________________
પ્રવચન ૭૯
યા નારાજગી નહીં રાખું - સહન કરવાની અને ક્ષમા કરવાની શક્તિને વધારતો રહીશ.
૧૯
હું માન કષાય ઉપર વિજય પ્રાપ્ત કરીશ; મારા મનોભાવોને મૃદુ બનાવીશ; હૃદયને કોમળ, મુલાયમ બનાવીશ. હું સમજું છું કે માન-અભિમાન હૃદયને કઠોર બનાવે છે. કઠોર હૃદયમાં સદ્ગુણોનાં બી અંકુરિત નથી થતાં. એટલા માટે હું નમ્રતાને યથાવત્ રાખવાને માટે પ્રયત્નશીલ રહીશ, નમ્રતાને યથાવત્ રાખવા હું સદૈવ મારા દોષોને જોતો રહીશ, બીજા માણસોના ગુણો જોતો રહીશ. હું જાણું છું કે મારા હૃદયમાં અનંતદોષ ભર્યા પડ્યા છે. હું કઈ વાત ઉપર અભિમાન કરું ?
હું સરળ બનતો રહીશ. બાળકો જેવી સરળતા મને પસંદ છે. સ૨ળતાને હું મહાન ધર્મ સમજું છું. બાળક કેટલું સરળ હોય છે ? એ જે કંઈ કરે છે તે માને કહી દે છે. એ જ રીતે હું ગુરુદેવની સમક્ષ બાળક બનીને મારા મન-વચનકાયાના નાનામોટા દોષ કહી દઈશ. કોઈ પણ પાપને મારી અંદર છુપાવી નહીં રાખું, સરળતાથી હું મારા ચિત્તની પ્રસન્નતા ટકાવી રાખીશ. પાપોથી બચતો રહીશ.
હું સમજું છું કે લોભ અને તૃષ્ણા આત્માને ગંદો અને અપવિત્ર બનાવી દે છે. એટલા માટે હું લોભ-તૃષ્ણાનો ત્યાગ કરીશ, હું પવિત્ર બનીશ, આંતરિક પવિત્રતા-વિશુદ્ધિ પ્રાપ્ત કરવાનો મારો નિશ્ચય હશે, આંતરિક વિશુદ્ધિ જ મારો શૌચ ધર્મ હશે.
હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરત બનીશ; પાંચ ઇન્દ્રિયોનો નિરોધ કરીશ; ચાર કષાયોને ઉપશાંત કરીશ અને મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકીશ; એ જ મારો સંયમ હશે. હું દૃઢતાપૂર્વક સંયમધર્મનું પાલન કરતો રહીશ.
હું કોઈ પણ જીવને મરણાન્તક કષ્ટ નહીં આપું. કોઈ પણ જીવને બંધનમાં નહીં નાખું. જીવો સાથે દયાપૂર્ણ વ્યવહાર કરીશ અને સંયમી સાધુપુરુષોને ભોજન, વસ્ત્ર આદિ આપીશ. સાધુ સાધુનો સાધર્મિક ગણાય છે. હું મારા બધા સાધર્મિક સાધુઓ પ્રત્યે સારો, ઉચિત વ્યવહાર કરીશ.
જે સ્વ અને પરને માટે હિતકારી હશે એ જ બોલીશ. કેટલીક એવી વાતો હશે કે જે મારા માટે હિતકારી હશે પરંતુ બીજાં માટે અહિતકારી હશે, એવી વાતો હું નહીં કરું. વિસંવાદી વાતો નહીં કરું, અસત્ય નહીં બોલું. સત્યનિષ્ઠાને હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org