________________
૮૪
નહીં કરું.
કાયાને પ્રયત્નપૂર્વક સ્થિર કરવા પ્રયત્ન કરીશ. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના વિષયમાં જતી ઇન્દ્રિયોને રોકીશ.
· જે રીતે ઇન્દ્રિયોની સંલીનતાને તપ કહ્યું છે, એ રીતે મનની સંલીનતાને પણ તપ કહ્યું છે. હું મનને આર્તધ્યાન તેમજ રૌદ્રધ્યાનથી મુક્ત કરવા પ્રયત્ન કરીશ, જાગ્રત રહીશ. જ્યારે જ્યારે મનમાં ક્રોધ, માન, માયા, લોભ ઊઠે તે વખતે મન સંલીન રહી નથી શકતું...ઉદ્વિગ્ન થાય છે, સંતપ્ત રહે છે; એટલા માટે હું કષાયોના ઉદયને જ રોકીશ. હું મારા મનને જ્ઞાનોપાસનામાં, ધ્યાન સાધનામાં અને ચારિત્રની બીજી ક્રિયાઓમાં જોડી રાખીશ. આટલું કરવા છતાં પણ પ્રમાદ યા અસાવધાનીથી કોઈ કોઈ વાર કષાયો મનમાં આવી જશે, તો તેમને ઉપશાંત કરવાનો ઉપાય શોધીશ.
શ્રાવક જીવન : ભાગ ૪
જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે મુનિજીવન જીવનારાઓને આ છ પ્રકારના તપનો આદર કરવાનો હોય છે. તપશ્ચર્યાથી જ કર્મોની નિર્જરા થાય છે. કર્મોની નિર્જરા કરીને આત્મશુદ્ધિ કરવાની ચાહના રાખનારા મુનિએ બાહ્ય તપ અવશ્ય કરવું પડે છે. હું અવશ્ય બાહ્ય તપ કરીશ. હું છ પ્રકારનાં આભ્યન્તર તપ પણ કરીશ.
-
જેનાથી આપણું ચિત્ત શુદ્ધ થાય તેને પ્રાયશ્ચિત્ત કહે છે. હું ગુરુચરણોમાં બેસીને વિનયપૂર્વક મારાં પાપોને પ્રકટ કરીશ, અતિચાર નિવેદન કરીશ અને ગુરુદેવ જે કોઈ પ્રાયશ્ચિત્ત આપશે, તેનો સ્વીકાર કરી લઈશ.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરીશ; અને એ પ્રકારે ચિત્તવૃત્તિ નિરોધ રૂપ ધ્યાન કરીશ. હું ધર્મધ્યાન કરીશ.
આજ્ઞાવિચયરૂપ ધર્મધ્યાન કરીશ. અપાયવિચયરૂપ ધર્મધ્યાન કરીશ.
વિપાકવિચયરૂપ ધર્મધ્યાન કરીશ.
સંસ્થાન વિચયરૂપ ધર્મધ્યાન કરીશ.
ક્યારે મારો ભાગ્યોદય થશે કે હું ‘શુક્લધ્યાન’ પણ કરી શકીશ ? શોકસંતાપ, દુઃખ, પરિતાપનો સર્વથા નાશ કરનારું શુક્લધ્યાન મારે કરવું છે... કયા જનમમાં એ સંભવ થશે ?
હું આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન, બાલક આદિ મુનિજનોની શરીર શુશ્રુષા કરીશ. તેમને માટે ભિક્ષા, પાણી, વસ્ત્ર, પાત્ર વગેરે લાવીશ. અતિપ્રસન્નચિત્ત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org