધર્મનું અકલંક પાલન સર્વવિરતિમય ચારિત્ર પ્રાપ્ત કરાવે જ છે. સભામાંથીઃ એ નંદ મણિકાર દેવ થયો, પછી શું થશે? મહારાજશ્રી દેવભવમાં તેણે ભગવાન મહાવીરની ખૂબ જ ભક્તિ કરી હતી. જ્યારે તેનું દેવાયુષ્ય પૂર્ણ થશે, તો મનુષ્યભવમાં જન્મ પામીને, ચારિત્રધર્મની આરાધના કરીને, સર્વકર્મક્ષય કરીને મુક્તિ પામશે. જ્યારે તમે નંદ અંગે પૂછવું છે તો દેવભવનો એક કિસ્સો સંભળાવીને પ્રવચન પૂર્ણ કરીશ. ભગવાન મહાવીર રાજગૃહના ગુણશૈલ ચૈત્યમાં બિરાજમાન હતા. એક દિવસ રાજા શ્રેણિક ભગવાનની પાસે બેઠો હતો. એટલામાં ભગવાનને છીંક આવી. ત્યાં Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રાવક જીવન : ભાગ ૪ પાસે જ એક કુષ્ઠરોગી બેઠો હતો. તેણે કહ્યું: “ભગવન્, આપ મૃત્યુ પામશો.” પછી શ્રેણિકને છીંક આવી. કોઢી બોલ્યો “તું ઘણા દિવસ જીવીશ.” થોડીક વાર પછી અભયકુમારને છીંક આવી, કોઢવાળા માણસે કહ્યું : “જીવ યા મર.” એટલામાં કાલસૌકરિક કસાઈ છીંક્યો. કોઢી બોલ્યોઃ “જીવીશ નહીં તેમજ મરીશ પણ નહીં.” એ કોઢીએ ભગવાન માટે મરવાની વાત કરી હતી. એટલા માટે શ્રેણિકને ખૂબ ક્રોધ આવ્યો હતો. તેણે પોતાના સુભટોને આજ્ઞા કરી કે “આ કોઢી અહીંથી ઊઠીને ચાલ્યો જાય, ત્યારે તેને પકડી લેજો.” દેશના સમાપ્ત થતાં રાજાના સૈનિકોએ એ કોઢીને ઘેરી લીધો, પરંતુ ક્ષણવારમાં એ કોઢી આકાશમાર્ગે ચાલ્યો ગયો, અદ્ગશ્ય થઈ ગયો રાજા શ્રેણિક વિસ્મિત થઈ ગયા અને ભગવાનને પૂછ્યું : “ભગવનું, આ કુષ્ઠી કોણ હતો ?' શ્રેણિક, આ દુર્ધરનામનો સૌધર્મદિવલોકનો દેવ હતો.” ભગવાને નંદ મણિકારનું એ વૃત્તાંત -દેડકાના ભવનું વૃત્તાંત કહી સંભળાવ્યું. શ્રેણિક હર્ષિત થયો. એણે છીંકની બાબતમાં દેવે જે અલગ અલગ વાતો કહી હતી તેનું સ્પષ્ટીકરણ પૂછ્યું. ભગવાને કહ્યું : * “એણે મને કહ્યું કે હવે સંસારમાં રહીને શું કરો છો? શીઘ મોક્ષે જાઓ.’ * “તને કહ્યું - “જીવ’ એનો અર્થ છે કે તને જીવવામાં સુખ છે, મરીને તારે નરકમાં જવાનું છે.” * અભયકુમારને કહ્યું “જીવ યા તો મર' એનો અર્થ છે કે અભયકુમાર જીવતાં ધર્મ કરી રહ્યો છે, તો મરીને અનુત્તર દેવલોકમાં જશે.” * કાલસૌકરિકને કહ્યું: “જીવ પણ નહીં, અને મર પણ નહીં. એનો અર્થ છે “તે અત્યારે તો પાપ કરી રહ્યો છે, મરીને તે સાતમી નરકમાં જશે.' ભગવાનના સ્પષ્ટીકરણથી સૌને આનંદ થયો. આજે બસ, આટલું જ. Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૫ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ’ ગ્રંથનાં ત્રીજા અધ્યાયમાં ઉપસંહાર કરતાં કહ્યું છે : स्तोकान् गुणान् समाराध्य बहूनामपि जायते । यस्मादाराधनायोग्यस्तस्मादादावयं मतः ॥ પહેલાં ગૃહસ્થ ધર્મ શા માટે બતાવ્યો ? એ પ્રશ્નનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે - શ્રાવક જીવન માટે ઉચિત થોડા ગુણોની આરાધના કરીને સુશ્રમણોચિત વિશિષ્ટ ગુણોની આરાધના કરવા માટે ગૃહસ્થ યોગ્ય બને છે. એટલા માટે સર્વ પ્રથમ ‘ગૃહસ્થ ધર્મ’ બતાવવામાં આવ્યો છે. આ ગૃહસ્થ ધર્મમાં પણ પહેલાં સામાન્ય ગૃહસ્થ ધર્મ (પ્રથમ અધ્યાયમાં) બતાવવામાં આવ્યો અને પછી વિશેષધર્મ એટલે કે ભાવશ્રાવકધર્મ બતાવવામાં આવ્યો. પહેલાં સારા શ્રાવક બનો, પછી સાધુ બનો. આ જિનશાસનનો રાજમાર્ગ છે. જે સગૃહસ્થ શ્રાવકધર્મની સારી આરાધના કરીને પાછળથી સાધુ બને છે, તો તે સાધુજીવનનું ખૂબ સારું પાલન કરી શકે છે. શ્રમણના ગુણોને આત્મસાત્ કરી શકે છે. પરંતુ આ નિયમ વ્યાપક નથી કે ગૃહસ્થ ધર્મનું પાલન કરીને જ સાધુ બની શકાય છે. ગૃહસ્થ ધર્મનું અને ભાવશ્રાવકધર્મનું પાલન કર્યા વગર પણ વિશિષ્ટ પુરુષ ચારિત્રધર્મ અંગીકાર કરી શકે છે; પરંતુ સાધુ બનનાર વિશિષ્ટ વ્યક્તિ જોઈએ અને દીક્ષા આપનાર ગુરુ પણ વિશિષ્ટ જોઈએ. ગૃહસ્થ ધર્મના પાલન વગર પણ સાધુધર્મની પ્રાપ્તિ થઈ શકે છે ઃ એક વાત સારી રીતે સમજી લો કે ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી જ ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રમોહનીય કર્મ જેમ ભાવશ્રાવકધર્મના પાલનથી તૂટે છે તેમ વિશિષ્ટ, શુભ અધ્યવસાયથી પણ તૂટે છે. વાત એક જ છે ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થવો જોઈએ. - વિશિષ્ટ કોટિના આત્માને અચાનક આવો શુભ અધ્યવસાય ઉત્પન્ન થતાં ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ જાય છે. શાસ્ત્રમાં આવાં અનેક દૃષ્ટાન્તો વાંચવા મળે છે. એવાં કેટલાંક દૃષ્ટાન્તો બતાવું. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ૧૫૦૦ તાપસ અને ગૌતમ સ્વામી : જ્યારે ગૌતમ સ્વામી અષ્ટાપદતીર્થની યાત્રાએ ગયા હતા, એ સમયે ત્યાં અષ્ટાપદ પર્વતમાં ૧૫૦૦ તાપસ અષ્ટાપદ પર્વત ઉપર જવા ઘોર તપ કરી રહ્યા હતા. ‘તપોલબ્ધિથી ઉપર જઈ શકાય છે' એવી એમની માન્યતા હતી. તેમણે ગૌતમ સ્વામીને સૂર્યનાં કિરણોની સહાયથી ઉપર જતાં જોયા. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. સૌના મનમાં વિચાર આવ્યો ઃ ‘આ મહાન ગુરુ છે. જ્યારે તે ઉપરથી નીચે આવશે ત્યારે આપણે એમના શિષ્યો બની જઈશું.’ ગૌતમ સ્વામી માટે જે પ્રેમ જાગ્યો, જે શ્રદ્ધા જાગી, તેનાથી તેમનું ચારિત્રમોહનીય કર્મ તૂટ્યું. અને એમણે ગૌતમ સ્વામી પાસેથી ચારિત્રધર્મ મેળવ્યો. તે ૧૫૦૦ તાપસો શ્રાવકધર્મની આરાધના કર્યા વગર સાધુ બની ગયા. એ ૧૫૦૦ વિશિષ્ટ આત્માઓ હતા. આ જન્મમાં જ મોક્ષ પામવાના હતા, અને દીક્ષા દેનારા પણ મહાપુરુષ હતા - ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી હતા. પ્રભવસ્વામી : બીજું દૃષ્ટાન્ત છે પ્રભવસ્વામીનું. ભગવાન મહાવીર સ્વામી પછી સુધર્માસ્વામી શાસનના કર્ણધાર બન્યા હતા. એમની પાટ ઉપર જંબુસ્વામી આવ્યા હતા. જંબૂસ્વામીના ઉત્તરાધિકારી પ્રભવસ્વામી હતા. શ્રાવક જીવન : ભાગ ૪ પ્રભવ રાજકુમાર હતો. પાછળથી ડાકુ બની ગયો હતો. જંબૂકુમાર રાજગૃહીના શ્રેષ્ઠીપુત્ર હતા. આઠ કન્યાઓ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. લગ્નના દિવસે જ પ્રભવ પોતાના સાથીઓ સાથે જંબૂકુમારની હવેલીમાં ચોરી કરવા આવ્યો હતો. જંબૂકુમારના ઉપદેશથી તેમની આઠ પત્નીઓ વિરક્ત બનીને ચારિત્રધર્મ સ્વીકારવા તૈયાર થઈ હતી, સાથે સાથે પ્રભવ પણ વિરક્ત બન્યો હતો. તે પણ ચારિત્રધર્મને સ્વીકારવા તત્પર બન્યો હતો. જંબૂકુમારના ઉપદેશથી પ્રભવનું ચારિત્રમોહનીય કર્મ તૂટી ગયું હતું; ભાવશ્રાવકધર્મનું પાલન કર્યા વગર તેમને ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ ગઈ હતી. શય્યભવસૂરિ : પ્રભવસ્વામીએ જ્યારે પોતાના ઉત્તરાધિકારીની બાબતમાં વિચાર્યું ત્યારે તેમને હજારો સાધુઓમાંથી એક પણ સાધુ ઉત્તરાધિકારી પદ માટે યોગ્ય લાગ્યો ન હતો. ત્યારે તેમણે પોતાના વિશિષ્ટ જ્ઞાનથી બ્રાહ્મણ પરિવારોમાં જોયું, તો તેમને એક વિદ્વાન્ અને કર્મકાંડી બ્રાહ્મણ 'શષ્યભવ' દેખાયો. જ્યારે તે યજ્ઞ કરી રહ્યો હતો ત્યારે પ્રભવસ્વામીએ પોતાના બે સાધુઓને એની પાસે મોકલ્યા હતા. સાધુઓના બે વચનોના શ્રવણથી શય્યભવ યજ્ઞની યથાર્થતા સમજ્યા અને પ્રભવસ્વામીની Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૫ ૨૪૧ પાસે આવ્યા. તેમનું ચારિત્રમોહનીય કર્મ તૂટી ગયું અને પ્રભવસ્વામીએ એમને દીક્ષા આપી દીધી, શ્રાવકધર્મનું પાલન કર્યા વગર તે સાધુ બની ગયા. પરંતુ દિક્ષા લેનાર અને આપનાર બંને વિશિષ્ટ વ્યક્તિ હતી. મનકમુનિ : આચાર્યશ્રી શય્યપ્રભસ્વામીએ પોતાના પુત્ર મનકને દીક્ષા આપી હતી. મનકે ક્યાં શ્રાવકધર્મનું પાલન કર્યું હતું ? પરંતુ આચાર્યદેવના દર્શન માત્રથી મનકના દયમાં એવો શુભ અધ્યવસાય ઉત્પન્ન થયો કે એનું ચારિત્રમોહનીય કર્મ તૂટી ગયું....