________________
પ્રવચન ૭૨
માન-અભિમાનનો પાંચમો વિપાક છે - ધર્મ નહીં, ધન નહીં અને ભોગસુખ નહીં જિંદગીમાં બાકી શું રહ્યું ? નમ્ર, વિનયી અને મધુરભાષી માણસ જ ધર્મ આચરવાની યોગ્યતા ધારણ કરે છે. ધનોપાર્જનમાં પણ પ્રાયઃ સફળતા મળે છે અને ભોગસુખ પણ પ્રાપ્ત થાય છે.
એટલા માટે ગ્રંથકાર કહે છે કે વિનીત, વિનમ્ર અને મધુરભાષી બનો. એથી તમે અને તમારું જ્ઞાન અન્યના ર્દયમાં સ્થાન પામી શકશે. અન્ય લોકોના દ્ધયમાં જ્ઞાન અને જ્ઞાની માટે અનોખું સ્થાન મળી જશે. તમારી પવિત્ર ધર્મક્રિયાઓનું ગૌરવ વધશે, અને તમારી નમ્રતા સાચા અર્થમાં તમને ધાર્મિક બનાવી દેશે.
માન-કષાયનો વિપાક બતાવીને હવે માયા-કષાયનો વિપાક બતાવું છું. માયાના કટુ વિપાક : शाठ्यात् प्रत्ययहानि :
માયા-કપટથી વિશ્વાસનો ભંગ થાય છે - આ માયાનો પ્રથમ વિપાક છે. જો તમે માયા કરતા રહેશો તો કોઈ તમારો વિશ્વાસ નહીં કરે. લોકો તમને શંકાશીલ નજરથી જોશે. તમારો પરિવાર, મિત્રો, સ્નેહી-સ્વજનો.... કોઈ પણ તમારી ઉપર વિશ્વાસ કરવા તૈયાર નહીં થાય.
માયા વિશ્વાસઘાત કરાવે છે. સાપ ભલેને શાન્ત રીતે સૂઈ રહ્યો હોય, પણ કોઈ એનો વિશ્વાસ નથી કરતું. જેમ સાપે આખા વિશ્વનો, સમસ્ત માનવજાતનો વિશ્વાસ ખોઈ દીધો છે, એનો કોઈ ભરોસો નથી કરતું, એ જ રીતે માયાવી-કપટી વ્યક્તિ પણ સમાજ માટે અવિશ્વસનીય બની જાય છે.
માયા-કપટ કરીને, છેતરપીંડી કરીને મનુષ્ય પોતાના વ્યક્તિત્વને નીચે ઉતારે છે. મનુષ્યની પ્રતિષ્ઠા પર દાગ લાગી જાય છે. ભલે ને તમે બે-ત્રણ વાર જ માયા કરી હશે, છળ કર્યું હશે, અને એ દ્વારા ધન-સંપત્તિ કમાઈ લીધી હશે, તમારો કોઈ સ્વાર્થ સિદ્ધ કરી લીધો હશે, પરંતુ તમારું કરતૂત જગત સામે આવી ગયું તો પછી દુનિયા તમને બેઈમાન માનશે. પછી ભલેને તમે છળ-કપટ છોડી દો, પરંતુ વિકત બની ચૂકેલા તમારા વ્યક્તિત્વને સુધારવું-બદલવું કપરું થઈ પડશે. લોકો વિચારશે - "ભલે આ અત્યારે સરળ દેખાતો હોય, પરંતુ તેની સરળતામાં દંભ છપાયેલો છે. સરળતાનો દેખાવ કરીને, દુનિયાના ભોળા માણસોને વિશ્વાસમાં લઈને તે એક દિવસ સૌને દગો દેશે. એનો કપટી સ્વભાવ સુધરવાનો નથી. એ તો “સો ઉંદરો મારીને બિલાડી પાટે બેઠી'... વગેરે.” આવા અનેક વિચારો તમારા માટે લોકોમાં ફેલાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org