________________
પ્રવચન ૮૨
૧૧૭ આ રીતે કોઈ એક ધર્મનું આકર્ષણ પેદા થાય તો પણ “કાંક્ષા દોષ લાગે છે. જેમ કે બુદ્ધ ભગવાને ભિક્ષુઓ માટે સરળ અને સુખદાયી ધર્મ બતાવ્યો છે. “મૃદુ શધ્યામાં શયન કરવું. સવારે ઊઠતાં જ પેય લેવું, મધ્યાહન ભોજન લેવું, અપરાહનમાં પેય લેવું અને મધ્યરાત્રિએ દ્રાક્ષ. સાકર લેવાં! આ રીતે કષ્ટ પામ્યા સિવાય મોક્ષ પામવાનો!” આ ધર્મ પસંદ આવ્યો તો ‘કાંક્ષા’ નામનો દોષ અતિચાર લાગી જાય છે. જિનભાષિત વચનોમાં અવિશ્વાસ થઈ જાય છે.
જિનભાષિત મોક્ષમાર્ગ કઠોર છે, કષ્ટમય છે, જ્યારે બૌદ્ધ ધર્મ સરળ અને સુખમય છે...સારો છે. આવો વિચાર સમ્યક્તને દૂષિત કરી દે છે. એટલા માટે બીજા ધર્મોનું શ્રવણ-અધ્યયન સાવધાનીથી કરવું. ગુણદોષોનું પર્યાપ્ત પર્યાલોચન કરવાની ક્ષમતા હોય તો જ કરવું. ત્રીજો અતિચાર છે વિચિકિત્સા :
ધર્મઆરાધનાના ફળના વિષયમાં સંદેહ થવો એ વિચિકિત્સા છે. ‘હું કઠોર દુષ્કર તપશ્ચર્યા કરું છું પરંતુ પરલોકમાં એનું ફળ મળશે? શું મને સ્વર્ગનાં સુખ મળશે કે નહીં? મેં જ્ઞાની પુરુષો પાસેથી સાંભળ્યું તો છે પરંતુ આ વાત સાચી હશે? પહેલાંના યુગમાં મનુષ્યોનાં ધૃતિબલ, સંઘયણબળ વગેરે ઉચ્ચ કોટિના હતાં એટલા માટે તો તપશ્ચય આદિ ધર્મસાધનાનું ફળ મળતું હતું. આપણાં ધૃતિબલ, સંઘયણબળ નિર્બળ છે, નિમ્નકોટિનાં છે, તો પછી આપણને સાધનાનું ફળ કેવી રીતે મળશે?” આ છે વિચિકિત્સા, એનાથી સમ્યકત્વ દૂષિત થાય છે.
વિચિકિત્સાનો બીજો અર્થ પણ શાસ્ત્રમાં બતાવ્યો છે. વિચિકિત્સા એટલે નિંદા, સદાચારોની નિંદા, સાધુઓની નિંદા, જેમ કે “આ સાધુ સ્નાન નથી કરતા એટલે એમનું શરીર કેટલું મલિન અને દુર્ગંધમય છે? તેઓ સ્નાન શા માટે નથી કરતા? પ્રાસુક-અચિત જળથી સ્નાન કરે તો શું દોષ લાગે ? સ્વચ્છ તો રહેવું જ જોઈએ ને? આ વિચિકિત્સા છે. ચોથો અતિચાર છે અન્ય ધર્મોની પ્રશંસા
બીજા ધર્મોના આચાર્યોને રાજ્યસન્માન મળતું જોઈને એમના પ્રત્યે આકર્ષિત થઈને વિચારીએ કે : “અહો, આ બૌદ્ધ આચાર્ય...આ વૈદિક આચાર્ય કેવા રાજ્યપૂજય છે! કેવા સવજનમાન્ય છે?' આ પ્રકારની પ્રશંસા કરતા રહીએ તો સમકિત દ્રષ્ટિ જીવ પોતાના સમ્યત્વને દૂષિત કરે છે. જો તમે સમકિત દ્રષ્ટિ છો, તો તમારે સ્થિર ચિત્તે વિચારવું પડશે. બીજા ધર્મોનો બાહ્યાડંબર જોઈને પ્રભાવિત થવાનું નથી. નહીંતર તમારું સમ્યક્ત સંકટમાં પડી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org