________________
પ્રવચન ૭પ
૪૧ કે “આવા સંસારસમુદ્રમાં કોને ભય નથી લાગતો ? જે સંસારસમુદ્રની ચારે કોર કામવાસનાની દુસહ આગ સળગતી હોય, વિષયરૂપ ગિરિશિખર પરથી જે સમુદ્રમાં પથ્થર પડતા હોય, પથ્થર પડવાથી સાગરમાં ક્રોધના આવર્તી પેદા થતા હોય, અને એ આવત વિકૃતિરૂપ નદીમાં ભળી જાય છે. આંતરિક સંસારની વાત ઃ
આ વાત બાહ્ય સંસારની નથી. દરેક જીવાત્માની અંદર એક ભયાનક સંસારસાગર રહેલો છે ! જ્ઞાનવૃષ્ટિથી જ આ સંસારને જોઈ શકાય છે. જ્યારે આ સાગરને જોશો ત્યારે જ સાચા અર્થમાં ભય લાગશે. આંતરદર્શન કરવું પડશે.
અંદર,...સમુદ્રની ચારે તરફ કામવાસનાની ભીષણ આગ જુઓ. આગ બાળ છે અને કામવાસના પણ જીવને બાળે છે. ચારે ગતિમાં સૌથી વધારે કામવાસના મનુષ્યને હોય છે. દેવોથી વધારે અને પશુપક્ષી કરતાંય વધારે....હૃદયમાં કામવાસનાની આગ સળગતી જ રહે છે, વિશેષ રૂપે યૌવનકાળમાં આ આગ ભયંકર હોય છે.
આ સર્વભક્ષી કામવાસનાએ કેટલા યુવાનોને બાળી નાખ્યા, એનાં અનેક દ્રષ્ટાન્તો શાસ્ત્રોમાં તેમજ ઇતિહાસમાં તો વાંચવા મળે જ છે, વર્તમાન કાળમાં પણ અસંખ્ય ઘટનાઓ વાંચવા મળે છે. આ કામાગ્નિમાં બળનારાઓની અને મરનારાઓની ! દરરોજ ભીતરના સાગરની ચારે કોર આગ જુઓ, એની ઉપર આ વાસનાની ભયાનકતાના વિષયમાં ચિંતન કર્યા કરો. બીજું દૃશ્ય અંદર જુઓ :
સમુદ્રની મધ્યમાં એક ઊંચો પહાડ છે. એ પહાડનાં શિખરો ઉપરથી તૂટતી પથ્થરશિલાઓ સમુદ્રમાં પડે છે. એ પહાડ – પાંચ ઇન્દ્રિયોના વિષયનો. શબ્દરૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોનો પહાડ છે. કોઈ ને કોઈ વિષયઈચ્છાની શિલા પહાડ ઉપરથી સમુદ્રમાં પડે છે અને સમુદ્રમાં આવતી પેદા થાય છે. ક્રોધનાં આવર્ત પેદા થાય છે. જ્યારે મનુષ્યની વિષયેચ્છા પૂર્ણ થતી નથી ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે.
જુઓ અંદરના સંસારમાં! જે વ્યક્તિથી તમને જે વિષયની અપેક્ષા હોય એ અપેક્ષા જ્યારે પૂર્ણ નથી થતી ત્યારે તમને તેના પ્રત્યે ક્રોધ...રોષ....રીસપેદા થાય છે ને? આ જ આવ છે વિકલ્પોના આવત, વિકારોના આવત, દૃય ચંચળ, અસ્થિર બની જાય છે. * બીજાં પાસેથી મધુર-પ્રિય શબ્દોની અપેક્ષા હોય છે. ત્યાં કદાચ અપ્રિય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org