________________
૪૦
શ્રાવક જીવનઃ ભાગ ૪ તેને જરા પણ વિચલિત કરી શકતાં નથી, તેની દ્રષ્ટિ તો માત્ર પોતાના તેલપાત્ર ઉપર જ છે. આ રીતે તે કુશળતાથી રાજમહેલમાં પહોંચી જાય છે.
મહારાજાને વિનીત ભાવથી પ્રણામ કરીને તે નતમસ્તકે ઊભો રહે છે. રાજાએ કહ્યું: ‘તેલનું એક બિંદુ પણ માર્ગમાં પડ્યું નથી ને ? નાગરિકે કહ્યું : “જી ના.”
રાજાએ કહ્યું પરંતુ એ કેવી રીતે શક્ય છે? સરાસર અસંભવ વાત છે. મન ચંચળ છે, તે આડું અવળું જોયા સિવાય રહી શકતું નથી. અને આમતેમ જોવાથી તેલપાત્ર છલકાયા સિવાય રહી શકે નહીં.'
મહારાજ, હું સત્ય કહું છું. મારું મન તેલપાત્ર સિવાય ક્યાંય ગયું નથી. બીજો કોઈ વિચાર મનમાં આવ્યો જ નથી.' રાજાએ પૂછ્યું: “મન કોઈ એક વસ્તુમાં એકાગ્ર બની શકે છે ?'
નાગરિકે કહ્યું કેમ નહીં? આ વાત સો એ સો ટકા સંભવ છે. મારા માથા ઉપર સાક્ષાત મોત ભમી રહ્યું હતું ત્યારે ભલા મન એકાગ્ર કેમ ન બને ?”
“તો પછી જે સાધક નિરંતર સંસારભયથી, મૃત્યુભયથી આક્રાન્ત હોય છે, એનું મન આત્મસાધનામાં સ્થિર થઈ શકે કે નહીં?
તે નાગરિક મનની સ્થિરતાને માનવા લાગ્યો !
અનન્ત જન્મ-મૃત્યુના ભયથી સાધક પોતાની સાધનામાં નિરંતર એકાગ્રચિત્ત બની શકે છે. તેને નિસાર સંસારનો ભય લાગવો જોઈએ. સંસારસમુદ્રની બીજી ઉપમા ઃ
જે રીતે “જ્ઞાનસાર'માં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ સંસારને સમુદ્રની ઉપમા આપીને સંસારની અસારતા બતાવી છે, એ રીતે “અધ્યાત્મસાર ગ્રંથમાં પણ તેમણે સંસારને સમુદ્ર બતાવીને સંસારની ભયાનકતા બતાવી છે. એક જ શ્લોકમાં ('ભવસ્વરૂપાધિકારમાં) તેમણે તમામ વાતો બતાવી દીધી છે. ખૂબ જ સ્ક્રયસ્પર્શી શબ્દોમાં તેમણે ભવસમુદ્રનું વર્ણન કર્યું છે. તમે શ્લોક સાંભળોઃ
इतः कामौर्वाग्निवलति परितो दुःसह इतः, पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिता । इतः क्रोधावर्तो विकृतितटिनीसंगमकृतः ।
समुद्रे संसारे तदिह न भयं कस्य भवति ॥ પહેલાં સંક્ષેપમાં આનો અર્થ બતાવી દઉં છું. ઉપાધ્યાયજી મહારાજ કહે છે,
onal Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org