________________
૨૩ર
શ્રાવક જીવન: ભાગ ૪ અરુચિ, કાનપીડા, ચળ, જલોદર અને કુષ્ઠ. આ રોગોથી નંદ અતિ પરેશાન થઈ ગયો. એની ચિકિત્સા કરવા ઘોષણા કરવામાં આવી. કેટલાક મોટામોટા વૈદ્યોએ એની ચિકિત્સા કરી - અનેક પ્રકારનાં ઔષધોથી રોગો મટાડવા પ્રયત્નો કર્યાપરંતુ નંદ ન બચ્યો. આર્તધ્યાનમાં એનું મૃત્યુ થઈ ગયું. નંદનું મન સદૈવ એની પુષ્કરિણીવાવડીમાં રહેતું હતું. એટલા માટે મરીને તે તેની વાવડીમાં દેડકો બન્યો.”
આ વાત ભગવાન મહાવીર સ્વયં સંભળાવે છે. ગૌતમ સ્વામી વગેરે સાંભળી રહ્યા છે. અને એ તેજસ્વી દેવ પણ ત્યાં બેસીને સાંભળતો હતો. ભગવાને યથાર્થ વાત બતાવી છે. - મનુષ્યનું મન વારંવાર જ્યાં જાય છે તેવું જ પ્રાયઃ આયુષ્યકર્મ બાંધી લે છે. તમારું મન વારંવાર ક્યાં જાય છે તે વિચારજો. જે તે પાપી વિચારોમાં જતું હોય તો સાવધાન બનવાનું છે.
- પહેલાંના જમાનામાં લોકો ઘરમાં - જમીનમાં સોનું-ચાંદી દાટી દેતા હતા. જેનું મન વારંવાર ત્યાં જાય છે તે મરીને તે ભંડાર-નિધાનની પાસે સપનો જન્મ પામે છે અથવા ઉંદર બને છે.
- જેનું મન પાળેલાં ગાય, ભેંસ, ઘોડા યા કૂતરામાં વારંવાર જાય છે, એનું આયુષ્યકર્મ તિર્યંચયોનિનું બંધાઈ જાય છે. સંભવ છે કે તેનો જન્મ ગાય, ભેંસના રૂપમાં થઈ જાય છે.
એટલા માટે સંસારની વાતોમાં રસ રાખવાનો નથી. નંદ મણિકારને પોતાની વાવડીથી સ્નેહ બંધાયો હતો...એટલા માટે તે મરીને એ જ વાવડીમાં દેડકો બન્યો.
એક રૂપસેન નામનો શ્રેષ્ઠીપુત્ર, રાજકુમારીના પ્રેમમાં પડ્યો. તેના દિલદિમાગમાં રાજકુમારી છવાઈ ગઈ હતી. એ રાજકુમારીની પાસે જવા નીકળ્યો અને માર્ગમાં તેનું મૃત્યુ થઈ ગયું. મરીને તે રાજકુમારીના પેટમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો હતો! રાજકુમારી કુંવારી હતી. એટલા માટે તેણે ગર્ભપાત કરાવી દીધો. પછીથી એના અનેક ભવ પશુયોનિમાં થયા હતા.
ભગવાને કહ્યું “નંદ વાવડીમાં દેડકારૂપે હતો. લોકો વાવડી ઉપર આવતા અને નંદ મણિકારની પ્રશંસા કરતા. વારંવાર પોતાના પૂર્વજન્મનું નામ સાંભળીને એ દેડકાને પોતાનો પૂર્વભવ યાદ આવી ગયો. પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ તેના મનમાં ઘોર પશ્ચાત્તાપ થવા લાગ્યો. પોતે શા માટે દેડકો બન્યો એનું કારણ તે સમજી ગયો.
“મેં શ્રાવકધર્મ પાળવામાં અધીરતા કરી હતી. હું શિથિલ બની ગયો હતો. એટલા માટે આ જળચર જીવનો અવતાર મળ્યો.” એણે પોતાના મનમાં સંયમપાલન કરવાનો સંકલ્પ કર્યો અને પોતાની હિંસક પ્રવૃત્તિ બંધ કરી દીધી. પાણીના નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org