અને તે સાધુ બની ગયા. સ્થૂલભદ્ર સ્વામી : સ્થૂલભદ્રની વાત તમે જાણો છો. નંદરાજાના સમયમાં પાટલીપુત્રમાં મહામંત્રી શકહાલના એ પુત્ર હતા. કડાલને બે પુત્રો હતા - મોટો પુત્ર સ્થૂલભદ્ર અને નાનો પુત્ર શ્રીયક. સ્થૂલભદ્ર જ્યારે યૌવનમાં આવ્યા ત્યારે તે પાટલીપુત્રની રાજમાન્ય નૃત્યાંગના કોશાના મોહપાશમાં બંધાઈ ગયા હતા. તે કોશાના આવાસમાં જ રહેતા હતા, ઘેર આવતા જ નહીં. સ્થૂલભદ્ર જેટલા રૂપિયા મંગાવતા, એટલા મહામંત્રી મોકલતા હતા. મહામંત્રીને સ્થૂલભદ્ર ઉપર અપાર સ્નેહ હતો. નાનો પુત્ર શ્રીયક નંદ રાજાનો અંગરક્ષક બન્યો હતો. તે પિતૃભક્ત હતો. સ્થૂલભદ્ર ઉપર પણ એને પ્રેમ હતો. રાજમહેલના ષડયંત્રમાં અને રાજા નંદની અલ્પબુદ્ધિને કારણે શકપાલ મંત્રીનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ પછી રાજાને જ્યારે સાચી વાતની ખબર પડી તો તેને ઘોર પશ્ચાત્તાપ થયો. “ નંદરાજાએ શ્રીયકને મંત્રીપદ લેવા માટે કહ્યું. શ્રીયકે કહ્યું: “મારા મોટાભાઈ છે. તેમની હયાતિમાં હું મંત્રીપદ ન લઈ શકું તેઓ મંત્રીપદ માટે યોગ્ય છે.” રાજાએ કહ્યું “ક્યાં છે તારા મોટાભાઈ ? અત્યારે એમને બોલાવીને લાવ.” શ્રીયકે કહ્યુંઃ મહારાજ, મારા મોટાભાઈ થૂલભદ્ર કેટલાંક વર્ષોથી નૃત્યાંગના કોશાને ત્યાં રહે છે. રાજાએ બે સૈનિકોને ત્યાં મોકલ્યા, સ્થૂલભદ્રને સંદેશો મોકલ્યો. સ્થૂલભદ્ર રાજસભામાં આવ્યા. રાજાએ એમને મંત્રીપદ લેવા માટે કહ્યું. સ્થૂલભદ્ર કહ્યું: “મહારાજ, મને રજા આપો કે હું રાજમહેલના બાગમાં જઈને શ્રીયક સાથે પરામર્શ કરું.....અને પછી આપને ઉત્તર આપું.' બંને ભાઈ બાગમાં ગયા. શ્રીયકે રડતાં રડતાં પિતાનું મૃત્યુ કેવી રીતે થયું એ આખી વાત સ્થૂલભદ્રને જણાવી. જો કે પિતાની હત્યા શ્રીયકે જ કરવી પડી હતી. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રાવક જીવન : ભાગ ૪ અને એ પણ પિતાની આજ્ઞાથી જ! જો શ્રીયક એવું ન કરત તો રાજા આખા પરિવારને નષ્ટ કરી દેત. સમગ્ર વાત સાંભળીને સ્થૂલભદ્રનું મન વિરક્ત થઈ ગયું. સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. તેમણે શ્રીયકને કહ્યું હું મંત્રીપદ નહીં સ્વીકારું. હું તો સંસારનો ત્યાગ કરીને સાધુ બની જઈશ. સંસાર પ્રત્યે, સંસારનાં સુખો પ્રત્યે હવે મને કોઈ રુચિ રહી નથી. તેમણે ત્યાં જ ઉદ્યાનમાં જ સાધુવેશ ધારણ કરી લીધો. રાજાને ધર્મલાભ” કહીને ગુરુદેવની પાસે ચાલ્યા ગયા. તેમનું ચારિત્રમોહનીય કર્મ તૂટી ગયું હતું. તેમણે શ્રાવકધર્મનું પાલન કર્યા વગર ચારિત્રધર્મની પ્રાપ્તિ કરી હતી. અવંતીસુકુમાલ: આચાર્યશ્રી આર્યસુહસ્તિ વિહાર કરતા કરતા ઉજ્જયિની નગરીમાં પધાર્યા હતા. તેમણે ત્યાંના શ્રેષ્ઠીપુત્ર, અવંતીસુકુમાલના વિશાલ ભવનમાં સ્થિરતા કરી હતી. અવંતીસુકુમાલ પાસે ૩૨ કરોડ મુદ્રાઓ હતી અને ૩૨ પત્નીઓ હતી. દેવલીકના દેવની જેમ તે સંસારનાં શ્રેષ્ઠ સુખ ભોગવતો હતો. પિતા ન હતા, માતા હતી. માતાનો પુત્ર ઉપર અપાર સ્નેહ હતો. - રાત્રિના સમયે સાધુઓ સ્વાધ્યાય કરતા હતા. એક સાધુ એવા શાસ્ત્રનું અધ્યયન કરતા હતા કે જેમાં દેવલોકના “નલિનીગુભ નામના દેવવિમાનનું વર્ણન હતું - સાધુ એટલા સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કરતા હતા કે પાસેના ઓરડામાં રહેલા અવંતીસુકુમાલ સાંભળી રહ્યા હતા. અર્થ પણ સમજી શકતા હતા. - તેમને લાગ્યું: “આ મુનિરાજ જે દેવલોકનું વર્ણન કરી રહ્યા છે, એ બધું મેં જોયું છે. વારંવાર ઊહાપોહ - વર્ણન કરતાં તેમને તેમનો પૂર્વજન્મ યાદ આવ્યો. એ એ જ દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ થતાં અહીં જન્મ્યા હતા. પૂર્વજન્મની સ્મૃતિ થતાં એ આચાર્યદિવની પાસે ગયા અને કહ્યું: “હું નલિનીગુલ્મ” નામના દેવવિમાનમાંથી આવ્યો છું અને ત્યાં મારે જવું છે, તો હું ત્યાં