________________
૪૨
કર્કશ શબ્દ સાંભળવા મળે છે તો ક્રોધ-રોષ આવે છે ને ?
* જ્યાં પ્રિય રૂપ જોવાની અપેક્ષા હોય, ત્યાં એ રૂપ જોવા નથી મળતું, કુરૂપ જોવા મળે છે, તો ક્રોધ ઉત્પન્ન થાય છે ને ?
* જ્યાં સુગંધ મળવાની અપેક્ષા હોય, ત્યાં દુર્ગન્ધ મળે છે તો ક્રોધ ઉત્પન્ન થાય છે ને ?
શ્રાવક જીવન : ભાગ ૪
* જ્યાં મધુર અને પ્રિય રસોની અપેક્ષા હોય, ત્યાં અપ્રિય રસ મળે છે તો ક્રોધની આંધી ઊમટે છે ને ?
* જ્યાં મુલાયમ અને પ્રિય સ્પર્શની અપેક્ષા હોય, ત્યાં અપ્રિય અને કર્કશ સ્પર્શ મળે છે તો ક્રોધ ઉત્પન્ન થાય છે ને ?
સંસાર-સાગરમાં ક્રોધાદિ વિકારોના આવર્ત પેદા થતા જ રહે છે. શું તમે આવા સંસારમાં નિર્ભય રહી શકો છો ? નિશ્ચિંત રહી શકો છો ? ખબર નથી કે વિષયગિરિ ઉપરથી ક્યારે કયો પથ્થર પડે અને કયો આવર્ત પેદા થાય ?
ગ્રંથકારે ભવસ્થિતિની નિર્ગુણતાનું ચિંતન કરવાનું કહ્યું છે. એ ભવસ્થિતિ બહારની નહીં, ભીતરની ભવસ્થિતિ સમજવાની છે, ભીતરમાં જે ભવસાગ૨ ઊછળી રહ્યો છે....ગર્જી રહ્યો છે....તોફાન મચાવી રહ્યો છે. એને જોવાનો છે. જો તમારી પાસે જ્ઞાનવૃષ્ટિ હશે તો તમે સંસારથી ભયભીત બનશો. સંસારની નિઃસારતાને સારી રીતે સમજી જશો.
બહા૨થી તમારો સંસાર ધનધાન્યથી, પત્નીપુત્રાદિ પરિવારથી સ્નેહી-સ્વજનમિત્રોથી, આરોગ્યથી...સારો પણ હોઈ શકે. એ બાહ્ય સંસારને તમે સંસારસમુદ્ર’ના રૂપમાં નહીં જોઈ શકો. એ સંસાર તમને અસાર નહીં લાગે; ભીષણ નહીં દેખાય. બાહ્ય સંસાર તો સુખમય પણ લાગી શકે છે. તમારે બાહ્ય સંસાર જોવાનો નથી. ભીતર જે વિવિધ વિકારોનો સંસાર છે, તેને જોવાનો છે. એનાં પરિણામોને જોવાનાં છે. ઇહલૌકિક અને પારલૌકિક પરિણામોને વિચારવાનાં છે. જ્યારે વિચારશો ત્યારે સંસારની નિઃસારતાનાં દર્શન થશે. પછી બાહ્ય સંસારના વૈષયિક સુદો પ્રત્યે સાચો વૈરાગ્ય ઉત્પન્ન થશે. સંસારની આસક્તિ તૂટી જશે. સંસારની નિર્ગુણતાનું મનન-ચિંતન કરતાં તમે અનાસક્ત બનો, એ જ શુભ કામના. આજે બસ, આટલું જ.
Jain Education International
★
For Private & Personal Use Only
www.jainelibrary.org