________________
૭૮
-
શ્રાવક જીવન : ભાગ ૪
બ્રહ્મચર્યનો ભંગ થવાનો ભય રહે છે....શરીરને ય નુકસાન થાય છે. હું સ્નાન નહીં કરું, વિલેપન નહીં કરું. વિવિધ સાજસજ્જા નહીં કરું. ચિત્ત સ્નાનાદિમાં લાગવાથી સ્વાધ્યાયાદિ છૂટી જાય છે એનાથી મનમાં અબ્રહ્મના, મૈથુનના વિચારો પ્રવેશી જાય છે. એટલા માટે હું સ્નાનાદિ કરીશ નહીં. હું રાગ-અનુરાગથી સ્ત્રીને જોઈશ નહીં, સ્પૃહાથી એનાં અંગ-ઉપાંગો જોઈશ નહીં, એ જોવાથી બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય છે - બ્રહ્મચર્યવ્રતને ધક્કો લાગે છે.
– હું સ્ત્રીઓનો પરિચય રાખીશ નહીં. જ્યાં સ્ત્રી હશે, એ સ્થાનમાં હું નહીં રહું. જે જગાએ સ્ત્રી બેઠી હશે એ જગાએ બે ઘડી સુધી બેસીશ નહીં. એ સ્ત્રીએ જે આસનાદિનો ઉપયોગ કર્યો હશે તેનો હું ઉપયોગ કરીશ નહીં.
હું અપ્રશસ્ત સ્ત્રીકથા નહીં કરું. એટલે કે નિરર્થક સ્ત્રીની શૃંગાર-કથા નહીં કરું. સ્ત્રી-કથા કરવાથી મનમાં કામવિકાર જાગે છે.
પાંચમા મહાવ્રતની ભાવનાઓ :
હું સારા યા ખરાબ શબ્દોમાં આસક્તિ યા દ્વેષ નહીં કરું.
હું સારા યા ખરાબ રૂપમાં આસક્તિ યા દ્વેષ નહીં કરું.
હું સારા યા ખરાબ રસમાં રાગ યા દ્વેષ નહીં કરું.
હું સારી યા ખરાબ ગંધમાં રાગ યા દ્વેષ નહીં કરું.
હું સારા યા ખરાબ સ્પર્શમાં રાગ યા દ્વેષ નહીં કરું.
પંડિત પુરુષ જિતેન્દ્રિય હોય છે. સર્વ પાપોથી - બાહ્ય આત્યંતર પરિગ્રહથી મુક્ત હોય છે. શબ્દ, રૂપ આદિમાં રાગદ્વેષ કરવાથી પાંચ મહાવ્રતોની વિરાધના થાય છે. એટલા માટે હું એ વિષયોમાં રાગદ્વેષ નહીં કરું. આ રીતે પાંચ મહાવ્રતોનું દૃઢતાથી પાલન કરીશ.
દશવિધ ધર્મ :
-
જે રીતે મહાવ્રતોનું પાલન કરીશ, એ રીતે જ હું દશ પ્રકારના સાધુધર્મનું પણ પાલન કરીશ. હું ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સંયમ, ત્યાગ, સત્ય, બ્રહ્મચર્ય અને અકિંચનતાનું સાચા સ્વરૂપમાં પાલન કરીશ.
કોઈ મને ગાળ દેશે, કોઈ મારું અપમાન ક૨શે, કોઈ મારા ઉપર પ્રહાર કરશે, તો હું સમતાભાવથી સહન કરીશ. હું ગાળ દેનાર પ્રત્યે, અપમાન કરનાર પ્રત્યે અને પ્રહાર કરનાર પ્રત્યે પણ કરુણાદૃષ્ટિથી જોઈશ. તેના તરફ રોષ, ગુસ્સો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org