કેવી રીતે જઈ શકું?” આચાદવે કહ્યું : “ચારિત્રધર્મનું પાલન કરવાથી તુ પુનઃ દેવલોક પ્રાપ્ત કરી શકે છે.” અવંતીસુકુમાલનું ચારિત્રમોહનીય કર્મ તૂટી ગયું અને ચારિત્રધર્મ પ્રાપ્ત થયો. એ જ રાત્રે તે સાધુ બન્યા અને સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ ધ્યાન કર્યું. સમાધિમૃત્યુ પામીને એ “નલિનીગુલ્મમાં દેવવિમાનમાં દેવ થયા. શ્રાવકધર્મના પાલન વગર વિશિષ્ટ શુભ અધ્યવસાયથી એમનું ચારિત્રમોહનીય કર્મ તૂટ્યું અને ચારિત્રધર્મ મળ્યો. આ તમામ ઉદાહરણો તો અતિ પ્રાચીન છે. કેટલાંક એવાં દ્રષ્ટાન્ત બતાવું કે જે નજીકના ભૂતકાળમાં છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૫ ૨૪૩ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ શ્રાવકધર્મનું પાલન કર્યા વગર ચારિત્રધર્મ પ્રાપ્ત કર્યો હતો. – આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ પણ શ્રાવકધર્મનું પાલન કર્યાં વગર ચારિત્રધર્મ પ્રાપ્ત કર્યો હતો. - ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ શ્રાવકધર્મનું પાલન કર્યા વગર જ ચારિત્રધર્મ - સાધુધર્મ પ્રાપ્ત કર્યો હતો. આવાં અનેક ઉદાહરણો મળે છે. ચારિત્રમોહનીય કર્મ તૂટવાં અનિવાર્ય છે. જે રીતે શ્રાવકધર્મના પાલનથી તૂટે છે એ રીતે વિશિષ્ટ શુદ્ધ અધ્યવસાયથી પણ તૂટે છે. ચારિત્રમોહનીય કર્મ તૂટવાથી જે સંયમધર્મ મળે છે એનું પરિશુદ્ધ પાલન થાય છે. વર્તમાન પરિસ્થિતિ સભામાંથી : વર્તમાનકાળમાં પણ વધારે લોકો દીક્ષા લે છે. તેઓ શ્રાવકધર્મનું પાલન કર્યા વગર લે છે. એ શું ઉચિત છે ? યોગ્ય છે ? મહારાજશ્રી : કેટલાંક વર્ષોથી જે દીક્ષાઓ લેવાઈ રહી છે, તેમાં મને તો લાગે છે કે મોટા ભાગે તેમની યોગ્યતા નથી હોતી. કોઈ સ્ત્રી યા પુરુષ આવીને કહી દે છે. મારી ભાવના દીક્ષા લેવાની છે. મને સંસાર પ્રત્યે રાગ નથી રહ્યો.' એને દીક્ષા આપવામાં આવે છે. ન તો તેના વૈરાગ્યની પરીક્ષા લેવાય છે, ન તો તેમની ગુણાત્મક યોગ્યતા જોવાય છે. સભામાંથી : એનું કારણ શું ? મહારાજશ્રી : સાધુને શિષ્ય હોવો જરૂરી બની ગયું અને સાધ્વીને શિષ્યા હોવી જરૂરી બની ગયું, અને જ્યારે એક વસ્તુ હોવી જરૂરી બની ગયું હોય છે ત્યારે ગુણવત્તા - ‘ક્વોલીટી’ નથી જોવાતી. તમે લોકો બજારમાં શાકભાજી લેવા જાઓ છો ને ? સારી, મનપસંદ નથી મળતી તો જેવી મળે તેવી પણ લઈ આવો છો ને ? એવું જ અહીં પણ ચાલી રહ્યું છે. મારા એક પરિચિત મુનિરાજ પાસે એક યુવાન દીક્ષા લેવા આવ્યો હતો. જૈન ન હતો, અજૈન હતો. કેટલાક દિવસ તો એ છોકરો મુનિરાજ પાસે રહ્યો હતો. મેં એ છોકરા વિશે જે કંઈ સાંભળ્યું હતું, એનો કાર્યકલાપ જોયો હતો. તેમાં મને એની સાધુ બનવાની યોગ્યતા જોવા મળી ન હતી. એ મુનિરાજને પણ મેં કહ્યું : આ છોકરાને તમે દીક્ષા ન આપો. મેં કારણો બતાવ્યાં. સૌથી મોટું કારણ હતું એની કાષાયિક પ્રવૃત્તિ. તે તીવ્ર ક્રોધી હતો. મુનિરાજે મને કહી દીધું કે 'દીક્ષા Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪. શ્રાવક જીવન : ભાગ ૪ લીધા પછી તે સુધરી જશે.” હું મૌન રહ્યો. મુનિરાજને તીવ્ર આવશ્યકતા હતી શિષ્ય બનાવવાની. એને દીક્ષા આપવામાં આવી. દીક્ષા પછી એ નવા સાધુએ એના ગુરુને પરેશાન કરી નાખ્યા. તીવ્ર ક્રોધને કારણે તેણે તેના સહવર્તી સાધુઓને પણ હેરાન કરી નાખ્યા. પ્રાયઃ એક-બે વર્ષમાં ક્રોધમાં જ સાધુવેશ ઉતારીને એ ચાલ્યો ગયો. શિષ્યોની સંખ્યા વધારવાનો મોહ : જે મુનિરાજને શિષ્ય ન હોય એ શિષ્ય બનાવવા ઇચ્છે તો ઠીક છે, પરંતુ જેની પાસે પ-૧૦ શિષ્યો હોય છે એ પણ ગુણવત્તા જોયા વગર દીક્ષા કેમ આપે છે? મહારાજશ્રી એનું કારણ તમે લોકો છો. શિષ્યોની સંખ્યા ઉપર આધાર રાખીને તમે લોકો સાધુની – આચાર્યની મહત્તા સમજો છો. વધારે શિષ્યોના ગુરને વધારે મહત્ત્વ – માન - સન્માન આપો છો. જ્યાં સુધી આ મનોદશા રહેશે, ત્યાં સુધી આ વાતમાં પરિવર્તન આવવું શક્ય નથી. