________________
૭૭
પ્રવચન ૭૯
માટે હું સમજી – વિચારીને બોલીશ. - પરમાત્માએ કહ્યું છે જે ક્રોધ, લોભ અને ભયનો પરિહાર કરે છે તે મુનિ છે. એવા મુનિઓ મોક્ષની સમીપ રહે છે. મોક્ષમાર્ગ પર ચાલતાં તેઓ મૃષાવાદનો ત્યાગ કરે છે. હું ક્રોધથી મુક્ત થઈને મૃષાવાદનો ત્યાગ કરીશ. લોભથી અભિભૂત ચિત્તવાળો મનુષ્ય અત્યંત અર્થકાંક્ષાથી તેમજ ખોટું વર્ણન કરીને અસત્ય બોલે છે. એટલા માટે સત્યવ્રતી શ્રમણે લોભ ન કરવો જોઈએ.
હું લોભનો ત્યાગ કરીશ. - પોતાના પ્રાણ, ધન ઇત્યાદિની રક્ષા-સુરક્ષાની બીકે કોઈ કોઈ વાર માણસ સાચું
બોલતો નથી. હું નિર્ભય રહીશ, નિર્ભયતાને આત્મસાત્ કરીશ, જેથી અસત્ય વચનથી બચી શકું. ત્રીજા મહાવ્રતની ભાવનાઓ :
ઈન્દ્ર, રાજા, ઘરના માલિક, શય્યાતર, સાધર્મિક વગેરેની રજા લઈને એટલે કે એમના અવગ્રહની યાચના કરીને એમની જગામાં રહીશ, કારણ કે અવગ્રહની યાચના કરવી એ જિનાજ્ઞા છે. હું જિનાજ્ઞાનું પાલન કરીશ. – જગાના માલિકને પૂછીને જ જે કંઈ લેવાનું હશે તે લઈશ, શય્યાતરની આજ્ઞા
વગર એક તણખલું ય નહીં લઉં. - જગાના માલિકે જગા આપી હોય છતાં ય વારંવાર એની અનુજ્ઞા માગતા રહેવું
જોઈએ. પાણી વગેરે ફેંકવાની જગા, પાદપ્રક્ષાલન કરવાની જગા...વગેરે પૂછીને જ એ જગાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી જગાના માલિકને દુઃખ ન થાય, રોષ ન થાય. હું એવો જ વતવ કરીશ. – આગમોક્ત વિધિ અનુસાર આહાર-પાણી લઈશ, ગુરુને બતાવીશ, આલોચન
કરીશ, ગુરુ યા વડીલની અનુજ્ઞા લઈને એકલા યા માંડલી (સમૂહ)માં આહાર
પાણી કરીશ. જો આ રીતે ન કરીએ તો “ગુરુ અદત્ત’ નામે દોષ લાગે છે. – જે સ્થાનમાં - જે ગામમાં - નગરમાં, બીજા સાધુ રહ્યા હોય, અને તે ગામમાં
યા તે સ્થળે રહેવું પડે તો પહેલેથી ત્યાં રહેલા સાધુઓની આજ્ઞા ગ્રહણ કરીશ,
અન્યથા ચોરીનો દોષ લાગે છે. ચોથા મહાવ્રતની ભાવનાઓ: - હું સ્નિગ્ધ અને મધુર આહાર નહીં કરું. અતિ વધારે ભોજન પણ નહીં કરું. તીર્થકરોએ કહ્યું છે કે સ્નિગ્ધ અને મધુર આહાર (વધારે ઘી, દૂધ, દહીં, મિઠાઈ આદિ)થી મનમાં વિકાર પેદા થાય છે. વાસનાઓ ઉદ્દીપ્ત થાય છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org