________________
૧૧૦
કે નહીં.’
હવે આ પાંચે લક્ષણો ઉપર વિવેચન કરીશ.
આ પાંચ ગુણોને આત્મસાત્ કરી લો, ‘સમ્યગ્ દર્શન' કદી ય જશે નહીં. અતિપુષ્ટ બની જશે. દૃઢ બની જશે. આત્મામાં સમ્યગ્ દર્શન ગુણ પ્રગટ થતાં સર્વ પ્રથમ ‘આસ્તિક્ય’ ગુણ પ્રગટ થાય છે. પછી અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમગુણ પ્રગટ થાય છે.
આસ્તિક્સ :
પહેલો ગુણ છે આસ્તિક્યનો, એનો વ્યુત્પત્તિ-અર્થ આ પ્રકારે છે : મસ્તીતિ મતિરચેત્યાન્તિનઃ તસ્યમાવઃ આસ્તિયમ્ । ‘છે ='અસ્તિ' એવી જેની બુદ્ધિ હોય છે, એ આસ્તિક કહેવાય છેઃ આસ્તિકના ભાવને ‘આસ્તિક્ય કહેવાય છે તે છે ? જ્યારે જીવ માને કે ઃ
શુ
આત્મા છે,
- આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, - આત્મા ભોક્તા છે,
- નિર્વાણ છે,
-
શ્રાવક જીવન : ભાગ ૪
નિર્વાણનો ઉપાય છે.
આ છ વાતોના અસ્તિત્વને માનવું એ આસ્તિક્ય છે. ‘જે રીતે સર્વજ્ઞ-વીતરાગ પરમાત્માએ આ ૬ વાતો બતાવી છે એ રીતે જ હું માનું છું.’ - આ શ્રદ્ધા-આસ્તિક્ય છે; એટલા માટે આ છ વાતોને સારી રીતે સમજી લેવાની છે.
૧. આત્મા છે, કેવી રીતે માનવું કે આત્મા છે ? આત્માનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ કરવામાં આવ્યું છે ? આત્માને સિદ્ધ કરનારાં કયાં કયાં પ્રમાણો છે ? ૨. આત્મા નિત્ય છે ઠીક છે, આત્મા અનિત્ય કેમ નથી ? શું આત્મા નિત્ય જ છે ? યા નિત્યાનિત્ય છે ? કઈ અપેક્ષાએ નિત્ય છે અને કઈ અપેક્ષાએ અનિત્ય છે ? એકાન્તતઃ નિત્ય માનવામાં કયા તર્કો રોકે છે ? એકાન્તતઃ અનિત્ય માનવામાં કયા તર્કો રોકે છે ?
૩. આત્મા કર્તા છે. કયા આત્મામાં કતૃત્વ હોય છે ? શુદ્ધ આત્મામાં યા અશુદ્ઘ આત્મામાં ? કેવો આત્મા કર્મબંધન કરે છે ? કેવી રીતે કરે છે ? શુદ્ધ આત્માનું કર્તૃત્વ કેવા પ્રકારનું હોય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org