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ગૃહસ્થોએ શ્રાવકધર્મના પાલન માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. એમને મહાવ્રત આપતા પહેલાં અણુવ્રત ગુણવ્રત અને શિક્ષાવ્રત આપવા જોઈએ. અને એમને અભ્યાસ કરાવવો જોઈએ. જેઓ અણુવ્રતનું યથાર્થ પાલન નથી કરી શકતા તે લોકો મહાવ્રતોનું પાલન કેવી રીતે કરી શકશે ? વૈરાગ્યની પરીક્ષા કરવી જોઈએ ? પ્રશ્નઃ જે માણસ વૈરાગી બનીને ચારિત્ર લેવા આવે છે, એને શ્રાવકધર્મનું પાલન કરવાનો ઉપદેશ આપવો એ ઉચિત છે? ઉત્તર : ઉચિત-અનુચિતની વાત પાછળથી કરીશું, પહેલાં તો એ વિચારવું આવશ્યક છે કે તેનો વૈરાગ્ય સાચો છે કે નહીં? વૈરાગ્ય ત્રણ પ્રકારના બતાવ્યા – દુઃખગર્ભિત વૈરાગ્ય, – મોહગર્ભિત વૈરાગ્ય, અને – જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. દુઃખોથી પરેશાન થઈને જે સંસારત્યાગ કરીને સાધુ બનવા ઈચ્છે છે તે ચારિત્રધર્મ માટે અયોગ્ય છે. એને સાધુધર્મના આપવો જોઈએ. જે દુખોથી પરેશાન થઈને સાધુ બને છે તે સાધુ બનીને સુખ જ શોધે છે. તે સાધુજીવનનાં કષ્ટોથી દૂર ભાગે છે. તે રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવમાં ડૂબી જાય છે. સાધુ ગૃહસ્થ ભક્તોના ઘેરથી મનપસંદ ભોજન - આહાર લઈ જાય છે. પ્રિય રસાસ્વાદ કરતા રહે છે. પોતાની રહેણીકરણી ઉચ્ચ બનાવે છે. વૈભવી જીવન જીવે છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૫ ૨૫ ભક્તગૃહસ્થો એમને મનપસંદ વસ્ત્રાદિ આપે છે. શરીરને જરા પણ કષ્ટ ન થાય એવું જીવન જીવે છે. સુખશીલતા એ એમનું જીવન હોય છે. તેઓ સમ્યગુ દર્શન - જ્ઞાન, ચારિત્રની વાતો કરે છે. એવું જીવતા નથી. એટલા માટે વૈરાગી બનીને આવનારાઓની પરીક્ષા કરવી જોઈએ. જો તેમનો વૈરાગ્ય દુઃખમૂલક જણાય તો તેમને ચારિત્રધર્મ ન આપવો જોઈએ. એ રીતે જો મોહગર્ભિત વૈરાગ્ય હોય તો - સ્વર્ગીય સુખોની સ્પૃહાથી સંસારમાંથી વિરક્ત બન્યો હોય તો તેને પણ ચારિત્રધર્મ ન આપવો જોઈએ. હું સારી રીતે સાધુધર્મનું પાલન કરીશ તો મને દેવલોક મળશે, દેવલોકમાં મને અસંખ્ય વર્ષ પાંચ ઇન્દ્રિયોનાં દિવ્ય વૈષયિક સુખ મળશે - અસંખ્ય વર્ષોના દિવ્ય વૈષયિક સુખ પામવાની ઈચ્છાથી આ માનવીય તુચ્છ વૈષયિક સુખોનો પ-૫૦ વષ માટે ત્યાગ કરવો એ ખોટું નથી.” આવા વિચારો હોય છે મોહગર્ભિત વૈરાગ્યવાળાના! આ વૈરાગ્યથી સાધુ બનનારા બાહ્ય દ્રષ્ટિથી તો સારું સાધુજીવન જીવે છે, એ જાણે છે કે દોષરહિત સાધુજીવન જીવવાથી ઉચ્ચકોટિનો દેવભવ મળે છે.” એ પ્રલોભનથી તેઓ નિર્દોષ સાધુધર્મનું પાલન કરે છે. તેમનું લક્ષ્ય ખોટું હોવાથી એમને સાધુજીવન માટે અયોગ્ય કહેલા છે. - ત્રીજો વૈરાગ્ય છે - જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. સુખી હોય યા દુઃખી હોય, એની જ્ઞાનવૃષ્ટિ ખૂલી જવી જોઈએ. જ્ઞાનવૃષ્ટિથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય છે. તે સાચો વૈરાગ્ય છે. કોઈ વાર માણસને દુખની ઠોકર લાગે છે અને જ્ઞાનવૃષ્ટિ ખૂલી જાય છે. જ્ઞાનવૃષ્ટિથી સંસારની દુઃખમયતાનું પરિજ્ઞાન થાય છે, અને એ વિરક્ત થઈ જાય છે. આ વૈરાગ્ય જ્ઞાનમૂલક કહેવાય છે. - રાવણની સામે યુદ્ધમાં લંકાપતિ રાજા વૈશ્રવણ હારી ગયો હતો. આ હારથી વૈશ્રવણની જ્ઞાનવૃષ્ટિ ખૂલી ગઈ હતી અને યુદ્ધભૂમિ પર જ એ વૈરાગી બની ગયો હતો. જ્યારે એણે સાધુધર્મનો સ્વીકાર કર્યો, ત્યારે રાવણે નતમસ્તક થઈ કહ્યું હતું: ‘તમે સાધુ ન બનો, હું તમને લંકાનું રાજ્ય પાછું આપું છું, તમે નિર્ભયતાથી રાજ્ય કરો.' પરંતુ વૈશ્રવણે ન માન્યું. જ્ઞાનદ્રષ્ટિથી તેણે રાજ્યની નિઃસારતા જાણી લીધી હતી. એના મનમાં રાજ્યસત્તાનું કોઈ આકર્ષણ રહ્યું ન હતું. તે સાધુ બની જ ગયો. હાર થતાં તેની જ્ઞાનવૃષ્ટિ ખૂલી ગઈ હતી. એનો વૈરાગ્ય જ્ઞાનમૂલક હતો. આનાથી વિરુદ્ધ વાનરદ્વીપના રાજા વાલીનું ઉદાહરણ છે. વાલીએ યુદ્ધના મેદાનમાં રાવણને હરાવી દીધો હતો. રાવણને પોતાના બગલમાં દબાવીને વાલીએ જબૂદ્વીપની ત્રણ પ્રદક્ષિણા કરી હતી. રાવણની ચંદ્રહાસ તલવાર તેના હાથમાં લટકતી જ રહી ગઈ હતી. વાલી વિજેતા બન્યો હતો. છતાં પણ યુદ્ધના મેદાનમાં Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જ વિરક્ત બન્યો હતો. વાલીએ રાવણને કહ્યું : ‘હે રાવણ, મારે માટે વીતરાગ સર્વજ્ઞ અને ત્રૈલોક્યપૂજિત અરિહંત પરમાત્મા જ નમસ્કરણીય છે. એમના સિવાય કોઈ નમસ્કરણીય નથી, તુ મને તારા ચરણોમાં નમાવવા માટે અહીં આવ્યો હતો; આ તારું મિથ્યાભિમાન હતું અને એ અભિમાનને લીધે જ તારી આ દયનીય સ્થિતિ - પરાજિત અવસ્થા થઈ છે. પરંતુ મને યાદ છે મારા પૂર્વજો ઉપર તારા ઉપકારો છે. મને યાદ છે એટલા માટે હું તને છોડી દઉં છું. તુ નિશ્ચિંત બનીને પૃથ્વી ઉપર રાજ્ય ક૨. જો હું રાજ્યની કામના કરું તો તને આ રાજ્ય ન મળી શકે. જે વનમાં સિંહોનું રાજ્ય હોય છે ત્યાં હાથી નથી રહી શકતા. પરંતુ હું હવે મોક્ષસામ્રાજ્ય પામવા માટે સાધુધર્મનો સ્વીકાર કરીશ. મારો નાનોભાઈ યુવરાજ સુગ્રીવ હવે અહીં રાજા બનશે અને તારી આજ્ઞાનું પાલન કરશે.’ વાલીએ સુગ્રીવનો રાજ્યાભિષેક કરી દીધો અને પોતે ગગનચંદ્ર મુનિ પાસે ગયા અને ચારિત્રધર્મ સ્વીકારી લીધો. વાલીનો આ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હતો. રાવણનો પરાજય વાલીની જ્ઞાનવૃષ્ટિ ખોલવામાં નિમિત્ત બન્યો હતો. વાલીએ વિચાર્યું હશે ઃ ‘રાવણ જેવો એક હજાર વિદ્યાઓને સિદ્ધ કરનારો અને દેવાધિષ્ઠત ચંદ્રહાસ તલવારને ધારણ કરનારો રાજા....એને એની વિદ્યાઓએ...બાહુ બળે...શસ્ત્રબળે દગો દીધો....તો પછી મને પણ મારું પુણ્યકર્મ કોઈ વાર દગો દઈ શકે. આ સંસાર ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. આ સંસાર જ વિશ્વાસ કરવા યોગ્ય નથી. જ્ઞાનમૂલક ચિંતનથી જે વૈરાગ્ય પેદા થાય છે, તે વાસ્તવિક હોય છે, અને એ વૈરાગ્યથી પ્રેરિત થઈને જે ચારિત્રધર્મનો સ્વીકાર કરે છે તે તેનું સુંદર પાલન કરી શકે છે. શ્રાવક જીવન : ભાગ ૪ વર્તમાનકાળમાં ચારિત્રધર્મનો સ્વીકાર કરનારાઓને વ્રતપાલનની બાબતમાં અને ગુણાત્મક યોગ્યતા પ્રાપ્ત કરવાની બાબતમાં સઘન શિક્ષણ તો આપવું જ જોઈએ. દીક્ષાર્થીમાં વિશિષ્ટ યોગ્યતા તો હોવી જ જોઈએ. વ્રતપાલનની દૃઢતા, ધર્મક્રયાઓમાં રુચિ, ૦ કષાયોની મંદતા, વિનય, નમ્રતા, સરળ વ્યવહાર, Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯૫ ૨૪૭ • નિર્લોભતા, • નિસ્વાર્થતા, • પરોપકાર વૃત્તિ, ૦ સહનશીલતા, ૦ સ્વાધ્યાય-પરાયણતા. આ દશ વાતો ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આમાંથી એક વાત પણ ઓછી હશે તો સાધુજીવનમાં અશાંતિ, ક્લેશ વગેરે થવાં નિશ્ચિત છે. રાજમાર્ગ તો ભાવશ્રાવકધર્મની આરાધના છે. એ આરાધના કરતાં કરતાં...સહજભાવથી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થઈ જાય... અને ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ જાય એ વધારે યોગ્ય છે. માની લો કે આ વર્તમાન જીવનમાં સાધુ ન બની શકો છતાં પણ ભાવશ્રાવકધર્મનું સુંદર પાલન કરીને આ મનુષ્ય જીવનને સફળ કરી શકો છો. એટલા માટે ત્રીજા અધ્યાયમાં ભાવશ્રાવકધર્મની સુંદર વાતો લખી છે. ઉપસંહાર : ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાય પર આ અંતિમ પ્રવચન છે. મારી કલ્પના ન હતી કે આ અધ્યાય પર ૫ પ્રવચનો થઈ જશે પરંતુ થઈ ગયાં. શ્રાવક જીવનની એક એક વાત વિસ્તારથી, તો કોઈક સ્થળે સંક્ષેપમાં બતાવી છે, સમજાવી છે. તમે વારંવાર આ પ્રવચનો વાંચજો. તમારા જીવનમાં ક્રિયાત્મક અને ભાવાત્મક સારું પરિવર્તન આવશે. વિચારોમાં સુંદર પરિવર્તન આવવાથી જીવન રસમય બનશે. આ પ્રવચનોમાં પ્રમાદથી યા અજ્ઞાનતાથી જિનાજ્ઞા વિરુદ્ધ કશું ય બોલાઈ ગયું હોય તો હું અંતઃકરણપૂર્વક ક્ષમાપ્રાર્થી છું. જય વીતરાગ. Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા. - ટ્રસ્ટીમંડળઃ મહેસાણા ભીવંડી મુંબઈ મુંબઈ જયકુમાર બી. પરીખ સંપતરાજ એસ. મહેતા રમણલાલ ડી. શાહ ચેતનભાઈ એમ. ઝવેરી મુગટભાઈ સી. શાહ અશોકભાઈ આર. કાપડિયા અમિતભાઈ એસ. મહેતા મહેન્દ્રકુમાર એ. કોઠારી હીરાચંદ બી. વૈદ હુકમીચંદ એલ. વૈદ ભુપેન્દ્રકુમાર સી. શાહ મુંબઈ અમદાવાદ અમદાવાદ મદ્રાસ જયપુર સોલાપુર સૂરત Page #255 -------------------------------------------------------------------------- ________________ * શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ : ઉપલબ્ધ ગુજરાતી પુસ્તકો (સં. ૨૦૪૮) કિંમત ૧. સમરાદિત્ય મહાકથાઃ ભાગઃ ૧-૨-૩ (વાત) ૨. જૈને રામાયણ : ભાગઃ ૧-૨-૩ (વાત) ૩. ધમ્મ સરણે પવામિ : ભાગઃ ૧-૨-૩-૪ ૪. પ્રશમરતિ (સંપૂણ). ૫. પર્વપ્રવચનમાળા ૬. મારગ સાચા કૌન બતાવે ૭. શ્રાવક જીવન : ભાગ : ૧ ૮. પ્રીત કિયે દુઃખ હોય (વાત) ૯ શોધ-પ્રતિશોધ (વાત) ૧૦. પાંપણે બાંધ્યું પાણિયારું (વાતી) ૧૧. નીલ ગગનનાં પંખેરુ (વાત) ૧૨. વિચારપંખી ૧૩. વિજ્ઞાન-સેટ (૩ પુસ્તકો) ૧૪. તારા દુઃખને ખંખેરી નાખ ૧૫. સર્વજ્ઞ જેવા સૂરિદેવ (વાત) ૧૬. જૈનધર્મ ૧૭. દોસ્તી (વાત) ૧૮. વ્રત ધરે ભવ તરે (વાત) ૧૯. વાતદીપ (વાતી ૨૦. અંજના (વાત) ૨૧. રીસાયેલો રાજકુમાર (વાત) ૨૨. ન પ્રિયતે ૨૩. જિનદર્શન ૨૪. ફૂલપાંદડી (વાતો ૨૫. માંગલિક ૨૬. બાળકોની સુવાસ-સેટ ૨૭. જ્ઞાનસાર ૨૮. શ્રાવક જીવન ભાગ : ૨ ૨૯. શ્રાવક જીવન ભાગ : ૩ ૨૦૦-૦૦ ૧૩૦-૦૦ ૧૦૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૫૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૨૦૦ ૨૦-૦૦ ૨-૦૦ ૨૦૦ ૧૫-૦૦ ૧૫-૦૦ ૧પ-૦૦ ૧પ-૦૦ ૧૫-૦૦ ૧-00 ૧-00 ૧૦Qo ૧૦-૦૦ ૧૦-૦૦ ૮-૦ ૮-૦૦ ૬-૦૦ પ-00 પ00 પ00 Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના સ્થાયી સહયોગીઓ ૧. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ ૨. શ્રી જૈન શ્વે. મૂર્તિ. સંઘ એન્ડ ચેરીટીઝ ૩. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ ૪. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ ૫. શ્રી મહાવીર સ્વામી જૈન સંઘ ૬. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ ૭. શ્રી સુવિધિનાથ જૈન સંઘ ૮. શ્રી સુધર્માસ્વામી જૈન સંઘ ૯. શ્રી પ્રાણલાલ કાનજી દોશી ૧૦. પદ્માબેન ચીનુભાઈ શાહ (પાટણવાળા) ૧૧. માણેકલાલ વી. સવાણી ૧૨. ભરતકુમાર પાનાચંદ શાહ ૧૩. એક સગૃહસ્થ ૧૪. નિર્મળાબેન પ્રવીણચંદ્ર ઝવેરી ૧૫. લીલાધર પાસુ શાહ ૧૬. નટવરલાલ મનસુખલાલ શાહ ૧૭. મીઠુભાઈ માવજી શાહ ૧૮. મહાસુખલાલ લક્ષ્મીચંદ શેઠ ૧૯. જયંતિલાલ ધરમચંદ શાહ ૨૦. ગિરીશભાઈ ચંદુલાલ શાહ ૨૧. નયનાબેન ગિરીશભાઈ શાહ ૨૨. સવિતાબેન રમણલાલ ડી. શાહ ૨૩. અરવિંદભાઈ ભોગીલાલ શાહ ૨૪. પ્રવીણચંદ્ર પોપટલાલ શાહ (ચાણસ્માવાળા) ૨૫. જ્યંતિલાલ એચ. લોઢા ૨૬. નાગરદાસ કાનજી શાહ ૨૭. યંતિલાલ મોતીલાલ લાપસીયા ૨૮. શાંતિલાલ ચત્રભૂજ બાબરીયા ૨૯. શ્રી ઉમરશી ખીયશી પોલડીયા ૩૦. રતિલાલ જેઠાલાલ સલોત ૩૧. ચેતનભાઈ મહેન્દ્રભાઈ ઝવેરી ૩૨. કાન્તિલાલ એલ. વસા ૩૩. મુગટલાલ સી. શાહ ૩૪. રાજેશભાઈ પી. મોતા ૩૫. પદ્માબેન વસંતભાઈ શાહ ૩૬. પોપટલાલ બાદરચંદ શાહ મુંબઈ - ૩૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૭ ઈરલાબીજ મુંબઈ - ૫૬ ગાંધીનગર, બેંગલોર ૦૯ દાસપ્પાલેન, બેંગલોર ૫૩ આર. એસ. પૂરમ, કોઈમ્બતૂર તીરુપુર (T.N.) બુધવાર પેઠ, પૂના ગોવાલિયા ટેંક, મુંબઈ - ૩૬ ગોવાલિયા ટેંક, મુંબઈ - ૩૬ મુંબઈ - ૨૨ સાયન, સાયન, મુંબઈ - ૨૨ સાયન, મુંબઈ - ૨૨ સાયન, માટુંગા, મુંબઈ - ૨૨ મુંબઈ - ૧૯ માટુંગા, મુંબઈ - ૧૯ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (ઇસ્ટ), મુંબઈ - ૫૬ પાર્લા (વેસ્ટ), મુંબઈ - ૫૭ ભાયખલા, મુંબઈ - ૨૭ મુલુંડ, જુ. મુંબઈ - ૫૬ જુહુ, મુંબઈ - ૫૬ અંધેરી (વેસ્ટ), મુંબઈ - ૫૮ વાલકેશ્વર, મુંબઈ - ૬ મુંબઈ - ૮૬ મુંબઈ - ૮૬ મુંબઈ - ૫૪ મુંબઈ - ૮૬ ઘાટકોપર, ઘાટકોપર, સાન્તાક્રૂઝ, ઘાટકોપર મુંબઈ - ૮૦ મુંબઈ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૩૭. અમિતભાઈ સારાભાઈ મહેતા ૩૮. અશોકભાઈ રતિલાલ કાપડિયા ૩૯. મયાભાઈ મણીલાલ કાપડિયા ૪૦. ધીરજલાલ હાલાણી ૪૧. રાજેન્દ્રભાઈ કે. શાહ ૪૨. ગંગાબેન બાલાભાઈ ઝવેરી ૪૩. આણંદજી નાનજી દેઢીયા ૪૪. રતનબાઈ આણંદજી દેઢીયા ૪૫. ચંદુલાલ અંબાલાલ શાહ ૪૬. મણીલાલ મગનલાલ શાહ ૪૭. રામચંદ સવરાજભાઈ ૪૮. મંજુલાબેન ૨મણીકલાલ જોગાણી, ૪૯. અરવિંદભાઈ રતિલાલ શાહ ૫૦. કલાવતીબેન રસિકલાલ વોરા ૫૧. હર્ષદભાઈ અમૃતલાલ શાહ ૫૨. વિદ્યાબેન સરદારમલ નાહર પ૩. શકરચંદ નાથાલાલ શાહ (સૂરજવાળા) ૫૪. રસિકલાલ વિઠ્ઠલદાસ શાહ (ચાણસ્માવાળા) પપ. દિલીપ વ્રજલાલ શાહ (ચાણસ્માવાળા) ૫૬. જગજીવનદાસ ન્યાલચંદ શાહ (ચાણસ્માવાળા) ૫૭. વિનેશ ઈન્ડસ્ટ્રીઝ : રવિભાઈ દોશી ૫૮. હંસાબેન મૂળજીભાઈ શાહ ૫૯. ઝવેરબેન જેઠુભાઈ મોમાયા ૬૦, વ્રજલાલ રતનચંદ શાહ ૬૧. પદ્માબેન શશિકાન્ત પારેખ ૬૨. સંઘવી જે. વીરચંદ એન્ડ સન્સ ૬૩. ભરતભાઈ હીરાલાલ શાહ ૬૪. પુનમચંદ શિવલાલ શાહ ૬૫. રમાબેન વસંતભાઈ શાહ ૬૬. પોપટલાલ ચત્રભૂજ બાબરીયા ૬૭. સુભાષભાઈ ભાયચંદ શાહ ૬૮. સર્વોદય કમર્શિયલ બેંક લિ. ૬૯. બાબુલાલ મણીલાલ શ્રોફ ૭૦. રઈબેન શાન્તિલાલ ગો. વકીલ ૭૧. શા કેશવજી ખીમજી ગાલા (દેશલપુરવાળા) ૭૨. શ્રી દેવેન્દ્રભાઈ રતિલાલ વોરા ૭૩. શ્રી હસમુખભાઈ રતિલાલ વોરા મસાટ વાલકેશ્વર અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ બિદડા-કચ્છ બિદડા-કચ્છ વડાવલી ચવેલી ધાનેરા સૂરત સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા વાપી વાપી સૂરત સૂરત ભીવંડી ભીવંડી મદ્રાસ મદ્રાસ તિરુપુર (T.N.) પૂના પૂના પૂના સેલવાસ સોલાપુર સોલાપુર શ્રીરામપુર ઈસ્લામપુર મહેસાણા મહેસાણા મહેસાણા કોરેગામ ભાવનગર મુંબઈ Page #258 -------------------------------------------------------------------------- ________________ Page #259 -------------------------------------------------------------------------- ________________ कचंद महेता निमि काशन ट्रस्व |ી | સર્જનનાં ‘માઈલસ્ટોન [ઉપલબ્ધ સાહિત્ય] • ધુમ્મ સરણે પવન્જામિ (ભાગ : ૧-૨-૩-૪) • પ્રશમરતિ (સંપૂર્ણ) • જૈન રામાયણ | (ભાગ ૧-૨-૩) • પર્વ પ્રવચનમાળા મારગ સાચા કૌન બતાવે © પ્રીતિ કિયે દુ:ખ હોય. • પાંપણે બાંધ્યું પાણિયારું • નીલ ગગનનાં પંખેરું • વિજ્ઞાન સેટ (૩ પુસ્તકો) "તારા દુ:ખને ખંખેરી નાંખ @ સર્વજ્ઞ જેવા સૂરિદેવ © વિચારપંખી જૈનધર્મ દોસ્તી © શ્રદ્ધાની સરગમ © વાદીપ © અંજના ન ખ્રિયતે • રીસાયેલો રાજકુમાર જિન દર્શન કુલપાંદડી o માંગલિક o સુવાસ સેટ (૩ પુસ્તકો) © પ્રાર્થના ગુણવૈભવ © વ્રત ધરે ભવ તરે © શ્રાવક જીવન (૧-૨-૩-૪) જ્ઞાનસાર • સમરાદિત્ય મહાકથા (ભાગ ૧-૨-૩) © શોધ પ્રતિશોધ • શાંત સુધારસ • સંયમ સાધના • JAIN RAMAYAN 1-2-3 THE WAY OF LIFE 1-2-3-4 GUIDELINES OF JAINISM A CODE OF CONDUCT • TREASURE OF MIND SCIENCE SET (3 BOOKS) (ATMA-KARMA-DHARMA) BURY YOUR WORRY 13 MINI BOOKLETS RISING SUN • STORY STORY © ૩રિહંત (હિન્દી માસિક પુત્ર) • अन्य हिन्दी साहित्य For Private & Personal use ons www.jamendral . Page #260 -------------------------------------------------------------------------- ________________ 1451% HEIM