________________
શ્રાવક જીવન : ભાગ ૪
સંસારની આ વાસ્તવિકતા છે. વિવેકશૂન્ય, વિચારશૂન્ય અને વૈરાગ્યશૂન્ય જીવાત્મા સ્વયં દુઃખ-ત્રાસ અને વેદનાનો શિકાર બની જાય છે, અને તેમના પરિચયમાં આવનાર જીવો પણ એ રીતે જ દુઃખ-ત્રાસથી ઘેરાઈ જાય છે. પાગલ કૂતરાની જેમ ઉછળતા એ રાગદ્વેષ આત્માને કરડી-કરડીને લોહીલુહાણ કરી નાખે છે. બેહોશ જીવને કદાચ આજે એ વેદનાની અનુભૂતિ ન પણ થાય, પરંતુ જ્યારે ઇન્દ્રિયોનો ઉન્માદ ઊતરી જાય છે, ઇન્દ્રિયો શક્તિહીન બને છે, કંઈક વિવેકદૃષ્ટિ ખૂલે છે ત્યારે એ વેદનાઓ, એ દાહ જીવાત્માને ઘોર વેદના ઉપજાવે છે.
૩૦
સંસારમાં આ ત્રણે વાતોની બોલબાલા છે. સમગ્ર જીવસૃષ્ટિ ઉપર આ ત્રણ વાતો છવાઈ ગઈ છે - અવિવેક, ઉન્મત્તતા અને રાગાન્ધતા. આવા સંસાર પ્રત્યે રાગ થઈ જ કેવી રીતે શકે ? આવા સંસારમાં આસક્તિ જાગે જ કેવી રીતે ? ઉપરથી મીઠો, સુંદર અને સોહામણો લાગતો સંસાર અંદરથી કડવો, કુરૂપ અને ડરામણો છે. અવિવેક એની કટુતા છે, ઉન્મત્તતા એની કુરૂપતા છે અને રાગાન્ધતા એની ડરામણી સુરત છે.
જે પ્રજ્ઞાવંત પુરુષને સંસારની આ ડરામણી વાસ્તવિકતાનું જ્ઞાન હશે તેને વૈરાગ્ય સહજતાથી પેદા થશે જ. તેના આત્માના પ્રદેશ-પ્રદેશ પર વૈરાગ્યના રત્નદીપ ઝળહળશે જ. તેના રોમેરોમ વૈરાગ્યનાં ફૂલ ખીલશે જ. વૈરાગ્યરસના કટોરા ભરીભરીને પીવા માટે સંસારની આ ત્રણ વાતોનો ત્યાગ કરવો જ પડશે. વૈરાગ્ય માર્ગ પર વિજય મેળવવાનો છે :
ભવ-સંસા૨ની નિર્ગુણતાનું અસારતાનું ચિંતન કરીને વૈરાગ્ય માર્ગ પર વિજય મેળવવાનો છે. આમ તો આ કામ સરળ નથી. તમારે માટે તો સરળ નથી જ. અમારા સાધુ-સાધ્વીઓ માટે પણ સરળ નથી. કારણ કે આ માર્ગમાં ચાર શત્રુઓ મોટા અવરોધક છે ઃ
૧. ઇન્દ્રિયોની પરવશતા,
૨. કષાયોની ઉદ્વિગ્નતા,
૩. ગારવોની રસિકતા અને
૪. પરીષહ સહન કરવાની કાયરતા.
વૈરાગ્યભાવ ઉપર વિજય પામવો એટલે કે આત્માના દરેક પ્રદેશમાં વૈરાગ્યભાવને સ્થાપિત કરવો ખૂબ મુશ્કેલ છે. ખૂબ કપરું કામ છે. ઇન્દ્રિયોને જીતવા જઈએ છીએ તો કષાય પ્રબળ થઈ જાય છે, અને કષાયોને કચડીએ છીએ તો ગારવ ગળું પકડે છે. ત્રણ ગારવો સાથે મુકાબલો કરીએ છીએ તો પરીષહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org